Sunday, April 2, 2023

Donald Trump is not 1st ex-Prez to face legal trouble in US. It was… | World News | Times Of Ahmedabad

Donald Trump has made history so many times. The first president without government or military experience. The first to be impeached twice. The first to aggressively challenge the certification of his successor.

Donald Trump(AP)
Donald Trump(AP)

Now, he adds another: Even as he hopes to return to the White House in 2025, he is the first former president to be indicted.

Also read: US Republicans defend Trump, call criminal justice system as ‘corrupt’

The latest line crossed by Trump challenges again the aura of the American presidency, nurtured in the infallibility of George Washington but made human over and over, through scandals born of greed and the abuse of power, corruption and naivete, sex and lies about sex.

Trump is hardly the first president, in or out of office, to face legal trouble.

In 1974, Richard Nixon may well have avoided criminal charges on obstruction of justice or bribery, related to the Watergate scandal, only because President Gerald Ford pardoned him just weeks after Nixon resigned the presidency. Bill Clinton’s law license in his native Arkansas was suspended for five years after he reached a deal with prosecutors in 2001, at the end of his second term, over allegations that he lied under oath about his affair with White House intern Monica Lewinsky.

Some historians wonder about President Warren Harding’s fate had he not died in office, in 1923. Numerous officials around him would be implicated in various crimes, including Interior Secretary Albert B. Fall, whose corrupt land dealings became known as the “Teapot Dome Scandal.”

“The walls were closing in on him,” presidential historian Douglas Brinkley said of Harding.

Trump’s indictment in New York reportedly is linked to how business records were mischaracterized in connection with paying porn actor Stormy Daniels $130,000 in 2016, shortly before Trump defeated Democrat Hillary Clinton for the presidency, to keep Daniels from going public about a sexual encounter she said she had with him years earlier. Trump denies having sex with her.

Trump also is being investigated for allegedly attempting to change the 2020 vote results in Georgia, a state he narrowly lost to Democrat Joe Biden, and for his role in the riot at the U.S. Capitol on Jan. 6, 2021, when Trump supporters attempted to stop the congressional certification of Biden as president. Trump has denied any wrongdoing and called the New York investigation “a witch hunt.”

While in office, Trump adopted the view of a Justice Department legal opinion that a president could not be indicted. Once a president leaves office, though, that protection falls away.

Most ex-presidents of the past half-century have led relatively uneventful public lives — creating foundations, delivering lucrative speeches, or in the case of Jimmy Carter, doing abundant charitable works. Nixon’s disgrace scarred him for years, though he eventually reemerged to talk about global affairs and counsel aspiring politicians and potential presidents, including Trump.

The immediate cause of Nixon’s resignation was the discovery of the “smoking gun” — Oval Office tape recordings, initiated by Nixon himself, that revealed he had ordered a cover-up of the 1972 break-in at Democratic National Committee headquarters at the Watergate complex in Washington. By 1974, the scandal had expanded well beyond the initial crime. Many of Nixon’s top aides had stepped down and were eventually imprisoned. Nixon himself was a possible target of the Watergate special counsel.

“There were partisans in Congress and on the special counsel’s staff who would have liked to see Nixon indicted after the resignation — or at least believed that the pardon was premature,” says John A. Farrell, author of “Richard Nixon: The Life,” a prize-winning biography published in 2017. “But the special prosecutor, Leon Jaworski, had consistently chosen to deal with Nixon via the constitutional, impeachment process.”

Farrell notes that Ford’s pardon happened so soon after Nixon stepped down that Jaworski’s office didn’t have time to fully consider charges against Nixon. Ford himself would say that an “indictment, a trial, a conviction, and anything else that transpired” would have distracted the country from more immediate problems.

Also read: Donald Trump bids to shift hush money case to Staten Island

“This much can be said: Nixon himself was very worried about the possibility (of prosecution), to the point of ruining his health,” Farrell said, referring to Nixon’s battles with phlebitis, the inflammation of veins in the leg. “He mused aloud about how some of the great political writing in history had been crafted in jail cells. His very worried family reached out to the White House, alerting Ford’s aides of the ex-president’s deteriorating condition.”

The administrations of Nixon and Harding were among several defined by scandal, without the president being charged.

Ulysses Grant, the Union general and hero of the Civil War, was otherwise naive about those around him. Numerous members of his presidential administration were involved in financial wrongdoing, from extortion to market manipulation. Grant himself was caught for a more trivial offense. In 1872, during his first term, he was stopped twice for riding his carriage too fast.

“The second time Grant had to pay a $20 fine, but never spent a night in jail,” says historian Ron Chernow, whose Grant biography was published in 2017.

Tragedy may have spared one future president.

In the fall of 1963, Vice President Lyndon Johnson was out of favor in the Kennedy administration and in possible legal danger because his top aide, Bobby Baker, was under investigation for financial dealings and influence peddling. Johnson, with his own history of questionable finances, was denying any close ties to a man he had once claimed to love as a son.

By the morning of Nov. 22, 1963, Life magazine was planning a investigation and congressional hearings were just getting started. But within hours, Kennedy had been assassinated, Johnson sworn in as his successor and interest in the affairs of Baker had essentially ended.

ગાંધીનગરના ટીંટોડા પાસે રેલવે ફાટક નજીક બાઈક સ્લીપ થતા કલોલના યુવાનનું મોત | A youth from Kalol died when his bike slipped near the railway gate near Tintoda in Gandhinagar | Times Of Ahmedabad

ગાંધીનગર19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરના ટીંટોડા ગામે રેલવે ફાટક નજીક રોડ ઉપર કલોલના 37 વર્ષીય યુવાને પોતાનું બાઇક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારતા બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ યુવાનને શરીરે ગંભીર ઈજાઓ થવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

કલોલ રેલવે પૂર્વ ઘનશ્યામનગર સોસાયટીમાં રહેતા બિપીનચંદ્ર કચરાભાઇ જાદવ પાટણ ખાતેની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. જ્યારે તેમનો નાનો ભાઇ કેતનકુમાર કચરાભાઇ જાદવ તેના પરિવાર સાથે કલોલ ખાતે રહેતો હતો.

ગઇકાલ શનિવારની રાત્રિના સાડા આઠેક વાગે બિપીનચંદ્ર ઘરે હાજર હતા. તે વખતે તેમની નાની બહેને ફોન કરીને જાણ કરી હતી કે, કેતનને એક્સિડેન્ટ થયું છે. જેને ગાંધીનગર સિવિલથી અમદાવાદ સિવિલ સારવાર અર્થે લઈ જઈએ છે. જેનાં પગલે બિપીનચંદ્ર તાત્કાલિક અમદાવાદ સિવિલ દોડી ગયા હતા. જ્યાં કેતનને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયો હતો. અને તેને ગંભીર ઈજાઓ થવાથી નાક અને કાન માંથી લોહી વહી રહ્યું હતું. તેમજ તે બેભાન અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું હતું.

આથી બિપીનભાઈએ પરિવારજનોને અકસ્માત અંગે પૂછતાં વધુમાં જાણવા મળેલું કે,ગઈકાલે સવારના દશેક વાગે કિરણ કામ અર્થે બાઈક લઈને ગાંધીનગર ગયો હતો. અને ત્યાંથી પરત ઘરે ફરતી વેળાએ ટીંટોડા ગામ રેલ્વે ફાટક નજીક પહોચતા બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. જે બાદ સારવાર અર્થે અમદાવાદ સિવિલ લાવવામાં આવ્યો હતો. ત્યારે સારવાર દરમ્યાન અચાનક તબિયત વધુ લથડતા ફરજ પરના તબીબે કેતનને મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

પોરબંદર-દાદરા એક્સપ્રેસ ટ્રેનમાં વધારાના કોચ લાગશે; જુન માસથી એસી અને સ્લીપર કોચ લગાવવામાં આવશે | Porbandar-Dadar Express train will have additional coaches; AC and sleeper coaches will be installed from June | Times Of Ahmedabad

પોરબંદર12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર-દાદર એક્સપ્રેસ ટ્રેનમાં જૂન મહિના સુધી 04 વધારાના કોચ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ આગામી ઉનાળાના વેકેશન દરમિયાન ટ્રેનોમાં ઘસારાને ધ્યાનમાં રાખીને ભાવનગર ડિવિઝનની પોરબંદર-દાદર એક્સપ્રેસ ટ્રેન (19016/19015)માં અસ્થાયી રૂપે 4 વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે.

ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ ટ્રેનમાં એક સેકન્ડ કમ થર્ડ એસી કોચ અને ત્રણ સ્લીપર કોચ લગાવવામાં આવશે. આ ચાર કોચ પોરબંદર સ્ટેશનથી 03/04/2023થી 30/06/2023 સુધી અને દાદર સ્ટેશનથી 05/04/2023થી 02/07/2023 સુધી લગાવવામાં આવશે. મુસાફરો આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે…

સૂર્યમંદિર સહિત સુજાણપુરા સ્થળની મુલાકાત કરી જરુરી સૂચનો કર્યા | Visited Sujanpura place including Sun Temple and made necessary suggestions | Times Of Ahmedabad

મહેસાણા4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગર ખાતે 2 એપ્રિલથી જી-20ની બીજી એનર્જી વર્કીંગ ગ્રુપની બેઠક યોજાનાર છે.જે અંતર્ગત આ બેઠકમાં ઉપસ્થિત રહેનારના 120 જેટલા પ્રતિનિધિઓ આગામી 3 એપ્રિલે સાંજે 5 કલાકે સુજાણપુરા તેમજ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લેનાર છે. મહેસાણા મોઢેરા સૂર્યમંદિર તેમજ સુજાણપુરા પ્લાન્ટની મુલાકાત અંગેનુ આયોજન જી.પી.સી.એલ, ટી.સી.જી.એલ,ઇન્ડેક-બી દ્વારા સંયુક્ત રીતે કરાયુ છે. અન્ય દેશોના પ્રતિનિધિઓની મુલાકાત અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે મોઢેરા સૂર્યમંદિર સહિત સૂજાણપુરા ગામની મુલાકાત કરી કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન આપી જરૂરી સૂચનો કર્યા હતા.

આગામી 3 એપ્રિલે બીજી એનર્જી વર્કીંગ ગ્રુપની બેઠકનુ 120 પ્રતિનિધિઓ સાંજે 5 કલાકે સુજાણપુરની મુલાકાત લેનાર છે. આ પ્રતિનિધિ મંડળ સુજાણપુરા સાઇટની પ્લાન્ટ વીઝીટ કરશે જે પ્રસંગે પ્રતિનિધિઓંનું ભાતીગળ સ્વાગત કરવામા આવશે ત્યાર બાદ સુજાણપુરા સાઇટ પર 5 મિનીટની મુવી,ફોટો સેશન સહિત સોલર રૂપ ટોપના લાભાર્થીઓ સાથે સંવાદ કરી સુજાણપુરા પ્રોજેક્ટ સાઇટની વિગતો મેળવશે.

આ 120 પ્રતિનિધિઓ ત્યાર બાદ મોઢેરા સૂર્યમંદિર ખાતે પ્રવાસ મુલાકાત કરી 10 મીનીટનો સાંસ્કૃતિ શો અને 20 મિનીટના લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આનંદ માણશે. દેશનું પ્રથમ સોલર ગામની મુલાકાત અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી સહિત સંબધિત અધિકારીઓએ સ્થળ પર તૈયારી સંદર્ભે ચર્ચા કરી હતી.

આ યુ.જી.વી.સી.એલના એમ.ડી પ્રભવ જોષી,જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, પ્રાન્ત અધિકારી સર્વેશ્રીઓ જી.પી.સી.એલના પ્રતિનિધિ,ઇન્ડેક્ષ બીના પ્રતિનિધિ,સહિત જિલ્લાના સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે…

વલસાડ જિલ્લાના પારડીના સુખલાવના 66 KV સબ સ્ટેશનનું ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ | Inauguration of 66 KV Sub Station at Sukhlav in Pardi, Valsad District by Power Minister Kanubhai Desai | Times Of Ahmedabad

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના સુખલાવ ખાતે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ.(જેટકો) દ્વારા નિર્મિત સુખલાવ 66 KV સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ અને ડાંગ સાંસદ ડૉ.કે.સી.પટેલ અને વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રૂ.10.40 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ સબ સ્ટેશનોનું લોકાર્પણ થતા આસપાસના 8 કિમી સુધીના વિસ્તારમાં આવેલા કુલ 8 ગામના 9173 વીજ ગ્રાહકોને હવે ગુણવત્તાસભર વીજ પુરવઠો નિરંતર મળતો રહેશે.

લોકાર્પણ પ્રસંગે ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, દરેક કાર્યમાં વીજળીની જરૂર પડે જ છે તેથી વીજળી જનજીવનનું અગત્યનું પરિબળ છે.ત્યારે ગુજરાત સમગ્ર દેશમાં વપરાતી વ્યક્તિદીઠ વીજળી કરતા ડબલ વપરાશ કરે છે. જેથી એ સ્પષ્ટ થાય છે કે ગુજરાતે દરેક ક્ષેત્રમાં જેમ કે ખેતી, ઉદ્યોગ વગેરેમાં ખૂબ જ સારો વિકાસ કર્યો છે. સોલાર ક્ષેત્રમાં પણ ગુજરાત દેશની ૮૨% સોલાર રૂફ્ટોપ ધરાવે છે. એકંદરે ગુજરાતનો પૂરઝડપે વિકાસ થઈ રહ્યો છે. આ સબ સ્ટેશનથી ડીમ લાઈટ, વીજકાપનો કોઈ પ્રશ્ન રહ્યો નથી. લોકોની સુખાકારી માટે આ સબસ્ટેશન મહત્વનો ભાગ ભજવશે. ગુજરાત સરકારે આ બજેટમાં ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહે તે માટે રૂ.1600 કરોડની ફાળવણી કરી છે.

સાંસદ ડો. કે.સી.પટેલે દરેક લાભાર્થી ગામોના રહેવાસીઓને અભિનંદન પાઠવતા પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જેટકોના ઇનચાર્જ ચિફ ઈજનેર કે.એચ.રાઠોડે સ્વાગત પ્રવચન કરી સબ સ્ટેશનની માહિતી આપી હતી. સુખલાવ સબ સ્ટેશન રૂ. 10.40 કરોડના ખર્ચે બન્યું છે. રાજ્ય સરકારની ટ્રાઈબલ એરિયા સબ પ્લાન્ટ ગ્રાંટ હેઠળ પછાત વિસ્તારમાં મુડી રોકાણના વળતરને ધ્યાનમાં લીધા વિના માત્ર આ વિસ્તારમાં રહેતા લોકોના વિકાસ અર્થે સબ સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે. આ સબ સ્ટેશનમાં 11 KVના કુલ 5 ફીડરો સ્થાપિત થશે જેના દ્વારા સુખલાવ, બાલદા, વેલપરવા, પારડી, સુખેશ, કુંભારીયા, બોરલાઈ, સોંઢલવાડા સહિત કુલ 8 ગામોના રહેણાંકના 7684, વાણીજ્ય 1028, ઔધોગિક 23, પાણી પૂરવઠા 54, સ્ટ્રીટલાઇટ 55, ખેતીવાડી 325 અને 4 હાઈ ટેનશન લાઈન મળી કુલ 9173 વીજ ગ્રાહકોને વીજ પુરવઠો મળશે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, પારડી તાલુકા પંચાયત પ્રમુખ મિત્તલબેન પટેલ, પારડી સંગઠન મહામંત્રી મહેશભાઈ પટેલ, ગામના સરપંચ અમુલભાઈ પટેલ, માજી સરપંચ હેમાબેન પટેલ, DGVCL ભરૂચ વિભાગના એડિશનલ અધિક્ષક ઈજનેર એમ.જી.ગઢવી, વાપી ચીફ કાર્યપાલક ઇજનેર ચેતનાબેન શાહ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

4 Indians now confirmed dead in human smuggling operation at Canada-US border: Police | World News | Times Of Ahmedabad

Toronto: Four Indian nationals were among the eight victims of a human smuggling operation that led to a tragedy along the Canada-United States border on Friday.

Police and firemen continue their search at the marshland in Akwesasne, Quebec, Canada, on Friday. (REUTERS)
Police and firemen continue their search at the marshland in Akwesasne, Quebec, Canada, on Friday. (REUTERS)

Local law enforcement has not released the names of the four Indian citizens. In an update on Saturday, the Akwesasne Mohawk Police said, “The identities of the four Indian nationals have not yet been confirmed and next of kin have not yet been notified. Until confirmed, names will not be released to the public.”

They released the identities of two of the other victims, both Romanian nationals – 28-year-old Florin Iordache and his wife Cristina (Monalisa) Zenaida Iordache, also 28. Florin Iordache had two Canadian passports in his possession. These were of two infants victims aged one and two.

“The circumstances surrounding the deaths continue to be investigated,” police said.

According to Canadian media reports, as yet unconfirmed, the Indian citizens may have been from Gujarat.

The news outlet Globe and Mail noted that “Akwesasne straddles the Canada-US border, and has territory in Quebec, Ontario and New York State, and is known for being a transit point for human and contraband smuggling because of its location”.

First responders, numbering nearly 40, continue to explore the marshy area where the bodies were recovered on Thursday and Friday.

Police are also searching for a “person of interest”, a local resident named Casey Oakes.

The tragedy occurred during the course of an attempt to cross the St Lawrence river, which borders Canada and the US. The region overlaps the Canadian provinces of Ontario and Quebec and the American state of New York. An overturned vessel was also recovered.

Oakes was reported missing on Thursday. The vessel recovered by the police matched the description of that operated by him.

This isn’t the first time this area has been used as a route by Indians trying to illegally enter the US. In April last year, another tragedy was averted when six Indian nationals were rescued from the freezing St Regis River in the region. That followed “suspicious activity” being reported to the Akwesasne Mohawk Police Service about a boat carrying “multiple subjects” on the Saint Regis river and travelling from Cornwall in the province of Ontario.

That information was transmitted to the Saint Regis Mohawk Tribal Police Department. They “responded and observed the vessel taking on water and sinking in the Saint Regis River in Akwesasne. Six of those rescued and apprehended were identified as citizens of India, all aged between 19 and 21 years, and were charged with Improper Entry by Alien. They all were natives of Gujarat.

That incident occurred three months after four members of family from Gujarat, were found dead due to exposure to extreme winter conditions in the province of Manitoba, near the US border, in what was also a human smuggling operation gone wrong.


ધરમપુર તાલુકાના ઢાંકવળ ગામમાં પાકા ડામાર રોડ બન્યા જ નથી, 108ની સેવા મેળવવા પણ 2 કિમિ.દૂર જવુંં પડે | In Dhakwal village of Dharampur taluk, paved asphalt road has not been built, even to get the service of 108, one has to go 2 km away. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In Dhakwal Village Of Dharampur Taluk, Paved Asphalt Road Has Not Been Built, Even To Get The Service Of 108, One Has To Go 2 Km Away.

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરીયાળ વિસ્તારનું ઢાંકવળ ગામમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ પાકા ડામાર રોડ બન્યા જ નથી. કાચા અને માટીન રસ્તાને લઈને બાઈક ઉપર જવું પણ આકરું લાગે તેવો રસ્તો ફળિયામાં છે. જેને લઈને બાઇક પણ જઇ શકતી નથી લોકોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ખરાબ માર્ગથી 108 ન પહોંચતા 2 વર્ષના બિમાર અને બેભાન અવસ્થામાં બાળકને ખભા ઉપર લઇ પિતા દોઢ કિમી ચાલ્યા ત્યારે 108 મળી અને બાળકની સારવાર થઈ આ છે.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારના ઢાંકવળ ગામના રસ્તાના અભાવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઢાંકવળના કુઈલીપાડા ફળીયાના અશોક શુક્કરભાઈ વૈજલના એક માત્ર સંતાન રિયાંક ઉ.વ 2ને રાત્રે તાવ આવ્યો હોવાની જાણ પત્નીએ સેલવાસ કંપનીમાં કામ કરતા પતિને કરતા સવારે નોકરીએથી બાઇક લઇ નીકળેલા પતિ અશોકે ઘર સુધી પહોચવાનો દોઢ કીમીનો માર્ગ અત્યંત બિસ્માર હોવાથી બાઇક મોહનાકાવચાળી ગામના ભવઠાણ ફળીયામાં મૂકી આશરે દોઢ કિમી ચાલી ઘરે પહોચ્યાં ત્યારે બાળકે મુઠ્ઠી બાંધી દેતા પરિવાર ચિંતિત થયો હતો. અશોકભાઈના ભાઈ અલ્કેશ વૈજલે 108ને જાણ કરતા કુઈલી પાડાથી ઢાંકવળ મુળગામ સુધી બાઇક પણ જઇ શકતી ન હોય જેને કારણે 108 એમ્બ્યુલન્સ ઢાંકવળ મૂળ ગામ રોકાઇ ગઇ હતી. આ વચ્ચે અશોકભાઈ પોતાના બાળકને હાથમાં ઉંચકી પત્ની, માતા તથા ભાભી સાથે ઘરેથી મોહના કાવચાળીના ભવઠાણ ફળીયા સુધી ચાલતા દોઢ કિમિ આવી ત્યાં મુકેલી બાઇક પર ઢાંકવળ આવી આવી અહીંથી 108માં હોસ્પિટલમાં દીકરાને સારવાર માટે દાખલ કર્યો હતો. બાળકના પિતાએ જણાવ્યું હતું.

ધરમપુર તાલુકાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારના ઢાંકવળ ગામના કુઈલી ફળીયા તથા મોહનાકાવચાળી ગામના ભવઠાણ ફળીયાને જોડતા રસ્તા વચ્ચેથી પસાર થતી ખનકી ઉપર કોઝવેની માગ ઉઠી છે.ધરમપુરના ઢાંકવળ મુળગામ ફળીયાથી કુઈલીપાડા થઈ ચોઢીપાડા ફળીયા તરફ જતા આશરે પાંચ કિમીના ધૂળિયા અને ઉબડખાબડ રસ્તાને લઈ પાકો માર્ગ બનાવવા વર્ષોથી પાકા રસ્તાની સુવિધાથી વંચિત સ્થાનિકોમાં માગ બળવત્તર બની છે. અગાઉ નરેગા યોજનામાં આશરે 2 કિમીના રસ્તાનું માટી કામ થયું હતું. જોકે ચોમાસામાં આ રસ્તાને લઈ ભારે તકલીફ ઉઠાવવી પડતી હોવાથી સ્થાનિકોમાં કોઝવે અને રસ્તાની માગ ઉઠી છે. રસ્તો અને કોઝવે બને તો મોહનાકાવચાળી ના ભવઠાણ ફળીયા અને કુઇલીપાડા ફળીયાને જોડતા રસ્તા ઉપર કોઝવે બનાવવાની સાથે રસ્તો બનાવવાથી મોહનાકાવચાળી, નાનીકોરવળ, માની, ચિચપાડા, બોરપાડા સહિતના ગામો અહીંથી ઢાંકવળ થઈ ધરમપુર જઈ શકે છે. કારણકે ચોમાસામાં નાંદગાવ- મોહનાકાવચાળી તથા મોહનાકાવચાળી- ચિચપાડા સહિતના કોઝવે ડૂબાણમાં જવાની સ્થિતિમાં આ રસ્તો ઉપયોગી બની શકે એમ છે.ત્યારે ઢાંકવળ મૂળગામથી ફુઈલીપાડા થઈ ચોઢીપાડા તથા ફુઇલીપાડા, ભવઠાણ ફળીયા રસ્તાનો સર્વે કરી કોઝવે તથા રસ્તો બનાવવામાં આવે એ જરૂરી બન્યું છે. તેમ તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે જણાવ્યું છે.

આઝાદી બાદથી અત્યાર સુધી અંતરિયાળ વિસ્તારના ઢાંકવળ અને મોહનાકાવચાળી બે ગામને જોડતા રસ્તા નથી જેને લઇ શાળામાં જતા વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને અવરજવરમાં ભારે તકલીફ પડે છે ત્યારે ગામ લોકો સાથે આદિવાસી નેતાઓ એ પણ રસ્તાની માંગ કરી છે અને જો આવનારા દિવસોમાં જો તાકાલિક અસર થી રસ્તો તેમજ કોઝવે ન મળેતો આંદોલન ની તૈયારી જાતાવી છે ત્યારે જોવું રહ્યું કે તંત્ર ક્યારે જાગે છે..

ધરમપુરના ધારાસભ્યએ તાકીદે આ ગામનો રસ્તો બનાવવા સરકારમાં લેખિત રાજુઆત કરી છે. આ ગામમાં રસ્તો અને બ્રિજ બનવાથી સ્થાનિક લોકોને 25 કિલોમીટરનો ચકરાવો થતા અટકાવવા એક બ્રિજ અને રસ્તો બનાવવા સરકારમાં લેખિત રજુઆત કરી છે. ભૂતકાળમાં મનરેગા યોજના હેઠળ વિસ્તારમાં રસ્તો બનાવવામાં આવ્યો હતો. પરંતુ ભારે વરસાદને લઈને રસ્તો ધોવાઈ ગયો છે. જેથી ગામ અને આજુબાજુના વિસ્તારના લોકો માટે જીવાદોરી સમાન રસ્તો બાવી લોકોને 25 કીમોનો ચકરાવો ફરવાની હલાકીમાંથી રાહત અપાવવા માંગ કરી છે. તેમ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

'Not an India which will accept its National Flag pulled down': Jaishankar | Latest News India | Times Of Ahmedabad

Foreign affairs minister S Jaishankar on Sunday said this is not an India that will accept its National Flag pulled down. “We have seen incidents in London, Canada, San Francisco, there’s a very small minority, behind that minority there are many interests there is a very small minority but behind the minority, there are many interests. Some interests are of neighbours, all of you know which one…” Jaishankar said. “When we establish embassies abroad, when our diplomats are performing their tasks, we are very clear it is the responsibilities of the country to provide security…if they do not provide security, there will be reactions from India. The day when India would take this lightly, I would say, is behind us. This is not an India that will accept its National Flag pulled down,” Jaishankar said.

Jaishankar commented on the recent incidents of the Indian flag pulled down by pro-Khalistani supporters.
Jaishankar commented on the recent incidents of the Indian flag pulled down by pro-Khalistani supporters.

“The first thing our high commissioner did was to even get a bigger flag and he put it right up there on the building. It was not only a statement to those so-called Khalistanis, but it was also a statement to the British saying that this is my flag and I will make it even bigger if somebody tries to disrespect it,” Jaishankar said.

દાંતાના રાજવી પરિવાર સાથે ખેડૂતો અને વેપારીયો પગપાળા સંઘ લઈ દાંતાથી અંબાજી પહોંચ્યા; દર્શન કરી ધજા ચઢાવી | Farmers and traders with Danta's royal family reached Ambaji from Danta on foot; After performing darshan, offer Dhaja | Times Of Ahmedabad

અંબાજી41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી લાખો કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે મા જગતજનની અંબાના દર્શન અને માતાજીના ચરણોમાં શીશ નમાવવા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઈ ભક્તો અંબાજી આવતા હોય છે. તો અંબાજીમાં દેશભરથી ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા અને માતાજીથી પ્રાર્થના કરવા પગપાળા સંઘ લઈને અંબાજી પહોંચતા હોય છે. આજે દાંતાથી અંબાજી 20 કિલોમીટર સુધી પગપાળા સંઘ લઈ 300 જેટલા ભક્તો માતાજીના ધામે પહોંચ્યા હતા. તો વિશ્વ કલ્યાણ અને સુખ સમૃદ્ધિ માટે પહોંચ્યા હતા. હાલમાં ચાલી રહેલા કુદરતના કોપને શાંત કરવા જન કલ્યાણ હેતુથી આજે દાંતાના રાજપરિવાર સહિત દાંતા તાલુકાના ખેડૂતો, ગ્રામજનો અને વેપારીઓ દ્વારા દાંતાથી અંબાજી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું.

મા આદ્યશક્તિને મનાવવા અને હાલમાં થઈ રહેલા કુદરતના કોપને શાંત કરવા આજે ખેડૂતો સહિત ગ્રામજનો અને દાંતાના રાજપરિવારે દાંતાથી અંબાજી સુધી 20 કિલોમીટર જેટલી પગપાળા યાત્રા કરી હતી અને મા અંબાના દર્શન કરી ધ્વજા રોહણ કર્યું હતું. હાલમાં ચાલી રહેલા કુદરતના કોપ જેમ કે ભર ઉનાળે ચોમાસા જેવો પડી રહેલો ધોધમાર વરસાદ અને કોરોના મહામારી જે ફરીથી પોતાનું માથું ઉંચકી રહી છે. તેના પર નિયંત્રણ થાય અને લોકોમાં સુખાકારી પ્રસરાય તેવી મા અંબાને નતમસ્તક થઈને પ્રાર્થના કરી હતી. આ સંઘમાં 300થી વધુ લોકો જોડાયેલા હતા અને દાંતાથી અંબાજી સુધીનો આ પહેલો સંઘ છે. જેમાં રાજપરિવાર સહિત આટલી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે…

પૂરપાટ ઝડપે આવતી રિક્ષાએ એરપોર્ટનો VIP ગેટ તોડ્યો, રન-વે પર પહોંચે તે પહેલા CISFએ ચાલકને દબોચ્યો | Speeding rickshaw smashes VIP gate of airport, CIFS nabs driver before reaching runway | Times Of Ahmedabad

રાજકોટ11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ શહેર એરપોર્ટ ખાતે સુરક્ષામાં મોટી ચૂક થઇ હોવાનું સામે આવ્યું છે. જેમાં એક વ્યક્તિ વીઆઇપી ગેટ તોડી રિક્ષા સાથે રન-વે સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે ફરજ પર હાજર CISF જવાનોએ તેને અટકાવી ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં રિક્ષામાં ઘૂસેલો આ ચાલક નશાની હાલમાં હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને CISF દ્વારા તેનો કબજો સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો હતો.

રિક્ષા ચાલક એરપોર્ટનો વીઆઇપી ગેઇટ તોડી ધૂસ્યો
પ્રાપ્ત વિગત અનુસાર આજે સાંજના ચાર વાગ્યા આસપાસ ઇન્ડિગોની બેંગ્લોર જતી ફ્લાઈટ ઉડાન ભરવાની તૈયારી હતી. દરમિયાન આ સમયે નશામાં ધૂત એક રિક્ષા ચાલક રિક્ષા સાથે એરપોર્ટના વીઆઇપી ગેઇટ પાસે ધૂસ્યો હતો અને કોઇ કંઇપણ સમજે તે પહેલા જ વીઆઇપી ગેટ તોડીને રિક્ષા સાથે રન-વે નજીક પહોંચવા પ્રયાસ કર્યો હતો.

રિક્ષા ચાલકને રિક્ષા સાથે ઝડપી લેવામાં આવ્યો
જો કે, આ ઘટનાને લઇ ફરજ પર તૈનાત CISFના જવાનો દોડ્યા હતા અને દિપક જેઠવા નામનો રિક્ષા ચાલકને રિક્ષા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો અને ગાંધીગ્રામ પોલીસ તેની પુછપરછ કરી હતી. બીજી તરફ બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ પણ દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલો શખસ દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું.

ફ્લાઈટ તેના નિયત સમય કરતા મોડી પડી
GJ.03.BU.7403 નંબરની રિક્ષા સાથે ચાલક VIP ગેઇટ સુધી પહોંચ્યો હતો. આ સાથે જ ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોને ઉતારી સુરક્ષા માટે બધાનો સામનો સહિતની વસ્તુઓની ફેર ચકાસણી કરવામાં આવી હતી. આ કારણે ફ્લાઈટ તેના નિયત સમય કરતા મોડી પડી હતી.

રાજકોટ શહેર SOG પોલીસ કાફલો એરપોર્ટ પહોંચી
જો કે, હાલ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને હાલ સ્થાનિક પોલીસની સાથે સાથે રાજકોટ શહેર SOG પોલીસ, બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ સહિતનો કાફલો એરપોર્ટ પહોંચી તપાસમાં જોડાયો છે.

અન્ય સમાચારો પણ છે…

દાદા વેધકજી હાલોલમાં કાર્યકરો સાથે સત્સંગથી જોડાયા, આગામી વર્ષે અયોધ્યામાં ગર્ભગૃહનું કાર્ય પૂર્ણ થશે | Dada Vedhakji joins satsang with workers in Halol, Sanctum sanctorum work to be completed in Ayodhya next year | Times Of Ahmedabad

હાલોલ22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના માર્ગક્રમણના 60 વર્ષ સસ્ટાબ્દી નિમિત્તે પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવેલા વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મહામંત્રી અને અખિલ ભારતીય સત્સંગના સહ પ્રમુખ દાદા વેધકજીએ આજે હાલોલ પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યાલય ખાતે પરિષદ અને બજરંગદળના કાર્યકરો સાથે સત્સંગથી જોડાયા હતા. વેધકજી શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે ગુજરાતના પ્રવાસે આવેલા છે, જેઓ પંચમહાલ વિભાગમાં પહોંચ્યા હતા જ્યાં કેટલાક સ્થાનો ઊપર કાર્યકરો સાથે મુલાકાત કરી હતી.

વિશ્વ હિન્દુ પરિષદ ના નાગપુર હેડક્વાર્ટર ખાતે ના કેન્દ્રીય મહામંત્રી અને પોતાના તેજાબી વક્તવ્યને કારણે વેધકજી તરીકે ઓળખતા મહેન્દ્ર દાદા રામ જન્મોત્સવની ઉજવણી દરમ્યાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા જેઓ આજે દક્ષિણ ગુજરાત પ્રાંતમાં પ્રવેશ્યા હતા. જ્યાં પંચમહાલ વિભાગમાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંઘ સાથે જોડાયેલા અને પરિષદનું કામ કરતા અનેક કાર્યકરો આજે વેધકજીને મળ્યા હતા.

દક્ષિણ ગુજરાત પ્રાંતમાં આવતા તેઓએ પંચમહાલ વિભાગ ના સંગઠન મંત્રી મનુભાઈ ભરવાડ ના નિવાસસ્થાન શહેર ના ગુણેલી ગામે કાર્યકરો સાથે સત્સંગ કર્યું હતું. જ્યાં પંચમહાલ, મહીસાગર અને દાહોદ વિભાગ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યાંથી ગોધરા નજીક છબનપુર રામજીમંદિર ગુરુધામમાં પહોંચ્યા હતા. જ્યાં જિલ્લાના અનેક કાર્યકરો, સત્સંગ સમિતિઓ સાથે જોડાયેલા સત્સંગીઓ, સંતોએ પણ વેધકજી સાથે મુલાકાત કરી હતી.

ગુજરાતની મુલાકાત અને કાર્યકરો સાથે સત્સંગ કરવા નીકળેલા વેધકજી આજે હાલોલ પહોંચ્યા હતા અને જિલ્લા બજરંગદળ સંયોજક અને હાલોલ પરિષદના ઉત્સાહી કાર્યકર જાલ્પેશ સુથારના નેતૃત્વમાં હાલોલ પ્રખંડના કાર્યાલય ખાતે હાલોલ તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો સાથે સત્સંગ કરી સૌને માર્ગદર્શન આપ્યું હતું. દાદા વેધકજીએ અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલ પ્રભુ શ્રીરામચંદ્રજીના ભવ્ય મંદિરનું આગામી 15 મી જાન્યુઆરી 2024 સુધી ગર્ભગૃહ નિર્માણ પૂરું થતા તરતના શુભ મુહૂર્તમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પુરી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું.

અન્ય સમાચારો પણ છે…