Sunday, January 1, 2023

આ કલાકારને છે અનોખી આદત, દરરોજ 10 ફોટા તો પાડે જ, મળ્યો અતુલ્ય વારસો એવોર્ડ!

અતુલ્ય વારસો એવોર્ડ સન્માનિત કિશોર પીઠડીયાનો ગજબનો નિત્યક્રમ

Thirty-first and New Year's Eve in Daman Organizing parties in hotels, party plots and resorts

ભરતસિંહ વાઢેર, દમણ: થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીની ધૂમ રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં પણ જોવા મળી હતી. દમણની હોટલો, પાર્ટી પ્લોટો અને રિસોર્ટમાં મોટાપાયે પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આથી મોટી સંખ્યામાં ખાવા પીવા અને પાર્ટીના શોખીનો દમણમાં ઉમટી પડ્યા હતા. દમણમાં અનેક જગ્યાએ ડીજે પાર્ટીઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ફિલ્મી ગીતો અને ગરબાઓની ધૂન પર શોખીનો નાચ્યા

નવા વર્ષની ઉજવણીને લઇ યોજાયેલી પાર્ટીઓમાં ડીજે અને મ્યુઝિક પાર્ટીઓમાં ફિલ્મી ગીતો અને ગરબાઓની ધૂન પર શોખીનો નાચ્યા હતા. આમ સંઘ પ્રદેશ દમણમાં પણ નવા વર્ષને લોકોએ ઉત્સાહપૂર્વક નાચતા ગાતા વધાવ્યું હતું. બારના ટકોરે દમણનું આકાશ આતશબાજીથી ઝગમગી ઉઠ્યું હતું. લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો: પીધેલાઓથી પોલીસ સ્ટેશન હાઉસફૂલ, મંડપ બાંધ્યા, હોલ ભાડે રાખવા પડ્યા

દેવભુમિ દ્વારકાના ખંભાળિયામાં ચેકિંગ કરાયું

બીજી બાજુ, દેવભુમિ દ્વારકાના ખંભાળિયામાં ચેકિંગ કરાયું હતું. થર્ટી ફર્સ્ટને પગલે પોલીસ વિભાગ સતર્ક રહ્યું હતું. મોડી રાત્રે શકમંદોની પોલીસે તપાસ કરી હતી. ખંભાળિયામાં પોલીસ દ્વારા શહેરના એન્ટ્રી પોઇન્ટ એક્ઝિટ પોઇન્ટ, નગર ગેઇટ, ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. ખંભાળિયા શહેરમાં પોલીસ LCB, SOG સહિતની ટિમો દ્વારા પેટ્રોલિંગ કરાયું હતું.

રાજકોટમાં 31મી ડિસેમ્બરની ભાવભેર ઉજવણી

રાજકોટ સહિત સમગ્ર વિશ્વભરમાં 31મી ડિસેમ્બરની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાના બે વર્ષ બાદ યુવા ધન મૂકીને 31મી ડિસેમ્બરની ઉજવણી કરતા નજરે પડ્યું હતું, ત્યારે રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા ગ્રીન લીફ રિસોર્ટ ખાતે મોટી સંખ્યામાં યુવાધન ન્યૂ યરને વેલકમ કરતું નજરે પડ્યું હતું. હૈયે હૈયું દળાઈ તે માફક યુવા ધન ડીજેના તાલે નાચતું નજરે પડ્યું હતું.

Published by:Azhar Patangwala

First published:

Tags: Daman news, Gujarat News, New year party

કડાણાના નાયબ મામલતદાર દારૂના ગ્લાસ સાથે મસ્તીમાં | Naib Mamlatdar of Kadana in fun with a glass of liquor

દિવડાકોલોની26 મિનિટ પહેલા

  • કૉપી લિંક
કડાણાના નાયબ મામલતદારનો  દારૂના ઞ્લાસ સાથેનો વિડીયો  વાયરલ થયો - Divya Bhaskar

કડાણાના નાયબ મામલતદારનો દારૂના ઞ્લાસ સાથેનો વિડીયો વાયરલ થયો

  • મહેસુલી અધિકારીનો સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયો

મહીસાગર જિલ્લાના એક મહેસૂલી અધિકારી ગુજરાતમાં સરેઆમ દારૂબંધી મજાક ઉડાવતા હોય તેમ દારૂના ગ્લાસ સાથે મહેફિલ માણતા વિડિયોમાં જોવા મળતાં જિલ્લા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

