- Gujarati News
- Local
- Gujarat
- Aravalli
- Tantra In Action Mode After Massive Fire In Crackers Godown; 5 Days. Checking Was Carried Out At 9 Locations By The Collector’s Team
અરવલ્લી (મોડાસા)15 મિનિટ પહેલા
- કૉપી લિંક
કોઈપણ વિસ્ફોટક ચીજવસ્તુનો વેપાર હોય પરંતુ વહીવટી તંત્ર આવી જોખમી ચીજવસ્તુના પ્રોટેક્શનથી લઈ તેની પરવાનગી વગેરે બાબતની જવાબદારી તંત્રની હોય છે. પણ ક્યાંક તંત્રની તપાસ અથવા આંખ આડા કાન થાય ત્યારે અમર્યાદિત વિસ્ફોટકોના કારણે ક્યારેક દુર્ઘટના બનતી હોય છે. ત્યારે મોડાસાની બનેલી દુર્ઘટના બાદ મોડે મોડે તંત્ર જાગ્યું છે.

મોડાસાના લાલપુર કંપા ગામે આવેલી ફટાકડાના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં 4 શ્રમિકો જીવતા ભૂંજાઈ ગયા હતા. ત્યારે ફટાકડા રાખવાની જે નક્કી કરેલી કેપેસિટી હોય એની સરકારી તંત્ર દ્વારા ખરાઈ કરવાની હોય અમુક સમયાંતરે હોલસેલ ફટાકડાના ગોડાઉનમાં સરપ્રાઈઝ વિઝિટ કરી ચેકીંગ કરવાનું હોય છે. ત્યારે તંત્રની આ તમામ બાબતે ઘોર બેદરકારીના કારણે આટલી મોટી દુર્ઘટના બનતી હોય છે. આવી દુર્ઘટનામાં નિર્દોષ લોકોના મોત થતા હોય છે, ત્યારે આ ઘટના બાદ મોડે મોડે તંત્ર જાગ્યું છે.

ઘટનાને પગલે અરવલ્લી જિલ્લા કલેક્ટરે સમગ્ર બાબતે ઝીણવટ ભરી તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવા આદેશ કર્યા બાદ 5 ડે. કલેક્ટર દ્વારા ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. ત્યારે મોડાસાના સૌથી મોટા ગાજણ ટોલબુથ પાસે આવેલ માધવ ક્રેકર્સ નામના ગોડાઉનમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. એ જિલ્લામાં એ સિવાય બીજા 9 ફટાકડાના સ્ટોકીસ્ટો ના ત્યાં પણ તપાસ શરૂ કરેલી છે. આમ મોડા મોડા તંત્ર જાગ્યું છે અને તંત્રની કડક તપાસને લઈ ફટાકડાના સ્ટોકીસ્ટોમાં ફફડાટ વ્યાપ્યો છે.
