Saturday, December 31, 2022

Gujarat Police 31 December she team security

અમદાવાદ: 31 ડિસેમ્બરની ઉજવણી આજે પૂરજોશમાં સમગ્ર રાજ્યમાં થવાની છે ત્યારે રાજ્ય પોલીસે પણ 31 ડિસેમ્બરના પગલે ચુસ્ત વ્યવસ્થા એ ગોઠવી દીધી છે. 33 જિલ્લાઓમાં આવેલા 700 જેટલા પોલીસ સ્ટેશનમાં 31 ડિસેમ્બરને લઈ ખાસ તૈયારીઓની સૂચના રાજ્ય સરકારના પોલીસ વિભાગના કાયદો વ્યવસ્થાના ઇન્ચાર્જ બીજેપી વિકાસ સહાય તમામ અધિકારી અને કર્મચારીઓને ખાસ સુચનાઓ આપી છે.

આ અંગે માહિતી આપતા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસ દ્વારા પાંચ મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં મહિલા સુરક્ષા દારૂબંધી ટ્રક સામે કડક કાર્યવાહી અસામાજિક તત્વો સામે લાલ આંખ અને ટ્રાફિક વ્યવસ્થા ના મુદ્દાઓ મુખ્ય છે વિકાસ સહાય એ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, નવા વર્ષની ઉજવણીને લઈ ગુજરાતના તમામ જિલ્લામાં લોકો શાંતિથી ઉજવણી કરે તે માટે વ્યવસ્થા કરી છે. મહિલા સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના ૭૦૦ પોલીસ સ્ટેશનમાંથી ૬૦૦ પોલીસ સ્ટેશનમાં સી ટીમ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદની હોસ્પિટલમાં નિંદ્રાધીન દંપતીનું આગમાં ગૂંગળાતા મોત

દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. દારૂ બંધ માટે ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે. છેલ્લા દિવસોમાં ૬૫૦ જેટલા વિદેશી દારૂના કેસ કરવામાં આવ્યા છે. દારૂ બંધ માટે ૩૦૦૦ જેટલા બ્રેથ એનેલાઇજરની વ્યવસ્થા કરવામાં આવી છે. ફાર્મહાઉમાં અને રોડ પર ચેકીંગ કરવામાં આવશે.

ડ્રગ માટે તેની તપાસ માટે ખાસ કીટની વ્યવસ્થા કરવામાં આવી છે. ચાર મહાનગરમાં પોલીસને આ કીટ આપવામાં આવી છે. ટ્રાફિક નિયંત્રણ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

તે માટે સીસીટીવીનું યોગ્ય મોનિટરીંગ સિનિયર અધિકારી દ્વારા  કરવામાં આવશે. અસામાજીક તત્વોએ કોઈ ઘટના ન કરે તે માટે કોમીબિગ નાઈટનું આયોજન કરવામાં આવી છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Kaushal Pancholi

First published:

Tags: અમદાવાદ, ગુજરાત, ગુજરાત પોલીસ

A student presented an e-cycle at a science fair in Nadiad SCN – News18 Gujarati

Salim chauhan, Anand: નડિયાદની સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહારમાં ભણતા ઉમરેઠ તાલુકાના પણસોરા ગામના કિશોરે નવા આવિષ્કારની ખોજથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે. આ શાળાના ધોરણ 7મા ભણતાં જીલ પટેલે કોલીજીયનોને પણ પાછા પાડી દીધા છે.

આ વિદ્યાર્થીએ ઈલેક્ટ્રીક બાઈસિકલ બનાવી શાળામાં ચાલતા વિજ્ઞાન મેળામાં પોતાની કૃતિ રજૂ કરી છે. જીલ પટેલે પોતાના શિક્ષક અને આચાર્યના માર્ગદર્શન હેઠળ પોતાની સુજ, બુજ, બુદ્ધીથી એક ઈલેકટ્રીક સાયકલ બનાવી છે. જૂની પડી રહેલી સાયકલનો સદઉપયોગ કરી આ રીતે આખી નવી ઈલેકટ્રીક સાયકલ બનાવી વિજ્ઞાન મેળામાં રજૂ કરતાં સૌએ આ કૃતિને બિરદાવી હતી.

7570માં ઈલેક્ટ્રીક બાઈસિકલ બની

નડિયાદ શહેરના ડાકોર રોડ પર આવેલી શ્રી સંતરામ સંસ્કાર કેળવણી મંડળ સંચાલિત શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર ખાતે ગુરૂવારના રોજ ગણિત-વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં ધોરણ 7મા અભ્યાસ કરતા જીલ પટેલ નામના વિદ્યાર્થીએ એક અનોખી કૃતિ રજૂ કરી હતી.

જીલે લાંબા સમયની મહેનત બાદ એક ઈલેક્ટ્રીક બાઈસિકલ તૈયાર કરી છે. જીલે જણાવ્યું હતું કે, શાળાના આચાર્ય તથા શિક્ષકોનુ માર્ગદર્શન તેમજ મારા કોલેજમા અભ્યાસ કરતા એક મિત્રની મદદથી આ કામ શક્ય બન્યું છે. મે આ સાયકલને લગતી મોટાભાગની ચિજવસ્તુઓ ઓનલાઈન મંગાવી હતી. લગભગ મારે 7, 570ની આસપાસ ખર્ચ થયો છે. મારી અથાગ મહેનતનું પરીણામ છે.

