ગુજરાતી ફિલ્મ કોન્ગ્રેચ્યુલેશન: આમ તો અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે સ્ત્રી ગર્ભવતી થઈ શકે છે. પરંતુ શું તમે સાંભળ્યું છે કે પુરુષ પણ પ્રેગનેન્ટ થાય? આ સાંભળીને તો તેમને નવાઈ પણ લાગશે પરંતુ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી રહી છે એક એવી ફિલ્મ, જેમાં ફિલ્મનાં એક્ટર શર્મન જોષી પ્રેગનેન્ટ જોવા મળશે. જી હા, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી દ્રારા દર્શકોને નવા નવા કન્સેપ્ટ પર ફિલ્મો અને વેબ સિરિઝ પીરસવામાં આવી રહી છે ત્યારે વધુ એક કોમેડી ફિલ્મ આગામી દિવસોમાં ધૂમ મચાવશે. બોલિવુડ સુપરસ્ટાર શર્મન જોષીની આવનારી ગુજરાતી ફિલ્મ “કોન્ગ્રેચ્યુલ્શન”નું પ્રથમ પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યું છે.
રેહાન ચૌધરી ગુજરાતનાં સૌથી યુવા ડિરેક્ટર
બોલીવુડના જાણીતાં અને ગુજરાતનાં સૌથી યુવા ડિરેક્ટર રેહાન ચૌધરીએ આ ફિલ્મની સ્ટોરી જુદા જ વિષય સાથે લખી અને ડિરેક્ટ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, તેમની લાસ્ટ ગુજરાતી ફિલ્મ ‘ધુઆધાર’ સુપર હીટ રહી હતી. અલગ જ વિષય પર બનેલી આ ગુજરાતી ફિલ્મ દર્શકોને એક મનોરંજનનો અલગ જ અનુભવ કરાવશે, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હવે સારી સારી ફિલ્મો આવી રહી છે. લોકો હવે ગુજરાતી ફિલ્મો તરફ આકર્ષાઈ પણ રહ્યા છે.આ પણ વાંચો: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના વધુ એક દિગ્ગજે છોડી દીધો શો!
35 દિવસમાં અમદાવાદમા શૂટ થઈ ફિલ્મ
અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ આ ફિલ્મમાં જોવા મળશે. અમદાવાદના રિવરફ્રન્ટ અને પોળની વિવિધ જગ્યાઓ આ ફિલ્મમાં જોવા મળશે. આ અંગે ફિલ્મ ડિરેક્ટર રેહાન ચૌધરીએ જણાવ્યું કે, શર્મન જોશી પ્રોડક્શન દ્રારા ગુજરાતી ફિલ્મ બનાવવાનો નિર્ણય આજથી 1 વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ સ્ટોરી તૈયાર થયા બાદ શર્મન જોશીએ જાતે આ ફિલ્મમાં રોલ કરવાનું વિચાર્યુ હતું. ગોલમાલ, 3 ઈડિયટ અને અન્ય ફિલ્મોમાં ધમાકેદાર પર્ફોમન્સ આપ્યા બાદ કોમિક ગુજરાતી ફિલ્મ કોન્ગ્રેચ્યુલેશનમાં શર્મન જોષી હટકે અંદાજમાં જોવા મળશે. જેનું પોસ્ટર સૌને પસંદ આવી રહ્યું છે.
‘રંગ દે બસંતી’ ફિલ્મ એક્ટર શર્મન જોશી આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે જે પ્રેગનેન્ટ હોય છે. ફિલ્મનાં પોસ્ટરમાં શર્મન જોશી પીળા રંગની ટીશર્ટમાં સ્પેશિયલ મેસેજ સાથે જોવા મળે છે. જેમાં લખ્યું છે કે, પેરેન્ટહુડ હેઝનો જેન્ડર આ મેસેજ દ્રારા ફિલ્મ અલગ જ સબ્જેક્ટ સાથે પ્રેઝન્ટ થશે જેને લઈને ફિલ્મ કેવી હશે તેનો અંદાજ લગાવી શકાય તેમ છે. બેઝિકલી આ ફિલ્મ ફેમિલી ડ્રામા હશે અને તે પરિવારનાં તમામ લોકો સાથે બેસીને જોઈ શકે તેવી હશે. ફિલ્મ ‘કોન્ગ્રેચ્યુલેશન’માં શર્મન જોશી સાથે માનસી પારેખ ગોહિલ પણ જોવા મળશે. આ સાથે જ જયેશ બારબહ્યા, અમી ભયાણી, અર્ચન ત્રિવેદી અને સ્વાતિ દવે જેવાં અનેક કલાકારો પણ જોવા મળશે. ડિરેકટર રેહાન ચૌધરી દ્રારા લખવામાં આવેલી આ ફિલ્મ 3જી ફેબ્રુઆરીએ રિલિઝ થશે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Parth Patel, Ahmedabad: અમદાવાદમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહેતી શનાયા ત્રિવેદીએ તાજેતરમાં એસ.એસ. ડિવાઇન સ્કૂલ ખાતે આયોજિત એડવાન્સ ટેફુડો માર્શલ આર્ટ દ્વારા આયોજિત 13મી રાજ્ય કક્ષાની કરાટે ચેમ્પિયનશિપ 2022 માં ગોલ્ડ મેડલ જીત્યો છે.
