- Gujarati News
- Local
- Gujarat
- Anand
- Anand ‘does Often Look At Mobile Phones’? By Saying That, The Mother Scolded The Girl And Committed Suicide By Hanging Herself At Home
આણંદ16 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
આણંદ શહેર નજીકના હાડગુડ ગામે રહેતી 17 વર્ષિય કિશોરીને વારંવાર મોબાઇલ જોવાની ટેવ હતી. જે અંગે માતાએ તેને ઠપકો આપી મોબાઇલ મુકી દેવાનું કહેતાં તેને લાગી આવ્યું હતું અને ઘરમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે આણંદ શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઠપકો આપતા દીકરીને લાગી આવ્યું હતું
આણંદના હાડગુડ ગામમાં આવેલા અજમતપુરામાં રહેતા આલીશાબહેન નફીસભાઈ (ઉ.વ.17) રાત્રિના વારંવાર મોબાઇલ ફોન જોતી હતી. આથી, તેની માતાએ તેને ઠપકો આપ્યો હતો. શું વારંવાર મોબાઇલ ફોન જોયા કરે છે ? જેથી આલિશાને લાગી આવ્યું હતું અને ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બાબતે પરિવારજનોને જાણ થતાં તેઓ ચોંકી ગયાં હતાં. આ અંગે શહેર પોલીસને જાણ કરતાં તાત્કાલિક ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને ઉતારી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજની યુવા પેઢીને મોબાઇલનું વળગણ વધી ગયું છે. ખાસ કરીને લોકડાઉન દરમિયાન ઓનલાઇન એજ્યુકેશન બાદ ટીનએજરમાં મોબાઇલની લત વધી છે. આ સ્થિતિમાં હાડગુડનો કિસ્સો લાલબત્તો કિસ્સો સમાન બની ગયો છે.






















ડીસામાં એકલવ્ય યુવા સંગઠન દ્વારા છેલ્લા ઘણા સમયથી અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે.ત્યારે 2023ના નવા વર્ષની શરૂઆત થતા એકલવ્ય ગ્રુપ દ્વારા લોકોની મદદ કરવા બ્લડ કેમ્પ યોજાયો. છેલ્લા 5 વર્ષથી આગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરાય છે.





108 ambulances: રોજ 3485 અને પ્રતિ ક્લાક 145 જેટલા દર્દીઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇમરજન્સી સ્વાસ્થ્ય સેવા પહોંચતી કરવામાં આવી