મહિસાગર પોલીસ વિભાગ દ્વારા જિલ્લામાં નવા વર્ષની ઉજવણીમાં કોઇ નશો કરી અરાજકતા ન ફેલાવે તે માટે વિભાગને કડક કાર્યવાહી કરવાની સુચના અાપવામાં અાવી રહી છે. ત્યારે મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર રાકેશ પરમાર દારૂનો ગ્લાસ હાથમા લાઈ સામે વાળી વ્યક્તિ સાથે દારૂના નશામાં ચર્ચા કરતો વિડીયો સોશ્યિલ મીડિયામા વાયરલ થયો હતો.

આ વીડિયોમાં તેઓ જણાવે છે કે અડધા કલાક કલાક કે પછી અાવતી કાલે પુછીશ તો અાપડી ઝલક જે બોલશે તે જ બોલશે. તેવુ બોલતા નજરે પડે છે. ત્યારે મહીસાગર જિલ્લામાં એક મહેસૂલી અધિકારી ધાબા પર ખુરશીમાં બેસી હાથ મા દારૂના ગ્લાસ વાળી મુદ્રામાં હોય તે વીડિયોમાં જોવા મળી રહ્યું છે. જે અંગે કડાણા પોલીસ દ્રારા વાયરલ વિડીયોને આધારે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તપાસ કરવા સૂચના અાપી છે
લુણાવાડા તથા કડણામાં કેટલાક ઇસમો શંકાસ્પદ હાલતમાં પીણુ પીતા હોય તેવુ જણાઇ અાવતા અા અંગેના કુટેજ મેળવ્યા હતા. જેમા કડાણાના નાયબ મામલતદારનો વિડીયો વારયલ થતા કડાણા પી અાઇને ઉંડાણમાં તપાસ કરવા સુચના અાપી છે. – પી અેસ વડવી મહિસાગર ડીવાયઅેસપી

અન્ય સમાચારો પણ છે…

વલસાડ: પીધેલાઓથી પોલીસ સ્ટેશન હાઉસફૂલ, મંડપ બાંધ્યા, હોલ ભાડે રાખવા પડ્યા

Valsad 31 December Celebration: વલસાડ જિલ્લા પોલીસે પણ થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીમાં સપાટો બોલાવ્યો, એટલા પીધેલા ઝડપાયા કે પોલીસ સ્ટેશનની બહાર મંડપ બાંધવા પડ્યા, હોલ ભાડે રાખવા પડ્યા

હીરાબાનું વડનગરમાં આજે બેસણું, પ્રાર્થના સભામાં કર્યું છે આયોજન

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબેન મોદીની યાદમાં આજે પૈતૃક નિવાસ સ્થાન વડનગરમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાર્થના સભા સવારે 9.00 વાગ્યાથી બપોરના 12.00 વાગ્યાની વચ્ચે થશે. અચાનક તબિયત ખરાબ થનારા કારણે હીરાબાને 28 ડિસેમ્બરે અમદાવાદની યૂએન મેહતા ઈંસ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં ભરતી કરાવ્યા હતા. હોસ્પિટલના મેડિકલ બુલેટિન અનુસાર, 100 વર્ષિય હીરાબેન મોદીનું 30 ડિસેમ્બર વહેલી સવારે 3.30 કલાકે નિધન થઈ ગયું. પીએમ મોદીએ પોતાની માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.

પીએમ મોદીએ 30 ડિસેમ્બરે સવારે ટ્વિટ કરીને પોતાની માતાના નિધન વિશે સમાચાર આપ્યા હતા. તેની થોડી મીનિટો બાદ જ ગુજરાતની રાજધાની ગાંધીનગર જવા માટે નીકળી ગયા હતા. પીએમ મોદીએ પોતાની માતાના ચરણસ્પર્શ કર્યા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હીરાબાના પાર્થિવ દેહને ગાંધીનગરના રાયસણમાં તેમના નાના ભાઈ પંકજ મોદીના નિવાસ સ્થાન પર અંતિમ દર્શન કર્યાના તુરંત બાદ અંતિમ સંસ્કારની વિધિ પુરી કરવામાં આવી હતી.