હાલમાજ યોજાયેલી એડવાન્સ ટેફુડો માર્શલ આર્ટમાં શનાયાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.તેણીએ કોરોનાના કપરા કાળમાં કરાટે, કુંગ-ફૂ, જુડો, કિક બોક્સિંગ ની પ્રેક્ટિસ શરૂ કરી હતી, શનાયાને તેમના કોચ હિમાંશુ રાવલ કોચિંગ પુરી પાડે છે. શનાયા હાલ આનંદનિકેતન સ્કુલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરે છે.
કરાટે, કુંગ-ફૂ, જુડો, કિક બોક્સિંગ સ્પર્ધામાં આત્મ સુરક્ષા માટે ખાસ તાલીમ આપવામાં આવે છે
માર્શલ આર્ટ એ એક સામાન્ય શબ્દ છે. જે વિવિધ દેશોની લડાઈ પદ્ધતિઓને આપવામાં આવે છે. જેમાં કરાટે, કુંગ-ફૂ, જુડો, કિક બોક્સિંગ અને અન્ય સેંકડો માર્શલ આર્ટની તાલીમ હેઠળ આવે છે. ત્યારે આ પ્રકારની સ્પર્ધામાં આત્મ સુરક્ષા માટે ખાસ તાલીમ આપવામાં આવે છે.
આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય માત્ર કેવી રીતે લડવું અને મજબૂત બનવું તે શીખવવાનો નથી. પરંતુ વિદ્યાર્થીઓની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ક્ષમતાઓને મજબૂત કરીને તેમના વ્યક્તિત્વમાં સર્વગ્રાહી પરિવર્તન લાવવાનો અને તેમને જીવન પ્રત્યેના સંતુલિત અભિગમ તરફ માર્ગદર્શન આપે છે.
કરાટેમાં શસ્ત્રોનો ઉપયોગ કર્યા વિના વિરોધીને પછાડવા માટે શરીરની શક્તિ અને તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે
ખાસ વાત કરીએ તો કરાટેમાં હુમલો કરવા માટે શસ્ત્રોનો ઉપયોગ કર્યા વિના વિરોધીને પછાડવા માટે માત્ર શરીરની શક્તિ અને તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. કિક બોક્સિંગ એ સ્વ-બચાવની પરિસ્થિતિઓ માટે એક ઉત્તમ સંપર્ક રમત માર્શલ આર્ટ છે. સ્પિરિટ કોમ્બેટમાં ભાગવું, ફેંકવું, પડવું, રોલિંગ અને પકડવાની મૂળભૂત કુશળતાનો સમાવેશ થાય છે.
શનાયા એક ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ 2021 હોલ્ડર છે
શનાયા ત્રિવેદી સાથે વાત કરતા જણાવ્યું કે તે એક ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ 2021 હોલ્ડર છે. આ સાથે તે એક આર્ટિસ્ટ અને શેફ પણ છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત એક આર્ટિસ્ટથી કરી હતી. તેણે અત્યાર સુધીમાં ઘણા એવોર્ડ જીત્યા છે. જેમાં તેણે પોતાનું, પોતાના પરિવારનું, સ્કૂલનું અને સમાજનું નામ રોશન કર્યું છે.
