Sunday, April 2, 2023

These 10 states likely to witness ‘above normal heatwave days' in April | Latest News India | Times Of Ahmedabad

After logging a drastic shift in the weather pattern in the month of March, India is set to witness above normal heatwave days in many regions from April onwards, the India Meteorological Department (IMD) said Saturday.

A woman drinking water. As the temperature continues to rise. (Sunil Ghosh / Hindustan Times)
A woman drinking water. As the temperature continues to rise. (Sunil Ghosh / Hindustan Times)

IMD said that during the hot weather season, from April to June, most parts of the country are expected to witness above normal maximum temperatures, but noted that pockets of northwest India and the southern peninsular are likely to log normal to below normal maximum temperatures.

Issuing its bulletin for overall weather outlook for April to June, IMD said central India, east India and northwest India will see a pattern of above normal heatwave days in these months. In April, as many as 10 states are likely to experience such drastic temperature shifts, as per the weather office.

These states are likely to witness above normal heatwave in April, says IMD
Bihar
Jharkhand
East Uttar Pradesh, pockets of west Uttar Pradesh 
Odisha
Gangetic West Bengal
North Chattisgarh
West Maharashtra
Gujarat
Punjab
Haryana

Also Read| Explained: What is a heatwave and how to protect yourself

IMD also noted that most of India except pockets of northwest, central and east India will record normal to below normal monthly minimum temperature. Average rainfall in April will be recorded normal over the country as a whole, IMD said, adding that “normal to above normal rainfall is expected over most parts of northwest, Central, Peninsular India, whereas below normal rainfall is likely over east and Northeast India and pockets of west coast India.”

The heatwave warning for the hot weather season comes after March logged radical temperature shifts compared to historical averages. While IMD had predicted March to be warmer than usual in most parts of the country, the first two weeks of the month were indeed in line with the forecast. However, in the later half of the month, the temperature was recorded cooler than normal due to western disturbances, making this March among the top ten coldest March in the past 73 years.


દ્વારકામાં લોકોના પ્રશ્નોના ઉકેલ લાવવા 27 એપ્રિલે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે; આધાર પુરાવા સાથે પ્રશ્નો રજૂ કરી શકાશે | A district reception program will be held on April 27 to address people's issues in Dwarka; Questions may be presented with supporting evidence | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • A District Reception Program Will Be Held On April 27 To Address People’s Issues In Dwarka; Questions May Be Presented With Supporting Evidence

દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા

  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકોના પ્રશ્નો, ફરિયાદો તથા રજૂઆતનો અસરકારક અને ન્યાયિક રીતે સ્થાનિક કક્ષાએ હલ થઇ શકે તે હેતુથી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તા. 27 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે ખંભાળિયામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં અરજી કરતા પહેલા અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલી હોવી જોઈએ, જે અનિર્ણિત હોય, અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલી હોવાના આધાર પુરાવા સાથે જિલ્લા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો રજૂ કરી શકાશે.

આ કાર્યક્રમમાં અરજદારો જાતે આધાર પુરાવા સાથે પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે અને અરજદાર જાતે રજૂઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લઇને રજૂઆત કરી શકશે. સામુહિક રજૂઆત કરી નહીં શકાય. અરજદાર અહીંની કચેરીમાં તા. 10 એપ્રિલ સુધી પ્રશ્નો રજૂ કરી શકશે એવું એક યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે…

વડોદરામાં આવતીકાલે 39 કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા યોજાશે, અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ | Gujcat exam to be held tomorrow at 39 centers in Vadodara, entry of unauthorized persons prohibited at exam centers | Times Of Ahmedabad

વડોદરા38 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar

ફાઇલ તસવીર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા આવતીકાલે 03/04/2023ના રોજ સવારે 10થી 4 કલાક દરમિયાન વડોદરા શહેરના કુલ 39 પરીક્ષા કેન્દ્રો ઉપર લેવામાં આવનાર છે. આ પરીક્ષા દરમિયાન કોઇ ગેરરીતિઓ ન થાય, પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે, તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે તેમજ મુકત, ન્યાયી અને સરળ સંચાલન માટે અને પરીક્ષામાં ગેરરીતિઓ અટકાવવા વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.

