Saturday, April 1, 2023

વડતાલના સ્વામીનારાયણ મંદિરમાં સગુ ગોપાળાનંદ સ્વામીના આસને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે 5 પાર્ષદોને ભગવતી દિક્ષા આપી | Acharya Rakesh Prasadji Maharaj gave Bhagwati Diksha to 5 Parshads at the seat of Sagu Gopalananda Swami in Swaminarayan Temple of Vadtal. | Times Of Ahmedabad

નડિયાદ27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ ખાતે મંદિરમાં આવેલ શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને વડતાલ પીઠાધીપતિ 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે શનિવારે સવારે કામદા એકાદશીના શુભ દિને 5 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી હતી. જયારે લક્ષ્મીસ્વરૂપા ગાદીવાળાએ રામપ્રતાપજીના બંગલે 10 સાંન્ખીયોગી માતાઓને દિક્ષા આપાઈ હતી. ગાદીવાળાએ આજ દિનસુધી કુલ 252 સાંખીયોગી માતાઓને દિક્ષા આપી હતી અને આચાર્યએ ગાદીઆરૂઢ થયા બાદ આજ દિન સુધી 825 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી છે.

આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે 5 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી
વડતાલ મંદિર ના મુખ્ય કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું કે, કાર્તકી અને ચૈત્રી સમૈયાની એકાદશીના શુભદિને વડતાલ વડતાલ પીઠાધિપતી 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના પાર્ષદોને ભાગવતી દિક્ષા આપવામાં આવે છે. ચૈત્રી સમૈયા અંતર્ગત શનિવારે કામદા એકાદશીના શુભદિને મંદિરમાં આવેલ સ.ગુ. ગોપાળાનંદસ્વામીના આસને 5 પાર્ષદોને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે 5 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી હતી. મહારાજે ગાદી આરૂઢ થયા બાદ આજ દિન સુધી કુલ 825 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી છે. નવદીક્ષિત સંતો સ્વામીનારાયણ સંપ્રદાયનો વિકાસ કરશે.

સવારે શણગાર આરતીબાદ સ.ગુ.ગોપાળાનંદસ્વામીના આસને દિક્ષા લેનાર દીક્ષાર્થી પોતાના પૂર્વાશ્રી ના માતાપિતા સાથે પોતાના ગુરૂ સાથે આવ્યા હતા. જ્યાં મંદિરના ભૂદેવ ધીરેનભાઈ ભટ્ટે પૂજાવિધિ કરાવી હતી. ત્યારબાદ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે મંદિરના ચેરમેન દેવપ્રકાશસ્વામી કોઠારી સહીત સ.ગુ.ગોપાળાનંદ સ્વામીના આસને પધાર્યા હતા જ્યાં દીક્ષાર્થી પાર્ષદોને મહારાજ યજ્ઞોયતિન, કંઠી, સંતોના વસ્ત્રો ધારણ કરાવ્યા હતા. અને કાનમાં ગુરૂમંત્ર આપ્યો હતો. મહારાજ દીક્ષાર્થી સંતોને આર્શીવાદ પાઠવતા જણાવ્યું હતુ કે, આજથી તમારે સત્સંગના અર્થે શાસ્ત્રોનો નિયમિત અભ્યાસ કરી ગુરૂની આજ્ઞામાં રેહવાનું અને ગુરૂની સેવા કરવાની સત્સંગનો વિકાસ થાય તેવા કાર્યો કરવાની શીખ આપી હતી.

ભક્તોએ નવદિક્ષિત સંતોને તાળીઓના ગડગડાતથી વધાવી લીધા
ત્યારબાદ આચાર્ય મહારાજ નવદીક્ષિત સંતો સાથે મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ,શ્રી હરિકૃષ્ણમહારાજ તથા આદી દેવોના દર્શન માટે મંદિરે ગયા હતા જ્યાં નવદીક્ષિત સંતોએ શ્રીહરીને દંડવત પ્રણામ કરી સત્સંગનો વિકાસ થાય તેવા આર્શીવાદ માંગ્યા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ આચાર્ય મહારાજ, ચેરમેન તથા કોઠારી નવદીક્ષિત સંતો સાથે સભામંડપમાં પધાર્યા હતા. આ સમયે સૌ ઉપસ્થિત ભક્તોએ નવદિક્ષિત સંતોને તાળીઓના ગડગડાતથી વધાવી લીધા હતા.

મહારાજે ગાદી આરૂઢ થયા બાદ સંપ્રદાયને 825 સંતોની ભેટ આપી
જયારે લક્ષ્મીસ્વરૂપા ગાદીવાળાએ 10 સાંખ્યીયોગી બેનોને ભાગવતી દિક્ષા આપ્યા બાદ મંદિરમાં દર્શન કરવા લઇ ગયા હતા. આજે પૂ. મહારાજએ વડતાલના 3,ગઢડા અને જુનાગઢ ના 1-1 એમ મળી કુલ 5 પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી હતી. મહારાજ ગાદી આરૂઢ થયા બાદ આજદિન સુધી માં કુલ 825 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી સંપ્રદાયને 825 સંતોની ભેટ આપી છે .મહારાજ ગાદી આરૂઢ થયા બાદ સંપ્રદાયનો સુવર્ણકાળ ચાલી રહ્યો હોવાનું સૌ હરિભક્તો માની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

થાનગઢમાં ગેરકાયદેસર હથિયારના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોને બે વર્ષની જેલની સજા | Two years imprisonment for three persons involved in illegal arms crime in Thangarh | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર21 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે નવ વર્ષ પહેલા 2014માં ગેરકાયદે હથિયારના કેસમાં ઝડપાયેલા ત્રણ શખ્સોને થાન કોર્ટે બે વર્ષની જેલની સજા અને રૂા.બે હજાર દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે. નવ વર્ષ પહેલાના કેસમાં થાનગઢ કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે.

2014માં થાનગઢ પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન મહાલક્ષ્મી શેરીમાંથી દિગ્વીજયસિંહ હેમંતસિંહ ઝાલા નામના શખ્સને ગેરકાયદે તમંચા સાથે ઝડપી લઈને આકરી પૂછપરછ કરતા તેણે આ હથિયાર ચોટીલાના પરબડી ખોડીયાર આશ્રમમાં રહેતા ગુલાબસંગ ઉર્ફે શિવનંદજી સરસ્વતી ગુરૂ માધવાનંદ સરસ્વતી જાલમસંગ રાઠોડ પાસેથી મેળવ્યા હોવાનું ખુલ્યું હતું.

પોલીસે શિંવાનંદજીની ધરપકડ કરીને પુછપરછ કરતા તેઓએ આ હથિયાર આણંદપુરના વસ્તાભાઈ ભનુભાઈ જોગરાણા પાસેથી વેચાણ લીધુ હોવાનું ખુલ્યુ હતું. પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. થાનગઢ કોર્ટમાં તાજેતરમાં આ કેસ ચાલી જતા જજ એ.એફ.અંસારીએ દિગ્વીજયસિંહ, શિવાનંદજી અને વસ્તાભાઈને કસુરવાર ઠેરવીને બે-બે વર્ષની જેલની સજા અને રૂા. બે-બે હજાર દંડ ફટકારતો ચુકાદો આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

નાની ઉંમરે ‘આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય’ નામનું પ્રથમ પુસ્તક લખ્યું, ભાગવતકથાકાર તરીકે ઓળખાય છે ભાવિકા મહેશ્વરી | Bhavika Maheshwari, known as Bhagavatathar, wrote her first book at a young age titled 'Today's Children Aaykal No Bhavasi'. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bhavika Maheshwari, Known As Bhagavatathar, Wrote Her First Book At A Young Age Titled ‘Today’s Children Aaykal No Bhavasi’.

સુરત15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

2 એપ્રિલ એટલે આંતરરાષ્ટ્રીય બાલ પુસ્તક દિન. સમગ્ર વિશ્વમાં બાળલેખકો, બાલ સાહિત્યકારોને નવાજવા માટેના આ દિવસે વાત કરવી છે સુરતની એવી બાળલેખિકાની જેણે માત્ર 11 વર્ષની ઉંમરે “આજના બાળકો, આવતીકાલનું ભવિષ્ય” નામનું પુસ્તક લખ્યું હતું. નાની ઉંમરે આધ્યાત્મિક વક્તા અને મોટીવેશનલ સ્પીકર તરીકે ખ્યાતિ મેળવી ચૂકેલી આ બાળલેખિકા છે ધો.8 માં અભ્યાસ કરતી ભાવિકા મહેશ્વરી. બહુમુખી પ્રતિભા ધરાવતી ભાવિકા મોબાઈલ ગેમ્સની માયાજાળમાંથી બચાવવા 10 હજાર જેટલા બાળકોને પબજીની લત અને મોબાઈલ એડિક્શન અંગે જાગૃત કરી ચૂકી છે.

