Monday, January 2, 2023

રાજકોટ: મોતની સફરમાં પણ મિત્રોએ નિભાવી યારી, અંતિમયાત્રા જોઇને ગામ હિબકે ચડ્યું

Rajkot News: રાજકોટના ધોરાજી અને ગોંડલના બે જીગરજાન મિત્રોએ મોતની સફરમાં પણ મિત્રતા છોડી ન હોવાનો કિસ્સો સામે આવ્યો, અંતિમયાત્રા જોઇને ગામ હિબકે ચડ્યું

Navsari: ભયજનક રીતે વધી રહ્યાં છે અકસ્માત, ધર્મગુરુઓએ લીધો એવો નિર્ણય કે જાણીને ગર્વ થશે!

Sagar Solanki, Navsari:  હજી પણ દેશમાં માનવતા જીવીત છે કારણ કે નવસારીના બનેલી રાત્રી દરમિયાન બસ અને કાર અકસ્માતની ઘટના જેણે હર કોઈને હચમચાવી નાખ્યા છે લોકોએ આ ઘટનાને લઈને સહાનુભૂતિ પણ દાખવી છે તો કેટલા લોકો સહાય માટે પણ આગળ આવ્યા છે. 31 ડિસેમ્બરની વહેલી સવારે નવસારીના નેશનલ હાઈવે પર આવેલા વેસ્મા પાસે એક ગોઝારો અકસ્માત થયો હતો. અમદાવાદ થી વલસાડ તરફ જઈ રહેલા કારનો એક બસ સાથે અકસ્માત થતાં એ ઘટનામાં નવ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા.

નવસારી નજીકના નેશનલ હાઇવે નંબર 48 પર પરથાના ખાતે આ અકસ્માતમાં જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે તેમને સંવેદના સ્વરૂપે લાઠીની રામકથા ની વ્યાસપીઠ તરફથી પ્રત્યેક મૃતકના પરિજનોને રૂપિયા 11000 -11000ની સંવેદના સહાયતા જાહેર કરવામાં આવી.

આ અકસ્માતમાં જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે તે માટે પૂજ્ય મોરારી બાપુએ તેમના પરિજનો માટે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. આ ઉપરાંત આ ઘટનામાં જે લોકો ઘાયલ થયા છે તેઓ ઝડપથી સ્વસ્થતા પ્રાપ્ત કરે તેવી પણ પ્રાર્થના પૂજ્ય બાપુએ કરી.

અગાઉ પણ જ્યારે કોરોના કાળ દરમિયાન આવી જીવ ગુમાવવાની ઘટના કેટલાય પરિવારોમાં બની છે આ તમામ લોકોને મદદ કરવા માટે પણ તંત્ર અને અન્ય સામાજિક સંસ્થાઓ આગળ આવી હતી પરંતુ હાલમાં આ બનેલી ગોઝારી ઘટનામાં તંત્ર એ તો સહાયની જાહેરાત કરી જ છે પરંતુ ધાર્મિક સંસ્થાઓ અને ધર્મગુરુઓ પણ મૃતકોના પરિવારજનોની વાહરે આવ્યા છે. કારણકે કેટલાય લોકોએ પોતાનો જીવન સહારો ગુમાવ્યો છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

First published:

Tags: Local 18, અકસ્માત, નવસારી

પાલિતાણામાં ચિકન-મટન બાદ સફરજનનો હલવો ખાતાં 150 મહેમાનોને ફૂડ પોઇઝનિંગ, હોસ્પિટલમાં બેડ ખૂટ્યાં | After chicken-mutton in Palitana, guests' health deteriorates after eating apple halwa, more than 150 people get food poisoning, hospitals run out of beds

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • After Chicken mutton In Palitana, Guests’ Health Deteriorates After Eating Apple Halwa, More Than 150 People Get Food Poisoning, Hospitals Run Out Of Beds

ભાવનગર9 મિનિટ પહેલા

જૈનનો તીર્થનગરી પાલીતાણા સીસીટીવીમાં તોડફોડ મામલે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યારે વધુ એક વખત ચર્ચામાં આવી છે. લગ્નની દાવતમાં 100થી 150 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાની ઘટના સામે આવી છે. રવિવારે સાંજે યોજાયેલા લગ્ન પ્રસંગમાં એક હજારથી વધુ લોકોએ ચિકન, મટન, બિરીયા સહિતનું નોનવેજ ભોજન આરોગ્યુ હતું. જે બા સફરજનનો હલવો અને છાશ આરોગતા 150થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. લોકોને ઉલ્ટીઓ થતા માનસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બેડ ખૂટી પડ્યા હતા.

સૌથી વધુ બાળકો ફૂડ પોઇઝનિંગના ભોગ બન્યા
પાલિતાણા શહેરમાં રહેતા અને અને ગારીયાધાર રોડપર પાન-માવાની દુકાન ધરાવતા મહેતરના આંગણે લગ્નનો પ્રસંગ હતો, જેથી પાલિતાણાના તળાવ વિસ્તારમાં આવેલા જમાત ખાનામાં દાવતનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 હજારથી વધુ લોકોએ સફરજનનો હલવો, છાશ, ચિકન બિરીયાની મટન સહિતનું નોનવેજ ભોજન આરોગ્યુ હતું. જેમાં 150થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી, જેમાં સૌથી વધુ બાળકોનો સમાવેશ થાય છે.

પાલિતાણા-ભાવનગર અને પ્રાઈવેટ હોસ્પિટલમાં દર્દીઓને ખસેડાયા
દાવતમાં ભોજન બાદ પ્રથમ બાળકોને ઝાડા-ઉલ્ટી સાથે તબિયત લથડતાં હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં હતાં. આ દરમિયાન એક બાદ એક બાળક અને ત્યારબાદ યુવાનો મહિલાઓ અને વૃદ્ધોએ પણ ઝાડા-ઉલ્ટી સહિતની ફરિયાદ કરતાં જોતજોતામાં 150થી વધુ લોકોને આ પ્રકારે ખોરાકની ઝેરી અસરના લક્ષણો વર્તાતા સમગ્ર સ્થિતિને પારખીને સ્થાનિક પ્રશાસન તથા સામાજિક કાર્યકરો મદદે દોડી આવ્યા હતા. અનેક લોકોને ફૂડ પોઇઝનિંગ આર થતા પાલિતાણા, ભાવનગર અને પ્રાઈવેટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં લોકોની ભીડ જોવા મળી
સ્થાનિક ઈકબાલભાઈએ જણાવ્યું હતું કે, પાલીતાણાના પ્રસંગમાં જમણવાર હતો, જેમાં લોકોમાં ફૂડ પોઇઝનિંગની અસર થતા માનસિંહજી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે કોઈને ખાનગીમાં તો કોઈ ભાવનગર રીફર કરવામાં આવ્યા હતા. ફૂડ પોઇઝનિંગનો ભોગ બનેલા લોકો પાલિતાણાના પરિમલ, નવાગઢ અને 50 વારિયા વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક સામાજિક કાર્યકરો, રાજકીય પક્ષના નેતાઓએ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મોડી રાત સુધી પાલિતાણાની હોસ્પિટલમાં લોકોની ભીડ જોવા મળી હતી. મહત્વનું છે કે, આ ઘટનામાં કોઈ ગંભીર દર્દી હોવાનું સામે આવ્યું નથી. જેને લઈ લોકો અને તંત્રમાં રાહત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે…

Navsari: ગુજરાતનું એવું સ્થળ જ્યાં જંગલની જેમ ગામમાં આંટાફેરા કરે છે દીપડા!

Sagar Solanki, Navsari;  વાંસદા તાલુકાના ઉનાઈના ચરવી ગામના રહેણાંક વિસ્તારમાં દીપડો ફરી એકવખત શિકારની શોધમાં ભટકી રહ્યો છે ત્યારે ઉનાઈના ચરવી ગામે ગામીત ફળિયામાં ફરી એક વખત બકરીનો શિકાર કરીને દીપડાએ આતંક ફેલાવતા શાંતિબેન ગામિતે વનવિભાગને ઘટનાની લેખિત જાણ કરતા પાંજરુ મુકવાની તજવીજ હાથ ધરી છે.

ઉનાઈના ચરવી ગામે મોડી-રાત્રેઘરની પાછળ બનેલા કોઢારમાંથી બકરીનો શિકાર કરી દિપડો ફરાર થઈ ગયો. આ વિસ્તારમાં ખેડૂતોને વારં-વાર દીપડા નજરે પડતા હોય છે અનેક વાર પાંજરૂ મુક્યા બાદ પણ ચાલાક દિપડા સતત લોકેશન બદલતા આજ-દિન સુધી પાંજરે પુરાયો નથી અને વન વિભાગને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. જેથી ચરવીના ગ્રામજનો વહેલી તકે લોકો ભય મુક્ત બને તેવા પ્રયાસ વનવિભાગ દ્વારા થાય એવી માંગ ઉઠી છે. છેલ્લા ઘણા સમયથી દિપડો રહેણાંક વિસ્તારમાં આંટા-ફેરા કરી રહ્યો છે ત્યારે અગાઉ પણ એક બાળક પર જીવલેણ હુમલો કર્યા બાદ દીપડાનો આતંક ફરી દેખાઈ રહ્યો છે.

નવસારી જિલ્લામાં વિવિધ ચાર સ્થળોએ છેલ્લા બે અઠવાડિયામાં દીપડા દેખાવાની ઘટના સામે આવી છે. ત્યારે હલમાં પ્રાપ્ત માહિતી અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં દિપડાનું દિવસેને દિવસે પ્રમાણ વધતું જઈ રહ્યું છે શેરડીના કટિંગની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારથી દીપડાઓ માટે જાણે તેમનુ ફેવરિટ હબ બની ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે અને તેના કારણે ખેડૂતો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ચરવી ગામે દીપડાએ બકરીનું મારણ કરવાની ઘટના સંદર્ભમાં શાંતિબેન ગામિતે વાંસદા વન વિભાગનાં રેન્જ ફોરેસ્ટ લેખિત જાણ કરી પીંજરું મૂકવા માટે માંગ કરી હતી. જેથી કરી વન વિભાગે પાંજરું મિકી આગળની કાર્યવાહી હાથ ધરી

દિપડાને શરીરનાં પ્રમાણમાં ટુંકા પગ અને મોટું માથું હોય છે. આ પાણી ચિત્તાને મળતું આવે છે.દિપડો જંગલ તથા સીમમાં એમ ગમે ત્યાં ફરતો જોવા મળી શકે છે. સાંજથી સવાર સુધીમાં શિકાર કરે છે, પરંતુ જો રાત્રે શિકાર ન મળ્યો તો દિવસે પણ શિકાર કરે છે. જંગલની આસપાસની માનવ વસ્તીની નજીક રાત્રે જોઇ શકાય છે. મહત્વનું છે કે આ પ્રાણી શિકારની આગળની તરફથી હુમલો કરે છે. તેની મારણની પસંદગી આંખ, કાન, કિડની, રુધિર, યકૃત, નાક વગેરે હોય છે. ભારતીય દીપડાઓ કોઈપણ વિસમ પરિસ્થિતિમાં પોતાને ઢાળી શકે છે અને જીવી શકે છે તેમજ નવસારી જિલ્લાની આજુબાજુ ના જિલ્લાઓમાં પણ દીપડાની સંખ્યા તેમજ લોકોને દેખાય આવે છે.

હાલ દિપડાઓ શેરડીના ખેતરોમાં ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શહેરની આજુબાજુના વિસ્તારોમાં પણ દેખાયાના બનાવો બનવા પામ્યા છે એનું મહત્વનું કારણ એ છે કે જંગલ વિસ્તારની અંદર પૂરતા પ્રમાણમાં તેઓને ભોજન મળતું નથી તેમ જ પીવાનું પાણી ન મળતું હોવાથી આ દીપડાઓ જંગલ તરફથી હવે ગામડાઓ તરફ આકર્ષાયા છે જેનું મહત્વનું કારણ એ છે કે તે ને સરળતાથી ભોજન જેવા કે જંગલી ડુક્કર કુતરા બકરા ગાય સસલાઓ પૂરતા પ્રમાણમાં મળી રહે છે તેમજ દક્ષિણ ગુજરાતની આજુબાજુ ની વાત કરીએ તો ખાસ કરીને નદી કિનારા વિસ્તારમાં કોતરોનું પ્રમાણ વધુ હોવાને કારણે સરળતા થી છુપાવવાનો તેને અવસર મળી જાય છે જેથી દક્ષિણ ગુજરાતમાં દીપડા દેખાવો ની ઘટનાઓ હવે દિવસ અને દિવસે સામાન્ય બની જવા પામી છે

Published by:Vijaysinh Parmar

First published:

Tags: Leopard, Local 18, નવસારી

In Anand, blood is provided at a concessional rate by the Indian Red Cross Societysca – News18 Gujarati

Salim chauhan, Anand: આણંદમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની શરૂઆત વર્ષ 1965 માં થોડા સભ્ય દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતનાં વર્ષોમાં નાના પાયે શરૂઆત કરી હતી. જેમાં છાસ વિતરણથી શરૂઆત કરવામાં આવી હતી.બાદ વર્ષ 1988માં ખાનગી હોસ્પિટલમાં દર્દીને લોહી પૂરું પાડવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ બેંકની શરૂઆત કરવામાં આવી.

આં સંસ્થાના સભ્યો દ્વાર દાતા જોડેથી દાનમાં મળેલી રકમમાંથી સાધનો વસાવ્યા અને વર્ષ 1988માં નગરપાલિકાના સામેના ભાગે એક બિલ્ડિંગનું નિર્માણ કરાયું, જેમાં બ્લડ બેંકની શરૂઆત કરવામાં આવી હતી.

ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા અનેક સેવા કરવામાં આવે છે

અહીં રાહત દરે પેથોલોજી લેબોરેટરી ચાલવામાં આવે છે અને ફિજીયોથેરાપીની સુવિધા તથા અપંગશય યોજના જેમાં વ્હીલ ચેરથી લઈને વોકર સુધીના સાધનો નિ:શુલ્ક આપવામાં આવે છે. આ ઉપરાંત આ સંસ્થામાં ઓકસીજન કંનશનટ્રેટર જેવી સેવા પણ પૂરી પાડવામાં આવે છે.

22,000 યુનિટ બ્લડની જરૂર

તમારા શહેરમાંથી (વડોદરા)

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે તમામ પ્રકારના બ્લડ રાહત દરે દર્દીને આપવામાં આવે છે. હાલ આણંદમાં એક વર્ષમાં રેડ ક્રોસ સોસાયટીમાં 22000 યુનિટ બ્લડની જરૂર ઊભી થાય છે. આ સંસ્થા 14 હજાર યુનિટ બ્લડ પૂરું પડે છે. આ સંસ્થાનાં સેક્રેટરીએ જણાવ્યું હતું કે, લોકો હજુ પણ જાગૃત થઈને જો બ્લડ ડોનેટ વધારે કરતા થાય તો બ્લડ માટે લોકોએ દોડા દોડ કરવી ન પડે અને સરળતાથી રેડ ક્રોસમાંથી જ બ્લડ મળી શકે તેમ છે.

જન્મ દિવસ સહિતના પ્રસંગે રક્ત દાન કેમ્પનું આયોજન

આ સંસ્થા દ્વાર વાર તેહવાર અને બર્થ ડે પર કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવે છે. જેમાં લોકો બ્લડ ડોનટ કરે છે. જેમાં તાજેતરમાં કોમફ્રી પરિવાર દ્વાર માતાનાં બર્થડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટા પ્રમાણમાં લોકોએ બ્લડ ડોનટ કર્યું હતું.

 

આ ઉપરાંત સંસ્થા દ્વાર શાળા, કોલેજમાં પણ બ્લડ ડોનટ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.આ સંસ્થામાં હાલ આધુનિક મશીન દ્વાર બ્લડની પ્રોસેસ કરવામાં આવે છે. તે માટે આ સંસ્થાને એન એ બી એચ દ્વાર અક્રિડેશન પણ આપવામાં આવ્યું છે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Anand, Blood donation, Blood donation camp, Local 18

ઈડરના મોટા કોટડામાં NSSનો પાંચ દિવસીય કેમ્પ યોજાયો, MSW અને BRS કોલેજના વિધાર્થીઓએ ગામમાં લોકજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કર્યુ | A five-day camp of NSS was held in Mota Kota of Eider, students of MSW and BRS College organized public awareness programs in the village.

સાબરકાંઠા (હિંમતનગર)27 મિનિટ પહેલા

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ભેટાલી પાસે આવેલા દિવ્ય ચેતના કોલેજ કેમ્પસના MSW અને BRS કોલેજના વિધાર્થીઓનો પાંચ દિવસનો NSS કેમ્પ મોટા કોટડા ગામે યોજાયો હતો. જેમાં વિધાર્થીઓએ અવનવા લોક જાગૃતિના કાર્યક્રમો રજૂ કર્યા હતા.

ઈડરના મોટા કોટડા ગામે ભેટાલી પાસેની દિવ્યચેતના કોલેજ કેમ્પસમાં MSW અને BRS કોલેજના 40 વિધાર્થીઓ, જેમાં 13 વિધાર્થીઓ અને 27 વિધાર્થીનીઓએ યોજાયેલા પાંચ દિવસના NSS કેમ્પમાં ભાગ લીધો હતો. તો 28 ડીસેમ્બર 2022 થી 1 જાન્યુઆરી 2023 દરમિયાન NSS ના સ્વયંસેવકોએ રોજ સવારે પ્રભાત ફેરી, ગામમાં સફાઈ કામ કરવું, અલગ-અલગ વિષયો પર ચિંતન કરવા સહિતની પ્રવૃતિઓ કરવામાં આવી હતી. ત્રીજા અને ચોથા દિવસ રાત્રી દરમિયાન સ્વયંસેવકો દ્વારા ગામમાં મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં લાડલી દીકરી, માં એ મમતાની સાગર, નશો નોતરે નાશ, સાંબેલા માતા સહિતના લોક જાગૃતિના નાટકો રજુ કર્યા હતા.

આમ NSS કેમ્પમાં પાંચ દિવસ દરમિયાન સ્વયંસેવકોએ દિવસે અને રાત્રે અલગ અલગ લોક જાગૃતિના કાર્યક્રમો રજુ કર્યા હતા. આ અંગે MSW કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ મયંક પટેલે જણાવ્યું હતું કે, MSW અને BRS કોલેજના વિધાર્થીઓ NSS ના કેમ્પમાં સ્વયંસેવકો બન્યા હતા અને પાંચ દિવસ દરમિયાન વ્યસન મુક્તિ પર અને અધશ્રદ્ધા પર નાટકો રજૂ કરી જાગૃતિ ફેલાવી હતી. તો 1 લી જાન્યુઆરી 2023 ના નવા વર્ષે પાંચ દિવસના કેમ્પની ગ્રામજનો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં પુર્ણાહુતી થઇ હતી. આમ કેમ્પથી વિધાર્થીઓમાં વિવિધ પ્રવૃતિઓ થકી કેળવણીનો સંચાર થાય તો બીજી તરફ ગ્રામજનોમાં સફાઈ સહિતની જાગૃતિ આવે તે હેતુ કેમ્પમાં જોવા મળ્યો હતો. જેને લઈને ગ્રામજનોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Heights of approach of Pramukhswami Maharaj as a monk AGP – News18 Gujarati

Parth Patel, Ahmedabad: અમદાવાદમાં ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ડો. સાધુ જ્ઞાનાનંદદાસે એકનાથજીના ક્રોધ પરના કાબૂ અને આદિવાસી બંધુઓના વિસ્તારોમાં પ્રમુખસ્વામી મહારાજ અને તેમના સંતો તથા કાર્યકર્તાઓએ મુલાકાત લીધી તેનો એક પ્રસંગ રજૂ કર્યો છે.

ઊંચાઈમાં માણસને રસ પડે છે. તેને જોવામાં, જાણવામાં અને માપવામાં. એ પછી મકાન હોય કે મહેલ. પર્વત હોય કે પૂતળાં, ઝાડવાં હોય કે જળપ્રપાત. ઊંચું દેખ્યું નથી કે માણસ અટક્યો નથી. પૂછે, જાણે, માપે, સરખાવે અને અચરજ પામે. થોડી જુદી રીતે વિચારીએ તો માણસને ઊંચાઈ પકડવી પણ ગમે છે. વિદ્યાર્થી હોય કે વેપારી, નેતા હોય કે નાટ્યકાર, ખેડૂત હોય કે ખેલાડી. દરેકને પોતાના ક્ષેત્રમાં ઊંચાઈએ પહોંચવું ગમે છે. તેમાં એક પ્રકારનો આનંદ આવે છે.

અભિગમ એટલે વલણ અથવા પરિસ્થિતિ કે સંજોગોને જોવાનો એક સૈદ્ધાંતિક સમજણ સાથેનો ર્દષ્ટિકોણ

પરંતુ મહાપુરુષોના જીવનમાંથી એક નક્કર વાસ્તવિકતા એ જાણવા મળે છે કે સંસારી કે લૌકિક ઊંચાઈને આંબવા છતાં જે શાંતિ, સ્થિરતા કે પ્રસન્નતાનો અનુભવ નથી થતો તે અનુભવ વ્યક્તિ અભિગમની ઊંચાઈથી પ્રાપ્ત કરી શકે છે. અભિગમ એટલે વલણ. પરિસ્થિતિ કે સંજોગોને જોવાનો એક સૈદ્ધાંતિક સમજણ સાથેનો ર્દષ્ટિકોણ. જેને લીધે આપણે અંતરથી સુખી રહી શકીએ.

અંગ્રેજી લેખક એલ્ડસ હક્સલી લખે છે કે અનુભવ એ નથી કે માણસ સાથે શું થાય છે. માણસ તેની સાથે જે થાય છે તે કરે છે. અનુભવ એ નથી કે જે માણસ સાથે બને છે. અનુભવ એ છે કે માણસ તેની સાથે જે બન્યું છે તેનો કેવો પ્રતિભાવ આપે છે.

રોજ એક વખત સ્નાન કરવાનો નિયમ તારી કૃપાથી 100 વખત સ્નાન કરવાનો લાભ મળ્યો

મહારાષ્ટ્રના સંત એકનાથ ગોદાવરી નદીમાં સ્નાન કરીને પાછા વળતા હતા. ત્યાં જ એક દ્વેષી તેમના ઉપર થૂંક્યો. એકનાથ કાંઈપણ બોલ્યા વિના ફરીથી સ્નાન કરી આવ્યા. તે વ્યક્તિ ફરીથી થૂંક્યો. આવું 100 વાર બન્યું. ભલભલો માનસિક સંતુલન ગુમાવી બેસે તેવી આ પરિસ્થિતિમાં એકનાથજી જરાય વિચલિત ન થયા. ક્રોધ ન કર્યો. થૂંકનારને પસ્તાવો થયો.

એકનાથજી કહે કે તારે દુઃખી થવાની જરૂર નહીં. મારે રોજ એક વખત જ સ્નાન કરવાનો નિયમ હતો. આજે તારી કૃપાથી 100 વખત સ્નાન કરવાનો લાભ મળ્યો. કબીરજીને કોઈએ કહેલું કે કબીર તો સાધુ-ફકીરો સાથે રહીને બગડી ગયા છે. ત્યારે કબીરજી સ્મિત સાથે કહે કે ખરી વાત છે.

પછી તેમણે કહ્યું કે

સાધુ કે સંગ મે, કબીરા જો બીગડા,

બિગડ બિગડ વો તો સંત બનાયો રે.

એકવાર રામકૃષ્ણ પરમહંસને કોઈકે પ્રશ્ન પૂછ્યો કે સાધુની વ્યાખ્યા શું? પરમહંસ દેવ કહે કે તારા મનમાં શું છે? તે માણસ કહે કે રોટલો મળે તે ખાઈ લેવો ને ન મળે તો અફસોસ ન કરવો. પરમહંસ દેવનો અભિગમ ઊંચી સમજણ સાથેનો હતો. તેઓ કહે કે સાધુ એટલે રોટલો મળે તો વહેંચીને ખાઓ અને ન મળે તો ભગવાનનો આભાર માનવો કે આજે તમે મને તપ કરવાનો અવસર આપ્યો.

એક ચિંતકે કહ્યું છે કે જ્યારે પરિસ્થિતિ માણસને અનુકૂળ હોય ત્યારે તો તે સુખી હોય છે. પરંતુ જે માણસ પોતાના ઊંચા અભિગમથી પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકે તે સૌથી વધુ સુખી હોય છે. સમગ્ર સમાજના નૈતિક અને આધ્યાત્મિક એમ સર્વાંગી ઉત્કર્ષ માટે પ્રમુખસ્વામી મહારાજે સમાજના પ્રત્યેક વ્યક્તિઓને લક્ષ્યમાં લીધા છે.

ઘણીવાર સંતો ઘરે ઘરે પગલાં કરે તોપણ ગાડીના ડીઝલના ખર્ચા જેટલીયે ભેટ આવતી નથી

આધુનિક સમાજના લોકો જેણે અભણ અને અસભ્ય ગણી અવગણે તેવા આદિવાસી બંધુઓના વિસ્તારોમાં પ્રમુખસ્વામી મહારાજ અને તેમના સંતો તથા કાર્યકર્તાઓને મુલાકાત લીધી છે. આ આદિવાસી વિસ્તારની કેટલીક કઠણાઈ જણાવતા એક કાર્યકર્તાએ પ્રમુખસ્વામી મહારાજને એકવાર નિખાલસ ભાવે જણાવેલું કે સ્વામી, આ એવો વિસ્તાર છે કે ઘણીવાર સંતો ઘરે ઘરે પગલાં કરે તોપણ ગાડીના ડીઝલના ખર્ચા જેટલીયે ભેટ ભગવાનને ચરણે નથી આવતી.

તરત જ પ્રમુખસ્વામી મહારાજે ઊંચા અને સૈદ્ધાંતિક અભિગમથી જવાબ આપ્યો કે આપણે ત્યાં સત્સંગ કરાવવા માટે જવાનું છે. પૈસા માટે નહીં. તેઓને સત્સંગ થાય એ જ બહુ મોટી વાત છે. સૌ વ્યસન અને દૂષણ મૂકે તો જીવનમાં આગળ વધે તે માટે જવાનું છે.

એક આદિવાસી વિસ્તારમાં વિચરણ દરમ્યાન એક ભક્તે પધરામણીમાં સવા રૂપિયો ભેટ મૂકી અને સંકોચાતા હૈયે કહ્યું કે સ્વામી, અમારી પાસે જે છે તે આપીએ છીએ. આ સમયે પણ પ્રમુખસ્વામી મહારાજનું વલણ ખૂબ જ સ્પષ્ટ અને સૈદ્ધાંતિક હતું. તેમણે કહ્યું કે તમે બધા વ્યસનો છોડી ભગવાનની ભક્તિ કરો છો તે અમારે મન લાખો રૂપિયાની ભેટ જ છે.

પરિસ્થિતિ અને પ્રતિભાવોની વક્રતા વિપરીત વાતાવરણ સર્જે તેવી હોવા છતાં મહાનપુરુષો ઊંચા અભિગમ સાથે વિચલીત થયા વિના સ્થિર રહ્યા છે. જે તેઓની વાસ્તવિક ઓળખાણ છે. આવો પ્રમુખસ્વામી મહારાજને પગલે આપણે પણ ઉચ્ચ સમજણ સાથેનો અભિગમ કેળવીએ અને સદાય સ્થિર રહીએ.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Ahmeadabad News, Local 18, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની ખેલાડી વૈદેહી ચૌધરી ITF વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં સિંગલ્સ ચેમ્પિયન બની | Hemachandracharya University's Vaidehi Chaudhary becomes singles champion in ITF Women's Tennis Tournament

પાટણ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ખેલાડી વૈદેહીએ ગ્વાલિયરમાં સિટી સેન્ટર ટેનિસ કોમ્પ્લેક્સ ખાતે રવિવારે ૨માયેલી વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં રશિયાની સેનિયા લાસ્ક્રુતોવાને 7-5, 6-4થી હરાવીને આ સિદ્ધિ મેળવી છે. પ્રોફેશનલ સર્કિટમાં તેનું આ પહેલું સિંગલ્સ ટાઇટલ છે. તેણે આ અગાઉ શનિવારે વિમેન્સ ડબલ્સની ફાઇનલમાં રશિયાની સેનિયા લાક્કુરોવા સાથે જોડી બનાવી ગુજરાતની સૌમ્યા વીગ અને મહારાષ્ટ્રની વૈષ્ણવી અડકરની જોડીને હરાવી વિમેન્સ ડબલ્સમાં પહેલું ટાઇટલ જીત્યું હતું. આ જીતમાં વૈદેહીને ટ્રોફી અને 15,000 ડોલરનું ઈનામ મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Bhavnagar: Food poisoning of more than 200 people after eating food on a religious occasion

ભાવનગર: ભાવનગરના પાલીતાણામાં ફુડ પોઈઝનિંગની ઘટના બની છે. ધાર્મિક પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ ફુડ પોઈઝનિંગની ઘટના બની હતી. ભોજન આરોગ્યા બાદ 200થી વધુને અસર થઇ હતી. બાળકો તેમજ મહિલાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. જે બાદ અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

બિરયાની જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગ

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. પાલીતાણા ધાર્મિક પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ 200થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. પાલીતાણામાં આવેલા તળાવ વિસ્તારમાં ધાર્મિક પ્રસંગમાં ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. જે બાદ 200થી વધુ લોકોને સારવાર અર્થે પાલીતાણા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચિકનની બિરયાની જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. હાલ તમામ લોકોને પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ખેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: રાજ્યમાં ઠંડા પવન સાથે હાડ થીજવતી ઠંડી, હજુ ઠુંઠવાશે ગુજરાત

નાના બાળકો અને મહિલાઓને ફુડ પોઈઝનિંગની વધુ અસર

આ ઘટનામાં નાના બાળકો અને મહિલાઓને ફુડ પોઈઝનિંગની વધુ અસર જોવા મળી હતી. ઘટનાને પગલે તંત્ર પણ દોડતું થયું છે. નોંધનીય છે કે, ફુડ પોઇઝનિંગની આવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. કોઇ પ્રસંગે ભોજન આરોગ્યા બાદ અનેક લોકોને ફુટ પોઇઝનિંગ થયું હોય તેવા સમાચારો પ્રકાશમાં આવી રહ્યા છે.

તમારા શહેરમાંથી (ભાવનગર)

Published by:Azhar Patangwala

First published:

Tags: Bhavnagar news, Food Poising, Gujarat News

These five cricket players have been victims of accidents

દિલ્હી: રિષભ પંત ગંભીર અકસ્માતનો ભોગ બનતા ચાહકોને ધ્રાસકો લાગ્યો છે, હાલ તેની સારવાર ચાલી રહી છે. ત્યારે પંત જલ્દી સાજો થઈ જાય તેવી પ્રાર્થના ચાહકો કરી રહ્યા છે. પંતને નડેલ આ અકસ્માતના કારણે ભૂતકાળ ફરી તાજો થયો છે. અહીં ભૂતકાળમાં ગંભીર અકસ્માતનો ભોગ બનેલા ટોચના 5 ક્રિકેટરો અંગે જાણકારી આપવામાં આવી છે.

પટૌડી

ભારતના મહાન ખેલડી ગણાતા પટૌડીને 1 જુલાઈ, 1961ના રોજ અકસ્માત નડ્યો હતો. તે સમયે તેઓ બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં અને અને ટીમના કેપ્ટન હતા. તે દિવસે તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અન્ય વાહન સાથે તેમનું વાહન અથડાયું હતું. જેથી તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ અકસ્માતમાં તેમની આંખને ગંભીર ઇજા થતાં તેઓ એક આંખે જોઈ શકતા નહોતા.

રુનાકો મોર્ટન

વર્ષ 2012માં ત્રિનિદાદમાં રમાયેલી એક મેચ બાદ સ્વદેશ પરત ફરતી વખતે વેસ્ટ ઇન્ડીઝના 33 વર્ષીય બેટ્સમેન રુનાકો મોર્ટનનું દુ:ખદ અવસાન થયું હતું. તેની કાર થાંભલા સાથે અથડાઈ હતી અને ટક્કરના પરિણામે તેનું મોત નીપજ્યું હતું.

કોલી સ્મિથ

વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર કોલી સ્મિથનું 1959માં કાર અકસ્માતમાં 26 વર્ષની વયે નિધન થયું હતું. આ ઘટના બની ત્યારે તેઓ ટોમ ડ્યુડની અને ગેરી સોબર્સ સાથે ચેરિટી મેચ માટે લંડન જઈ રહ્યા હતા. સ્ટેફોર્ડશાયરમાં તેમની કાર પશુના ટ્રેક્ટર સાથે ટકરાયા બાદ સ્મિથ હોસ્પિટલમાં કોમામાં સરી પડ્યા હતા.

આ પણ વાંચો: વર્લ્ડકપને લઇ BCCI ની મિટિંગમાં લેવાયો મોટો નિર્ણય…

સાઈરાજ બહુતુલે

સાઈરાજ બહુતુલે ભારત તરફથી સ્પિન બોલિંગ કરતાં હતા. તેઓ 17 વર્ષના હતા ત્યારે તેઓની કારને મરીન ડ્રાઈવ પર અકસ્માત નડ્યો હતો. 28 જુલાઈ, 1990ના રોજ બહુતુલેના એક મિત્રનું ગંભીર ઇજાના કારણે નિધન થયું હતું, જ્યારે બીજા મિત્રને ગંભીર રીતે ઘાયલ થયા હતા. બહુતુલેના જમણા પગમાં સ્ટીલનો સળિયો લગાવવામાં આવ્યો હતો, જોકે, એક વર્ષ બાદ તે ફરી ક્રિકેટ રમવા લાગ્યા હતા.

એન્ડ્રુ સાયમંડ્સ

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર એન્ડ્રુ સાયમંડ્સનું 16 મેના રોજ કાર અકસ્માતમાં મોત નીપજ્યું હતું. પોલીસે પુષ્ટિ કરી હતી કે, 46 વર્ષીય એન્ડ્રુ સાયમંડ્સને કાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત ક્વીન્સલેન્ડના ટાઉન્સવિલેની બહાર બન્યો હતો. જેમાં તેનું નિધન થયું હતું.

First published:

Tags: Cricket News Gujarati, Rishabh pant

રાજ્યમાં ઠંડા પવન સાથે હાડ થીજવતી ઠંડી, હજુ ઠુંઠવાશે ગુજરાત

Gujarat weather updates: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીથી લોકો ઠુંઠવાયા છે. રાજ્યમાં ઠંડા પવન સાથે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનની અસરથી ઠંડી રાજ્યમાં ઠંડી વધી છે.

હિંમતનગર સિવિલમાં લાખોનો ખર્ચ કરી બનાવેલ STP પ્લાન્ટ છેલ્લા અઢી- ત્રણ વર્ષથી ધૂળ ખાય છે | The STP plant built in Himmatnagar civil at a cost of lakhs has been eating dust for the last two and a half to three years

હિંમતનગર28 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • એસટીપીનો હેતુ ગંદા પાણીને વાપરવા લાયક બનાવી ગાર્ડનિંગ માટે સંકુલના ફૂલ ઝાડને પાણી આપવાનો હતો
  • ગંદા પાણીનું સીધું ગટર લાઈનમાં કનેક્શન આપી દીધું, સંકુલમાં લગાવાયેલ ફાયર એસ્ટીંગ્યુસરની તારીખ પણ એક્સપાયર થઇ ગઇ

હિંમતનગર શહેરની સિવિલ અને મેડિકલ કોલેજમાં ગંદા પાણીના નિકાલ અને ગંદા પાણીને ટ્રીટમેન્ટ આપી ફરી વપરાશ યોગ્ય કરવા બનાવાયેલ સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે. લાખોના ખર્ચે બનાવાયેલ બંને એસટીપીનો હેતુ પાણીને વાપરવા લાયક બનાવી ગાર્ડનિંગ માટે સંકુલના ફૂલ ઝાડને પાણી આપવાનો હતો. છેલ્લા અઢી ત્રણ વર્ષથી પ્રોજેક્ટ ઇમ્પલીમેન્ટેશન યુનિટ દ્વારા અગમ્ય કારણોસર એસટીપીના ખર્ચ અને હેતુનો છેદ ઉડાડી દઈ ગંદા પાણીનું સીધું ગટર લાઈનમાં કનેક્શન આપી દેવાયું છે. સંકુલમાં લગાવાયેલ ફાયર એસ્ટીંગયુરર પણ એક્સપાયરી ડેટના થઈ ચૂક્યા છે.

હિંમતનગર શહેરના હડિયોલ પંચાયત વિસ્તારમાં 650 કરોડથી વધુના ખર્ચે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને સિવિલ બનાવાઇ છે. જે તે સમયે સંકુલના ગંદા પાણીના નિકાલ માટે લાખોના ખર્ચે એસટીપી બનાવાયા હતા. આ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો હેતુ એ હતો કે ગંદા પાણીને ટ્રીટમેન્ટ આપી તેનો નિકાલ કરવો અને સંકુલમાં થનાર ગાર્ડનિંગ માટે ફૂલ છોડને પાણી પીવડાવવા આ પાણીનો ઉપયોગ કરવો. જાણવા મળતી માહિતી મુજબ અઢી ત્રણ વર્ષ અગાઉ એસટીપીના ફિલ્ટર ચોકઅપ થઈ ગયા હતા અને નિયમિત અંતરાલે બદલવા જરૂરી હોવા છતાં બેદરકારી દાખવવામાં આવી હતી ફિલ્ટર અને મોટરોની કિંમત 60,000 થી માંડી 1,00,000 ઉપરાંતની થવા જતી હતી.

એસટીપી નો કોન્ટ્રાક્ટ એજન્સીને આપવામાં આવ્યો હતો નિયમિત મેન્ટેનન્સ ના અભાવે મોટરો બળી જવી અને ફિલ્ટર ચોકઅપ થઈ જવાની સમસ્યાઓ તથા વચ્ચેનો રસ્તો કાઢી ગંદા પાણીની નિકાલની લાઈનોનું સીધું ગટર લાઈનમાં કનેક્શન આપી દેવાયું છે. સંકુલમાં પ્રોજેક્ટ ઇમ્પલિમેન્ટેશન યુનિટ ચાલી રહ્યું છે અને તેમના પગાર નો ખર્ચ પણ પડી રહ્યો છે. સમગ્ર મામલે ડીન રાજીવ દેવેશ્વરનો સંપર્ક કરવા પ્રયાસ કરતાં તેમણે ફોન રિસીવ કરવાનું મુનાસીબ ન હતું. હિંમતનગર મેડિકલ કોલેજ અને સિવિલમાં ગંદકી અને સ્વચ્છતા ના અભાવ સહિત સારવાર સુવિધાઓની બૂમો ઊભી થતી રહે છે જેની પાછળ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ નિયમિત આવતો ન હોવાની અને બેદરકારી દાખવતો હોવાનું સિવિલ સૂત્રો દ્વારા જાળવવા મળી રહ્યું છે

અન્ય સમાચારો પણ છે…

Jamnagar: કોણ છે આ તિબેટિયન લોકો, ક્યાંથી આવે છે, ગરમ કપડાં જ કેમ વેચે છે?

ઉપરાંત સ્ટોલના વેપારીઓ પણ દાર્જિલિંગ, ઉત્તરાખંડ, સાઉથ, હિમાચલ સહિતના સ્થળોથી લોકો અહીં સમાન વેંચવા આવેછે.બીજી બાજુ બાળકોથી માંડી વૃદ્ધ સહિતના લોકો છેતરપીંડીનો ભોગ ન બને તે માટે તમામ વસ્તુના એક ભાવ ભાવ રાખવામાંઆવ્યા છે.