Saturday, December 31, 2022

આણંદના મલાતજની સેન્ટ્રલ બેન્કના મેનેજર અને પટ્ટાવાળાએ રૂ.1.61 કરોડનું કૌભાંડ આચર્યું, 1 મહિના પહેલા રૂ.50 લાખની ઉચાપતની તપાસ કરતાં મોટી રકમ બહાર આવી | Anandana Malataj's central bank manager and pattawala scam of Rs 1.61 crore, 1 month ago probe into embezzlement of Rs 50 lakh reveals huge amount

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anandana Malataj’s Central Bank Manager And Pattawala Scam Of Rs 1.61 Crore, 1 Month Ago Probe Into Embezzlement Of Rs 50 Lakh Reveals Huge Amount

આણંદ25 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સોજિત્રા તાલુકાના મલાતજ ગામે આવેલી સેન્ટ્રલ બેન્કના મેનેજર અને પટાવાળાએ મિલિભગત કરી રૂ.1.61નું કૌભાંડ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. એક મહિના પહેલા રૂ.50 લાખની એફડી ઉપાડી લેવાના મુદ્દે થયેલા હોબાળા બાદ ઉચ્ચ કક્ષાએ તપાસ કરતાં મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં ખાતેદારોની જાણ બહાર જ તેમના નામે લોન લેવાઇ છે અને એફડીઓ પણ તોડી નાંખવામાં આવી હોવાનું ખુલ્યું છે.

સોજિત્રા તાલુકાના મલાતજ ગામે રહેતા સંજયભાઈ મહેન્દ્રભાઈ ત્રિવેદીના ખાતામાંથી રૂ.50 લાખની એફડીની ઉચાપત કેસમાં 16મી નવેમ્બર,22ના રોજ શાખાના મેનેજર પ્રવિણકુમાર ઠક્કર (રહે.સહજાનંદ સ્ટેટસ, કરમસદ) અને પટ્ટાવાળા ભરત સવા રબારી (રહે.મલાતજ) સામે ગુનો નોંધાયા બાદ બેંકના બીજા ખાતેદારોના ખાતામાંથી કોઇ નાણાકીય ઉચાપત થઇ છે કે કેમ ? જે બાબતે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા મલાતજ શાખાનું ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં મેનેજર પ્રવિણ ઠક્કર અને પટ્ટાવાળા ભરત રબારીની મિલિભગત થકી વધુ રૂ.1.61 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે. આ પ્રવિણ અને ભરતે ચેકબુક પર ખોટી સહિઓ કરી ખાતેદારોની એફડી ઉપર ડિમાન્ડ લોન લઇ રૂ.56.28 લાખ, ખાતેદારોના એફડીના ખોટા પ્રમાણપત્રો બનાવીને સાચા હોવાનું જણાવી ખાતેદારોના રૂ.62.35 લાખ ઉપાડી લીધાં હતાં. આ ઉપરાંત બચત ખાતાના રૂ.42.32 લાખ, ઇલેક્ટ્રીક બિલના રૂ.20,907, પ્રોફેશનલ ટેક્સના રૂ.3200 મળી કુલ રૂ.1,61,20,022 ઘર ભેગા કરી દીધાં હતાં. આ બન્નેએ ડિમાન્ડ લોન, એફડી બચત ખાતાના રૂપિયા જુદા જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર રૂપિયા ઉપાડી લઇ છેતરપિંડી આચરી હતી. આ અંગે સોજિત્રા પોલીસે આશિષ લક્ષ્મીનારાયણ શ્રીવાસ્તવની ફરિયાદ આધારે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની મલાતજ શાખાના મેનેજર પ્રવિણ છબીલદાસ ઠક્કર અને પટ્ટાવાળા ભરત સવા રબારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

પોલીસ કમિશનર બહાર પાડ્યું જાહેરનામું

અમદાવાદ: આજે થર્ટી ફસ્ટને લઈને શહેરમાં લોકો 12 વાગે પાર્ટીઓ કરતા જોવા મળશે. પરંતુ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં નવા વર્ષની ઉજવણી અંતર્ગત જાહેર વ્યવસ્થા જાળવવા માટે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા પ્રમાણે સી.જી રોડના સ્ટેડીયમ સર્કલથી પંચવટી સુધી સાંજે 6 વાગ્યાથી કોઈ ખાસ કારણો સિવાય વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.

આઠ વાગ્યા પછી તમામ વાહન વ્યવહાર બંધ!

જાહેરનામા પ્રમાણે સમથેશ્વર મહાદેવથી બોડીલાઇન ચાર રસ્તા, ગુલબાઇ ટેકરાથી બોડીલાઇન ચાર રસ્તા થઇ સમથેશ્વર મહાદેવ તરફ આમને સામને બંને બાજુ રોડ ચાલુ રાખીને સી.જી.રોડ ક્રોસ કરી શકશે. પરંતુ સી.જી.રોડ ઉપર વાહન હંકારી શકાશે નહી અને આઠ વાગ્યા પછી તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે. મીઠાખળી સર્કલથી ગીરીશ કોલ્ડ્રીક્સ ચાર રસ્તા થઇ સેન્ટ ઝેવિયર્સ રોડ તથા નવરંગપુરા બસ સ્ટેન્ડથી સ્વસ્તીક ચાર રસ્તા થઇ કોમર્સ છ રસ્તા આમને સામને બન્ને બાજુ રોડ ચાલુ રાખીને સી.જી.રોડ ક્રોસ કરવાનો રહેશે.આ પણ વાંચો: જોત જોતામાં જ બે યુવાનો બાઈક સાથે ખાડામાં ખાબક્યા

પેસેન્જર વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ

પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરમાં રાત્રે 11 વાગ્યા સુધી ભારે તથા મધ્યમ પ્રકારના માલવાહક અને પેસેન્જર વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. તેવા તમામ પ્રકારના વાહનો એસ.જી.હાઇવે એટલે કે સરખેજ ગાંધીનગર હાઇવે આજે સાંજે કલાક ૨૦.૦૦ વાગ્યાથી તારીખ 01/01/2023ના રાત્રિના 03:00 વાગ્યા સુધી અવર-જવર કરી શકશે નહી. આ દરમિયાન વાહન ચાલકોએ પ્રતિબંધિત વિસ્તાર સિવાયના સરદાર પટેલ રીંગ રોડનો ઉપયોગ કરવાનો રહેશે.

આ પણ વાંચો: અસ્ટોલ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઈપ લાઇનમાં ભંગાણ

આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ સામે કાર્યવાહી

આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને તે ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે. શહેરના આ વિસ્તારોમાં વાહનો પાર્કિંગ કરવા પર અને ભારે વાહનો પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vimal Prajapati

First published:

Tags: 31st Dec Party, 31st december, 31st Party, Ahmadabad Police, CG Road, SG Highway

અમૂલ ડેરીની વાત:ચાલુ વરસે દૂધની આવકમાં 9 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો, દૂધની ખરીદીના ભાવમાં રૂ.20નો વધારો કરાયો


અમૂલ ડેરીની વાત:ચાલુ વરસે દૂધની આવકમાં 9 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો, દૂધની ખરીદીના ભાવમાં રૂ.20નો વધારો કરાયો

In the drought of 1987, Pramukh Swami did Mute-Inarticulate concern for animals and birds AGP – News18 Gujarati

Parth Patel, Ahmedabad: અમદાવાદમાં ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ડો. સાધુ જ્ઞાનાનંદદાસે 1987 ના દુષ્કાળમાં પ્રમુખસ્વામીએ મૂક-અબોલ પશુ-પંખીઓની ચિંતા કરી તેમને ખાવા માટે ચીકુ અને પીવા માટે પાણીના કુંડાની વ્યવસ્થા કેવી રીતે કરાવી તેનો એક પ્રસંગ રજૂ કર્યો છે.

ભગવાને રચેલી આ સૃષ્ટિમાં વિચારો અને લાગણીઓ સંવેદનાઓની જુગલબંધી એકમાત્ર મનુષ્યમાં જ દેખાય છે. વિચારો એ બુદ્ધિની નિપજ છે. જ્યારે સંવેદના એ હૃદયની. અવનવા, અચરજકારી અને સર્જનાત્મક વિચારોથી એક પ્રભાવ જરૂર ઊભો થાય છે. પણ તે ક્ષણિક હોય છે. જ્યારે અન્ય માટેની ઉચ્ચ અને ઉમદા ભાવના સંવેદનાથી સદ્ભાવ ઊભો થાય છે. જે અન્યના હૃદયમાં કાયમી સ્થાન જમાવે છે.

બુદ્ધિ સુખ સુવિધાનો અને હૃદયની સંવેદના અન્યની વેદના અને પીડાને સમજે છે

બુદ્ધિ બહુધા અંગત સુખ સુવિધાનો જ વિચાર કરે છે. જ્યારે હૃદયની સંવેદના અન્યની વેદના અને પીડાને સમજી તેના નિવારણ તરફ આગળ વધે છે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ભારતરત્ન ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ સાહેબ કહેતા કે હું કોઈ હેન્ડસમ વ્યક્તિ નથી. પણ જેને મદદની જરૂર હોય એવા કોઈકને હું મારો હાથ આપી શકું છું.

અન્યના હિતનું સાતત્ય એ હકિકતે તો સંતત્વનો જ પરિચય છે. પરોપકાર એ સંત હૃદયનો સહજ ધબકાર છે. અને તેમાંય કોઈપણ અપેક્ષા વિનાનો પરોપકાર તે સંતત્વની શ્રેષ્ઠ ઊંચાઈની ઓળખ આપે છે. રામચરિતમાનસના ઉત્તરકાંડમાં ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે परहित सरिस धर्म नहीं भाई. એટલે કે અન્યનું હિત કરવાથી મોટું કોઈ કર્તવ્ય નથી.

ભારતીય સંત પરંપરામાં આ સિદ્ધાંતો મૂર્તિમાન જોવા મળે છે. ગુરુ નાનક જ્યારે કિશોરવયના હતા ત્યારે એકવાર કેટલાક સાધુ-મહાત્માઓને ભૂખ્યા જોયા. તેઓનું હૃદય ભાવાર્દ્ર થઈ ગયું.

તેમણે એક વરિષ્ઠ સાધુને કહ્યું કે મારી પાસે પૈસા છે તે તમને આપું છું. તમે ભોજનની વ્યવસ્થા કરી લેજો.

તે વરિષ્ઠ સંતે પૂછ્યું કે બેટા, આ પૈસા ક્યાંથી લાવ્યો? ગુરુ નાનકે કહ્યું કે પિતાજીએ મોટા શહેરમાં જઈ વેપાર કરવા માટે આપ્યા છે.તે સાધુએ કહ્યું કે તો પછી વેપાર માટે જ વાપરને અમને કેમ આપે છે? ત્યારે ગુરુ નાનક સહસા બોલી ઊઠ્યા કે હું પિતાની આજ્ઞા મુજબ જ કરી રહ્યો છું. આપ જેવા સાધુઓને જમાડવા કરતાં વધુ સારો વેપાર કયો?

મેઘરાજાની રીસ અને ઠેર-ઠેર પાણી માટે ચીસ ગુજરાતના દુષ્કાળનું રેખાચિત્ર હતું

આપણી મહાન સંત પરંપરાએ તો આપણને કેવળ મનુષ્યોની જ નહીં પરંતુ મૂક-અબોલ પશુ-પંખીની પણ ચિંતા કરવાનું શીખવ્યું છે. સૌનું હિત કરવાની આ ઊંડી સંવેદના એ વસુધૈવ કુટુમ્બકમ્ ની આપણી સનાતન ભારતીય સંસ્કૃતિનો પર્યાય છે. ઈ.સ. 1987 ના વર્ષમાં ગુજરાત કારમા દુષ્કાળની ભીંસમાં આવી ગયેલું. મેઘરાજાની રીસ અને ઠેર-ઠેર પાણી માટે ચીસ. સમગ્ર ગુજરાતનું તે સમયનું આ રેખાચિત્ર હતું.

પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજે આ અરસામાં ગુજરાતનું પશુધન બચાવવા કેટલ કેમ્પો શરૂ કરાવેલા. સાથે સાથે અન્ય પાંજરાપોળો તથા ગૌશાળામાં પણ બનતી મદદ શરૂ કરી હતી. પશુ કલ્યાણ કેન્દ્રના નામથી આયોજનબદ્ધ રીતે શરૂ કરવામાં આવેલા આ કેટલ કેમ્પોના સેવાકાર્યને સરકારશ્રીએ પણ ખૂબ નોંધનીય અને ઉલ્લેખનીય બતાવેલું.

સાથે સાથે આ રાહતકાર્યમાં પ્રમુખસ્વામી મહારાજે કોઈપણ નાત-જાત કે ધર્મની ભેદરેખા રાખી નહોતી. જેની નોંધ આજે પણ એ ખેડૂતોના માનસપટ ઉપર શિલાલેખ સમાન કોતરાયેલી છે. દુષ્કાળના એ દિવસો દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજ તીર્થધામ સારંગપુર (જી. બોટાદ) ખાતે રોકાયા હતા. પોતાના નિત્યક્રમ મુજબ તેઓ રોજ સાંજે મંદિરની ચીકુવાડીમાં ભ્રમણ માટે પધારતા.

એકવાર તેઓએ ભ્રમણ દરમ્યાન અચાનક ચીકુવાડીની દેખરેખ રાખનાર સંતને બોલાવ્યા. દેખરેખ અંગેની કોઈ ભૂલ માટે અથવા કોઈ વિશેષ સૂચનનું અનુમાન કરીને તે જવાબદાર સંત હાથ જોડીને હાજર થયા.

પ્રમુખસ્વામી મહારાજે પૂછ્યું કે આ વર્ષે ચીકુ ખૂબ આવ્યા છે. આ ચીકુનું શું કરો છો?

વાડી સંભાળનાર સંતે કહ્યું કે ઠાકોરજીના થાળ માટે તથા સંતો-ભક્તો માટે જરૂરિયાત પૂરતા રાખીને બીજા બજારમાં મોકલી આપીશું.કોઈકનું પડાવી લઈ ખાવું તે વિકૃતિ, એકલા-એકલા ખાવું તે પ્રકૃતિ અને અન્યનો વિચાર કરી ખાવું તે સંસ્કૃતિ

દુષ્કાળની એ ભીંસણ પરિસ્થિતિમાં મૂક-અબોલ અને નિર્દોષ પંખીઓ પ્રત્યેની સંવેદના સાથે પ્રમુખસ્વામી મહારાજે તે સંતને કહ્યું કે સાંભળો. બધા ચીકુ ઊતારી લેવાના નહીં. દુષ્કાળનું વર્ષ છે. પાણીના અભાવે ખેડૂતોએ વાવેતર કર્યું ન હોય. તેથી બિચારા પક્ષીઓ ખાવા ક્યાં જાય? પક્ષીઓ માટે ચીકુ અનામત રાખવા. ઉતારવા નહીં અને પાણી ભરેલા કુંડા પણ રાખવા. જેથી પક્ષીઓને પાણી પણ મળી રહે.

કોઈ ચિંતકે કહ્યું છે કે કોઈકના ભાણાનું પડાવી લઈ ખાવું તે વિકૃતિ, એકલા-એકલા ખાવું તે પ્રકૃતિ અને અન્યનો વિચાર કરી ખાવું તે સંસ્કૃતિ.

ઉપનિષદ્ કહે છે કે तेन त्यक्तेन भुञ्जिथाः। એટલે કે અન્ય માટે ત્યાગ કરીને ભોગવો.

આપણા શાસ્ત્રોમાં સમાયેલી આ વિરલ અને વિશિષ્ટ સંવેદનાઓ આપણા મહાન સંતોના જીવનમાં અક્ષરશઃ ચરિતાર્થ છે. તેઓની જીવનશૈલી છે. આવો પ્રમુખસ્વામીના પગલે લોકહિતની આવી ભાવના અને સંવેદનાને આપણા જીવનમાં સાકાર કરીએ.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Ahmedabad news, Local 18, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav

See an exhibition of over 100 paintings, including art and craft items vnd – News18 Gujarati

Nidhi Dave, Vadodara: વડોદરા શહેર કલાનગરી તરીકે જાણીતું છે. જેમાં અવારનવાર કલાના પ્રદર્શનો આયોજિત થતા હોય છે. ખાસ કરીને અનુભવી કલાકારોના આર્ટવર્ક પ્રદર્શિત થતા હોય છે, પરંતુ આ વખતે નાના બાળકોએ કરેલા આર્ટવર્કનું પ્રદર્શન યોજાયું છે..

11 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

વડોદરા શહેરના કિર્તિ મંદિર પરિસરમાં આવેલા આકૃતિ આર્ટ ગેલેરીમાં શ્રીજી આર્ટસના પ્રજેશ શાહ અને એમના વિદ્યાર્થીઓનું પેન્ટિંગ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે.

જે શહેરીજનો 2જી તારીખ સુધી નિહાળી શકશે. આ પ્રદર્શનમાં કુલ 11 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને 100 થી વધુ પેઇન્ટિંગ પ્રદર્શનાર્થે મુકાયા છે.

તમારા શહેરમાંથી (વડોદરા)

તદુપરાંત આર્ટ એન્ડ ક્રાફ્ટની વસ્તુઓ પણ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે, જેમાં ખાસ કરીને કિચન, ગ્લાસ, ફોટો ફ્રેમ, બોટલ વગેરે પ્રદર્શન મુકાઈ છે.

7 વર્ષથી લઈને 21 વર્ષના છાત્રોએ ચિત્રો બનાવ્યા

આ પ્રદર્શનમાં 7 વર્ષથી લઈને 21 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ જોડાયેલા છે. દેવર્ષિ પંડ્યા, હેત શાહ, હેતવી શાહ, હિયા ગુર્જર, જીતિશા દેસાઈ,

ખ્યાતિ ભાંગુડે, નિયતિ માથુર, પ્રતિભા રાજપૂત, શ્રીષ્ટિ જગદીશવાળા, વેદાંશી શાહ, અને મંથન શાહ સહિતના 11 વિદ્યાર્થીઓ જોડાયેલા છે.

ખાસ વિદ્યાર્થીઓ માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે કે, તેઓ ભણતરની સાથે સાથે ઇત્તર પ્રવૃત્તિઓમાં પણ રસ લઈને પોતાની આવડતને લોકો સુધી પહોંચાડે. અને આ તમામ બાળકોનું આ પ્રથમ પ્રદર્શન છે જેથી તેઓ ખૂબ જ ઉત્સાહિત છે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Art Gallery Exhibition, Local 18, Vadodara

કેશોદના એક ગામમાં 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારી માતા બનાવનાર નરાધમ ઝડપાયો | Naradham, who raped a 16-year-old girl in a village of Keshod, was arrested.

જૂનાગઢ12 મિનિટ પહેલા

કેશોદ તાલુકાના એક ગામમાં ઘર જમાઈ તરીકે રહેતા 55 વર્ષના નરાધમે એક વર્ષ સુધી દુષ્કર્મ આચરી સગીરાને માતા બનાવાની ઘટના સામે આવી હતી. પરિવારજનોને આ ઘટનાની જણ થતાં સગીરાના પિતાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં નરાધમ આધેડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પૂછપરછ હાથ ધરવામાં આવી
પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બળાત્કારી નરાધમને પકડવા અલગ-અલગ ટીમો બનાવી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ જૂનાગઢ એસ.પી રવીતેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ એલસીબી અને કેશોદ પોલીસે આરોપીને પકડી પાડવા સફળતા મળી હતી. જે બાદ દુષ્કર્મના નરાધમ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

નશો કરવા ડ્રગ્સ કે કફ સીરપ લીધું તો ગયા સમજજો, તપાસ માટે SOGએ સ્પેશિયલ કીટ ખરીદી

અમદાવાદઃ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ એનાલિટિક ટેસ્ટની ખાસ પ્રકારની કીટ વસાવી છે. તેને આધારે ડ્રગ્સ લીધેલા વ્યક્તિનો ટેસ્ટ કરી માત્ર 10 જ મિનિટમાં ડ્રગ્સ લીધું છે કે નહીં તેની માહિતી મેળવી શકાશે. આ ઉપરાંત કયા પ્રકારનું ડ્રગ્સ લીધું છે તેની પણ માહિતી મેળવી શકાશે. અત્યાર સુધીમાં આલ્કોહોલિક ટેસ્ટ માટેની કીટ શહેર પોલીસ પાસે હતી પરંતુ હવે ડ્રગ્સ કીટ પણ આવી જતા 31 ફર્સ્ટની રાતે તેનો ભરપૂર ઉપયોગ કરીને કડક ચેકિંગ હાથ ધરવામાં આવશે.

10 મિનિટમાં જ ખબર પડી જશે

અમદાવાદ એસઓજી ડીસીપી જયરાજસિંહ વાળાએ આ મામલે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ‘અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના ટેસ્ટ માટેની કીટ વસાવી લીધી છે. ગત રથયાત્રામાં ઘણાં ખરા વિસ્તારોમાં આ ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ વડે ડ્રગ્સ લીધેલા હોવાની શંકાને આધારે વ્યક્તિઓની ચકાસણી કરવામાં આવી હતી. માત્ર 10 જ મિનિટમાં આ કીટ વડે ખ્યાલ આવી જાય છે કે, વ્યક્તિએ ડ્રગ્સ લીધેલું છે કે નહીં અને બાદમાં આ કીટ વડે લીધેલા સેમ્પલને એફ.એસ.એલમાં મોકલી આપવામાં આવે છે. આ કીટની જો કિંમત વિશે વાત કરવામાં આવે તો તેનો ભાવ રૂપિયા 15 લાખ છે અને તેના ટેસ્ટિંગની વસ્તુઓની કિંમત બે હજાર છે. જેને એક જ વખત ઉપયોગમાં લઇ શકાય છે. આ કિટ હાલ ચારેય શહેરોને આપવામાં આવી છે.’આ પણ વાંચોઃ મહિલા સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસે કરી ખાસ વ્યવસ્થા

શંકાસ્પદ વ્યક્તિઓનું ટેસ્ટિંગ કરવામાં આવશે

એસીપી બી.સી. સોલંકીએ આ મામલે માહિતી આપતા કહ્યુ હતુ કે, ‘અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમે વસાવેલી આ કીટ દ્વારા ડ્રગ્સનો નશો કરનારા લોકો પર અંકુશ મેળવવામાં આવશે. તાજેતરમાં રથયાત્રાના રૂટ પર પ્રાયોગિક ધોરણે ડ્રગ્સ ચેક કરવાની કીટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શહેરના ડ્રગ્સના હોટસ્પોટ એરિયામાં આ કીટ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે ફરીવાર આ કીટનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેસ્ટિંગ કીટથી પોલીસને જો કોઈ વ્યક્તિ નશો કરેલી હાલતમાં જોવા મળશે તો સૌપ્રથમ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. ત્યારબાદ ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી લેવામાં આવ્યો અને ક્યાંથી લેવામાં આવ્યો છે તે અંગેની માહિતી મેળવવામાં આવશે.’

30 હજાર કિલો જેટલું ડ્રગ્સ પકડાયું

વર્ષ 2022માં ગુજરાત પોલીસે ડ્રગ્સના 471 કેસ કરી 720 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઉપરાંત 30 હજાર કિલોથી વધુ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જ્યારે એસઓજીએ ગયા પાંચ વર્ષમાં થયેલા કેસોની સામે આ જ વર્ષમાં સંલગ્ન કેસ કરી પેડલરોની કમર તોડી નાંખી છે. માત્ર એક જ વર્ષમાં અમદાવાદ એસઓજીએ 37 કેસ કરી 1.60 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ત્યારે હવે બાતમીદારોની સાથે સાથે સાયન્ટિફિક સચોટ પરિણામ મળે તેવા મશીન આવી ગયા બાદ ડ્રગ્સની બદી નાબૂદ કરવા માટે પોલીસ એક્ટિવ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ 31stની પાર્ટીમાં ઢીંગલી ન થઈ જતાં! જાણી લો નિયમો અને સજા

કેવી રીતે ટેસ્ટિંગ કરવામાં આવશે?

ડ્રગ્સનો નશો કરનાર લોકોની લાળ અને યુરિનના સેમ્પલ લેવામાં આવશે. ત્યારબાદ છેલ્લા 48 કલાકમાં જે પણ ડ્રગ્સ લીધું હોય તેની માહિતી મળે છે. પાંચ મિનિટ માટે મોઢામાં નોઝલ રાખવામાં આવે છે. મોંઢામાં લાળનું સેમ્પલ લેવાય છે. સેમ્પલ લીધા બાદ તે નોઝલને મશીનમાં મૂકવામાં આવે છે. મશીનમાં મૂકાયા બાદ પાંચેક મિનિટનો સમય લાગે છે. પાંચ મિનિટ બાદ તે મશીનમાં રિઝલ્ટ બતાવે છે. ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તેનો રિપોર્ટ આવે છે. આ રિપોર્ટની પ્રિન્ટ પણ નીકળે છે. ડ્રગ્સ લીધું હોવાનું પોઝિટિવ આવે તો તેને રિહેબ સેન્ટરમાં મોકલાય છે. ત્યારબાદ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું, ક્યાં સેવન કર્યું જેવા અલગ અલગ મુદ્દા પર તપાસ કરવામાં આવે છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: 31st Dec Party, 31st december, 31st Party, Ahmedabad news, Crime news, Rajkot News, Surat news, Vadodara

Precautionary measures to be taken for blight disease in chickpea crop aga – News18 Gujarati

Abhishek Gondaliya. Amreli: દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચણાના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ચણાનું વાવેતર કરાયું છે. પરંતુ હાલ ચણાના પાકમાં સુકારો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

વિષય નિષ્ણાંત રમેશભાઈ રાઠોદે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં કઠોળ વર્ગમાં ચણાના પાકનું ખૂબ જ મહત્વ છે અને રાજ્યમાં મોટા વિસ્તારમાં ચણાનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ હાલ ચણાના પાકમાં સુકારા નામનો રોગ આવ્યો છે. સુકારા નામનો રોગ બીજ અને જમીનજન્ય ફૂગ મારફતે ફેલાય છે. આ રોગના કારણે પાક કોઈપણ અવસ્થામાં સુકાવા લાગે છે. મૂળમાં કાળી લીટી જોવા મળે છે. આ પ્રકારના લક્ષણો જોવા મળે તો સમજવું કે. સુકારા નામનો રોગ છે.

રોગને અટકાવવા શું કરવું જોઈએ

ચણાની જાતમાં પાંચ નંબર અથવા છ નંબરની જાતનું વાવેતર કરવાથી સુકારા નામનો રોગ ઓછો જોવા મળે છે. બીજનું વાવેતર કરવા પહેલા ફૂગનાશક દવાનો પટ આપવો જોઈએ. અથવાફૂગ નાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. પાકની ફેરબદલી કરવી એ અગત્યનો ભાગ ભજવે છે. ચણાનો પાક લીધા બાદ બાજરી અથવા જુવારનું વાવેતર કરવું જોઈએ. જેથી ફૂગ આવવાનું પ્રમાણ ઘટે છે, જેથી સુકારો રોગ આવતો નથી.

તમારા શહેરમાંથી (અમરેલી)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Amreli News, Crop, Disease, Local 18

પાટણની વી એમ દવે શાળાના વિદ્યાર્થીઓએ તુલસી પૂજન કરી નવા વર્ષના સ્વાગતની ઉજવણી કરી | Students of Patan's V M Dave School celebrated the New Year by performing Tulsi Poojan

પાટણ24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેરની વી એમ દવે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા તુલસી પૂજન કરીને નવા વર્ષ 2023નાં સ્વાગતની ઉજવણી કરવામાં આવી.

નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરાયું
હિન્દુ સંસ્કૃતિમાં તુલસીનો પૂજન પવિત્ર ગણવામાં આવે છે, ત્યારે વર્ષના અંતિમ દિવસે કંકુ પૂજન કરી ગાયત્રી મંત્ર બોલી પુષ્પોથી વધાવીને તુલસી પૂજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકો શાળામાં આજે ફેન્સી ડ્રેસ જેવા કે પોલીસ સૈનિક, ડૉક્ટર, શિક્ષક, વકીલ જેવા વિવિધ પ્રકારના પોશાકો પહેરીને આવ્યા હતા. નાના-નાના બાળકોએ બાળગીતો પણ ગાયાં હતાં. ધોરણ ત્રણથી પાંચના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આશિષ વચન આપ્યાં
આ કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફગણે હાજરી આપી હતી. મમતાબેન ખમારે અને જયેશ વ્યાસે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને બિરદાવી નવા વર્ષમાં ઉમદા રીતે શૈક્ષણિક કાર્ય કરીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આશિષ વચન આપ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે…

600 વર્ષમાં રાજીનામું આપનાર પ્રથમ પૂર્વ પોપ બેનેડીક્ટનું 95 વર્ષની ઉંમરે વેટિકનમાં નિધન

Pope Benedict Passed Away: ભૂતપૂર્વ પોપ બેનેડિક્ટનું દેહાવસાન થયાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આજે  શનિવાર, 31 ડિસેમ્બરના રોજ વેટિકન સિટીમાં તેઓ મૃત્યુ પામ્યા છે. તેમની ઉંમર 95 વર્ષની હતી. તેમણે 2005 થી 2013 સુધી એપોસ્ટોલિક સીનું આયોજન કર્યું હતું.

Published by:Mayur Solanki

First published:

Tags: 2022, Christian, New year


Sonaliben of Savarkundla will accept initiation aga – News18 Gujarati

Abhishek Gondaliya, Amreli: સાવરકુંડલા શહેરના 25 વર્ષીય સોનાલીબેન દીક્ષા અંગિકાર કરશે. શ્રીમદ વિજય પુણ્યપાલ સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં દીક્ષા અંગીકાર કરશે.

શરીરને નહીં પરંતુ આત્માને રંગ આપવાનો દીક્ષાનો અવસર છે. સોનાલીબેનના દીક્ષા પ્રસંગે સાવરકુંડલામાં મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ભવ્ય વર્ષીદાનનો વરઘોડો શહેરના માર્ગો પર ફર્યો હતો.

જૈન દેરાસરમાં મહાપૂજાનું ભવ્ય આયોજન કરાયું હતું. સિદ્ધચક્ર પૂજન અને રાત્રિના વિદાય સમારોહ હતો. એક જ દિવસે એક જ માંડવે 16 દીક્ષાઓમાં ચાર બાલ દીક્ષા,આઠ યુવા દીક્ષાર્થી દીક્ષા ગ્રહણ કરનાર છે.

3 ફેબ્રુઆરીના રોજ મુંબઈ મુકામે દીક્ષા ગ્રહણ કરશે

તમારા શહેરમાંથી (અમરેલી)

સાવરકુંડલામાં રહેતા રાજુભાઈની પુત્રી સોનાલીબેન ઉંમર વર્ષ 25 ને સંસારના વાસ્તવિક રૂપનો અનુભવ થયો અને ગુરુ ભગવાનની સમયસરની પ્રેરણા મળતા જીવનની સાચી દિશા મળી અને આગામી 3 ફેબ્રુઆરીના રોજ મુંબઈ મુકામે દીક્ષા ગ્રહણ કરશે.

મોટી સંખ્યામાં લોકો વર્ષીદાન વરઘોડામાં જોડાયા

આજે સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો ઉપર સોનાલીબેનનો વર્ષીદાન વરઘોડો યોજાયો હતો. મોટી સંખ્યામાં લોકો વર્ષીદાન વરઘોડામાં જોડાયા હતા. પ્રભુ મહાવીરના પંથે પગલા માંડનારી શ્રી જ્ઞાન દર્શિતા આજ્ઞા કરી મુમુક્ષ રત્ન સોનાલીબેનના દીક્ષા પ્રસંગે મહોત્સવ સાવરકુંડલામાં યોજાયો હતો.

સોનાલીબેને સંસારમાં સુખ કણનું અને દુઃખ મણનું છે તે જાણી સંસાર છોડવા સહજ બન્યા હતા. સંઘના દરેક ભાઈઓ બહેનોએ આશીર્વાદ આપ્યા હતા.વર્ષીદાનનો વરઘોડો ભવ્ય યોજાયો હતો અને બાદમાં જૈન દેરાસરમાં મહાપૂજા કરવામાં આવી હતી

Published by:Santosh Kanojiya

First published:

Tags: Amreli News, Local 18, Marriage

નખત્રાણાના યુવાને કોઇજ પ્રકારના ટ્યુશન વગર ચોક્કસ આયોજન બનાવીને દિવસના બે ત્રણ કલાક વાંચન કરીને સિવિલ જજની પરીક્ષા પાસ કરી | A young man from Nakhtrana passed the civil judge exam without any kind of tuition by studying for two to three hours a day after making a specific plan.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • A Young Man From Nakhtrana Passed The Civil Judge Exam Without Any Kind Of Tuition By Studying For Two To Three Hours A Day After Making A Specific Plan.

કચ્છ (ભુજ )9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સ્પર્ધાત્મક પરીક્ષા માટે મોંઘાઘાટ ટ્યુશન ક્લાસીસની જરૂર નથી, પરંતુ આત્મવિશ્વાસ અને કઠોર મહેનત સફળ પરિણામ લાવી આપે છે. જેનું જીવંત ઉદાહરણ નખત્રાણાના સારસ્વત બ્રાહ્મણ પરિવારના જિતેનભાઇ સુભાષભાઈ જોશીએ પૂરું પાડ્યું છે. આ યુવાને ઘેર બેઠા અભ્યાસ કરીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવામાં આવતી અને ખૂબ જ કઠિન ગણાતી, સિવિલ જજ અને જે.એમ.એફ.સી. (જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ )ની મુખ્ય પરીક્ષા તથા મૌખિક ઇન્ટરવ્યૂ પ્રથમ પ્રયત્ને પાસ કર્યું છે.

બાળપણમાં ફિલ્મ જોઈ ન્યાયાધીશ બનવાનું સ્વપ્ન જોયું
પિતાનો નખત્રાણામાં સાગર સ્ટુડિયો નામથી ફોટોગ્રાફીનો વ્યવસાય છે, તેમાં ફોટો પાડવાનો શોખ યુવાનને વારસામાં જ મળ્યો હતો. અભ્યાસની સાથે-સાથે ફોટો ક્ષેત્રે પણ હાથ અજમાવ્યો હતો. પરંતુ બાળપણમાં ફિલ્મોમાં જોયેલા અદાલતના દૃશ્યોમાં થતી વકીલોની ધારદાર દલીલ અને ન્યાયાધીશ તરફથી આપવામાં આવતા ન્યાયને જોઈ, ભવિષ્યમાં પોતે પણ ન્યાયાધીશ બનીને ન્યાય આપવાનું સ્વપ્ન જોયું હતું.

દરરોજ બે થી ત્રણ કલાક નિયમિત વાંચન કરતો હતો
મધ્યમ વર્ગીય પરિવાર પિતા સુભાષભાઈ જોશી, માતા હંસાબેન અને ભાઈ સ્વ.પ્રશાંત જોશી તરફથી આ માટે સતત પ્રેરણા પૂરી પાડવામાં આવતી. દસમા ધોરણ સુધી ફોટોગ્રાફીના શોખને વળગી રહ્યા બાદ વર્ષ 2009માં બી.કોમ. પાસ કરી, સ્પર્ધાત્મક પરીક્ષાઓની સતત તૈયારીમાં વ્યસ્ત રહ્યા હતા. મોંઘીદાટ ફી આપીને અથવા નામના ધરાવતા ટ્યુશન ક્લાસીસમાં એડમિશન લીધા વિનાજ જીતેન જોશી દરરોજ બે થી ત્રણ કલાક નિયમિત વાંચન કરતા હતા. વર્ષ 2015 થી 2022 સુધી વકાલતની પ્રેક્ટિસ સાથે નિયમિત રીતે ઈન્ટરનેટના માધ્યમથી અને અનુભવી વકીલ મિત્રોના માર્ગદર્શન સાથે ઘરે બેઠા વાંચન કરીને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા. જેમાં તલાટી, નાયબ મામલતદારથી લઈ યુપીએસસી જેવી પરીક્ષાઓ પણ આપેલી.
પ્રારંભિક નિષ્ફળતા બાદ પણ હિંમત હાર્યા ન હતા
ગુજરાત હાઇકોર્ટ તરફથી લેવામાં આવતી સિવિલ જજની પરીક્ષા પાસ કરવાના નિર્ધાર સાથે યુવાને પોતાના બાળપણના સ્વપનને હકીકતમાં બદલાવા માટે ,ત્રણ તબક્કામાં લેવામાં આવતી સિવિલ જજની પરીક્ષાની તૈયારી કરી હતી. પ્રારંભિક નિષ્ફળતા બાદ પણ હિંમત હાર્યા ન હતા અને તૈયારીઓ ચાલુ રાખી હતી. અંતે આ વર્ષે સિવિલ જજની મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં પ્રથમ પ્રયત્ને જ પસંદગી પામતા, આગામી ટૂંક સમયમાં તેઓ મેજિસ્ટ્રેટ તરીકેની કામગીરી કરતા જોવા મળશે.
આ હોદ્દા સુધી પહોંચવા માટે તેમણે તેમને તેમના પરિવારે ઘણો સંઘર્ષ કર્યો છે. પોતાના પરિવારના સભ્યો સાથે હરવા ફરવાના બદલે એકાંતમાં વાંચન કરતા હતા. પત્ની પુનમબેન અને નાનકડો પુત્ર પ્રણવ જોશી પણ તેમને વાંચન માટે યોગ્ય સવલતો પૂરી પાડતા હતા.
સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે કોઈ પણ યુવાનને જરૂરી માર્ગદર્શન આપશે તેમ જણાવતા યુવાનોને જણાવ્યું હતું કે, ઘણું બધું અને આખો દિવસ વાંચવાના બદલે ચોક્કસ આયોજન બનાવીને માત્ર બે થી ત્રણ કલાક વાંચીને પણ સફળતા મેળવી શકાય છે. જો નિષ્ફળતા મળે તો હિંમત હાર્યા વિના પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. સફળતા જરૂર મળે છે.

અન્ય સમાચારો પણ છે…

850 students set up stalls at the children's fair in Disa nrb – News18 Gujarati

Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના ડીસાની અર્બુદા સ્કૂલમાં આજે બાળકોનો શિક્ષણ સાથે આંતરિક શક્તિઓ વિકસિત થાય તેમજ શિક્ષણ સાથે સામાજિક અને જાહેર જીવનમાં ઉપયોગી પ્રવુતિઓ માટેનો બાળ મેળો યોજાયો હતો. જેમાં વિવિધ શાળાના 850 થી વધુ બાળકોએ વિવિધ ખાણી પીણીના અને રમત ગમતના સ્ટોર ઉભા કર્યા હતા.વિવિધ વાનગીઓ બનાવી તેનું વેચાણ પણ કર્યું હતું.

બનાસકાંઠાના ડીસામાં આવેલી અર્બુદા વિદ્યાલયમાં ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધીના બાળકોમાં રહેલી શક્તિ તેમજ કલાને બહાર નીકળવા માટે એક બાળ મેળાનું આયોજન કરાયું હતું.

જેમાં બાળકોએ પોતાનામાં રહેલી કલાનો સદુપયોગ કરી પાણીપુરી, દાબેલી, પફ,બટાટા ભુગ્લા,સલાડ, ચાટ પૂરી તથા રમતગમતના સ્ટોલ ઊભા કર્યા હતા.

આ બાળમેળામાં 850 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો અને બાળકોએ વિવિધ વાનગીઓ બનાવી તેનું વેચાણ કર્યું હતું. આ મેળાનો બાળક શિક્ષણની સાથે આજીવિકા કેમ ચલાવવી તે બાબતે પણ બાળકોનું ઘડતર થાય અને આત્મનિર્ભર બની શકે તેવો હેતુ હતો.

તમારા શહેરમાંથી (બનાસકાંઠા)

બનાસકાંઠા

બનાસકાંઠા

બાળમેળાથી ભવિષ્યમાં કંઈક કરવાની બાળકોને પ્રેરણા મળશે

શાળામાં અભ્યાસ કરતા બાળકોએ જણાવ્યું હતું કે, શાળા દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

જેનાથી અભ્યાસની સાથે પ્રવૃત્તિ દ્વારા અમારામાં છુપાયેલી કલા બહાર આવી છે. અને જો નોકરી ન મળે તો ખુદનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવી શકે..

Published by:Santosh Kanojiya

First published:

Tags: Banaskanatha, Child, Fair, Local 18