- Gujarati News
- Local
- Gujarat
- Dwarka
- Children Were Welcomed With Kanku Chandlo And Mouth Sweet; A Unique Initiative By The Okha Marine Police Under The Class 10 And 12 Board Exam…
દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા
આજથી ધોરણ 10 તથા 12ની બોર્ડ પરીક્ષા શરૂ થતા, બાળકોના ચહેરા પર ઉત્તેજનાસભર, ચિંતાની લાગણીઓ જોવા મળી હતી. ત્યારે શિક્ષકો તથા પોલીસ ટીમ દ્વારા પરીક્ષાર્થીઓની બીક દુર કરવા મીત્ર જેવો વહેવાર કરવામાં આવ્યો હતો. પરીક્ષાર્થીઓને કંકુ ચાંદલો કરી, મો મીઠું કરાવી, સ્વાગત કરાયું હતું અને શુભેચ્છાઓ અપાઇ હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ એસપી નીતીશ પાંડેય તથા ડીવાયએસપી પ્રજાપતિના માર્ગદર્શન મુજબ આજરોજ ધોરણ-10 અને ધોરણ- 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે. ઓખા મરીન પોલીસે પરીક્ષાને ધ્યાનમાં રાખી બેટ દ્વારકાથી ઓખા પહોંચવા માટે અનોખી પહેલ કરી છે. વિદ્યાર્થીઓ પરીક્ષા માટે મોડા ન પડે તે માટે તથા કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી ઓખા મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ દેવ વાંઝા તથા બેટ પોલીસ સ્ટાફ દ્વારા સ્કૂલના આચાર્ય તથા વાલીઓનો કોન્ટેક કરી ઓખા મરીન પોલીસની સરકારી બોટની વ્યવસ્થા કરી આપેલી અને વિદ્યાર્થીઓને ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવેલી છે.

ખંભાળિયામાં દ્વારકા જિલ્લા યુવા ભાજપના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના હોદ્દેદારો – કાર્યકરોએ ખંભાળિયાની એસ.એન.ડી.ટી હાઈસ્કુલ, ગર્લ્સ સ્કૂલ, જી.વી.જે. હાઈસ્કૂલ ખાતે દરેક વિદ્યાર્થી ભાઈ-બહેનોને કુમકુમ – તિલક કરી, મીઠા મોઢા કરાવીને દરેક વિદ્યાર્થીને પેન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, શહેર ભાજપના મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, નગરપાલિકા ના પ્રમુખ ભાવનાબેન પરમાર, જિલ્લા ભાજપના મહામંત્રી રસિકભાઈ નકુમ અને ભરતભાઈ ગોજીયા, સંદીપભાઈ બેરા, જીગ્નેશભાઈ પરમાર, ધીરુભાઈ ટાકોદરા, મીતાબેન લાલ, નિમિષાબેન નકુમ, રેખાબેન ખેતીયા, માનભા જાડેજા, ભવ્ય ગોકાણી, દેવ શાહ, દિવ્ય જોશી, કિશન ગોહેલ, ભાર્ગવ ઘઘડા, જીતેશ ગઢવી, હસુભાઈ ધોળકિયા, કિરણબેન ઘઘડા, મેઘાબેન વ્યાસ, મોહિત મોટાણી, નયનાબેન સંપટ, શ્રુતિબેન ધકાણ વિગેરે આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પરીક્ષાાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.





