- Gujarati News
- Local
- Gujarat
- Patan
- A Newly Married Couple From Patan Started Their Married Life By Planting Trees, Inspiring The Society To Preserve The Environment
પાટણ21 મિનિટ પહેલા
પાટણના જાણીતા ઓર્થોપિડિક ડોક્ટર વિમલ ગાંધીના પુત્ર અને પુત્રવધુ ડો.મૃદેવ અને ડો. હેની દ્વારા લગ્નજીવનની શરૂઆત સહસ્ત્ર તરુવન ખાતે વૃક્ષારોપણથી કરવામાં આવી હતી. આ નવદંપતીએ સમાજને પર્યાવરણ જાળવણી માટે પ્રેરણા આપી છે.

પર્યાવરણ જાળવણી માટે 21 હજાર રૂપિયા યોગદાન આપ્યું
તાજેતરમાં જ બંનેના લગ્ન થયેલા અને સત્કાર સમારંભમાં ભેટ તરીકે જાણીતા પર્યાવરણવિદ્દ નિલેશ રાજગોર, પિયુષ આચાર્ય અને અશોક ત્રિવેદી દ્વારા બે વૃક્ષ અને સ્વામી સચ્ચિદાનંદજીનું લગ્નજીવન પરનું પુસ્તક આપવામાં આવ્યું જે આ સેવાભાવી ગાંધી પરિવાર દ્વારા સહર્ષ સ્વીકાર કરી એક કદંબનું વૃક્ષ પોતાના ઘરે અને બીજું બોરસલ્લીનું વૃક્ષ સરસ્વતી નદીના કાંઠે સહસ્ત્ર તરુવનમાં વાવી આર્યાવ્રત નિર્માણ સંસ્થાને પર્યાવરણ જાળવણી માટે 21,000 રૂપિયા યોગદાન આપી સમાજને પ્રેરણા આપતું અનોખું કાર્ય કર્યું છે.

વૃક્ષો વાવી પ્રસંગોની ઉજવણી કરવા આહવાન કરાયું
આ નવયુગલે વૃક્ષ વાવી નવી પેઢીને વિવિધ પ્રસંગોની શુભ શરૂઆત વૃક્ષો વાવી ઉછેરીને કરવા માટે તથા યુવાનોને પર્યાવરણ જાળવણી માટે આગળ આવવા આહવાન કર્યું હતું. આર્યાવ્રત નિર્માણ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના પ્રમુખ નિલેશ રાજગોર દ્વારા આ નવ પરણિત યુગલને બિરદાવી ” ગ્રીન કમાન્ડો બનાવી સમાજને ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેંજ જેવા વૈશ્વિક પ્રશ્નો સામે લડવા વિવિધ પ્રસંગો અને જન્મદિવસ, લગ્નતિથિ, પુણ્યતિથિ કે મહાપુરુષોના વિવિધ દિવસો પર વધુમાં વધુ દેશીકુળના વૃક્ષો વાવી ઉછેરીને પ્રસંગોની ઉજવણી કરવા આહવાન કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે, પર્યાવરણ સંતુલન બગડતાં ગ્લોબલ વોર્મિંગ એ સમગ્ર વિશ્વ માટે ખતરો બન્યું છે, હવા પ્રદુષણ, પ્લાસ્ટિક પ્રદુષણ, જમીન – પાણી વગેરે પ્રદુષીત થઇ રહ્યા છે અને વિવિધ પશુ પક્ષી અને વનસ્પતિઓ લુપ્ત થઇ રહી છે ત્યારે દેશીકુળના વૃક્ષો વધુમાં વધુ વવાય, ઉછરે અને જે પ્રાકૃતિક સંપદા છે તેનું રક્ષણ થાય અને ડોકટર મૃદેવ તથા ડોક્ટર હેનીની જેમ યુવાનો પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે આગળ આવશે. તો જ નવી પેઢીના અસ્તિત્વ અને સમસ્ત જીવસૃષ્ટિના કલ્યાણ માટે આ ધરતીમાતા સલામત રહેશે.