વધુમાં જણાવ્યું કે કરાટેમાં એક છોકરી તરીકે સ્પર્ધામાં ભાગ લઈને તેણે ઈતિહાસ રચ્યો છે. જે સૌ લોકો માટે એક ખુશીની વાત છે. તેનું સ્વપ્ન હજી આ સ્પર્ધામાં આગળ વધીને ઈન્ટરનેશનલ લેવલ પર પહોંચી ભારતનું ગૌરવ વધારવાનું છે. સમાજની દરેક યુવતીઓને તેમની પોતાનામાં રહેલી સ્ત્રી શક્તિઓને ઉજાગર કરી મોટિવેટ કરવાનું છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
Published by:Santosh Kanojiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા પાટણમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર વિકસાવવામાં આવ્યું છે. રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં આજે 3જી જાન્યુઆરી 2023 ના રોજ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય લોકો માટે ઇનોવેશન ક્લબ અંતગર્ત હાઇડ્રોપોનીક્સ (જળ-કૃષિ) વિશે નિષ્ણાત-ચર્ચા અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 500 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય લોકોએ ભાગ લીધો હતો.
નિષ્ણાત ગાઈડ દ્વારા આ વર્કશોપમાં જળકૃષિ (હાઇડ્રોપોનીક્સ) પદ્ધતિની વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જળકૃષિમાં વપરાતા યંત્રો જેમ કે પોષક પ્રવાહ સિસ્ટમ, તાપમાન નિયંત્રણ, પીએચ નિયંત્રણ, ટપક પ્રણાલી, હુમિડિટી મીટર, વગેરેનું નિદર્શન અને તેના ઉપયોગ દ્વારા કેવી રીતે ખેતીને આધુનિક તથા ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા તેના વિશે મહત્વપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાના વર્ષ 2023- 24 ના બજેટ સત્ર પહેલા નવા ચૂંટાયેલા ધારાસભ્યો પોતાના મતવિસ્તારના જુદા જુદા વિકાસના કામોને લઈ ગાંધીનગર સચિવાલય ખાતે રજૂઆત કરતા જોવા મળી રહેલા છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હાર્દિક પટેલ પણ આજે ગાંધીનગર સચિવાલય ખાતે સંકુલ પર મુખ્યમંત્રી અને જુદા જુદા વિભાગના મંત્રીઓને વિરમગામ વિધાનસભામાં વિકાસના કાર્યો માટે વર્ષ 2023- 24 ના બજેટમાં નાણા પાડવા માટેની રજૂઆત કરતા જોવા મળ્યા હતા. હાર્દિક પટેલે મુખ્યમંત્રી અને જુદા જુદા વિભાગના મંત્રીઓને ગુજરાત સરકારના 2023-24ના બજેટમાં વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મત વિસ્તારના જરૂરી કામોની માગણી કરી હતી..
વિરમગામ વિધાનસભા મત વિસ્તારના વિરમગામ નગર પાલિકાના લેવાના કામોની વાત કરીએ તો, વિરમગામ નગર પાલિકા વિસ્તારમાં ઐતિહાસિક કોટ તથા મુનસર તળાવનુ બ્યુટીફીકેશન કરવાનુ કામ માટે બજેટની માંગ કરી છે. વિરમગામ શહેરની વસ્તી 1,00,000થી વધુની છે અને 800 વર્ષ જુના મુનસર તળાવ તથા શહેરની ફરતે બનેલા ઐતિહાસિક કોટથી વિરમગામની ઓળખ છે. ઐતિહાસિક કોટ તથા મુનસર તળાવનુ બ્યુટીફીકેશન કરાવવાથી વિરમગામ શહેરની જનતાને પર્યટક સ્થળ મળી શકે તેમ છે. મુનસર તળાવ અને ઐતિહાસિક કોટના નવનિર્માણ માટે આ વર્ષના બજેટમાં વિશેષ જોગવાઈ જરૂરી છે.
વિરમગામ શહેરમાં 1000 નવા સરકારી (E.W.S) આવાસો બનાવવાનુ કામની પણ વાત કરવામાં આવી છે. વિરમગામ શહેરમાં ઝુપડપટ્ટી વધારે હોવાથી આ આવાસો થાય તો ગરીબ લોકોને પાકા મકાન મળી જાય, જેથી ચોમાસુ, શિયાળો, ઉનાળાથી રક્ષણ મળે અને માંદગી પણ ન આવે માટે આ બજેટમાં લઈ નિયમોનુસાર મંજુર કરવા મારી ખાસ ભલામણ કરવામાં આવી છે. વિરમગામ સેવાસદનથી મુનસર તળાવથી ગંગાસર તળાવથી મેઈન હાઈવેને જોડતો ચાર માર્ગીય રસ્તાનું નિર્માણ કરવું. જેને વિકાસપથ તરીકે પણ ઓળખ આપી શકાય.
