Tuesday, January 10, 2023

Coronavirus : Omicron Variant Is Very Much Here But It Is Not Intensity Circulating In India Dr NK Arora

Omicron Variant in India: ચીન, જાપાન, અમેરિકા સહિત ઘણા દેશોમાં કોરોના વાયરસના બેકાબૂ કેસ સામે આવ્યા બાદ ભારતમાં ચિંતા વધી છે. છેલ્લા દિવસે જ ખબર પડી છે કે Omicronના તમામ વેરિયન્ટે ભારતમાં દેખા દેતા તેમાં વધારો થયો છે. ચીન અને અમેરિકામાં તબાહી મચાવનાર વેરિઅન્ટ ભારતમાં પણ જોવા મળ્યા છે. આ સ્થિતિમાં દેશમાં કોરોનાની નવી વેવને લઈને ચિંતા ઉભી થઈ છે. સૌકોઈના મનમાં એક જ સવાલ છે કે શું આવનારા સપ્તાહમાં કોરોનાના કેસમાં મોટો વધારો થશે? હવે સરકારના ટોચના નિષ્ણાતે મોટો દાવો કર્યો છે.

કોવિડ વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષ ડૉ. એનકે અરોરાએ આજે કહ્યું હતું કે, અહીં વાયરસના ઘણા કેસ સામે આવ્યા છે, પરંતુ દેશમાં તેની ઝડપ નથી વધી રહી. આપણે આપણું જીનોમિક સર્વેલન્સ વધાર્યું છે અને એરપોર્ટ સ્ક્રીનિંગ શરૂ કર્યું છે. અત્યાર સુધીના ટેસ્ટિંગમાં જે કંઈ ધ્યાને આવ્યું છે તેમા અમને કોઈ જ નવો વેરિઅન્ટ નથી મળ્યો. ત્યાં સુધી કે ગટરના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, પરંતુ આગામી અઠવાડિયામાં કોઈ નવા પ્રકાર કે કેસોમાં વધારો થશે તેની કોઈ જ શક્યતા દેખાતી નથી.

“ગભરાવાની જરૂર નથી”

ડૉ. એન.કે. અરોરાએ વધુમાં ઉમેર્યું હતું કે, ઓમિક્રોન વેરિઅન્ટ જે આપણે ભારતમાં જોઈ રહ્યા છીએ તે વિશ્વના કોઈપણ ભાગમાં પણ જોઈ શકાય છે. કોવિડ વેરિઅન્ટ કોઈ પગ જમાવી શક્યું નથી અથવા ચેપગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં સક્ષમ નથી. માટે ગભરાવાની જરૂર નથી, પરંતુ આપણે યુરોપિય, નોર્થ અમેરિકન અને ઇસ્ટ એશિયન દેશો પર ચાંપતી નજર રાખવાની જરૂર છે.

live reels News Reels

Omicronના તમામ સબ-વેરિએન્ટની દેશમાં હાજરી

કોરોનાને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે, 29 ડિસેમ્બર, 2022 અને 7 જાન્યુઆરી, 2023 વચ્ચે લેવામાં આવેલા 324 કોવિડ પોઝિટિવ નમૂનાઓની ‘સેન્ટિનલ સિક્વન્સિંગ’થી જાણવા મળ્યું કે તે બધામાં ઓમિક્રોન સબ-વેરિઅન્ટની હાજરી જોવા મળી હતી. આમાં BA.2, BA 2.75, XBB (37), BQ.1 અને BQ.1.1 (5) અને અન્ય પ્રકારોનો સમાવેશ થાય છે.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે જે વિસ્તારોમાં આ પ્રકારો શોધી કાઢવામાં આવ્યા છે, ત્યાં મૃત્યુદર અથવા ચેપના કેસોમાં વધારો વિશે કોઈ માહિતી નથી. આ ઉપરાંત, XBB (11), BQ.1.1 (12) અને BF7.4.1 (1) એ પચાસ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના સકારાત્મક નમૂનાઓમાં જોવા મળેલા મુખ્ય પ્રકારો હતા જેમના નમૂનાઓ અત્યાર સુધીમાં જીનોમ સિક્વન્સ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં રેતી નાંખવાની અદાવતમાં નિર્દોષની હત્યા કરનાર પિતા-પુત્રની ધરપકડ, એક ફરાર

અમદાવાદ: બે કોન્ટ્રાક્ટરોને રેતી નાખવા બાબતની અદાવતની હત્યા કેસમાં પોલીસે પિતા-પુત્રની કરી ધરપકડ કરી છે. રેતીનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે આરોપીઓએ હત્યાનો પ્લાન ઘડ્યો હતો. જેમાં એક નિર્દોષ વ્યક્તિએ જાન ગુમાવવી પડી હતી. ત્યારે એસ.ટી.એસએ આરોપીની એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

હત્યા માટે આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું

મળતી માહિતી પ્રમાણે, પાલડીના સુવિધા સર્કલ પાસે આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર સવારે રાજુ વણઝારા અને દશરથ ઓડ નામના કોન્ટ્રાક્ટરને રેતી ભરવા મામલે માથાકૂટ થઈ હતી. ત્યારે બંને વચ્ચેનો ઝઘડો મારામારીમાં પરિણમ્યો હતો. તેમાં પાલડી પોલીસમાં ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત રાજુ ગંગાજી વણઝારાની પૂછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે, તેના પિતરાઈ ભાઈને ફોન કરી ત્યાં બોલાવ્યા હતા. તેમાં રાજુ ભીખાજી વણઝારા અને રમેશ વણઝારા પહોંચ્યા હતા. ત્યારે દશરથ ઓડના લોકોએ પથ્થરમારો કર્યો હતો. તેમાં રાજુ વણઝારાને પથ્થર વાગતા ગંભીર ઇજા પહોંચી હતી અને તેને સારવાર માટે જીવરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ પણ વાંચોઃ ગુજરાતના નવા DGP કોણ હશે? આ અધિકારીઓના નામ ચર્ચામાં

નિર્દોષ નાગરિકને કારની અડેફેટે લીધો

હોસ્પિટલની બહાર દશરથ ઓડના સાગરીતોએ કારથી અકસ્માત કરી હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. તેમાં નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. રાજુ વણઝારા સાથે 3 લોકો બાઇક લઈને જઈ રહ્યા હતા. ત્યારે બલેનો ગાડી બાઇક પર ચડાવી દીધી હતી. જેમાં ત્રણેય લોકો રોડ પર પડી જતા રાહદારી અરવિંદ ચૌહાણ તાત્કાલિક મદદે દોડ્યા હતા. ત્યારે 108ને કોલ કરી રહ્યા હતા તે સમયે બલેનોએ તેમને અડફેટે લીધા હતા અને ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાં રાહદારી અરવિંદ ચૌહાણનું મોત નીપજ્યું હતું.

એટીએસએ કાર્યવાહી હાથ ધરી

આ ઘટના બાદ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, હત્યા કરનારો કારચાલક ધ્રુવીન ઓડ, બાજુમાં દશરથ ઓડ અને વિનોદ ગાડીમાં બેઠા હતા. આરોપીઓ રાજુ વણઝારાને મારવાના ઇરાદે કન્સ્ટ્રક્શન સાઇટ પર પહોંચ્યા હતા અને તેઓ વચ્ચે તરકાર થયા બાદ સારવાર માટે હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં કાર ચડાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમાં અરવિંદ ચૌહાણ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ હત્યા કેસમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી એટીએસને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારે એટીએસ સેલે પિતા અને પુત્રની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, હજુ એક વિનોદ ઓડ નામનો આરોપી ફરાર છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad news, Ahmedabad police, Gujarat ATS

Ahmedabad: શાકભાજીના ભાવ ભલે ઘટ્યા પણ ઉત્તરાયણ પર ઉંધિયું ખાવું મોંઘું પડશે

Ahmedabad: શાકભાજીના ભાવ ભલે ઘટ્યા પણ ઉત્તરાયણ પર ઉંધિયું ખાવું મોંઘું પડશે

વિરાટ કોહલીની સદી, ભારત શ્રીલંકા ગુવાહાટી વનડેમાં તોડ્યો સચિનનો રેકોર્ડ, અનુષ્કા શર્માનું રીએક્શન

અનુષ્કા શર્માએ વિરાટ કોહલીની શાનદાર સદી પર પ્રતિક્રિયા આપી હતી. વિરાટની ઇનિંગે  ભારતના કુલ સ્કોરને 300ના કુલ સ્કોરથી આગળ ધકેલી દીધો. પૂર્વ ભારતીય કેપ્ટને મંગળવારે ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે મેચ દરમિયાન માત્ર 80 બોલમાં સદી ફટકારી હતી . અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી અને દર્શાવ્યું હતુ કે તે તેના પતિની શાનદાર ઈનિંગ્સ જોઈ રહી છે.

તેણીએ વિરાટ કોહલી સાથે તેની સદીની ઉજવણી કરતા ટેલિવિઝનની એક તસવીર શેર કરી અને તેને મોટા લાલ કલરના હાર્ટની ઇમોજી સાથે શેર કરી.

અનુષ્કા શર્મા વિરાટ કોહલી

અનુષ્કા શર્મા વિરાટ કોહલી

દુર્ભાગ્યવશ, વિરાટ થોડીવાર પછી આઉટ થઈ ગયો. પણ તેણે આ સાથે અનેક રેકોર્ડ તોડ્યા હતા. વિરાટ મેચની 48મી ઓવરમાં આઉટ થયો હતો. આ બોલને કસુન રાજિતાએ ફેંક્યો હતો અને કુસલ મેન્ડિસના હાથે કેચ થયો હતો. વિરાટની વિકેટ પડી ત્યારે ભારતનો સ્કોર 48.2 ઓવરમાં 364/7 હતો.