પરીક્ષા કેન્દ્રના 100 મીટરની અંદર પ્રતિહબંધો
વડોદરા શહેરમાં જે-જે કેન્દ્રો (સ્કૂલ/હાઇસ્કુલ)માં પરીક્ષા લેવાનાર છે, તે પરીક્ષા કેન્દ્રોની શાળાઓના પરીક્ષા ખંડની અંદર તા. 02/04/2023 (સોમવાર)ના રોજ સવારે 9થી 5 કલાક સુધી પરીક્ષા કેન્દ્રની અંદર કોઈ પણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન, મોબાઈલ ફોન, વાયરલેસ સાહિત્ય વગેરે લઇ જવા ઉપર કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં
​​​​​​​તેમજ પરીક્ષા કેન્દ્રની બહાર આજુબાજુમાં 100 મીટરના અંતરમાં પરીક્ષા દરમિયાન ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં. તથા પરીક્ષા કેન્દ્રની બહાર 100 મીટરના અંતરમાં ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકશે નહીં કે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં એવું પોલીસ કમિશનરના જાહેરનામામાં જણાવાયું છે.

કલમ 188 હેઠળ સજાને પાત્ર થશે
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 હેઠળ સજાને પાત્ર થશે. જો કે, પરીક્ષા ફરજમાં રોકાયેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકૃત અધિકારીઓ પોતાની વિધિસરની ફરજો દરમિયાન ફોનનો ઉપયોગ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે…

ડેમાઈ ગામે મુખ્ય બજારમાં આવેલી કરીયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, શટરનું તાળું તોડી 50 હજારથી વધુ મુદ્દામાલની ચોરી | Smugglers raided a grocery shop in the main market of Demai village, broke the lock of the shutters and stole more than 50,000 items. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Smugglers Raided A Grocery Shop In The Main Market Of Demai Village, Broke The Lock Of The Shutters And Stole More Than 50,000 Items.

અરવલ્લી (મોડાસા)32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોને ફાવટ આવી ગઈ છે. ત્યારે બાયડના ડેમાઈ ગામે મુખ્ય બજારમાં તસ્કરીની વધુ એક ઘટના સામે આવી છે. બાયડ તાલુકાના કપડવંજ રોડ પર આવેલી ડેમાઈ ગામે એક કરીયાણા પ્રોવિઝન સ્ટોર્સ આવેલી છે. આ સ્ટોર્સમાં ખાદ્ય ચીજોનો વેપાર થાય છે. ગત રાત્રીના રોજ દુકાન માલિક દુકાન બંધ કરી ઘરે ગયા બાદ મધ્યરાત્રી દરમિયાન તસ્કરોએ આ પ્રોવિઝન સ્ટોર્સના શટરનું તાળું તોડ્યું અને શટર ઊંચકાવી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. દુકાનમાં રહેલ ખાદ્યચીજો અને દુકાનના ગલ્લામાં રાખેલા રોકડ સહિત 50 હજાર કરતા વધુના મુદ્દામાલની તસ્કરોએ ચોરી કરી હતી. સવારમાં જ્યારે દુકાનદાર આવ્યો ત્યારે દુકાનનું શટર ઉચકાયેલું જોયું ત્યારે ચોરી થઈ હોવાની ખબર પડી સમગ્ર ઘટના બાબતે ડેમાઈ બીટ જમાદારને જાણ કરી જેથી પોલીસે સમગ્ર વિગત લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભૂતકાળમાં પણ જિલ્લામાં બનતી આવતી તસ્કરીની ઘટના અંગે નોંધાયેલ ગુન્હાઓના ભેદ વણ ઉકેલાયા છે. ત્યારે વારંવાર જિલ્લામાં બનતી ચોરી, લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરીની ઘટનાઓ પોલીસ માટે પણ પડકાર રૂપ છે. ત્યારે ડેમાઈ ગામે પોલીસનું નાઈટ પેટ્રોલીંગ યોજાય એવી ગ્રામજનોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે…

India succeeds in landing Space Plane RLV | Watch how ISRO and IAF achieved the feat | Times Of Ahmedabad

The ISRO on Sunday successfully conducted the Reusable Launch Vehicle Autonomous Landing Mission (RLV LEX).

ખુલ્લી ગટરના તૂટેલા સ્લેબમાં બે ગાયો બાદ હવે એક વૃદ્ધ પડ્યો, લોકોમાં રોષ | An old man now falls after two cows in a broken slab of an open drain, public outrage | Times Of Ahmedabad

ભરૂચ23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જંબુસરમાં ગટરોના તૂટેલા સ્લેબના કારણે બે ગાયો ગટરમાં ખાબકી જવાની ઘટના બાદ એક વૃદ્ધ ગટરમાં ખાબકતા પાલિકાના અંધેર વહીવટ સામે પ્રજામાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે. જંબુસર પાલિકા તંત્ર સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રસ્તાની બાજુમાં આવેલી ગટરોના સ્લેબ તૂટેલા હોય લોકો અને પશુઓ માટે જીવના જોખમ સમાન બની રહી છે. જંબુસર તાડિયા હનુમાન પાસે ગટરના સ્લેબ કેટલીક જગ્યાએથી તૂટેલા હોય પશુઓ, સ્થાનિકો, રાહદારી, વાહનચાલકો અને બાળકો પર અકસ્માતનું જોખમ વર્તાઈ રહ્યું છે.

રોડને અડીને આવેલી ડ્રેનેજના તૂટેલા સ્લેબમાં વૃદ્ધ પડી જતા તેને બૂમો પાડતા આજુબાજુના રહીશોએ દોડી આવી બહાર કાઢ્યા હતા. ગટરમાં ખાબકવાના કારણે વૃદ્ધને નાની મોટી ઇજાઓ પહોચવા સાથે અત્યંત દુર્ગન્ધ મારતી ગંદકીનો પણ પાલિકાના વાંકે સામનો કરવો પડ્યો હતો.

ઘટના બાદ સ્થાનિકોમાં પાલિકા સામે તીવ્ર રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ પાલિકા સામે રોષ વ્યકત કરતા ઉભરો ઠાલવ્યો હતો કે, ખુલ્લી ગટર માટે વારંવાર નગર પાલિકાના સત્તાધીસો રજુઆત કરી છે. થોડા દિવસો અગાઉ 2 ગાય પણ ગટરમા પડી હતી. તેમ છતાં કોઈ ધ્યાન ન આપતા આજે વૃદ્ધ પડી જવાની ઘટના બની છે. ગતરોના તૂટેલા સ્લેબને દુરસ્ત કરવા સ્થાનિકોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

'Had I been in leadership of Congress...': Shashi Tharoor on opposition unity | Latest News India | Times Of Ahmedabad

Congress MP Shashi Tharoor on Sunday said if he were in the party leadership, then he would have encouraged smaller parties to take the role of the convener in an opposition alliance in the 2024 Lok Sabha elections. Congress is the de facto fulcrum around which other parties converge but he, if in the leadership of the party, would not crow about it, Tharoor said in an interview with PTI. Commenting on the unity of the opposition parties over the disqualification of Rahul Gandhi following the conviction in a 2019 defamation case. The opposition parties have found a new reason to come together and the BJP might find it harder to win a majority in 2024, Tharoor said. Read | ‘Have to behave like big brother…’? Mehbooba Mufti says ‘yes’, Cong says…

Shashi Tharoor said if he were in the leadership of the Congress, he would let regional parties to take the centrestage in the opposition alliance in the 2024 election. (PTI)
Shashi Tharoor said if he were in the leadership of the Congress, he would let regional parties to take the centrestage in the opposition alliance in the 2024 election. (PTI)

Terming the opposition unity as surprising and a welcome wave, Tharoor said, “Many have begun to feel the truth of the adage united we stand, divided we fall. If they don’t back Rahul now, they could be picked off one by one themselves, by a vengeful government.”

“Objectively we are the only Opposition party with a national footprint. There are about 200 seats where the elections will witness a straight fight between the Congress and the BJP,” Tharoor said.

“But if I were in the party leadership, I would not crow about it; in fact, I would actually encourage one of the smaller parties to play the role of convenor of an Opposition alliance. Unity is far more important than pride of place, in my view,” Tharoor added.

Tharoor’s comments come as several parties including the AAP, Trinamool, Samajwadi Party, Bharath Rashtra Samithi, DMK, Uddhav Sena faction, have supported the Congress in its ongoing protest. However, there has been no discussion on the 2024 elections, the Congress said. Trinamool earlier said the Congress is not the big brother, while BRS chief and Telangana chief minister KCR has been pitching for a non-congress, non-BJP third front.