Published by:Pravin Makwana

First published:

Tags: Mother heera Baa, PM Modi Live


વલસાડમાં 2023માં રૂ.1.78 કરોડના ખર્ચે નવી મહાત્મા ગાંધી લાયબ્રેરીનું સંકુલ મળશે | A new Mahatma Gandhi Library complex will come up in Valsad in 2023 at a cost of Rs.1.78 crore.

વલસાડ36 મિનિટ પહેલાલેખક: હસીન શેખ

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

  • વિદ્યાર્થીઓ માટે અલાયદા વાંચન રૂમની પણ સુવિધા ઉપલબ્ધ કરાશે

વલસાડ નગરપાલિકા દ્વારા 2023ના વર્ષમાં શહેરીજનોને રૂ.1.78 કરોડના ખર્ચે નવી મહાત્મા ગાંધી લાયબ્રેરીની ભેટ મળશે.રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ હેઠળ જૂની લાયબ્રેરીનું મકાન ધ્વંશ કર્યાબાદ નવું સંકુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. વલસાડના સ્ટેશન રોડ ઉપર ડીએન શોપિંગ સેન્ટર સામે વર્ષો પૂરાણી મહાત્મા ગાંધી લાયબ્રેરીને નવી બનાવવા માટે રાજ્ય સરકારે રૂ.1.78 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી.

2018માં પાલિકાના પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકીના કાર્યકાળમા આધૂનિક લાયબ્રેરી બનાવવા માટે દરખાસ્ત રજૂ કરાયા બાદ ગ્રાન્ટ ફાળવવામાં આવતા વર્તમાન શાસકો દ્વારા આ કામગીરીને સતત આગળ ધપાવવામાં આવી છે.પાલિકા પ્રમુખ કિન્નરી અમિષભાઇ પટેલ, કારોબારી ચેરમેન છાયાબેન, સમિતિઓના અધ્યક્ષો અને સભ્યો દ્વારા વલસાડમાં આધૂનિક લાયબ્રેરી માટે 2023માં કામ પૂર્ણ કરવા માટે પ્રયાસો જારી કરાયા છે.

મહાત્મા ગાંધી લાયબ્રેરી બે માળની બનાવવામાં આવી રહી
​​​​​​​વલસાડ શહેરના મધ્યે આવેલી મહાત્મા ગાંધી લાયબ્રેરી બે માળની બનાવવામાં આવી રહી છે.જેમાં વાંચનાલય સહિત પુસ્તકો મૂકવા માટેના સાધનો,બેસવા માટે ખુરશીઓ, ટેબલોની વ્યવસ્થા, ટોયલેટ સુવિધા મળશે. નવી લાયબ્રેરીમાં નવા પુસ્તકો પણ વસાવવામાં આવશે.લાયબ્રેરી બહારના ભાગે પાર્કિંગ સુવિધા પૂરી પડાશે.

અન્ય સમાચારો પણ છે…

દાંડીમાં લાખો પ્રવાસી છતાં ટ્રાન્સપોર્ટેશન નહીં | No transportation in Dandi despite lakhs of tourists

નવસારીએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • તંત્ર નવા વર્ષમાં સુવિધા શરૂ કરી પ્રવાસીઓને અગવડતાથી છુટકારો અપાવે તેવી આશા

દાંડીયાત્રા આઝાદીની લડતમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. જેની યાદમાં નવસારીના દાંડી ખાતે ઐતિહાસિક દાંડી યાત્રાની યાદમાં નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ વર્ષ 2019માં બનાવવામાં આવ્યું. જોકે ત્રણ વર્ષ બાદ પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા આજ સુધી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી નથી. દર વર્ષે લાખો પ્રવાસીઓ દાંડી સ્મારકની મુલાકાતે આવતા હોવા છતાં પણ ત્રણ-ત્રણ વર્ષ બાદ કોઇસુવિધા ઉપલબ્ધ કરવામાં ન આવતા પ્રવાસીઓને ઘણી અગવડતાનો સામનો કરવો પડે છે.

નવસારીમાં દાંડી યાત્રાની યાદમાં બનાવવામાં આવેલ રાષ્ટ્રીય સ્મારકને નિહાળવા માટે પ્રવાસીઓ દર વર્ષે લાખોની સંખ્યામાં આવે છે. વર્ષ 2022ની વાત કરીએ તો 348389 પ્રવાસીઓએ લાભ લીધો છે. આવી પરિસ્થિતિમાં જેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટથી એટલે કે બસ કે ટ્રેન મારફતે આવે છે તેઓને દાંડી સ્મારક સુધી પહોંચવા માટે કોઇ ખાસ સુવિધા ઉભી ન કરાતા પ્રવાસીઓએ રીક્ષા અથવા પ્રાઇવેટ કાર કે કેબ થકી જ સ્મારક સુધીની સફર કરવી પડતી હોય છે. જો પ્રવાસીઓ માટે તંત્ર ખાસ બસ કે અન્ય સુવિધા ઉભી કરે તો ટ્રેન અને બસ મારફતે આવેલ પ્રવાસીઓને ઘણી રાહત થાય તેમ છે.

નવસારી રેલવે સ્ટેશનથી દાંડી સ્મારક સુધીનું અંતર આશરે 25 કિ.મી છે, જ્યારે બસ સ્ટેશનથી સ્મારક સુધીનું અંતર આશરે 18 કિ.મી છે. આ ઉપરાંત જો સિટી બસ અથવા ખાસ બસ દાંડી સુધી શરૂ કરવામાં આવે તો પણ પ્રવાસીઓની સંખ્યા અને તેનાથી થનારી આવકમાં પણ વધારો થાય તેમ છે.

એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દિવસેને દિવસે સુવિધામાં વધારો કરી વર્લ્ડ ક્લાસ બનાવીને તેની ખાસ ટ્રેનોદેશના અલગ-અલગ વિસ્તાર માંથી શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ ઐતિહાસિક દાંડી સ્મારક સુધી પહોંચવા કોઇ જ પ્રકારની ખાસ પબ્લિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. આઝાદીની યાદ અપાવતા દાંડી સ્મારક સુધી પહોંચવા સુવિધા નવા વર્ષમાં ઉભી કરાશે કે કેમ તે એક સવાલ છે.

2022માં મુલાકાતીઓની સંખ્યા

મહિનો પ્રવાસી
જાન્યુઆરી 26,136
ફેબ્રુઆરી 20,506
માર્ચ 30,421
એપ્રિલ 17,695
મે 44,915
જૂન 39,294
જૂલાઇ 12,383
ઓગસ્ટ 29,387
સપ્ટેમ્બર 13,845
ઓક્ટોબર 49,915
નવેમ્બર 35,582
ડિસેમ્બર 28,310

અન્ય સમાચારો પણ છે…

ઓડિટરના વાંધાને પગલે દૂધસાગર ડેરીએ હંગામી ભરતી કરેલા 40 કર્મચારી છૂટા કર્યા | Dudhsagar Dairy sacked 40 temporary employees following auditor's objection

મહેસાણા8 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • નિયામક મંડળે વિદ્યાર્થીઓના હિતમાં એક વર્ષ માટે હંગામી ધોરણે સ્ટાઈપેન્ડ પર નોકરી રાખ્યા હતા
  • વિપુલ ચૌધરીના કાર્યકાળમાં શરૂ કરેલા કોર્સના વિદ્યાર્થીઓ અભ્યાસ બાદ રઝળી પડ્યા હતા

દૂધસાગર ડેરી દ્વારા હંગામી ધોરણે રાખવામાં આવેલા 40 જેટલા કર્મચારીઓને ઓડિટરના વાંધાને પગલે છુટા કરાયા છે. એક વર્ષ માટે સ્ટાઇપેન્ડ ઉપર હંગામી ધોરણે રાખવામાં આવેલા તમામ કર્મચારીઓ રાજસ્થાનના અલગ અલગ પ્લાન્ટમાં ફરજ બજાવતા હતા.

વિપુલ ચૌધરીના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન દૂધસાગર ડેરી દ્વારા 2013-14ના વર્ષમાં ગણપત વિદ્યાનગર સાથે સમજૂતી કરી નોકરી આપવાની વાત સાથે પોતાની માતાના નામે કંકુબા પશુપાલન વિદ્યાપીઠમાં બેચલર ઓફ મિલ્ક પ્રોક્યોરમેન્ટ મેનેજમેન્ટ નામનો અભ્યાસક્રમ શરૂ કરાયો હતો.

જેમાં વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યા બાદ 2017-18ના વર્ષમાં વિપુલ ચૌધરી અને નિયામક મંડળ દ્વારા આ વિદ્યાર્થીઓને નોકરી આપવાની ના પાડતાં હંગામો થયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ કરવામાં આવેલ અભ્યાસક્રમ સરકાર માન્ય અને વેલીડ ન હોવાથી સરકારી ઓડિટર દ્વારા નિયામક મંડળ દ્વારા રખાયેલા 40 કર્મચારીઓ અંગેનો વાંધો ઉઠાવી આ તમામને છૂટા કરવાનો રિપોર્ટ કર્યો હતો. જેને પગલે સહકાર વિભાગ દ્વારા આ કર્મચારીઓને છૂટા કરવાનો આદેશ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે…

અંધ, બધિર અને બંને હાથે દિવ્યાંગ સચિવાલયમાં ઓફિસર બની શકશે | Blind, Deaf and Handicapped can become officers in the Secretariat

અમદાવાદ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • એસઓ, ડીવાયએસઓની ભરતીમાં માન્ય ગણાશે

સચિવાલય કેડરની મુખ્ય ત્રણ જગ્યા સેક્શન ઓફિસર, ડેપ્યૂટી સેક્શન ઓફિસર અને ઓફિસ આસિસ્ટન્ટની સીધી ભરતીમાં હવે અંધ, બધિર અને બંને હાથે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને માન્ય ગણવાનો મહત્ત્વનો નિર્ણય અને ઠરાવ રાજ્ય સરકારે કર્યો છે.

સચિવાલય સેક્શન ઓફિસર વર્ગ-2, નાયબ સેક્શન ઓફિસર વર્ગ-3 અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ના સંવર્ગોમાં ભારત સરકાર દ્વારા સમાન પ્રકારના સંવર્ગો માટે દિવ્યાંગતાના પ્રકાર પૈકી બ્લાઇન્ડ (અંધ), ડીફ (બધિર) અને બોથ આર્મ (બંને હાથે દિવ્યાંગ)ને માન્ય રાખવામાંથી મુક્તિ અપાઈ હતી, જેથી આ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો આ પ્રકારની ત્રણેય જગ્યાઓની સીધી ભરતી માટે ઉમેદવારી નોંધાવી શકતા ન હતા, પરંતુ નાયબ સેક્શન અધિકારી વર્ગ-3ની ભરતી પ્રક્રિયામાં દિવ્યાંગોની રજૂઆતોના પગલે તજજ્ઞ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આ અંગે ચર્ચા કરાઈ હતી.

જોકે નિર્ણય બાદ હવે સચિવાલયની આ ત્રણેય કેડરમાં પછીની ભરતી પ્રક્રિયાથી આ નિર્ણયનો અમલ કરવામાં આવશે. જોકે સંવર્ગોના માગણીપત્ર અગાઉ નક્કી કરવામાં આવેલી દિવ્યાંગતા મુજબ ભરતી સંસ્થાઓને મોકલી અપાયા હશે તેમ જ જે સંવર્ગની પરીક્ષાનું આયોજન થઇ ગયું હશે તેમાં આ ઠરાવનો અમલ થશે નહીં.

અન્ય સમાચારો પણ છે…

ઝરપરામાં ગોદામમાંથી 43 લાખના તલ ચોરાયા | Sesame seeds worth 43 lakhs were stolen from a warehouse in Zarpara

ભુજ32 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • તસ્કરો ગોડાઉનનો શટર તોડી એક્ષપોર્ટ કરવા રાખેલ તલની 960 બેગ ઉઠાવી ગયા

મુન્દ્રાના ઝરપરામાં રાજસ્થાનના વેપારીએ એક્ષપોર્ટ કરવા ગોડાઉનમાં રાખેલ તલની 960 બેગ તસ્કરો ઉઠાવી ગયા હતા.ગોડાઉનનો શટર તોડી અજાણ્યા ચોર ઇસમોએ રૂપિયા 43 લાખના તલની ઉઠાંતરી કરતા મુન્દ્રા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાન,અજમેરના જલકારી ગામના ફરિયાદી રાકેશ સોહનલાલ પંચોલીની કંપની સમુરાઈ ટ્રેડેક્સ તથા રાહુલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઝરપરા ખાતે આવેલ અંબાજી વેરહાઉસપાર્કના પ્લોટ નંબર-3,વેરહાઉસ નંબર-3/2,ફેઝ નંબર-5,સર્વે નંબર 253/3 માં એક્ષપોર્ટ કરવા માટે રાખેલો તલનો જથ્થો અજાણ્યા ચોર ઈસમો ચોરી ગયા હતા.

