Russian army used its ‘lancet’ loitering munition to destroy a polish-made howitzer in Donbas.
Sunday, April 2, 2023
હાંસોટના ઈલાવ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થી બહેનોને સાડીનું વિતરણ કરાયું, ધારાસભ્યનું સન્માન કરાયું | Sarees were distributed to the beneficiary sisters, the MLA was honored in the program held at Elao, Hansot | Times Of Ahmedabad
ભરૂચ6 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભરૂચના હાંસોટના ઇલાવ ગામે સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને આદર્શ કેળવણી મંડળ ઇલાવ દ્વારા લાભાર્થી બહેનોને સાડી વિતરણ તેમજ વિદ્યાર્થીનીઓને ડ્રેસ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
સમાજના છેવાડાના માનવી સુધી સેવાની સુવાસ ફેલાય એ માટે સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ વર્ષોથી કાર્યરત છે ત્યારે સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને હાંસોટના ઇલાવ ગામે શિક્ષણની ધૂણી ધખાવતા આદર્શ કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે ઇલાવની આર.કે.વકીલ હાઈસ્કૂલમાં લાભાર્થી બહેનોને સાડી વિતરણ તેમજ ડ્રેસ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહયા હતા.આ પ્રસંગે ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અશોક બારોટ, હાંસોટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ,અંકલેશ્વર નગર સેવા સદનના કોપોરેટર નિલેશ પટેલ,આદર્શ કેળવણી મંડળ ઇલાવના ઉપપ્રમુખ તુષાર પટેલ,ખજાનજી મહાદેવ પટેલ, સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિબહેન પટેલ,ટ્રસ્ટી ગોમાનભાઈ પટેલ,જાણીતા કથાકાર ધનેન્દ્ર વ્યાસ,સામાજિક આગેવાન હિમાંશુ પટેલ તેમજ ડો.અંકિત મહેતા,શાળાની છાત્રાલયના ગૃહપતિ આશિષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પાર સતત 5મી ટર્મ વિજેતા બનનાર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલનું આદર્શ કેળવણી મંડળ,સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ ઇલાવ ગામના અને અત્યાર સુધીમાં 55થી વધુ રામકથા અને ભાગવત કથા કરનાર કથાકાર ધાનેન્દ્ર વ્યાસનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આમંત્રિત મહાનુભાવોના હસ્તે લાભાર્થી બહેનોને 100 સાડી અને ઇલાવ ગામની શાળામાં અભ્યાસ કરતી 35 વિદ્યાર્થીનીઓને ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક રાજેન્દ્ર કથવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.


ભાવનગરના ભરતનગર વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો, મનપાના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા | Heavy landslide occurred in Bharatnagar area of Bhavnagar, municipal officials reached the spot | Times Of Ahmedabad
ભાવનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

ભાવનગર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. શહેરના ભરતનગરથી શિવાજી સર્કલ તરફના રોડ પર મોટો ભુવો પડી જતા વાહન ચાલકો જીવના જોખમે રોડ પરથી પસાર થઈ રહ્યા છે, જોકે મહાનગરપાલિકાના અધિકારી અને સ્થાનિક નગર સેવકો દોડી આવી આજુબાજુ પથ્થરો મૂકી અને તાત્કાલિક અધિકારીઓને બોલાવી કામગીરી હાથ ધરી હતી.

8 થી10 ફૂટ જેટલો મોટો ભુવો પડ્યો
આમ, જોઈએ તો ચોમાસા દરમિયાન ભુવા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ શહેરના ભરતનગર વિસ્તાર પાસે 8 થી10 ફૂટ જેટલો મોટો ભુવો પડ્યો હતો, આ જોઈને લોકો અચંબામાં પડી ગયા હતા. જોકે ભુવો પડતા જ તાત્કાલિક નગરસેવકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક અધિકારીઓને બોલાવી કામગીરી હાથ ધરી હતી.

ભુવો પુરવા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી
રોડ પર ભુવો પડી જતા નીચે પસાર થતી ગટર લાઈન પણ તૂટી ગઈ હતી. જેના કારણે ભુવા પાણી ભરાય ગયું છે. જોકે અંદરથી 20 થી 25 ફૂટ સુધી માટી સરકી જવાથી મોટી દુર્ઘટના ધટી શકે તેમ હતી. પણ સ્થાનિક નગરસેવક દ્વારા ભુવા આસપાસ ફરતે પથ્થરો મૂકી દેવામાં આવ્યા હતા. જેના કારણે મોટી દુર્ઘટના ટાળી શકાય હતી અને તાત્કાલિક અધિકારીઓને બોલાવી વહેલી તકે આ ભુવો પુરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

ગાંધીનગરની ફાર્માસ્યુટિકલ કંપનીના મેનેજરનું કારસ્તાન, દવા માટેનું રોમટીરીયલ સગેવગે કરી 1.05 કરોડનું ફુલેકું ફેરવ્યું | Carstan, a manager of a pharmaceutical company in Gandhinagar, turned over 1.05 crores by donating raw material for medicine. | Times Of Ahmedabad
ગાંધીનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

