બીજા તબક્કાના મતદાનની શરૂઆત થતાં મુખ્ય ચૂંટણી અધિકારી (Chief Electoral Officer)પી.ભારતી પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ પત્રકારો સાથે વાત કરતા બીજા તબક્કાના મતદાન માટે મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી.

બીજા તબક્કાની ચૂંટણીનો પ્રારંભ, ચૂંટણી કમિશ્નર પી. ભારતીએ પોતાનો મત આપ્યો
ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: ગુજરાતમાં બીજા તથા અંતિમ તબક્કાની ચૂંટણીના મતદાનનો પ્રારંભ સવારે 8 વાગ્યાથી થઈ ચૂક્યો છે. બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે . મતદાન કરવા માટે સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઇનો જોવા મળી છે. આજે ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીમાં 833 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઈ જશે. ચૂંટણી કમિશ્નર પી. ભારતી તેમજ અધિકા ચૂંટણી કમિશ્નરે સવારેમતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી.
ગુજરાત ઇલેક્શન 2022: ચૂંટણી અધિકારી પી.ભારતી પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો
બીજા તબક્કાના મતદાનની શરૂઆત થતાં મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતી પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો આ સાથે જ અધિક ચૂંટણી અધિકારી કુલદીપ આર્ય એ પણ ગાંધીનગર સેક્ટર 9 ખાતે પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ પત્રકારો સાથે વાત કરતા બીજા તબક્કાના મતદાન માટે મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી. આ સાથે જ તેમણે જણાવ્યું કે ચૂંટણી પંચ દ્વારા અપાયેલી સ્લીપ એ માત્ર માહિતી માટે જ છે પરંતુ મતદાન આપત્તિ વખતે પોતાનું આઇડેન્ટિફિકેશન કાર્ડ અનિવાર્ય છે. આજના દિવસમાં મોટી સંખ્યામાં મતદાન થાય તેવી અપીલ પણ તેઓ દ્વારા કરવામાં આવી હતી.
દરમિયાન ભારતીય ચૂંટણી પંચે પણ ટ્વિટ દ્વારા લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે
આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. તમામ મતદારોને તેમની જવાબદારી નિભાવવા વિનંતી છે.
“મત આપવા માટે ખાતરી કરો”!#GoCast તમારો મત!#GoVote#ગુજરાત વિધાનસભાની ચૂંટણી #ગુજરાત ચૂંટણી #ECI #ગુજરાત ચૂંટણી 2022 pic.twitter.com/DxgzQQvpiV
– ભારતના ચૂંટણી પંચ #SVEEP (@ECISVEEP) 5 ડિસેમ્બર, 2022