Friday, March 31, 2023

ભરૂચ DGVCLએ માર્ચ મહિનામાં 1.47 લાખ વીજ જોડાણ કાપ્યા, 43.50 કરોડની વસૂલાત કરી | Bharuch DGVCL cuts 1.47 lakh power connections in March, recovers Rs 43.50 crore | Times Of Ahmedabad

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • બિલ નહિ ભરતા 3002 જોડાણો કાયમી કટ, રૂપિયા 1.79 કરોડની વસુલાત માટે કોર્ટ રાહે થશે કાર્યવાહી
  • માર્ચ મહિનામાં વીજ કંપની દ્વારા 6 લાખ ગ્રાહકો પાસેથી 76.55 કરોડની વીજ બીલની વસુલાત

નાણાંકીય વર્ષ 2022-23 માં વીજ બિલ ભરવામાં નિષ્ફળ ગયેલા ગ્રાહકો સામે DGVCL ભરૂચ સર્કલે માર્ચમાં તવાઈ બોલાવી 1.47 લાખ જોડાણો કાપી નાખતા 43.50 કરોડની વસુલાત થઈ છે.

ભરૂચ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ બિલ ભરવામાં અખાડા કરતા કે નિષ્ફળ રહેલા ગ્રાહકો સામે માર્ચ મહિનામાં રીકવરી ઓપરેશન હાથ ધરાયુ હતું. ભરૂચ સર્કલમાં સમાવિષ્ટ 5 ડિવિઝન અને 23 જેટલા સબ ડિવિઝનની ટીમોએ ભરૂચ અને નર્મદા જિલ્લામાં માર્ચ મહિનામાં રીકવરી ઓપરેશન હાથ ધર્યું હતું.

બન્ને જિલ્લાના 1 લાખ 47 હજાર 465 ગ્રાહકોએ વીજ બિલ ન ભર્યા હોય તેમના જોડાણો કાપી નખાતા દોડધામ મચી ગઇ હતી. જેમાં બાકીદારોએ 43.50 કરોડ ભરી દેતા પુનઃ જોડાણો શરૂ કરાયા હતા. જ્યારે 3002 વીજ ગ્રાહકોએ રૂપિયા 1.79 કરોડનું બિલ નહિ ભરતા તેમનું વીજ કનેક્શન કાયમી કટ કરી દેવાયું છે. હવે આ 3 હજાર ગ્રાહકો પાસેથી વીજ બીલની વસુલાત કરવા DGVCL તેમની મિલકતો ઉપર બોજો પાડી કોર્ટ રાહે વસૂલીની કાર્યવાહી કરશે.

માર્ચ મહિનામાં જ ભરૂચ વીજ કંપનીને 6 લાખ ગ્રાહકો પાસેથી કુલ રૂપિયા 76.55 કરોડની વીજ બીલની વસુલાત થઈ છે. જેમાં પ્રવર્તમાન મહિનાના બીલધારકોની 32.05 કરોડની રકમનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે…

મોડાસા ફાયર વિભાગે G-20 અંતર્ગત કામગીરી કરી; સાધનોને લઈ વિદ્યાર્થીઓને પ્રાયોગિક ધોરણે જાણકારી અપાઈ | Modasa Fire Department operated under G-20; Students were given practical knowledge about the equipment | Times Of Ahmedabad

અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

કોઈપણ દુર્ઘટના કે અકસ્માત થાય ત્યારે તેને નિવારવા માટે ફાયર વિભાગની મુખ્ય ભૂમિકા હોય છે. ત્યારે ફાયર વિભાગ કઈ રીતે આફતને અવસરમાં ફેરવે છે તે બાબતની વિદ્યાર્થીઓને પ્રાયોગિક ધોરણે જાણકારી અપાઈ હતા.

મોડાસા કેળવણી મંડળ સંચાલિત સી જી બુટલા સર્વોદય હાઈસ્કૂલ ખાતે આજે મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આકસ્મિક સંજોગોમાં ફાયરના કયા સાધનો વપરાય અને કેવી રીતે આ સાધનો ઉપયોગમાં લેવાય છે. આ બાબતની G-20 અંતર્ગત વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી. ફાયર વિભાગના અધિકારી અને પાલિકાના કર્મચારીઓ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપી પ્રાયોગિક રીતે પણ સમજ આપી હતી.

ત્યારે પાલિકાના ફાયર વિભાગની કામગીરી જોઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ પ્રભાવિત થયા છે. આમ કોઇ આકસ્મિક સમયે વિદ્યાર્થીઓ પણ દુર્ઘટના નિવારવા પ્રાથમિક નુસખો અપનાવી શકે છે. ત્યારે અત્યાર સુધી સ્કૂલમાં ફાયર વિશેની જાણકારીનો પ્રથમ વખત ડેમોસ્ટ્રેશન યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે…

Kejriwal snubbed on PM Modi degree; Gujarat HC fines Delhi CM ₹25,000 | Details | Times Of Ahmedabad

₹25,000 | Details” data-url=”/videos/news/kejriwal-snubbed-on-pm-modi-degree-gujarat-hc-fines-delhi-cm-25-000-details-101680268138177.html”>

The Gujarat HC has set aside Central Info Commission’s order, asking the Gujarat University to provide information on PM Modi’s degree to Delhi CM Kejriwal.

₹25,000 | Details” data-url=”/videos/news/kejriwal-snubbed-on-pm-modi-degree-gujarat-hc-fines-delhi-cm-25-000-details-101680268138177.html” class=”more-videos”> 

વડોદરાના પાદરાની યુવતીને લગ્નની લાલચ આપી યુવાને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, યુવાને બીજી યુવતી સાથે સગાઇ કરી લીધી | The young man raped the girl of Vadodara Padra and got her pregnant, the young man got engaged to another girl. | Times Of Ahmedabad

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

વડોદરાના પાદરામાં યુવાને એક યુવતીને લગ્ન કરવાના સપના બતાવી દુષ્કર્મ આચર્યું હતું. જવાનીના જોસમાં યુવાને અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવતી પણ યુવાન લગ્ન કરશે તેવી આશાએ પોતાનું શરીર સોંપતી રહી હતી. દરમિયાન યુવતી ગર્ભવતી બની ગયા બાદ યુવાને લગ્ન કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દેતા અને અન્ય યુવતી સાથે સગાઇ કરી લેતા ગર્ભવતી બનેલી યુવતીને રડવાનો વખત આવ્યો છે. જુવાનીના જોસમાં પોતાની જિંદગી બરબાદ કરી નાંખનાર યુવતીએ પોતાની ભાવિ જિંદગી બચાવવા માટે અભયમની મદદ લીધી હતી. જોકે, અભયમે યુવતીની જિંદગી બરબાદ કરનાર યુવાનનો સંપર્ક કર્યો હતો. પરંતુ તે મળી ન આવતા અભયમ ટીમે યુવાન સામે કાર્યવાહી કરવા પાદરા પોલીસને જાણ કરી હતી. જોકે, પાદરા પોલીસ મથકના PSO કહે છે કે, અભયમ ટીમ તરફથી કોઇ જાણ કરવામાં આવી નથી.

યુવતી પ્રેમમાં ગળાડૂબ બની
અભયમ દ્વારા મળેલી માહિતી મુજબ પાદરા તાલુકાની 23 વર્ષિય દક્ષા (નામ બદલ્યું છે) સાથે વડોદરા તાલુકાના 25 વર્ષિય રાકેશ (નામ બદલ્યું છે)નો પરિચય થયો હતો. અને આ પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. પ્રેમસંબધ બંધાયા બાદ બંને અવાર-નવાર મળતા હતા. રાકેશ દક્ષાને જ્યારે મળે ત્યારે પ્રેમભરી વાતો કરીને વધુને વધુ પોતાની પ્રેમ જાળમાં ફસાવતો ગયો હતો.

અવાર-નવાર દુષ્કર્મ આચર્યું
પ્રેમના દિવસો દરમિયાન રાકેશે પ્રેમિકા દક્ષાને લગ્ન કરવાનું પણ વચન આપી દીધું હતું. રાકેશે લગ્ન કરવા માટે લાલચ આપતા દક્ષા પ્રેમિ રાકેશ જે કંઇ કહે તે કરવા તૈયાર થઇ જતી હતી. પ્રેમની જાળમાં પૂરેપૂરી ફસાઇ ગયેલી દક્ષાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવાનું શરૂ કર્યું હતું. અવાર-નવાર રાકેશ દ્વારા દુષ્કર્મ આચરતા દક્ષા ગર્ભવતી બની ગઇ હતી. ગર્ભવતી બન્યા બાદ દક્ષાએ રાકેશ ઉપર લગ્ન કરવા માટે દબાણ લાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ, રાકેશ કોઇને કોઇ બહાના બતાવી દક્ષાની વાતને ટાળી દેતો હતો. અને પુનઃ લગ્ન કરવાના સપના બતાવી દુષ્કર્મ આચરતો જતો હતો.

દક્ષાએ અભયમની મદદ લીધી
દરમિયાન દક્ષાનું લગ્ન માટે દબાણ વધતા રાકેશે દક્ષાને લગ્ન કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. રાકેશે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દેતા દક્ષાએ પોતે ગર્ભવતી થઇ ગઇ હોવાનું જણાવતા રાકેશે કહ્યું કે, આતો તો મિત્રતા હતી. તારી સાથે લગ્ન કરાય નહિં. અને દક્ષા સાથે રાકેશે સંબધ કાપી નાંખ્યા હતા. રાકેશે સંબધો કાપી નાંખતા પસ્તાયેલી અને કુંવારી માતા બનવાના કગાર ઉપર આવીને ઉભી થઇ ગયેલી દક્ષાએ આખરે 181 અભયમ ટીમની મદદ લેવાનું નક્કી કર્યું હતું.

પાદરા પોલીસે કહ્યું અભયમે ફરિયાદ આપી નથી
દક્ષાએ અભયમ ટીમનો સંપર્ક કરી પોતાની આપવિતી જણાવતા અભયમ ટીમે રાકેશની શોધખોળ કરી હતી. પરંતુ, રાકેશ મળી આવ્યો ન હતો. અને તેનો મોબાઇલ ફોન પણ સ્વિચ ઓફ બતાવતો હતો. આથી અભયમ ટીમે આ ઘટનાની ફરિયાદ પાદરા પોલીસને ત્રણ દિવસ પહેલાં રાતના સમયે કરી હતી. જોકે, આ બાબતે પાદરા પોલીસ મથકનો સંપર્ક સાધતા પાદરા પોલીસ મથકમાં શુક્રવારે સાંજે 5-20 લાગે ફરજ બજાવનાર PSO એ જણાવ્યું હતું કે, અભયમ દ્વારા આવી કોઇ અરજી કે ફરિયાદ આપવામાં આવી નથી.

અભયમની યુવતીઓને અપિલ
અભયમ ટીમે દક્ષાના કિસ્સા ઉપરથી યુવતીઓને અપિલ કરતા જણાવ્યું છે કે, લગ્ન વગર શારિરીક સબંધ રાખવાં એ અત્યંત ગંભીર અને જોખમ કારક છે. અવાર-નવાર આવા કિસ્સઓ આવે છે. જેથી દરેક યુવતીઓને ખાસ સુચન છે કે લગ્ન પહેલાં કોઈપણ લાલચ કે આવેશમાં આવી કોઈ સાથે શારિરીક સબંધ રાખવાં નહિ., નહિ તો ગંભીર પરિણામ આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે…

ભરૂચ જિલ્લામાં માર્ચ મહિના દરમિયાન 42 કેસ નોંધાયા, હાલ એક્ટિવ કેસની સંખ્યા 26 | Bharuch district reported 42 cases during the month of March, currently 26 active cases | Times Of Ahmedabad

ભરૂચ39 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

  • કોરોનાના કારણે માર્ચ મહિનામાં 1 વ્યકિતનું મોત, 15 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા

નાણાકીય વર્ષ સાથે માર્ચ એન્ડિંગ પૂર્ણ થયો છે પણ મહામારી કોરોના હજી ગયો નથી. ભરૂચ જિલ્લામાં જ માર્ચ મહિનામાં જ કોરોનાના 42 કેસ નોંધાયા છે.

ભરૂચ જિલ્લામાં વર્ષ 2023ના પ્રારંભ સાથે માર્ચ મહિનાથી જ H3N2ની દહેશત વચ્ચે મહામારી કોરોનાએ ફરી ઉથલો માર્યો હતો. ભરૂચ જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર બન્નેને લઈ ફરી સક્રિય બન્યું હતું. બે સેન્ટરો ખોલી તપાસ, નિદાન અને સારવાર તેજ બનાવી હતી.

ભરૂચ જિલ્લામાં કોરોનાના 42 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે પૈકી 15 લોકો કોરોના મુક્ત થયા હતા. જ્યારે એક દર્દીનું કોરાનાના કારણે મોત થયું હતું. જિલ્લામાં હજી પણ કોવિડ 19 ના 26 પોઝિટિવ કેસ એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે…

China rolls over $2 billion loan to debt-ridden Pakistan | World News | Times Of Ahmedabad

Pakistani Finance Minister Ishaq Dar said on Friday China had rolled over a $2 billion loan that matured last week, providing relief during the South Asian nation’s acute balance of payment crisis.

Pakistan's finance minister Ishaq Dar(Twitter)
Pakistan’s finance minister Ishaq Dar(Twitter)

Locking in a rollover had been critical for Pakistan, where reserves have dipped to just four weeks’ worth of imports and talks over an International Monetary Fund bailout tranche of $1.1 billion have hit a stalemate.

Also Read: What IMF wants from Pakistan before deal? Take money from…

“I am happy to confirm that this had been rolled over on March 23,” Dar told parliament, referring to the maturity date. He said all concerned documentation had been completed.

Neither the government in Beijing nor the Chinese central bank responded to requests for comment on the rollover.

Dar’s comments were the first official announcement of the rollover after the loan matured. Dar did not give the new maturity date or other terms of the arrangement.

A top finance ministry official told Reuters on Wednesday that a formal confirmation of the refinancing would be made after the process was completed.

Also Read: Pakistan minister confirms ‘adequate’ fuel supplies, with a warning to companies

One of the IMF’s conditions for the release of the next tranche is assurance of external financing to fund Pakistan’s balance of payments.

Longtime ally Beijing has provided the only help Islamabad has got so far, with refinancing of $1.8 billion credited last month to Pakistan’s central bank.

In its monthly Economic Update and Outlook, the Finance Division of the government noted that Pakistan was currently confronted with shortage in external liquidity.

Islamabad has been negotiating with the IMF since early February for the release of $1.1 billion from a $6.5 billion bailout package agreed in 2019. To unlock the funding, the government has cut back on subsidies, removed an artificial cap on the exchange rate, added taxes and raised fuel prices.

“Through demand management policies, the government is trying to limit the current account deficit, which will not transfer further pressure on dwindling reserves,” read the report.

It added that inflation, which is already running above 30%, a near 50-year high, is expected to stay elevated.

The report cited market frictions caused by relative demand and supply gaps of essential items, exchange rate depreciation, and the recent upward adjustment in prices of prices of fuel as reasons behind higher inflation expectations.

અમીરગઢ બોર્ડર પરથી પોલીસે કારમાંથી 27 લાખની રોકડ રકમ સાથે ત્રણ શખ્સોને ઝડપી પૂછપરછ હાથ ધરી | From Amirgarh border, police conducted quick interrogation of three persons with cash amount of 27 lakhs from the car. | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)33 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાતની અમીરગઢ બોર્ડર પર 27 લાખની રોકડ રકમ વાહન ચેકીંગ દરમિયાન એક કારમાંથી મળી આવી છે. પોલીસે કાર સહિત 3 ઈસમોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. રાજસ્થાનના નાગોરના 3 વ્યક્તિઓ કાર લઈ આવી રહ્યા હતા. ગુજરાત પોલીસે પકડાયેલી રોકડના આધાર પુરાવા માગ્યા છે.

ગુજરાતના ઈસાન સરહદે આવેલી અમીરગઢ બોડર પરથી આજે વાહન ચેકીંગ દરમિયાન એક ગાડીમાંથી 27 લાખની રોકડ રકમ મળી આવી હતી. અમીરગઢ પોલીસ માવલ બોર્ડર પર રૂટિંગ ચેકીંગ કરી રહી હતી જે દરમિયાન રાજેસ્થાન તરફથી એક શંકાસ્પદ ગાડી મળી આવતા પોલીસ તેને સાઈડમાં કરી તપાસ કરતા ગાડીમાંથી રોકડા 27 લાખ જેટલી મોટી રકમ મળી આવી હતી. જેથી પોલીસે ગાડીમાં સવાર ત્રણ ઈસમોની અટકાયત કરી હતી. સમગ્ર મુદ્દામાલ અમીરગઢ પોલીસ સ્ટેશન લાવી તપાસ હાથ ધરાઈ છે.

અમીરગઢ પોલીસે પૂછપરછ કરતા ત્રણેય ઈસમ રાજેસ્થાનના નાગોરના હોવાનું જાણવા મળ્યું હતું. આ ઈસમો ક્યાંથી પૈસા લઈને આવ્યાં અને કયા લઈ જવાના હતા તે અંગે કઈ માહિતી સામે આવી નથી. ઈસમો જોડે 27 લાખ જેટલી રકમના આધાર પુરાવા અંગે અમીરગઢ પીઆઇએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

વાપી ચાર રસ્તા પાસે 9 શખ્સોએ રિક્ષાચાલકને માર માર્યો, GIDC પોલીસે આરોપીઓની ધરપકડ કરી | 9 persons beat up a rickshaw puller near Vapi Char road, GIDC police arrested the accused | Times Of Ahmedabad

વલસાડ23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના વાપી ખાતે રામનવમીની મોડી રાત્રે વાપી ચાર રસ્તા પાસે આવેલી એક હોટલની બહાર રીક્ષા પાર્કિંગ કરવા મુદ્દે ઘર્ષણ થયું હતું. વાહન પાર્કિંગ કરવા બાબતે થયેલી બબાલને કારણે વાપી પંથકમાં માહોલ ગરમાયો હતો. મોટું છમકલું થાય તેવી શક્યતાને લઈને રાહદારીઓ તાત્કાલિક વાપી GIDC પોલીસને ઘટનાની જાણ કરી હતી. પરંતુ એ પહેલા જ પોલીસે સપાટો બોલાવી 9 આરોપીઓને દબોચી સળિયા પાછળ ધકેલી દીધા છે. અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના વાપીમાં ગતરોજ રામ નવમીની ઉત્સાહપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી પૂર્ણ થયા બાદ રાત્રે વાપી ચાર રસ્તા નજીક આવેલી હોટલ પેરેડાઇઝની બહાર મોડી રાત્રે એક રિક્ષા ચાલકે પોતાની રીક્ષા પાર્ક કરી હતી. રીક્ષા પાર્ક કરવાના બાબતે અન્ય એક વાહન ચાલક સાથે ઘર્ષણ ઉભું થયું હતું. આ દરમિયાન રીક્ષા પાર્ક કરનાર રીક્ષા ચાલક ઉપર હોટલની બહાર બેસતા લોકોએ હુમલો કર્યો હતો. અને તેને ઢોર માર્યો હતો. આ દરમિયાન રીક્ષા ચાલકનો બચાવ કરવા વચ્ચે પડેલા અન્ય એક વ્યક્તિને પણ માર મારવામાં આવ્યો હતો. આમ રામનવમીની રાત્રે થયેલી બબાલને કારણે મામલો બીચકે તેવી શક્યતા હતી. સામસામે ઘર્ષણ થવાની શક્યતાને લઈને રસ્તા ઉપરથી પસાર થતા એક જાગૃત નાગરિકે સમય સૂચકતા જોઈને વાપી GIDC પોલીસને ફોન કરીને ઘટનાનો જાણ કરી દીધી હતી. સામસામે બંને પક્ષના લોકોના ટોળું એકઠું થવા લાગ્યા હતા. જો કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને સપાટો બોલાવ્યો હતો. અને રિક્ષા ચાલકને માર મારનાર 9 આરોપીઓની અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાપી GIDC પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ થઈ છે અને આરોપીઓને કાયદાના પાઠ શીખવવા પોલીસે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. વાપી GIDC પોલીસ મથકે જાહેરનામનો ભંગ અને રીક્ષા ચાલકને માર મારનાર સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાપી ચાર રાસ્ત પાસે રીક્ષા પાર્ક કરવા જેવી સામાન્ય વાતને લઈને મોટું છમકલું થાય તે પૂર્વે જાગૃત નાગરિકે સમયસર પોલીસને જાણ કરતા મોટું છમકલું થતા અને 2 જૂથ વચ્ચે ઘર્ષણ થતા અટક્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

રામકથામાં બંદોબસ્તમાં ખડેપગે રહેનારા પોલીસકર્મીઓના નકદ ઈનામ જિલ્લા પોલીસ વડા દ્વારા મંજૂર | Cash reward of policemen living in settlement in Ramkatha approved by district police chief | Times Of Ahmedabad

નવસારી15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નવસારી શહેરમાં 22મી થી 30મી માર્ચ સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુચારું વ્યવસ્થા માટે જિલ્લા પોલીસકર્મીએ પણ નિષ્ઠાવાન બની ફરજ બજાવતા ઇંચા.જિલ્લા પોલીસવડાએ તમામ કર્મચારીઓનો ઉત્સાહ વધારવા સાથે પ્રમાણપત્ર સહિત નકદ રાશિનું ઇનામ મંજૂર કર્યું છે.

લુંસીકુઈ ગ્રાઉન્ડ ટાઉન પોલીસ સ્ટેશન મથકની હદમાં આવે છે ત્યારે પી.આઈ.કે.એચ. ચૌધરી ની આગેવાનીમાં કાર્યકરત 12 પોલીસ કર્મચારીઓ ને ₹300+GST ની જાહેરાત કરવામાં આવી છે તો જિલ્લા ટ્રાફિક પોલીસના 30 કર્મચારીઓને ₹100+GST મંજૂર કરવામાં આવ્યું છે. આમ તો પોલીસ કર્મચારીઓની કામગીરીની મોટે ભાગે આપણો સમાજ ખાસ નોંધ લેતું નથી પરંતુ નવસારી જિલ્લા ઇંચા.પોલીસવડા કરણરાજ વાઘેલા ઉચ્ચ અધિકારી હોવા સાથે માનવીય અભિગમ દાખવ્યો છે. પોલીસ કર્મચારીઓએ જ્યારે જ્યારે સારું પ્રદર્શન કર્યું છે ત્યારે તેમને નકદ રાશિ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. ઇન્ચાર્જ જિલ્લા પોલીસવડા અત્યાર સુધી પાંચ વખત ઇનામ રાશિની જાહેરાત કરી પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધારવા સાથે તેમને ઇનામની પણ જાહેરાત કરી છે. આ ઇનામની નોંધ દરેક પોલીસ કર્મચારીઓના સર્વિસ બુકમાં પણ થાય છે જેથી દરેક પોલીસ કર્મચારીઓની પ્રતિષ્ઠા સર્વિસ દરમ્યાન વધે છે.

રામકથામાં મોટી સંખ્યામાં શ્રોતાઓ ગ્રાઉન્ડમાં કથા સાંભળવા માટે આવતા હતા. જેમાં સવારે અને કથા છૂટ્યા બાદ ટ્રાફિક સહિત પાર્કિંગની વ્યવસ્થા કરવામાં પોલીસ કર્મચારીઓએ ખંતથી પોતાની ફરજ બજાવી હતી. જેની નોંધ ઇંચા. જિલ્લા પોલીસવાડાએ તમામને પ્રોત્સાહક નકદ રાશિ આપીને બિરદાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Donald Trump likely to surrender next week? What lawyer said after indictment | World News | Times Of Ahmedabad

Former US President Donald Trump will likely surrender to the Manhattan District Attorney’s (DA) office early next week, his lawyer Joe Tacopina told NBC News. The report also said that Donald Trump’s team is in contact with the prosecutors and his arraignment may take place next week.

Donald Trump Surrender: Former US President Donald Trump.(PTI)
Donald Trump Surrender: Former US President Donald Trump.(PTI)

“We contacted Mr Trump’s attorney to coordinate his surrender to the Manhattan DA’s Office for arraignment on a Supreme Court indictment, which remains under seal,” the spokesperson was quoted by NBC as saying.

Read more: ‘…my champagne’: What Stormy Daniels said after Trump’s hush money indictment

For the surrender, the report said that the Secret Service will coordinate with authorities in New York while Donald Trump’s legal team will take care of his transportation and security needs.

A New York grand jury indicted Donald Trump over hush money paid to porn star Stormy Daniels ahead of the 2016 presidential election with which he became the first US president to face criminal charges. If Donald Trump is convicted in the case, he will not be disqualified from running for the presidential elections in 2024. Donald Trump filed his candidacy papers for the polls in November last year.

Read more: Trump indicted over hush money, prosecutor coordinating ‘surrender’: Top updates

Following years-long investigation, the charges were made against Donald Trump into a payment that his personal lawyer made to porn star Stormy Daniels- a $130,000 pay-out to silence her over an alleged affair. Donald Trump has repeatedly slammed the investigations and said that he was “completely innocent”.


નડિયાદમાં રામનવમીની શોભાયાત્રા વખતે કેટલાક તોફાની તત્વોએ સૂત્રોચાર કરતા તંગદીલી જોવા મળી, લઘુમતી સમાજે કાર્યવાહી કરવા અરજી આપી | During the Ramnavami procession in Nadiad, some rioters were seen shouting slogans, the minority community petitioned for action. | Times Of Ahmedabad

નડિયાદ7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નડિયાદ શહેરમાં ગઈકાલે રામ નવમીને લઈ શોભાયાત્રા નીકળી હતી. આ દરમિયાન કેટલાક તોફાની તત્વોએ શોભાયાત્રાના રૂટથી દૂર આવેલા લઘુમતી વિસ્તારમાં બાઈક લઈ જઈ સૂત્રોચાર કર્યા હતા. જેને લઇને તંગદીલી જોવા મળી હતી જોકે, મામલો થાળે પડી ગયો હતો. પરંતુ આજે નડિયાદ ટાઉન પોલીસમાં આ વિસ્તારના લઘુમતી સમાજના લોકોએ તોફાની તત્વો સામે કાર્યવાહી કરવા માટે અરજી આપી છે.

આ અરજીમાં જણાવ્યું છે કે, રામનવમીનો તહેવાર હતો. જેને લઇ નડિયાદમાં સંતરામ મંદિરથી રુટ મુજબ શોભાયાત્રા નીકળેલ હતી અને ઘણી જગ્યાએ મુસ્લીમ વિસ્તાર આવતાં મુસ્લીમોએ પણ તેમનું સ્વાગત કરેલ હતું અને આ શોભાયાત્રા સુખ અને શાંતીથી સમ્પન્ન થયેલ હતી. પરંતુ કેટલાક અસામાજીક તત્વોએ કોઈ પણ જાતની પરવાનગી નહી હોવા છતાં શહેરના લધુમતી વિસ્તારમાં ઘૂસી ભાઈચારમાં ફુટ પડાવવાની કોશીશ કરી છે. નડિયાદ શહેરની શાંતી ડહોળાઈ તેવા પ્રયાસો કર્યા છે. આ વિસ્તારમાં નારા લગાવી તોફાન કરવાની કોશીસ કરેલ છે. આ બાબતે સી.સી.ટી.વીના ફુટેજ પણ પોલીસને આ અરજી સાથે આપ્યાં છે.

અન્ય સમાચારો પણ છે…

વડોદરાના ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો | Fierce fire in scrap godown at Gujarat Industrial Estate, Vadodara, fire brigade douses fire | Times Of Ahmedabad

વડોદરા2 કલાક પહેલા

  • કૉપી લિંક

વડોદરાના ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

વડોદરા નવાયાર્ડ-છાણી રોડ ઉપર આવેલ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા પ્લાસ્ટીકના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ આસપાસની કંપનીઓ-ગોડાઉનોને લપેટમાં લે તે પહેલા ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી ગયું હતું. અને ચારેકોરથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, ભારે નુકશાન થયું હોવાનું અનુમાન છે.

જોત જોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
મળેલી માહિતી પ્રમાણે શહેરના નવાયાર્ડ-છાણી રોડ ઉપર ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્સેટ આવેલું છે. આ એસ્ટેટમાં નાની-મોટી કંપનીઓ તેમજ ગોડાઉનો આવેલા છે. આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત આવેલા પ્લાસ્ટીકના ભંગારના ગોડાઉનમાં આજે બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી. આગના ધુમાડા દેખાતા એસ્ટેટના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. અને લોકો કંઇ વિચારે તે પહેલાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગોડાઉનના સંચાલકો પણ દોડી આવ્યા હતા.

આગના ધુમાડાથી આકાશ છવાયું

આગના ધુમાડાથી આકાશ છવાયું

અન્ય કંપનીના લોકો સલામત સ્થળે દોડી ગયા
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત પ્લાસ્ટીકના ગોડાઉનમાં લાગેલી ભયંકર આગના પગલે ગોડાઉનમાંથી ધૂમાડાના ગોટેગોટા ઉંચા આકાશ સુધી પહોંચી ગયા હતા. તે સાથે ધુમાડાના ગોટેગોટા વિસ્તારમાં પ્રસરી ગયા હતા. ભીષણ આગ લાગવાના કારણે એસ્ટેટ સ્થિત નાની-મોટી કંપનીઓ તેમજ નાના-મોટા ગોડાઉનના સંચાલકો પણ પોતાના સ્થળો છોડી સલામત સ્થળે પહોંચી ગયા હતા. બીજી બાજુ આગ વધુને વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી હોઇ, એસ્સેટના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.

આગ ઉપર પાણીમારો ચલાવી રહેલા લાશ્કરો

આગ ઉપર પાણીમારો ચલાવી રહેલા લાશ્કરો

યોજનાબધ્ધ રીતે આગ કાબુમાં લીધી
દરમિયાન પ્લાસ્ટીકના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ અન્ય કંપનીઓ અને ગોડાઉનોને પોતાની લપેટમાં લે તે પહેલાં વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતા લાશ્કરોનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને યોજનાબધ્ધ રીતે આગ ઉપર ચારેકોરથી પાણીમારો શરૂ કરી આગને વધુ પ્રસરતા અટકાવી દીધી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા હોવાથી લાશ્કરોને ઓક્સિજન બોટલની સુવિધા સાથે આગને બુઝાવવાની કામગીરી કરવાની ફરજ પડી હતી. આગના આ બનાવે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી મૂક્યો હતો. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

ઓક્સિજન સિલીન્ડર સાથે લાશ્કરની કામગીરી

ઓક્સિજન સિલીન્ડર સાથે લાશ્કરની કામગીરી

સંચાલકો પણ દોડી આવ્યા
ગોડાઉનના દિનેશભાઇએ જણાવ્યું હતું કે, આજે બપોરે એકાએક પ્લાસ્ટીકના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતા હું અને મારો પુત્ર સ્થળ પર દોડી આવ્યા હતા. આગ કેવી રીતે લાગી તે ખબર નથી. પ્રથમ કામ અમે આગ વધુ પ્રસરતા અટકે તે માટે ફાયર બ્રિગેડને જાણ કરી દેતા લાશ્કરો આવી પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીમારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, વ્યાપક નુકશાન થયું છે.

આગને વધુ પ્રસરતા લાશ્કરોએ અટકાવી

આગને વધુ પ્રસરતા લાશ્કરોએ અટકાવી

વીજ પુરવઠો બંધ કરાયો
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લાગેલી ભીષણ આગને પગલે એસ્ટેટનો વીજ પુરવઠો સલામતીના કારણે વીજ કંપની દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. આગનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પરંતુ, શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ બનાવ અંગે ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ (ટીબી હોસ્પિટલ)ના ઈન્ટર્ન ડોકટર્સની સ્ટાઈપેન્ડ વધારવાની માગ, રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું | Demand for increase in stipend of intern doctors of CU Shah Medical College (TB Hospital) of Surendranagar, held a rally and submitted a petition | Times Of Ahmedabad

સુરેન્દ્રનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર શહેરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ ( ટીબી હોસ્પિટલ )ના ઇન્ટર્નશીપ કરતા ડોકટરોની પાંચમા દિવસે પણ હડતાળ યથાવત રહી હતી. જેમાં ઇન્ટર્નશીપ કરતા ડોકટરો કોલેજથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતુ. જેમાં સ્ટાઈપન્ડ વધારવાની માંગ સાથે કામગીરી અળગા રહી છેલ્લા પાંચ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

છેલ્લા પાંચ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ઇન્ટર્નશીપ કરતા ડોકટરો સુરેન્દ્રનગર શહેરના માર્ગો પર રેલી યોજી સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં પાંચમાં દિવસે જુનિયર બેચના વિદ્યાર્થીઓ સહિત અંદાજે 200થી વધુ ડોકટરો પણ હડતાલમાં જોડાયા હતા. જેમાં સૂત્રોચ્ચાર અને બેનરો સાથે કોલેજ કેમ્પસમાં રેલી યોજી વિરોધ કર્યો હતો.

કોલેજ દ્વારા માત્ર રૂ.4500 સ્ટાઈપેન્ડ ચૂકવતા કોલેજના સતાધિશો સામે રોષની લાગણી ફેલાવા પામી છે. જેમાં અન્ય કોલેજ અને હોસ્પિટલની જેમ રૂપિયા 18,000 સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને ઇન્ટર્નશીપ કરતા ડોકટરો દ્વારા જો કોલેજ સતાધીશો દ્વારા માંગ સંતોષવામાં નહીં આવે તો ધરણા સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

જેમાં ઇન્ટર્નશીપ કરતા ડોકટરોએ આક્રોશ સાથે જણાવ્યું કે, ગુજરાતની અન્ય મેડિકલ કોલેજોમાં રૂ. 12 હજારથી લઇ રૂ. 32 હજાર સુધી સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે. જ્યારે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં ફક્ત રૂ. 4500 જ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે. છેલ્લા પાંચ દિવસથી ઇન્ટર્નશીપ કરતા ડોકટરો હડતાલ પર છે. આજે મેડિકલ કોલેજથી લઇ કલેક્ટર ઓફિસ સુધી ડોક્ટરોએ રેલી યોજી હતી.જેમાં ઇન્ટર્નશીપ કરતા ડોકટરો દ્વારા મેડિકલ કોલેજ વિરુદ્ધના સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. જ્યારે કલેક્ટર ઓફિસ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતુ. ત્યારે ઇન્ટર્નશીપ કરતા ડોકટરો દ્વારા તાત્કાલિક સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સમક્ષ પણ ઉગ્ર માંગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…