Saturday, December 17, 2022

પાટણમાં સ્કીમના ગ્રાહકો તોડાવવાની ધમકી આપીને બિલ્ડર પાસેથી બિલ્ડરે 1 લાખ પડાવ્યા,1 કરોડ માંગ્યા | In Patan, the builder extorted 1 lakh, demanded 1 crore from the builder by threatening to rip off the scheme's customers.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Patan, The Builder Extorted 1 Lakh, Demanded 1 Crore From The Builder By Threatening To Rip Off The Scheme’s Customers.

પાટણ25 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ખોટા કાગળ બતાવી સ્કીમ ખોટી હોવાનું જણાવતાં એક ગ્રાહક બુકિંગના નાણાં પાછા લઈ ગયો, પોલીસે ફરિયાદ નોંધાઈ

પાટણ શહેરમાં એક બિલ્ડરની સ્કીમ અંગે તેના ગ્રાહકોને ગેરમાર્ગે દોરી નાક દબાવી, મોં ખોલાવી એક વખત રૂ.1 લાખ પડાવ્યા પછી ફરીથી બ્લેકમેલિંગ કરી રૂ.1 કરોડની માંગણી કર્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના રેલવે ફાટક પાસે આવેલ પાર્થવિલા બંગલોઝમાં રહેતા પ્રવીણભાઈ કચરાભાઈ પટેલ દ્વારા શહેરમાં ગુંગણી પાર્ટી વિસ્તારમાં ખેતીની જમીન બિનખેતી કરી પાર્થ એલીંગ નામની મકાનોની સ્કીમ મૂકી હતી.

જેમાં 47 મકાનોની સ્કીમ બહાર પાડી મકાન વેચાણનું સંપૂર્ણ બુકિંગ થઈ ગયું હતું. અગાઉ બિલ્ડર જમીનનો વ્યવસાય કરતા અને જીવરાજ પાર્ક સોસાયટીમાં રહેતા ઠક્કર રાજેશકુમાર વિઠ્ઠલભાઈ દ્વારા પ્રવીણભાઈ પટેલના ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા દસ્તાવેજો બતાવી સ્કીમ ખોટી હોવાનું જણાવી ડરાવતા એક ગ્રાહક મનોજકુમાર ડામરાભાઈ પ્રજાપતિ સ્કીમના માલિક પ્રવીણભાઈ પટેલ પાસે બુકિંગના પૈસા પાછા માંગતા આ હકીકત તેમના ધ્યાનમાં આવી હતી.

પ્રવીણભાઈએ તેમના પૈસા પાછા આપી દીધા હતા તે પછી 19 સપ્ટેમ્બરે સવારે તેમની સાઇટ ઉપર રાજેશ વિઠ્ઠલભાઈ ઠક્કર આવીને હજુ તો એક જ ગ્રાહકના પૈસા પાછા અપાવ્યા છે, શહેરમાં બિલ્ડરનો ધંધો કરવો હોય તો રૂ.1 લાખની માગણી કરી હતી જેમાં પ્રવીણ પટેલે રૂ.1 લાખ રોકડા આપ્યા હતા. આ પછી પણ રાજેશ ઠક્કરે બીજા ગ્રાહકોને તેમજ પ્રવીણ પટેલની સ્કીમની લોન HDFC બેન્ક મહેસાણામાં ચાલતી હોવાથી ત્યાં જઈને પણ ખોટા કાગળો રજૂ કરી લોન પ્રોસિજર અટકાવવા પ્રયાસ કર્યો હતો. આ પછી રાજેશ ઠક્કરે રૂ.3 કરોડની માંગણી કરી હતી અને છેલ્લે રૂ.1 કરોડ આપવા પડશે તેમ જણાવ્યું હતું. તેની હરકતોથી તંગ આવીને પ્રવિણ પટેલે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: