Saturday, April 1, 2023

US Republicans defend Trump by attacking criminal justice system | World News | Times Of Ahmedabad

Many Republicans in the U.S. Congress have responded to Donald Trump‘s looming Tuesday arraignment by characterizing the criminal justice system as corrupt, in accusations that parallel their earlier broadsides against the nation’s elections after the former president’s 2020 defeat.

Donald Trump. (Reuters file)
Donald Trump. (Reuters file)

Also Read| Stormy Daniels: Woman at center of Trump indictment is porn star-turned…

Trump and his allies in the House of Representatives and Senate have used rhetoric that echoed his false claims of widespread election fraud in the build-up to the deadly Jan. 6, 2021, assault on the U.S. Capitol by his supporters.

Critics warn that the present partisan rhetoric could shake public trust in courts by undermining the institutional legitimacy of the criminal justice system.

“Trump’s indictment is the culmination of 6 years of the Democrats weaponizing law enforcement to target and persecute their political enemies. Dictatorships operate like this – the US is supposed to be different,” tweeted Senator Ted Cruz, a hardline Republican who voted to overturn 2020 election results.

Trump says he is innocent of the expected New York charges – which revolve around hush money payments to porn star Stormy Daniels during his 2016 presidential campaign. Details of the charges are as yet unclear.

He says the investigation and three other probes involving his attempts to overturn his 2020 election defeat and his retention of classified documents after leaving the White House are all politically motivated.

Most Democrats have warned against challenging the legitimacy of the institutions of government in defense of Trump, who routinely pushed up against the guard rails of democracy during his four years in the White House and was twice impeached by Congress.

“Political leaders ought to stand up for the American system of government,” said Democratic Representative Zoe Lofgren, a member of the House Judiciary Committee who also served on the congressional investigation of the Jan. 6 attack.

“Undercutting the system of government is a serious matter and a threat to our future,” she said in an interview.

Trump has been unrestrained in his rhetoric in recent weeks, calling for protests and warning of potential “death & destruction” if he were to be charged.

He used fiery language hours before his supporters stormed the Capitol on Jan. 6, in a bid to overturn his election defeat. Five people including a police officer died during or shortly after that riot and more than 140 police officers were injured. The Capitol suffered millions of dollars in damage.

Focus on bragg

Most Republicans have trained their invective on Manhattan District Attorney Alvin Bragg, accusing the prosecutor of mounting a politically motivated investigation aimed at preventing Trump from being re-elected to the White House in 2024.

After Trump on March 18 announced that he expected to be arrested in days, the Republican-controlled House launched its own probe of Bragg’s grand jury investigation, seeking documents and testimony. They have called Bragg’s move “an unprecedented abuse of prosecutorial authority” and said the indictment followed years of the office searching for any basis on which to bring charges.

Democrats questioned whether Congress has the authority to investigate a state-level investigation, particularly one conducted under secretive grand jury rules.

Bragg, a Democrat, on Friday warned Republican Representatives Jim Jordan, James Comer and Bryan Steil, who are leading the probe, against attacking the criminal justice system.

“You and many of your colleagues have chosen to collaborate with Mr. Trump’s efforts to vilify and denigrate the integrity of elected state prosecutors and trial judges,” the Manhattan prosecutor wrote.

House Republicans continued to push back. Firebrand Marjorie Taylor Greene said she planned to protest against Trump’s court appearance on Tuesday, while Brian Mast went further and told CNN he would not accept the outcome of a jury trial, saying “I don’t have a trust that a jury will make a fair assessment of this.”

Not all Republicans were so quick to cast doubt on the courts.

Former Arkansas Governor Asa Hutchinson issued a statement that called for patience and underscored the legal principle that Trump, as a defendant, should be presumed innocent.

“We need to wait on the facts and for our American system of justice to work like it does for thousands of Americans every day,” said Hutchinson, who is considering his own 2024 White House run.

Historians including Princeton University professor Julian Zelizer said Republican statements about Bragg and the criminal justice system follow a long-established partisan line.

“The party has invested a great deal in attacking the legitimacy of institutions, which is why Trump fit well into the party and continues to be popular,” Zelizer said in an email.

Nicole Hemmer, director of the Rogers Center for the American Presidency at Vanderbilt University, warned that Republican attacks on the U.S. criminal justice system could ultimately have dire consequences for courts and juries.

“This is the end-game of the ‘deep state’ rhetoric that Donald Trump has deployed since 2016 to sow those seeds of distrust in institutions of accountability,” Hemmer said.

“We haven’t yet seen a cataclysmic moment in this rejection of the courts. But we are starting to see the steps toward it, as we saw the steps toward Jan. 6 coming from a long way off.”

નખત્રાણા નજીક નર્મદા પાણીની લાઈનમાં લીકેજથી પાણીનો વેડફાટ, વહેતુ પાણી અટકાવવા માગ | Demand to prevent wastage of water due to leakage in Narmada water line near Nakhtrana | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )એક કલાક પહેલા

  • કૉપી લિંક

ઉનાળાની શરૂઆત સાથેજ પાણી પ્રશ્ને પ્રજા પરેશાની ભોગવતી હોવાની ફરિયાદો વિવિધ સ્થળેથી સામે આવી રહી છે. એક તરફ પાણીની તંગી શરૂ થઈ છે તો બીજી તરફ નખત્રાણાથી અંદાજિત ત્રણ કિલોમીટર દૂર ભુજ ધોરીમાર્ગ નજીક નર્મદાનું પાણી વહન કરતી GWILLની પાણીની પાઇપ લાઈનના એરવાલ્વમાં છેલ્લા કેટલાક દિવસથી ભંગાળ સર્જાયુ હોવાનું પસાર થતા લોકોને દેખાઈ રહ્યું છે. એરવાલ્વમાં લિકેજના કારણે મહામુલું પાણી ધોધરૂપી વહી રહ્યું છે. પીવાના પાણીના અવિરત વેડફાટથી લોકોમાં કચવાટની લાગણી ફેલાઇ છે. ત્યારે સંબધિત તંત્ર દ્વારા આ પ્રશ્ને તાકીદે નિવારણ લાવી પાણી, વહેતુ પાણી અટકાવાય એવી માગ ઉઠી છે.

પાણીનો વેડફાટ થતો હોવાનું જાણી લોકોએ નિવારણ લાવવા માંગ કરી
આ મામલે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોએ કહ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવાથી નખત્રાણા ભુજ ધોરીમાર્ગ પર વચ્ચે આવતા પાણીના એરવાલ્વમાં લિકેજના કારણે પાણી વહી રહ્યું છે. એક તબક્કે તંત્ર દ્વારા પશુ પક્ષી માટે મોટું મન રાખી વાલ્વ ખુલ્લા કરાયા હોવાનું માની ઘટનાને નજરઅંદાજ કરી હતી. પરંતુ દિવસ રાત સતત પાણી વહેતુ હોવાનું જાણી આ વિશે દિવ્ય ભાસ્કરનું ધ્યાન દોર્યું હતું. અલબત્ત તંત્ર દ્વારા લીકેજ એરવાલ્વનું સમારકામ હાથ ધરી વેડફાટ અટકાવવા લોકોએ માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી એરવાલ્વ લિકેજની સમસ્યામાં રાહત હતી. પરંતુ હવે ઉનાળાના પ્રારંભેજ ફરી આ સમસ્યા સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

‘Air, road, rail connectivity to all NE capitals by 2025’: Amit Shah in Mizoram | Latest News India | Times Of Ahmedabad

Union home minister Amit Shah on Saturday assured that projects to connect all eight capitals of northeastern states would be completed by 2025.

Union home minister Amit Shah addressed a public meeting in Mizoram’s Aizawl on Saturday. (PTI File Photo)
Union home minister Amit Shah addressed a public meeting in Mizoram’s Aizawl on Saturday. (PTI File Photo)

Addressing a public meeting in Mizoram’s Aizawl, Shah said that incidents of violence in the region have come down significantly since 2014 and there is a new era of peace and development.

“There will be rail, road and air connectivity to all eight capitals in northeast by 2025 and projects worth a total of 1.76 lakh crores are being undertaken for the same,” the Union minister said.

Shah was on a day-long visit in Mizoram, where he inaugurated and laid foundation stones of various development projects worth 2,415 crore including the new battalion complex of the Assam Rifles.

“Foundation stone of four important road projects valued at around 1,200 crore were laid today. When completed, these would lead to increased trade and business not just within Mizoram but also between the state and neighbouring Myanmar,” he said.

Shah appealed to outfits from the region, which are still not engaged in peace talks, to join the democratic mainstream to contribute to northeast and India’s development.

“We have been able to bring peace and improve connectivity in the region in the last nine years and the pace of development in northeast is now like rest of the country. The entire northeast is now progressing in the path of peace, stability and development,” said Shah.

He mentioned over 8,000 cadres of rebel outfits have surrendered in past nine years and there was 67% decrease in incidents of violence in the region in comparison to 2014, 60% decrease in deaths of security personnel and 83% reduction in deaths of civilians in terror-related violence.

“Peace has returned to most of the region due to the peace agreements signed with various outfits. Due to this, there has been nearly 70% reduction in areas termed as ‘disturbed’ under provisions of the Armed Forces (Special Powers) Act,” Shah said.

Mizoram will go to the polls towards the end of this year. While the ruling Mizo National Front (MNF) is a partner of the Bharatiya Janata Party (BJP)-led National Democratic Alliance (NDA) government at the Centre, the parties are not in alliance in the state.


સાબરમતીને ધબકતી રાખવા વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરાઈ, બપોરે જશો તો થશે 300 રુપિયાનો ફાયદો | Water sports activities have been started to keep Sabarmati vibrant, if you go in the afternoon, you will get a profit of 300 rupees | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદીઓને સાબરમતી નદીમાં વોટર સ્પોર્ટ્સની વધુ એક ભેટ મળી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર એક પછી એક નવી એક્ટિવિટીનો ઉમેરો થઈ રહ્યો છે. રિવરફ્રન્ટ ખાતે કાયાકિંગ (નાની રબર કે પ્લાસ્ટિકની હોડી જાતે ચલાવવી)ની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદમાં આ પ્રકારની એક્ટિવિટી પહેલીવાર જોવા મળી રહી છે. આ એક્ટિવિટી શરુ કરવા પાછળનો મુખ્ય આશ્રય નદીને એકદમ સક્રિય અને ધબકતી રાખવાનો છે. ગયા વર્ષે નેશનલ ગેમ્સમાં આ સ્પોર્ટ્સ એક્ટિવિટી સૌથી વધુ સફળ રહી હતી.

12 વર્ષથી મોટી ઉંમરનાં લોકોને જ પ્રવેશ મળશે
સાબરમતી રિવરફ્રન્ટ પર સરદાર બ્રિજની નીચેથી લઈને આંબેડકર બ્રિજ સુધી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીની મજા માણી શકશે. અહીં સવાર, બપોર અને સાંજનાં અલગ-અલગ સમયના સ્લોટ રાખવામાં આવ્યા છે. એક સ્લોટ 50 મિનિટનો નક્કી કરવામાં આવ્યો છે. સવારે 6થી 10, બપોરે 3થી 4 અને સાંજે 4થી 7 વાગ્યા સુધીનાં અલગ-અલગ સ્લોટમાં લોકો એક્ટિવિટીની મજા માણી શકશે. 12 વર્ષથી મોટી ઉંમરનાં લોકો જ આ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીની મજા માણી શકશે.

કાયાકિંગનાં શોખીનો માટે એક્ટિવિટી ખુલ્લી મુકાઈ
શુક્રવારની સાંજે મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, કમિટીનાં ચેરમેન હિતેશ બારોટ અને શાસક પક્ષનાં નેતા ભાસ્કરભાઈ ભટ્ટ સહિત સાબરમતી રિવરફ્રન્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારીઓ દ્વારા કાયાકિંગ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીને લોકો માટે ખુલ્લી મુકવામા આવી છે. સરદાર બ્રિજની નીચે આવેલા ઘાટ નં-11થી આંબેડકર બ્રિજ તરફ કાયાકિંગ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકાશે. કાયાકિંગ કરનારા શોખીનોને શરુઆતમાં 800 મીટરથી 1 કિ.મી સુધીનું એક ચક્કર મારવા દેવામાં આવશે. સવારે 6 થી 10 અને મોડી સાંજનાં સ્લોટનો ચાર્જ પ્રતિ વ્યક્તિ 600 રુપિયા રાખવામાં આવ્યો છે જ્યારે બપોરનાં સ્લોટનો ચાર્જ 300 રુપિયા રાખવામાં આવ્યો છે.

ઇકો ફ્રેન્ડલી છે આ વોટર સ્પોર્ટ્સ
કાયાકિંગ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે કુલ 10 જેટલી બોટ લાવવામાં આવી છે. જેમાં સાત બોટ ડબલ સીટર એટલે કે બે વ્યક્તિ બેસી શકે તેવી અને ત્રણ બોટ એક જ વ્યક્તિ બેસી શકે તેવી રાખવામાં આવી છે. આ વોટર સ્પોર્ટ્સ ઇકો ફ્રેન્ડલી છે. કાયાકિંગનાં શોખીનો કાયાર્કિંગની મજા માણવા નદીમાં ઉતરે તે પહેલાં જ જેકેટ, રેસ્ક્યુ બોટ અને લાઇવગાર્ડ જેવા તમામ સાવચેતીના પગલાં લેવામાં આવશે. કાયાકિંગ કરવા ઇચ્છતા શોખીન લોકોને ઓપરેટર દ્વારા તાલીમ પણ આપવામાં આવશે. તેઓને સૌ પ્રથમ વોટર સ્પોર્ટ્સ ઓપરેટર કાયાકને કેવી રીતે પેડલ મારવા, કેવી રીતે ડાબી-જમણી બાજુએ ટર્ન લેવો જેવી મહત્વની બાબતો શીખડાવશે.

કાયાકિંગની મજા માણતા 50 ટકા પ્રવાસીઓ અમદાવાદી
ઉલ્લેખનીય છે કે, કાયાકિંગ જેવી વોટર સ્પોર્ટસ હાલ ગોવા, કેરળ સહિતનાં દરિયાકિનારાનાં રાજ્યો અને ઉત્તરાખંડનાં ઋષિકેશમાં માણવા મળે છે. અમદાવાદમાં આ પ્રકારની વોટર સ્પોર્ટ્સ સૌ પ્રથમવાર આવી રહી છે. બરોડામાં મહિસાગર નદીમાં લોકો કાયાકિંગની મજા માણવા લોકો હોંશે-હોંશે પહોંચે છે પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે, મહિસાગર નદી ખાતે આવતા કુલ પ્રવાસીઓ પૈકી 50 ટકા અમદાવાદનાં લોકો હોય છે, જેઓ ફક્ત કાયાકિંગની મજા માણવા આવે છે. શુક્રવારે મેયર કિરીટ પરમાર દ્વારા આ કાયાકિંગ વોટર સ્પોર્ટ્સની મજા પણ માણવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

પાલનપુરની સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા Spoken English અને Tally Accountingના ફ્રી ક્લાસીસ શરૂ કરાયા | Swastik Mahila Arts and Commerce College of Palanpur started free classes of Spoken English and Tally Accounting. | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સતત દીકરીઓના અભ્યાસ અને કારકિર્દી ને લઇને ચિંતિત હોય છે. દીકરીઓને સલામતી ભર્યું શિક્ષણ મળી રહે અને તેઓ અભ્યાસમાં આગળ વધીને તેમનું નામ રોશન કરી તેવા વિચારો સાથે દીકરીઓને સ્વસ્તિક મહિલા કોલેજમાં અભ્યાસ સાથે સંસ્કારનું સિંચન કરાવે છે. તેવા જ આશય સાથે સ્વસ્તિક મહિલા કોલેજ દ્વારા દીકરીઓ માટે ફ્રી ક્લાસીસ નું આયોજન કરવામાં આવ્યું છે જેનો તમામ ખર્ચ સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે.

સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા આયોજિત બે મહિના માટે Tally Accounting અને Spoken English ના ફ્રી ક્લાસીસ ની શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવી. ધોરણ 12 ની પરીક્ષા આપનાર તમામ દીકરીઓને વિના મૂલ્યે Tally Accounting ના કોમ્પ્યુટર ક્લાસીસ તથા Spoken English ના ક્લાસીસની શરૂઆત કરવામાં આવેલ, જેમાં દરેક સ્કૂલની દીકરીઓ જોડાઈને આ ક્લાસનો લાભ લઈને તેમના શિક્ષણમાં વધારો કરી શકે છે. આ કાર્યક્રમમાં Spoken English અને Tally માં અનુભવી ફેકલ્ટી સંસ્થા દ્વારા રાખવામાં આવ્યા છે અને તેઓ દ્વારા દીકરીઓને બે મહિના સુધી સારું શિક્ષણ મળી રહે તેવા પ્રયત્ન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ Tally Accounting અને Spoken English અભ્યાસમાં કેવી રીતે ઉપયોગી છે તેની માહિતી દીકરીઓને પૂરી પાડવામાં આવી.સ્વસ્તિક મહિલા કોલેજના પ્રિન્સિપાલબેન નેહલબેન પરમાર દ્વારા દીકરીઓને કોલેજ વિશેની માહિતી આપવામાં આવી.આ કાર્યક્રમમાં સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થાના આચાર્ય મણીભાઈ મેવાડા, મહેન્દ્રભાઈ પંચાલ, પીનાબેન પટેલ, સ્વસ્તિક મહિલા કોલેજના પ્રિન્સિપાલબેન નેહલબેન પરમાર, સ્વસ્તિક બાલમંદિર વિભાગના આચાર્ય બેન દર્શનાબેન મોદી,સ્વસ્તિક અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલબેન હેતલબેન રાવલ તથા તમામ અધ્યાપિકાબેન અને તમામ દીકરીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોની આભારવિધિ સ્વસ્તિક અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપલબેન હેતલબેન રાવલ દ્વારા કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

પાટણમાં બ્રહ્મ સેવા સમાજ દ્વારા દિવ્યાંગજનો માટે યોજાયેલા સાધન સહાય નિદાન કેમ્પમાં 150થી વધુ લોકોએ લાભ લીધો | More than 150 people benefited from the Sadhana Sahai Nidan camp organized by the Brahm Seva Samaj for the disabled in Patan. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • More Than 150 People Benefited From The Sadhana Sahai Nidan Camp Organized By The Brahm Seva Samaj For The Disabled In Patan.

પાટણ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભારત સરકારના સામાજિક અને ન્યાય અધીકારીતા વિભાગ, ન્યુ દિલ્હી અનુદાનિત અને શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, પાટણ દ્વારા શનિવારે સવારે 10 વાગ્યા થી સાંજે 4 વાગ્યા સુધી પાટણવાડા ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ સમાજની બોર્ડિંગ, જનતા હોસ્પિટલની સામે, રેલ્વે ગરનાળાની બાજુમાં દિવ્યાંગજનો માટે વિકલાંગ સાધન સહાય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ કેમ્પ માં ટ્રાયસિકલ, વ્હીલચેર,બગલ ઘોડી, કેલીપર્સ, જયપુરી ફૂટ, વોકર વગેરે જેવા સાધનો આપવા માટે નિદાન કરવામાં આવ્યું હતું. અને જે તે લાભાર્થીને નિ:શુલ્ક પણે તેઓની જરૂરિયાત મુજબ ના નિદાન પછી સાધનો બનાવી વિતરણ કરવામાં આવશે. દરેક દિવ્યાંગ ભાઈ-બહેનોએ વિકલાંગતા અંગેનું સિવિલ હોસ્પિટલ/મેડીકલ સર્ટીફીકેટ, આધારકાર્ડ, રાશનકાર્ડ, આવકનો દાખલો માસીક 22,500 થી ઓછી, જાતિના દાખલા ની ઝેરોક્ષ, તેમજ પાસપોર્ટ સાઈઝ ના 2 ફોટા અને વિકલાંગતા દેખાય તેવો 1 ફોટો સાથે લાભાર્થીઓ હાજર રહ્યા હતા. આ કેમ્પનો જરૂરિયાતવાળા દિવ્યાંગ લાભાર્થીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી લાભ લીધો હતો.

આ પ્રસંગે શ્રીબ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના ગોપાલભાઈએ આજના દિવ્યાંગોના નિશુલ્ક સાધન સહાય વિતરણના નિદાન કેમ્પમાં 150 થી વધુ લાભાર્થીઓ એ લાભ લીધો હોવાનું જણાવી દિવ્યાંગોની જરૂરિયાત મુજબના સાધન સહાય નું માપ લઈ આગામી સમયમાં તેઓને નિશુલ્ક વિતરણ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Women without hijab to be prosecuted 'without mercy': Iran's judiciary chief | World News | Times Of Ahmedabad

As more and more women continue to defy Iran’s compulsory dress code, the country’s judiciary chief threatened to prosecute women who appear in public without hijab “without mercy”, news agency Reuters reported quoting Iranian media.

Iran Anti-Hijab Protests: Iranians protest the death of 22-year-old Mahsa Amini.(AP)
Iran Anti-Hijab Protests: Iranians protest the death of 22-year-old Mahsa Amini.(AP)

Read more: ‘This p**** grabbed back’: Porn star Stormy Daniels on Donald Trump indictment

Gholamhossein Mohseni Ejei said, “Unveiling is tantamount to enmity with (our) values. Those “who commit such anomalous acts will be punished” and will be “prosecuted without mercy,” he added, without detailing the punishments. The warning comes following Iran’s interior ministry reinforcing the government’s mandatory hijab law.

The hijab is “one of the civilizational foundations of the Iranian nation” and “one of the practical principles of the Islamic Republic,” the interior ministry statement said, asserting that there would be no “retreat or tolerance” on the issue.

Law enforcement officers were “obliged to refer obvious crimes and any kind of abnormality that is against the religious law and occurs in public to judicial authorities”, Iran’s judiciary chief said.

Watch: Joe Biden forgets name of tornado-hit town he was visiting, calls it…

Since September last year, many Iranian women have chosen to not wear hijab in public as massive protests gripped the country following the death of 22-year-old Mahsa Amini in the custody of the morality police. Mahsa Amini had been detained for allegedly violating the hijab rule.

Since then, videos of women without a hijab resisting the morality police have flooded social media. In Iran, women are obliged to cover their hair with hijab and loose-fitting clothes. Violators have faced public rebuke, fines or arrest for not following the rules.


સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજનો સ્થાપના દિવસ-વાર્ષિકોત્સવ યોજાયો; એકતાનગર ખાતે કાર્યશાળા યોજાઈ | Government Education and Science College Foundation Day-Anniversary held; A workshop was held at Ektanagar | Times Of Ahmedabad

નર્મદા (રાજપીપળા)37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

16મો વાર્ષિકોત્સવ યોજાયો…
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે આચાર્ય ડો. અનિલા કે. પટેલની આગેવાનીમાં કોલેજનો સ્થાપના દિવસ અને 16મો વાર્ષિકોત્સવ તથા TYBAના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે દેડિયાપાડાના પ્રાંત અધિકારી આનંદ ઉકાણી, અતિથિ વિશેષ તરીકે સરકારી વિનયન કોલેજ તિલકવાડાના ગુજરાતી વિષયના અધ્યાપક ડૉ. પિનાકીન જોષી, આર્ટસ અને કોમર્સ કોલેજ ઓલપાડના ઇતિહાસના અધ્યાપક ડૉ. પ્રવિણ ચૌધરીએ હાજર રહી કાર્યક્રમને શોભાવ્યો હતો. પ્રાંત અધિકારી આનંદ ઉકાણીએ વિદ્યાર્થીઓને કારકિર્દી લક્ષી માર્ગદર્શન તથા પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.

વાર્ષિકોત્સવને અનુરૂપ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ, લોકગીત, સંગીત અને નૃત્ય તથા નાટકો પ્રસ્તુત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. ધર્મેશ વણકરે કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સહિત કોલેજનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

બે દિવસીય કાર્યશાળા યોજાઈ…
નીતિ આયોગના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ હેઠળ નર્મદા જિલ્લામાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા પેયજલ પ્રબુદ્ધ ગરૂડેશ્વરના એકતા નગર ખાતે બે દિવસીય કાર્યશાળા યોજાઈ હતી. જેમાં પિરામલ ફાઉન્ડેશનના ગુજરાત રાજ્યના નર્મદા અને દાહોદ, રાજસ્થાન રાજ્યના સિરોહી અને બારાં જિલ્લામાં કામ કરતી ટીમો તેમજ વાસ્મોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

પ્રોગ્રામ મેનેજર જમા કેશવાણી અને પ્રોગ્રામ લીડર્સ દ્વારા કાર્ય શાળાના બીજા દિવસે ભ્રમણદલને નાંદોદ તાલુકાના સુંદરપુરા અને ગરુડેશ્વર તાલુકાના નવા વાઘપુરા એમ બે ગામમાં મુલાકાત કરાવી હતી. આ મુલાકાત દરમિયાન ગામના સરપંચ અને ગામની પાણી સંરક્ષણ સમિતિ (વી.ડબલ્યુ.એસ.સી.) દ્વારા કરવામાં આવતા નવીનતમ કાર્ય અને પ્રયાસોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગામની પાણી સંરક્ષણ સમિતિ દ્વારા ગામમાં પાણીની સગવડતા, પાણીની સુરક્ષા, પાણીની ગુણવત્તા અને પાણીનો બચાવ કેવી રીતે કરવામાં આવે છે એ અંતર્ગત સરપંચ ગ્રામજનો અને વી.ડબલ્યુ, એસ.સી. સમિતિ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. ગુજરાત અને રાજસ્થાનમાંથી આવેલા દાહોદ, નર્મદા, બારાં અને સિરોહી જિલ્લામાં પેયજલ પ્રબુદ્ધ ગામ અંતર્ગત ચાલતા કાર્યક્રમોને વધુ અસરકારક અને સચોટ વેગ મળી રહે તે હેતુસર આ મુલાકાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

ભાવનગરના વિવિધ વિસ્તારમાં નાના-મોટા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યાં | Small and large illegal encroachments were removed in various areas of Bhavnagar | Times Of Ahmedabad

ભાવનગર29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે મહિનાથી ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ મહાપાલિકાના કમિશનર દ્વારા ચલાવવામાં આવી છે. જેના ભાગરૂપે આજરોજ શહેરના ક્રેસન્ટ, મેઘાણી સર્કલ, જેવલર્સ સર્કલ, પાણીની ટાંકી સુધીમાં ગેરકાયદેસર નાના-મોટા દબાણો દૂર કરવામાં આવ્યાં હતા.

35 જેટલા દબાણો હટાવ્યા
ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા કમિશનરની સીધી સૂચના હેઠળ રાઉન્ડ દરમિયાન શહેરના ક્રેસન્ટ સર્કલથી લઈ મેઘાણી સુધીમાં દુકાનો પડતર હતી તે જપ્ત કરવામાં આવી હતી, જેવલર્સ સર્કલથી લઈ પાણીની ટાંકી સુધીમાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા, આ વિસ્તારમાંથી ગેરકાયદેસર નાના-મોટા દબાણો હતા જેને દૂર કરાયા હતા તથા કેટલી દુકાનો-લારીઓ જપ્ત કરવામાં આવી હતી.

એક સપ્તાહમાં 150થી વધુ દબાણો હટાવ્યા
દબાણ હટાવ વિભાગનો કાફલો કુંભારવાડા વિસ્તારમાં પહોંચ્યો હતો અને રસ્તા પર રાખેલા ગેરકાયદે લારી-ગલ્લા, કેબીનો ક્રેઇનની મદદ વડે જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત પાકા બનાવાયેલા ઓટલા સહિતના બાંધકામો પણ જેસીબીથી તોડી પાડવામાં આવ્યાં હતાં. છેલ્લા એક સપ્તાહમાં મહાપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી 150થી વધુ દબાણો હટાવ્યાં હતા, જ્યારે કેટલીક લારી-ગલ્લાઓ અને કેબીનો જપ્ત કરવામાં આવી હોવાનું દબાણ હટાવ વિભાગના વડા ફાલ્ગુનભાઇ શાહેએ જણાવ્યું હતું.

31 પોઇન્ટ પરથી પૂળાઓ જપ્ત કરાયા
આ અંગે દબાણ હટાવના અજીતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આજે શહેરના ક્રેસન્ટ, મેઘાણી સર્કલ, જેવલર્સ સર્કલ, પાણીની ટાંકી સુધીમાં ગેરકાયદેસર નાના-મોટા દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તથા શહેરના જુદી જુદી 31 પોઈન્ટ પરથી 100થી પૂળાઓ જપ્ત કરવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે…

સંજય બિશ્નોઇના CBI પર ગંભીર આક્ષેપ: 'પરિવારને ગાંજાના કેસમાં ફસાવાની ધમકી આપી હતી, મારી પાસે પુરાવો છે' | Sanjay Bishnoi's serious allegation on CBI: 'Threatened to implicate family in ganja case, I have proof' | Times Of Ahmedabad

રાજકોટ22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સંજય બીશ્નોઈ

તાજેતરમાં જ ફોરેન ટ્રેડનાં જોઈન્ટ ડાયરેકટર જાવરીમલ બીશ્નોઈએ લાંચ કેસમાં CBIના હાથે ઝડપાયા બાદ આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી. આ મામલે CBI સામે કાર્યવાહીની માંગ સાથે તેના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. જોકે આ પછી તટસ્થ તપાસ માટેની ખાતરી મળતા 36 કલાક બાદ મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો. ત્યારે વતન રાજસ્થાન ખાતે મૃતકનાં અંતિમસંસ્કાર કર્યા બાદ આજે તેનાં નાના ભાઈ સંજય બીશ્નોઈ મીડિયા સમક્ષ આવ્યા હતા. અને આ મામલે CBIએ ખોટી માહિતી જાહેર કરતી હોવાનો આરોપ લગાવી તેની પાસે CBIએ તપાસનાં નામે ટોર્ચર કર્યાનાં પુરાવા હોવાનો દાવો કર્યો હતો.

પુરાવાઓ મીડિયાને સોંપવાની તૈયારી
મૃતકનાં ભાઈ સંજય બીશ્નોઈએ જણાવ્યું હતું કે, મારા મોટાભાઈ જાવરીમલ બીશ્નોઈ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેકટર હતા. અને કોઈક મોટા ષડયંત્ર હેઠળ તેઓને CBI દ્વારા લાંચ કેસમાં સંડોવી દેવામાં આવ્યા હતા. આ સમયે એકતરફ તેમની પૂછપરછ ચાલી રહી હતી. જ્યારે બીજીતરફ CBIના કેટલાક અધિકારીઓ દ્વારા તેના પુત્ર અને પરિવારને ટોર્ચર કરવામાં આવ્યા હતા. રાતભર તેઓ જાવરીમલ સાથે વાત કરવાની વિનંતી કરતા રહ્યા હતા. જો કે તેમની વાત કરાવવાને બદલે તેમને ગાંજાના કેસમાં સંડોવી દેવા સહિતની ધમકીઓ આપવામાં આવી હતી. આ બાબતોના પુરાવા હું ડીસીપીને રજૂ કરીશ અને તેઓ પાસે અથવા મારા વકીલ પાસે મંજૂરી મળ્યે પુરાવાઓ મીડિયાને સોંપવાની તૈયારી દર્શાવી હતી.

જાવરીમલ બિશ્નોઇ, મૃતક અધિકારી

જાવરીમલ બિશ્નોઇ, મૃતક અધિકારી

CBI પર ભરોસો કરવો શક્ય નથી
વધુમાં તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી મીડિયાના માધ્યમથી CBI દ્વારા આ કેસ અંગે ખોટી માહિતી જાહેર કરવામાં આવે છે. CBI પોતાના બચાવ માટે જ મીડિયામાં ખોટી માહિતી જાહેર કરે છે. મારા ભાઈએ લાંચ લીધાની ફરિયાદ કરનાર વ્યક્તિ પણ શંકાના દાયરામાં હોવાથી તે સહિતનાં જે લોકો દોષી હોય તે અંગે પણ તપાસ થવી જોઈએ. મારા તેમજ મારા પરિવાર માટે મારા ભાઈની લાઈફનું લોસ સૌથી મોટું નુકસાન છે. CBI ગાંધીનગરના જ ઓફિસર લાંચ કેસમાં ફરાર છે. ત્યારે CBIની કોઈપણ કાર્યવાહી પર ભરોસો કરવો શક્ય નથી.

બિશ્નોઇના ઘરે મળેલા થેલામાથી રૂપિયાના બંડલ નીકળ્યાં હતા

બિશ્નોઇના ઘરે મળેલા થેલામાથી રૂપિયાના બંડલ નીકળ્યાં હતા

તમામ સામે હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ
તંત્ર દ્વારા જે-તે દિવસે CBIના ક્યાં અધિકારીઓ તપાસ કરી રહ્યા હતા તેની વિગતો પણ પરિવારને અપાઈ નથી. અને મારા ભાઈનું મોટ CBIની કસ્ટડીમાં થયું હોવાથી તે પણ એક ગુનો હોવાનું નિષ્ણાંત વકીલો જણાવી રહ્યા છે. ત્યારે આ તપાસ કરનારા તમામ સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે. સમગ્ર મામલે પોતે તપાસનીશ અધિકારીને મળી પુરાવાઓ સાથે રજૂઆત કરનાર હોવાનું પણ તેમણે કહ્યું હતું. જોકે CBIએ જાહેર કરેલા CCTV અંગે તેમણે પોતે અજાણ હોવાનું રટણ કર્યું હતું. ત્યારે આગામી દિવસોમાં આ મામલે વધુ ચોંકાવનારી હકીકતો સામે આવવાની શક્યતાઓ નકારી શકાય એમ નથી.

અન્ય સમાચારો પણ છે…

ફતેપુરાના હડમતમાં પૂરઝડપે દોડતી બાઈક ઉછળતા પાછળ બેઠેલો યુવક રસ્તે પટકાતા મોત, બાઈક ચાલક ફરાર થઈ ગયો | A young man sitting on the back of a speeding bike jumped on the road in Hadmat of Fatepura and died, the bike driver escaped. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • A Young Man Sitting On The Back Of A Speeding Bike Jumped On The Road In Hadmat Of Fatepura And Died, The Bike Driver Escaped.

દાહોદ18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ફતેપુરા તાલુકાના હડમત ગામે અકસ્માત સર્જાયો હતો.જેમાં મોટર સાયકલની વધુ પડતી ઝડપને કારણે મોટર સાયકલ પર પાછળ બેઠેલા 38 વર્ષીય યુવક મોટર સાયકલ પરથી ફંગોળાઈને રોડ પર પટકાતાં તેને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યુ હતુ.

રાત્રિના 10:30ના અરસામાં અકસ્માત સર્જાયો
સુખસર ગામના શૈલેષભાઈ કલસીંગભાઈ મકવાણા જીજે-20 બીસી-3642 નંબરની મોટર સાયકલ પર તેના જ ગામના ૩૮ વર્ષીય રાકેશભાઈ હીરાભાઈ મકવાણાને પાછળ બેસાડી મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી જતાં હતા.તે વખતે હડમત ગામે રોડ પર રાત્રીના સાડા દશ વાગ્યાના સુમારે અકસ્માત સર્જાયો હતો.

માથાની ગંભીર ઈજા મોતનુ કારણ બની
જેમાં મોટર સાયકલની વધુ પડતી ઝડપને કારણે મોટર સાયકલ ઉછળતા પાછળ બેઠેલા રાકેશભાઈ હીરાભાઈ મકવાણા જમીન પર ફંગોળાઈ ગયા હતા.જેથી તેમને માથામાં તથા શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.જ્યારે રાકેશભાઈનું મોત નિપજ્યાનું જણાઈ આવતા મોટર સાયકલ ચાલક શૈલેષભાઈ કલસીંગભાઈ મકવાણા પોતાની મોટર સાયકલ લઈ નાસી ગયો હતો.

બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ
આ સંબંધે સુખસર ગામના મકવાણા ફળિયામાં રહેતા કલ્પેશભાઈ હીરાભાઈ મકવાણાએ નોંધાવેલ ફરિયાદને આધારે સુખસર પોલિસે સુખસર ગામના શૈલેષભાઈ કલસીંગભાઈ મકવાણા વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

જયસુખ પટેલે મોરબી કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી; અરજીની સુનાવણી બાદ આજે કોર્ટ હુકમ કરે તે પહેલા તબિયત નાદુરસ્ત જણાઈ | Jaysukh Patel applied for regular bail in the Morbi court; After the hearing of the petition, before the court passed its order today, he appeared to be unwell | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Jaysukh Patel Applied For Regular Bail In The Morbi Court; After The Hearing Of The Petition, Before The Court Passed Its Order Today, He Appeared To Be Unwell

મોરબી13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જેલમાં બંધ જયસુખ પટેલે મોરબી કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી છે. જે અરજીની સુનાવણી થઇ ચુકી છે અને આજે કોર્ટ હુકમ કરે તે પૂર્વે જયસુખ પટેલની તબિયત બગડી હોવાના સમાચારો પ્રાપ્ત થઇ રહ્યા છે.

ઝૂલતો પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલની તબિયત બગડી હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તેવી માહિતી સબ જેલના જેલર ડી.એમ ગોહેલ પાસેથી પ્રાપ્ત થઇ છે. તબીબી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તબીબી પરીક્ષણમાં જયસુખ પટેલનું બ્લડ પ્રેશર વધી ગયું હતું અને તબિયત નાદુરસ્ત જણાઈ હતી. જેથી તેમને ન્યુરો સર્જન પાસે લઇ જવાની સલાહ ડોક્ટર દ્વારા આપવામાં આવી હતી. આજે જામીન અરજી પર કોર્ટ હુકમ આપે તે પૂર્વે જ જયસુખ પટેલની તબિયત બગડી હતી.

ઉલ્લેખનીય છે કે, ઝૂલતો પુલ કેસમાં 135 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. જે મામલે હાઈકોર્ટમાં સુઓમોટો અને પીટીશનની સુનાવણી દરમિયાન ઈજાગ્રસ્તોને વળતર માટે 7.31 કરોડની રકમ કોર્ટમાં જમા કરાવી દેવામાં આવી છે અને બાકીની રકમ સપ્તાહના અંત સુધીમાં જમા કરાવી દેવાનું પણ ઓરેવા ગ્રુપે જણાવ્યું હતું. દરમિયાન આજે જામીન અરજી પર હુકમ થાય તે પૂર્વે જયસુખ પટેલની તબિયત બગડી હોવાના મોટા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. તો કોર્ટ જામીન અરજી પર શું હુકમ કરે છે તેના પર સૌની નજર મંડરાયેલી જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે…