ચોટીલાના 2 અને ધારાડુંગરી ગામના 1 શખ્સે 40 બાઇકોની ચોરી કરી હતી
જિલ્લામાં બાઇક ચોરીના ગુનાઓને અટકાવવા માટે પોલીસે રીઠા ગુનેગારો સામે ગેંગ કેસ કરવાનું અભિયાન હાથ ધર્યુ છે. જેમાં ચોટીલામાં રહેતા 2 શખ્સો અને સાયલાના ધારાડુંગરી ગામનો 1 એક કુલ મળીને 3 આરોપીઓએ 40 થી વધુ બાઇકની ચોરી કરી હતી. આ ત્રીપુટી સામે પોલીસે સાયલા પોલીસ મથકે ગેંગ કેસ દાખલ કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી, જોરાવરનગર, ચોટીલા સહિતના સ્થળોની સાથે રાજકોટ, જસદણ, વાકાનેર, ધ્રોલ, વિરમગામ, ધંધુકા , વલસાડ, ચીખલી, ભરૂચ અને સેલવાસ સહિતના જુદા જુદા સ્થળોએ બાઇકની ચોરી કરીને ચોટીલામાં રહેતા સિરાજ ઉર્ફે ચીન્ટુ મનુભાઇ કાપડીયા અને રાજુ મોહનભાઇ ગીલાણીએ તરખાટ મચાવી દીધો હતો.આ ચોરેલા બાઇક તે ચોટીલાના ધારાડુંગરી ગામે રહેતા રામસીંગ જકશીભાઇ બોહકીયાને વેચવા માટે આપતા હતા. 2020 અને 2021ના વર્ષમાં તરખાટ મચાવનાર આ ગેંગને જિલ્લાની પોલીસે પકડી લીધા હતા.
ત્યારે રેંજ આઇજી અશોકકુમાર યાદવની સુચનાથી ડીએસપી હરેશકુમાર દૂધાતના માર્ગદર્શનથી બાઇક ચોરીના ગુનાઓ સાથે સંડોવાયેલા શખ્સો સામે જિલ્લા એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી તથા તેમની ટીમ દ્વારા કડા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ ત્રીપુટી સામે પોલીસ ગેંગ કેસ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી સિરાજ અને રાજુ બંને રાજયના અલગ અલગ સ્થળોએ પહેલા બાઇકની રેકી કરતા હતા. જેમાં ખાસ કરીને બસસ્ટેશન,હોસ્પીટલ સહિતના જાહેર સ્થળોએ જઇને દુપ્લીકેટ ચાવીને મદદથી બાઇકની ચોરી કરતા હતા. અને તે બાઇક વેચવા માટે રામસીંગને આપતા હતા. પોલીસે આ જે આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે તેમણે અગાઉ 21 બાઇક ચોરીની પણ કબુલાત કરી હતી.આ કેસની વધુ તપાસ સાયલા પોલીસ ચલાવી રહી છે.
સાંજના સમયે રોડ વચ્ચે બાઈક રાખી છરીની અણીએ બનાવને આપ્યો અંજામ
માંડવીના હોલસેલના વેપારીની ગાડીને રોકી મોટી મઉ નજીક અજાણ્યા શખ્સોએ રૂપિયા 80 હાજાર લૂંટી લીધા હતા. માંડવીના બાગ ગામના ફરિયાદી ભાવિનભાઈ મણિશંકર નાકરે ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ કરતા જણાવ્યું કે માંડવીના શેઠ ગીરીશ મારાજની મહિન્દ્રા જીતો ગાડી લઇ બપોરના સમયે બાગ ગામના સમીરભાઈ સુમરા સાથે ગઢશીશા અને મઉં વિસ્તારમાં ફેરી કરવા નીકળ્યા હતા.
સાંજે સાડા છ વાગ્યાના અરસામાં મોટી મઉં ગામથી દેવપર જવા નીકળ્યા હતા.એ દરમિયાન દેવપર રોડ પર બે બાઈક ઉભા રાખી ચાર લોકો મોઢા પર રૂમાલ બાંધી ઉભા હતા. ફરિયાદીની ગાડી રોકાવી આરોપીઓએ છરીની અણીએ પર્સમાં રાખેલ રૂપિયા 80,351 ની લૂંટ કરી અજાણ્યા ઈસમો બાઈક લઇ કોટડા ગામ તરફ નાસી ગયા હતા. .બનાવને પગલે ગઢશીશા પોલીસે અજાણ્યા ચાર ઈસમો વિરુધ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
ભુજ નગરપાલિકાએ સરકારની નલ સે જલ યોજના હેઠળ કામગીરી આરંભી
ભુજ નગરપાલિકાઅે ગુજરાત સરકારની નલ સે જલ યોજના હેઠળ પાણી સંગ્રહના ટાંકા અને ફિલ્ટર પ્લાન્ટ બનાવવાના ટેન્ડર બહાર પાડ્યા હતા, જેમાં ટેન્ડર ખૂલ્યા બાદ વર્ક અોર્ડર પણ અપાઈ ગયા છે, જેથી હવે દરરોજ નળ વાટે પીવાનું પાણી અાવવાના દિવસો બહુ નજીક અાવી ગયા છે.
નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરે જણાવ્યું હતું કે, 46 લાખ રૂપિયાના ખર્ચે ડી.પી.અાર. બનાવી જી.યુ.ડી.સી.ને મોકલ્યા હતા, જેમાં સુરલભીટ, અાત્મારામ સર્કલ, ભુજીયાની તળેટી, વાલદાસનગર, પ્રમુખ સ્વામી નગરમાં 10થી 75 લાખ લિટર સંગ્રહ શક્તિના અન્ડર ગ્રાઉન્ટ સમ્પ, અોવરહેડ ટાંકા, વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ, પાણીની લાઈનો, પમ્પિંગ મશીનરી વગેરેના કામોનો સમાવેશ કરવામાં અાવ્યો છે. જેમણે વહીવટી મંજુરી અાપી દીધી હતી, જેથી અોન લાઈન ટેન્ડર બહાર પાડ્યા હતા અને વર્ક અોર્ડર પણ અપાઈ ગયા છે. અામ ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે. ત્યારબાદ દરરોજ નળ વાટે પીવાનું પાણી પહોંચાડવાનું સંભવ થઈ જશે.
વર્ષ 2051માં 4.47 લાખની વસતીની ગણતરીઅે ભુજ નગરપાલિકાના પ્રમુખ ઉપરાંત કારોબારી ચેરમેન જગત વ્યાસ અને તત્કાલિન મુખ્ય અધિકારીઅે ઈજનેરોને સાથે રાખીને 2021ના વર્ષના જૂન જુલાઈ માસમાં નલ સે જલ યોજનાનો લાભ લેવા કામગીરી શરૂ કરી હતી, જેમાં વર્ષ 2051માં શહેરની 4.47 લાખ માનવ વસતીનો અંદાજ બાંધીને પ્રત્યેક વ્યક્તિઅે દૈનિક 140 લિટર પાણીના વપરાશની જરૂરિયાત નજરે દરરોજ કુલ 73.59 અેમ.અેલ.ડી. પાણીની ખપતનું તારણ કાઢ્યું હતું. જે જરૂરિયાત પૂરી કરવા પાણી સંગ્રહ માટે 47.50 કરોડ રૂપિયાની અાવશ્યકતાની દરખાસ્ત ગુજરાત સરકારને મોકલી હતી.
હાલ 9.85 અેમ.અેલ.ડી. પાણી સ્ટોરેજ ક્ષમતાની ઘટ વર્ષ 2021માં દરખાસ્ત મોકલતી વખતે 2.50 લાખ માનવ વસ્તીની દૃષ્ટિઅે 9.85 અેમ.અેલ.ડી. પાણી સ્ટોરેજ ક્ષમતાની ઘટ હતી. જે ઘટ ભવિષ્યમાં 4.47 લાખ માનવ વસતીની નજરે 32.06 અેમ.અેલ.ડી. ઉપર પહોંચી જાય અેમ છે. જે નિવારવા વ્યાયામ અાદરાયો હતો.
તાજેતરમાં ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણીઓ પૂર્ણ થઈ અને ભાજપે 156 સીટ સાથે સરકાર પણ બનાવી લીધી છે. તેમજ 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી અને મંત્રીઓએ શપથ લીધા બાદ કામગીરી પણ શરૂ કરી દીધી છે. ભૂપેન્દ્ર પટેલના આ મંત્રી મંડળમાં ઘણાં નવા ચહેરાઓ પણ સામેલ છે અને તેઓ પહેલીવાર જ મંત્રી બન્યા છે. મોટાભાગના મંત્રીઓ ધારાસભ્ય તરીકે તો જાણીતા જ હતા. પરંતુ એક મંત્રી એવા છે જેઓ પહેલા ધારાસભ્ય પણ નહોતા. પરંતુ આ વખતે પહેલીવાર ધારાસભ્ય બન્યા છે અને તેમને સીધું જ મંત્રીપદ પણ મળી ગયું છે. તેઓ 27 વર્ષથી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા હતા પણ ક્યારેય નસીબે તેમને સાથ આપ્યો નહોતો. પરંતુ આ વખતે તેઓ ધારાસભ્ય બનવામાં સફળ તો રહ્યા તેમને મંત્રીપદ પણ નસીબ થયું. આમ અત્યારસુધી કમનસીબીનો સામનો કરી રહેલા આ મંત્રીના નસીબ ઉઘડી ગયા છે. આ મંત્રી એટલે બીજું કોઈ નહીં પણ મોડાસા સીટથી ચૂંટણી જીતેલા ભીખુસિંહ પરમાર છે. દિવ્ય ભાસ્કરે ભીખુસિંહ સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી હતી. જેમાં તેમની જિંદગીમાં આવેલા ઉતાર ચઢાવ તથા કેવા કેવા સંઘર્ષ કરવા પડ્યા તે અંગે વિસ્તારથી જણાવ્યું હતું.
ત્રીજા ધોરણમાં જ આવ્યો જિંદગીનો ટર્નિંગ પોઇન્ટ સામાજિક ન્યાય અને અધિકારીતા તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી એવા ભીખુસિંહ પરમારની જિંદગી રોલર કોસ્ટર રાઈડ રહી છે. તેઓ 1995થી 2017 સુધીમાં 4 વિધાનસભા ચૂંટણી લડ્યા પણ એકેયવાર જીતી શક્યા નહોતા. ધો.3થી 8માં સ્કૂલ મોનિટરથી નેતાગીરીની શરૂઆત કરનારા ભીખુસિંહે 1978માં ગુજરાત એસ.ટી.ની સાફ સફાઈ કરવાથી કરિયરનો પ્રારંભ કર્યો હતો. તેમજ સરપંચ હોવાછતાં 3 ફેબ્રુઆરી 1978ના રોજ હેલ્પર તરીકે સરકારી બસોમાં સાફ સફાઈ કરવાની કામગીરી શરૂ કરી હતી. આ નોકરી તેમણે 1981માં છોડી દીધી નોકરી છોડ્યા બાદ તેઓ માઈનિંગમાં લેબર તરીકે કામ કરવા લાગ્યા હતા. આમ તેમણે એક સામાન્ય શ્રમિકથી લઈ મંત્રી બનવા સુધી સંઘર્ષ જ કર્યો, પરંતુ ક્યારેય હાર ન માની અને અંતે સફળતા પણ મળી.
ભીખુસિંહના પરિવારમાં કોણ કોણ છે? ભીખુસિંહે પરિવાર અને અભ્યાસ અંગે જણાવ્યું કે, મારો જન્મ, 1 જૂન, 1954માં થયો હતો. જ્યારે મેં 1974માં ઓલ્ડ એસ.એસ.સી પાસ કર્યું હતું. મેં ધોરણ 9માં સ્કૂલ છોડી દીધી હતી. પરંતુ સ્કૂલમાં વિદ્યાર્થી ઘટતા હોવાથી મારા શિક્ષકે મન ફરી ભણવા બેસાડ્યો હતો. તેમજ પરિવારની વાત કરું તો મારા પરિવારમાં બે દીકરા અને બે દીકરી છે. આ ચારેયના લગ્ન થઈ ચૂક્યા છે, તેમજ ચારેયને એક દીકરો અને એક દીકરી એમ બે બે સંતાનો છે.
ઓલ્ડ એસ.સી.સી. પાસ કર્યા પછી ભણવાની ઇચ્છા હોવાછતાં આર્થિક સ્થિતિ નબળી હોવાની કારણે હું આગળ ભણી શક્યો નહીં. ઓલ્ડ એસ.એસ.એસ.સી પાસ કર્યા પછી મેં ભાગમાં જમીન વાવવા રાખીને ખેતી કરવાનું શરૂ કર્યું હતું.
નાની ઉંમરમાં જ ગામના આગેવાનોએ જોઇ લીધું હતું ભીખુસિંહનું ભવિષ્ય રાજકીય સફર કેવી રીતે શરૂ થઈ? તેના સવાલના જવાબમાં મંત્રી ભીખુસિંહે કહ્યું કે, મારું કોઈ રાજકીય બેકગ્રાઉન્ડ જ નહોતું અને મારાથી જ રાજકારણની શરૂઆત થઈ હતી. ગામમાં ચૂંટણી આવી ત્યારે ગામના આગેવાનોને લાગ્યું કે આ છોકરો સારો છે, અને નાની ઉંમરમાં લોકોએ કંઈક મારું ભવિષ્ય જોયું હશે, એટલે ત્રણેય ગામના લોકોએ કહ્યું કે, આને સરપંચ બનાવો. તે સમયે ગ્રૂપ પંચાયત હતી. હું 1977માં જીતપુર ગ્રામ પંચાયતનો હું બિનહરિફ ગ્રૂપ સરપંચ બન્યો અને મારી રાજકીય સફરની શરૂઆત કરી હતી.
કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું પણ તત્કાલીન વડાપ્રધાને ટિકિટ કાપી નાંખી તમારે 27 વર્ષ બાદ પહેલીવાર વિધાનસભા સુધી પહોંચવામાં કેવી કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો? તે અંગે કોંગ્રેસના જૂથવાદ અંગે ખુલાસો કરતા જણાવ્યું કે, 1995માં કોંગ્રેસે મને ટિકિટ આપી હતી. દિલ્હીથી પાર્લામેન્ટ્રી બોર્ડે જાહેર કરી હતી અને અહેમદ પટેલે પણ મને સૂચના આપી કે ભીખુસિંહ તને ટિકિટ આપી છે, તું ફોર્મ ભરી દે. અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ કનુકાકાએ પણ મને ફોન કરી કહી દીધું કે ભીખુસિંહ તને ટિકિટ મળી છે ફોર્મ ભરી દે. મેં 2000 કાર્યકરો સાથે ફોર્મ પણ ભરી દીધું. એ વખતે કોંગ્રેસે પોલિસી બનાવી હતી કે, સિટીંગ ધારાસભ્યને જ ટિકિટ આપવી. તો એક માત્ર મોડાસાના સિટીંગને ટિકિટ ન આપી અને મને આપી. જેથી મારો કેસ નરસિંહ રાવ(તત્કાલીન વડાપ્રધાન) સુધી પહોંચ્યો અને આ કેસ લઈને ઉર્મિલાબેન પટેલ દિલ્હી ગયા અને નરસિંહ રાવને કહ્યું કે, પાર્ટી પોલિસી મુજબ સિટીંગ ધારાસભ્યને ટિકિટ આપવી તો મોડસામાં કેમ નથી આપી? ત્યાર બાદ GPCCના તે સમયના પ્રમુખ પ્રબોધ રાવળને ફરી દિલ્હી બોલાવાયા અને નરસિંહ રાવે પૂછ્યું કે, પાર્ટી પોલિસીમાં શું છે? તો કહ્યું કે અમે હરિભાઈ જીતી શકે એમ ન હોવાથી તેમને ટિકિટ નથી, આ છોકરો જીતી શકે તેમ છે. તો નરસિંહ રાવે કહ્યું કે, ટિકિટ હરિભાઈને આપી દો ભલે સીટ ન આવે. એટલે મને મેન્ડેટ ન આપ્યો અને મેન્ડેટ ન આપ્યો એટલે મારે અપક્ષ લડવું પડ્યું. એ વખતે કોંગ્રેસના ઉમેદવારને 11000 મત મળ્યા અને મને 13000 મત મળ્યા હતા(આ સીટ ભાજપના ઉમેદવાર જીત્યા હતા).
રાજકીય લાગવગમાં ભીખુસિંહની રાજકીય કરિયર રોળાતી રહી તમને 1995થી 2017 સુધી કેમ જીત ન મળી? આ અંગે કોંગ્રેસમાં સ્થાનિક અને રાજ્યકક્ષાએ ચાલતી રાજ રમત ખુલ્લી પાડતા તેમણે કહ્યું કે, 1995 પછી 1998માં ચૂંટણી આવી, પણ એ વખતે મેં ટિકિટ ન માગી. હું પાર્ટીમાં તો પાછો આવી ગયો હતો. મને બક્ષીપંચના મોરચાનો પ્રમુખ બનાવ્યો હતો. 2002માં મેં ટિકિટ માગી, બે નામ દિલ્હી ગયા હતા અને જેને ટિકિટ મળી એ તો કોંગ્રેસના પ્રાથમિક સભ્ય જ નહોતા. પરંતુ તેમની વગને કારણે તેમને ટિકિટ મળી, એટલે પાછો અપક્ષ તરીકે ઉભો રહ્યો એ વખતે મને લગભગ 19000 મત મળ્યા. એ પછી 2007ની વાત આવી અને ત્યારે પણ મારું નામ આવ્યું. તે સમયે મધુસુદન મિસ્ત્રી સંસદસભ્ય હતા. તેમની સાથે મારે થોડા વૈચારિક મતભેદ થયા, એટલે એમા પણ વગને કારણે મને ટિકિટ ન આપી, એટલે ફરી પાછો અપક્ષ ઉભો રહ્યો અને કોંગ્રેસ દર વખતે હારી. પરંતુ હું ઉભો રહેતો હતો એટલે ભાજપ જીતતો હતો. 2007માં જ્યારે ટિકિટ ન આપી એટલે મેં 2008માં ભાજપમાં જોડાયો. 2012માં પાછી ચૂંટણી આવી પણ ભાજપે ટિકિટ ન આપે, અને ટિકિટ ન આપે એ સ્વભાવિક હતું કે ન જ આપે. ત્યાર બાદ 2017માં ચૂંટણી આવી અને ભાજપે મને ટિકિટ આપી, આ ચૂંટણીમાં મારી 1640 મતે હાર થઈ અને 2022માં ભાજપે મારી ફરીથી પસંદગી કરી અને આ વખતે હું 35000 મતે જીત્યો. હું પરમાત્મા, અમિતભાઈ અને મોદી સાહેબની કૃપાથી મંત્રીપદ મળ્યું.