તસ્કરોએ ગોડાઉનના શટરનો અંદરની બાજુનો નટ બોલ્ટ ખોલી ગોડાઉનમાં રાખેલ રૂપિયા 43 લાખની કિમતના તલની 960 બેગ તા.28/12 થી 30/12 ના 10 વાગ્યાના અરસામાં ઉઠાવી ગયા હતા.બનાવને પગલે મુન્દ્રા પોલીસ મથકે અજાણ્યા ઇસમો વિરુધ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

અમદાવાદના YMCA ક્લબના બાઉન્સરોએ પબ્લિક સાથે કરી મારામારી, રોષે ભરાયેલા લોકોએ ક્લબમાં કરી તોડફોડ | Ahmedabad's YMCA club bouncers fight with public, enraged people vandalize the club

અમદાવાદ29 મિનિટ પહેલા

રાત્રિના 12 વાગતાની સાથે જ સમગ્ર ગુજરાતમાં નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોએ 2022ને ગુડબાય કહીં નવા વર્ષ 2023ને વેલકમ કહ્યું હતું. એવામાં અમદાવાદમાં મારામારીની ઘટના સામે આવી છે. અમદાવાદના YMCA ક્લબના બાઉન્સરોએ પબ્લિક સાથે મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. જેના કારણે રોષે ભરાયેલા લોકોએ કબ્લમાં તોડફોડ કરી હતી.

YMCA કલબમાં તોડફોડ

YMCA કલબમાં તોડફોડ

YMCA ક્લબમાં ક્લબના બાઉન્સરોએ પબ્લિક સાથે મારામારી
કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વર્ષ 2022ને વિદાય આપવા અને નવા વર્ષનું સ્વાગત કરવા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એવામાં અમદાવાદના YMCA ક્લબમાં પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ક્લબના બાઉન્સરો અને પાર્ટીમાં આવેલા લોકો આમને સામને આવી ગયા હતા. નવા વર્ષની ઉજવણી વચ્ચે અમદાવાદના YMCA ક્લબમાં ક્લબના બાઉન્સરોએ પબ્લિક સાથે મારામારી કરી હતી. જેના કારણે રોષે ભરાયેલા લોકોએ કબ્લમાં તોડફોડ કરી હતી. જોકે, કહેવામાં આવી રહ્યું છે કે ક્લબમાં ચાલતી પાર્ટી બંધ કરાવતા મામલો બિચક્યો હતો.

YMCA ક્લબમાં મારામારીના દ્રશ્યો

YMCA ક્લબમાં મારામારીના દ્રશ્યો

સિંધુ ભવન રોડ પર ટ્રાફિક જામ
તો બીજીતરફ સિંધુ ભવન રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને ક્લબોમાંથી પસાર થતા લોકોને કારણે ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. પોલીસ દ્વાર ટ્રાફિક દૂર કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી.

ક્લબમાં ચાલતી પાર્ટી બંધ કરાવતા મામલો બીચકાયો

ક્લબમાં ચાલતી પાર્ટી બંધ કરાવતા મામલો બીચકાયો

યુવક- યુવતીઓનો ડીજેના તાલે ડાન્સ
સમગ્ર અમદાવાદમાં યુવાનો દ્વારા નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના એસજી હાઇવે પર અને સિંધુભવન રોડ પર આવેલા પાર્ટી પ્લોટ તેમજ કલબોમાં NEW YEAR પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા. યુવક યુવતીઓએ ડાન્સ કરી નવા વર્ષનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. સિંધુભવન રોડ પર આવેલા લેવિસ ગ્રીન પાર્ટી પ્લોટમાં યોજાયેલી પાર્ટીમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ડીજેના તાલે ડાન્સ કરી નવા વર્ષની ઉજવણી કરી હતી.