વિરમગામ શહેરના હાંસલપુર (શેરેશ્વર) ખાતે સાયન્સ, આર્ટસ અને કોમર્સ કોલેજ બનાવવાનું કામ છે:- વિરમગામ વિધાનસભા મત વિસ્તારના વિરમગામ તાલુકાના લેવાના કામો અને સચાણા – ઓગણ – કાયલા રોડને 7.00 મીટર પહોળો કરીને ડેવલોપ કરવાનું કામની જોગવાઈ કરવામાં આવી છે. જો આ રોડને હાઈવે બનાવવામાં આવે તો ઉત્તર ગુજરાતથી સીધો સૌરાષ્ટ્ર વિસ્તારને જોડતો રોડ બની શકે જે લીબડી હાઈવેને બગોદરા જોઈન્ટ થઈ શકે અને નળકાંઠાની જીવાદોરી સમાન છે.
વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં બસ ડેપો બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ બસ ડેપો બનાવવાથી નળકાંઠાના 32 ગામો તેમજ ત્યાંથી બગોદરા તાલુકાના ભાલ નળકાંઠાના 25 ગામોને આ ડેપો બનાવવાથી લાભ મળતો હોઈ તેમજ ત્યાં મોટુ નળસરોવર પર્યટક સ્થળ છે અને ત્યાંના લોકો આર્થિક રીતે પછાત હોવાથી ત્યાં બસ ડેપો બનાવવાને અગ્રીમતા આપી યોગ્ય ઘટતુ કરી નિયમોનુસાર મંજુર કરવા વિનંતી.
વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આઈ.સી.યુ ધરાવતી 30 બેડની હોસ્પીટલ અને નર્સીંગ કોલેજ બનાવવાનુ કામ બાબતમાં થયેલી રજૂઆત, કોલેજ અને હોસ્પીટલ બનાવવાથી નળકાંઠાના તથા ભાલ નળકાંઠાના તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના કાંઠાની બોર્ડરના લોકોને હોસ્પીટલ અને નર્સીંગ કોલેજનો લાભ થાય અને આપણા માધ્યમથી સેવા પણ થઈ શકે તો અમારી માંગણી બજેટના કામોમાં લેવા પણ રજૂઆત કરવામાં આવી છે.
વિરમગામ વિધાનસભા મત વિસ્તારના દેત્રોજ તાલુકાના લેવાના કામોની વાત કરવામાં આવે તો દેત્રોજ ખાતે આઈ. સી.યુ (ICU) ધરાવતી 30 બેડની હોસ્પિટલ બનાવવાના કામની પણ વાત કરવામાં આવી છે. દેત્રોજ તાલુકાની આજુબાજુ 58 ગામો તેમજ દેત્રોજ સેન્ટર આવેલુ છે. તેથી આ હોસ્પિટલ બનાવવાથી જે દર્દીને વિરમગામ સેન્ટર જવા માટે 35 કિ.મી દૂર જવુ પડે છે, અને વિરમગામ પહોંચતા એકાદ કલાક થાય છે જેથી સિરીયસ દર્દીનો જીવ બચાવવા આ હોસ્પિટલ બનાવવા માટે અમારી ખાસ માંગણી હોઈ બજેટમાં લઈ નિયમોનુસાર મંજુર કરવા વિનંતી કરવામાં આવી છે.
દેત્રોજ તાલુકામાં સ્પોર્ટસ કોમપ્લેક્ષ બનાવવાનુ કામ:- સ્પોર્ટસ કોમપ્લેક્ષ બનવાથી યુવાનો ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી, ઔલોમ્પીક રમતો ની તૈયારી માટે, તેમજ અગ્નિપથ યોજનાની તૈયારી કરી શકે. દેત્રોજ-વિઠ્ઠલાપુર રોડ ઉપર દેત્રોજ ગામ પાસે રેલ્વે ઓવરબ્રીજ બનાવવાના કામની રજૂઆત કરવામાં આવી છે. માંડલ તથા દેત્રોજ તાલુકામાં માંડલ GIDC, હોન્ડા ટુ- વ્હીલર તથા મારૂતિ ફોર વ્હીલર તેમજ નાની-મોટી જુદી જુદી 500 કંપનીઓ આવેલી છે. આ બ્રીજ બનાવવાથી સીધુ ઉત્તર ગુજરાતના ધાર્મિક સ્થળ બહુચરાજી તેમજ કચ્છ જવા માટે વાયા વરમોર-દસાડાથી સીધુ કચ્છ જવા માટે સરળતા રહે તો આ કામ બજેટમાં લઈ નિયમોનુસાર મંજુર પણ કરવા વિનંતી કરવામાં આવી છે.
કડી-સંગપુરા-રામપુરા-માંડલ રોડ ઉપર ગૉરૈયા શાખા કેનાલ તથા રેલ્વે ઉપર રામપુરા ખાતે ઓવરબ્રીજ બનાવવાનુ કામ:- આ બ્રીજ થવાથી કડીથી કચ્છ જવા માટે સરળતા થઈ જાય તેમજ રામપુરા માંથી ટ્રક, ટ્રેઈલર વગેરે હાલ જઈ શકતા નથી તે વાયા વિરમગામ થી જવુ પડે છે તો આ બ્રીજ થવાથી વાયા વિરમગામ ન જવુ પડે તેનાથી 20 કિ.મી નુ અંતર સીધુ ઘટી જાય અને કાયમી ડીઝલ-પેટ્રોલની બચત થાય તેમજ વિરમગામથી કચ્છ જવાનો ટ્રાફીક પણ ઘટી જાય તો આ કામ સત્વરે બજેટમાં લઈ નિયમોનુસાર મંજુર કરવા આપ સાહેબને વિનંતી કરાઈ છે.
માંડલ ગામ પાસે પાણીના ઓકરા પર રીવરફ્રન્ટ તથા ચેકડેમ બનાવવાનુ કામ:- જે બનાવવાથી ફરવા લાયક સ્થળ, વોકીંગ માટે, તેમજ ઘરડા લોકોને બેસવા તેમજ ગામની સુંદરતા વધે તેવા ઘણા જ ફાયદા થાય તેમ છે તેમજ પાણીના કારણે ખેડુતોને સિંચાઈ ની પણ સગવડ મળી રહે. આ પછી વાત કરવામાં આવે તો, માંડલ બાયપાસ રોડને ફોરલેન બનાવવાનુ કામ:- માંડલ ખાતે શ્રી ખંભલાવ્ય માતાજીનુ મોટુ યાત્રાધામ હોવાથી અહીંયા અવાર નવાર પુનમ તેમજ તહેવારો ઉપર ખુબ જ દર્શનાર્થી આવે છે જેને કારણે ટ્રાફીક થાય છે. ફોરલેન બાયપાસ રોડ થવાથી માંડલ ગામનો ટ્રાફીક ઘટી જાય, તેમજ માંડલ અને સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં જવા માટે લોકોને સરળતા રહે.
માંડલ પાસે પશુ દવાખાનુ તથા બીજદાન કેન્દ્ર બનાવવાનુ કામ :- માંડલ તાલુકાના આજુબાજુના ૫૦ ગામોને આ પશુ દવાખાનાનો લાભ મળે, વિરમગામ સેન્ટર 25 કિ.મી દૂર હોવાથી અને અહિંયા પશુપાલકોની તથા પશુઓની સંખ્યા વધુ હોવાથી પશુધન તથા ખેડુતોને સીધો ફાયદો થાય તેમ છે. ત્રણેય તાલુકાના અગત્યના લેવાના કામોની વાત કરવામાં આવે તો, પનાર-ભીમગઢ-ધાકડી-ડેડીયાસણ ડ્રેઈન-દેથલી-જાલીસણા-માંડલ ડ્રેઈન (માંડલ ઓકરો) ઓઢવ-વિઠ્ઠલાપુર (જેસંગપુરા)-માંડલ ડ્રેઈન, હીરાપુરા-વિરમગામ હાંસલપુર (થે)-વણી-કાંકરાવાડી ડ્રેઈન માટે પણ રજૂઆત કરવામાં આવે છે.
આ તમામ વરસાદી ડ્રેઈનમાં છેલ્લા પચ્ચીસ વર્ષથી બાવળ, ઝાડી, ઝાંખરા, તેમજ મોટા પ્રમાણમાં બુરાણ થઈ ગયેલ છે, તો આ તમામ ડ્રેઈનમાં ડીસીલ્ટીંગ તથા જંગલ કટીંગ કરી તેમાં થોડાં – થોડાં અંતરે ચેકડેમો બાંધી નર્મદાનું પાણી આ ડ્રેઈનમાં છોડવામાં આવે તો નર્મદાના પાણીથી ખેડુતોના સિંચાઈના પાણીના ઘણા બધા પ્રશ્નોનુ નિવારણ થઈ શકે. નર્મદાના પાણી સમયસર મળે તો ખેડુતોના ઘણા બધા પ્રશ્નોના ઉકેલ આવી શકે અને તેમની આર્થિક પરિસ્થિતિમાં ઘણો બધો ફાયદો થાય, ખેડુત સમૃદ્ધ બને. આ કામને અગ્રીમતા આપી આ બજેટમાં નિયમોનુસાર લેવા મારી આપ સાહેબને વિનંતી.
વિરમગામ વિધાનસભા વિસ્તારના વિરમગામ – દેત્રોજ – માંડલ તથા નળકાંઠા વિસ્તારના ત્રણ તાલુકામાં 150 ગામો તેમજ ત્રણ શહેર આવેલા છે, જે ઘણો જ મોટો વિસ્તાર હોવાને કારણે 150 કિ.મી સુધીના નોન પ્લાન રસ્તાના નિર્માણ માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરવી, આ કાર્યથી એક થી બીજા ગામ જવા માટે 10 થી 12 કિ.મી ફરીને જવું પડે છે તો સીધા 3 થી 3.50 કિ.મી અંતર થઇ જવાથી લોકોને સરળતા રહે અને લાંબા સમયે જનતાને પેટ્રોલ – ડીઝલ ની બચત થાય, અંતર ટુંકુ થાય, ખેડુતોને આર્થિક લાભ થાય અને જમીનોની કિંમતોમાં ઉત્તરોત્તર વધારો થાય તેમ છે, તો આપ સાહેબને મારી નમ્ર વિનંતી છે.
તમારા શહેરમાંથી (અમરેલી)
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
પાલનપુરમાં તબીબે એક બાળકીને કાર નીચે કચડી નાખતા બાળકીનું મોત થયાં હોવાની ઘટના સામે આવી છે. પાલનપુર એરોમા સર્કલ પર ઉભી રહેલી બાળકીને કારે ટક્કર મારી હતી. જેમાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જેથી બાળકીને હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન મોત થતાં પરિવારે તબીબ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
એરોમા સર્કલ પરની ઘટના બનાસકાંઠા જિલ્લા મુખ્ય મથક પાલનપુરમાં હાઇવે એરોમાં સર્કલ નજીક એક કાર ચાલકે એક બાળકીને ટક્કર મારતા બાળકી ગંભીર રીતે ઘયાલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જે દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીની માતાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, હું મારી નાની દીકરી ભારતીબેન વર્ષ 4ની તથા મારો મોટો દીકરો પાલનપુર એરોમા સર્કલ કેપલ હોટલ પાસે હાઇવે રોડની સાઇડમાં ઉભા હતા. ત્યારે એક સફેદ કલરની ગાડી કેપલ હોટલની ગલીમાંથી એકદમ પુર ઝડપે અને ગફલત ભરી રીતે આવી મારી દીકરી ભારતીને ટક્કર મારતા મારી દીકરી ભારતી નીચે પડી ગઇ હતી. જેથી ગાડીનુ ટાયર મારી દીકરી ભારતી ઉપર ફરીવળ્યું હતું.
ડોક્ટર સામે કાર્યવાહી કરવા માતાની ફરિયાદ આ દરમિયાન આજુબાજુથી લોકો ભેગ થઇ જતા મારી દીકરી ભારતીને પાલનપુર નજીકની હોસ્પીટલમાં સારવાર કરવા લઇ ગયા હતા અને સારવાર દરમિયાન મારી દીકરીનું મોત થયું હતું. અકસ્માત કરનાર ગાડીનો નંબર લોકોએ જોયેલ હતો અને મને જાણવા મળેલું કે, આ ગાડીનો નંબર( GJ-08-BF-4939)નો હતો. જે ગાડી કેપલ હોટલ પાછળ પોતાનું દવાખાનુ ધરાવતા ડોક્ટર મીલન મોદી ચલાવત હતા. જેથી મારી દીકરીનું ડોક્ટરની બેદરકારીના લીધે મોત થયું છે. જેથી તેની સામે કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી ફરિયાદ છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠામાં મુસ્લિમ સમાજનું ગ્રુપ દાવતે ઈસ્લામી ઈન્ડિયાના ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમ કરવામાં આવે છે. કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર રહેતા લોકો અને ભિક્ષુક લોકોને ધાબળા વિતરણ કરી કોમી એકતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દાવતે ઈસ્લામી ઈન્ડિયાના ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન છેલ્લા 30 વર્ષથી સમગ્ર ભારત દેશમાં અલગ અલગ સેવાકીય કાર્ય કરે છે. કોઈપણ જાતનો ભેદભાવ રાખ્યા વગર સેવાકીય કાર્ય કરે છે.
વિવિધ સામાજિક અને સેવાકીય કર્યો કરે છે
લોકડાઉન દરમિયાન સમગ્ર ભારતભરમાં ગરીબ તેમજ જરૂરિયાત મંદ લોકોને રાશન કીટ વિતરણ કરી હતી. તેમજ પર્યાવરણ બચાવ ગ્રુપ દ્વારા ગ્રીન ઇન્ડિયાને સાર્થક કરવાના સંકલ્પ સાથે સમગ્ર ભારત દેશમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યા છે.
ભારતમાં 1 લાખ ધાબળા વિતરણ
તમારા શહેરમાંથી (બનાસકાંઠા)
બનાસકાંઠા
બનાસકાંઠા
ભારતમાં 1 લાખ ધાબળા વિતરણ કરવાનુ અભિયાન હાથ ધરાયું છે.આજે બનાસકાંઠા જિલ્લાના ડીસાના વિવિધ વિસ્તારોમાંમાં ફરી ગરીબ લોકો, ભિક્ષુક, અને જરૂરિયતમંદોને ધાબળા વિતરણ કરી મદદ કરવામાં આવી હતી.
આ ગ્રુપ દ્વારા ડીસામાં રેલ્વે સ્ટેશન , નવા બસ સ્ટેશન, જુના બસ સ્ટેન્ડ , બગીચા સર્કલ, અખખર ચોક, ભાઈ જાન બાવાની દરગાહ પાસે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
કોઈપણ ભેદભાવ રાખવામાં આવતો નથી
દાવતે ઈસ્લામી ઈન્ડિયા ગ્રુપના GNRF ( ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન) ગ્રુપના બનાસકાંઠા જિલ્લા હેડ બિલાલ રઝા અત્તારીએ જણાવ્યું હતું કે, ઇસ્લામ ધર્મના મોહમંદ પૈયંગબર સાહેબની સુફિ તાલીમ પર અમલ કરતા દેશભરમા જરૂરિયત મંદોને મુશ્કેલીના સમયે સેવા કરવી એ અમારું કર્તવ્ય છે. નાત જાતનો ભેદ ભાવ રાખવામાં આવતો નથી.
ભાઈચારાની ભાવના સાથે જરૂરિયાત મંદ લોકોને સેવા કરવાનો અમારો ધર્મ છે.આ સેવાકાર્યમાં ડીસાના રમઝાનભાઈ, રિયાઝભાઈ, હાજી ફિરોઝ ઠેકેદાર, અહેમદ હુસૈનભાઈ, મુહમ્મદ અલીભાઈ, તોસિફભાઈ, તેમજ મુસ્લિમ સમાજના આગેવાન અને યુવાભાઈઓ જોડાયા હતા.
Published by:Santosh Kanojiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
All of our staff are certified and receive annual training – so you can rest assured we’re up to speed on the latest trends. Our goal is to help you feel better by looking your best. Book an appointment today!
Here’s the most important thing you need to know: we’re more than just a marketing agency. We help small businesses to realize their full growth potential, and we’re invested in their success.
Since 2017
Acme Marketing was founded by Leah Robinson in New York City.
14 Experts
We’re super proud of our diverse and talented team.
3 Countries
We work with hundreds of businesses just like yours.
Our team is driven by your success. Every single day, we’ll support your business and help you to succeed.
Our History
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat. Duis aute irure dolor in reprehenderit in voluptate velit esse cillum dolore eu fugiat nulla pariatur. Excepteur sint occaecat cupidatat non proident, sunt in culpa qui officia deserunt mollit anim id est laborum.
Our Promise
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.