તમારા શહેરમાંથી (આણંદ)

સાયકલની વિશેષતા જાણો

સાયકલમાં મોટર તથા અન્ય વસ્તુઓ જોડી ઈલેક્ટ્રીક સાયકલ બનાવી છે. જેથી સાયકલને ક્યાંય પણ પેડલ મારવાની જરૂર જ નથી. એક્સીલેટર મારફતે તેને ચલાવી શકાય છે. આ બાઈસિકલમા જીલે 24 વોલ્ટની મોટર જોડી છે. કનેક્ટર, એક્સીલેટર, હેડલાઈટ, હોર્ન અને ઈલેકટ્રીક બ્રેક લાગેલી છે. જો ચાર્જીગ ઉતરી જાય તો પણ જરાય ગભરાવવાની જરૂર નથી, પેડલ મારીને આ સાયકલ ચલાવી શકાય એવી બનાવી છે.

કે.જી.થી માંડીને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ગણિત-વિજ્ઞાન મેળો

ગણિત-વિજ્ઞાન મેળામાં અનેક વિદ્યાર્થીઓએ પોતાની કલાકૃતિ રજૂ કરી હતી. કે.જી.થી માંડીને ધોરણ 12 સુધીનો આ ગણિત-વિજ્ઞાન મેળો હતો. જેમાં લગભગ 32 વિજ્ઞાનની કૃતિઓ, 10 કોમ્પ્યુટરની કૃતિઓ, 50 ડ્રોઈંગની કૃતિઓ, 24 પ્રદર્શનના નમુના હતા.

મહત્વનું છે કે, જુનિયર કેજીના બાળકોએ રજૂ કરેલી કૃતિમા છોલેલી નારંગી કેમ તરે છે, હવામાં ઓક્સિજન રહેલો છે વિગેરે બાબતે કૃતિ દ્વારા ઉપસ્થિત મહાનુભાવના વચ્ચે પ્રકાશ પાડ્યો હતો. કેજીના બાળકોમા વાલ્મીકિ સાક્ષી, પ્રજાપતિ વિશ્વા, વાળંદ સિયા, પ્રિયંકા સુથાર અને અક્ષયની કૃતિઓએ આકર્ષણ ઊભું કર્યું હતું.

આ કૃતિ રજૂ કરી

વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ ઓટોમેટીક ફાયર એન્જિન, ઓટોમેટિક સ્ટ્રીટ લાઈટ, ટ્રાફિક સિગ્નલ, ડાયાલિસિસ મોડલ, વૈદિક ગણિત જેવા વિષયો પર શાળાના શિક્ષકોને પ્રકાશ પાડ્યો હતો. આ વિજ્ઞાન મેળામાં નડિયાદ શહેરની સાત જેટલી સ્કૂલોના વિદ્યાર્થીએ વિઝીટ કરી હતી. આ પ્રસંગે વિજ્ઞાન મેળાનું આયોજન કરનાર સંસ્થાના પ્રમુખ ડો. કે.ડી.જેસ્વાણી, ઈસરોના જાણીતા વૈજ્ઞાનિક ડો. પુનિત દીક્ષિત, આનંદ આશ્રમના સ્વામી મુદિતાવંદનાનંદજી, આચાર્ય શૈલેષ પટેલ, રમેશ શર્મા સહિત શિક્ષક ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Anand, Experiment, Fair, Local 18, Science

હનુમાનગઢમાં સાળા બનેવીએ બંનેના હાથ બાંધી નહેરમાં કુદી આત્મહત્યા કરી લીધી

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં સામૂહિક આત્મહત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં સાળા બનેવીએ એકબીજાનો હાથ બાંધીને છલાંગ લગાવી દીધી હતી. તેમાં બંનેના મોત થઈ ગયા હતા. નહેરમાંથી બંનેની લાશ બહાર કાઢવામાં આવી હતી. આ મામલાની જાણકારી મળતા સમગ્ર વિસ્તારમાં સોપો પડી ગયો હતો. પોલીસે બંનેની લાશ નહેરમાંથી બહાર કાઢીને મોર્ચરીમાં રાખી છે. બાદમાં તેમનું પોસ્ટમોર્ટમ કરાવીને તેમના પરિવારને લાશ સોંપી દીધી હતી. મૃતકના પરિજનોએ આ સંબંધમાં પાંચ લોકો વિરુદ્ધ આત્મહત્યા માટે ઉકસાવવાના કેસમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ઘટના શુક્રવાર હનુમાનગઢ ટાઉન પોલીસ ચોકીના લખુવાલી ગામની છે. અહીં ઈંદિરા ગાંધી નહેરમાંથી સાળા બનેવીની લાશ મળી આવી છે, જેમાં બંનેના હાથ બાંધેલા હતા.ટાઉન પોલીસ અધિકારી દિનેશ સારણે કહ્યું કે, કિશનપુર દિખનાદા નિવાસી બલરામ પોતાના સાળા મંગતૂરામ સાથે ગત 19 ડિસેમ્બરથી ગુમ હતો. બલરામના સાળા મંગતૂરામ પંજાબ નિવાસી હતો. બંને 19 ડિસેમ્બરે ઘરેથી નીકળ્યા હતા. તે દિવસે સાંજે બલરામની બાઈક લખુવાલી ગામની નજીક ઈંદિરા ગાંધી નહેરમાંથી મળી આવી હતી.

આ પણ વાંચો: નવસારીનાં ગોઝારા અક્સમાતની તસવીરો જોઇને ધબકારા નાં ચૂકી જવાય

21 લાખ રૂપિયા પાછા નહીં આપવાનો આરોપ

બાઈકની નજીક બંનેના મોબાઈલ અને ચાદર મળી આવી હતી. ત્યાર બાદ તેની તપાસ કરવામાં આવી હતી. પણ બંનેનો કોઈ સુરાગ મળ્યો નહોતો. શુક્રવારે બંનેની લાશ એક બીજા સાથે બંધાયેલી હાલતમાં નહેરમાંથી મળી આવી હતી. આ સંબંધમાં મૃતક બલરામના પુત્ર વિક્રમને અમુક લોકો પર પિતા અને મામના 21 લાખ રૂપિયા આપવાની ના પાડી હતી. તેનાથી તેના પિતા અને મામા માનસિક તણાવમાં આવી ગયા હતા અને તેમણે નહેરમાં કુદીને આત્મહત્યા કરી લીધી હતી.

Published by:Pravin Makwana

First published:

સરકારી એન્જિનિયરિંગ કોલેજના 70 ટકા પ્રોફેસરો હક રજા પર ઉતર્યા, વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર | 70 percent professors of government engineering colleges went on leave, affecting students' studies

અમદાવાદ14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સરકારી એંજ્યિનયરિંગ કોલેજના પ્રોફેસરો પોતાના વર્ષ દરમિયાન મળતી હક રજા પર એક સાથે ઉતરી ગયા છે જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે.મોટભાગની કોલેજોમાં 60 થી 70 ટકા પ્રોફેસર અત્યારે રજા પર છે.અગાઉ ચૂંટણીના કારણે પણ કોલેજમાં અભ્યાસ કરાવવામાં આવતો નહતો જેથી તે સમયે પણ વિદ્યાર્થીઓને અભ્યાસમાં નુકસાન થયું હતું.

સરકારી કોલેજના પ્રોફેસરોને દર વર્ષે ફિક્સ હક રજા મળે છે જે દર વર્ષે 31 ડિસેમ્બરે સુધીમાં પુરી થઈ જાય છે.શરૂઆતથી રજા બચાવીને રાખી હોય તેવા મોટા ભાગના પ્રોફેસરો અત્યારે એક સાથે રજા પર ઉતરી ગયા છે.પોતાની હક રજા વાપરવા માટે પ્રોફેસરો અત્યારે કોલેજમાંથી રજા લઈને ગયા છે.છેલ્લા 10 દિવસથી એલ.ડી,પોલીટેક્નિક સહિતની અલગ અલગ એન્જીનયરીંગની સરકારી કોલેજોમાં પ્રોફેસરો રજા પર છે.પ્રોફેસર રજા પર હોવાના કારણે વિદ્યાર્થીઓને અભ્યસ થઈ શકતો નથી વિદ્યાર્થીઓ કોલેજ તો આવે છે પરંતુ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં 20 માંથી 5-7 ફેકલ્ટી હજાર હોવાથી અભ્યાસ થઈ શકતો નથી.

અગાઉ ચૂંટણીના કારણે સરકારી કોલેજના પ્રોફેસરોને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી હતી ત્યારે કોલેજમાં 5-7 લેક્ચરની જગ્યાએ રોજ 1-2 લેકચર જ લેવામાં આવતા હતા.ચૂંટણીના 10 દિવસ અગાઉથી વિદ્યાર્થીઓને આ પ્રકારની સ્થિતિ હતી.ચૂંટણી પુરી થયા બાદ પરિણામ ના આવ્યું ત્યાં સુધી કેટલીક કોલેજમાં પ્રોફેસર ના હોવાના કારણર રજા જાહેર કરી દેવામાં આવી હતી તેના કારણે પણ વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી હતી.જાન્યુઆરી મહિનાથી સેમેસ્ટર -5,3 અને 1ની પરીક્ષા તબક્કાવાર શરૂ થવાની છે.

સરકારી કોલેજના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે અમારે લેક્ચર હોય તો તમામ ફેકલ્ટી આવતા નથી જે ફેકલ્ટી ના આવે તેની જગ્યાએ બીજા ફેકલ્ટી તેમનો લેક્ચર રાખી દે છે.છેલ્લા ઘણા દિવસથી આ પ્રકારની સ્થિતિ છે.આ પ્રકારે જ અભ્યાસ કરાવવામાં આવે તો અમે કેમના ભણી શકીશુ.ચૂંટણી સમયે પણ આવી જ સ્થિતિ હતી.

અન્ય એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે અમારી કોલેજ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી માંડ એક મહિનો જેટલો સારી રીતે અભ્યાસ કર્યો છે.જાહેર રજાઓ અને ચૂંટણી આવી તેના કારણે અભ્યાસ ના થયો.હવે પ્રોફેસરો રજા પર જતા રહ્યા છે.સિલેબસ પૂરો થયો નથી તો કેવી રીતે પરીક્ષા આપવાની.મીડ ટર્મ પણ પુરી થઈ ગઈ છે હવે ફાઇનલ પરીક્ષા પણ આવશે.

અન્ય સમાચારો પણ છે…

અમદાવાદ આઈ કેર હોસ્પિટલ આગમાં દંપતી ગૂંગળાયા

અમદાવાદ: વર્ષ 2022નો અંતિમ દિવસ ગોઝારો બની ગયો છે. નવસારીમાં એકતરફ 9 લોકોના અકસ્માતમાં મોત થયા છે. ત્યાં અમદાવાદમાં હોસ્પિટલમાં દંપતીનું મોત થયું છે. ચોકીદાર અને તેની પત્ની સુઈ ગયા હતા ત્યારે આગ લાગી અને ગૂંગળાઈ જવાથી મૃત્યું થયા હતા. જોકે, હોસ્પિટલની એક ગંભીર બેદરકારી એ સામે આવી કે માત્ર રાતના સમયે આ સંચાલકો સીસીટીવી બંઘ કરી દેતા હતા. પોલીસ હવે ધારે તો કાયદાનું ભાન કરાવવા સંચાલકો સામે કાર્યવાહી કરી શકે છે. ત્યારે રાતની બનેલી ઘટનામાં સવારે 9 વાગ્યા બાદ જાણ કેવી રીતે થઈ તે વાત પણ રહસ્ય સર્જી રહી છે.

શહેરના અમદાવાદમાં એક મોટી ઘટના બની છે. શહેરના નારણપુરામાં આવેલી મોદી આઈકેર સેન્ટર ખાતે બે લોકોના મૃત્યું નિપજ્યા છે. અહીં ગાર્ડ તરીકે કામ કરતા નરેશ પારગી અને તેમના પત્ની હંસા બહેનનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના મોડી રાત્રે બની હોઈ શકે એવું ફાયર બ્રિગેડનું માનવું છે પણ 9.45 વાગ્યે જાણ કરાતા અનેક શંકાસ્પદ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા હોવાનું ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ જણાવ્યું છે.

આ પણ વાંચો: નવસારીનાં ગોઝારા અક્સમાતની તસવીરો જોઇને ધબકારા નાં ચૂકી જવાય

આગની ઘટનામાં અનેક સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. જેમાં પાડોશીએ ફોન કર્યા પણ મૃતક તો ન આવ્યો તો પાડોશી કેમ ન આવ્યા. એલાર્મ વાગ્યું તો લોકો કેમ ન આવ્યા? સંચાલકોને રાત્રે સીસીટીવી બંધ કરવાની ફરજ કેમ પડી આવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. આ સવાલો એટલે ઉપસ્થિત થઇ રહ્યા છે કેમકે અહીં એક બાદ એક નેતાઓ દોડી આવ્યા અને સીધા હોસ્પિટલના સંચાલકોને મળ્યા હતા.

આ પણ વાંચો: નવસારીનાં અક્સમાતની તસવીરો જોઇને ધબકારા નાં ચૂકી જવાય

સંચાલકો પણ બચાવ માટે કાકલૂદી કરી રહ્યા હતા, આ હોસ્પિટલમાં આગ લાગી ત્યારે ગાર્ડ અને તેની પત્ની માત્ર હાજર હતા. ઠંડી હોવાના કારણે બંને ઉપર સુઈ ગયા હતા. આગ લાગતા તેઓએ દોડધામ કરી પણ ગૂંગળાઈ જવાથી સીડીમાં ફસાઈ ગયા. સ્થાનિક લોકો કહે છે કે, ગાર્ડ ને ફોન કર્યો પણ ન ઉપાડ્યો તો એલાર્મ વાગ્યું ત્યારે આસપાસના લોકો કેમ ન આવ્યા તે એક સવાલ છે. આ મામલે ખુદ ડોકટર કબૂલે છે કે, તેઓ સીસીટીવી બંધ રાખતા હતા. મને સવારે મૃતકના સબંધી અને સ્ટાફ આવ્યો એટલે ઘટનાની જાણ થઈ હોવાનું સંચાલક ડો. ધવલ મોદીએ જણાવ્યું છે.

આ પણ વાંચો : પિતાની પુણ્યતિથી પુત્રએ રાખ્યો ખાસ કર્યાક્રમ

હાલ આ મામલે રહસ્યમય સવાલોને લઈને પોલીસ તપાસ કરી રહી છે. જોકે, હાલ માત્ર અકસ્માત મોતનો ગુનો નોંધાયો છે. બીજીતરફ લાશનું પીએમ અને એફ.એસ.એલની તપાસ શરૂ કરાઇ છે. ત્યારે સીસીટીવી બંધ હોવાથી માંડી અનેક ભૂલો પર પોલીસ તપાસ કરશે તેવો દાવો કરી રહી છે.

ત્યારે મૃતકને બોલાવવા આવેલા મૃતકના પિતા કહે છે કે, તેઓ અહીં આવ્યા ત્યારે ધુમાડો જોતા કાંચ તોડી અંદર ઘુસ્યા હતા અને બે લાશ જોઈ હતી.

Published by:Kaushal Pancholi

First published:

Tags: અમદાવાદ, ગુજરાત


વઢવાણના કટુડાનું પ્રાચીન તળાવ અને ખાણનો વિકાસ કરાશે, એન.જી.ઓ.રામવીર તેવરજીએ ગામની મુલાકાત લીધી | Ancient lake and mine of Katuda in Wadwan will be developed, NGO Ramveer Tevarji visited the village.

સુરેન્દ્રનગર4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કટુડા ગામે 125 વર્ષ જુનુ તળાવ તેમજ ખાણ અને કાકરીયા તળાવને સુંદર બનાવવાનું આયોજન દિલ્હીના અને મુળ ગાજીયાબાદના રાજા એન.જી.ઓ. કે જેનું નામ ભારતના છ રાજ્યોમાં તળાવના વિકાસ કરવાનું પોતાના એન.જી.ઓ. ટ્રસ્ટ દ્વારા પ્રોજેકટ ચાલે છે. તે પ્રોજેકટના હેડ રામવીર તેવરજીએ કટુડા ખાતે મુલાકાત લીધેલ હતી. અને તળાવ અને ખાણ અને કાકરીયા તળાવને પોતાના પ્રોજેકટ દ્વારા ગુજરાતમાં પ્રથમ પ્રોજેકટ એવો કટુડા ગામેથી શરૂ કરશે, તે એક કટુડા ગામનું ગૌરવ છે.

તળાવ, ખાણ અને કાકરીયાનું તેઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતુ. અને તેમની સાથે ધર્મેન્દ્રસિંહ ઝાલા, કુલદીપસિંહ ઝાલા, મિલનભાઇ રાવલ, ગજેન્દ્રસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. અને ત્રણેય તળાવનું નિરીક્ષણ કરીને રામવીર તેવરજીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા અને વૃક્ષારોપણ અને એનવાયરમેન્ટ માટે અમારી એન.જી.ઓ. દ્વારા આ પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. રામવીર તેવરે ગ્રામ્યજનો અને શ્રીમતી પી.એમ.જે.ગાંધી વિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. અને સ્વચ્છતા તેમજ એનવાયરમેન્ટ જળસંગ્રહ, જળને શુધ્ધ રાખવું અને પાણીનો સંગ્રહ થાય અને વૃક્ષારોપણથી જે ફાયદાઓ થાય છે, હરીયાળુ બને છે. ગામને રાજ્ય લેવલેથી ભારત સરકાર સુધી ગામ એક નમુનાદાર વિકાસશીલ બનાવવા માટે તેઓએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતુ.

તેઓને આ પ્રોજેકટ હાથ ધરવા માટે ઉપસ્થિત ગ્રામ્યજનો એ ખાતરી આપી કે, ગામનો આ પ્રોજેકટ આપ હાથ ધરો અને સુંદર અને હરીયાળુ અમારા ગામના જળાશયો બને તે માટેનું આયોજન કરવામાં આવે તેમાં ગ્રામજનો ખુબ જ સાથ અને સહકારથી સાથે રહેશે. આ પ્રસંગે ભરતસિંહ ઝાલા, અમૃતભાઇ રબારી, ઉમેશભાઇ રાવલ, કુલદીપસિંહ ઝાલા, મિલનભાઇ રાવલ તેમજ અન્ય ગામના અગ્રણીઓ અને પ્રકાશ રાવલ તેમજ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને શાળાના આચાર્ય ગજેન્દ્રસિંહ ઝાલાએ સુંદર સ્વાગત પ્રવચન આપ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે…

વડોદરામાં સરસિયા તળાવ મંદિર નજીક બે વર્ષનો બાળક અરુણ ખાડામાં પડી ગયો, બચાવી લેવાયો

ગુજરાતમાં હવે ખાડાઓ એટલા સામાન્ય થઈ ગયા છે કે  જ્યાં સુધી કોઈ એમાં પડે નહીં કે જીવ ન ગુમાવે ત્યાં સુધી તંત્રના પેટનું પાણી હલતું નથી. એક હચમચાવી મૂકે એવી ઘટના વડોદરામાં બની છે જેના કારણે ફરીથી આ ખાડાઓને લઈને ચર્ચા જાગી છે.

માત્ર બે વર્ષનો બાળક ખાડામાં પડ્યો 

વડોદરામાં બનેલી એક દુર્ઘટનામાં માત્ર બે વર્ષનો  2 વર્ષનો બાળક ખાડામાં પડી ગયો હતો. આ ઘટના સરસિયા તળાવ મંદિર નજીક બની હતી. ખાડાઓ અંગે બાળકોનું ધ્યાન ન રહે એ સ્વાભાવિક છે. પણ આવો ઊંડો ખાડો કોણે ખુલ્લો મૂકી દીધો એ હવે મહત્વનો સવાલ છે. કારણ કે એક બે વર્ષનો બાળક જેનું નામ અરુણ છે તે આ ખાડામાં પડ્યો હતો અને ત્યાર બાદ તેને બહાર કાઢવા માટે સ્થાનિકો સહિત તંત્ર ધંધે લાગી ગયું હતું.

Published by:Mayur Solanki

First published:

Tags: Rescue, Vadodara, વડોદરા સમાચાર


Jamnagar: આ પાઘડીવાળા કાકા એવું દોડે કે મેડલ તો પાક્કો, 81 વર્ષે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તી

Kishor chudasama,Jamnagar : ગુજરાત માસ્ટર એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ ફિટ ઇન્ડિયા અંતર્ગત તાજેતરમાં નડિયાદખાતે સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જામનગર જિલ્લાના 81 વર્ષના મગનભાઈએ એક સાથે 3-3 મેડમ મેળવી જામનગરનો જુસ્સોવધાર્યો છે. એટલું જ નહીં તેમણે પેરાલિસિસની અસર હોવા છતાં પણ એક સાથે ત્રણ ત્રણ મેડમ મેળવી જબરી સફળતા હાંસલકરી છે.મગનભાઈએ યુવાનોને સંદેશો આપતા જણાવ્યું હતું કે, યુવાનો વ્યસનથી દૂર અને સત્યની નજીક રહે તો જરૂર સફળતામળે છે.

વધુમાં જણાવ્યું હતું કે પોતે નિયમિત સવારે 5 વાગ્યાના ટકોરે ઉઠી જાય છે અને સવારમાં વહેલા ઊઠીને કસરત કરીદિવસની શરૂઆત કરે છે. શરીરની તાજગીનો મંત્ર જણાવતા તેમણે કહ્યું કે સાદો ખોરાક અને યોગ કસરતમય જીવનથી શરીરહંમેશા ફિટ રહે છે.

81 વર્ષની ઉંમરે પણ યુવાનને સરમાવે તેવા જુસ્સો

જામનગર જિલ્લો છેલ્લા ઘણા સમયથી રમતગમ્મત ક્ષેત્રે કાઠું કાઢી રહ્યો છે. જેમાં 81 વર્ષના દાદા મગનભાઈ પણ પોતાનું નામઉમેર્યું છે.આ સ્પર્ધામાં ધ્રોલ ગામના વેપારી અને સામાજિક આગેવાન અને સંતવાણી આરાધક મગનભાઈ સંતોકીએ પણ ભાગલીધો હતો. હાલ 81 વર્ષની ઉંમરે પણ યુવાનને સરમાવે તેવા જોમ જુસ્સો ધરાવે છે. મગનભાઈને આશરે બે વર્ષ અગાઉપેરાલિસિસની અસર થઈ હતી. છતાં પણ તેમણે હિંમત હાર્યા વગર કસરત શરૂ રાખી હતી અને પગમાં હજુ પણ અસર હોવાછતાં તેઓએ 5 કિમી ઝડપી ચાલમાં ગોલ્ડ મેડલ, 3 kg ગોળા ફેકમાં સિલ્વર મેડલ અને 200 મીટરની દોડમાં સિલ્વર મેડલમેળવ્યો હતો.

મગનભાઈ સંતોકીએ 3 રમતોમાં ભાગ લીધો હતો

નડિયાદ ખાતે આવેલ સપોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે આ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 35 વર્ષથી 100 વર્ષ સુધીના લોકોની સ્પર્ધામાં રાજ્યનાખૂણે ખૂણેથી સ્પર્ધકો ઉમટી પડ્યા હતા. આ સ્પર્ધામાં ધ્રોલ ગામના વેપારી અને સામાજિક આગેવાન અને સંતવાણી આરાધકમગનભાઈ સંતોકીએ પણ ભાગ લીધો હતો. કુલ 3 રમતોમાં ભાગ લીધો હતો જે તમામ રમતોમાં જબરદસ્ત પ્રદર્શન ને પગલે તેમનેએવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં એક ગોલ્ડ અને બે રમતોમાં સિલ્વર મેડલ મેળવ્યા હતા.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

First published:

Tags: Local 18, Medals, જામનગર

Saurashtra biggest photography exhibition was held in Rajkot, about 80 photographers presented their art.(RML) – News18 Gujarati

Mustufa Lakdawala,Rajkot : રાજકોટમાં ફોટોગ્રાફી ક્લબ રાજકોટ દ્વારા સૌરાષ્ટ્રનું સૌથી મોટામાં મોટું ફોટોગ્રાફી  એક્ઝિબિશનનું આયોજન રાજકોટમાં કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનને જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો અહિંયા આવે છે. અહિંયા સૌથી મોટી વાત એ છે કે આ એક્ઝિબિશન કોઈ એક કે બે ફોટોગ્રાફરનું જ નથી પણ 80 જેટલા ફોટોગ્રાફરના અહિંયા ફોટા રજુ કરવામાં આવ્યાં છે. જે સૌથી મોટી વાત છે.

શમશેરજીએ જણાવ્યું હતું કે હું રાજકોટમાં છેલ્લા 9 વર્ષથી મારૂ અહિંયા સરસ ફેમેલી બની ગયું છે. અહિંયા અમે મિત્રો સાથે મળીને ફોટોગ્રાફી કરીએ છીએ. અને શિખીએ છીએ.છેલ્લા 3 વર્ષથી અમે ક્લીક કાર્નિવલ કરીને એક્ઝિબિશન કરીએ છીએ.આજના આ એક્ઝિબિશનમાં 80 જેટલા ફોટોગ્રાફરના 200થી વધારે ફોટોગ્રાફ્સ છે. જેમાં વાઈલ્ડ લાઈફ, નેચર,સ્ટ્રીટ, ફુડ ફોટોગ્રાફી.વગેરે વગેરે.તો બધા આવો અને આ એક્ઝીબિશન તમે એન્જોય કરી શકો છો.

આ એક્ઝિબિશન 3 દિવસનું છે.અહિંયા કોઈ પણ પ્રકારની ફી નથી.આ સાથે જે તમે અહિંયા એક્ઝિબિશનમાં તમે તમારો ફોટોલઈ શકો છો કોઈ પણ ફોટોઝ સાથે અને એ જ ફોટો તમે અહિંયા સબમીટ કરાવી શકો છો. લકી વિનરને ઈનામ પણ આપવામાં આવશે. તેવું આયોજન કરવામાં આવ્યું છે.

ફોટોગ્રાફી ક્લબ રાજકોટ માત્ર ફોટોગ્રાફી જ નથી કરતુ પણ સાથે સાથે સામાજીક કાર્યક્રમો પણ કરે છે.ફોટોગ્રાફી ક્લબ રાજકોટઅલગ અલગ સ્કુલ કોલેજમાં જઈને પણ વર્કશોપ ગોઠવીએ છીએ.જેથી કોઈ પણ સ્કુલ કોલેજને ઈન્ટરેસ્ટ હોય તેઓ આ ટીમનો સંપર્ક પણ કરી શકે છે.

આ એક્ઝિબિશન સૌરાષ્ટ્રનું સૌથી મોટામાં મોટુ એક્ઝિબિશન છે.અહિંયા બધા લોકો સાથે મળીને મહેનત કરે છે. છેલ્લા 3 વર્ષથી એ એક્ઝિબિશનને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ એક્ઝિબિશનમાં 15 વર્ષનાથી લઈને 70 વર્ષના સુધીના લોકોએ ભાગ લીધો છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

First published:

Tags: Local 18, Photography, રાજકોટ

Navsari: વર્ષના અંતિમ દિવસે ભયાનક અકસ્માતમાં 9નાં મોત, ક્રેનની મદદથી બહાર કાઢ્યા મૃતદેહ

Sagar Solanki, Navsari:  નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર વેસ્મા ગામ નજીક ગમખાઉ અકસ્માત સર્જાયો છે. બસ અને fortuner વચ્ચે અકસ્માત સર્જાતા નવ લોકોના કરુણા મોત થયા છે. જોકે અન્ય 28 જેટલા લોકો સારવાર હેઠળ છે. વર્ષ 2022 નો છેલ્લો દિવસ છે ત્યારે વર્ષના અંતિમ દિવસે પણ નવસારીમાં ગોઝારી ઘટના બની છે. નેશનલ હાઇવે નંબર 48 પર વેસ્મા ગામ નજીક અકસ્માત સર્જાયો છે fortuner કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા મોટી જાનહાનીના સમાચારો સામે આવ્યા છે.

fortuner કારમાં બેસેલા આઠ લોકો અને બસના એક મુસાફરનું કરુણ મોત નીપજ્યું છે. બસ ના ડ્રાઈવરને પણ હાલ સારવાર અર્થે ખસેડાયો છે. લક્ઝરી બસ સુરત થી વલસાડ તરફ જઈ રહી હતી. મહત્વનું છે કે આ બસ અમદાવાદ ખાતે યોજાયેલા શતાબ્દી મહોત્સવમાંથી મુસાફરોને લઈને પરત આવી રહી હતી.

જ્યારે આ fortuner ગાડી વલસાડ થી સુરત તરફ જઈ હતી એવા અંકલેશ્વરના મુસાફરો હતા જેઓ એકસીડન્ટ થતા ની સાથે જ તમામ fortuner ગાડી ના આઠ જેટલા મુસાફરો મોતને ભેટ્યા છે. મહત્વનું છે કે અકસ્માતની ઘટનાને લઈને હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેને લઇ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી નવસારી જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.

ક્રેઈનની મદદથી બસ ને સાઈડ ઉપર કરી ટ્રાફિકને ખુલ્લુ કરવામાં આવ્યું હતું. જો કે મૃતકોના પી.એમ ની પ્રક્રિયા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. હાલ અન્ય જે ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે. 2022 નું વર્ષ પૂર્ણ થવા જરૂરી છે ત્યારે આવી ગોઝારી ઘટના નવસારી જિલ્લામાં બનતા ચકચાર મચી છે.

મૃતકોના પૂરા નામ

1. નીતિન ઘનશ્યામ પાટીલ, ઉ. 30, ભરૂચફોર્ચ્યુનરનો ડ્રાઈવર2. જયદીપ કાંતિભાઈ પેથાણી, ઉ. 25, ભાદાજાળીયા, ધોરાજી, રાજકોટ3. જયદીપ કાળુભાઇ ગોધાણી, ઉ. 24, નાની પીડાખાઈ, વિસાવદર, જૂનાગઢ4. ધર્મેશ પ્રકાશભાઈ શેલડિયા, ઉ. 24, ગુંદાળા, રાજકોટ5. જગદીશ રસિકભાઈ દુધાત, ઉ. 35, પ્રજવિલા બંગલો, અંકલેશ્વર, ભરૂચ6. મયુરકુમાર ધીરૂભાઈ વવૈયા, ઉ. 23, ચોરા પાસે, ઝાંઝેછર, જાંબુડા, જૂનાગઢ7. નવનીત મોહનભાઈ ભદીચદરા, ઉ. 39, નાયવર નગર, નાના વરાછા, સુરત8. પ્રજ્ઞેશ રણછોડ વેકરીયા, ઉ. 23, પાણીની ટાંકી, રબાકીયા, રાજકોટ9. ગણેશ મોરારભાઇ ટંડેલ, રામનગર, કોલક ગામ, વલસાડ

હાઇવે નંબર 48 પર થયેલ અકસ્માતમાં મૃત્યુ આંક 9 અકસ્માતમાં ઇજા પામેલા કુલ 11 લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, 17 લોકોને વલસાડ ખાતે ડોક્ટર હાઉસમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા અને એક ને વધુ ઇજા પહોંચતા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. જે સાથે આ અકસ્માતમાં કુલ 28 લોકોને ઇજા અને 9 લોકોના મૃત્યુ થયા. મૃતકો અંકલેશ્વરની કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાની માહિતી આવી

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vijaysinh Parmar

First published:

Tags: Local 18, અકસ્માત, નવસારી

ડાંગમાં ચાઈનીઝ લોન્ચર, તુક્કલ તેમજ લેન્ટર્નના વેચાણ અને ઉડાવવા પર પ્રતિબંધ; હુકમનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે | ban on sale and flying of Chinese launchers, tukkals and lanterns in Dang; Action will be taken against violators of the order

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • Ban On Sale And Flying Of Chinese Launchers, Tukkals And Lanterns In Dang; Action Will Be Taken Against Violators Of The Order

ડાંગ (આહવા)25 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

આગામી તા. 14/01/2023ના રોજ મકરસંક્રાંતિનો તહેવાર આવતો હોય ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આ તહેવાર નિમિત્તે કેટલાક લોકો જાહેર માર્ગો રસ્તાઓ ઉપર પતંગ ઉડાડે છે. કપાયેલા પતંગો અને દોરો વગેરે મેળવવા હાથમા લાંબા ઝંડા, વાંસ વગેરે લઈ રસ્તો, ઘરોના ધાબા, વીજ તારો કે પોલ વગેરે જગ્યાએથી અકસ્માતનો ભય રહે છે. જેથી તંત્ર દ્વારા કેટલાક કૃત્યોપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પતંગ ઉડાડવા માટે ઘણા લોકો ચાઈનીઝ દોરાનો ઉપયોગ કરતા હોય છે. ચાઈનીઝ દોરો કોઈ વ્યક્તિના શરીર પર પડે ત્યારે તે વ્યક્તિના શરીરના અંગો કપાઈ જવાનો ભય રહે છે. તેમજ પતંગ ઉડાડવાના દોરાના કારણે પક્ષીઓને ઈજાઓ પહોંચવા તથા તેઓના મોતના બનાવ પણ બને છે.

પ્રતિબંધિત કૃત્યો

  1. કોઈપણ વ્યક્તિઓએ જાહેર રસ્તા ઉપર પતંગ ઉડાડવા નહીં.
  2. હાથમા લાંબી વાંસ કે ધાતુની પટ્ટીઓ, દોરી કે તારના લંગર વગેરે લઈ કપાયેલા પતંગો તથા દોરા પકડવા જાહેર રસ્તાઓ પર અથવા જાહેર સ્થળો કે સરકારી કચેરીઓના પરિસરમા દોડાદોડી કરવી નહીં.
  3. મોબાઇલ ટાવર/ઇલેક્ટ્રીક પોલ કે ઇલેક્ટ્રીકના તાર કે ઇલેકટ્રીક ટ્રાન્સફોર્મરની પ્રતિબંધિત જગ્યામાં દોરાના લંગરો નાંખવા નહીં.
  4. જાહેર મિલકત વાળા મકાનના ધાબા ઉપર, જર્જરીત મકાનના ધાબા ઉપર, બાંધકામ પ્રગતિમાં હોય તેવા મકાનના ધાબા ઉપર ચડીને પતંગ ઉડાડવા નહીં.
  5. આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમા લાઉડ સ્પીકર વગાડવા નહીં.
  6. આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર કોઇપણ પ્રકારના ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવા નહીં.
  7. પ્લાસ્ટીક/સિન્થેટીક મટીરીયલ, ટોક્સીક મટીરીયલ, લોખંડ પાઉડર, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલા તથા નોન-ડીગ્રેડેબલ હોય તેવી દોરી/ચાઈનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટીક ચાઈનીઝ બનાવટના ચાઈનીઝ દોરા તથા આયાતી દોરાના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ તેમજ આવા દોરાનો ઉપયોગ કરી પતંગો ઉડાડવા નહીં.
  8. ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના જથ્થાબંઘ વેપાર તથા આયાત કરી, ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ/ઉડાડવા નહીં.
  9. પતંગના તાર/દોરાને જાહેર રસ્તા/જાહેર સ્થળોએ ફેંકવા નહીં.