સાન્તાક્લોઝ અને ટેબલો સાથે બાળકોએ કર્યો ડાન્સ
આ ઉપરાંત જજીસ બંગ્લો રોડ ઉપર સાન્તાક્લોઝ અને ટેબલો સાથે બાળકો નાચતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જજીસ બંગલો રોડ પર લોકો પોતાના બાળકો સાથે સાન્તાક્લોઝ સાથે ફોટા પડવાતા જોવા મળ્યા હતા. તેમજ સીજી રોડ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેના કારણે સીજી રોડ પર ચાલતા આવતા લોકોની અવરજવર વધતા વાહનોની અવરજવર બંધ કરાવવામાં આવી છે. સમગ્ર સીજી રોડ ઉપર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા સીજી રોડ ઉપર ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું હતું. સીજી રોડ ઉપર આવેલ મ્યુનિસિપલ માર્કેટમાં પણ લોકોની ભીડ જોવા મળી હતી.

સુરતમાં નવા વર્ષની ઉજવણીમાં ડીજેના તાલે લોકો ઝૂમ્યા
વર્ષ 2022ને વિદાય આપવા અને નવા વર્ષનું સ્વાગત કરવા સુરતમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાર્ટી પ્લોટ, કલબો સહિતની જગ્યાઓ પર ડીજે પાર્ટી સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો ડીજેના તાલે ઝુમી નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. સુરતના રી બાઉન્સ ખાતે 31stની પાર્ટીમાં લોકો ઉત્સાહ ભેર ઝૂમ્યા હતા.

ગ્રુપ બનાવી યુવા ડીજે પર ઝૂમ્યા
શહેરમાં નવા વર્ષની ઉજવણીનો માહોલ બરોબર જામ્યો હતો. ભારે ઉત્સાહ સાથે લોકો મનમુકીને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. સુરતના વેસુ ખાતે આવેલા રીબાઉન્સ ગેમ ઝોન ક્લબ ખાતે 31stની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. અહી મોટી સંખ્યામાં સુરતના લોકો ઉજવણીમાં જોડાયા હતા. યુવા યુવતીઓ ગ્રુપ બનાવી આ પાર્ટીમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે કોરોનાને લઈને તહેવારોની ઉજવણી થઇ શકી ન હતી. પરંતુ હવે નિયંત્રણો હળવા થતા મોટી સંખ્યામાં લોકો થર્ટી ફસ્ટની ઉજવણીના આયોજનમાં પહોચ્યા હતા. ખાસ કરીને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ડીજેના તાલે યુવાનો ઝૂમી રહ્યા છે અને નવા વર્ષનું સ્વાગત કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે…

ડિજે તાલે ઝુમ્યા લોકો, રાજકોટમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી | DJ Tale Jhumya Loko, Rajkot celebrates New Year with a bang

રાજકોટ33 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે થર્ટી ફર્સ્ટ મનાવવા મળી છે, ત્યારે ભારે ઉત્સાહ સાથે લોકો દ્વારા 31 ડીસેમ્બરની ઉજવણી ધામ ધુમથી કરવામાં આવી રહી છે. 2023ની સાલનું વેલકમ કરવા રંગીલા રાજકોટમાં લોકો કલબમાં ડીજે ના તાલે ઝૂમતા નજરે ચડ્યા. ભારે ભીડ વચ્ચે લોકો કલબમાં 31 ડિસેમ્બર ની ઉજવણી કરી છે. રાજકોટ સહિત વિવિધ શહેરોના પાર્ટી પ્લોટ, કલબો સહિતની જગ્યાઓ પર થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇ ડીજે પાર્ટી સહિતનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્ષ 2022ને વિદાય આપવા અને નવા વર્ષનું સ્વાગત કરવા રાજકોટમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં ઉજવણી કરાવામાં આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાર્ટી પ્લોટ, કલબો સહિતની જગ્યાઓ પર ડીજે પાર્ટી સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો ડીજેના તાલે ઝુમી નવા વર્ષનું સ્વાગત કરી રહ્યા છે. લોકો કલબો પાર્ટીમાં લોકો ઉત્સાહ ભેર ઝૂમ્યા.

કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં વર્ષ 2022ને વિદાય આપવા અને નવા વર્ષના વધામણા કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત વિવિધ શહેરોના પાર્ટી પ્લોટ, કલબો સહિતની જગ્યાઓ પર થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇ ડીજે પાર્ટી સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો ડીજેના તાલે ઝુમી નવા વર્ષનું સ્વાગત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

નવા વર્ષની ઉજવણી શરુ, પાર્ટી પ્લોટ, કલબોમાં ઉજવણીઓમાં લોકો મસગુલ, ડીજે ના તાલે લોકો ઝૂમ્યા | New Year celebrations have started, party plots, celebrations in clubs, people flocked to the tunes of DJs.

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક

વીતેલા વર્ષ 2022ને વિદાય આપવા અને નવા વર્ષનું સ્વાગત કરવા સુરતમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં ઉજવણી શરુ થઇ ગઇ છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાર્ટી પ્લોટ,ક્લબ સહિતની જગ્યાઓ પર ડીજે પાર્ટી સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો ડીજેના તાલે ઝુમી નવા વર્ષનું સ્વાગત કરી રહ્યા છે. સુરતના રી બાઉન્સ ખાતે 31st ની પાર્ટીમાં લોકો ઉત્સાહ ભેર ઝૂમ્યા.

31st ની સુરતમાં ઉત્સાહ ભેર ઉજવણી
સુરતમાં નવા વર્ષની ઉજવણી શરુ થઇ ગયી છે. યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત શ્હેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા પાર્ટી પ્લોટ, ક્લબ સહિતની જગ્યાઓ પર વિવિધ આયોજનો કરાયા છે. ડીજે અને ફિલ્મી ગીતો પર સુરતીઓ પરિવાર તથા મિત્રો સાથે ઉજવણી કરી રહ્યા છે.

સુરતીઓ પરિવાર તથા મિત્રો સાથે ઉજવણી કરી

સુરતીઓ પરિવાર તથા મિત્રો સાથે ઉજવણી કરી

ગ્રુપ બનાવી યુવા ડીજે પર ઝૂમ્યા
શહેરમાં નવા વર્ષની ઉજવણીનો માહોલ બરોબર જામ્યો છે. ભારે ઉત્સાહ સાથે લોકો મનમુકીને નવા વર્ષનું સ્વાગત કરી રહ્યા છે.સુરતના વેસુ ખાતે આવેલા રીબાઉન્સ ગેમ ઝોન ક્લબ ખાતે 31 st ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.અહી મોટી સંખ્યામાં સુરતના લોકો ઉજવણીમાં જોડાયા હતા.યુવા યુવતીઓ ગ્રુપ બનાવી આ પાર્ટીમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે કોરોનાને લઈને તહેવારોની ઉજવણી થઇ શકી ન હતી પરંતુ હવે નિયંત્રણો હળવા થતા મોટી સંખ્યામાં લોકો થર્ટી ફસ્ટની ઉજવણીના આયોજનમાં પહોચ્યા છે. ખાસ કરીને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડીજેના તાલે યુવાનો ઝૂમી રહ્યા છે અને નવા વર્ષનું સ્વાગત કરી રહ્યા છે.

યુવા યુવતીઓ ગ્રુપ બનાવી પાર્ટીમાં જોડાયા

યુવા યુવતીઓ ગ્રુપ બનાવી પાર્ટીમાં જોડાયા

પોલીસ પણ ખાસ નજર રાખી રહી છે
બીજી તરફ સુરત શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત પોલીસ પણ એલર્ટ છે.સુરત પોલીસ દ્વારા શહેરના એન્ટ્રી એક્ઝીટ પોઈન્ટ તેમજ ડુમસ, પીપલોદ સહિતના વિસ્તારોમાં પોલીસની ટીમ તૈનાત છે. પોલીસ દ્વારા બ્રીથ એનેલાઇઝર મશીન તેમજ એન્ટી ડ્રગ્સ કીટ દ્વારા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ ફાર્મ હાઉસમાં પાર્ટીઓ થતી હોય છે ત્યારે ફાર્મ હાઉસમાં થતી દારૂ પાર્ટીઓ પર પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. તેમજ પાર્ટીઓમાં મહિલાની છેડતીઓના બનાવો ન બને તે માટે પોલીસની શી ટીમ પણ એલર્ટ છે. શી ટીમ દ્વારા સાદા કપડામાં રહીને વોચ રાખવામાં આવી રહી છે.

31st ની પાર્ટીમાં લોકો ઉત્સાહ ભેર ઝૂમ્યા

31st ની પાર્ટીમાં લોકો ઉત્સાહ ભેર ઝૂમ્યા

અન્ય સમાચારો પણ છે…