સુરત: સુરતના મહિધરપુરા વિસ્તારમાં પુનાથી આવેલા એક વેપારીનું રિક્ષામાં અપહરણ કર્યા બાદ તેના મોબાઈલ સહિત એકાઉન્ટમાંથી રૂપિયા લૂંટી લેવાની ઘટના સામે આવી હતી. જો કે પોલીસે આ બાબતે ગુનો દાખલ કરી બે આરોપીની ધરપકડ કરી લીધી છે. મૂળ મહારાષ્ટ્રના આ વેપારીનું પૈસા લેતી દેતીમાં અપહરણ કર્યાની બાબત સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે ભૂતકાળ રૂપિયા નહીં આપતા આ ઘટના અંજામ આપવામા આવ્યો છે.
વેપારીનું એપહરણ કરી 4,00,000ની લૂંટી લીધા
થોડા દિવસ પહેલા સુરતના મહિધરપુરા વિસ્તારમાં પુનાજી સ્પેરપાર્ટમાં વેપાર કરતો વેપારી સુરત આવ્યો હતો. તેને સુરત રેલવે સ્ટેશનથી રિક્ષામાં બેસાડીને લઈ ગયા બાદ આંખે પટ્ટા બાંધી એક રૂમમાં રાખી તેને માર મારી તેના એકાઉન્ટમાંથી 4,00,000ની લૂંટ કરી હોવાની ઘટના સામે આવી હતી. આ બાદ આ મામલે સુરતની મહિધરપુરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરતાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે ફરિયાદી મૂળ પુનાનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું અને તે સ્પેરપાર્ટનો ધંધો કરતો હતો.આ પણ વાંચો: 2022ના અંતિમ દિવસે સુરતમાં વધુ એક અંગદાન કિરણ હોસ્પિટલથી કરાવ્યું
આરોપીઓ અને ફરિયાદી સાથે સ્પેરપાર્ટનો ધંધો કરતા હતા
આ ઘટનાને અંજામ આપનારા આરોપીઓ પણ નાના હતા. જેઓ ભૂતકાળમાં 2019માં આ ફરિયાદી સાથે સ્પેરપાર્ટનો ધંધો કરતા હતા. જેમાં ફરિયાદી દ્વારા પૈસા ન આપી 3.50 લાખ રૂપિયા માટે ગલ્લા તલ્લા કરવામાં આવતા હતા. આથી પોતાના રૂપિયા મેળવવા માટે સીધી રીતે પૈસા માંગતા ફરિયાદીએ પૈસા આપવાની ના પાડતા આ લોકોએ સુરત સેન્ટર પસંદ કર્યું હતું અને ત્યાંથી એક સીમકાર્ડ ખરીદી આ વેપારી સાથે પૈસા મેળવવા માટે આર્થિક બે-ત્રણ મહિના આગળ પ્લાન કરી વેપારી સાથે વેપાર ધંધો કરવા માટેનું ચેટિંગ શરૂ કર્યું હતું અને વેપારીને સુરત બોલાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સુરત આવતાની સાથે જ આ વેપારીનું અપહરણ કર્યા બાદ તેની સાથે પટ્ટા બાંધી તેને ભાડે રાખેલા મકાનમાં લઈ ગયા હતા અને ત્યાં તેની આંખમાં મરચાની ભૂકી નાખી તેના એકાઉન્ટ માંથી ચાર લાખ રૂપિયા જેટલું ટ્રાન્જેક્શન કર્યું હતું. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કર્યા બાદ તેની મદદગીરી કરનાર સીમકાર્ડ અને મકાનના આપનાર વ્યક્તિ એમ કુલ મળી બે લોકોની ધરપકડ કરી હતી. ધંધામાં પૈસાની જૂની લેતી દેતીની વિગતો સામે આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
શ્રી શત્રુંજય મહાતીર્થ તેમજ સમેતશિખરજી તીર્થ ભારતના નહીં, પરંતુ સમગ્ર વિશ્વના જૈનોના આરાધનાનું કેન્દ્ર છે. જૈન સમાજ માટે આ તીર્થનું અવર્ણનીય મહત્વ છે, પરંતુ છેલ્લા કેટલા સમયથી અસામાજિક તત્વો દ્વારા આ પરમ પવિત્ર તીર્થની ગરીમાને ખંડિત કરે તેવી નીંદનીય પ્રવૃતિઓ થઈ રહી છે. આ પ્રવૃત્તિઓથી જૈન સમાજની ધાર્મિક આસ્થાને ઘણીજ ઠેસ પહોંચી છે. જૈનો એક શાંતિપ્રિય પ્રજા છે અને તેઓ સમાજના ઉત્કર્ષમાં પણ સતત યોગદાન આપતા રહે છે. શ્રી શેત્રુંજય મહાતીર્થ પર થયેલી આવી પ્રવૃત્તિઓને અમે વખોડીએ છીએ અને ભવિષ્યમાં આવી કોઈ દુષ્ટવૃત્તિ ન થાય તેની તકેદારી રાખવા સરકારને અનુરોધ કરી સરકાર દ્વારા ઘટતું કરે અને પવિત્ર તીર્થને ન્યાય મળે અને પર્યટન સ્થળમાં ઘોષિત ના થાય એ બાબતની નમ્ર વિનંતી સાથે જૈન સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
સુરત: ડોનેટ લાઈફ દ્વારા વર્ષ 2022ના અંતિમ દિવસે સુરતથી 43માં હૃદયનું દાન કરાવવામાં આવ્યું છે. ૬/૯, SMC ક્વાટર્સ, સુભાષ ગાર્ડન પાસે, ડોક્ટર પાર્કની બાજુમાં, મોરાભાગળ, રાંદેર રોડ, સુરત મુકામે રહેતો હિરલ 29 ડિસેમ્બરના રોજ સવારે ઘરેથી એલ.પી.સવાણી રોડ, મધુવન સર્કલ પાસે આવેલ પ્રો-બાબર સલુનમાં કામ પર જઈ રહ્યો હતો. સવારે 10:30 કલાકે રામ નગર સર્કલ પાસે બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડની પાસે તેની મોટર સાઇકલ સ્લીપ થઇ જતા હિરલ બાઈક પરથી પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. તેથી તેને તાત્કાલિક નજીકમાં આવેલ લાઈફલાઈન હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું.
હિરલ બાઈક પરથી પડી જતા ગંભીર ઈજાઓ થઈ
પરિવારજનોએ વધુ સારવાર માટે તેને કિરણ હોસ્પીટલમાં ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કર્યો. 30 ડિસેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોર, ડૉ. ધીરેન હાડા, ન્યુરોફીઝીશયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલે હિરલને બ્રેઈનડેડ જાહેર કર્યો. ઇન્દોરમાં ઓર્ગન ડોનેશન માટે કાર્ય કરતી સંસ્થા મુસ્કાનના જીતુભાઈ બેગાનીએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી હિરલના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલની સાથે રહી હિરલના પિતા વિજયભાઈ, માતા અલ્કાબેન, બેન રીયા, જીજાજી સુનીલ ભારૂડકર, ગજાનંદ ઈંગલે અને તેમના પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા
હિરલના માતા-પિતા અલ્કાબેન અને વિજયભાઈએ જણાવ્યું કે, અમે ખુબ સામાન્ય પરિવારના છીએ. જીવનમાં કોઈ ચીજવસ્તુનું દાન કરી શકીએ તેમ નથી, અમારો દીકરો બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે, શરીર બળીને રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. હિરલના પિતા સ્મીમેર હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે. પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTO નો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય સુરતની મહાવીર હોસ્પીટલને, કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા હતા.
17 વર્ષીય યુવકમાં હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું
સુરતની મહાવીર હોસ્પીટલના ડો. નિરજ કુમાર, ડૉ. સંદીપ સિંહા, ડૉ. જસવંત પટેલ અને તેમની ટીમે આવી હૃદયનું દાન સ્વીકાર્યું, લિવર અને કિડનીનું દાન કિરણ હોસ્પીટલના ડો. ધર્મેશ ધાનાણી, ડૉ. સુનીલ કુમાર સિંગ, ડૉ. અનુરાગ શ્રીમાલ, ડૉ. ગૌરવ પટેલ, ડૉ. મિતુલ શાહ, ડૉ. પ્રશાંત રાવ, ડૉ.કલ્પેશ ગોહિલ, ડૉ. ધર્મેશ નમા, ડૉ.જીગ્નેશ ઘેવરીયા, ડો.પ્રમોદ પટેલ, ડો.મુકેશ આહીર અને તેમની ટીમે સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન ડૉ.સંકીત શાહે સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલ હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ અંક્લેશ્વરના 17 વર્ષીય યુવકમાં સુરતની મહાવીર હોસ્પીટલમા ડો. અન્વય મુલે, ડૉ. જગદીશ માંગે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના 49 વર્ષીય વ્યક્તિમાં થયું
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભરૂચના રહેવાસી 34 વર્ષીય વ્યક્તિમાં, કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 49 વર્ષીય વ્યક્તિમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 61 વર્ષીય મહિલામાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલા ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. સંકિત શાહ દ્વારા કરવામાં આવશે. કિરણ હોસ્પિટલથી મહાવીર હોસ્પિટલ હ્રદય સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીનકોરીડોર બનાવામાં આવ્યો હતો. ઉલેખ્ખનીય છે કે કિડની, લિવર, હ્રદય, ફેફસા, હાથ જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત પોલીસ દ્વારા અત્યાર સુધી 85 ગ્રીનકોરીડોર બનાવામાં આવ્યા છે.
સુરત હવે ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
સુરતથી ડોનેટ લાઈફ દ્વારા ત્રેતાળીસમાં હૃદયનું દાન કરાવવામાં આવ્યુ છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા હતા. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત હવે ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1061 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 446 કિડની, 190 લિવર, 8 પેન્ક્રીઆસ, 43 હૃદય, 26 ફેફસાં, 4 હાથ અને 344 ચક્ષુઓના દાનથી કુલ 974 વ્યક્તિઓને નવુજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
પોરબંદર ખાસ જેલનું સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામા આવ્યુ હતું. જેમાં પોરબંદર એલસીબી પીઆઈ એચ.કે.શ્રીમાળી તથા એલસીબી સ્ટાફ તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ કે.એન.ઠાકરીયા તથા પીએસઆઈ વી.ડી.વાઘેલા તથા કમલાબાગ ડી.સ્ટાફ અને બીડીડીએસ સ્ટાફ દ્રારા પોરબંદર ખાસ જેલનું સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું હતુ.
ચેકીંગ દરમિયાન ખાસ જેલની બેરેકોમાં બીડીડીએસના ઉપકરણો દ્વારા તપાસ હાથ ધરવામા આવી હતી. અને ચેકીંગ દરમિયાન જેલમાં રહેલા મિલ્કત સંબંધી તથા ગંભીર ગુન્હાઓના આરોપીઓની પુછપરછ પણ કરવામાં આવી હતી. જોકે જેલ ચેકીંગ દરમ્યાન કોઇ ગેરકાયદેસર કે વાંધાજનક ચીજ વસ્તુઓ મળી આવેલી ન હતી.
આ કામગીરીમાં પોરબંદર એલસીબી પીઆઈ એચ.કે.શ્રીમાળી, કમલાબાગ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ કે.એન.ઠાકરીયા તથા પીએસઆઈ વી.ડી.વાઘેલા તથા એલસીબી સ્ટાફ તથા કમલાબાગ ડી.સ્ટાફ તથા બીડીડીએસ સ્ટાફ રોકાયેલ હતા.
રાજકોટ: રાજ્યમાં નવા વર્ષની શરૂઆત સાથે જ પેપર ફૂટ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં આવેલી એક ખાનગી શાળાનું પેપર ફૂટ્યું હોવાનું સામે આવ્યું છે. શ્રદ્ધા વિદ્યાલયનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. આ વાયરલ પેપર ધોરણ 11નું હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી 3 અને 4 જાન્યુઆરીએ પરીક્ષા યોજાવાની હતી, તે અગાઉ જ પેપર વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે. આ મામલે શાળાના સંચાલકો દ્વારા ફરિયાદ કરવામાં આવી શકે છે.
આગામી 3 અને 4 તારીખે પરીક્ષા યોજાવવાની હતી
રાજકોટની શ્રદ્ધા વિદ્યાલયના ધોરણ 11નું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. આગામી તારીખ 3 અને 4 રોજ પરીક્ષા યોજાવવાની હતી, પરંતુ તે પહેલા જ પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થતાં ભારે ચકચાર મચી છે. આ પેપર બી.એ વિષયનું હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ, નવા વર્ષની શરૂઆતમાં જ પેપર ફૂટ્યું હોવાના સમાચાર સામે આવતાં ફરી એક વાર ચર્ચાનો વિષય બન્યો છે. હવે સવાલ એ થાય છે કે, આ પેપર સોશિયલ મીડિયામાં કેવી રીતે ફરતું થયું?
જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી શકે છે તપાસ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પેપરને લઇને ખાનગી શાળાના સંચાલકો પણ એક્શનમાં આવ્યા છે. સ્કૂલના સંચાલકો દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી શકે છે. સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ તપાસ કરવામાં આવી શકે છે. કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પેપર વાયરલ કરવામાં આવ્યું હોવાનું મનાય છે. આ સાથે જ સવાલ ઉભા થઇ રહ્યા છે કે, આખરે કોણે આ પેપર વાયરલ કર્યું અને કેવી રીતે સોશિયલ મીડિયામાં ફરતું થયું?
તમારા શહેરમાંથી (રાજકોટ)
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
31 ડિસેમ્બર વર્ષનો છેલ્લો દિવસ અને 12 વાગ્યે નવા વર્ષના વધામણાં કરવા હોટેલો અને ટેન્ટ સિટીઓમાં ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રવાસીઓએ રાત્રીના 12 વાગ્યે ફટાકડા ફોડી આતીસબાજી કરી નવા વર્ષ 2023 ના વધામણાં કર્યા હતા.
મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો જોડાયા ડીજે ડાન્સ કરી કરી પ્રવાસીઓ એ મોઝ કરી નવા વર્ષના વધામણાં કરી શાનદાર ઉજવણી કરી હતી. કેવડિયા એકતાનાગરમાં રમાડા એનકોર હોટેલમાં ગાલા ડિનર ડાન્સ પાર્ટીનું ખાસ આયોજન મેનેજર મનોજ મહારાજ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યાં પછી હવે પ્રવાસીઓનું ફરવા માટેનું પહેલું પસંદગીનું પ્રવાસન સ્થળ કેવડીયા બન્યું છે. ત્યારે નવવર્ષની ઉજવણી કરવા કેવડિયા વિસ્તામાં 50 હજાર જેટલા પ્રવાસીઓ ટેન્ટ સીટી, ગેસ્ટહાઉસ, હોમ સ્ટે, હોટલોમાં રાત્રી રોકાણ કર્યું હતું. કોઈ જગ્યાએ કેમ્પ ફાયર તો કોઈ જગ્યાએ ડાન્સ પાર્ટીઓ યોજાઈ હતી. જેમાં પ્રવાસીઓ ડાન્સ કરી ઉજવણી કરી પોતે ખૂબ મજા માણી રહ્યા છે. ડાન્સ સાથે કેટલીક ગેમ પણ રમાડવામાં આવી હતી. અને વિજેતા પ્રવાસીઓને ગિફ્ટ આપવામાં આવી હતી.
જામનગર : બિઝનેસ ટાયકૂન મુકેશ અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની સગાઇ થઇ ચુકી છે અને જલ્દી જ તે લગ્નના બંધનમાં બંધાઇ જશે. તેવામાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ નવા વર્ષની ઉજવણી કરવા જામનગર પહોંચ્યા હતા.
જામનગર એરપોર્ટ પર બંનેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. સગાઈના બંધનમાં બંધાયા પછી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે નવા વર્ષની ઉજવણી રિલાયન્સ ટાઉનશીપ ખાતે કરી હતી.
જામનગર એરપોર્ટ પર મુકેશ અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા સાથે બોલીવુડ સ્ટાર જાનવી કપૂર અને બોની કપૂર પણ ઉપસ્થિત રહ્યા હતા. સગાઇ કર્યા બાદ આ ન્યૂ કપલ પહેલીવાર રિલાયંસ ટાઉનશિપ પહોંચ્યું હતું.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના આગમનની ખુશીમાં રિલાયન્સ ટાઉનશિપને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતુ. તે બાદ જામનગરની રિલાયન્સ ટાઉનશિપમાં ગ્રાન્ડ ન્યૂ યર સેલિબ્રેશન કરવામાં આવ્યું હતુ.
ખાસ વાત એ છે કે અંબાણી પરિવારમાં હાલ જશ્નનો માહોલ ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી પોતાના જોડિયા બાળકો સાથે ભારત પહોંચી હતી અને અંબાણી પરિવારે ઇશા અને તેના બાળકોનું સ્વાગત ધામધૂમથી કર્યુ હતુ. બિઝનેસ ટાઇકૂન મુકેશ અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની સગાઇ થઇ ચુકી છે અને જલ્દી જ અંબાણી પરિવારમાં શરણાઇના સૂર વાગશે. જણાવી દઇએ કે તેમની સગાઇ રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં કરવામાં આવી હતી.
જો કે અનંતના લગ્ન ક્યારે થશે તેના વિશે કોઇ જાણકારી નથી. અનંત અને રાધિકા એકબીજાને પાછલા ઘણા સમયથી ઓળખે છે. રાધિકાને અંબાણી પરિવારના દરેક ફેમિલી ફંક્શનમાં જોવામાં આવી હતી. હવે જલ્દી જ તે અંબાણી પરિવારની નાની વહુ બનશે.
કોણ છે રાધિકા મર્ચન્ટ
તમને જણાવી દઇએ કે રાધિકા વીરેન મર્ચન્ટની દીકરી છે. વીરેન મર્ચન્ટ એક હેલ્થકેર ફર્મના સીઇઓ છે અને રાધિકાએ પોલિટિક્સ અને ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. આ ઉપરાંત 2017માં તે ઇસ્પ્રાવા ટીમમાં સેલ્સ એક્ઝીક્યૂટીવ તરીકે સામેલ થઇ. રાધિકા અને અનંત એકબીજાના નાનપણથી જાણે છે. વર્ષ 2018માં બંનેનો સાથે ફોટો વાયરલ થયો હતો જે બાદ તેમના રિલેશનશિપની અટકળોએ જોર પકડ્યુ હતુ.
અમદાવાદના થલતેજ વિસ્તારમાં હેબતપુર ફાટક નજીક આવેલી ઝાડીઓમાંથી આજે સવારે એક યુવકની લાશ મળી આવી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા સોલા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. યુવકને અન્ય જગ્યાએ માર મારી અને ઝાડીઓમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ યુવકના ઘરની નજીક તેને બેથી ત્રણ લોકો માર મારતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેથી હાલમાં સોલા પોલીસે હત્યાની આશંકાના આધારે તપાસ શરૂ કરી છે.
સીસીટીવી ફૂટેજમાં શું દેખાય છે? 1.52 મિનિટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બાઈક પર એક યુવકને લાવવામાં આવ્યો છે. જ્યાં એક વ્યક્તિ તેને પકડી રાખે છે. જ્યારે અન્ય યુવક તેને લાકડીથી ફટકારી રહ્યો છે. આ ઘટનાક્રમ સીસીટીવીમાં રેકોર્ડ થયો છે. લાકડીથી યુવકને બરહેમીથી ફટકારવામાં આવ્યો હતો.
પોલીસ હત્યા કરાઈ છે કે કેમ તેની તપાસમાં સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે. બી. અગ્રાવતે જણાવ્યું હતું કે, હાલમાં યુવકની લાશ મળી આવી છે. યુવકની હત્યા કરવામાં આવી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ગણતરીના કલાકોમાં સમગ્ર મામલે તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવશે.
નવા વર્ષની સવારે યુવકની લાશ મળતાં પોલીસ દોડી ગઈ મળતી માહિતી મુજબ આજે સવારે સોલા પોલીસને જાણ થઈ હતી કે, થલતેજ વિસ્તારમાં હેબતપુર ફાટક પાસે રેલવે ટ્રેક નજીક પેલી ઝાડીઓમાં એક યુવકની લાશ મળી છે. જેથી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતકનું નામ રાજેન્દ્ર કાનારમ નવલ (ઉ.વ.25 ) છે. ચાણકયપૂરી વિસ્તારમાં ડમરુ સર્કલ સેકટર 3 વિસ્તારમાં રહે છે. મૃતક યુવક છોટાહાથી ચલાવતો હતો.
પરિવારનો આક્ષેપ હત્યા કરીને લાશને ફેંકી દેવાઈ ગઈકાલે રાત્રે 31મી ડિસેમ્બર હતી અને તે રાત્રે ઘરની બહાર ગયો હતો. ત્યારે ઘર નજીક કેટલાક લોકોએ તેને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. માર મારતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પરિવારજનોનો આક્ષેપ છે કે યુવકને માર મારી અને હત્યા કરી લાશને રેલવે ટ્રેક પાસે ફેંકી દેવામાં આવી હતી. સોલા પોલીસે આ સીસીટીવી ફૂટેજ કબજે કરી અને હાલમાં તપાસ શરૂ કરી દીધી છે.
Ambalal Patel big forecast for new year: નવા વર્ષમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમની આગાહી અનુસાર, જાન્યુઆરીમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે. આ મહિને ઠંડી સાથે માવઠાનો માર પડશે.
શહેરા તાલુકાના ખોજલવાસા વણઝારા ફળિયામાં અને હાલ ગોધરા શહેરના પંચવટી સોસાયટીમાં રહેતા પરિણીતાને તેના પતિ સહિત સાસરીપક્ષ દ્વારા અવારનવાર માનસિક અને શારીરિક ત્રાસ આપી દહેજની માંગણી કરી હેરાન પરેશાન કરવામાં આવી રહી હતી. જ્યારે તેના પતિ અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ રાખતા હોવાની જાણ પરિણીતાને થતા તેઓએ ગોધરા મહિલા પોલીસ સ્ટેશન ખાતે પતિ સહિત સાસરિયા વિરુદ્ધમાં ગોધરા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના તાડવા ગામે રહેતા જશોદાબેન સંજય વણઝારા પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, શરૂઆતમાં લગ્ન જીવન સારી રીતે ચાલતું હતું, પરંતુ છેલ્લા બે વર્ષથી તેના પતિ સંજય સરદાર વણઝારા અન્ય બીજી સ્ત્રી સાથે આડા સંબંધ ધરાવતા હતા. જેના લીધે પત્ની જશોદાબેને આડા સંબંધની જાણ થતાં તેણે પતિને આડા સબંધ બાબતે કહ્યું ત્યારે તેઓએ માં-બેનના અપશબ્દો બોલીને મારઝૂડ કરવા લાગ્યો હતો. જશોદાબેનના સસરા સરદાર વક્તા વણઝારા, સાસુ હંસા સરદાર વણઝારા, નણંદ મોનિકા સરદાર વણઝારા અને સપના ધર્મેશભાઈ વણઝારા આ તમામ મારા પતિને ચઢામણી કરી અવારનવાર મેણા ટોણા મારી દહેજ માટે ફોરવ્હીલર ગાડીની માંગણી કરતા હતા. જ્યારે સસરા સરદાર વક્તા વણઝારા હું ઘરમાં એકલી હોય ત્યારે અડપલા કરી હેરાન પરેશાન કરતા હતા. જેથી આખરે જશોદાબેને પતિ સહિત સાસરી પક્ષ વિરુદ્ધમાં ગોધરા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહીલા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Salim chauhan, Anand: આણંદ વિદ્યાનગરમાં આવેલ વિદ્યાનગર નેચર ક્લબ પર્યાવરણને બચાવવા માટે ઉમદા કર્યો છેલ્લા ત્રીસ વર્ષથી કરે છે. છેલ્લા 30 વર્ષથી આ સંસ્થા દ્વારા પર્યાવરણને લઈ લોકોમાં જાગૃતા ફેલાય તે માટે ગ્રીનેથોન નામની ઇવેન્ટ રાખવામાં આવે છે.