Saturday, April 1, 2023

તિરૂપતિ માર્કેટમાં ઠગ દંપતીએ સસ્તી બદામ કહી કડવા બી આપ્યા; ઘરે જઈ કોથળી ખોલી તો ખબર પડી કે... | In Tirupati market, thug couple gave bitter seeds as cheap almonds; When I went home and opened the bag, I found that... | Times Of Ahmedabad

વિસનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

વિસનગર શહેરમાં આવેલા તિરૂપતિ માર્કેટમાં સસ્તા ભાવે બદામ આપવાનું કહી દંપતી કડવા બી આપી છુમંતર થઈ ગયું હતું. જેમાં 200 રૂપિયાની કિલો બદામ સમજીને બે ત્રણ કિલો બદામ લઇ લોકોએ ઘરે જઈ કોથળી ખોલતા બદામના બદલે કડવા બી નીકળતા છેતરપીંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આમ દંપતીએ સસ્તાની લાલચ આપી બદામના બદલે કડવા બી આપી છેતરપીંડી કરી છુમંતર થઇ ગયું હતું.

વિસનગરના તિરૂપતિ માર્કેટમાં 50 કિલોની અલગ અલગ કોથળીઓ લઈ એક દંપતી આવ્યું હતું. જે 200 રૂપિયા કિલો બદામ આપવાનું કહી ચાખવા આપી હતી. જેથી સસ્તી બદામ જોઈને લોકોએ બે કિલો, ત્રણ કિલો જેટલી બદામની ખરીદી કરી હતા. જ્યાં ઘરે કોથળીઓ ખોલતા અંદરથી કડવા બી નીકળતા છેતરાયા હોવાનું જણાયું હતું.

આ અંગે તિરૂપતિ માર્કેટના વિપુલભાઈ એ જણાવ્યું હતું કે, પેલા એને બદામ બતાવી 350 રૂપિયાનો ભાવ કહ્યો. અમારે લેવાની ગણતરી હોવાથી અમે 200 રૂપિયા ભાવ કીધો. એ તૈયાર થઈ ગયો અને એણે બદામ ચખાડી અમને સારી લાગી. આમ માર્કેટમાં બધાએ 30થી 40 કિલો જેટલી બદામ લીધી. ઘરે જઈને જોતા અંદરથી કડવા બીજ નીકળતા હતા. ખબર ન પડી કે આ શું આવ્યું? પછી અમને અહેસાસ થયો કે આતો છેતરી ગયો છે.

આ અંગે દિવ્ય ભાસ્કરે કનુ પટેલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે બધા બેઠા હતા ત્યારે એક દંપતી બદામ લઈને આવ્યું. અમને કહ્યું કે, આ બદામ છે ભાવ પુછતા 350 કિલો જણાવ્યું, અમે કહ્યું કે વ્યાજબી કર તો બધા લઈએ. ચખાડવાનું કહેતા અમને યોગ્ય લાગી અમે 200 રૂપિયા ભાવ કહ્યો અને તે માની ગયો. જેમાં વેપારીઓએ 30થી 40 કિલો જેટલી બદામ લીધી. પછી એ અહીથી નીકળી ગયો અને અમે ઘરે જઈ કોથળી ખોલી ફોડીને છેતરાયા હોવાનો અનુભવ થયો હતો. અમે ત્યાં ગયા પણ આ પાર્ટી છુમંતર થઇ ગઇ હતી. આની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગ છે.

અન્ય સમાચારો પણ છે…

દાહોદમાં દુધીમતિના કિનારે ખેતરમાં બનાવેલા ઝુંપડામાં આગ લાગી, ખેતરમાં ખાડા ખબચા હોવાથી ફાયર ન પહોંચતા સ્થાનિકોએ આગ બુઝાવી | A fire broke out in a shack built in a field on the banks of Dudhimati in Dahod. Locals extinguished the fire as the pits in the field did not reach the fire. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • A Fire Broke Out In A Shack Built In A Field On The Banks Of Dudhimati In Dahod. Locals Extinguished The Fire As The Pits In The Field Did Not Reach The Fire.

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદમા સહકાર નગરની પાછળ દુધીમતી નદીના કિનારે એક ખેતરમાં માલિકે ઝુંપડૂ બનાવ્યું હતું. આ ઝુંપડામા કોઈએ આગ ચાંપી દેતા સરસામાન અને ઘાસ બળીને ખાખ થઈ ગયું હતું. ફાયર બ્રિગેડ બોલાવાઈ પણ ખેતર હોવાથી ઘટના સ્થળ સુધી પહોંચી ન શકતા સ્થાનિકોએ આગ બુઝાવી હતી.
મશીન ,પાઈપો અને ખારિયુ બળી ગયા
દાહોદ શહેરના સહકાર નગરની પાછળના ભાગે દૂધીમતી નદીના કિનારે આવેલા ખેતરોમાં ખેતર માલીકનું સામાન મુકવા માટે કાચું ઝૂંપડું ઉભું કરેલું હતું. જેમાં રાત્રીના 12 વાગ્યાના સમયે કોઈક ટીખળખોરોએ ઝુંપડાને આગને હવાલે કરી દીધું હતું. આગ લાગતા ઝુંપડામાં મૂકી રાખેલું ખેતરમાં પાણી પીવડાવવાનું મશીન, તેના પ્લાસ્ટિકના પાઇપો પશુઓને ખવડાવા માટેનું ચારનું ખારીયું બળીને ખાખ થઈ ગયા હતા. સામેના ભાગમાં આવેલા ઝુંપડામાં લગાવેલા પતરા ચોરો ચોરી કરીને લઈ ગયા હતા અને ઝુંપડાને આગને હવાલે કરી જતા ઝુંપડામાં મૂકી રાખેલો સામાન બળીને ખાક થયો હતો.
પોલીસ અને ફાયર બ્રિગેડ આવી પહોંચી
આસપાસના લોકો ખેતરમાં ઉભું કરેલા ઝુંપડામાં આગની જ્વાળાઓ દેખીને ભેગા થયા હતા તેમજ આ ઘટનાની જાણ દાહોદ ફાયર ફાઇટરને તથા કરાતા અને પોલીસને કરવામા આવી હતી. તાત્કાલિક ડિવિઝનના ASP જગદીશ બાંગરવા ઘટના સ્થળે તેમની ટીમ સાથે દોડી આવ્યાં હતા, તેમજ ફાયરની ગાડી પણ સાધન સામગ્રી સાથે ખેતરમાં દોડી આવી હતી.
​​​​​​​લોકોએ ધૂળ માટીથી આગ બુઝાવી દીધી
કમનસીબે ખેતરમાં ખાડા ખબચીના કારણે પોલીસની ગાડી અને ફાયરની ગાડી ઘટના સ્થળે ન આવતા પોલીસ અધિકારી તેમજ ફાયરના જવાનો ઘટના સ્થળે ચાલીને આવ્યાં હતા અને આ ઘટના વિશે ASP જગદીશ બાંગરવાએ ખેતર માલિક પાસેથી માહિતી એકત્રિત કરી હતી. જો કે, આગને સ્થાનિક લોકોએ ધૂળ માટી નાખીને બુઝાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે…

નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસે હેલ્મેટ બાબતે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી, 7 દિવસમાં 442 વાહન ચાલક પાસેથી 2 લાખથી વધુનો દંડ વસૂલ્યો | Navsari District Traffic Police adopts zero tolerance policy on helmets, fines over Rs 2 lakh from 442 motorists in 7 days | Times Of Ahmedabad

નવસારીએક કલાક પહેલા

  • કૉપી લિંક

નવસારી સહિત રાજ્યમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુમાં સૌથી વધુ પ્રમાણમાં દ્વી-ચક્રીય વાહન ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરવાના કારણે થતા હોય છે. ત્યારે નવસારીમાં સને-2022ના વર્ષ દરમ્યાન કુલ- 175 ફેટલ અકસ્માત પૈકી 106 ફેટલ અકસ્માત ટુ-વ્હીલર વાહનચાલકોનો થયેલ અને જેમાંથી 102 વાહનચાલકોના મૃત્યુ દ્વિ-ચક્રીય વાહન પર હેલ્મેટ ન પહેરવાના કારણે થયેલ હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. જેથી હરકતમાં આવેલી ટ્રાફિક પોલીસે વિશેષ અભિયાન શરૂ કર્યું છે.