ગાંધીનગરના સેકટર – 8 જીઆઇડીસીમાં આવેલ રાધીમ બાયોટેક નામની ફાર્માસ્યુટિકલ કંપનીના મેનેજરે દવા બનાવવા માટેનું રોમટીરીયલ મંગાવીને બારોબાર સગેવગે કરી દીધું હતું. મેનેજરે રૂ. 1 કરોડ 5 લાખ 89 હજાર 772 ની છેતરપિંડી આચરી હતી. જેથી સેકટર – 21 પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદના ઘાટલોડીયા નારેશ્વર ફ્લેટમાં રહેતાં આશીષ વિનોદરાય ગજ્જરની સેકટર – 8 જીઆઈડીસી ખાતે રાધીમ બાયોટેક નામની ફાર્માસ્યુટીકલ કંપની આવેલી છે. જેમાં દવાની ગોળી, કેપ્સ્યુલ બનાવવાનું તથા વેચાણનું કામ કરવામાં આવે છે. જેની રજીસ્ટર ઓફિસ અમદાવાદ તેમજ દવાનું ઉત્પાદ જીઆઈડીસીમાં કરાય છે. આ ઉપરાંત તેઓ વર્ષ 2014થી આર. એચ એન્ટરપ્રાઇઝ નામથી ગુજરાત સરકારની દવાઓનો ટેન્ડરોના કમિશન એજન્ટ તરીકે પણ કામ કરે છે. આથી આશિષભાઈને અલગ અલગ કંપનીઓમાં જવાનું થતું હતું. એ દરમ્યાન એક કંપનીમાં ભાવીન ગોરધનભાઇ પટેલ સાથે સંપર્ક થયો હતો.
બાદમાં ભાવિનને આ લાઇનનો બહોળો અનુભવ હોવાથી આશીષભાઈએ ભાગીદારીમાં નવી કંપની ઉભી કરવાની વાત કરી હતી. જો કે ભાવિને ઓફર ઠુકરાવી દઈ કંપનીમાં મેનેજર તરીકે તમામ વહીવટ સંભાળવાની તૈયારી દર્શાવી હતી. પછી સેકટર – 8 જીઆઇડીસીમાં જગ્યા ભાડે રાખી ઉક્ત કંપની કાર્યરત કરી હતી. જેમાં ભાવિનને 45 હજારના માસિક પગારે જનરલ મેનેજરની પોસ્ટ આપી હતી. બાદમાં જરૂરી મંજૂરી મેળવીને દવાનું ઉત્પાદન શરૂ કર્યું હતું. જેમાં ત્રીસ જેટલા કર્મચારીઓ કામ કરતા હતા.
બીજી તરફ આશિષભાઈ તેમના સરકારી ટેન્ડરોના કામમાં વ્યસ્ત રહેતા હોવાથી કંપનીનો બધો વહીવટ ભાવિનને સોંપ્યો હતો. આથી દવા બનાવવાનું રો મટીરીયલ્સ, વેચાણ સહિતનું કામ ભાવિન કરતો હતો. અને તે કહે એ મુજબ આશિષભાઈ રોમટીરીયલના નાણા જે તે કંપનીને બીલ મુજબ ચૂકવી દેતા હતા.
ત્યારે ગત તા. 9/2/2022 ના રોજ શ્રીપરીખ ટ્રેડીંગ કંપનીમાંથી આવેલ મેઈલ જણાવાયું હતું કે, તેમની કંપની દ્વારા ખરીદાયેલ રોમટીરીયલના રૂપીયા 54 લાખ 51 હજાર 599 લેવાના બાકી નીકળે છે. જે અંગે આશિષભાઈએ પૂછતાં ભાવીને કહેલું કે ત્યાંથી આવેલ રો મટીરીયલ્સનું ઉત્પાદન ચાલુ છે. જો કે એ પછી ઓગસ્ટ ફરીવાર પરીખ ટ્રેડિંગથી પેમેન્ટની ઉઘરાણી કરાઈ હતી. એ વખતે ભાવિને ઉત્પાદન ચાલુ હોવાનુંનો વિશ્વાસ આપ્યો હતો.
આથી આશિષભાઈએ શંકા રાખી કંપનીમાં તપાસ કરતાં કોઈ દવાનું ઉત્પાદન નહીં થયાનું જાણવા મળ્યું હતું. એટલે ભાવિન ને નોટિસ આપતા તેણે પૈસાની તંગીનાં કારણે અલગ અલગ પાર્ટીઓને રો મટીરીયલ વેચી દીધાની કબૂલાત કરી 45 દિવસમાં નાણાં ચૂકતે કરવાનો વાયદો કર્યો હતો.એટલે આશિષભાઈ રેગ્યુલર કંપની ઉપર આવી હિસાબ કિતાબ જોતા ભાવીને છેતરપિંડી કરી હોવાનો ખ્યાલ આવ્યો હતો. જે પછીથી તેણે કંપની જવાનું પણ બંધ કરી દીધું હતું. આ તરફ પરીખ ટ્રેડિંગ દ્વારા પૈસા માટે આશિષભાઈને લીગલ નોટિસ મોકલી આપવામાં આવી હતી. આખરે આશિષ ભાઈની ફરિયાદના આધારે સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
India determined to deliver action-oriented agenda for next G20 Summit: Kant | Latest News India | Times Of Ahmedabad
The Indian side was able to help forge a consensus at the G20 Summit in Indonesia despite several challenges and India’s G20 Sherpa Amitabh Kant has said that he is confident a similar consensus will be found before the next summit in New Delhi in September.

India is determined to deliver an action-oriented agenda for the next G20 Summit, including ways to address the issues of debt burden and food and energy security in the Global South and measures to reform multilateral financial institutions to make them more capable of handling challenges such as climate transition, Kant said in an interview after the conclusion of the second G20 sherpas meeting.
Q. Now that you are done with two meetings of the G20 sherpas, how do you think India is placed in terms of delivering an ambitious and action-oriented agenda for the summit?
A. One thing that comes out very clearly from the Kumarakom meeting is that everybody realises we are in a period of great upheaval, of great complexity in various economic, developmental and financial issues. That this will require a very bold action plan, and as our Prime Minister has said, this will require ambition, decisiveness and inclusivity, and everybody wanted India’s G20 presidency to take bold measures. Everybody was in agreement on all the issues that we brought before this G20. In fact, to an extent where many developed countries were saying, we should get even more aggressive on several of these things.
We see this as a unique opportunity, we’ll pursue it boldly and, by the time of the third [Sherpas’] meeting in Hampi [in July], we will come out with a clear draft which will be discussed with all the G20 sherpas.
I have said that between the Hampi meeting and the fourth meeting in Delhi, we should finalise a draft communique and then we will have adequate time to sort out all the issues. So we will have to put the draft communique before them fairly in advance. We are getting inputs because various working group meetings have been held. We would have got their broad drafts and broad ideas. We will have all the content and we’ll try and pursue the Prime Minister’s vision of being very decisive and action-oriented.
Q. India has taken the lead in raising the issues of the Global South at the G20, especially their concerns on food, fuel and fertiliser security and debt burden. How much have you been able to get the other G20 members to focus on these problems of the Global South?
A. On Saturday, we had two presentations on financial structures and on what development strategy to pursue, particularly in the context of sustainable development goals (SDGs). We had a very free and frank discussion and in both meetings, all emerging markets raised the issue of global debt.
I was pleasantly happy that all the developed countries also raised this issue. Therefore, this will be a very key issue in our draft communique and I would say this is an issue which is critical at this moment in time for all emerging and developing markets because the challenge is that debt is available to developed countries at 2% to 3%, to India at about 8%, to Africa at about 15% to 16%, in sub-Saharan countries it goes up to 20% and over.
The risks of Asia are very different from the risks of Africa and the risks of the developed world. You need an agency which can pool these risks together, de-risk projects and ensure lending…We need to ensure a greater flow of funds. Secondly, there is the challenge of global debt which has been discussed extensively in the finance track of the G20. So, I think the Indian presidency will push for bold measures.
Q. Are you more hopeful about progress in reforms of multilateral financial institutions, especially structures that have been there since the end of World War 2? Is there buy-in from the G7 states for changes in these organisations?
A. Two things. One is the clear realisation across the board, both in emerging markets and the developed world, that these institutions are outdated. They are post-Bretton Woods period institutions, which were created in the post-World War 2 era, they are not designed to face the challenges of climate action or the challenges of SDGs, which are two sides of the same coin. Therefore, you need greater reforms in these institutions.
The reforms of these institutions have also been discussed in the finance track, but broadly you need the World Bank to do a much greater level of lending based on its equity base or you need the World Bank to be able to bring vast pools of resources from the private sector to be able to lend to developing and emerging markets to enable climate transition.
Our view across the board was that there should be 10 times more lending from the World Bank. Secondly, even as far as the IMF [International Monetary Fund] is concerned, the challenge of inflation and exchange rates are all their tasks and this has greatly impacted developing markets because we’ve seen huge packages during the Covid-19 period by the developed world, leading to inflation and then tightening of interest rates in a very big way. This has now led to a huge financial crisis in the developed world and is leading to the flow of resources from emerging markets to the developed world.
All the gains made by developing countries in terms of poverty, literacy and education over the past 20 years, we’ve seen Covid-19 and inflation wiping out in the last three to four years. Therefore, if in future productivity increases, efficiency will come from emerging markets and not from the developed world. Therefore, you need a very stable exchange rate, you need to ensure inflation is kept under check and you to ensure that money flows from the developed world to emerging markets and not the other way around. This is the role of the IMF, in which, to my mind, there’s a lot to be said.
Q. You have appeared very confident about getting consensus within G20 as you move forward. You said there was agreement on almost 99% of issues. What is the reason for this optimism that you are going to get China and Russia, which are holding out, back on board?
A. We work with everyone, we work across the board. We speak the same language as the developed world and with every single country. After talking to each one of them, bilaterally and inside the discussion room, I have come to the conclusion that everybody wants consensus and for the G20 to move forward. Everybody feels we should arrive at an agreement on these issues. So, we will continue to work forward, but I’m quite confident that we’ll get it.
Q. And the worries about the Ukraine crisis?
A. Similar challenges had happened in Bali but we were able to overcome them. So we will overcome them.
Q. Several foreign delegates referred to the usefulness of informal sessions that you arranged between the formal discussions for less structured discussions. What is your thought on that?
A. Agreements are arrived at in an informal setting. We continue to work in an informal setting. I am a long-term believer that all agreements are finally arrived at informally, not in a structured manner, but through informal conversations and by winning hearts and minds and by understanding their challenge. We will continue to do that.
-
ABOUT THE AUTHOR
Rezaul H Laskar is the Foreign Affairs Editor at Hindustan Times. His interests include movies and music.
…view detail
પાટણ પોલીસ દ્વારા સાઇકલ રેલીનું આયોજન કરાયું, મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા | A cycle rally was organized by the Patan Police, with a large number of policemen participating | Times Of Ahmedabad
પાટણએક કલાક પહેલા
- કૉપી લિંક

પાટણ જિલ્લા પોલીસ દ્વારા જી20 ઇવેન્ટ્સ એવરનેસ કેમ્પઇન અંતર્ગત રવિવારે પોલીસ હેડ કોવટર્સ ખાતે થી સાઈકલ રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાય હતા.

પાટણ જિલ્લા પોલીસ દ્વારા જી 20 ઈવેન્ટ્સ અવેરનેસ કેમપેઇન અંતર્ગત સાયકલ રેલીનું પોલીસ હેડક્વાર્ટર પાટણથી રાણીની વાવ સુધી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિક્ષક વિશાખા ડાબરલે દ્વારા રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ સાયકલ રેલીમાં આશરે 200 જેટલા પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ અવરનેસ રેલી પોલીસ હેડ કોવટર્સ થી નીકળીને શહેર ના વિવિધ માર્ગો પરથી પસાર થઈ રાણકીવાવ ખાતે પહોંચી હતી. આ સાઇકલ રેલીમાં પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જીઆરડી પોલીસ કર્મચારીઓ સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા.


Pak 'begs' U.S. after Biden snub; Fears negative fallout for skipping key Summit | Times Of Ahmedabad
Days after skipped the ‘Summit for Democracy’ hosted by the U.S., the Sharif government has launched ‘charm diplomacy’. Watch what Pak did to convince U.S.
નડિયાદ સહિત ચરોતરના દેવળોમાં તાડપત્રના રવિવાર 'પામ સન્ડે'ની ઉજવણી, વિવિધ સ્થળોએ ખ્રિસ્તી સમુદાયે સરઘસ કાઢ્યું | Celebrating 'Palm Sunday' at Charotar temples including Nadiad, the Christian community took out processions at various places. | Times Of Ahmedabad
નડિયાદ44 મિનિટ પહેલા
- કૉપી લિંક
ખેડા-આણંદ જિલ્લામાં ખ્રિસ્તી સમુદાય દ્વારા તાડપત્ર રવિવાર “પામ સન્ડે” ની આજ રોજ ઉજવણી કરવામાં આવી છે. જેમાં વિવિધ સ્થળોએ ખ્રિસ્તી સમુદાય દ્વારા સરઘસ સ્વરૂપે તાડપત્ર સાથે ઈસુ ખ્રિસ્તનાં વિજય પ્રવેશનું પર્વ ઉજવવામાં આવ્યું હતું.

તાડપત્રના તહેવારની ઉજવણી પ્રસંગે આ અંગે ધર્મગુરુ ફાધર જીજ્ઞેશે જણાવ્યું હતું કે, ‘યરૂસાલેમમાં ઈશુનો વિજય પ્રવેશ’ અર્થાત ‘તાડપત્રનો રવિવાર’.આ દિવસે ઈશુએ ખોલકા ઉપર બેસીને પોતાની મૃત્યુયાત્રા ભણી પ્રયાણ આદર્યું. લોકોએ હાથમાં ખજૂરીના તાડપત્રો લઇ તેમનું એક રાજા તરીકે સ્વાગત કર્યું. ઇસુના સંઘર્ષ અને પછી મુક્તિ દાતાની ઓળખને આપણે ભૂલી જવા ન જોઈએ. ફાધર ટોનીએ જણાવ્યું હતું કે આપણે હમેશા સારી બાબતોમાં હાજરી આપીએ છીએ પરંતુ દુખદ ઘટનોઓથી દુર રહીએ છીએ.તે અયોગ્ય છે.કોઇપણ વ્યક્તિના દુઃખમાં આપણે સહભાગી બની સાચા માનવી તરીકેની જવાબદારી નિભાવવી જોઈએ.મૃત્યુ આવે તો તેને ઈશ્વરનું આયોજન સમજી સ્વીકાર કરવો જોઈએ.

ગુરુવાર, શુક્રવાર અને શનિવાર વર્ષના સૌથી પવિત્ર દિવસ ગણાય
નડિયાદમાં તાડપત્ર સાથે ખ્રિસ્તી પરિવારોએ જે.કે પાર્કથી સરઘસ નીકળ્યું હતું. જે એલિમ ચર્ચ માર્ગે થઇ ક્રીષ્ટ ધ કિંગ ચર્ચ પહોચ્યું હતું.જ્યાં ચર્ચમાં સંજયભાઈ વાઘેલા અને ડો. પ્રીતિ રાઠોડ દ્વારા ધર્મગુરુ ફાધર જીજ્ઞેશ સાથે “મહા પ્રસ્થાનનું “વાંચન કરાયું હતું. આ પર્વ સાથે પવિત્ર સપ્તાહમાં ખ્રિસ્તી પરિવારો પ્રાર્થનાને વિશેષ મહત્વ આપશે. જે ગુરુવાર બપોર સુધી ચાલશે અને બપોર બાદથી શનિવાર મધ્યરાત સુધી તમામ દેવાલયોમાં સતત દિવસ-રાત પ્રાર્થના ચાલશે. સપ્તાહના અંતિમ ત્રણ દિવસ ગુરુવાર, શુક્રવાર અને શનિવાર વર્ષના સૌથી પવિત્ર દિવસ ગણાય છે.

પવિત્ર સપ્તાહના પ્રારંભે ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચના ધર્મગુરુ ફાધર ટોની અને ફાધર નટુએ જણાવ્યું હતું કે, ખ્રિસ્તીજનો 40 દિવસ ઉપવાસ કરે છે. ઈસુખ્રિસ્તે માનવજાત માટે બલિદાન આપ્યું. ક્ષમા, પ્રેમ બલિદાનના સાક્ષાતસ્વરૂપ ભગવાન ઈસુએ પોતાના શિષ્યો સાથે છેલ્લું ભોજન લીધું હતું. ભોજન પહેલાં શિષ્યોનાં પગ ધોયા હતા અને નમ્રતા તથા સાદગીનો સંદેશો આપ્યો હતો. ‘પામ સન્ડે’ના ભાગરૂપે ચર્ચમાં મીસ (માસ) તથા તાડપત્ર સાથે સરઘસનું ઠેર-ઠેર આયોજન હાથ ધરાય છે.





રાજ્યની 114 નગરપાલિકાઓના પ્રમુખની બનેલી પરિષદની 45મી સભા નવસારીમાં યોજાઈ, પ્રમુખની ઘટતી જતી સત્તાનો મુદ્દો મુખ્ય રહ્યો | The 45th meeting of the council comprising presidents of the state's 114 municipalities was held in Navsari, with the issue of diminishing powers of the president taking center stage. | Times Of Ahmedabad
- Gujarati News
- Local
- Gujarat
- Navsari
- The 45th Meeting Of The Council Comprising Presidents Of The State’s 114 Municipalities Was Held In Navsari, With The Issue Of Diminishing Powers Of The President Taking Center Stage.
નવસારી35 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજ્યની નગરપાલિકાઓના પ્રમુખોની બનેલી ગુજરાત નગરપાલિકા પરિષદની આજે મળેલી 45 મી વાર્ષિક સભામાં પાલિકા પ્રમુખની ઘટતી જતી સત્તાનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. જેની સાથે વીજળી બીલનું ભારણ ઘટાડવા પાલિકાઓમાં ફરજિયાત સોલાર પેનલ લગાડવા માટે સરકારમાં રજૂઆત કરવાના પ્રશ્નો પણ ઉઠ્યા હતા.

ગુજરાત રાજ્યની નાની મોટી 114 નગરપાલિકાઓના પ્રમુખોની બનેલી ગુજરાત નગરપાલિકા પરિષદની 45મી વાર્ષિક સામાન્ય સભા પરિષદના પ્રમુખ પોપટ પટેલની અધ્યક્ષતામાં આજે નવસારી વિજલપોર નગરપાલિકાના યજમાનપદે નવસારીના બી. આર. ફાર્મ ખાતે યોજાઇ હતી. પરિષદની સમાન્ય સભામાં એજન્ડાના ત્રણ કામો રજૂ થયા હતા, જેને સર્વ સભ્યોએ સર્વાનુમતે મંજૂર કર્યા હતા. જેની સાથે જ રાજ્યની વિભિન્ન પાલિકાઓમાંથી આવેલા પ્રમુખોએ શહેર વિકાસ સાથે વહીવટી પ્રક્રિયાઓમાં પડતી મુશ્કેલીઓના પ્રશ્નો રજૂ કરી, પરિષદ સરકારમાં રજૂઆત કરે એવી લાગણી વ્યક્ત કરી હતી. જેમાં ખાસ મુદ્દાઓમાં પાલિકા પ્રમુખોની ચેક પર સહી કરવાની સત્તા છીનવાઈ ગયા બાદ પણ સત્તા ઘટતી રહી હોવાનો પ્રશ્ન ઉઠાવી, સત્તા હોય તો શહેર વિકાસમાં યોગ્ય નિર્ણય થઈ શકેની રજૂઆત કરી હતી. જેની સાથે નવસારી પાલિકા પ્રમુખ જીગીશ શાહે પાલિકાના કાર્યભાર વધતા પૂરતા મહેકમ ન મળવા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. 11 મહિનાના કરારમાં પાલિકા ટ્રેનિંગ સ્કૂલ બનીને રહી જાય છે, જેથી પાલિકામાં મહેકમનો પ્રશ્ન હલ થાય એના માટે સરકારમાં રજૂઆત કરવાની વાત મુકી હતી. જ્યારે બ વર્ગની પાલિકાના નગરસેવકોને માનદ વેતન મળે, ઉપપ્રમુખને પણ સરકારી ગાડી મળે, પરિષદને સરકાર ગ્રાન્ટ આપે, લોકભાગીદારીના કાર્યોમાં પણ સરકારી ગ્રાન્ટ મળી રહે જેવા પ્રશ્નો સાથે પાલિકાના વીજ બીલની સમસ્યાના સમાધાન માટે સરકારમાં રજૂઆત કરી ફરજિયાત પણે પાલિકા ભવન ઉપર સોલાર પેનલ લગાવવામાં આવે, તો સ્વભંડોળમાંથી ખર્ચ માટે અને પાલિકાને બીલમાં રાહત મળે.

ગુજરાત નગરપાલિકા પરિષદની આજની સામાન્ય સભામાં દક્ષિણ ગુજરાતની ન જોડાયેલી પાલિકાઓ પણ પરિષદ સાથે જોડાય એવી અપીલ કરવામાં આવી હતી. સાથે જ ગાંધીનગરમાં પાલિકા પ્રમુખ કે સભ્યો જાય, ત્યારે તેમના ઉતારા માટે પરિષદનું ભવન છે એના રીનોવેશન માટે ફંડ એકત્ર કરવામાં આવ્યુ હતું. અંદાજિત 15 લાખના ખર્ચે સામે પરિષદને અંદાજે 20 લાખનું ફંડ ભેગુ કરવામાં સફળતા મળી હતી. જ્યારે પરિષદના સભ્યો દ્વારા રજૂ થયેલ પ્રશ્નો અને સમસ્યાના સમાધાન માટે પરિષદ સરકારમાં રજૂઆતના પ્રયાસ કરશે. જ્યારે બીલ નહી ભરી શકતી પાલિકાઓ મુદ્દે પરિષદ પ્રમુખે પાલિકાની નીતિરીતિ ઉપર સવાલો ઉઠાવ્યા હતા. બીલ ભરવા પાલિકાની જવાબદારી છે, કારણ પાલિકા લાઈટ વેરો, સ્વચ્છતા વેરો લે છે, પાલીકાની આવકના સ્ત્રોત પણ વધ્યા છે. ત્યારે યોગ્ય આયોજન કરવાની જરૂર હોય છે. જોકે આજે સોલાર પેનલ લગાવવા સરકારમાં રજૂઆત કરવાની ચર્ચા થઈ છે, સરકારમાં આ મુદ્દે પરિષદ રજૂઆત કરશે.


પુણા વિસ્તારની ખાડીમાં દુર્ગંધ અને મચ્છરના ત્રાસના કારણે આસપાસની સોસાયટીના રહીશો ને ભારે હાલાકી, જન આંદોલન કરવાની ચીમકી | Due to bad smell and mosquito infestation in the bay of Pune area, the residents of the surrounding society are suffering, there is a threat of public agitation. | Times Of Ahmedabad
- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Due To Bad Smell And Mosquito Infestation In The Bay Of Pune Area, The Residents Of The Surrounding Society Are Suffering, There Is A Threat Of Public Agitation.
સુરત26 મિનિટ પહેલા
- કૉપી લિંક

પુણા વિસ્તારની ખાડીનો પ્રશ્નનો ઉકેલ હતા ધારાસભ્યની જન આંદોલનની ચીમકી
વરાછા રોડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણી સમયાંતરે પોતાના વિસ્તારના પ્રશ્નોને લઈને ચર્ચામાં આવતા હોય છે, તેઓ જે પ્રકારે પત્ર લખે છે તેને લઈને હંમેશા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની કાર્યવાહી ઉપર પ્રશ્નો ઉભા થઈ જતા હોય છે. પુણા વિસ્તારની ખાડીનો પ્રશ્ન ઘણા વર્ષોથી યથાવત હોવા છતાં યોગ્ય ઉકેલ આવ્યો નથી.
ખાડીની કામગીરીનો ઉકેલ ન આવતા લોકોમાં રોષ
ખાડીનો પ્રશ્ન દરેક ચૂંટણી વખતે ચર્ચામાં આવતો હોય છે. ખાડીની આસપાસના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ભયંકર મચ્છરોનો ત્રાસ તેમજ દુર્ગંધ ફેલાય છે, ફક્ત એટલું જ નહીં આસપાસના વિસ્તારમાં રહેતા હજારો લોકોને તેને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાડી ઉભરાવવાના કારણે દૂષિત પાણી સોસાયટીઓમાં પ્રવેશે છે અને તેના કારણે રોગચાળો પણ ફેલાતો હોય છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો.
ખાડીનો પ્રશ્ન માત્ર રાજકીય
કોર્પોરેશનની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય ખાડીનો પ્રશ્ન વરાછા વિસ્તારમાં હંમેશા સૌથી વધારે ચર્ચામાં રહેતો હોય છે કારણ કે, આ ખાડીની આસપાસ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો રહે છે. ચૂંટણી સમયે પણ આ ખાડીની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. આ પ્રકારની વાતો છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે પરંતુ, હજી સુધી તેનો કાયમી કોઈ ઉકેલ આવ્યો નથી. વિરોધ પક્ષ દ્વારા સમયાંતરે આ મુદ્દાને લઈને અલગ-અલગ કાર્યક્રમો પણ આપવામાં આવ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દાને લઈને અલગ-અલગ સોસાયટીઓની અંદર વિરોધ પ્રદર્શન પણ ભૂતકાળમાં કરવામાં આવ્યા છે.

‘ખાડીનો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો જન આંદોલન કરવાની ફરજ પડશે’ : ધારાસભ્ય
વરાછા રોડ બેઠકનાં ધારાસભ્ય કુમાર કાનાણીએ સ્પષ્ટ રીતે સંકલન બેઠકમાં વાત મૂકી હતી અને તેમણે અધિકારીઓનો ઉઘાડો લીધો હતો તેમણે કહ્યું હતું કે, ‘મારા વિસ્તારમાં ખાડીને લીધે મચ્છર અને ગંદકી ફેલાઈ રહી છે, દુર્ગંધ પણ ખૂબ જ આવે છે અને આ પ્રશ્નોનો ઉકેલ ત્વરિત લાવવો જરૂરી છે.’ આ બાબતે સંકલન બેઠકમાં તેમને અધિકારીઓને સ્પષ્ટ કહ્યું કે જ્યારે પણ ફોન કરવામાં આવ્યો છે ત્યારે સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી માત્ર કામ ચાલુ છે એ પ્રકારનો જવાબ આપી દેવામાં આવે છે. જ્યારે પૂછવામાં આવે છે કે, કેટલું કામ થયું છે તો તે અંગેની પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. જો આજ પ્રકારે અધિકારીઓ જવાબ આવશે તો આવનાર દિવસોમાં આ મુદ્દાને લઈને હું પોતે જન આંદોલન શરૂ કરીશ.
શાસક પક્ષના નેતાઓનું પણ સાંભળતા નથી અધિકારીઓ?
આશ્ચર્યજનક બાબત એ છે કે, જન આંદોલનની જ્યારે વાત થતી હોય છે ત્યારે વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ, અહીં તો સ્થિતિ એટલી વિપરીત છે કે, ભારતીય જનતા પાર્ટીના જ ભાજપના વરાછા રોડ બેઠકના ધારાસભ્ય જન આંદોલન કરવાની ચીમકી આપવાની ફરજ પડી છે. તેના પરથી સાબિત થાય છે કે, સુરત કોર્પોરેશનના અધિકારીઓ તેમના કહ્યામાં રહેતા નથી. તેમણે જે સમસ્યાનો ઉકેલ લાવવા માટે કહ્યું હોય છે. તેની પણ સમયસર કામગીરી થતી નથી. જો એક ધારાસભ્યની આ પ્રકારની સ્થિતિ સુરત કોર્પોરેશન સમક્ષ હોય તો સામાન્ય વ્યક્તિઓ જ્યારે ફરિયાદ કરતા હશે ત્યારે તેમની ફરિયાદનો ઉકેલ આ અધિકારીઓ કેટલાક ઝડપથી કરતા હશે તે યક્ષ પ્રશ્ન બની રહ્યો છે.
'When you come to Delhi': Kejriwal's invitation after Himanta Biswa's sue threat | Latest News India | Times Of Ahmedabad
Replying to Assam chief minister Himanta Biswa Sarma‘s warning that he would sue Delhi chief minister Arvind Kejriwal, Kejriwal in Assam addressed a party meeting on Sunday and said he would like to extend an invitation to Himanta Biswa Sarma to his place when he comes to Delhi next. “For the past few days, the chief minister has been issuing threats that he will get me arrested. Why will you do so? Am I a terrorist? Himanta Ji, you have become the chief minister of Assam but have not adopted the culture of Assam,” Kejriwal said.

“People of Assam do not threaten their guests. They offer them tea. When you come to Delhi, please come to my house and have tea. If you have some time, have food with me. Then I will show you the entire Delhi,” Kejriwal said.
On March 29, Kejriwal in Delhi Assembly said ED and CBI brought all the corrupt under one party. Naming Himanta Biswa Sarma, Kejriwal said, “They put a gun on Himanta Biswa Sarma and he said BJP manzoor hai”.
Himanta Biswa hit back at Kejriwal and asked whether there is any case or FIR against him. “I wanted to file a defamation case against Arvind Kejriwal but like a coward, he spoke inside the Assembly. Let Kejriwal come on 2nd April and if he says a single word against me that I am corrupt, I will sue him,” Himanta Biswa said earlier.
“You (Arvind Kejriwal) should not speak against somebody in Delhi assembly where you know I am not there to defend. So what is the case against me? So somebody has misled all the people that there is some case against me. In entire India, there is no case against me, except for some cases filed by Congress people in various courts,” Assam chief minister said.
The Assam chief minister had filed a defamation case against now jailed Manish Sisodia for bringing corruption allegations against him in connection with the supply of PPE kits during the first wave of the pandemic.
થરાદ ખાતે ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ દ્વારા વિધાનસભા અધ્યક્ષ અને ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીનું સન્માન કરાયું | Assembly Speaker and MLA Shankarbhai Chaudhary honored by Audichya Sahasra Brahmin Samaj at Tharad | Times Of Ahmedabad
બનાસકાંઠા (પાલનપુર)10 મિનિટ પહેલા
- કૉપી લિંક

ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ થરાદ દ્વારા આંનદ પ્રકાશ વિદ્યાલય થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના સત્કાર- સન્માન સમારંભ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં થરાદ તેમજ આસપાસ વિસ્તારના ઔદિચ્ય બ્રાહ્મણ સમાજના આગેવાનો વડીલો અને યુવાઓ દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને શાલ ઓઢાડી, મોમેન્ટો અર્પણ કરી, સાફો બાંધી- ફુલહાર પહેરાવી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ અંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઇ ચૌધરીએ બહુ ભાવુકતા સાથે બ્રહ્મ સમાજના આગેવાનો, વડીલો ,અને યુવાઓમાં પોતાના માટે રહેલો આદર, પ્રેમ અને સત્કારને જોઈને મારા માટે આનાથી મોટું સન્માન શું હોઇ શકે ? સમગ્ર બ્રહ્મ સમાજની લાગણીનો ઋણ સ્વીકાર કરતાં આભાર માન્યો હતો. તેમજ પોતાનો ઘરનો પ્રસંગ હોય ને જે ખુશી થાય એવી અનુભૂતિ પોતે અનુભવી રહ્યા હોવાનું જણાવી ઉપસ્થિત બ્રહ્મ સમાજને ધન્યવાદ આપ્યા હતા.

વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ટીવીમાં જોતા જોતા એમ થાય કે વિધાનસભામાં અધ્યક્ષ નહિ આપણું થરાદ બેઠું છે. તો માનજો આપણો લાગણીનો સેતુ અકબંધ છે. તમારુ માથું સદાય ઊંચું રહે એવા સેવા કાર્યો કરતો રહીશ એવી ખાત્રી આપી હતી. આ પ્રસંગે તેમણે આનંદ પ્રકાશ વિધાલય ટ્રસ્ટને 9 લાખ રૂપિયાના અનુદાનની જાહેરાત કરતાં શાળામાં ભૌતિક સુવિધાઓની સાથે ડિજિટલ ક્રાંતિ સાથે સમન્વય સાધી વિદ્યાર્થીઓની ભાવિ કારકિર્દી ઘડતર અને સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં રાખી શૈક્ષણિક સેમિનારો યોજવા અને તજજ્ઞોનું માર્ગદર્શન લેવા અનુરોધ કર્યો હતો. તેમણે યુવાઓને ખેતી, ઉદ્યોગ, વ્યવસાય સહિત વિદેશ અભ્યાસની ઉજ્જવળ તકો થકી નવા ક્ષેત્રો અને નવી ક્ષિતિજો સર કરવા આહવાન કર્યું હતું. આગામી સમયમાં થરાદ વિસ્તારમાં એક વિશાળ હોસ્પિટલ નિર્માણ અને જી.આઇ.ડી.સીના સંકલ્પને સાકાર કરવાની નેમ વ્યક્ત કરતાં આ કામો ટૂંક સમયમાં શરૂ થશે. જ્યારે આ વિસ્તારના 97 ગામોની પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટેનું આયોજન કરી આ વિસ્તારને હરિયાળો અને પાણીદાર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ વિસ્તારનું હિત સદાય હૈયામાં છે એમ જણાવતાં પ્રજાના કલ્યાણની સાથે પશુ પંખી વૃક્ષો અને પ્રકૃતિના આશીર્વાદ મળે એવું નિયતિએ નિરધાર્યું હશે એટલે મને જનસેવાની તક મળી છે.


રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે CPR તાલીમ અભિયાનનું આયોજન, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા સહિત અનેક કાર્યકર્તાઓ જોડાયા | Organized CPR training campaign at Rajkot Civil Hospital, many activists including Cabinet Minister Bhanuben Babaria joined | Times Of Ahmedabad
રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક

રાજકોટ સિવિલમાં CPR તાલિમ અભિયાન
ગુજરાતભરમાં વધતા જતા હૃદયરોગના હુમલાને અટકાવવા માટે તાત્કાલિક અસરથી કોઈપણ દર્દીને CPR આપી શકાય તે માટે CPR તાલીમનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપની સૂચના મુજબ આજે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે CPR તાલીમ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

વહેલી સવારે 9 વાગ્યાથી આ તાલીમ અભિયાન શરૂ
ગુજરાત પ્રદેશ ભાજપ ડૉક્ટર સેલ દ્વારા આજ રોજ રાજ્યની 38 કોલેજોમાં આશરે 1200 જેટલા તબીબો દ્વારા ભાજપનાં કાર્યકર્તાઓને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR)ની તાલીમ આપી હતી. જેમાં રાજકોટ શહેર PDU સિવિલ હોસ્પિટલ ખાતે તબક્કાવાર કાર્યકર્તાઓને તાલીમ આપવામાં આવી હતી. વહેલી સવારે 9 વાગ્યાથી આ તાલીમ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું,

વોર્ડવાઈઝ તબક્કાવાર તાલીમ અભિયાનનું આયોજન
આ તમામ વોર્ડના કાર્યકર્તાઓને યોગ્ય રીતે તાલીમ મળી રહે તે માટે વોર્ડવાઈઝ તબક્કાવાર તાલીમ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાનસભા 68 અંતર્ગત સવારે 9 વાગ્યાથી વોર્ડ નંબર 4,5,6,15 અને 16. ત્યારબાદ વિધાનસભા 68 અંતર્ગત 10.30 વાગ્યે વોર્ડ નંબર 1,2,3,7,8,9 અને 10. છેલ્લે 11.30 વાગ્યે વિધાનસભા 70 અંતર્ગત વોર્ડ નંબર 11,12,13,14,17 અને 18નાં કાર્યકર્તાઓ તાલીમમાં જોડાયા હતા અને દર્દીને ઇમર્જન્સીમાં CPR કેવી રીતે આપવું? તે અંગે તાલીમ મેળવી હતી.


વધુ વાંચો :