ભારતીય સંસ્કૃતિમાં બાળકને ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે. ‘બચ્ચે મન કે સચ્ચે’ એવી ભાવના પણ પ્રચલિત છે. કોરી પાટી સમાન બાળકોના દિમાગમાં નાની વયથી જ સંસ્કારોનો એકડો ઘૂંટી શકાય તેમજ પોતાના જેવા અન્ય બાળકોને સભ્ય નાગરિક બનાવી શકાય એ માટે ભાવિકા મહેશ્વરીએ ‘આજના બાળકો, આવતીકાલનું ભવિષ્ય” નામનું રસપ્રદ પુસ્તક લખ્યું છે. ઉપરાંત, હાલમાં જ તેણે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના સંઘર્ષ અને સિદ્ધિની દાસ્તાન આલેખતું ‘સંઘર્ષ સે શિખર તક’ પુસ્તક પણ લખ્યું છે. ઉપરાંત વિશ્વની પહેલી ‘કોરોના અવેરનેસ ડ્રોઇંગ બુક’માં પણ ટીમ મેમ્બર રૂપે યોગદાન આપ્યું છે.

વર્ષ 2009માં સુરતમાં જન્મેલી ભાવિકા હાલ ધો.8માં અભ્યાસ કરે છે. માતાપિતા સાથે સુરતના વેસુ વિસ્તારમાં રહે છે. બાળપણથી આધ્યાત્મિક વાતાવરણમાં ઉછેર થવાથી ભાવિકાએ ધર્મ, અધ્યાત્મ, વેદપુરાણોનું ગહન જ્ઞાન પણ મેળવ્યું છે. જેના થકી આજે તે ‘બાલ રામકથાકાર અને બાલભાગવતકથાકાર’ પણ છે. આ તેના પ્રેરક વ્યક્તિત્વનું બીજું પાસું છે. કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન ભાવિકાએ શાળાના ભણતરની સાથે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અને રામાયણનું તલસ્પર્શી અધ્યયન કર્યું હતું. રામના આદર્શ જીવનથી પ્રભાવિત થઈને તેણે તેણે વિચાર્યું કે, રામજન્મભૂમિ અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે હું પણ યથાશક્તિ યોગદાન આપીશ. અને 11 વર્ષની ઉમરે ભાવિકાએ 4 રામકથા કરી રૂ.52 લાખની દાનરાશિ એકત્ર કરી રામમંદિરના નિર્માણ માટે દાન આપ્યું હતું.

ભાવિકા મહેશ્વરીએ જણાવ્યું કે, પાંચ વર્ષની વયથી યુટ્યુબ પર વીડિયો પર જ્ઞાનવર્ધક વીડિયો નિહાળતી હતી. મોટીવેશનલ વીડિયો જોઈને પણ પ્રવચન આપવાનું શીખી. માતાપિતાએ પણ પ્રસંગોપાત્ત મને લોકો વચ્ચે બોલવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. મારી ભાષા કાલીઘેલી હતી. પણ હું લોકોને મારી વાત અસરકારક રીતે સમજાવી શકતી હતી.

ભાવિકા જણાવે છે કે, 10 વર્ષની થઈ ત્યારે સ્કૂલો, બાળકોના કાર્યક્રમોમાં મારા જેવા 10 હજારથી વધુ બાળકોને ‘મોબાઈલ, ઓનલાઈન ગેમ્સના વળગણ અને તેનાથી છૂટવા માટેના ઉપાયો’ વિષય પર વાતચીત કરીને જાગૃત્ત કર્યા. ત્યારબાદ પહેલીવાર “આજના બાળકો, આવતીકાલનું ભવિષ્ય” વિષય પર યુટ્યુબ વીડિયો સિરીઝ બનાવી હતી. આ સિરિઝને પિતાજીએ પુસ્તકમાં રૂપાંતરિત કરવાનું સુચન કર્યું હતું. પિતાના માર્ગદર્શન થકી “આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય” નામનું પહેલું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં બાળકોને કુસંગત, જંકફૂડથી નુકસાન, સારી આદતો, ટીવીની નકારાત્મકતા, મોબાઈલ-કોમ્પ્યુટરનો દુરૂપયોગ, અભ્યાસનું મહત્વ, વડીલો પ્રત્યે આદરભાવ, સારા પુસ્તકોનું વાંચન જેવા વિવિધ વિષયો પર જ્ઞાનસભર વિચારો આલેખ્યા છે. જે બાળકો માટે પ્રેરણારૂપ છે.

ભાવિકા કહે છે કે, પુસ્તકો એવી પાંખો છે જે પ્રત્યેક દિવસ નવી ઉર્જા સાથે ઉડવામાં મદદ કરે છે. પુસ્તકો આપણી તાર્કિક શક્તિને વિકસાવે છે. હાલના બાળકો મોબાઈલના ડિજીટલ વિશ્વમાં જીવી રહ્યા છે. તેઓ તેમના પ્રશ્નોના જવાબ ઈન્ટરનેટના યુટ્યુબ ગુગલ જેવા માધ્યમોમાંથી શોધે છે. ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગથી બાળક બાળપણથી જ મોબાઈલ એડિકટેડ ન બને એ માટે તેને વાંચનની ટેવ પાડવી જોઈએ. બાળપુસ્તકોનું વાંચન તેને નવી અને રોચક દુનિયાની સફર કરાવશે.

“સંઘર્ષ સે શિખર તક’ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પ્રેરણાદાયી કહાની” પર લખ્યું છે. તેઓ ગરીબી અને સંઘર્ષો સામે લડીને પહેલી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે, જેની ગાથા વાંચીને વાંચકોમાં સકારાત્મક સંદેશ જશે, અને સ્ત્રી સશકિતકરણને પણ બળ મળશે. ઝૂંપડીમાં જન્મ લઈ રાષ્ટ્રપતિ બનવું એ જ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશની ખૂબસૂરતી છે એમ ભાવિકા કહે છે. મારૂ અન્ય એક ‘21 સેન્ચુરી: રિલિવન્સ ઓફ રામ’ નામના પુસ્તકનું પણ તા.2જી એપ્રિલના રોજ વિમોચન કરવામાં આવશે એમ તેણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભાવિકાએ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં કેદ 3150 કેદીઓ સમક્ષ 5 દિવસીય ‘વિચારશુદ્ધિ કથા’ કરી હતી. કોરોનાકાળમાં આઈસોલેશન સેન્ટરમાં જઈ મોટિવેશનલ સ્પીચ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓના મનોબળ મજબૂત કરવાનું કાર્ય પણ કર્યું હતું. ભાવિકાએ સાંસદ મનોજ તિવારીના હસ્તે ‘ગ્લોબલ ઈન્ડિયા નેશનલ એક્સલેન્સ એવોર્ડ’ મેળવ્યો છે. હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં રામકથા, ભાગવત કથા અને મોટીવેશનલ સ્પીચ આપી ચૂકી છે.

ભાવિકા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વ સર્મા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ભારતીય સેનાના CDS-ચિફ ઓફ ડિફેન્સ સ્ટાફ મનોજ મુકુંદ નરવણે, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓએ વિવિધ મુલાકાતોમાં તેની સિદ્ધીઓ જાણી પ્રોત્સાહનપત્ર અર્પણ કર્યા છે. ભાવિકાના પિતા રાજેશભાઈ સ્કોલર ઈંગ્લીશ એકેડેમીના સંચાલક છે. તાજેતરમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-2023’ના દિવસે શ્રેષ્ઠ કામગીરી અને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજનામાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નોમિનેટ થવા બદલ મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

UP cops collect pulses spilled on road to help elderly man | Trending | Times Of Ahmedabad

A video showing policemen from UP’s Meerut helping an elderly man was recently posted on Instagram. Shared by UP Police, the video has left people with a warm feeling in their hearts. Chances are, the video showing the act of kindness will leave you with a smile too.

The image shows two UP policemen helping an elderly man to collect pulses spilled on the road.(Instagram/@uppolice)
The image shows two UP policemen helping an elderly man to collect pulses spilled on the road.(Instagram/@uppolice)

“‘In-grained to lend a helping hand’. In a heartwarming act of kindness, @meerutpolice assisted an elderly man who had accidentally spilled a bag of pulses on the road. The police not only helped him gather the scattered pulse but also escorted him safely back home,” the department wrote while sharing the video.

Also Read: Kolkata cop helps crying student reach exam centre on time. Here’s what he did

The video opens to show two policemen and an elderly man collecting pulses spilled on the road. A few other cops are seen standing beside them directing the traffic to help them pick up the pulses safely.

Take a look at the video:

The post was shared about three hours ago. Since being posted, the clip has accumulated close to 17,000 views and the numbers are only increasing. Additionally, the share has also received close to 3,100 likes. People posted various comments while reacting to the video.

Here’s how Instagram users reacted:

“Wah! Won the hearts,” posted an Instagram user. “Well done. People want this type of police,” commented another. “Proud moment,” expressed a third. “Good work,” shared a fourth. “True definition of HERO, lots of love and so so so so so much respect,” wrote a fifth Many showed their reactions though heart emoticons.