અનુષ્કા શર્મા ઘણીવાર મેચોમાં હાજરી આપે છે અને વિરાટ કોહલીને મેદાનમાંથી સપોર્ટ કરે છે. ચાલુ મેચમાં તો અભિનેત્રી ઘણી વાર અભિનેત્રીને સ્ટેન્ડ પરથી તેને પ્રોત્સાહિત કરતી જોવા મળી  છે. ગયા વર્ષે, કેમેરાએ અનુષ્કા અને વિરાટની પુત્રી વામિકાને પણ સ્ટેન્ડમાં દર્શાવ્યા હતા, જે અભિનેત્રી સાથે વિરાટને ચીયર અપ કરતા હતા.

આ દંપતી તાજેતરમાં પ્રાર્થના કરવા વૃંદાવનના એક આશ્રમની મુલાકાત લીધા પછી હેડલાઇન્સમાં આવ્યા હતા. તેમની મુલાકાતની તસવીરો ઓનલાઈન લીક થઈ હતી. અહેવાલ મુજબ, તેઓ બાબા નીમ કરોલીના આશ્રમમાં ગયા હતા, જ્યાં તેમણે ધાબળાનું વિતરણ કર્યું હતું.

આ પણ વાંચો: VIRAT KOHLI: ભારતીય ક્રિકેટનો સિંહ! કિંગ કોહલીએ ફટકારી 73મી સદી, સચિનનાં રેકોર્ડની બરોબરી કરી

વિરાટ તો કોઈના માટે બેટ પર સાઈન કરતો પણ જોવા મળ્યો હતો. તસવીરોમાં આ દંપતી આશ્રમમાં પ્રાર્થના કરતા જોવા મળે છે. આશ્રમમાંથી તેમની પુત્રી વામિકા સાથે દંપતીનો એક વીડિયો પણ ઇન્ટરનેટ પર સામે આવ્યો છે.

કામની વાત કરીએ તો અનુષ્કા શર્મા હાલમાં ‘ચકદા એક્સપ્રેસ’ માટે તૈયારી કરી રહી છે. તે પણ ક્રિકેટ પર આધારિત ફિલ્મ છે. અ ફિલ્મ ફાસ્ટ બોલર ઝૂલન ગોસ્વામીના જીવન પર આધારિત છે. અભિનેત્રીએ તાજેતરમાં જ તેનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ તેની 2018ની ઝીરો પછીની પ્રથમ ફિલ્મ હશે.

Published by:Mayur Solanki

First published:

Tags: Anushka Sharma, India vs Sri Lanka, Virat Anushka, Virat kohli record, ક્રિકેટ

ગોધરા પાલિકા વિસ્તારમાં દિવસે પણ લાઈટો ચાલુ, 85 લાખનું સ્ટ્રીટ લાઈટ બીલ બાકી

ગોધરા પાલિકા વિસ્તારમાં દિવસે પણ લાઈટો ચાલુ, 85 લાખનું સ્ટ્રીટ લાઈટ બીલ બાકી 

Pakistan Gets Russian Wheat Shipment Planning To Send Weapons In Ukraine War

Russia Ukraine War : પાકિસ્તાનની મોટા ભાગની વસ્તી હાલમાં અડધા ભુખ્યા પેટે સૂવા માટે મજબૂર બની છે. તેનું કારણ મોંઘવારી છે જે દિવસે દહાડે વધારેને વધારે ગંભીર અને પીડાદાયક બની રહી છે. જંગી દેવું અને રોકડની તંગીથી દબાયેલું પાકિસ્તાન એક સમસ્યામાંથી બહાર નથી આવતુ ત્યાં બીજા પડકારમાં ફસાય જાય છે. પાકિસ્તાન ખાવાના ઘઉંથી માંડીને મચ્છરદાની સુધી તે સંપૂર્ણપણે વિદેશી સહાય પર જ નિર્ભર છે. ગયા વર્ષના વિનાશક પૂરમાં 20 લાખ એકર પાક ધોવાઈ ગયો હતો. ભૂખમરાની આરે ઊભું પાકિસ્તાન રશિયા પાસેથી ઘઉંની ખરીદી કરી રહ્યું છે. પરંતુ ગરીબ પાકિસ્તાનમાંથી ઘઉં ખરીદવા માટે પૈસા આવી ક્યાંથી રહ્યાં છે તે એક મોટો સવાલ છે. 

જોકે પાકિસ્તાન હંમેશાની માફક કોઈનું સગુ થયુ નથી અને થશે પણ નહીં. જેનું ખાય તેનું ખોદે એનું નામ જ પાકિસ્તાન. આમ પાકિસ્તાન હવે રશિયાનું અન્ન ખાઈને હવે તેના જ પીઠમાં ખંજર ભોંકી રહ્યું હોવાનો ખુલાસો થયો છે. 

પૂરને કારણે ઘઉંના પાકને નષ્ટ કરવા અને વિદેશી હૂંડિયામણના ભંડાર ઘટવાને કારણે દેશવ્યાપી લોટની કટોકટી વચ્ચે પાકિસ્તાનને 35,000 ટન રશિયન ઘઉંનો પહેલો જથ્થો મળ્યો હતો. પાકિસ્તાનના ખાદ્ય સુરક્ષા અને સંશોધન મંત્રાલયે મંગળવારે એક નિવેદન જારી કરીને આ માહિતી આપી હતી. પાકિસ્તાનમાં લોટના ભાવ આસમાને છે. ઘણા વિસ્તારોમાં 150 થી 200 રૂપિયા પ્રતિ કિલો લોટ વેચાઈ રહ્યો છે. પાકિસ્તાનમાં 20 કિલો લોટનું પેકેટ 2800 થી 3000 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

યુક્રેનને શસ્ત્રો મોકલવાની તૈયારી

live reels News Reels

હવે પાકિસ્તાનની આખી ગેમ સામે આવી ગઈ છે. પાકિસ્તાન રશિયા પાસેથી ઘઉં ખરીદવા યુક્રેનને હથિયારો વેચીને પૈસા એકઠા કરી રહ્યું છે. આ ઘટનાથી વાકેફ લોકોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન આ મહિને પોલેન્ડના એક બંદર દ્વારા યુક્રેનને અસ્ત્રો અને પ્રાઇમર્સ સહિત દારૂગોળાના 159 કન્ટેનર મોકલવાની યોજના બનાવી રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચેની દુશ્મનાવટથી દુનિયા આખી વાકેફ છે. આ સ્થિતિમાં રશિયા પાસેથી ઘઉં લઈને તેના સૌથી મોટા દુશ્મનને જ હથિયાર વેચવાથી પાકિસ્તાનનો અસલી ચહેરો સામે આવી ગયો છે.

રશિયા-યુક્રેન યુદ્ધની ટીકા કરવાથી ફેરવ્યું મોં 

પાકિસ્તાન સ્થિત એક શિપિંગ અને બ્રોકરેજ ફર્મ – Project Shipping જાન્યુઆરીના અંતમાં કરાચી બંદરથી પોલેન્ડના ગડાન્સ્ક બંદર સુધી યુક્રેનને દારૂગોળાના 159 કન્ટેનર મોકલવાનું આયોજન કરી રહી છે. પાકિસ્તાન એવા દેશોમાં સામેલ છે જે રશિયા-યુક્રેન યુદ્ધની ટીકા કરવાનું ટાળી રહ્યું છે. હાલમાં તેમનું સંપૂર્ણ ધ્યાન દેશની આર્થિક સ્થિતિ સુધારવા પર છે. આ માટે તે સાઉદી અરેબિયાથી લઈને ચીન અને રશિયાથી લઈને યુક્રેનની સામે હાથ ફેલાવીને ઉભું છે.

પાકિસ્તાનમાં શું ચાલી રહ્યું છે?

પાકિસ્તાને બચત કરવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે. વીજળી બચાવવા માટે બજારો રાત્રે 8 વાગ્યે બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. આમ કરીને તેઓ 30 ટકા વીજળી એટલે કે રૂ. 6200 કરોડની બચત કરવાની યોજના બનાવી રહ્યું છે. દેશમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 10,000 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. જેથી લોકો સિલિન્ડરને બદલે પ્લાસ્ટિકની થેલીઓમાં ગેસ ભરી રહ્યા છે. તો બીજી બાજુ પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 6.7 અબજ ડોલર થઈ ગયો છે. હાલત એવી છે કે, કર્મચારીઓને પગાર આપવા માટે પણ પાકિસ્તાન સરકાર પાસે પૈસા સુદ્ધા નથી.

How is sadhana-teaching imparted at the Saint Training Center of BAPS? AGP – News18 Gujarati

Parth Patel, Ahmedabad: અમદાવાદથી 150 કિમી દૂર બોટાદ જિલ્લામાં આવેલું સારંગપુર ગામ BAPS સંસ્થાનું મોટું ધામ છે. ત્યાં જ નવા દીક્ષિત સંતોના પ્રશિક્ષણ માટે સંત તાલીમ કેન્દ્ર આવેલું છે. ગુરુ શાસ્ત્રીજી મહારાજની આ વિશિષ્ટ કર્મભૂમિ સારંગપુરને પ્રમુખસ્વામી મહારાજે જ પસંદ કરી અને સંતોની સાધના-શિક્ષણનું મુખ્ય સ્થાન બનાવી દીધું.


વિશ્વભરમાંથી સાધુ થવા માટે આવતા યુવકોને તાલીમ આપવા માટે તેઓએ અહીં બધી જ વ્યવસ્થા કરી. ભોજન અને આવાસ ઉપરાંત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, તપ, સેવા અને સમર્પણના પ્રશિક્ષણ વર્ગો દ્વારા નવદીક્ષિત સંતોને શાશ્વત જીવનમૂલ્યોના પાઠ ઘૂંટાવનારી એક અનુપમ બ્રહ્મવિદ્યાની કોલેજ પ્રમુખસ્વામી મહારાજે સન 1980 માં ઊભી કરી દીધી.

કયારે દીક્ષા આપવામાં આવે છે

પ્રથમ માતા-પિતાની લેખિત અનુમતિ લઈને મુમુક્ષુ યુવાન સારંગપુર આવે છે. અહીં ત્રણ વર્ષની પૂર્વસાધક તાલીમમાં મુમુક્ષુની યોગ્ય ચકાસણી પછી તેમને પ્રાથમિક પાર્ષદ દીક્ષા આપવામાં આવે છે. મોટા ભાગે દીક્ષા મહોત્સવનું સ્થળ નજીકમાં આવતા ઉત્સવ કે સામૈયામાં રાખવામાં આવે છે. શ્વેત વસ્ત્રોમાં સજ્જિત આ પાર્ષદોને ત્યાગાશ્રમના તમામ નિયમ પાળવાના હોય છે. આગળ એકાદ વર્ષના અંતરાલ બાદ પાર્ષદને ભાગવતી દીક્ષા આપવામાં આવે છે. ભગવા વસ્ત્રોમાં શોભતા આ સંતો ત્યારપછી પણ સારંગપુરમાં ધર્મગ્રંથો અને સંસ્કૃતનો ઊંડાણથી અભ્યાસ કરે છે.

સેવાથી નમ્રતા આવશે, જ્ઞાન તો નમ્ર વિદ્યાર્થીમાં જ ઠરે

તમારા શહેરમાંથી (અમદાવાદ)

હિન્દી અને અંગ્રેજી ભાષાનો તેમજ વિશ્વના વિવિધ ધર્મોનો અભ્યાસ પણ અહીં તાલીમનો એક ભાગ છે. વળી શિક્ષણની સાથે સ્વાવલંબનને પણ સ્વામીએ એટલું જ મહત્વ આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, સેવાથી નમ્રતા આવશે, જ્ઞાન તો નમ્ર વિદ્યાર્થીમાં જ ઠરે છે. આ બધી અભ્યાસ અને સેવાની પ્રવૃત્તિને સ્વામીએ ભક્તિની સાથે જોડી હતી. હા, તેમની તાલીમમાં કેન્દ્રસ્થાને ભગવાન હતા.

તેથી જ તો તેઓએ ભક્તિમય આહ્નિકને ક્યારેય ગૌણ પડવા નથી દીધું. પ્રમુખસ્વામી મહારાજની આ તાલીમ પ્રાપ્ત કરીને સંતો ધર્મ, સંસ્કૃતિ, સમાજ અને રાષ્ટ્રસેવાની ભાવનાને આત્મસાત કરી. ગામડે ગામડે ફરી જન જનના હૃદયમાં શ્રદ્ધા જગાડીને વ્યસન-કુટેવોથી દૂર રહેવાની પ્રેરણા આજે આપી રહ્યા છે.

સાધુ થવાની પ્રેરણા પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી મળી

નવદિક્ષિત સંતમાં પૂ. પાણિની ભગત (અમેરિકા)એ જણાવ્યું હતુ કે, સાધુ થવાની પ્રેરણા તો પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી મળી છે. નાનપણથી જ ખૂબ લાભ લીધો છે. નાનપણથી જ બાપાનો પ્રેમ ખૂબ જોતા આવ્યા. બાપાનો સાથ પણ જીવનની દરેક પળમાં રહેલો છે. સ્વામીબાપાએ આટલો પ્રેમ કર્યો છે. આટલું હેત વરસાવ્યું છે. તો તેમના માટે શું ન થાય? તેથી તેમના માટે જીવન સમર્પિત કરવા જઈ રહ્યા છીએ. 

પ્રભાકર ભગત જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજનો પ્રેમ અને મહંતસ્વામી મહારાજનો પ્રેમ અને એમણે આ સમાજ માટે, દેશ માટે અને આપણા સૌ માટે કેટલું બધું કર્યું. પ્રમુખસ્વામી મહારાજના અનંત ઉપકારો છે. એ ઉપકારોનું ઋણ ચૂકવવાનો આ અમૂલ્ય અવસર એટલે આ શતાબ્દી મહોત્સવ. એ શતાબ્દીમાં અમને દીક્ષા મળે છે. એટલે આ એક જીવનભરનું એક અતિશય અમૂલ્ય સંભારણું બની રહેશે.

અમેરિકામાં જન્મ છતાં ખૂબ જ સંસ્કારી છે, આ મહંતસ્વામી મહારાજની કૃપા છે

અમેરિકન આર્મીમાં સેવારત શેનિકા શાહ જેઓ પૂ. દધીચિ ભગતના બહેન છે. તેઓએ જણાવ્યું કે મારો ભાઈ સાધુ થાય છે. તે જોઈને હું બહુ જ ગૌરવની લાગણી અનુભવુ છું. અમેરિકામાં જન્મ છતાં તે ખૂબ જ સંસ્કારી છે. આ મહંતસ્વામી મહારાજની કૃપા છે.

બહુ અહોભાગ્યની લાગણી થઈ


અમેરિકાના જયશ્રીબેન પટેલ( પાણીનિ ભગતનાં પૂર્વાશ્રમનાં માતા) જણાવ્યું હતુ કે, જ્યારે દીકરાએ સાધુ થવાનો સંકલ્પ અમારી આગળ રજૂ કર્યો ત્યારે ખરેખર બહુ અહોભાગ્યની લાગણી થઈ. સ્વામીની જ કૃપાથી આ માર્ગ ગ્રહણ કર્યો છે. સ્વામીને આપણે શતાબ્દીમાં બીજું તો શું આપી શકીએ. પણ આ સેવા અનાયાસે એમની કૃપાથી થઈ ગઈ છે. એટલે ખરેખર ખૂબ જ ગર્વની અનુભૂતિ થાય છે કે આવી સેવાની તક અમને મળી.

 

પુત્ર પણ રાજી છે. અમે પણ રાજી છીએ.


રાજકોટથી પધારેલા વલ્લભભાઈ જેઓ સ્વસ્તિક ભગતના પૂર્વાશ્રમના પિતા થાય. તેઓએ આ અવસરે કહ્યું કે, દીકરો ભગવાન અને સમર્થ સંત એવા મહંતસ્વામી મહારાજને સોંપ્યો છે એટલે કંઈ જ ચિંતા નથી. પુત્ર પણ રાજી છે. અમે પણ રાજી છીએ.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Ahmedabad news, BAPS, Local 18

IND vs SL, 1st ODI: ભારતે શ્રીલંકાને જીતવા આપ્યો 374 રનનો ટાર્ગેટ, કોહલીના 87 બોલમાં 113 રન

IND vs SL, 1st ODI : ભારત અને શ્રીલંકા વચ્ચે ગુવાહાટીમાં પ્રથમ વન ડે રમાઈ રહી છે. મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું. ભારતે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 373 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 87 બોલમાં 113 રનની ઈનિંગ રમી હતી. રોહિત શર્માએ 67 બોલમાં 83 અને શુબમન ગિલે 70 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમી 4 અને મોહમ્મદ સિરાજ 7 રને નોટ આઉટ રહ્યા હતા.

વિરાટે રચ્યો ઈતિહાસ

વિરાટ કોહલીના કરિયરની આ 45મી સદી હતી. આ સાથે કોહલીએ ઘર આંગણે સૌથી વધુ સદી ફટકારવાના સચિનના રેકોર્ડની બરાબરી કરી છે.

ઘર આંગણે સૌથી વધુ સદી મારનારા ખેલાડી

  • 20 સદી: વિરાટ કોહલી, ભારત, 99 ઈનિંગ
  • 20 સદી:  સચિન તેંડુલકર. ભારત, 160 ઈનિંગ
  • 14 સદી:  હાશિમ અમલા, સાઉથ આફ્રિકા, 69 ઈનિંગ
  • 14 સદી:  રિકિ પોન્ટિંગ, ઓસ્ટ્રેલિયા, 151ઈનિંગ

હરીફ ટીમ સામે સૌથી વધુ સદી મારનારા ભારતીય ખેલાડી

  • 9 સદી- વિરાટ કોહલી Vs વેસ્ટ ઈન્ડિઝ
  • 9 સદી- વિરાટ કોહલી Vs શ્રીલંકા
  • 9 સદી- સચિન તેંડુલકર Vs ઓસ્ટ્રેલિયા
  • 8 સદી- રોહિત શર્મા Vs ઓસ્ટ્રેલિયા
  • 8 સદી- વિરાટ કોહલી Vs ઓસ્ટ્રેલિયા
  • 8 સદી- સચિન તેંડુલકર Vs શ્રીલંકા

 રોહિતે 27મી વખત વન ડેમાં 100 કે તેથી વધુ રનની કરી ભાગીદારી

ભારતના ઓપનર રોહિત શર્મા (67 બોલમાં 83 રન) અને શુબમન ગિલ (60 બોલમાં 70 રન)એ 19.4 ઓવરમાં 143 રનની પાર્ટનરશિપ કરીને મજબૂત શરૂઆત અપાવી. આ સાથે રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્માએ વન ડેમાં 27મી વખત 100 કે તેથી વધુ રનની ભાગીદારી કરી છે. રોહિતે ધવન સાતે 18 વખત, કેએલ રાહુલ સાથે 5 વખત, અજિંક્ય રહાણે સાથે ત્રણ વખત અને ગિલ સાથે પ્રથ વખત આ કારનામું કર્યુ છે.

આજની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા, શુબમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ

ગુજરાતના નવા DGP કોણ હશે? આ અધિકારીઓના નામ ચર્ચામાં

અમદાવાદઃ ગુજરાતના હાલના ડીજીપી આશિષ ભાટિયા આગામી 31 જાન્યુઆરીએ નિવૃત્ત થશે તેવું માનવામાં આવી રહ્યુ છે. ત્યારે આગામી નવા ડીજીપી કોણ હશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યના સિનિયર મોસ્ટ એવા 1987, 1988 અને 1989 બેચના છ આઈપીએસના નામની અટકળ ચાલી રહી છે. આશિષ ભાટીયા જુલાઈ 2020માં ડીજીપી બનાવવામાં આવ્યા હતા. બે વખત એક્સટેન્શન મેળવ્યા પછી 31 જાન્યુઆરીના દિવસે તેઓ નિવૃત થવાના છે. તે પહેલાં ગુજરાત સરકાર નવા ડીજીપીની પસંદગી કરશે.

સંજય શ્રીવાસ્તવનું નામ પણ ચર્ચામાં

પોલીસ તંત્રમાં ચર્ચા છે કે, 1987 બેચના આઈપીએસ અધિકારી અને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ મોસ્ટ છે, પરંતુ તેઓ માર્ચ 2023માં નિવૃત્ત થશે એટલે બે મહિના માટે સરકાર તેમને ડીજીપી બનાવે છે કે નહીં તે એક મોટો સવાલ છે. જો કે, સંજય શ્રીવાસ્તવને ડીજીપી બનાવાય તો તેમને છ મહિનાનું એક્સટેન્શન પણ આપી શકાય તેવી સંભાવનાઓ રહેલી છે. આ પણ વાંચોઃ બસ માત્ર એક મેસેજથી કરો CM ભૂપેન્દ્ર પટેલને ફરિયાદ

અનેક નામ ડીજીપીની રેસમાં

સંજય શ્રીવાસ્તવ પછી અધિકારી અતુલ કરવાનાનું નામ ચર્ચાઈ રહ્યુ છે. 1988 બેચના અતુલ કરવાના હાલ કેન્દ્ર સરકારના ડેફિટેશન ઉપર છે અને એને એનડીઆરએફના ડીજીપી તરીકે કામગીરી કરે છે. તેથી 2023માં ફરીથી ગુજરાતમાં લાવવામાં આવે કે કેમ તે જોવું રહ્યું. કરવાલ પછી 1989ની બેચના IPS અધિકારી છે વિવેક શ્રીવાસ્તવ. વિકાસ સહાય, અજય તોમર અને અનિલ પ્રથમ આ અધિકારીઓ પણ રેસમાં રહેશે.

આઇએસ અધિકારીઓને પ્રમોશન મળશે

જુલાઈ 2025 સુધી આઇપીએસ સર્વિસમાં રહેનાર વિવેક શ્રીવાસ્તવ હાલ દિલ્હીમાં આઇબીના એડિશનલ ડાયરેક્ટર છે અને ડેપ્યુટેશન ઉપર છે. આ સંજોગોમાં પોલીસ ટ્રેનિંગના ડીજે વિકાસ સહાય 2025ના જુલાઈ મહિનામાં નિવૃત્ત થાય છે અને સુરત પોલીસ કમિશનર અજય તોમરની નિવૃત્તિ 2024ના ફેબ્રુઆરી માસમાં થાય છે. આ નામો પણ હાલ ચર્ચામાં ચાલી રહેલા છે. CIDમાં કાર્યરત અને પ્રથમનું નામ પણ ચર્ચામાં છે. જો કે, તેઓ વર્ષ 2023ના અંત ભાગમાં નિવૃત થશે. આ સંજોગોમાં ગુજરાતના નવા ડીજીપી તરીકે સંજય શ્રીવાસ્તવ, અતુલ કરવા, અજય તોમર અને વિકાસ સહાયમાંથી પસંદગી થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહેલી છે, તો સાથે જ ગુજરાતના આઈએસ અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવશે.

મહાનગરના કમિશનર બદલાય તેવી શક્યતા

એડીજી લેવલના અધિકારીઓને બીજીના પ્રમોશન આપવામાં આવશે. આ જ રીતે આઇપીએસ અધિકારીઓના જે ન્યૂ પ્રમોશન બાકી રહેલા છે તેમને આ વખતે આપવામાં આવશે. સરકારના ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વર્ષ 1995 સુધીની બેચના આઈપીએસ અધિકારીઓને બીજી રેન્ક સુધીના પ્રમોશન આપે તેવી શક્યતાઓ છે. આ સાથે જ પોલીસ વડાની નિમણૂકની સાથે સાથે રાજ્યના મહાનગરોના કમિશનરમાં પણ બદલાવ જોવા મળે તેવી શક્યતા છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: DGP, DGP Ashish Bhatia, DGP gujarat

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાના કેસ વધ્યા,મચ્છરજન્ય રોગચાળાના કેસમાં ઘટાડો

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાના કેસ વધ્યા,મચ્છરજન્ય રોગચાળાના કેસમાં ઘટાડો  

વિરાટ કોહલીની શાનદાર સદી, ભારત શ્રીલંકા સામેની મેચમાં સિનિયરોનું જોરદાર પ્રદર્શન

પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર 73 મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી અને શ્રીલંકાના બોલરોને દોડાવ્યા હતા. તેણે 87 બોલમાં 113 રન ફટકાર્યા હતા. આ સાથે તેણે ટીકાકારોના બોલતી બંધ કરી દીધી છે.

Gujarat: નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી કાર્યાલયનો વોટ્સઅપ નંબર જાહેર

Gujarat: નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી કાર્યાલયનો વોટ્સઅપ નંબર જાહેર

Honda SUV : Honda Will Be Unveil Their New SUV, See Full Details

Honda New SUV: જાપાની ઓટોમેકર હોન્ડા મોટર્સ ટૂંક સમયમાં ભારતમાં નવી SUV કાર રજૂ કરવા જઈ રહી છે. કંપનીએ આ નવી કારનું ટીઝર રિલીઝ કર્યું છે. હોન્ડાની નવી SUV કાર લોન્ચ થયા બાદ ભારતીય બજારમાં Hyundai Creta, Kia Seltos, Maruti Grand Vitara, Highride અને Skoda Kushaq જેવી કાર તેની સાથે સ્પર્ધા થશે.

કેવી હશે નવી SUV? 

હોન્ડાની આ લોંચ થનારી નવી SUV કંપનીની Amaze સેડાનના અપડેટેડ વર્ઝન સાથે પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે. તેમાં 4થી જનરેશન હોન્ડા સિટી જેવી ઘણી સામ્યતાઓ જોવા મળશે. આ નવી SUVમાં કોઈ ડીઝલ પાવરટ્રેન ઉપલબ્ધ નહીં હોય, પરંતુ તેમાં પેટ્રોલ એન્જિન સાથે હાઈબ્રિડ એન્જિનનો ઉપયોગ કરી શકાય છે.

ટીઝરમાં શું છે?

live reels News Reels

ટીઝરથી માહિતી મળી રહી છે કે, આ કાર ભારતમાં આ વર્ષની ઉનાળાની સીઝન સુધી જોવા મળી શકે છે. કંપનીએ માહિતી આપી છે કે, આ નવી SUVને હોન્ડા દ્વારા R&D એશિયા પેસિફિક કંપની લિમિટેડમાં તૈયાર કરવામાં આવી છે. નવી પેઢીના લોકોની જીવનશૈલી અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારતીય બજાર પર અનેક સર્વે કર્યા બાદ તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.

કેવો હશે દેખાવ?

ટીઝરમાં બતાવવામાં આવેલી તસવીરોમાં જોવા મળે છે કે, આ નવી હોન્ડા એસયુવીમાં એક નવો સિલુએટ આપવામાં આવ્યો છે. આ નવા મોડલની ડિઝાઇન કંપનીની વૈશ્વિક સ્તરની કારની ઝલક દેખાય છે. કારને સિગ્નેચર ગ્રિલ સાથેનો મોટો રેપ-અરાઉન્ડ હેડલેમ્પ, મલ્ટી-ગ્રિલ સાથેનો ક્રોમ બાર અને બે હેડલેમ્પ્સ વચ્ચે કંપની બેજિંગ આપવામાં આવ્યું છે. આ કારમાં હેડલેમ્પ્સની ઉપર LED DRL મૂકવામાં આવ્યું છે.

હ્યુન્ડાઈ ક્રેટા સાથે થશે ટક્કર

લોન્ચિંગ બાદ આ કારની ભારતમાં તેના જ સેગમેન્ટમાં Hyundai Creta સાથે સ્પર્ધા થશે. કારમાં 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ, 1.5-લિટર ડીઝલ અને 1.4-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન છે. તેમાં 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે CVT ગિયરબોક્સ વિકલ્પ તેમજ 7-સ્પીડ DCT ઓટોમેટિક વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

Honda Motors: ઇલેક્ટ્રિક કારના સેગમેન્ટમાં હવે હોન્ડા પણ થશે સામેલ, પોતાનું પ્રથમ મોડલ રજૂ કર્યું

વિશ્વભરની વિવિધ કાર નિર્માતા કંપનીઓના ઈવી સેગમેન્ટમાં પ્રવેશ્યા બાદ હવે જાપાનની લોકપ્રિય કાર બ્રાન્ડ હોન્ડા મોટર્સે પણ આ સેગમેન્ટમાં એન્ટ્રી મારી છે. કંપનીએ ગ્લોબલ ઈન્ટરનેશનલ માર્કેટમાં પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર રજૂ કરી છે. કંપનીએ આ SUVનું નામ Prologue નામ આપ્યું છે. હોન્ડાએ આ કાર જનરલ મોટર્સ સાથે મળીને બનાવી છે. આ કાર 2024થી ઉત્તર અમેરિકામાં પ્રથમવાર વેચાણ શરૂ થાય તેવી સંભાવના છે

live reelsNews Reels
હોન્ડાએ આ નવી ઇલેક્ટ્રિક SUVને GMના Ultium પ્લેટફોર્મ પર બનાવી છે. Cadillac Lyriq, Chevrolet Blazer અને GMC Hummer જેવી કાર પણ આ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે.કંપનીએ આ કારની પાવરટ્રેન વિશે હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ તેને બ્લેઝર જેવી પાવરટ્રેન મળવાની અપેક્ષા છે, જે હાલમાં 510 કિમી સુધીની રેન્જ આપે છે. જેમાં 190kW બેટરી પેક સપોર્ટ કરે છે.

Car loan Information:
Calculate Car Loan EMI