આ ઈવેન્ટ દર ફેબ્રુઆરીમાં 12 તારીખે યોજવામાં આવે છે. આ ઇવેન્ટમાં ચરોતરનાં વૃક્ષો પ્રત્યે લોકોને જાગૃતિ આવે અને આ ખાસ પ્રકારના વૃક્ષોનું લોકો જતન કરે તેવા હેતુંથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે.
આ રેસ વિદ્યાનગર શાસ્ત્રી મેદાનથી 10 કિ.મીના અંતરે પરત શાસ્ત્રી મેદાન ખાતે પૂર્ણ થશે. આ ઈવેન્ટમાં ત્રણ હજારથી વધુ લોકો અલગ અલગ સ્પર્ધામાં ભાગ લેશે. જેમાં સાઈકલ સ્પર્ધા અને દોડ સ્પર્ધામાં લોકો જોડાશે.
આણંદના વિદ્યાનદરમાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની 12 તારીખે એક ગ્રીનેથોન રેસનું આયોજન કરવામાં આવે છે.આ રેસમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા હોય છે.આ કાર્યક્રમનો મુખ્ય હેતું પર્યાવરણની રક્ષણ બાબતે હોય છે.
ચરોતર વિસ્તારમાં આવેલા વૃક્ષો અંગે લોકો માહિતગાર થાય અને તે વૃક્ષોનું રક્ષણ કરે તેવો મેસેજ લોકો સુધી આ ગ્રીનેથોન રેસ મારફતે આપવાનો પ્રયત્ન આ વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા કરવામાં આવે છે.
આમ તો ચરોતરનો વિસ્તાર લીલોતરી તરીકે પણ જાણીતો છે. અહીંયા ઠેર-ઠેર વૃક્ષો જોવા મળે છે અને આ વૃક્ષોનું લોકો જતન કરી અને જાળવણી પણ કરતા હોય છે. ત્યારે લોકોને આવા ઇવેન્ટ થકી ઉત્સાહમાં વધારો થાય તેવા હેતુંથી 12 ફ્રેબ્રુઆરીએ વિધાનગર નેચર ક્લબ દ્વાર ખાસ આયોજન પણ કરવામાં આવતું હોય છે.
વર્ષ 2023માં 12 ફ્રેબુઆરીએ આણંદના વિદ્યાનદરમાં નેચર ક્લબ દ્વારા રેસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 3 હજારથી વધુ લોકો ગ્રીનેથોન રેસમાં ભાગ લેશે અને આ કાર્યક્રમને સકસેસફૂલ બનાવશે તેવું આ ક્લબ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ સંસ્થાની શરૂઆત ધવલભાઈ પટેલ દ્વાર કરવામાં આવી હતી આ સંસ્થાનો મુખ્ય ઉપદેશ છે કે ચરોતરનાં લોકો નેચર વિશે જાણે અને તેનુ જતન કરે 1988ની સાલમાં આ સંસ્થા શરૂ કરવામાં આવી હતી.
ત્યારથી લઈને અત્યાર સુધી આ સંસ્થામાં અનેક લોકો જોડાયેલા છે જે ફ્રીમાં આ સંસ્થાને સેવા પૂરી પાડી સમાજમાં જાગૃતિ પણ ફેલાવે છે.
તમારા શહેરમાંથી (આણંદ)
Published by:Santosh Kanojiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર