બેંગ્લોરઃ 54 મુસાફરોને લીધા વગર જ ફ્લાઈટ ઉપડી ગઈ, એરપોર્ટ થયો હોબાળો
Tuesday, January 10, 2023
બેંગાલુરુમાં મેટ્રો ટ્રેનનો પીલર ધરાશાયી થતા માતા અને પુત્રનું થયું મોત
બેંગાલુરુમાં મેટ્રો ટ્રેનનો પીલર ધરાશાયી થતા માતા અને પુત્રનું થયું મોત
વલસાડ LCBએ રેલવે કામનું 800 કિલો લોખંડ ચોરનારી ગેંગના 2ની ધરપકડ કરી
પારડી પોલીસે તપાસ શરૂ કરી
મળતી માહિતી પ્રમાણે, વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા બગવાડા ટોલનાકા નજીક રેલવેનો નવો ઓવરબ્રિજ બની રહ્યો છે. ત્યારે બ્રિજના કામ માટે લાખો રૂપિયાનો લોખંડનો સામાન અહીં લાવવામાં આવ્યો છે. જો કે, થોડાં દિવસ અગાઉ આ જગ્યા પરથી મોટી માત્રામાં લોખંડના સળિયાઓ ચોરાયા હોવાનું ધ્યાનમાં આવતા પારડી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ થઈ હતી. આમ રેલ્વેમાં ચાલી રહેલા કામમાંથી મોટી માત્રામાં લોખંડનો સામાન ચોરાયો હોવાનો બનાવ ધ્યાને આવતા વલસાડ જિલ્લાની પારડી પોલીસ અને એલસીબી પોલીસે તપાસ શરૂ કરી હતી.
પોલીસે આરોપીઓની ધરપકડ કરી
આ તપાસ દરમિયાન વલસાડ જિલ્લા એલસીબી પોલીસના પીઆઇ વી.બી બારડ અને તેમને ટીમને સફળતા મળી છે અને ટીમે વાપી નજીક એક જગ્યાએથી 800 કિલોથી વધુ લોખંડના સળિયાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે આ મામલે તપાસ કરતા ઇશહાક ઉર્ફે કલ્લું સમશુંલ્લા રહેમાની અને શાહિદ ઉર્ફે ગુટલ સુંબરાતી શેખ નામના બે આરોપીઓથી અટકાયત કરી પૂછપરછ કરી હતી. ત્યારે પોલીસની પૂછપરછમાં આરોપીઓએ રેલવેના કામનો સામાન ચોર્યો હોવાની કબૂલાત કરી હતી. આથી પોલીસે 800 કિલો લોખંડના સળિયા અને અન્ય મુદ્દામાલ મળી અંદાજે 50,000નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ ગુજરાતના નવા DGP કોણ હશે? આ અધિકારીઓના નામ ચર્ચામાં
ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા
આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતા તેમના ગુનાહિત ભૂતકાળનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસના હાથે લોખંડના સળિયા ચોરવાના ગુનામાં ઝડપાયેલો આરોપી શાહિદ ઉર્ફે ગૂટલ વિરુદ્ધ મહારાષ્ટ્રના શેવરી, ભાયખલા, વડાલા, કુર્લા, નાગપાડા, ડોંગરી, નહેરુ નગર, ડી બી માર્ગ પોલીસ સ્ટેશન, ડી સી બી પોલીસ સ્ટેશન સહિત વિવિધ પોલીસ સ્ટેશનમાં 19થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આથી પોલીસે બંને આરોપીઓને રિમાન્ડ પર લઈ કડક કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ પોલીસની આગામી તપાસમાં પણ અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ કેસર કેરીના આંબા પર વિષમ આબોહવાથી મોર કાળા પડી ખરી ગયા
આરોપીઓએ મહારાષ્ટ્રમાં તરખાટ મચાવ્યો હતો
મહત્ત્વપૂર્ણ છે કે, વલસાડ જિલ્લામાંથી રેલવેના ફ્રેઇટ કોરિડોરનું કામ ચાલી રહ્યું છે. જ્યાં ઠેર ઠેર કામ ચાલતું હોવાથી લાખો રૂપિયાનો કિંમતી સામાન રેલ્વે ટ્રેકની આજુબાજુમાં રાખવામાં આવે છે. આથી આવા રીઢા ચોરો મોકો મળતાં જ રેલવેના ચાલી રહેલા કામના કીંમતી સામાનની ચોરી કરતા હોવાનું પણ બહાર આવ્યું છે. જો કે, વલસાડ એલસીબી પોલીસે મહારાષ્ટ્રમાં તરખાટ મચાવી હવે વલસાડ જિલ્લામાં હાથ ફેરો કરનારા આરોપીઓને દબોચી તેમના વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી શરૂ કરી છે. આથી પોલીસની આગામી તપાસમાં હજુ પણ અનેક ચોંકાવનાર ખુલાસા થવાની પણ શક્યતા જોવાઈ રહી છે.
તમારા શહેરમાંથી (વલસાડ)
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Valsad Crime, Valsad LCB, Valsad news, Valsad police
ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વન ડે મેચમાં ભારતનો 67 રને શાનદાર વિજય, શનાકાની સદી
ટોસ હારીને પ્રથમ બેટિંગ આવ્યા બાદ ભારતે શાનદાર શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ સદીની ભાગીદારી કરી હતી. ગિલ 70 અને રોહિત 83 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી વિરાટ કોહલીએ 113 રન બનાવ્યા હતા. આ ત્રણ બેટ્સમેનોના શાનદાર યોગદાનને કારણે ભારતે 373 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.
ભારતીય ટીમનો સ્કોર એક સમયે 400 થાય એવું લાગતું હતું પણ બાદમાં કોહલીની સદી છ્તાં ટીમ 373 રન સુધી સીમિત રહી હતી. જવાબમાં શ્રીલંકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પાવરપ્લેમાં બે વિકેટ ગુમાવ્યા બાદ શ્રીલંકાને વાપસી કરવી મુશ્કેલ લાગી હતી. નિશંકા 72 અને કેપ્ટન શનાકા સદી બનાવી શક્યા હતા. એક સમયે નિશંકા એક છેડે ઊભો હતો, પણ બીજા છેડે તેને કોઈનો સહારો નહોતો મળ્યો. નિશંકા 72 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન ધનંજય ડી’સિલ્વાએ 47 રન બનાવ્યા, પરંતુ તે પૂરતા ન હતા. અંતમાં કેપ્ટન દાસુન શનાકાએ 108 રનની ઇનિંગ રમી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. શનાકા એક છેડે 108 રન બનાવીને અણનમ રહ્યો હતો, પરંતુ શ્રીલંકાની ટીમ 67 રનથી મેચ હારી ગઈ હતી.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: IND VS SL, India Vs SL, India vs srilanka
Ahmedabad: રેતી ભરવા અંગે કોન્ટ્રાક્ટરોની લડાઈમાં નિર્દોષનો જીવ ગયો, અકસ્માતથી હત્યાનો હતો પ્લાન
Ahmedabad: રેતી ભરવા અંગે કોન્ટ્રાક્ટરોની લડાઈમાં નિર્દોષનો જીવ ગયો, અકસ્માતથી હત્યાનો હતો પ્લાન
Contact form 1
[submit “Submit”]
[_site_title] “[your-subject]”
[_site_title]
From: [your-name] <[your-email]>
Subject: [your-subject]
Message Body:
[your-message]
—
This e-mail was sent from a contact form on [_site_title] ([_site_url])
[_site_admin_email]
Reply-To: [your-email]
0
0
[_site_title] “[your-subject]”
[_site_title]
Message Body:
[your-message]
—
This e-mail was sent from a contact form on [_site_title] ([_site_url])
[your-email]
Reply-To: [_site_admin_email]
0
0
Thank you for your message. It has been sent.
There was an error trying to send your message. Please try again later.
One or more fields have an error. Please check and try again.
There was an error trying to send your message. Please try again later.
You must accept the terms and conditions before sending your message.
Please fill out this field.
This field has a too long input.
This field has a too short input.
There was an unknown error uploading the file.
You are not allowed to upload files of this type.
The uploaded file is too large.
There was an error uploading the file.
ગીરમાં કેસર કેરીના આંબા પર વિષમ આબોહવાની અસર, બીજા ફાલના મોર કાળા પડી ખરી ગયા
આંબામાં રોગ લાગુ પડતા ખેડૂતો-ઇજારદાર ચિંતામાં
ગીર-સોમનાથનો તાલાળા, કોડીનાર અને ગીર-ગઢડા વિસ્તાર કેસર કેરીનો ગઢ ગણાય છે. અહીંની કેસર કેરી દેશ-વિદેશમાં વખણાય છે. કેરી ફળોની રાણી અને રાજા છે. એમાં પણ કેસર કેરીની તોલે કોઈ ન આવે. ગીર વિસ્તારમાં હજારો હેક્ટરમાં કેસર કેરીનાં બગીચાઓ આવેલા છે. સેંકડો ખેડૂતો આ કેસર કેરીની બાગાયત ખેતી પર નિર્ભર છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે છેલ્લા પાંચેક વર્ષથી કેસર કેરીના ઉત્પાદનમાં ઉત્તરોત્તર ઘટાડો થતો રહ્યો છે. વર્તમાન સમયમાં આંબા પર સમયસર મોર આવ્યા હતા. આ વખતે સારા એવા પ્રમાણમાં આંબે મોર આવતા ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા. ત્યાં જ છેલ્લા કેટલાક દિવસથી અતિભારે ઝાંકળ પડવાની શરૂ થતાં આંબા પરના મોર કાળા પડી ખરવા લાગ્યા છે, તો આંબામાં મધિઓ, થ્રિપ્સ અને ભૂકીછારો જેવા રોગોએ માથું ઊંચક્યું છે. આથી ખેડૂતોમાં ફરી ચિંતા વ્યાપી છે. કેસર કેરીની સાથે ખેડૂતોની અને ઇજારદારની પણ કઠણાઈ બેઠી છે.
ઝાકળવર્ષાને લીધે પાક બગડ્યો
ગીરમાં પાકતી વિશ્વ વિખ્યાત કેસર કેરીની વાત કરીએ તો, કેસર કેરીનું ઉત્પાદન છેલ્લા 6થી 7 વર્ષથી ક્રમશઃ ઘટી રહ્યું છે. આથી કેરીના બગીચાઓ ધરાવતાં ખેડૂતો ચિંતિત બન્યાં છે. કેરીનાં પાકને જાણે હવામાનનું ગ્રહણ લાગ્યું હોય તેમ સતત કેરીનો પાક ઘટી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આ વખતે શિયાળો શરૂ થયો. શરૂઆતમાં જે ઠંડી પડવી જોઈએ તે પ્રમાણે ના પડી. પછી અચાનક જ તીવ્ર ઠંડી પડી અને હવે છેલ્લા કેટલાક દિવસથી પુષ્કળ ઝાકળવર્ષા થવા લાગતા આંબામાં આવેલું ફલાવરિંગ બળવા લાગ્યું છે અને કેસર કેરીમાં મધિયો, ભૂકીછારો જેવા રોગોએ માથું ઉંચકતા ફલાવરિંગમાં ફૂગજન્ય રોગોને લીધે ફલાવરિંગ ખરી રહ્યું છે.
આ પણ વાંચોઃ ગુજરાતના નવા DGP કોણ હશે? આ અધિકારીઓના નામ ચર્ચામાં
કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોની વ્હારે આવ્યાં
પ્રથમ તબક્કામાં કમોસમી વરસાદ વિલન બન્યો તો ત્યારબાદ અચાનક જ વિષમ હવામાને ચિંતા ઉભી કરી છે. હવે થોડાં સમય પહેલાં બીજા તબક્કાનું ફલાવરિંગ શરૂ થયું છે. ત્યાં જ ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’ જેવો ઘાટ ઘડાયો છે. સતત ઝાકળવર્ષા થવા લાગતા કેસર પકવતા ખેડૂતોના મોઢેથી કોળિયો ઝૂંટવાઈ જતો હોય તેવું લાગી રહ્યું છે. આવા સમયે કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોની વ્હારે આવ્યા છે. આવી વિષમ પરિસ્થિતિમાં ખેડૂતોએ આંબા પર જૈવિક જંતુનાશક દવાનો યોગ્ય છંટકાવ સમયાંતરે કરતો રહેવો જોઈએ. તેમજ હાલ થોડાં દિવસ માટે આંબાના બગીચાઓમાં પાણી ન આપવું જોઈએ. જમીનને થોડી સૂકાવવા દેવી જોઈએ. જૈવિક જંતુનાશક દવાઓ આ સમયે વધુ કામ આપી શકે. લીંબોળીના તેલમાં બીવેરિયા બાજીયા જૈવિક દવા મેળવીને છંટકાવ કરવાથી સારૂં પરિણામ મેળવી શકાય. વધારે પડતું નુકશાન હોય ત્યારે સાયપરમેથીન જેવી રાસાયણિક દવાઓનો ઉપયોગ પણ જો યોગ્ય માત્રામાં કરવામાં આવે તો મોર બળી જતો બચાવી શકાય.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gir Somnath news, Kesar, Kesar keri, Kesar mango
Rajkot: પિતા અને નાના ભાઈએ કરી મોટા ભાઈની હત્યા, મર્ડરને હાર્ટએટેકમાં ખપાવાનો કરાયો પ્રયાસ
Rajkot: પિતા અને નાના ભાઈએ કરી મોટા ભાઈની હત્યા, મર્ડરને હાર્ટએટેકમાં ખપાવાનો કરાયો પ્રયાસ
IND VS SL સચિન બાદ હવે ધોનીનો રેકોર્ડ તોડશે વિરાટ કોહલી, શ્રીલંકા સામેની શ્રેણીમાં તક
વિરાટ કોહલીને ભારતમાં વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારતા લગભગ 4 વર્ષ થઈ ગયા હતા. કોહલીએ શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં સદી ફટકારતા સાથે જ ભારતની ધરતી પર સૌથી વધુ સદી ફટકારવાના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી દીધી હતી, સચિને 164 વનડેમાં 20 સદી ફટકારી છે જ્યારે કોહલીએ 101 વનડેમાં 19 વખત 100 કે તેથી વધુ રન બનાવ્યા છે. (AP)
India Vs Sri Lanka 1st ODI : Shanaka Slams Century But SL Lose By 67 Runs
India vs Sri Lanka 1st ODI : ત્રણ વન ડે મેચની શ્રેણીની ગુવાહાટી ખાત રમાયેલી પહેલી વનડેમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 67 રનના મોટા અંતરથી હરાવ્યું હતું. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 373 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 306 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી ઉમરાન મલિકે 3 વિકેટ ઝડપી હતી.
શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ અણનમ 108 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેને 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત ઓપનર પથુમ નિસાન્કાએ 72 રન બનાવ્યા હતા. આમ છતાં શ્રીલંકાની ટીમને મેચમાં 67 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. દાસુન શનાકા અને પથુમ નિસાંકા ઉપરાંત ધનંજય ડી સિલ્વાએ 40 બોલમાં 47 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત શ્રીલંકાના બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. ઝડપી બોલર ઉમરાન મલિક ભારત માટે સૌથી સફળ બોલર હતો. ઉમરાન મલિકે 8 ઓવરમાં 57 રનમાં 3 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સાથે જ મોહમ્મદ સિરાજે 2 ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ સિવાય મોહમ્મદ શમી અને યુઝવેન્દ્ર ચહલને 1-1 સફળતા મળી હતી. જો કે, ટીમ ઈન્ડિયા 3 વનડે શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે.
આ અગાઉ ભારત માટે વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટને 87 બોલમાં 113 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 12 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલીની વનડે કરિયરની આ 45મી સદી છે. આ સાથે જ વિરાટ કોહલીના આંતરરાષ્ટ્રીય કરિયરની આ 73મી સદી છે. વિરાટ કોહલી સિવાય રોહિત શર્મા અને શુભમન ગીલે શાનદાર ઇનિંગ રમી હતી. બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 143 રન જોડ્યા હતા. ભારતીય કેપ્ટને 67 બોલમાં 83 રન બનાવ્યા હતા જ્યારે શુભમન ગિલે 60 બોલમાં 70 રનનું યોગદાન આપ્યું હતું.
શ્રીલંકા સામે ઉમરાન મલિકે ફરી ચોંકાવ્યા, 155 KPH નો પોતાનો જ રેકોર્ડ તોડ્યો
IND vs SL 1st ODI: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ વનડે મેચમાં ઉમરાન મલિકે ફરી એકવાર પોતાની ઝડપી ગતિથી બધાને ચોંકાવી દીધા છે. ગુવાહાટીમાં રમાઈ રહેલી આ મેચમાં તેણે પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો. આ મેચમાં તેણે 156 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈપણ ભારતીય ફાસ્ટ બોલર દ્વારા ફેંકવામાં આવેલો આ સૌથી ઝડપી બોલ હતો. આ પહેલા પણ આ રેકોર્ડ ઉમરાન મલિકના નામે હતો. તેણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો.
T20માં 155નો આંકડો સ્પર્શ્યો હતો
ઉમરાને અગાઉ શ્રીલંકા સામે રમાયેલી ટી20 શ્રેણીમાં 155ની ઝડપે બોલ ફેંક્યો હતો. તેણે ટી20 સીરીઝની પહેલી જ મેચમાં આ બોલ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા તરફ ફેંક્યો હતો. હવે વનડે શ્રેણીમાં રમાઈ રહેલી પ્રથમ મેચમાં તેણે નવો રેકોર્ડ બનાવ્યો છે. ઉમરાને તેની બીજી ઓવરમાં 156ની સ્પીડથી આ બોલ ફેંક્યો હતો. દિવસે ને દિવસે તેની ઝડપી બોલિંગ ઉમરાન તરફથી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઉમરાન મલિક પહેલા ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ શ્રીનાથના નામે હતો. તેણે 1999માં પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં 154.5ની ઝડપે બોલ ફેંક્યો હતો. હવે ઉમરાન મલિકે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
આ સિવાય સૌથી ઝડપી બોલ ફેંકવાની બાબતમાં ઈરફાન પઠાણ 153.7ની સ્પીડ સાથે ત્રીજા, મોહમ્મદ શમી 153.3ની સ્પીડ સાથે ચોથા ક્રમે, જસપ્રીત બુમરાહ 153.26ની સ્પીડ સાથે પાંચમા, ઈશાંત શર્મા 153.26ની સ્પીડ સાથે છઠ્ઠા ક્રમે છે. 152.6, ઉમેશ યાદવ 152.5. સાથે સાતમા અને વરુણ એરોન 152.5ની સ્પીડ સાથે આઠમા નંબરે છે.
સુરતના વેપારી સાથે હનીટ્રેપ, મહિલાએ મળવા બોલાવી વીડિયો ઉતારી લાખ્ખો રૂપિયા પડાવ્યાં, 6ની ધરપકડ
મેસેન્જરમાં રૂબરૂ મળવાનું કહી બોલાવ્યો
સુરતના અલગ અલગ વિસ્તારમાં ફેસબુકના માધ્યમથી મેસેન્જર દ્વારા સંપર્ક કરી વ્યક્તિ સાથે મીઠી મીઠી વાતો કરી તેને પોતાના પ્રેમમાં ફસાવી મળવા બોલાવવામાં આવતો હોય છે. ત્યારબાદ તેને મળીને હનીટ્રેપમાં ફસાવી પૈસાની માગણી કરવામાં આવે છે અને તેને માર મારી તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પોતાની ઓળખ પોલીસ બનાવી છેતરપિંડી કરતા હોવાનો મામલો સામે આવ્યો હતો.આ પણ વાંચોઃ સુરતમાં આઇસ્ક્રીમ ભજીયા-પાણીપુરીનો લોકોને ચસકો લાગ્યો!
વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી
વરાછા વિસ્તારના એક વેપારીની સાથે ઓળખ કરી મહિલાએ તેને મળવા માટે હરીધામ સોસાયટીમાં બીજા માળે મકાન નં-144માં લઈ જઈ એક રૂમમાં સાથે શારીરિક સંબંધ બાંધવાનો ડોળ કરનાર સ્ત્રી તથા મકાન ખાતે હાજર અન્ય બહેન કે તેમણે તથા આ મકાનના માલિક તથા મકાનમાં ફરીયાદીને ગડદાપાટુનો માર મારી ફરીયાદીનો વીડિયો વાયરલ કરવાની તેમજ રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
પોલીસે આરોપીઓની ધરપકડ કરી
ત્યારબાદ તેમને શરૂઆતમાં 7.50 લાખ રૂપિયાની માગણી કરી ડુપ્લીકેટ પોલીસ બની મેટરને આગળ ન વધવા દેવાની ધમકી આપી હતી. ત્યારપછી વધુ 9 લાખ રૂપિયા બળજબરીપૂર્ક પડાવી લીધા હતા. જો કે, આ મામલે વેપારીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આ મામલે અલગ અલગ ટીમ બનાવી ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી હતી. જેમાં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે.
પકડાયેલા આરોપીઓનું નામઃ
1. ઉત્પલ રમેશભાઈ પટેલ (ઉ.વ. 25)
2. અરવિંદ જીવરાજભાઈ મુંજપરા (ઉ.વ. 32)
3. સંગીતાબેન અરવિંદ જીવરાજભાઈ મુંજપરા (ઉ.વ.૩૧)
4. ભાવનાબેન હીરાભાઈ કાળુભાઈ રાઠોડ (ઉ.વ. 39)
5. રેખાબેન મનસુખભાઈ રાઘવભાઈ ચઠોડ (ઉ.વ. 37)
6. અલ્કાબેન રજનિકાંતભાઈ મનીભાઈ ગોંડલીયા (ઉ.વ. 22)
પોલીસે મુદ્દામાલ રિકવર કર્યો
પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડી 5.73 લાખ રૂપિયા સહિત 7 મોબાઈલ, અલ્ટો ફોર વ્હીલ કાર સહિત કુલ 6.60 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ પોલીસે આ મામલે પકડાયેલા આરોપીઓ પહેલાં અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે મામલે તપાસ હાથ ધરી છે.
તમારા શહેરમાંથી (સુરત)
Surat: સમાચારોમાં વાંચતા હતા અંગદાન વિશે, પરિવારના એક નિર્ણયથી ત્રણ લોકોને મળ્યું નવું જીવન
Surat News: સુરતના વેપારી સાથે હનીટ્રેપ, મહિલાએ મળવા બોલાવી વીડિયો ઉતારી લાખ્ખો રૂપિયા પડાવ્યાં, 6ની ધરપકડ
મિત્રતાના સંબંધ પર લાગ્યું લાંછન, સામાન્ય બોલોચાલીમાં કરી દીધી મિત્રની કરપીણ હત્યા
Surat News: ડાયમંડ સિટી સુરતની ચમક ઝાંખી પડી, 10 ટકા રત્ન કલાકાર બેકાર બનતા જીવનનિર્વાહ મુશ્કેલ
Surat News: સુરતમાં સાત વર્ષની બાળકી પર હડકાયેલા શ્વાનનો ઘાતક હુમલો, ઘટના પછી તંત્ર હરકતમાં આવ્યું!
સુરતમાં શિકારી શ્વાનનો આતંક: નાની બાળકીને ગાલ પર બચકું ભરી રસ્તા પર ઢસડી
Surat News: સુરતમાં ઘોડદોડ જોગર્સ પાર્ક સામે ત્રણ દુકાનમાં ભીષણ આગ, ફાયરવિભાગની છ ગાડી ઘટનાસ્થળે
સુરતમાં બે દિવસમાં ચોથી હત્યા: બે યુવકો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો, એકનું મોત
Surat: બજારમાં આવ્યા જયપુરી, બરેલી અને રામપુરી પતંગ, આ ઉતરાયણ પર શું નવું જોવા મળશે?
Bharuch: શીઘ્ર ફળ આપનાર ક્ષિપ્રા ગણેશજી અહીં બીરાજે છે, આ દિવસે દર્શનનો અનેરો મહિમા
સુરત: ઘરફોડ ચોરી, ધાડ અને ચપ્પુની અણીએ લૂંટ ચલાવતી આંતર-રાજ્ય ગેંગ ઝડપાઇ
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: HoneyTrap, Surat crime news, Surat news, Surat police