9 મિનિટ પહેલા
આજે ફરી ઈતિહાસ રચાયો છે. ગુજરાતમાં સતત 7મી વાર ગુજરાતમાં ભાજપે સરકાર બનાવી છે. ભૂપેન્દ્ર પટેલે પણ રેકોર્ડ બનાવી દીધો છે. સતત બીજીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ સમયે ગુજરાતમાં રેકોર્ડબ્રેક મુખ્યમંત્રી રહેલા પીએમ નરેન્દ્ર મોદી પણ સાક્ષી બન્યા હતા. ભૂપેન્દ્ર પટેલે આજે શપથ લઈને હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ ફૂલ સ્પીડમાં વડાપ્રધાન ભણી દોટ મૂકી હતી. એટલું જ નહીં, સ્માઈલ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હેન્ડ શેક કર્યા હતા. ત્યારબાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળતાં તેમણે ફૂલ આપ્યા હતા.
વડાપ્રધાને ટ્વિટ કરીને મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા
ભૂપેન્દ્ર પટેલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ટ્વિટરના માધ્યમથી નવા મંત્રીમંડળને વડાપ્રધાને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ રાજ્યની પ્રગતિ માટે કામ કરનારી ટીમને શુભકામના એવી ટ્વિટ કરીને શુભકામનાઓ પાઠવી હતી.
ભૂપેન્દ્ર માટે પીએમ એક દિવસ પહેલાં આવી ગયા
આજે ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી પદની શપથવિધિ યોજાઈ હતી. જેમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ અગાઉ જ હાજરી આપવા માટે ગુજરાત આવી ગયા હતા. એટલું જ નહીં, શપથવિધિના આમંત્રણ આપવા માટે ભૂપેન્દ્ર પટેલ શનિવારે દિલ્હી જઈ આવ્યા હતા. સરકાર રચવાનો દાવો કરીને ભૂપેન્દ્ર પટેલ સીઆર પાટીલ સાથે સીધા દિલ્હી આમંત્રણ પાઠવવા ગયા હતા.

હેલિપેડ ગ્રાઉન્ડમાં શપથ યાદગાર બન્યાં
આજે ગાંધીનગરના સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ભૂપેન્દ્ર પટેલ સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં શપથવિધિ માટે 3 અલગ અલગ મોટા મંચ બનાવાયા હતા. જેમાં શપથવિધિ, સાધુ સંતો અને રાષ્ટ્રીય નેતા માટે 3 વિશેષ ડોમ ઉભા કરાયા હતા. ત્યારે આ શપથવિધિ સમારોહ પર સૌથી ધ્યાન ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના શપથ પર હતું. સૌથી પહેલા મુખ્યમંત્રી પદના ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. ત્યારબાદ તેમણે પદ અને ગુપ્તતાના શપથ લઈને વિધિવત રીતે હસ્તાક્ષર કર્યા હતા. બાદમાં વડાપ્રધાનને આત્મીયતાથી હેન્ડશેક કર્યા હતા. આ ઘટનાઓ એટલી ઝડપી બની કે હાજર લોકો પણ દંગ રહી ગયા હતા. નરેન્દ્ર અને ભૂપેન્દ્રનું જબરું બોન્ડિંગ જોવા મળ્યું હતું.