આ કારણે પરિવાર પાસે 45 વર્ષથી છે સરપંચ પદ સતત હાર થતી હતી ત્યારે આ સ્થિતિમાં કોણ તમને પ્રોત્સાહન આપતું કોઈ એવી કઈ ઘટના કે વ્યક્તિ પ્રેરણારૂપ બન્યા? જેના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ કહ્યું કે, મને કોઈની પ્રેરણા મળી નથી. સ્વયંભૂ જે વિચારો જાગ્યા એ મારા વિચારોથી જ કામ કર્યું છે, મને કોઈ સપોર્ટ નહીં, કારણ કે મારી આર્થિક સ્થિતિ પણ ખૂબ ખરાબ હતી. પરંતુ જ્યારે હું વ્યવસાયમાં જોડાયો એ વ્યવસાયમાં મારે ખર્ચ પણ વધુ કરવા પડતા નથી. હું લોક સેવક તરીકે રહ્યો એટલે લોકોએ મને પસંદ કર્યો. આજે 45 વર્ષથી સરપંચનું પદ જાળવી રાખવું(હાલ તેમના દીકરા સરપંચ છે) એ લોકસભા, વિધાનસભા, જિલ્લા પંચાયત કરતા પણ મુશ્કેલ છે, કારણ કે એક ટર્મ, બે ટર્મ જીતો એટલે ઘણા પ્રશ્નો ઉભા થતા હોય છે. અમારે કોઈ પાસે રૂપિયા કમાવવાના નથી, અમારી આવી છાપ કે માત્ર સેવા કરવી. હું સરપંચ બન્યો ત્યારે મારી પાસે ટ્રેક્ટર હતું, તો કોઈની ડિલિવરીમાં મારું ટ્રેક્ટર મોકલતો અને ડિઝલના પૈસા પણ લેતો નહીં. અમે નાની નાની સેવા કરી, એના કારણે ધીરેધીરે લોકચાહના વધતી ગઈ. આ વખતે મને 35000 મતની લીડ, અમારા ભાજપના દિલીપસિંહને 6 વખત ટિકિટ મળી હતી તેમને છેલ્લામાં છેલ્લી 23000ની લીડ મળી હતી.
હારવા છતાં ભાજપે આ કારણે ટિકિટ આપી તમે સતત હાર્યા હોવાછતાં ભાજપે તમારા પર કેમ વિશ્વાસ મૂક્યો? આ સવાલના જવાબમાં ભાજપમાં ટિકિટ આપવાના ધારાધોરણો અંગે વાત કરતા કહ્યું કે, આ પાર્ટીમાં કોંગ્રેસ જેવું નથી. બધા સમીકરણો જોવામાં આવે છે, સાથે સાથે લોકચાહના કેટલી છે એના વિવિધ રિપોર્ટ પણ જોવામાં આવે છે. અમારા ઉપરના નેતાઓ આ બધું જોતા જ હોય છે. કોઈ લાગવગ કરીને ટિકિટ લઈ જાય એવું મને જરાય લાગતું નથી. નિરિક્ષકો આવ્યા અને જે અપક્ષેતો હતા એ બધાનો અભિપ્રાય લીધો, એમાથી 80 ટકાએ મારી ફેવર કરી અને એ રિપોર્ટમાંથી પાર્ટીએ મારી બીજીવાર પસંદગી કરી.
રાજકીય ગુરુ સાથેનો એ જંગનો એક મત અને ભીખુસિંહ રાજકીય ગરુ અને તેમની સાથે આગળ જતા થયેલી રાજકીય લડાઈ અંગે ભીખુસિંહ પરમારે કહ્યું કે, મારા રાજકીય લીંબોઇના વતની એવા ગુરુ અંબાલાલ ઉપાધ્યાય હતા. તેઓ મને ગ્રામ પંચાયતના આ રાજકારણમાં લાવ્યા હતા. તેઓ મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખ હતા, સહકારી ક્ષેત્રમાં હતા. તેમજ ઘણી બધી એપીએમસીના ચેરમેન અને મોડાસાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા હતા. થોડા સમય પહેલા જ તેમનું અવસાન થયું. કેટલીક નીતિઓને કારણે 1994માં અમે બન્ને સાબર ડેરીની સામ સામે ચૂંટણી લડ્યા. એ ચૂંટણીમાં અંબાલાલ ઉપાધ્યાય હારી ગયા અને બીજીવાર પણ તેઓ સાબર ડેરીમાં મારી સામે ચૂંટણી લડ્યા અને એ વખતે પણ હારી ગયા. ત્યાર પછી એપીએમસીના ચેરમેન પદેથી પણ મેં તેમને હટાવ્યા, 80ના દાયકામાં થયેલી એ ચૂંટણીમાં કુલ 17 મત હતા. જેમાંથી અંબાલાલ ઉપાધ્યાયને 8 અને છગનભાઈને 8 મત મળ્યા, પણ મારો એક મત બાકી હતો. જેથી અંબાલાલે આ મત લેવા ખૂબ પ્રયાસો કર્યા, પરંતુ મેં છગનભાઈને મત આપ્યો અને તેઓ ચેરમેન બની ગયા. જ્યારે હું વાઇસ ચેરમેન બની ગયો.
મારી અને એમની કેટલીક નીતિમાં ફેર હતો. એમની નીતિ એવી હતી કે અમુક વર્ગના લોકોને આગળ ન આવવા દેવા. માત્ર સરપંચ કે તાલુકા પંચાયત સુધી આ પૂરતા છે. પરંતુ મારામાં એમણે કેટલાક લક્ષણો જોયા હશે કે, આ છોકરાને વધુ ઉંચકીશ તો મને પાછળ રાખી દેશે, અને એવું જ થયું.
મંત્રીપદ સંભાળ્યા બાદ પરિવાર અને મુખ્યમંત્રી સાથે ભીખુસિંહ પરમાર.
દિગ્ગજ કોંગ્રેસી નેતાની જૂથબંધીને કારણે ક્યારેય ટિકિટ જ ન મળી 27 વર્ષ સુધી સફળતા ન મળી તો ક્યારેય નાસીપાસ ન થયા? તે અંગે ન્યાય અને કર્તવ્યની વાત કરતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ કહ્યું કે, મને એવું ક્યારેય લાગ્યું જ નથી. હું હાર્યો પણ એવું લાગતું જ નહોતું, દિલથી એમ જ થતું કે હું મારું કર્તવ્ય નિભાવ્યે જ જાવ છું. મને અન્યાય થતો હતો એટલે લડતો હતો, મને કોઈ એવી અપેક્ષા નહીં કે આમ કરી જ નાંખવું. હું ન્યાય માગતો હતો, કોંગ્રેસ પાર્ટી કેમ ટિકિટ નહોતી આપતી? મારો ગુનો શું? બધા જ રિપોર્ટ મારા પોઝિટિવ જાય અને અહેમદ પટેલ મારી ટિકિટ કાપી નાંખે. કારણ કે હું ઇર્શાદ મિર્ઝાનો માણસ એટલે અહેમદ પટેલ મારા નામ પર તુરંત ચોકડી મારી દે. ગુજરાતમાં અમરસિંહ ચૌધરી અને માધવસિંહ સોલંકી એમ બે ગ્રુપ. હું માધવસિંહના ગ્રુપનો માણસ એટલે અમરસિંહ ગ્રુપ કાતર મૂકી દે.
તમારો સમય વેડફાયો હોય એવું લાગે છે? આ સવાલનો જવાબ આપતા ભીખુસિંહે કહ્યું કે, હા મારો સમય વેડફાયો હોય એવું ચોક્કસ લાગે છે, કારણ કે જો 1995માં હું ધારાસભ્ય બન્યો હોત તો અને મારી જુવાની હતી અને ઉમંગ હતો. આજે પણ એટલો જ ઉમંગ છે પણ ઉંમર તો કારણ રહેવાનું જ છે.
અરવલ્લી જિલ્લા માટે શું શું કરશે? અરવલ્લી જિલ્લાને પહેલીવાર મંત્રીપદ મળ્યું છે તો તમે શું શું કામ કરશો? ભીખુસિંહે મેડિકલ કોલેજથી લઈ ઉદ્યોગો લાવવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, લોકશાહી આવ્યા બાદ પહેલીવાર મંત્રીપદ મળ્યું છે. આ વખતે ધારાસભ્ય બન્યા પછી અને હું ચૂંટણી પ્રચારમાં હતો ત્યારે મેં મતદારોને કહ્યું હતું કે, મારું પહેલું કામ મોડાસા ખાતે યુનિવર્સિટી સ્થાપાઈ એ મારી પ્રાથમિકતા હશે અને બીજું કામ સિવિલ, તેનું કામ શરૂ થઈ ગયું છે પણ ઝડપથી પૂરું થાય એ મારા પ્રયાસો હશે. જ્યારે મોડાસા એજ્યુકેશનનું હબ હોવાથી મોડાસા ખાતે મેડિકલ કોલેજ સ્થપાય. ચોથા નંબરમાં બક્ષીપંચની વસ્તી હોવાથી લોકોને વધુ રોજગારી મળે એ માટે ઉદ્યોગો પણ આવે એ મારી પ્રાયોરિટી છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની સાથે ભીખુસિંહ પરમાર.
એક ફિલ્મ અને ભીખુસિંહનું મંત્રાલય તમને જે વિભાગ મળ્યા છે એમાં કેવા કેવા કામ કરવાના છો? માણસની જરૂરિયાતોને લઈ એક ફિલ્મનું ઉદાહરણ ટાંકતા ભીખુસિંહે કહ્યું કે, મને જે વિભાગ મળ્યા છે એ વિભાગ જોગાનુજોગ અન્ન અને પુરવઠો પહેલું પિક્ચર જોયું હતું એમાં માણસની પહેલામાં પહેલી જરૂરિયાત રોટી, કપડાં ઔર મકાન એમાં રોટી મારા ભાગે આવી, જ્યારે બીજો વિભાગ સામાજિક ન્યાય અને અધિકારીતા એમા નબળા વર્ગના લોકોને કેવી રીતે મદદરૂપ આપણે બનીએ. મને આ બન્ને વિભાગથી પ્રજાની સેવા કરવાની તક મળી છે.
અધિકારીઓ સાથે કામગીરીના પ્રારંભ અંગે ચર્ચા કરી રહેલા મંત્રી ભીખુસિંહ પરમાર.
પાંચ વિધાનસભા ચૂંટણી લડ્યા ને માત્ર એક જ વાર જીત્યા ભીખુસિંહ અત્યારસુધીમાં પાંચવાર વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે અને 4 ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેઓ પહેલીવાર 1995માં મોડાસા સીટ પરથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા, ભાજપ તથા બસપા બાદ 13,041 મત મેળવીને ત્રીજા નંબરે રહ્યા હતા. જ્યારે 2002માં તેઓ ફરી અપક્ષ ચૂંટણી લડ્યા અને 17,596 મત સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. 2007માં તેઓ બસપામાંથી ચૂંટણીજંગમાં ઊતર્યા, પરંતુ તેમને માત્ર 7,696 મત જ મળ્યા. 2017માં મોડાસા સીટ પરથી ભાજપે ટિકિટ આપી હતી, પરંતુ 1640 મતથી વિજય દૂર રહી ગયો. આ વખતે ભાજપે ફરી તેમને ટિકિટ આપી અને પહેલીવાર જીતીને વિધાનસભામાં પહોંચ્યા અને મંત્રીપદ પણ મળ્યું.
વેરાવળ સિન્ધી મર્ચન્ટ એસો. સંગઠનની રચના 2019માં અલગ અલગ વ્યવસાય ધરાવતા જેમ કે અનાજ કરીયાણા, ગારમેન્ટ, ફરસાણ, કાપડ, બેકર્સ, ટોબેકો, મોબાઈલ શોપ, પ્રોવીઝન, ફુટવેર, કન્ફેન્સરી, શાકભાજી, રેશનીંગ, ચા, સાબુ- પાવડર, બિલ્ડર, ટ્રાવેલ્સ, રેસ્ટોરન્ટ, હોટેલ, ઈલેક્ટ્રીક, કન્ઝ્યુમર, ગીફ્ટ આર્ટીકલ, જવેલર્સ, ડોક્ટર, ચા સ્ટોલ, પાન સ્ટોલ સહિતના વેપારીઓ એક જ પ્લેટફોર્મ હેઠળ સંગઠીત થાય એ હેતુથી કરવામાં આવી હતી.
વર્ષ 2023-24ના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યોની નિમણુક માટે સંગઠનની મિટિંગ યોજાઈ હતી. જેમાં સભ્યોની ઉપસ્થિતિમાં પ્રમુખ ચંદ્રકાંત ક્રિષ્નાણી (સિકે), મહામંત્રી મનોજભાઈ નાજકાણી, ઉપપ્રમુખ લાલુભાઈ માખેચા અને મુરલીભાઈ સોનૈયા,ખજાનચી કેશુભાઈ ભંભાણી, સહમંત્રી લક્ષ્મણભાઈ ચંદનાણી અને હરીશભાઈ રામાણી તેમજ સંગઠન મંત્રી સુરેશભાઈ કાંજાણીની નિમણુક કરાઈ હતી. કાર્યક્રમના અંતે સમાજ શૈક્ષણીક, આર્થિક, ધાર્મિક, રાજકીય તેમજ વેપાર ક્ષેત્રે એકતાની સાથે પ્રગતિનાં પંથે આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી અને સંગઠનમાં સમાજના વિકાસ માટેના એજન્ડા નક્કી કરી વિચાર વિમર્શ કરાયો હતો.} તસવીર -તુલસી કારીયા
The Gruesome Death Of A Young Man Who Was Strangulated With A Chinese Cord On The First Day Of The Year In Vadodara, All The Veins In The Neck Were Cut With The Cord.
વડોદરાએક કલાક પહેલા
વડોદરામાં નવા વર્ષની શરૂઆત અકસ્માતનો ઘટનાઓથી થઇ છે. ગત મોડી રાત્રે 1 વાગ્યે ફતેગંજ બ્રિજ પરથી બાઇકસવાર બે યુવકો નીચે પટકાતા તેમના મોત નિપજ્યા હતા. ત્યારે શહેરમાં આર.વી દેસાઈ રોડ પર નવા વર્ષના પ્રથમ દિવસે જ પતંગની દોરી વાગતા બાઈકસવાર યુવકનું ગળું કપાતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
નવાપુરા પોલીસ સ્ટેશન નજીકની ઘટના રવિવાર સાંજે સાડા છ વાગ્યે રાહુલ બાથમ નામનો 30 વર્ષિય યુવક કામ અર્થે આર.વી. દેસાઇ રોડ પર નિકળ્યો હતો. દરમિયાન નવાપુરા પોલીસ સ્ટેશન નજીક બાઇકસવાર રાહુલ બાથમના ગળામાં પતંગની દોરી આવી જતાં તેના ગળા પર ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી સારવાર માટે તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
ગળાની નસો કપાઇ ગઇ રાહુલ બાથમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો ત્યારે ખૂબ જ લોહી વહી રહ્યું હતુ. ડોક્ટર્સ દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી હતી. પરંતુ ગળાની નસો કપાઇ જતાં અને લોહી વહી જતાં તેનું મોત નિપજ્યું હતું. જેથી પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
મૃતક દંતેશ્વર વિસ્તારનો રહેવાસી પતંગની દોરીથી ગળું કપાતા કરૂણ મોતને ભેટેલ યુવક રાહુલ બાથમ વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલ ભાથીજી પાર્કનો રહેવાસી છે. તે કામ અર્થે આર.વી.દેસાઇ રોડ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક તેના ગળામાં દોરી વાગી હતી અને તેનું મોત નિપજ્યું છે.
ઉત્તરાયણને હજુ 14 દિવસ બાકી ઉત્તરાણયણ 14મી જાન્યુઆરીએ છે અને પર્વને હજું 14 દિવસ બાકી છે ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે પતંગની દોરીથી યુવકનું મોત થયું છે. ત્યારે શહેરીજનોએ અને ખાસ બાઇકસવાર માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. માણસોની સાથે સાથે પક્ષીઓ માટે પણ પતંગનો દોરો જીવલેણ સાબિત થઇ રહ્યો છે.
ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છતાં વેચાણ ચાઇનીઝ દોરી જીવલેણ હોવાથી તેના પર સરકારે પ્રતિબંધ મુક્યો છે. છતાં તેનું વેચાણ થઇ રહ્યું છે. ત્રણ દિવસ પહેલા જ વડોદરાના ગોરવા વિસ્તારમાં બોરીયા તળાવ પાસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા શકીલહુસેન હબીબભાઈ પરમાર (રહે. કરોડિયા રોડ)ને પોલીસે 49 રીલ સાથે ઝડપી પાડી રૂ.9,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણયમનું આજે વડોદરા ખાતે નિધન થયું છે. તેઓ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. ઉલ્લેખનીય છે કે, મંજુલા સુબ્રમણ્યમ 1972ની બેચના IAS અધિકારી હતા. તેઓએ વર્ષ 2008માં નિવૃત્ત થયા બાદ અનેક પદો ઉપર ફરજ બજાવી હતી. મંજુલા સુબ્રમણ્યમના નિધનથી અધિકારીઓમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.
વડોદરામાં જૈનોની મહારેલી નીકળશે જૈનોના અતિ પવિત્ર ગણાતા શત્રુંજય તીર્થ અને સમેત શિખર પર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર અને તીર્થની પવિત્રતાને ખંડીત કરવા તથા તોડફોડ કરવામાં આવી રહી છે. તેના વિરોધ માટે વડોદરા જૈન સમાજના શ્વેતામ્બર દિગંબર સ્થાનકવાસી તથા તેરાપંથી બધા ભેગા મળીને સોમવારે બીજી તારીખે એક વિરાટ રેલી યોજવાના છે. જે સંવારે 9:30 વાગે માંડવી રોડ શત્રુંજય તીર્થાવતાર પ્રાસાદ જિનાલયથી નીકળી અમદાવાદી પોળ ટાવર થઈ કલેકટર કચેરીએ પહોંચશે તેમ સમસ્ત જૈન સંઘના પ્રમુખ રોહિત ભાવસાર તથા ઉપપ્રમુખ પ્રકાશ શાહે જણાવ્યું હતું.
અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે, શત્રુંજય તીર્થમાં આ તોડફોડ કરનાર તથા ગેરકાયદે ખનન કરનારને પકડી સરકાર તેઓને પાસામાં ફીટ કરી અસામાજિક તત્વોને કાબૂમાં લેવામાં આવે તેવી લાગણી અને માંગણી છે.
રાજકોટઃ હવે રાજકોટમાં પણ સિંહની ડણક સાંભળવા મળશે. સમગ્ર એશિયામાં સિંહ જોવા હોય તો માત્ર ગુજરાતના જૂનાગઢમાં આવેલા સાસણ ગીર અભયારણ્યમાં જ જોઈ શકાય છે. જો કે, હવે ગુજરાતના રાજકોટ જિલ્લામાં પણ સિંહનું નિવાસસ્થાન બનાવવામાં આવી રહ્યુ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, જેતપુર, જસદણ અને માંડા ડુંગર સિંહની નવી ટેરેટરી જાહેર થાય તેવી શક્યતાઓ છે. જો આ વિસ્તાર સિંહની ટેરીટરી જાહેર થાય તો રાજકોટમાં સિંહની સંભળાઈ શકે છે.
સિંહ ટેરેટરી વધારવાની શક્યતા
ગીરની બહાર પણ સિંહની ડણક સાંભળવા મળશે. ગીર અભયારણ્યની જેમ સૌરાષ્ટ્રના બીજા સ્થળોએ પણ સિંહદર્શનનો લ્હાવો મળે તેવી શક્યતા છે. સિંહ માટે હવે રાજકોટના માંડા ડુંગર વિસ્તાર અને આસપાસના જસદણ સુધીના ડુંગરાળ અને જંગલ વિસ્તારની અંદર રહેવા મળી શકે છે. બાબરાથી જેતપુર વચ્ચેના જંગલ વિસ્તારમાં પણ સિંહની ડણક સાંભળવા મળી શકે છે. આ વિસ્તાર સિંહની ટેરેટરી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
‘સિંહ સાથે રહેવા ટેવાવું પડશે’
આમ તો, ગીર અને બૃહદ્ ગીરનો આખો વિસ્તાર ગીરનાં જંગલથી લઈને ચોટીલા ડુંગર સુધીનો માનવામાં આવે છે. રાજકોટમાં કાર્યરત અને વરિષ્ઠ વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફર તેમજ વાઈલ્ડ લાઈફ સ્ટેટ બોર્ડના પૂર્વ સદસ્ય ભૂષણભાઈ પંડ્યાએ જણાવ્યુ હતુ કે, ‘સિંહનું ઘર માત્ર ગીર નથી, પરંતુ સિંહો બૃહદ ગીર એટલે આજના ચોટીલા સુધી સૌરાષ્ટ્રમાં વિહાર કરતા હતા. શિયાળામાં અચૂક સિંહ પોતાના ક્ષેત્ર સુધી આવતા રહ્યા છે. રાજકોટના માંડા ડુંગર અને જસદણ તેમજ જેતપુર જંગલ વિસ્તાર સુધી લાયન ટેરીટરી થઈ શકે છે. જે સિંહ માટે અનુકૂળ છે. સિંહ સાથે રહેવા માટે ટેવાવું પડશે. સિંહ માનવ ઉપર ક્યારેય હિંસક નથી બન્યાં કે હુમલા નથી કર્યા. પ્રવાસીઓ માટે જ નહી પરંતુ સિંહ સંવર્ધન માટે પણ આ જરૂરી છે.’
તમારા શહેરમાંથી (રાજકોટ)
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
વડોદરાની યુવતીની સગાઈ થતાં તેને બદનામ કરવા પૂર્વ પ્રેમીએ તેના નામનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેમાં યુવતીના ફોટા પોસ્ટ કર્યા હતા. જેની જાણ થતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે સુરતના યુવકની ધરપકડ કરી છે.
સોશિયલ મીડિયા પર મેઘાના નામનું બોગસ એકાઉન્ટ વડોદરા વાઘોડિયા રોડ પર રહેતી યુવતીની 6 મહિના પહેલાં સગાઈ થઈ હતી. જ્યારે તેનો પૂર્વ બોયફ્રેન્ડ યુવતીનું સોશિયલ મીડિયા પર બોગસ એકાઉન્ટ બનાવીને તેના ફોટા પોસ્ટ કરતો હતો અને તેના સંબંધીને પણ મોકલતો હતો. યુવતીને આ વિશે જાણ થતાં તેણે તપાસ કરતાં સમગ્ર પ્રકરણ પાછળ પૂર્વ બોયફ્રેન્ડ હોવાની જાણ થતાં તેણે અમિતકુમાર વિનોદસિંઘ (હાલ રહે. અડાજણ, સુરત. મૂળ રહે. સુગી, જિલ્લો ગયા, બિહાર) વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
એક સાથે અભ્યાસ કરતાં હોવાથી મિત્રતા ગાઢ બની વાઘોડિયા રોડ પર રહેતી મેઘા (નામ બદલ્યું છે) 2019માં સાપુતારા ખાતે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરતી હતી અને ત્યાં અભ્યાસ દરમિયાન યુવક સાથે પરિચયમાં આવી હતી. બંને એક સાથે અભ્યાસ કરતાં હોવાને કારણે મિત્રતા ગાઢ બની હતી અને પ્રેમમાં ફેરવાઈ હતી. બે વર્ષના પ્રેમ સંબંધ બાદ મેઘા અને અમિતે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જોકે, મેઘાના પરિવારને મંજૂર ન હોવાને કારણે તેણે અમિત સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.
મેઘાની સગાઈની જાણ થતાં અમિતને માઠું લાગ્યું આ દરમિયાન 6 મહિના પહેલાં જ મેઘાની સગાઈ કરવામાં આવી હતી, જેની જાણ અમિતને થઈ હતી. આ વાતથી અમિતને માઠું લાગી આવ્યું હતું અને તેણે સોશિયલ મીડિયા પર મેઘાના નામનું બોગસ એકાઉન્ટ બનાવ્યું હતું. તેમાં તે નિયમિત મેઘાના ફોટા પોસ્ટ કરતો હતો અને તેના પરિવારજનોને પણ મોકલતો હતો. આ અંગે મેઘાએ તપાસ કરતાં જાણ થઈ હતી કે, આ એકાઉન્ટ અમિતે બનાવ્યું છે અને તે જ ફોટા પોસ્ટ કરી રહ્યો છે. જે બાદ તેણીએ અમિત વિરુદ્ધ વડોદરા સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
મેઘાના પરિવારે અગાઉ અમિતને સમજાવ્યો મેઘાએ પરિવારને અમિત વિશે જણાવતાં પરિવારે સગપણ વિશે ના પાડી હતી, છતાં તે મેઘાને ફોન કર્યા કરતો હતો. જેથી મેઘાનો પરિવાર સુરત ગયો અને અમિતને સમજાવ્યો હતો કે, આ સગપણ શક્ય નથી. પરિવારે અમિત પાસેથી લેખિતમાં પણ લીધું હતું કે, તે હવે મેઘાને હેરાન નહીં કરે. જોકે, તેને મેઘાની સગાઈની જાણ થતાં તેણે હેરાનગતિ શરૂ કરી હતી.
આરોપી અમિતની ધરપકડ મેઘાએ વડોદરા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અમિતકુમાર વિનોદસિંઘની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
આજથી અંગ્રેજી કેલેન્ડર મુજબ નવું વર્ષ શરૂ થયું છે. 2023ના વર્ષનો પ્રથમ દિવસ છે. આજે પહેલી જાન્યુઆરીના દિવસે નવા વર્ષની ઉજવણી થતી હોય છે. તેવામાં લોકો વિવિધ ફરવા લાયક સ્થળો પર ફરવા માટે જતા હોય છે. તેવામાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર રૈયોલી ખાતે આવેલું વિશ્વનું ત્રીજા નંબરનું ડાયનોસોર પાર્ક કે જ્યાં નવા વર્ષના પ્રથમ દિવસે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
ભુપેન્દ્ર પટેલે ડાયનોસોર ફોસીલ પાર્ક ફેસ 2નું ઉદ્ઘાટન કર્યું હતું બાલાસિનોર તાલુકામાં આવેલા રૈયોલી ગામે સરકાર દ્વારા ડાયનોસોર ફોસીલ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા આ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્યના હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ડાયનોસોર ફોસીલ પાર્કના ફેસ 2નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અહીંયા ફરવા આવતા લોકો ડાયનોસોરનું વીશાળકાય સ્ટેચ્યુ, હાડપિંજર તેમજ 5D ફિલ્મ દ્વારા ડાયનોસોર વિશે દર્શાવતી માહિતી જોવા મળે છે.
અમદાવાદ: ‘મા તે મા બીજા બધા વગડાના વા’ અને ‘જનનીની જોડ સખી નહીં જોડે રે લોલ’ સહીતની અનેક કહેવતો મા માટે કહેવામાં આવી છે. પોતે ભૂખી સુઇને દિકરાના મોઢામાં કોળિયા મુકવાની વાતો નવી નથી. પરંતુ આ તમામ કહેવાતોને નિરર્થક સાબિત કરતો કિસ્સો શહેરની સિવિલ હોસ્પિટલમાં બન્યો છે. જ્યાં માત્ર ત્રણ માસની બાળકીના સારવાર માટે આવેલ માતાએ બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકી દઇને હત્યા કરી દીધી છે. બાદમાં આ જ માતાએ બાળકી ગુમ થઇ હોવાની જાહેરાત કરી હતી. પરંતુ સીસીટીવી કેમેરાના કારણે તે માતાની કરતુતોનો પર્દાફાશ થઈ ગયો છે. પોલીસએ આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
માતા બની પોતાની દીકરીની હત્યારી
આણંદ વિસ્તારમાં રહેતા યુવકે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, તેની 2 માસ 25 દિવસની દીકરી જન્મની સાથે જ બીમાર રહેતી હતી. પ્રથમ તેને વડોદરા ખાતેની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં 24 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવી અને ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. બાળકીના જન્મ સમયે તે ખરાબ પાણી પી ગઇ હોવાથી તેની તબિયત ખરાબ થઇ હોવાનું ફરજ પરના ડોક્ટરએ જણાવ્યું હતું. જો કે બાળકીની તબિયતમાં સુધારો આવતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.આ પણ વાંચો: તાળા-ચાવી બનાવનાર પાસે દાંતનું ચોકઠું ફીટ કરાવ્યું
હોસ્પિટલ માતાએ પોતાની દીકરીને ત્રીજા માળેથી ફેકી દીધી
ઉલ્લખનીય છે કે, 14મી ડિસેમ્બરના દિવસે બાળકીનું આતરડું બહાર આવી જતાં તેને તાત્કાલિક સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે વધુ સારવારની જરૂર હોવાથી ફરજ પરના ડોક્ટરએ તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવા માટે કહ્યું હતું. જેથી તેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. 1200 બેડની હોસ્પિટલમાં ત્રીજા માળે બાળકીને દાખલ કરવામાં આવેલ હતી. જેની પાસે તેની માતા રહેતી હતી. સવારે જ્યારે ફરિયાદી પ્રતિક્ષા કક્ષમાં સુતા હતાં ત્યારે તેની પત્ની આવી અને બાળકી મળતી ન હોવાની જાહેરાત કરી હતી. જો કે ફરિયાદીએ પણ આસપાસમાં તપાસ કરી હતી. પરંતુ બાળકી મળી આવી ના હતી.
આથી આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસએ સીસીટીવી કેમેરાની મદદથી બાળકી શોધવા માટેની તજવીજ શરૂ કરી હતી. પરંતુ તેમાં આ બાળકીને તેની માતા જ વહેલી સવારે લગભગ સવા ચારેક વાગ્યાની આસપાસ વોર્ડની બહાર લઇ આવીને ગેલેરીમાં પિલ્લર પાસે ઉભી રહેલ જોવા મળી હતી. જો કે થોડી વાર બાદ તે ખાલી હાથે વોર્ડમાં પરત જતી જોવા મળી હતી. જેથી પોલીસે બાળકીની માતાની પૂછપરછ શરૂ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતુ કે બાળકી જન્મથી જ બીમાર રહેતી હોવાથી તેણે જાતે જ બાળકીને ગેલેરીમાંથી નીચે ફેંકી દીધેલ છે. પોલીસે ઘટનાસ્થળે જઇ તપાસ કરતાં બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. જે અંગે પોલીસએ હત્યાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર