વિસનગરના ભાન્ડુ હાઇવે રોડ પર સહયોગ હોટલ નજીક બે બાઇક અથડાતા એક બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને લઇ ઇજાઓ પહોંચતા બાઇક ચાલકને સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે બીજો બાઇક ચાલક ટક્કર મારી ફરાર થઈ જતાં બાઇક ચાલક વિરુદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
ટક્કર મારી અજાણ્યો બાઇક ચાલક ફરાર… ઊંઝા તાલુકાના નવાપૂરા ગામના ગોવિંદ પરમાર તેમનું બાઇક લઈ ચરાડા ગામે ગયો હતો. તે ચરાડા ગામથી પરત નવાપૂરા ફરી રહ્યો હતો. ત્યારે ભાન્ડુ હાઇવે રોડ પર સહયોગ હોટલ નજીક એક અન્ય અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારતાં ગોવિંદ નીચે પટકાયો હતો. જેમાં નીચે પડી જવાથી તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ટક્કર મારી અજાણ્યો બાઇક ચાલક ફરાર થઈ ગયો હતો. આમ ટક્કર મારી ઇજાઓ પહોંચાડનાર અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ગોવિંદના ભાઈ મણીલાલ પરમારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલું બાઇક ચોરાયું… વિસનગર તાલુકાના કાંસા ગામનો વિપુલ પટેલ ગત તારીખ 20/03/2023ના રોજ બાઇક લઈ બપોરના સમયે વિસનગર ડેપોમાં આવેલા ડેપોની સામે આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કરી ડેપોમાં ગયો હતો. જ્યાં પાંચ મિનિટ રહી પરત આવતા પાર્ક કરેલી જગ્યાએ બાઇક મળી આવ્યું ન હતું. જેથી આજુબાજુ તપાસ કરતા પણ મળી ન આવતા આ અંગે ઓનલાઇન એફ.આઇ.આર નોંધાવી હતી. જે બાઇક કિંમત રૂ. 45,000નું ચોરી થતા ઓનલાઇન ફરિયાદને આધારે વિસનગર શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
The 16th edition of Indian Premier League (IPL) started on March 31 with a match between Gujarat Titans (GT) and Chennai Super Kings (CSK) at the Narendra Modi Stadium. Prior to the first match of the season, a star-studded opening ceremony was held. From soulful singing of Arijit Singh to amazing dance performances by Tamannah Bhatia and Rashmika Mandanna, the event wowed everyone. After the conclusion of the performances, the captains of GT (Hardik Pandya) and CSK (MS Dhoni) went to the stage for a picture with the IPL trophy and the performers. It is during that time, Arijit Singh bowed down and touched Dhoni’s feet. Now, the videos of the moment have taken over Twitter and prompted people to post different comments – so much so that the names of both the cricketer and the singer are trending on the microblogging site.
IPL 2023: The image shows Arijit Singh touching MS Dhoni’s feet during the opening ceremony.(Screengrab)
“Arijit Singh paid his respects to the Indian legend MS Dhoni,” wrote a Twitter user. “That’s Why MSD is GOAT,” shared another. “Arijit Singh is MS Dhoni of singing. Both are great, both are legends, both have given us countless memories. MSD & Arijit uplift people by their respective works. Love them both. MSD & Arijit both are my favourites,” commented a third.
A Bike Rally Was Held In The City Ahead Of Hanuman Jayanti Celebrations At The Hanumanji Temple In Modasa; Jai Shriram Slogans Were Heard In The Two Km Long Rally
અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા
કૉપી લિંક
દિવસે-દિવસે દરેક તહેવારનું મહત્વ ખૂબ વધી રહ્યું છે અને એની ઉજવણી પણ ભારે ધામધૂમથી કરવામાં આવે છે. ત્યારે આગામી હનુમાન જયંતિની સાકરીયા ખાતે આવેલા ભીડ ભંજન હનુમાનજી મંદિરે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.
વાત છે મોડાસાથી માલપુર રોડ પર 4 કિમી દૂર આવેલા સ્વયંભૂ ભીડ ભંજન હનુમાનજી મંદિરની આગામી 6 એપ્રિલના રોજ હનુમાનજીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. મંદિર ટ્રસ્ટ અને ભક્તો દ્વારા પરંપરાગત આ દિવસે ભગવાનને તેલથી અભિષેક કરવામાં આવે છે. ભગવાનને સિંદૂર પણ ચડાવવામાં આવે છે. આ દિવસે મારુતિ યજ્ઞ કરવામાં આવે છે. વૈદિક ભૂદેવો દ્વારા યજ્ઞ સંપન્ન કરવામાં આવે છે. દૂર-દૂરથી ભક્તો હનુમાનજીના દર્શને આવતા હોય છે. લગભગ પચાસ હજારથી વધુ લોકો દાદાનો પ્રસાદ લેતા હોય છે. આ મંદિર પાંડવ કાળનું છે જેથી ભગવાન દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
હનુમાન જયંતિની ભવ્ય ઉજવણીની તૈયારીઓના ભાગરૂપે આજે સાકરીયાથી મોડાસા સુધી બાઈકરેલી યોજાઈ હતી. બે કિલોમીટર જેટલી લાંબી બાઇક રેલીમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં પુરુષો ભગવા ડ્રેસમાં સજ્જ થઈ હાથમાં ભગવા ધ્વજ લઈને જય શ્રીરામના નારા લગાવી આખા મોડાસા નગરમાં બાઈક રેલી ફરી હતી અને હનુમાન જયંતિની ઉજવણી અગાઉ નગરજનોને આમંત્રણ આપતો શુભ સંદેશ આપ્યો હતો.
નડિયાદમાં પાલિકા દ્વારા જુદાજુદા ટેક્સ દરમાં તોતીંગ વધારો કરાયો છે. જે મામલે શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો છે. નડિયાદ નગરપાલિકાએ નિયમ વિરુદ્ધ ટેક્સ વધારવાનો નિર્ણય સામે પોતાનો વિરોધ દર્શાવી પ્રજાને પરવડે તેવા ટેક્સ રાખવા માંગ કરી છે.
મોંઘવારીને ધ્યાનમાં રાખીને નક્કી કરવા જોઇતા હતા મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલું આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપ્યું હતું. તેમાં જણાવ્યું છે કે, ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 હેઠળ નગરજનોની કેટલીક પ્રાથમિક જરૂરિયાતો પૈકી પાણી પૂરું પાડવુંએ નગરપાલિકાની પ્રાથમિક ફરજ અને જવાબદારી બને છે. નગરજનો જાણે છે કે, નગરપાલિકા તેની આ ફરજ અને જવાબદારી નિભાવવા નગરજનો પાસેથી વાર્ષિક ધોરણે પાણી વેરો વસૂલ કરે છે.પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતાં અમે સૌ માનીએ છીએ કે, નગરપાલિકાના સત્તાધીશોએ પાણી વેરાના દર છેવાડાના નાનામાં નાના માણસોની આર્થિક સ્થિતિ તેમજ મોંઘવારીને ધ્યાનમાં રાખીને નક્કી કરવા જોઇતા હતા.
રાજ્ય સરકારને વેરા વધારાની દરખાસ્ત મંજુરી અર્થે મોકલી આપી આ કારમી મોંધવારીમાં વેરાના દરો વધારવાનું ટાળવું જોઇએ તેને બદલે નડીઆદ નગરપાલિકાના સત્તાધીશો છેવાડાના નાનામાં નાના માણસોની આર્થિક સ્થિતિ તેમજ મોંઘવારી વગેરે બાબતોને ધ્યાનમાં લીધા વગર કે નગરપાલિકાના બિનજરૂરી વહીવટી ખર્ચમાં કાપ મુકયા વગર વેરાના દરો વધારવાનું અવિચારી પગલું ભરી નડીઆદ શહેરની પ્રજાનો દ્રોહ કરી રહયા છે. તેથી નડીઆદ નગરપાલિકાના સત્તાધીશોએ ખાસ પાણી વેરો તથા સામાન્ય પાણી વેરાના નિયમો – 2023 હેઠળ ખાસ પાણી વેરો તથા સામાન્ય પાણી વેરાની સાથોસાથ વ્યવસાય વેરાના દરો બમણાં કરવાનું અને દર બે વર્ષે આપોઆપ દસ ટકાનો ઉત્તરોત્તર વધારો સૂચવ્યો છે અને રાજ્ય સરકારને વેરા વધારાની દરખાસ્ત મંજુરી અર્થે મોકલી આપી છે.
વેરા વધારાની દરખાસ્ત નામંજૂર કરવા માંગણી કરી વધુમાં જણાવ્યું છે કે, પાણીના મીટર મૂકવાની જોગવાઈ કરવામાં આવી છે, તે મીટર મૂકવાનો ખર્ચ પ્રજાના જોડેથી અલગથી વસુલવામાં આવનાર છે અને પાણી વપરાશના લીટર દીઠ વેરો વસૂલ કરવામાં આવનાર છે. આમ, આવનાર સમયમાં પાલિકા દ્વારા પ્રજાની આર્થિક રીતે કમર તોડી અલગ અલગ વેરાઓનો બોજ નાખવામાં આવનાર છે તેનો નડીઆદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ નડીઆદ શહેરના છેવાડાનાં નાનામાં નાના માણસોની આર્થિક સ્થિતિ તેમજ અસહ્ય મોંઘવારીથી પિડાતા નગરજનોના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને વેરાના દરોનો સખત વિરોધ કરે છે અને નડીઆદ નગરપાલિકાના સત્તાધીશોએ સૂચવેલા વેરા વધારાની દરખાસ્ત નામંજૂર કરવા માંગણી કરી છે.
ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ જામનગર મહાનગરપાલિકા આઈસીડીએસ શાખા દ્વારા પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા દિવસ તેમજ પોષણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 8 માર્ચ 2018ના રોજ રાષ્ટ્રીય પોષણ અભિયાનનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ભારત સરકાર દ્વારા પ્રતિ વર્ષ માર્ચ મહિનામાં પોષણ પખવાડિયું ઉજવવામાં આવે છે, આ કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓ બાળકો સગર્ભા ધાત્રી માતાઓને આરોગ્ય અને પોષણને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે તેમજ પૂર્ણા યોજના 15 થી 18 વર્ષની શાળાએ જતી તથા ન જતી કિશોરીઓને પ્રતિ માસ ચોથા મંગળવારે વિવિધ પ્રવૃત્તિઓ અને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે છે.
જામનગર મહાનગરપાલિકા આઇસીડીએસ શાખા દ્વારા તાજેતરમાં પોષણ પખવાડા અને પૂર્ણ દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા સંચાલિત તમામ આંગણવાડી કેન્દ્રોમાં પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં કિશોરીઓને પૂર્ણા યોજના આરોગ્ય અને પોષણ ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન કરાયું હતું, તેમજ કિશોરીઓને પૂર્ણાં કન્સલ્ટન્ટ દ્વારા આરોગ્યપ્રદ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, ક્વિઝ કોમ્પિટિશનમાં વિજેતા થયેલ કિશોરીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
U.S has ruled out sending long-range missile to Ukraine despite requests. Pentagon admitted to a depleting arms stockpile due to supply of weapons to Ukraine.
ડીસામાં વિવાદિત ગૌશાળાના દબાણ પાલિકા દ્વારા તોડી પડાતા અને બાકીનું દબાણ પણ તોડવાનું અલ્ટીમેટમ આપતાં ગૌસેવકો ગૌશાળા છોડીને જતા રહેતા પાણી અને ઘાસચારા વગર દશથી બાર પશુઓના મોત થયા હોવાની ઘટના સામે આવતા જીવદયાપ્રેમીઓમાં રોષ ફેલાયો છે.
ડીસાની હરીઓમ સ્કૂલ પાછળ હઠીલા હનુમાનજી મંદિર વાળી જમીનમાં 100 બીમાર અને અશક્ત પશુઓની સારવાર થતી હતી અને મકશિહભાઈ દેસાઈ નામના ગૌસેવક એમ્બ્યુલન્સ મારફત બીમાર પશુઓની સેવા કરતા હતા, પંરતું પાલિકાને આ જમીન પર નગરવન બનાવવાનું આયોજન કરીને દબાણ દૂર કરતા પશુઓની હાલત કફોડી બની છે. બે દીવસ અગાઉ પાલિકાની ટીમે પાણીનો અવાડો અને દબાણ દૂર કરી દેતા પશુઓ રજળતા થઈ ગયા છે.
જોકે આ જમીન પરથી ગૌસેવકોને હટી જવાનું જણાવતા ગૌસેવકો ત્યાંથી નીકળી ગયા હતા અને રામભરોસે રહેલા પશુઓમાં દશથી બાર બીમાર પશુઓ ઘાસચારા અને પાણી તેમજ સારવાર વગર મોતને ભેટ્યા હતા. જોકે આ બાબતની જાણ ગૌસેવકોને થતાં તેઓ ગૌશાળા દોડી આવ્યા હતા, પંરતું પાણી અને ઘાસચારો ન હોવાથી શુ કરવું તે મુંજવણમાં મુકાયા હતા.
જોકે પાલિકા દ્વારા દબાણ હટાવ્યા બાદ આ પશુઓને અન્ય જગ્યાએ ખસેડવા જરૂરી હતા અને આ પશુઓ માટે વ્યવસ્થા પણ કરવી જરૂરી હતી. ત્યારે નગરપાલિકાએ કોઈ જ વ્યવસ્થા ન કરતા પશુઓના મોત થતાં ગૌસેવકો રોષે ભરાયા હતા.
પંચમહાલ જિલ્લામાં વીતેલા 24 કલાક દરમિયાન ગોધરા તાલુકા પોલીસ અને એ ડિવિઝન પોલીસ મથકના અલગ અલગ અકસ્માતના બે બનાવ સંદર્ભે ગોધરા તાલુકાના કેવડિયા ગામે એક બાઇક ચાલકે એક ટીવીએસ મોપેડ ઉપર સવાર ચાલકને અડફેટમાં લેતા ઘટનાસ્થળ ઉપર તેનું મોત થયું હતું. જ્યારે અન્ય એક ઈસમને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જ્યારે ગોધરા શહેરના એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા સૈયદવાડા ખાતે એક મકાનના પાયાના ખોદકામ દરમિયાન ત્રણ જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા. ત્યારે આજુબાજુમાંથી માટી ધસી પડતા એકનું મોત થયું. જ્યારે અન્ય બે લોકોનો આબાદ બચાવ થયો હતો
ઘટનાસ્થળ પર જ મોત થયું… પ્રથમ બનાવ સંદર્ભે ગોધરાના વાવડી જલારામ મંદિર પાસે આવેલા ગીતા નિવાસ નંદનવન સોસાયટી ખાતે રહેતા પ્રભુ દયાલ રામ દુલારે વર્માએ જણાવ્યું હતું કે, ગઈકાલે મોટર સાયકલ ચાલક નિતેશ પટેલ પોતાની બાઈક બેફામ હંકારી લાવી ટીવીએસ મોપેડ પર સવાર દીપુ ઘનશ્યામ પાંડે ઉવ 42 નાને અડફેટે લેતા મોઢાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે મોટર સાયકલ બાઇક ઉપર પાછળ બેઠેલા કીર્તન પટેલ રહે લાલપુર ડાયરા ફળિયાનાને શરીરે સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જ્યારે મોટર સાયકલ ચાલક નીતેશ પટેલ પોતાની બાઈક ઘટનાસ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો.
માટી ધસી પડતા મોત… બીજા બનાવ સંદર્ભે ગોધરા તાલુકાના કાલિયાવાવ નિશાળ ફળિયામાં રહેતા ગોપાલ પટેલિયા એ જણાવ્યું હતું કે, ગઈકાલે ગોધરાના સૈયદવાડા વિસ્તારમાં ગુજરાત ફર્નિસિંગની સામે એક મકાનના પાયામાં ખોદકામ દરમિયાન તેમની પત્ની મણીબેન તથા ભરત ચૌહાણ અને કલા બારીયા ગઈકાલે એક મકાનના પાયાના આશરે દસ ફૂટ નીચે કામ કરતા હતા. તે વખતે આજુબાજુની માટી ઘસી પડતા માટીમાં દબાઈ ગયા હતા. જેમાં કલા બારીયાનું માટીમાં દબાઈ જતા તાત્કાલિક ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
બાઈકની ચોરી થતા ફરિયાદ નોંધાઈ… ગોધરાના વાવડી બુઝર્ગ ખાતે આવેલા ઉત્સવ બંગલા ખાતે ઘર આંગણે પાર્ક કરી મૂકી રાખેલી બે બાઇકનો કોઈ અજાણ્યા તસ્કરોએ લોક તોડીને લઈ જતા ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ગોધરા શહેરના વાવડી બુઝર્ગ ઉત્સવ બંગલા ખાતે રહેતા કૃણાલ જગુ ગામિત એ જણાવ્યું હતું કે, આજથી પાંચ દિવસ પહેલા પોતાની મોટર સાયકલ બાઈક જેની કિંમત 25,000 તથા રાકેશ મુખરજીની મોટર સાયકલ બાઇક જેની કિંમત 20,000ની પોતાના ઘર આંગણામાં પર્ક કરી મૂકી રાખી હતી. ત્યારે કોઈ અજાણ્યા તસ્કરોએ બાઈકનું લોક તોડીને લઈ ગયા હતા. જેથી કૃણાલભાઈ જગુભાઈ ગામીત અને રાકેશકુમાર મુખરજી એ ગોધરા શહેરના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે.
With the discovery of two more bodies on Friday, the death toll from a human smuggling operation from Canada to the United States, reached eight. The deceased in the tragedy include a family from India.
Police and firemen carry a bag off their search boat from the marshland in Akwesasne, Quebec, Canada March 31, 2023. (REUTERS)
In an update, the Akwesasne Mohawk Police said the two bodies recovered on Friday included those of an adult female believed to be an Indian national and an infant, a Canadian citizen of Romanian descent. The eight victims comprised two families of Indian citizens and Romanians including two children, both holding Canadian citizenship.
The statement said, “All are believed to have been attempting illegal entry into the US from Canada. The circumstances surrounding the deaths continue to be investigated.”
The tragedy occurred during the course of an attempt to cross the St Lawrence river, which borders Canada and the US. The region overlaps the Canadian provinces of Ontario and Quebec and the American state of New York. An overturned vessel was also recovered.
Akwesasne Mohawk Police said they are working with Immigration Refugees and Citizenship Canada and America’s Homeland Security to confirm the identities of the victims so that next-of-kin notifications may be made.
Police continue to search the waterways for a local, Casey Oakes, who was reported missing on Thursday. The vessel recovered by the police matched the description of that operated by Oakes, the police service’s Deputy Chief Lee-Ann O’Brien informed the media.
Canadian Prime Minister Justin Trudeau, who was in Moncton in the province of New Brunswick, described it as “a heartbreaking situation.”
This isn’t the first time this area has been used as a route by Indians trying to illegally enter the US. In April last year, a tragedy was averted when six Indian nationals were rescued from the freezing St Regis River in the region. That followed “suspicious activity” being reported to the Akwesasne Mohawk Police Service about a boat carrying “multiple subjects” on the Saint Regis river and travelling from Cornwall in the province of Ontario.
The six rescued were apprehended, and identified as citizens of India, all aged between 19 and 21 years.
That incident occurred three months after four members of family from Gujarat, were found dead due to exposure to extreme winter conditions in the province of Manitoba, near the US border, in what was also a human smuggling operation gone wrong.
ABOUT THE AUTHOR
Anirudh Bhattacharya is a Toronto-based commentator on North American issues, and an author. He has also worked as a journalist in New Delhi and New York spanning print, television and digital media. He tweets as @anirudhb. …view detail
The Husband, Who Left For Madrevatan In Rajkot, Left His Wife Outside And Went To The Temple Of Meldi Mataji And Drank Poison.
રાજકોટ30 મિનિટ પહેલા
કૉપી લિંક
મૃતકની ફાઈલ તસવીર
રાજકોટ શહેરના રણુજા મંદિર પાસે રહેતા અને મુળ અમદાવાદ હાઇવે પર ભારવણ ગામનો નારણ ચોથાભાઈ તલાવડીયા (ઉ.વ.22) ગઇકાલે રાત્રીના તેની પત્નીને સાથે બારવણ ગામે આંટો મારવા જતા હતા ત્યારે રસ્તામાં આવેલ મેલડી માતાજીના મંદિરે તેની પત્નીને મંદિર બહાર ઉભી રાખી તેને મંદિરમાં જઈ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જયારે મોડે સુધી પતિ મંદિર બહાર ન નિકળતા તેની પત્નીએ તપાસ કરતા યુવક બેભાન હાલતમાં પડયો હતો.
મૃત જાહેર કર્યો હતો જે અંગે તેના નણંદને ફોન કરી જાણ કરી હતી અને દોડી આવેલા પરીવારજનોએ પ્રથમ કુવાડવા અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પીટલે સારવારમાં ખસેડયો હતો. જયાં ફરજ પરના તબીબોએ તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરતા એરપોર્ટ પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરી હતી.
તેનું મન બારવણમાં હતું મૃતકના પરીવારજનોએ જણાવ્યા અનુસાર નારણના લગ્ન એક વર્ષ પહેલા હુડકોમાં રહેતી યુવતી સાથે થયા હતા. બાદમાં તેની પત્નીએ રાજકોટ રહેવાની જીદ કરી હતી. જેથી યુવક દસ દિવસથી રણુજા મંદિર પાસે રૂમ ભાડે રાખી રહેતો હતો. પરંતુ તેનું મન રાજકોટના બદલે પોતાના ગામ બારવણમાં રહેવાનું હોય જેથી ગત રોજ તેની પત્નીને બારવણ આંટો મારી આવીએ કહી બન્ને નિકળ્યા હતા અને રસ્તામાં જ અંતિમ પગલુ ભરી લીધું હતું. મૃતક મજુરીકામ કરતો અને છ ભાઈ બહેનોમાં નાનો હતો. બનાવથી પરીવારમાં આક્રંદ છવાયો હતો.
Goods and Services Tax (GST) revenue collected in March was ₹1,60,122 crore, the second highest monthly collections ever since its launch in July 2017, while the total gross revenue in FY23 (April 2022-March-2023) surpassed ₹18 lakh crore with over 22% year-on-year growth, the Union finance ministry said on Saturday.
The total revenue of the Centre and the states in March 2023 after IGST settlement is ₹62,954 crore for CGST and ₹65,501 crore for the SGST (File Photo)
“It is for the fourth time, in the current financial year that the gross GST collection has crossed ₹1.5 lakh crore mark registering second highest collection since implementation of GST. This month witnessed the highest IGST collection ever,” the ministry said in a statement.
According to the data, of the ₹1,60,122 crore collected in total, CGST [Central Goods and Services Tax] is ₹29,546 crore, SGST [State Goods and Services Tax] is ₹37,314 crore, IGST [Integrated Goods and Services Tax] is ₹82,907 crore (including ₹42,503 crore collected on import of goods) and cess is ₹10,355 crore (including ₹960 crore collected on import of goods).
The ministry said the government has settled ₹33,408 crore to CGST and ₹28,187 crore to SGST from IGST as regular settlement. The total revenue of the Centre and the states in March 2023 after IGST settlement is ₹62,954 crore for CGST and ₹65,501 crore for the SGST, it said.
The revenues for the month of March 2023 are 13% higher than the GST revenues in the same month last year, informed the ministry, adding, the revenues from goods import were 8% higher and the revenues from the domestic transaction (including import of services) are 14% higher than the revenues from these sources during the same month last year.
The return filing during March 2023 has been the highest ever. 93.2% of the statement of invoices (in GSTR-1) and 91.4% of returns (in GSTR-3B) of February were filed till March 2023 as compared to 83.1% and 84.7%, respectively same month last year, said the ministry.
The total gross collection for 2022-23 stands at ₹18.10 lakh crore and the average gross monthly collection for the full year is ₹1.51 lakh crore, it added.
The average monthly gross GST collection for the last quarter of the FY 2022-23 has been ₹1.55 lakh crore against the average monthly collection of ₹1.51 lakh crore, ₹1.46 lakh crore and ₹1.49 lakh crore in the first, second and third quarters respectively.
હાલોલ બાયપાસ ઉપરથી હાલોલ ટાઉન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આઇસર ટેમ્પોમાં ભરીને લઈ જવાતો 12 લાખ રૂપિયાની કિંમતનો દારૂ પકડી પાડ્યો છે. આજે હાલોલમાં ડિવિઝનના આઠ પોલીસ મથકમાં ગત વર્ષે પકડાયેલો વિદેશી દારૂ નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી અને બીજી તરફ હાલોલ ટાઉન પોલીસે દારૂ પકડી પાડ્યો છે.
હાલોલ શહેરના બાયપાસ ઉપર આવેલી એક હોટેલ બહાર ઉભેલા આઇસર ટેમ્પોમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ હોવાની બાતમી હાલોલ ટાઉન પોઆઈ ચૌધરીને મળતા તેઓ સ્ટાફ સાથે ત્યાં પહોંચ્યા હતા. રાજસ્થાન ટ્રાન્સપોર્ટના આઇસર ટેમ્પોમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પો સાથે રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના બે ઈસમો મુલારામ પુનિયા (જાટ) અને ખેતારામ જાટને પકડી પાડી તેઓ સામે ગુનો નોંધી આ દારૂનો જથ્થો કોણે મોકલ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો. તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આજે હાલોલ ડિવિઝનના આઠ પોલીસ મથકોના આવા દારૂના ગુનાઓમાં પકડાયેલો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે. તેમાં હાલોલ ટાઉન પોલીસ મથકનો રૂ. 3 લાખ 70 હજાર 572નો દારૂનો નાશ કરવામાં આવ્યો છે અને આજે જ ટાઉન પોલીસે તેના નાશ થયેલા જથ્થા કરતા ત્રણ ઘણી કિંમતનો દારૂ ઝડપી પાડી બુટલેગરો ઉપર ગાળિયો કસ્યો છે. પોલીસે આઇસર ટેમ્પો અને દારૂ મળી 19 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.