Saturday, April 1, 2023

ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં ખાલિસ્તાની ધમકી મામલે ઉત્તર પ્રદેશ કનેક્શન, બે શકમંદ આરોપીની અટકાયત | Detention of two suspects accused of threats by Khalistanis during India Australia match | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં ખાલિસ્તાનીઓ દ્વારા ધમકી આપવા મામલે અમદાવાદ સાયબર પોલીસ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર પોલીસ દ્વારા ઉત્તર પ્રદેશમાંથી ત્રણ સીમ બોક્સ સહિત બે શકમંદ આરોપીની અટકાયત કરવામાં આવી છે. ખાલિસ્તાનીઓની ધમકી બાબતે અગાઉ મધ્યપ્રદેશ કનેક્શન સામે આવ્યા પછી હવે ઉત્તર પ્રદેશ કનેક્શન સામે આપ્યું છે. એટલે સાઇબર ક્રાઇમ પોલીસે ઉત્તર પ્રદેશમાંથી ત્રણ સિમબોકસ જપ્ત કર્યાં છે.

અગાઉ બે આરોપીની અટકાયત કરાઈ હતી
9 માર્ચના રોજ સાઇબર ક્રાઇમ દ્વારા ખાલિસ્તાનીઓ દ્વારા પ્રિ રેકોર્ડેડ મેસેજ થકી ધમકી આપવા બાબતે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસ દ્વારા મધ્યપ્રદેશના મુરેનામાંથી બે આરોપી અને 13 બોક્સ જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાં પૂછપરછ દરમિયાન પોલીસને લીડ મળતા ઉત્તર પ્રદેશમાં તપાસ શરૂ કરી હતી. જેના આધારે ઉત્તર પ્રદેશના મેરઠ નજીકના મોદીનગરના એક મકાનમાંથી વધુ ત્રણ સિમબોક્સ મળી આવ્યા.

વધુ 2 શકમંદ આરોપીની અટકાયત
અત્યાર સુધી સાયબર ક્રાઇમ પોલીસે કુલ 16 સિમબોક્સ, બે આરોપીની ધરપકડ અને 2 શકમંદ આરોપીની અટકાયત કરી છે. દેશના લોકોમાં ડરનો માહોલ ઉભો કરીને દેશની એકતા અને ખંડિતાને નુકસાન પહોંચાડવા માટે ખાલીસ્તાની ચળવળકારો દ્વારા આ પ્રકારના મેસેજ વાઈરલ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

એકતાનગર ખાતે બીજી એપ્રિલે જિલ્લાના તમામ દાંડીયાત્રીઓ માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન; 25 દિવસની 385 કિમીની દાંડીયાત્રા યોજી પહોંચશે | Organized Snehmilan program for all Dandiyatris of the district on 2nd April at Ektanagar; A 25-day 385 km Dandiyatra will be held | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Organized Snehmilan Program For All Dandiyatris Of The District On 2nd April At Ektanagar; A 25 day 385 Km Dandiyatra Will Be Held

નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના પ્રસંગે 12મી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “આઝાદી કા અમૃત મહોત્સવ”ના ઉદઘાટનના ભાગરૂપે સાબરમતી આશ્રમથી દાંડી સુધી 385 કિમી 81 દાંડી માર્ચરોને લીલી ઝંડી આપી પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

આ સૌ દાંડીયાત્રીઓ એકબીજા સાથે મુલાકાત કરી શકે તેવા ઉમદા આશય સાથે એકતાનગર, કેવડીયા ખાતે તા. 2 એપ્રિલ, 2023ને રવિવારના રોજ ગુજરાતના તમામ જિલ્લામાંથી ભાગ લેનાર દાંડીયાત્રીઓ માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌ દાંડીયાત્રીઓ વિશ્વની સૌથી ઊંચી ગૌરવરૂપી પ્રતિમા “સરદાર પટેલ” સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે પદયાત્રા કરી પહોંચવાના છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સૌ પ્રથમ દાંડીયાત્રા 12મી માર્ચ, 1930ના રોજ 81 દાંડીયાત્રીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કરવા સાબરમતીથી દાંડી સુધી દાંડીયાત્રા કરી હતી. ત્યારબાદ 91 વર્ષ બાદ “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ફરી એક વખત એજ માર્ગ પર 25 દિવસની 385 કિમીની દાંડીયાત્રા કરવામાં આવી. જેમાં નર્મદા જિલ્લાના બે દાંડીયાત્રીઓની પસંદગી થઈ હતી. જે દાંડીયાત્રી તરીકે ખૂબ જ ગર્વ છે.

અન્ય સમાચારો પણ છે…

જૂનાગઢમાં લાખો રૂપિયાની પાણીની પાઇપલાઇનની ચોરી કરનાર બે શખ્સોને પોલીસે દબોચી લીધા | Police nabbed two men who stole a water pipeline worth lakhs of rupees in Junagadh | Times Of Ahmedabad

જૂનાગઢએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત સરકારની અમૃત યોજના હેઠળ જૂનાગઢના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની પાઈપ લાઈન નાખવાના કામ ચાલી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની પાઇપલાઇનનો જથ્થો એક જગ્યાએ એકત્રિત કરવામાં આવે છે અને જે જગ્યા પર કામ ચાલુ હોય ત્યાં બીજા વાહનો દ્વારા જરૂર પ્રમાણે લઈ જવામાં આવતો હોય છે, પરંતુ જૂનાગઢમાં સરકારી પાણીની પાઇપલાઇનનો જથ્થો જે જગ્યા પર રાખવામાં આવ્યો હતો ત્યાંથી અજાણ્યા ઈસમોએ 4,42,500 ની પાણીની પાઇપલાઇનની ચોરી કરી હતી.

અમૃત યોજનાનું કામ રાખનાર કોન્ટ્રાક્ટર કેવલ ડાંગરે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ટીંબાવાડી પી,એચ.સી.સેન્ટરની પાસે આવેલી સરકારી ખુલ્લી જગ્યામાં અમૃત યોજના અંતર્ગત પાણીની પાઇપ લાઇન માટેના પ્લાસ્ટીકના (એ ચ.ડી.પી.) કાળા કલરના પાઇપોનો સ્ટોક કરેવામાં આવ્યો હતો. જે સ્ટોકમાંથી 225 તથા 250 એમ.એમ.ડાયાગ્રામે સાઇઝના કુલ 59 પ્લાસ્ટીકના (એચ.ડી.પી.) કાળા કલરના પાઈપો કુલ 351 મીટરની લંબાઇના જેની કુલ કિ.રૂ. 4,42,500 ની ઇસમો દ્વારા ચોરી કરવામાં આવેલી છે.

આ ફરિયાદના આધારે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી હતી. ત્યારે જૂનાગઢ નેત્રમ શાખાના સીસીટીવીના આધારે રાત્રિના સમયે ટીંબાવાડી ખાતે કોન્ટ્રાક્ટર સાથે જ મજૂરી કામ કરતા બે લોકો દ્વારા ટ્રેક્ટરમાં પાઇપલાઇનનો લઈ ગઈ હોવાની વિગતો સામે આવી હતી. જેને ધ્યાને લઇ રામદે ખોડા કનારા, હમીર રામ ગોજીયા, નામના બંને ઇસમોની પોલીસે ધરપકડ કરી હતી અને ચોરી કરેલી પાઇપલાઇનો વાડલા ગામ અને મેંદરડા તાલુકાના આલીધ્રા ગામની સીમમાંથી જપ્ત કરવામાં આવી હતી. પાણીની પાઇપ લાઈનો 4,42,500 અને ટ્રેકટર, મોબાઈલ, રોકડ મળી કુલ 8,00,000 થી વધુનો મુદ્દામાલ સી ડિવિઝન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, કેવલ ડાંગરની ફરિયાદને આધારે પાણીની પાઇપલાઇનની ચોરી કરનાર બંને ઇસમોને પકડી પાડવામાં આવ્યાં છે અને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Ukraine procures 100 Poland-made 'Rosomak' armoured vehicles | World News | Times Of Ahmedabad

AFP | | Posted by Lingamgunta Nirmitha Rao

Ukraine has ordered 100 Rosomak multi-purpose armoured vehicles, which are made in Poland under a Finnish license, Poland’s prime minister said on Saturday.

The order will be financed through funds that Poland has received from the European Union and US funds. (Representative Image)(REUTERS)
The order will be financed through funds that Poland has received from the European Union and US funds. (Representative Image)(REUTERS)

Also Read | IMF approves $15.6 billion loan for Ukraine

“I bring an order placed yesterday by (Ukrainian) Prime Minister Denys Shmyhal for 100 Rosomaks that will be fabricated here,” Mateusz Morawiecki said during a visit to the Rosomak manufacturing site in the southern Polish town of Siemianowice Slaskie.

The order will be financed through funds that Poland has received from the European Union and US funds that Ukraine has received, he said, without providing details or the overall cost of the contract.

Also Read | Ukraine’s Zelensky on Bucha anniversary: ‘Will never forgive Russia’

The United States and its allies have provided Ukraine with a host of funding and weapons after Russia invaded its pro-Western ex-Soviet neighbour in February 2022.

The Rosomak is an 8×8 multi-purpose armoured vehicle manufactured under the license from Finland’s Patria.

ગર્ભવતી પત્નીએ કહ્યું- મારા બાળકનું પણ મોઢું નહીં જોવા દઉં; અમદાવાદી યુવકના આપઘાતના મોત પહેલાંના ચાર વીડિયો | Heartbreaking scenes reminiscent of Ayesha, Ahmedabad man commits suicide with Wife sari after getting fed up with wife | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદમાં પત્ની અને સાસરિયાના ત્રાસથી એક યુવકે આપઘાત કરી દીધો છે. જો કે આ પહેલાં તેણે ગળા ફાંસો ખાતા પહેલાં ચારેક વીડિયો બનાવ્યા છે. જેમાં તેણે તેના માતા પિતાના સંબંધીનો માફી માગી છે, પત્ની માટે ઘર છોડ્યો અને ખોટા લોકો પર ભરોસો કર્યાનો વસવસો પણ વ્યક્ત કર્યો છે. સાથે જ પત્નીને ભોળી કહી છે જો કે પછી તેણે પત્ની વિરોધી ઉચ્ચારણો કર્યા છે. મર્યા બાદ તેની લાશ પણ ન જોવા દેવા એવી વાત કરી છે. સાસરીવાળા તરફથી આપવામાં આવેલા ત્રાસની આપવીતી વર્ણવીને તેમને કડકમાં કડક સજા અપાવવાની વાત કરી છે. યુવકે આપઘાત પહેલાં ગળાફાંસો ખાતે પહેલાં પત્નીની સાડીને મોતનો ફાંસો બનાવી દીધો હતો.

વીડિયો-1: સગાઈ ટાઈમથી પત્નીની ફરિયાદો
મારી બરબાદી પાછળ આટલા લોકોનું નામ છે. નવનીત દાતણીયા, અનીલ દાતણીયા, ધર્મેશ દાતણીયા, શિલ્પા દાતણીયા, જ્યોતિકા દાતણીયા, ગિરીશ સિસોદિયા એન્ડ ધર્મિષ્ઠા અને મારા સાસુ-સસરા, મારી વાઇફે મુખ્ય ભૂમિકા ભજવે છે. બધામાં… લગ્ન કર્યા પછી મેં જોબ શરૂ કરી રજાઓ પૂરી કર્યા પછી, ડેઇલી હું નોકરી પરથી ઘરે જઉં એટલે મારી વાઇફનું ઉતરેલું અને ચઢેલું જ મોઢું મને જોવા મળે, એને બહાર ફરવા લઈ જઉં તો મને કશું જ ના કહે.પછી કસમો પણ આપી આપીને હું પુછું તો કહે કે, તમારા મમ્મી મને બોલ-બોલ કરે છે, કામ બતાવ-બતાવ કરે છે, તમારી બહેન મને બોલ-બોલ કરે છે, હેતલ બોલ-બોલ કરે છે. તમારા પપ્પા મને બોલ-બોલ કરે છે. આ રીતની ફરિયાદ એને મને રોજ કરી. સગાઈના ટાઇમમાં પણ એ ફરિયાદો કરતી હતી. તમારા મમ્મી મને પાનેતર અપાવવા લઈ જવાની ના પાડે છે વગેરે વગેરે…

મમ્મીને મેં પૂછ્યો તો એ કહે કે મારી આવી કોઈ વાત જ નથી થઈ. મારે ઘરમાં એ બાબતે ઝઘડો થઈ ગયો. ટીવી તોડી નાખ્યું મેં, હોમ થિયેટર તોડી નાખ્યું, કોમ્પ્યુટર તોડી નાખ્યું. બધુ તોડમતોડી છતાં છતાં મારા મા-બાપ કશું એમને બોલ્યા નથી, લડ્યા નથી અને એને એક્સેપ્ટ કરી છે, રાખી છે. અને લગ્ન પછી પણ એને એનું એ જ બિહેવિયર ચાલુ રાખ્યું, બરાબર મને ચઢાવવાનો. રોજનું એનું હતું. એક દિવસની એની શાંતિ નહોતી, રોજ રિસાઈ રિસાઈને ઊંઘી જાય, ચઢી ચઢીને રહેવાનું, દર બે દિવસે હું એને એના મમ્મી-પપ્પાને મળવા લઈ જતો. મામાને મળવા લઈ જતો.

મને એક દિવસ એને મને એમ કીધું છે કે, મારા અનિલ મામાએ મારા લગ્ન માટે બે લાખ પચાસ હજાર આપ્યા છે. અમારી બે બહેનોની જવાબદારી ઉપર. મારા મા-બાપને કશું પણ થઈ જાય તો એ પૈસા અમારે બન્ને બહેનોએ ભરવાના બરાબર…

બોપલવાળા મકાનમાં મારા મામાએ સાડા પાંચ લાખ આપ્યા છે. એમાં આટલા મારી મમ્મીએ ચૂકતે કરી નાખ્યા, એ બધુ બે બહેનોની જવાબદારી ઉપર છે બરાબર. તો મને આ કશું સમજાતો નથી કે, આ લોકોએ શું જોઈને મારી સાથે લગ્ન કર્યા છે, મારી જિંદગી ખરાબ કરવા કે, શું કરવા ખબર નથી પડતી, અને આ બધું જે થઈ રહ્યું છે. જે મારી ફર્સ્ટ ટાઇમ સગાઈ થઈ હતી. એની મમ્મી થોડી હરામી ટાઇપની હતી.

એ ઘણીવાર વખત આ લોકોને મળી છે અને આઘી પાછી કરી છે કે, મા-બાપથી આને કંઈ રીતે અલગ કરવો, કંઈ રીતે શું કરવું, એટલે આ લોકોએ પણ એ દાવ-પેચ ચાલુ કરી નાખ્યા હતા રમવાના, અને મારી મોત પાછળ આટલા લોકો જવાબદાર રહેશે, નવનીત દાતણીયા જે મેં તમને ફર્સ્ટ ટાઇમ નામ જણાવ્યા એ, મારી લાઇફ ખરાબ કરી નાખી છે.

વીડિયો-2: પત્ની અને આવનારા બાળકનું મોઢું ન જોવા દેવાની ધમકી
મારી સાસુ કહે કે, મારી છોકરીને હું તમારા ઘરે ના મોકલું. તમારા પપ્પા આવું કેમ બોલ્યા છે. કેમ મારી છોકરી વિશે જેમ-તેમ બોલ્યા છે. એક તો તેમની છોકરીને આઘી-પાછી કરીને લડાયો છે મને અને ઉપરથી ચોર કરે જોર એ રીતનું થયું છે આ બધુ, મને કહે કે તમારે જવું હોય તો જાવ, મારી છોકરીનું મોઢું કે આવનારા બાળકનું મોઢું અમે તમને નહીં જોવા દઈએ. એ પછી હું ડરનો માર્યો ત્રણ અઠવાડિયા ઘર જમાઈ બનીને રહ્યો.

ડેઇલીનું મારા સસરાનું મને ટોર્ચર, મારો સસરો જોવો તો એકદમ દયા આવે એવો માણસ લાગે છે. બે લાફાનો ગ્રાહક છે, એ માણસ, પણ એને બહુ ફાંકો અને ઘમંડ છે. ક્યાં એ વ્યક્તિને શું બોલવું તેનું ભાન નથી. મને ડેઇલી કહે મારી છોકરીના કપડા ધોઈને ધાબા ઉપર સૂકવી નાખવાના, તારા બાપે શું મને મોંઘવારી આપી છે, નથી આપી. આ રીતે મને ડેઇલી ટોર્ચર કરતા હતા. મારી વાઇફ એક શબ્દ ન બોલે, ના સપોર્ટ કરે, એનો સપોર્ટ કરીને હું મારા મા-બાપ સાથે પણ લડ્યો છું. પણ એને એક રત્તીભર મારો સપોર્ટ નથી કર્યો.

પછી હું નીકળી ગયો ત્યાંથી મારો સામાન લઈને, મારો કોઈ સામાન ભુલી ગયો હોઈશ, મારી નોકરીનું આઈકાર્ડ વગેરે એટલે પાછો ગયો ત્યાં, તો મારી વાઇફ ઉપરના રૂમમાં આવી, રડી મારી આગળ હાથ પગ પકડીને, ઉતરવાનું નામ નહીં નીચે, થોડીવાર રહિને મારો સાળો અમિત ચૂનારા, મારી સાળી ભાવિકા ચૂનારા, મારી માસીજી શિલ્પા દાતણીયા અને એમનો બાબો આટલા લોકો આવી ગયા અને સખત બબાલ કરી જેમ-તેમ બોલ્યા, ગાળો ભયંકર બોલી મને, જે ના સાંભળી શકાય એટલી ગાળો બોલી છે મને, કે તુ મારી બહેનને છોડીને તારા મા-બાપના ઘરે કેમ ગયો, તારા બાપને તે માર્યો કેમ નહીં, ભાવિકા ચૂનારા મને એટલું હદ સુધી બોલી, હું કંઈ બોલવા ગયો તો મારા સાળુ ભાઈ છે અમિત ચૂનારા એને મને બહું માર્યો, મૂઢ માર માર્યો મને ત્યાં, હું સંબંધ બચાવવા ત્યાંથી નીકળી ગયો. ના હું પોલીસ સ્ટેશન ગયો કે ના ક્યાંય ગયો.

મને ધમકીઓ ચાલુ થઈ ગઈ, મારી માસી જ્યોતિકા, મને કહે તમારે તમારા મા-બાપ જોડે જવું હોય તો અહીં આવતા નહીં, મોઢું નહીં બતાવીએ, છોકરાનું મોઢું નહીં બતાવીએ, મારી વાઇફ સાથે વાત કરાવવાનું બંધ કરાવી દીધું, મારી વાઇફને હું પાંચ વખત મનાવવા ગયો, તો કહે કે તમારી સાથે હું આજે પણ નહીં આવું કાલે પણ નહીં આવું. તમે અહીંથી છોડીને ગયા જ કેમ, મને તમારી ઉપર ભરોસો નથી. આજ પછી મારૂં મોઢું નહીં જોવા દઉં કે, મારા બાળકનું પણ મોઢું નહીં જોવા દઉં, તમારા મા-બાપનો પડછાયો પણ નહીં પડવા દઉં, આટલી હદે મારી જોડી લેંગ્વેજ યૂઝ કરી છે.

તમે છોકરી જોવો તો મામાની ગાય જેવી છે. પણ જીભડો બહુ લાંબો છે એનો, બહુ જીભડો છે એનો. ભોળા બનવાના ખોટા-ખોટા ડોળ કરે છે અને નાટકો કરે છે. આજે હું એની જ સાડી લઈને આવ્યો છું અને એની જ સાડીએ હું લટકીને મરી જવાનો છું. બાકી મારી લાશ લેવી હોઈ તો એડ્રેસ છે, લોખંડવાળા પાર્ટી પ્લોટની બાજુમાં ટોરેન્ટ પાવર, સરખેજ.

એના મામા જે છે નવનીત દાતણીયા, એ સરકારી વકીલ છે રિટાયર્ડ અને એ એની પોસ્ટનો ખોટો ફાયદો ઉપાડે છે. મને બહુ ધમકી આપી છે. એના ઘરે હું બે વખત ગયો એને સમજાવવા કે, મોકલી આપો મારી વાઇફને, એ માણસ જ બધુ કરાવે છે બેઠો-બેઠો, તારા મા-બાપને હું દોડતા કરી નાખીશ, અહીં આવવા ના જોઈએ મારા ઘરે, કે આમના ઘરે, શાહપુર વિસ્તારમાં ફરકવા પણ ન જોઈએ, નહીં તો નાગા કરીને દોડાવીને મારીશ, એ બીકે મારા મમ્મી-પપ્પા પણ ત્યાં જતા નથી.

મને બહુ ટોર્ચર કર્યું છે. બહુ ધમકી આપી છે, એટલે મારે આ પગલું ભરવું પડી રહ્યું છે. મારે ન્યાય જોઈએ છે. મારા મા-બાપની રક્ષા કરજો, એમની હેલ્પ કરજો, મેં પણ મૂર્ખામીમાં મારા મા-બાપને બહુ બદનામ કર્યા છે લોકો આગળ. એ મારી ભૂલ થઈ ગઈ છે કે, હું સાચા માણસોને ઓળખી ના શક્યો અને આવા ખાટો લોકો ઉપર હું ભરોસો કરી બેઠો. મારા મા-બાપ અને મારી બહેનોને સાચવી લેજો એમની રક્ષા કરજો. I Love You મમ્મી પપ્પા, I Love You બહેનો માફ કરજો મને..

વીડિયો-3: દરવાજા પાસે ચાવી બતાવી
ચાવી અહીં ભરાવી છે, લઈ લેવા વિનંતી

વીડિયો-4: દુનિયાને અલવિદા, કંટાળી ગયો લાઇફથી
મને માફ કરજો હું આ દુનિયાને અલવિદા કહી રહ્યો છું આજે, I LOVE YOU મમ્મી-પપ્પા, I LOVE YOU હેતલ-ગાયત્રી… હું જાઉં છું,.. કંટાળી ગયો લાઇફથી હું…

અન્ય સમાચારો પણ છે…

17 ગુનામાં ફરાર અને રૂ. 10 હજારના ઈનામી આરોપીને ઝડપી પાડ્યો; જેલના સળિયા પાછળ ધકેલ્યો | 17 absconding in crime and Rs. 10,000 reward for arresting the accused; Pushed behind bars | Times Of Ahmedabad

છોટા ઉદેપુરએક કલાક પહેલા

  • કૉપી લિંક

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ પોલીસને મોટી સફળતા મળી છે અને પ્રોહીબીશનના 17 ગુનામાં ફરાર અને રૂ. 10 હજારના ઈનામી આરોપીને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

છોટા ઉદેપુર આદિવાસી બાહુલ્ય જિલ્લો છે અને સરહદી વિસ્તાર હોવાથી સામાજીક રીતે મધ્ય પ્રદેશ સાથે વ્યવહારો પણ ચાલુ છે. જેને લઇને કેટલાક ગુનાહિત તત્વો આનો લાભ લઈ રહ્યા છે અને ગુના આચરીને મધ્ય પ્રદેશ ભાગી જાય છે. આવો જ એક નામચીન અને સતત કવાંટ પોલીસના નાકમાં દમ કરી પ્રોહીબીશનના 17 જેટલા ગુના જેમાં કવાંટ પોલીસ મથકના 15 અને નસવાડી પોલીસ મથકના 2 ગુનામાં નાસતા ફરતા અને સરકાર દ્વારા રૂ. 10 હજારનું ઇનામ જાહેર કર્યું છે. તેવા આરોપી દલસિંગ ભૈડીયા (રાઠવા)ને ઝડપી પાડ્યો છે.

દલસિંગ ભૈડીયા (રાઠવા) કવાંટના નસવાડી ચોકડી પાસે ઊભો હોવાની બાતમી કવાંટ પોલીસને મળતાં કવાંટ પોલીસે તાત્કાલિક ત્યા પહોંચી જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો. દલસિંગ ભૈડીયા (રાઠવા) એ મધ્ય પ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ પહોંચાડવામાં સક્રિય ભૂમિકા ભજવી છે અને તેની સામે વર્ષ 2017થી અત્યાર સુધીમાં 17 જેટલા ગુના નોંધાયેલા છે અને ગુજરાત સરકારના નિયમ મુજબ એલ.સી.બી. છોટા ઉદેપુર દ્વારા 15/12/2022થી આરોપી ઉપર રૂ. 10,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. કવાંટ પોલીસે આટલા મોટા આરોપીને ઝડપીને ખૂબ મોટી સફળતા મેળવી છે.

અન્ય સમાચારો પણ છે…

અમરેલી જિલ્લામાં ગુજકેટની પરીક્ષામાં કાયદો-વ્યવસ્થા જાળવવા અને ગેરરીતિઓ અટકાવવા નિવાસી કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યુ | Resident Collector issues circular to maintain law and order and prevent malpractices in Gujkat exam in Amreli district | Times Of Ahmedabad

અમરેલીએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આગામી તા. 03 એપ્રિલ, 2023ના રોજ ગુજકેટ-2023 પરીક્ષા જિલ્લાના 09 કેન્દ્રો પર લેવામાં આવશે. ત્યારે વિદ્યાર્થીઓ ગુજકેટ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમા આપી શકે તેવા હેતુથી નિવાસી અધિક કલેક્ટર દ્વારા અમરેલી જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામાં જણાવ્યાં અનુસાર પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક બાબતો થઈ શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોની 100 મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેકસના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે, પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન સ્માર્ટ વોચ, બ્લુટુથ, ઈયર ફોન કેમેરા લેપટોપ જેવા સાધનો લઇ જવા પર પ્રતિબંધ રહેશે પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવાં પર પ્રતિબંધ છે. પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત્ત વ્યક્તિ સિવાય અનઅધિકૃત્ત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે પરીક્ષાર્થી કે તેના સાથે સંકળાયેલા કોઈ પણ કર્મચારી તેઓના મોબાઈલ પરીક્ષા બિલ્ડીંગમાં લઈ જઈ શકશે નહીં. આ ઉપરાંત કોઈ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહીં પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ પણ વસ્તુ ઈલેક્ટ્રોનિક આઈટમ/પુસ્તક, કાપલીઓ, મોબાઈલ ફોન, ઝેરોક્ષ નકલનું વહન કરવું નહીં કે કરાવવામાં મદદગારી કરવી નહીં. પરીક્ષા દરમિયાન દરેક કેન્દ્રના સંચાલકોએ શાળામાં ઝેરોક્ષ મશીન, સ્કેનર બાબતે એકરારનામું કરવાનું રહેશે, તેમજ આવા મશીનો સીલ કરીને રાખવાના રહેશે.

જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે ખરાઈ કરી અને આ બાબતનું પ્રમાણપત્ર કેન્દ્રના સંચાલક પાસેથી અચૂક મેળવી લેવાનું રહેશે. આ વિસ્તારમાં જાહેરનામું લાગું હોય ત્યારે ચારથી વધુ લોકોએ એકઠું થવું નહી, પરીક્ષા મથકના કમ્પાઉન્ડની હદથી 100 મીટરની હદની અંદર આવેલા જાહેર માર્ગ પર વાહન ઉભું રાખવું નહીં, આ સ્થળોના કમ્પાઉન્ડની અંદર અનઅધિકૃત્ત પ્રવેશ કરવો નહીં.

આ હુકમ તા.03 એપ્રિલના રોજ સવારે 9.00થી સાંજે 4.30 કલાક સુધી લાગુ પડશે. આ હુકમ પરીક્ષા મથકોમાં પ્રવેશ અંગે વિદ્યાર્થીઓ, ફરજ પરના અધિકારીઓ કર્મચારીઓ જાહેર માર્ગ પર પસાર થતા વાહનમાં બેસેલા મુસાફરોને લાગુ પડશે નહીં આ જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ સજાપાત્ર છે જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીને અધિકૃત્ત કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં આ પરીક્ષા અમરેલી શહેરની કે.કે. પારેખ અને મહેતા વિદ્યાલય, લીલાવતી બિલ્ડીંગ, સિવિલ હૉસ્પિટલ સામે, ટી.પી. એન્ડ એમ.ટી. મ્યુ. ગર્લ્સ હાઈસ્કુલ, નાગનાથ મંદિર પાસે, અમરેલી, જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ હાઈસ્કુલ, સરદાર સર્કલ, વરસડા રોડ, અમરેલી, દીપક હાઈસ્કુલ, ગાયત્રી મંદિર પાસે ચિત્તલ રોડ, એસ.એસ.અજમેરા, ગર્લ્સ હાઈસ્કુલ, એસ.ટી. સ્ટેશન રોડ, અમરેલી, સેન્ટમેરી હાઈસ્કુલ, વરસડા રોડ, ઓક્સફર્ડ સ્કુલ ઓફ સાયન્સ, કેરીયા રોડ, બી.એન. વિરાણી હાઈ. યુનિટ-1, પટેલ સંકુલ, ચક્કરગઢ રોડ, શ્રી. બી.એન. વિરાણી હાઈ. યુનીટ-2, ચક્કરગઢ રોડ, શાળાઓ ખાતે આ પરીક્ષા યોજાશે, ત્યાં આ જાહેરનામું લાગુ પડશે.

અન્ય સમાચારો પણ છે…

સાંતલપુરના પાટણકા ગામે 35થી વધુ ઘેટાઓનાં મોત, ઝેરી ખોરાકી ખાવાથી મૃત્યું થયું હોવાનું અનુમાન | More than 35 sheep died in Patanka village of Santalpur, suspected to have died due to consumption of poisoned food | Times Of Ahmedabad

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

સાંતલપુર તાલુકાના પાટણકા ગામની સીમમાં સાગમટે 35 અબોલા પશુઓના મોતની ઘટના સામે આવી છે. ખોરાકી ઝેરથી ઘેટાઓના એક સાથે મૃત્યુ થતાં પશુ ચિકિત્સકો અને સ્થાનીક તંત્ર દોડતું થઇ ગયું છે.

જાણવા મળતી માહિતી મુજબ સાંતલપુર તાલુકાના પાટણકા ગામે ગામની સીમના ખેતરમાં ઘાસચારો ચરીને પરત ફરી રહેલા ઘેટાઓ પૈકી 35 જેટલા ઘેટાઓને ખોરાકી ઝેરની અસર થવાથી તેઓનું ગામના પાદરમાં જ મોત નિપજ્યુ હતું. એક સાથે 35 જેટલા ઘેટાઓના મોત થવાથી માલધારી પશુપાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા…તો આ બનાવને પગલે તલાટી સહિત પશુચિકિત્સકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ઘેટાઓના મૃત્યુનું કારણ જાણવાની તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં માલધારી પશુપાલકોએ પોતાના અબોલા પશુ અકાળે ગુમાવતા તેઓને મોટુ નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

આપત્તિ વ્યવસ્થાપન વર્કિંગ ગ્રુપની બેઠક અંતર્ગત વિદેશી ડેલિગેટ્સ ભુજના સ્મૃતિવનની મુલાકાતે પહોંચ્યા | Foreign delegates visit Smritivan in Bhuj as part of Disaster Management Working Group meeting | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભુજ સ્મૃતિવનની મુલાકાત અનુંસધાને જી-20 સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ તેમજ સહભાગીઓ ભુજ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે પધારેલા આપત્તિ વ્યવસ્થાપન વર્કિંગ ગ્રુપના પ્રતિનિધિઓનું કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ પ્રસ્તુતિ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તથા કચ્છી શાલ પેહરાવીને સભ્યોનું કચ્છી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શહેરના સ્મૃતિવન ખાતે મહેમાનોનું જોડિયા પાવા, ઘડો ઘમેલો, મંજીરા, ખંજરી વગેરે કચ્છી લોકવાદ્યો સાથે કચ્છી લોકસંસ્કૃતિની ઝાંખી દર્શાવતા લોકનૃત્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રતિનિધિશઓએ આ પળે કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તૃતિઓને ઉત્સાહભેર માણી હતી.

ભુજ એરપોર્ટ ખાતે જિલ્લા કલેકટર દિલીપ રાણા, ભુજ પ્રાંત અતિરાગ ચપલોત, અંજાર પ્રાંત મેહુલ દેસાઈ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહીને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત પ્રતિનિધિઓએ ભુજીયા ડુંગરના સાનિધ્યમાં સ્થિત સ્મૃતિવન ખાતે વિવિધ ગેલેરીની મુલાકાત પણ લીધી હતી. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે યોજાયેલી G20 સમિટ દરમિયાન પધારેલા વિવિધ દેશના પ્રતિનિધિઓએ પણ સ્મૃતિવનની ખાસ મુલાકાત યોજી કચ્છ ભૂંકપ પુનઃવશન સહિતના પાયા નિહાળી ખુશી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

આણંદ સ્થિત ઇરમાની 2021-2023ની બેચનું સો ટકા પ્લેસમેન્ટ થયું, વિદ્યાર્થીઓને સરેરાશ 15.5 લાખનું પેકેજ મળ્યું | Anand-based Irma's 2021-2023 batch had 100 percent placement, students got an average package of 15.5 lakhs | Times Of Ahmedabad

આણંદ37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આણંદ સ્થિત ઇરમા ઇન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટએ તેની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (રૂરલ મેનેજમેન્ટ) પીજીડીએમ (આરએમ) પ્રોગ્રામની 42મી આઉટગોઇંડ બે માટેની કેમ્પસ પ્લેસમેન્ટ પ્રક્રિયા હાલમાં જ પુરી કરી હતી. જેમાં 2021-23ની બેચને સો ટકા પ્લેસમેન્ટ મળ્યું છે.

ઇરમા ખાતે યોજાયેલા કેમ્પસ પ્લેસમેન્ટની પ્રક્રિયા દરમિયાન વાર્ષિક 26.5 લાખનું સર્વોચ્ચ પેકેજ આપવામાં આવ્યું હતું. આ બેચમાં રિક્રુટરો દ્વારા આપવામાં આવેલું. જે એકંદર સરેરાશ પેકેજ વાર્ષિક રૂ.15.5 લાખનું હતું. જે વર્ષ 2022ની બેચથી ઘણું વધારે છે. તો મધ્યક સીટીસી વાર્ષિક રૂ.15 લાખ જળવાઇ રહ્યો છે. જેમાં સૌથી ઓછો સીટીસી વાર્ષિક રૂ.8.5 લાખનો હતો. આથી વિશેષ વિદ્યાર્થીઓને ફિલ્પકાર્ટ, ઝેટવર્ક મેન્યુફેક્ચરિંગ, ગોદરેજ એગ્રોવેટ લિમીટેડ, આઈટીસી, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, પ્રાઇસ વોટર હાઉસ કૂપર્સ અને ટાટા સ્ટીલ જેવા પ્રતિષ્ઠિત સંગઠનો તરફથી 36 પ્રી-પ્લેસમેન્ટ ઓફરો પ્રાપ્ત થઇ હતી. જે સંસ્થાએ હાંસલ કરેલી વધુ એક સિદ્ધિ છે.

પ્લેસમેન્ટની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ફળદાયી સાબિત થઇ હોવાથી ઇરમાના ડિરેક્ટર ડો. ઉમાકાંત દાસે અત્યંત આનંદ અને ગર્વની લાગણી રજુ કરી હતી. ડો. ઉમાકાંત દાસે જણાવ્યું હતું કે, વર્ષ 2021-2023ની પીજીડીએમ (આરએમ) બેચે વૈશ્વિક મહામારીની વચ્ચે તેનું શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું હતું અને તે એક સ્થિતિસ્થાપક ગ્રુપ સાબિત થયું છે, સૌ પ્રથમ તો તેમની ઉત્કૃષ્ટ સમર ઇન્ટરશીપ માટે અને હવે આ અદ્દભૂત કેમ્પસ પ્લેસમેન્ટને કારણે ઇરમા બેજોડ શૈક્ષણિક શ્રેષ્ઠતાનો વારસો ધરાવે છે. વર્ષ 2023ની બેચ માટેનું પ્લેસમેન્ટ આ વાતની સાક્ષી પુરે છે. અમે અમારા તમામ પ્રતિષ્ઠિત રિક્રુટીંગ પાર્ટનોર (નવા અને ભરતી માટે ફરીથી આવનારા)નો ખૂબ જ આભાર માનીએ છીએ, કારણ કે તેમણે ઇરમાના વિદ્યાર્થીઓને જેની ખૂબ જ માંગ હોય તેવી ભૂમિકા અને તકો પુરી પાડીને તેમનામાં ફરી એકવાર વિશ્વાસ દાખવ્યો છે. હું વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્યદેખાવ બદલ અભિનંદન પાઠવું છું અને તેમના ભાવ પ્રયાસો માટે શુભાશિષ આપું છું.

બેકીંગ, ફાયનાન્સિયલ, સર્વિસિઝ અને ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી વર્ષ 2021-2023ની બેચની મુખ્ય રીક્રુટર જળવાઇ રહી છે, કારણ કે કુલ વિદ્યાર્થીઓમાંથી 42 ટકા વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં પ્લેસમેન્ટ પ્રાપ્ત થયું છે. તો ફાસ્ટ મુવીંગ કન્ઝ્યુમર ગુડ્સ (એફએમસીજી) તતા રીટેઇલ અને ઇ-કોમર્સ ઇરમાની વર્ષ 2021-23ની બેચ માટે અનુક્રમે બીજા અને ત્રીજા પ્રમુખ રીક્રૂટીંગ સેગમેન્ટ તરીકે ઉભરી આવ્યાં છે.

આ વર્ષની પ્લેસમેન્ટ પ્રક્રિયામાં સામેલ થયેલા મુખ્ય રીક્રૂટરોમાં ફિલ્પકાર્ટ, ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લીમીટેડ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, સર્વ ગ્રામ ફિનકેર પ્રાઇવેટ લીમીટેડ, એક્સિસ બેંક, રિલાયન્સ રીટેઇલ, વેદાંતા સીએસઆર, યુબી, મોર રીટેઇલ, આઈડીએફસી ફર્સ્ બેંક, મહિન્દ્રા હોમ ફાયનાન્સ, મધર ડેરી, ગ્રાન્ટ થોર્નટન ભારત એલએલપી, આઈટીસી લીમીટેડ, અર્નેસ્ટ એન્ડ યંગ, પીડબલ્યુસી, ડાબર, ડીસીએમ શ્રીરામ, ઇક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેંક, પિક્સુએટ, બેંકર્સ ડઝન, ધી ડિજીટલ ફિફ્થ, ડ્રુલ્સ પેટ ફુડ પ્રાઇવેટ લિમિટેડ, ફારમાર્ટ, ખૈબર એગ્રો, અમૂલ, મેકડોનાલ્ડ્સ, આરબીઆઈ ઇનોવેશન હબ અને રેડસીર સ્ટ્રેટેજી કન્સલ્ટીંગનો સમાવેશ થાય છે.

એસોશિયેટ ડીન (પ્લેસમેન્ટ) પ્રો. આશિષ અગ્રડેએ જણાવ્યું હતું કે, વર્ષ 2021-23ની બેચની પ્લેસમેન્ટની પ્રક્રિયાએ ઇરમા પોતાના વિદ્યાર્થીઓની મહત્વકાંક્ષાઓ અને સંસ્થાના મિશનને સંતુલિત કરવા માટે જે કેટલાક નવા માર્ગોનું અન્વેષણ કરી રહી છે, તેની સૂચક છે. અમારા વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારમાં વસતાં ક્લાયેન્ટસ માટેના ઉત્પાદનો વિકસાવવા બેંક અને એનબીએફસીમાં જોડાય છે. વિકાસલક્ષી અને જાહેર નીતિઓના વર્ટિકલ્સને પરામર્શ પુરૂ પાડે છે. અમે અમારા વિદ્યાર્થીઓને નોકરી આપનારી ઇન્ડસ્ટ્રીઓમાંથી થતાં પ્રતિનિધિત્વમાં વૈવિધ્યતા આવતી જોઈ છે. ટેકનોલોજી કન્સલ્ટીંગ, કન્ઝયુમર ડ્યુરેબલ્સ, ફુડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રો અમારા વિદ્યાર્થીઓમાં રસ લઇ રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, એફએમસીજી, ડેવલપમેન્ટ અને સીએસઆર સેગમેન્ટના અમારા પરત ફરી રહેલા રીક્રૂટરોએ અમારા વિદ્યાર્થીઓમાં તેમનો વિશ્વાસ જાળવી રાખ્યો છે.

વર્ષ 2021-23ની બેચના વિદ્યાર્થીઓને આપવામાં આવી રહેલી મહત્વની ભૂમિકાઓ અને પ્રોફાઇલમાં મેનેજમેન્ટની ટ્રેની, પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ હેડ, કન્સલ્ટન્ટ, ડેપ્યુટી મેનેજર, સીનીયર સેલ્સ એક્ઝિક્યુટિવ અને ક્રેડિટ એનાલીસ્ટનો સમાવેશ થાય છે. આ વર્ષે સીટીસીમાં જે વધારો થયો છે, તે આ બેચના ટોચના 25 પર્સેન્ટાઇલમાં રહેલા વિદ્યાર્થીઓ માટે સર્વોચ્ચ છે, જે સૂચવે છે કે, આ બેચના ઘણા મોટા હિસ્સાને પ્રાપ્ત થતાં પેકેજમાં તંદુરસ્ત વૃદ્ધિ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે…

Why April 1? Congress ke mitra would say...: PM Modi at Vande Bharat launch | Latest News India | Times Of Ahmedabad

As PM Modi on Saturday flagged off the New Delhi-Bhopal Vande Bharat Express train, he said when he got to know that the date for the inauguration of the train was fixed on April 1, he was sure that ‘friends’ in Congress would call it PM Modi’s April Fool. “But as you can all see the train has started on April 1 only. This is the symbol of our expertise and confidence,” PM Modi said.

PM Modi on Saturday flagged off the Bhopal-New Delhi Vande Bharat Express.
PM Modi on Saturday flagged off the Bhopal-New Delhi Vande Bharat Express.

“The previous governments were so engrossed in appeasement of the vote bank that they never focussed on the ease of living of the people. They used to consider one family as the first family. What about the second and third family? They were left on their own. And the victim was the Indian Railways,” PM Modi said taking a dig at the Congress.

વડોદરાની ઈરકોન કંપનીએ દાહોદ જિલ્લાને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 50 લાખની કિંમતની બે એમ્બ્યુલન્સની ભેટ આપી | Aircon of Vadodara gifted two ambulances worth Rs 50 lakh equipped with state-of-the-art facilities to Dahod district. | Times Of Ahmedabad

દાહોદ33 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં વડોદરાની ઈરકોન કંપની દ્વારા બે અદ્યતન એમ્બ્યુલન્સ સુપ્રત કરવામા આવી છે. આ એમ્બ્યુલન્સની સેવાઓથી ઘણાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના જીવન બચાવવામાં મદદ મળશે તેમ લાગી રહ્યુ છે. પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં એમ્બ્યુલન્સનુ લોકાર્પણ કરાયું હતું.

જિલ્લામાં ઘણાં સંગઠનો મદદ કરી રહ્યા છે
દાહોદ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે.આ જિલ્લામાં ગરીબ આદિવાસીઓની સંખ્યા ઘણી મોટી છે.જેથી સરકારી યોજના ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ અને ખાનગી કંપનીઓ પણ પોતાનુ યોગદાન આપતા હોય છે.ત્યારે આવુ વધુ એક સત્કાર્ય કરવામા આવ્યુ છે.

આઈસીયુની બધી જ સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સ
જેમાં ઇરકોન વડોદરા કીમ એક્સપ્રેસ વે લિમિટેડ કંપનીના સી એસ આર ફંડ માંથી 2022-2023 માં દાહોદ જીલ્લા ને અત્યંત આધુનિક સુવિધા ધરાવતી બે (૨) એમ્બ્યુલન્સ કંપની તરફથી ફાળવવામાં આવી છે.જેમાં એક એમ્બ્યુલન્સ એડવાન્સ લાઇફ સેવિંગ એમ્બ્યુલન્સ જે ઓક્સિજન, વેન્ટિલેટર, મલ્ટીપારા મોનીટર, સિરિંઝ ઇન્ફયુઝન પંપ સહિતની સુવિધા ધરાવે છે.જેથી આ એમ્બ્યુલન્સમા આટલી બધી જીવન રક્ષક સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી ઘણાં દર્દીઓના જીવન બચાવી શકાશે તેમ લાગી રહ્યુ છે.

​​​​​​​બીજી એમ્બ્યુલન્સ બેઝિક લાઇફ સપોર્ટ સીસ્ટમથી સજ્જ છે
​​​​​​​
તેવી જ રીતે બીજી એક બેઝિક લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.આ એમ્બ્યુલન્સમાં પણ મુશ્કેલ સમયમાં દર્દીઓને સુરક્ષિત રીતે દવાખાના સુધી પહોંચાડવાની ક્ષમતા રહેલી છે.બન્ને એમ્બ્યુલન્સ મળી કુલ કિંમત 50 લાખ જેટલી થાય છે. દાહોદ જેવા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં કંપની દવારા ફાળવવામાં આવેલ એમ્બ્યુલન્સ ખરેખર દેવદૂત સમાન બની રહેશે.

​​​​​​​જિલ્લા પંચાયત પ્રમુખે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું
એમ્બ્યુલન્સને લીલી ઝંડી દાહોદ જીલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલા, ઈરકોન કંપનીનાં ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી શાંતા કુમાર દવારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવા માં આવ્યું, આ પ્રસંગે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ શિલ્પા યાદવ ,આર. સી. એ ચો શ્રી ડૉ ઉદય ટીલાવત,ઈરકોન કંપનીના રમા શંકર, અનિલકુમાર મીના, ડેપ્યુટી જનરલ મેનેજર સિવિલ ઈરકોન કંપનીના સ્ટાફ તથા અરુણકુમાર ચૌધરી આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયર વર્કસ વેસ્ટર્ન રેલ્વે દાહોદ સહીતના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…