હાઈવે પર હેલ્મેટ વગર ટુ-વ્હીલર વાહન હંકારતા વાહનચાલકો વિરૂધ્ધ એક ડ્રાઇવ 24મી થી 31મી માર્ચ સુધી યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર નવસારી જિલ્લામાં ડ્રાઇવ દરમ્યાન 442 જેટલા હેલ્મેટ વગર ટુ-વ્હીલર હંકારતા વાહનચાલકોને હેલ્મેટ ન પહેરવા બદલ રૂ.2,21000 જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો તથા હેલ્મેટ પહેરીને જ ટુ-વ્હીલર ડ્રાઇવ કરવાની સમજ આપવામાં આવી હતી. ટ્રાફિક નિયમ અંગેના પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યાં હતાં. આવનાર દિવસોમાં લોકોમાં હેલ્મેટ, સીટબેલ્ટ અંગે જાગૃત્તિ આવે તે બાબતે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે.

ડિસેમ્બર 2022 થી લઈને અત્યાર સુધી નવસારી હાઇવે ઉપર અકસ્માતની સંખ્યામાં ચિંતાજનક વધારો થતા જિલ્લા પોલીસે ટ્રાફિક નિયમોની જાણકારી વાહન ચાલકોને મળે તે માટે વિવિધ ડ્રાઇવ આયોજિત કરી છે. જેને લઈને સકારાત્મક પરિણામો મળ્યા છે અકસ્માતની સંખ્યામાં ઘટાડો થાય તેવી દિશામાં પોલીસે કામગીરી હાથ ધરી છે વાહન ચાલકોએ પણ જવાબદારી પૂર્વક વાહન હાકીને પોતાની તથા અન્ય વાહન ચાલકનું જીવન સલામત રહે તેવી રીતે વર્તવું સમયની માંગ છે.

અન્ય સમાચારો પણ છે…

‘Rolling Stone’: Biden forgets name of Tornado-hit U.S. town | Times Of Ahmedabad

U.S. President Joe Biden made another gaffe during his visit to tornado-hit town of Rolling Fork in Mississippi.

અંજારમાં સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓના નિભાવ માટે 7 હજાર પાણીના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ | Free distribution of 7 thousand water troughs for maintenance of birds by Seva Samarpan Trust in Anjar | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અંજારની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા માનવ સેવા સાથે પક્ષીઓ માટે પણ ઉત્તમ સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં પક્ષીઓને પીવાનું પાણી અને ચણ માટેના દાણા પૂરતા પ્રમાણમાં મળી રહે તે ઉદેશથી અંજારમાં રામ નવમીના અવસરે યોજાયેલી ભવ્ય શૉભાયાત્રા દરમિયાન સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓને પાણી તેમજ ચણ નાખવા માટેના કુંડાઓનું લોકોને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સખી દાતાઓ અને ટ્રસ્ટના અગ્રણીઓના આર્થિક સહયોગથી સાત હજાર જેટલા પક્ષી કુંડાઓનું વિતરણ ખાસ બનાવાયેલા સ્ટોલ મારફતે કરવામાં આવ્યું હતું.

આ વિશે ટ્રસ્ટના પ્રમુખ પરેશ માલસત્તરે જણાવ્યું હતું કે, અંજારમાં યોજાયેલી ભવ્ય રથયાત્રા દરમિયાન અનેક સેવાકીય પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. જેમાં સેવા સમર્પણ ટ્રસ્ટ જે વિવિધ સેવાકીય તેમજ જીવદયા પ્રવૃતિ સાથે સંકળાયેલ ટ્રસ્ટ છે, તેના દ્વારા દર વર્ષે ગરમીની સીઝનમાં પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તેમજ લોકોમાં પક્ષીઓ પ્રત્યે કરુણા જાગે તેવા હેતુસર દર વર્ષેની જેમ લોકોમાં પાણીના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતું.આ સ્ટોલની અંજાર મતવિસ્તારના ધારાસભ્ય ત્રિકમ છાંગાએ મુલાકાત લઇ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.

સમગ્ર સેવાકીય કામગીરી દરમિયાન સંસ્થાના કાર્યકર્તાઓ, ટ્રસ્ટીઓ, અગ્રણીઓએ તેમજ તેઓના પરિવારજનોએ પણ સાથ સહકાર આપ્યો હતો. સંસ્થાના ટ્રસ્ટીઓએ આ તકે દાતાઓ, સહયોગીઓ, તેમજ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે સંસ્થા દ્વારા આ કાર્યમાં જોડાયેલ દાતાઓને સન્માનીત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…