આ જાહેરનામું તા. 01/01/2023 થી તા.25/01/2023 સુધી લાગુ રહેશે. તેમજ ડાંગ જિલ્લાના સમગ્ર હદ વિસ્તારમાં લાગુ પડશે. ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે તે સ્થળે પતંગ મહોત્સવ યોજી શકાશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર રહેશે.

અન્ય સમાચારો પણ છે…

big win Saurashtra Cricket team against Mumbai in Ranji Trophy 2023 mlr – News18 Gujarati

Mustufa Lakdawala,Rajkot : સૂર્યકુમાર યાદવે વર્ષ 2022માં T20માં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તે હાલમાં T20નોનંબર-1 બેટ્સમેન છે. આવી સ્થિતિમાં મુંબઈના આ બેટ્સમેનની નજર ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા પર છે. આકારણોસર તે ફર્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીની વર્તમાન સિઝનમાં પણ મુંબઈ તરફથી રમી રહ્યો છે. પરંતુ તેની હાજરી હોવાછતાં, શુક્રવારે રમાયેલી મેચમાં ટીમનો સૌરાષ્ટ્ર સામે પરાજય થયો હતો. વર્તમાન સિઝનમાં ટીમની આ પ્રથમ હાર છે.

મેચના ચોથા અને અંતિમ દિવસે 280 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ 231 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ડાબોડી સ્પિનરે 6 વિકેટ લેવા ઉપરાંત 100થી વધુ રન પણ બનાવ્યા હતા. આ મેચમાં સૌરાષ્ટ્રનો 48 રને વિજય થયો હતો.

મેચના અંતિમ દિવસે મુંબઈની ટીમે બીજા દાવમાં 8 વિકેટે 218 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. પરંતુ છેલ્લા 2 બેટ્સમેનમાત્ર 13 રન ઉમેર્યા બાદ પેવેલિયન પરત ફર્યા હતા. દિવસનો પહેલો ફટકો તુષાર દેશપાંડેના રૂપમાં લાગ્યો હતો. તે 13 રનબનાવીને જાડેજાનો શિકાર બન્યો હતો. શમ્સી મુલાની છેલ્લી વિકેટ તરીકે આઉટ થયો હતો. તેણે 34 રન બનાવ્યા હતા. આખીટીમ 74 ઓવરમાં 231 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. બીજા દાવમાં યુવરાજ સિંહ ડોડિયા અને પાર્થ ભુતે 4-4 વિકેટ લીધીહતી. ધર્મેન્દ્રસિંહ જાડેજાને 2 વિકેટ મળી હતી.

પ્રથમ દાવમાં 4 વિકેટ

ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પ્રથમ દાવમાં 4 વિકેટ ઝડપી હતી. બેટિંગ કરતી વખતે તેણે પ્રથમ દાવમાં 24 રન અને બીજા દાવમાંમહત્વપૂર્ણ 90 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. મેચની વાત કરીએ તો સૌરાષ્ટ્રે પ્રથમ દાવમાં289 રન અને બીજા દાવમાં 220 રન બનાવ્યા હતા. આ સાથે જ મુંબઈની ટીમ પ્રથમ દાવમાં માત્ર 230 રન જ બનાવી શકી હતી. સૂર્યકુમાર યાદવે પ્રથમ દાવમાં 95 રન જ્યારે બીજા દાવમાં 38 રન બનાવ્યા હતા. આમ આ મેચમાં મેન ઑફ ધ મેચ તરીકેઑલરાઉન્ડ પ્રદર્શન કરનાર ધર્મેન્દ્રસિંહ જાડેજાની પસંદગી કરવામાં આવી હતી.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

First published:

Tags: Local 18, Ranji trophy, ક્રિકેટ, રાજકોટ

નવસારી કાર બસ અકસ્માત મોત ઇજાગ્રસ્ત

નીતિન ઘનશ્યામ પાટીલ, ઉ. 30, ભરૂચ (ફોર્ચ્યુનરનો ડ્રાઈવર), જયદીપ કાંતિભાઈ પેથાણી, ઉ. 25, ભાદાજાળીયા, ધોરાજી, રાજકોટ, જયદીપ કાળુભાઇ ગોધાણી, ઉ. 24, નાની પીડાખાઈ, વિસાવદર, જૂનાગઢ, ધર્મેશ પ્રકાશભાઈ શેલડિયા, ઉ. 24, ગુંદાળા, રાજકોટ, જગદીશ રસિકભાઈ દુધાત, ઉ. 35, પ્રજવિલા બંગલો, અંકલેશ્વર, ભરૂચ, મયુરકુમાર ધીરૂભાઈ વવૈયા, ઉ. 23, ચોરા પાસે, ઝાંઝેછર, જાંબુડા, જૂનાગઢ, નવનીત મોહનભાઈ ભદીચદરા, ઉ. 39, નાયવર નગર, નાના વરાછા, સુરત, પ્રજ્ઞેશ રણછોડ વેકરીયા, ઉ. 23, પાણીની ટાંકી, રબાકીયા, રાજકોટ નામના યુવાનાનાં મોત નીપજ્યા છે.