Also Read: Durham Police helps young boy through tough time, internet all hearts

તખતગઢની મહિલા સિલાઈ મશીન થકી મેળવે છે મહિનાની 7-8 હજાર આવક; વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રોજગારી ઊભી કરી | Women of Takhatgarh earn 7-8 thousand per month from sewing machines; Making the best out of waste and creating employment | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામના ધોરણ 10 પાસ મનીષા પટેલ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી રોજગારી ઊભી કરી રહ્યા છે. મહિલાઓ ઘરે બેઠા નવરાશના સમયનો સદુપયોગ કરી પગભર બની શકે છે, તેનું ઉત્તમ ઉદાહરણ મનીષા પટેલ છે.

આ અંગે મનીષા પટેલે જણાવ્યું હતું કે, મહિલા ઘરનો મજબૂત સ્તંભ છે. તે જેટલો સશક્ત તેટલો પરીવાર સશક્ત બને છે. તેઓ ધોરણ 10 પાસ છે. ઓછું ભણેલા હોવાથી સારી નોકરી તો મળે નહીં. ઉપરથી ઘર, પરિવાર, બાળકોની જવાબદારી હોય. ગામડામાં ખેતી અને પશુપાલન કરતા સાથે ઘરે બેઠા બેઠા નાની મોટી વસ્તુઓ બનાવી છે. લગ્ન પહેલા માત્ર શોખ ખાતર સિવણ કામ શીખ્યા હતા. આજે તેમાંથી આવક ઉભી થાય છે. હાલમાં હેન્ડ પર્સ, મોબાઈલ કવર, બાળકો માટે સાદા ઘોડિયા, પાઇપ વાળા ઘોડિયા, હીંચકા, ડ્રેસ, ચણિયા-ચોળી જેવી વસ્તુઓ બનાવી વેચાણ કરૂ છું. બજાર કરતાં ઓછા ભાવ અને સારી વસ્તુઓ આપવાથી લોકો સામેથી મને ઓર્ડર આપે છે.

વધુમાં તેઓ જણાવે છે કે, બપોરના નવરાશના સમય તેઓ આ કામ કરે છે. સાથે હિંમતનગર ખાતેથી અમુક દુકાનોમાંથી તેમને કપડાની બેગ બનાવવાના ઓર્ડર મળે છે. જેમાં કટીંગ અને સિલાઈ માટે દોરા તમામ વસ્તુઓ દુકાનદાર ઉપલબ્ધ કરાવે છે. માત્ર તેમને સિલાઈ કરીને આપવાની હોય છે. જેની મજૂરી તેમને ઘરે બેઠા જ મળે છે.

મનીષા પટેલ આ કામ થકી મહિને ઘરે બેઠા સાતથી આઠ હજાર રૂપિયાની કમાણી કરે છે. નવરાશના સમયમાં કરવામાં આવતા આ કામથી તેમના ઘર પરિવારની દેખ ભાળ સારી રીતે કરી શકે છે. સાથે પોતે આર્થિક રીતે પગભર બની શકે છે. પોતાને પૈસા માટે બીજા સામે હાથ લંબાવવો પડતો નથી.

અન્ય સમાચારો પણ છે…

FRC ના ચેરમેનની નિમણૂક ના થતા 2 વર્ષથી ફી મંજૂર નથી થઈ, કમિટીમાં વાલી મંડળને સ્થાન આપવા માગ | Fees not sanctioned for 2 years after appointment of FRC chairman, demand for placement of parent body in committee | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ ઝોનના ફી રેગ્યુલેશન કમિટીના ચેરમેનની દોઢ વર્ષથી નિમણૂક થઈ નથી. આ નિમણૂક ન થઇ હોવાથી 2022 અને 2023ના વર્ષની વાર્ષિક ફી મંજૂર થઈ નથી, જેથી સ્કૂલો વધુ ફી લેતા હોવાનો વાલી મંડળનો આક્ષેપ છે. વાલી મંડળે માંગ કરી છે કે, અમદાવાદ ઝોનના ચેરમેનની નિમણૂક કરવામાં અને કમિટીમાં વાલી મંડળને સ્થાન આપવામાં આવે.

સ્કૂલોની ફી મંજૂર કરી ન્યાય અપાવો: વાલી મંડળ
ઓલ ગુજરાત વાલી મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, FRCમાં છેલ્લા દોઢ વર્ષથી ચેરમેનની નિમણૂક થઈ નથી. વર્ષ 2022 અને 2023 બંને વર્ષની ફી મંજૂર થઈ નથી, જેના કારણે ગુજરાતની સ્કૂલો જૂના વર્ષ પ્રમાણે તથા અમુક 25 ટકા ઉમેરીને ફી વાલીઓ પાસે ઉઘરાવે છે. FRCની કમિટી નવી બનાવીને બે વર્ષની ફી તમામ સ્કૂલોની મંજૂર કરી અને વાલીઓને ન્યાય આપવો જોઈએ.

ફરિયાદ માટે વાલીઓને ગાંધીનગરના ધકા
અમદાવાદ FRC ઝોનની ઓફીસ અગાઉ અમદાવાદ ખાતે હતી, જે ગાંધીનગર સ્થિત લઈ જવામાં આવી છે. હજારો વાલીઓની ફરિયાદ હોય તો ગાંધીનગર સુધી જવું પડે છે. જેથી અમદાવાદ ખાતે ઓફિસનું સ્થળાંતર કરવું જોઈએ. અમદાવાદ વાલીમંડળની એક ઓફિસ અમદાવાદ ડિસ્ટ્રીક એજ્યુકેશન ઓફિસ ખાતે ફાળવવામાં આવે જેથી વાલીઓને કોઈ પણ ફરિયાદ કરવી હોય તો વાલી મંડળને તથા DEOને કરી શકે.

અન્ય સમાચારો પણ છે…

ભાન્ડુ હાઇવે રોડ પર બે બાઇક અથડાતા એકને ગંભીર ઇજા; ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલું બાઇક ચોરાયું | Two bikes collide on Bhandu Highway Road, one critically injured; A bike parked in an open space was stolen | Times Of Ahmedabad

વિસનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

વિસનગરના ભાન્ડુ હાઇવે રોડ પર સહયોગ હોટલ નજીક બે બાઇક અથડાતા એક બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને લઇ ઇજાઓ પહોંચતા બાઇક ચાલકને સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે બીજો બાઇક ચાલક ટક્કર મારી ફરાર થઈ જતાં બાઇક ચાલક વિરુદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

ટક્કર મારી અજાણ્યો બાઇક ચાલક ફરાર…
ઊંઝા તાલુકાના નવાપૂરા ગામના ગોવિંદ પરમાર તેમનું બાઇક લઈ ચરાડા ગામે ગયો હતો. તે ચરાડા ગામથી પરત નવાપૂરા ફરી રહ્યો હતો. ત્યારે ભાન્ડુ હાઇવે રોડ પર સહયોગ હોટલ નજીક એક અન્ય અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારતાં ગોવિંદ નીચે પટકાયો હતો. જેમાં નીચે પડી જવાથી તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ટક્કર મારી અજાણ્યો બાઇક ચાલક ફરાર થઈ ગયો હતો. આમ ટક્કર મારી ઇજાઓ પહોંચાડનાર અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ગોવિંદના ભાઈ મણીલાલ પરમારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલું બાઇક ચોરાયું…
વિસનગર તાલુકાના કાંસા ગામનો વિપુલ પટેલ ગત તારીખ 20/03/2023ના રોજ બાઇક લઈ બપોરના સમયે વિસનગર ડેપોમાં આવેલા ડેપોની સામે આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કરી ડેપોમાં ગયો હતો. જ્યાં પાંચ મિનિટ રહી પરત આવતા પાર્ક કરેલી જગ્યાએ બાઇક મળી આવ્યું ન હતું. જેથી આજુબાજુ તપાસ કરતા પણ મળી ન આવતા આ અંગે ઓનલાઇન એફ.આઇ.આર નોંધાવી હતી. જે બાઇક કિંમત રૂ. 45,000નું ચોરી થતા ઓનલાઇન ફરિયાદને આધારે વિસનગર શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Arijit Singh touches MS Dhoni’s feet, Twitter reacts | Trending | Times Of Ahmedabad

The 16th edition of Indian Premier League (IPL) started on March 31 with a match between Gujarat Titans (GT) and Chennai Super Kings (CSK) at the Narendra Modi Stadium. Prior to the first match of the season, a star-studded opening ceremony was held. From soulful singing of Arijit Singh to amazing dance performances by Tamannah Bhatia and Rashmika Mandanna, the event wowed everyone. After the conclusion of the performances, the captains of GT (Hardik Pandya) and CSK (MS Dhoni) went to the stage for a picture with the IPL trophy and the performers. It is during that time, Arijit Singh bowed down and touched Dhoni’s feet. Now, the videos of the moment have taken over Twitter and prompted people to post different comments – so much so that the names of both the cricketer and the singer are trending on the microblogging site.

IPL 2023: The image shows Arijit Singh touching MS Dhoni’s feet during the opening ceremony.(Screengrab)
IPL 2023: The image shows Arijit Singh touching MS Dhoni’s feet during the opening ceremony.(Screengrab)

“Arijit Singh paid his respects to the Indian legend MS Dhoni,” wrote  a Twitter user. “That’s Why MSD is GOAT,” shared another. “Arijit Singh is MS Dhoni of singing. Both are great, both are legends, both have given us countless memories. MSD & Arijit uplift people by their respective works. Love them both. MSD & Arijit both are my favourites,” commented a third.

મોડાસામાં હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ઉજવણી અગાઉ શહેરમાં બાઈક રેલી યોજાઈ; બે કિમી લાંબી રેલીમાં જય શ્રીરામના નારા લાગ્યા | A bike rally was held in the city ahead of Hanuman Jayanti celebrations at the Hanumanji temple in Modasa; Jai Shriram slogans were heard in the two km long rally | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • A Bike Rally Was Held In The City Ahead Of Hanuman Jayanti Celebrations At The Hanumanji Temple In Modasa; Jai Shriram Slogans Were Heard In The Two Km Long Rally

અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

દિવસે-દિવસે દરેક તહેવારનું મહત્વ ખૂબ વધી રહ્યું છે અને એની ઉજવણી પણ ભારે ધામધૂમથી કરવામાં આવે છે. ત્યારે આગામી હનુમાન જયંતિની સાકરીયા ખાતે આવેલા ભીડ ભંજન હનુમાનજી મંદિરે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.

વાત છે મોડાસાથી માલપુર રોડ પર 4 કિમી દૂર આવેલા સ્વયંભૂ ભીડ ભંજન હનુમાનજી મંદિરની આગામી 6 એપ્રિલના રોજ હનુમાનજીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. મંદિર ટ્રસ્ટ અને ભક્તો દ્વારા પરંપરાગત આ દિવસે ભગવાનને તેલથી અભિષેક કરવામાં આવે છે. ભગવાનને સિંદૂર પણ ચડાવવામાં આવે છે. આ દિવસે મારુતિ યજ્ઞ કરવામાં આવે છે. વૈદિક ભૂદેવો દ્વારા યજ્ઞ સંપન્ન કરવામાં આવે છે. દૂર-દૂરથી ભક્તો હનુમાનજીના દર્શને આવતા હોય છે. લગભગ પચાસ હજારથી વધુ લોકો દાદાનો પ્રસાદ લેતા હોય છે. આ મંદિર પાંડવ કાળનું છે જેથી ભગવાન દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

હનુમાન જયંતિની ભવ્ય ઉજવણીની તૈયારીઓના ભાગરૂપે આજે સાકરીયાથી મોડાસા સુધી બાઈકરેલી યોજાઈ હતી. બે કિલોમીટર જેટલી લાંબી બાઇક રેલીમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં પુરુષો ભગવા ડ્રેસમાં સજ્જ થઈ હાથમાં ભગવા ધ્વજ લઈને જય શ્રીરામના નારા લગાવી આખા મોડાસા નગરમાં બાઈક રેલી ફરી હતી અને હનુમાન જયંતિની ઉજવણી અગાઉ નગરજનોને આમંત્રણ આપતો શુભ સંદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

નડિયાદ પાલિકા દ્વારા ટેક્સ વેરામાં વધારો કરતાં કોંગ્રેસ દ્વારા કલેક્ટર આવેદનપત્ર આપી વધારા સામે વિરોધ નોંધાવ્યો | After Nadiad Municipality increased the tax, Congress filed a petition against the collector and protested against the increase. | Times Of Ahmedabad

નડિયાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

નડિયાદમાં પાલિકા દ્વારા જુદાજુદા ટેક્સ દરમાં તોતીંગ વધારો કરાયો છે. જે મામલે શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો છે. નડિયાદ નગરપાલિકાએ નિયમ વિરુદ્ધ ટેક્સ વધારવાનો નિર્ણય સામે પોતાનો વિરોધ દર્શાવી પ્રજાને પરવડે તેવા ટેક્સ રાખવા માંગ કરી છે.

મોંઘવારીને ધ્યાનમાં રાખીને નક્કી કરવા જોઇતા હતા
મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલું આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપ્યું હતું. તેમાં જણાવ્યું છે કે, ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 હેઠળ નગરજનોની કેટલીક પ્રાથમિક જરૂરિયાતો પૈકી પાણી પૂરું પાડવુંએ નગરપાલિકાની પ્રાથમિક ફરજ અને જવાબદારી બને છે. નગરજનો જાણે છે કે, નગરપાલિકા તેની આ ફરજ અને જવાબદારી નિભાવવા નગરજનો પાસેથી વાર્ષિક ધોરણે પાણી વેરો વસૂલ કરે છે.પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતાં અમે સૌ માનીએ છીએ કે, નગરપાલિકાના સત્તાધીશોએ પાણી વેરાના દર છેવાડાના નાનામાં નાના માણસોની આર્થિક સ્થિતિ તેમજ મોંઘવારીને ધ્યાનમાં રાખીને નક્કી કરવા જોઇતા હતા.

રાજ્ય સરકારને વેરા વધારાની દરખાસ્ત મંજુરી અર્થે મોકલી આપી
આ કારમી મોંધવારીમાં વેરાના દરો વધારવાનું ટાળવું જોઇએ તેને બદલે નડીઆદ નગરપાલિકાના સત્તાધીશો છેવાડાના નાનામાં નાના માણસોની આર્થિક સ્થિતિ તેમજ મોંઘવારી વગેરે બાબતોને ધ્યાનમાં લીધા વગર કે નગરપાલિકાના બિનજરૂરી વહીવટી ખર્ચમાં કાપ મુકયા વગર વેરાના દરો વધારવાનું અવિચારી પગલું ભરી નડીઆદ શહેરની પ્રજાનો દ્રોહ કરી રહયા છે. તેથી નડીઆદ નગરપાલિકાના સત્તાધીશોએ ખાસ પાણી વેરો તથા સામાન્ય પાણી વેરાના નિયમો – 2023 હેઠળ ખાસ પાણી વેરો તથા સામાન્ય પાણી વેરાની સાથોસાથ વ્યવસાય વેરાના દરો બમણાં કરવાનું અને દર બે વર્ષે આપોઆપ દસ ટકાનો ઉત્તરોત્તર વધારો સૂચવ્યો છે અને રાજ્ય સરકારને વેરા વધારાની દરખાસ્ત મંજુરી અર્થે મોકલી આપી છે.

વેરા વધારાની દરખાસ્ત નામંજૂર કરવા માંગણી કરી
વધુમાં જણાવ્યું છે કે, પાણીના મીટર મૂકવાની જોગવાઈ કરવામાં આવી છે, તે મીટર મૂકવાનો ખર્ચ પ્રજાના જોડેથી અલગથી વસુલવામાં આવનાર છે અને પાણી વપરાશના લીટર દીઠ વેરો વસૂલ કરવામાં આવનાર છે. આમ, આવનાર સમયમાં પાલિકા દ્વારા પ્રજાની આર્થિક રીતે કમર તોડી અલગ અલગ વેરાઓનો બોજ નાખવામાં આવનાર છે તેનો નડીઆદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ નડીઆદ શહેરના છેવાડાનાં નાનામાં નાના માણસોની આર્થિક સ્થિતિ તેમજ અસહ્ય મોંઘવારીથી પિડાતા નગરજનોના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને વેરાના દરોનો સખત વિરોધ કરે છે અને નડીઆદ નગરપાલિકાના સત્તાધીશોએ સૂચવેલા વેરા વધારાની દરખાસ્ત નામંજૂર કરવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે…

જામનગર મહાનગરપાલિકાના આઇસીડીએસ વિભાગ દ્વારા પોષણ પખવાડીયાની ઉજવણી | Nutrition fortnight celebration by ICDS department of Jamnagar Municipality | Times Of Ahmedabad

જામનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ જામનગર મહાનગરપાલિકા આઈસીડીએસ શાખા દ્વારા પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા દિવસ તેમજ પોષણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 8 માર્ચ 2018ના રોજ રાષ્ટ્રીય પોષણ અભિયાનનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ભારત સરકાર દ્વારા પ્રતિ વર્ષ માર્ચ મહિનામાં પોષણ પખવાડિયું ઉજવવામાં આવે છે, આ કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓ બાળકો સગર્ભા ધાત્રી માતાઓને આરોગ્ય અને પોષણને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે તેમજ પૂર્ણા યોજના 15 થી 18 વર્ષની શાળાએ જતી તથા ન જતી કિશોરીઓને પ્રતિ માસ ચોથા મંગળવારે વિવિધ પ્રવૃત્તિઓ અને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે છે.

જામનગર મહાનગરપાલિકા આઇસીડીએસ શાખા દ્વારા તાજેતરમાં પોષણ પખવાડા અને પૂર્ણ દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા સંચાલિત તમામ આંગણવાડી કેન્દ્રોમાં પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં કિશોરીઓને પૂર્ણા યોજના આરોગ્ય અને પોષણ ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન કરાયું હતું, તેમજ કિશોરીઓને પૂર્ણાં કન્સલ્ટન્ટ દ્વારા આરોગ્યપ્રદ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, ક્વિઝ કોમ્પિટિશનમાં વિજેતા થયેલ કિશોરીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…