Tuesday, January 3, 2023

અમદાવાદ પરિણીતાએ પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીના થોડા વર્ષ પહેલા જ આણંદ ખાતે રહેતા એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ આ યુવતીએ પતિના ફોનમાં કોઇ છોકરીનો ફોન આવ્યો હોવાનું જાણતા તેણે તેના પતિને તે બાબતે પૂછ્યું હતું. જેથી પતિ આવેશમાં આવી ગયો હતો. જોકે યુવતીને જાણ થઇ કે, તેમના નિકાહ પહેલા જ પતિને તે છોકરી સાથે પ્રેમ સંબંધ હતો. આ ફરિયાદ યુવતીને તેની સાસુને કરતા તેની સાસુએ ઉડાઉ જવાબ આપીને મારો દીકરો દિવસમાં 10 છોકરીઓ સાથે સૂતો હોય પણ રાત્રે તો તારી પાસે આવે છે ને કહીને દીકરાનો પક્ષ લીધો હતો. બાદમાં પતિ ને નણંદ ભેગા મળી દહેજ માંગી યુવતીને માર મારી ત્રાસ આપતા અને પતિએ પણ ત્રણ વાર તલાક કહી દેતા આખરે મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે તપાસ શરૂ કરી છે.

હાલ, અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતીના લગ્ન આણંદ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. વર્ષ 2022 માં મુસ્લિમ રિવાજ મુજબ આ યુવતીના લગ્ન થયા બાદ તે તેના સાસરે રહેવા ગઈ હતી. લગ્નના બે દિવસ બાદ તેના પતિના ફોન ઉપર એક છોકરીનો ફોન આવ્યો હતો. જે બાબતે યુવતીએ તેના પતિને પૂછતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. બાદમાં જાણવા મળ્યું કે તેના પતિને લગ્ન પહેલેથી જ તે છોકરી સાથે પ્રેમ સંબંધ હતો. જે બાબતે યુવતીએ તેની સાસુને ફરિયાદ કરતા સાસુએ કહ્યું કે ‘મારો દીકરો દિવસમાં 10 છોકરીઓ સાથે સૂતો હોય પણ રાત્રે તો તારી પાસે આવે છે ને’ તેમ કહી તેમના દીકરાનું ઉપરાણું લઇ યુવતી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.

આ પણ વાંચો: તબીબે બાળકીને કાર નીચે કચડી નાંખી, મોત થયું

થોડા દિવસ બાદ યુવતીની નણંદ કે જે સાસરીમાંથી રિસાઈને આવી હતી તે તમામ લોકોએ ભેગા મળી ઘરકામ બાબતે યુવતી સાથે બબાલ કરી તેને માર્યો હતો અને દહેજમાં કંઈ લાવી નથી અમે અમારી દીકરીઓને કેટલું બધું આપ્યું છે તેમ કહી દસ લાખ રૂપિયા લઈ આવવા માંગણી કરી હતી.

યુવતીએ દહેજ લાવવાની ના પાડતા તેનો પતિ આવેશમાં આવી ગયો હતો અને માર મારવા લાગ્યો હતો. જેમાં તેની નણંદ પણ સામેલ હતી અને બંને હાથ નણંદે પકડી રાખતા તેના પતિએ તેને માર મારી મૌખિક ત્રણ વાર તલાક તલાક તલાક બોલીને ઘરમાંથી કાઢી મૂકી હતી.

સમગ્ર બાબતને લઈને યુવતીના પતિએ અમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. પરંતુ યુવતીએ હિંમત એક કરીને સમગ્ર બાબતને લઈને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Kaushal Pancholi

First published:

Tags: અમદાવાદ, ગુજરાત

Rajkot: આલે, લે...રંગીલા રાજકોટમાં મળે છે રમ-વ્હીસ્કી કેન્ડી, ભરશિયાળે લોકો ખાવા તૂટી પડે છે!

Mustufa Lakdawala,Rajkot : રાજકોટ એટલે રંગીલુ રાજકોટ.ખાવા-પીવાનું હરવા-ફરવાનું અને મજા કરવાની.શિયાળો હોય કે ઉનાળો હોય કે પછી હોય ચોમાસુ.દરેક સિઝનનો સારી રીતે લાભ ઉઠાવે તે રાજકોટીયન.એવામાં જો આઈસક્રીમની વાત આવે તો લોકો અહિંયા શિયાળો છે કે ઉનાળો કે પછી ચોમાસુ નથી જોતા. પણ નામ પડે એટલે ખાઈ લેવાનું.

અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ઠંડી પણ કડકડતી પડી રહી છે. તો પણ રાજકોટીયન આઈસક્રીમ ખાવાનું ભુલતા નથી. એવામાં રાજકોટમાં એક નવા જ પ્રકારની કેન્ડીએ ધુમ મચાવી છે.આ કેન્ડીનું નામ છે રમ એન્ડ વિસકી.

અંકિત ખંઢેરીયાએ જણાવ્યું હતું કે મે સાંભળ્યું કે બાલાજી ડ્રાયફ્રુટમાં એક કેન્ડી નવી આવી છે. જેનું નામ રમ અને વિસકી છે. જે નામ મે પહેલીવાર સાંભળ્યું છે. ગુજરાતમાં આ પહેલીવાર સાંભળવા મળ્યું.અહિંયાની બધી જ કેન્ડી ખુબ જ સરસ છે. અહિંયાની સિતાફળ કેન્ડી પણ ખુબ જ સરસ છે.રમ એન્ડ વિસકી કેન્ડી પણ ખુબ જ સારી છે.

અહિંયા શિખંડ કેન્ડી પણ ખુબ જ જોરદાર આવે છે.. જે પણ ખાઈ તે આંગળા ચાટતા રહી જાય તેવી છે.અહિંયા તમે કોઈ પણ કેન્ડી લ્યો  તેનો સ્વાદ જ લાજવાબ છે.

રમ એન્ડ વિસકી.નામની કેન્ડી બનાવતા અને બાલાજીના ઓનર મયંકભાઈએ જણાવ્યું હતું કે અમારી પાસે 11 ફ્લેવર છે.જેમાં માવા મલાઈ, સિતાફળ, ગુલકંદ, ગ્વાલા, રમ એન્ડ વિસકી, ડ્રાયફ્રુટ, શિખંડ, ક્રીમ કેરેમલ, ચોકો સહિત અનેક કેન્ડી મળે છે.

રમ એન્ડ વિસકી.કેન્ડી વિશે જણાવતા તેમને કહ્યું કે આમાં ફ્લેવર રમ એન્ડ વિસકીનો આવે છે.આ નોન આલ્કોહોલિક છે. અત્યારે અમને રાજકોટનો મોટો સપોર્ટ છે. ઠંડીની સિઝનમાં પણ લોકો કેન્ડી ખાવા માટે આવે છે. અમારી પાસે કેન્ડીમાં સિઝનલ ગાજર હલવો પણ છે.

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Vijaysinh Parmar

First published:

Tags: Local 18, રાજકોટ

વડોદરામાં પાર્ક કરતાંની સાથે જ કાર ભડકે બળી, કારચાલકનો જીવ સહેજમાં જ બચી ગયો | Car burst into flames as soon as it was parked in Vadodara, driver's life saved

વડોદરાએક મિનિટ પહેલા

વડોદરા શહેરના સરદાર એસ્ટેટ પાસે આજે સવારે એક કાર પાર્ક થતાંની સાથે જ એમાં આગ ફાટી નીકળી હતી. કારમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે ફાયરબ્રિગેડ પહોંચે ત્યાં સુધીમાં તો એ આગની લપેટમાં આવી ગઈ હતી, જેમાં કારચાલકનો સહેજમાં બચાવ થયો હતો.

આખી કાર ભડકે બળી
વડોદરાના સરદાર એસ્ટેટ પાસે આજે એક કારચાલક પોતાની કાર લઈને આવ્યો હતો અને એને ઊભી રાખી નીચે ઊતર્યો હતો. જેવો કારચાલક કારમાંથી નીચે ઊતર્યો કે કારમાં આગ લાગી ગઈ હતી અને સમગ્ર કાર ભડકે બળી હતી. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં તેનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો તેમજ કારમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી.

પાર્ક કરેલી કારમાં આગ ભભૂકી ઊઠી હતી.

પાર્ક કરેલી કારમાં આગ ભભૂકી ઊઠી હતી.

હું કારમાંથી ઊતર્યો ને આગ ભભૂકી ઊઠી
ઘટના અંગે કારચાલક લોકેશ શર્માએ દિવ્ય ભાસ્કર સાથેની વાતમાં જણાવ્યું હતું કે આ કાર મારા મિત્રની છે અને હું એને સર્વિસ માટે શોરૂમમાં લઈ જઈ રહ્યો હતો. ગઈકાલે ઓડિશા પાસેની hyundai i10 કારને ગઈકાલે અકસ્માત થયો હતો, જેથી એનો ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરીને એને સર્વિસ માટે શો-રૂમમાં મૂકવાની હતી. શો-રૂમના કર્મચારી કાર લેવા આવવાના હતા.

કારચાલકનો સહેજમાં બચાવ થયો હતો.

કારચાલકનો સહેજમાં બચાવ થયો હતો.

પરંતુ તેઓ મોડે સુધી આવ્યા ન હતા, તેથી હું મારા મિત્રની કારને લઈને શો-રૂમમાં લઈ જઈ રહ્યો હતો, ત્યારે સરદાર એસ્ટેટ પાસે આવતાં મને પાણીની તરસ લાગતાં હું કાર થોભાવીને પાણી લેવા માટે કારમાંથી નીચે ઊતર્યો હતો. હું જેવો કારમાંથી નીચે ઊતરીને પાણી લેવા ગયો કે કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી અને એણે સમગ્ર કારને લપેટામાં લઈ લીધી.

ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી.

ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી.

ફાયરબ્રિગેડે આગ કાબૂમાં લીધી
કારમાં આગ લાગતાં ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેથી તેનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કારમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી.

સરદાર એસ્ટેટ પાસે આજે સવારે એક કાર પાર્ક થતાંની સાથે જ એમાં ફાટી નીકળી હતી.

સરદાર એસ્ટેટ પાસે આજે સવારે એક કાર પાર્ક થતાંની સાથે જ એમાં ફાટી નીકળી હતી.

રવિવારે બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી હતી
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં વિશ્વાસ કોલોનીમાં આવેલા ટોટલ હેલ્થ સ્ટુડિયોમાં આગ ફાટી નીકળી હતી. મીટરમાં લાગેલી આગ જોતજોતાંમાં બિલ્ડિંગના પાંચમા માળ સુધી પ્રસરી ગઈ હતી, જેને પગલે બિલ્ડિંગમાં દોડધામ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. મીટરમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. આગના બનાવને પગલે આસપાસના રહીશોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં.

કારનો આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો.

કારનો આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો.

પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી
ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. શરૂઆતમાં આગ મીટરમાં લાગી હતી, પરંતુ ધીમે ધીમે આગ બિલ્ડિંગના પાંચમા માળ સુધી ફેલાઈ ગઈ હતી. જોકે ફાયરબ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ફાયરબ્રિગેડની ટીમે ફાયરસેફ્ટીની સુવિધા અંગે પણ તપાસ શરૂ કરી હતી.

આગના બનાવને પગલે આસપાસના રહીશોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં.

આગના બનાવને પગલે આસપાસના રહીશોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં.

ફાયરબ્રિગેડ પહોંચે ત્યાં સુધીમાં તો આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી.

ફાયરબ્રિગેડ પહોંચે ત્યાં સુધીમાં તો આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે…

‘ઓથોરિટી કહે છે તમે સહન કરો, તમારી આગળની જિંદગીનો ભાગ છે, રેગિંગની કોઈ ફરિયાદ કરે તો ભવિષ્યમાં વેર વાળે છે’ | BJ Medical ragging case: Authority says bear with it, it's part of your future life

અમદાવાદએક કલાક પહેલાલેખક: આનંદ મોદી

પ્રતિકાત્મક તસવીર અને ઇન્સેટમાં રેગિંગ પીડિતો માટે લડી રહેલા ડો.મૌલિક ઠક્કર.

થોડા દિવસ પહેલા અમદાવાદની બી.જે. મેડિકલમાં અભ્યાસ કરતા ઓર્થોપેડિકના રેસિડેન્ટ ડોક્ટર સાથે રેગિંગની ઘટના બની હતી. ત્રણ સિનિયર રેસિડેન્ટ ડોક્ટરે 7 જુનિયર રેસિડેન્ટ ડોક્ટરનું રેગિંગ કર્યું હતું. એક-બે વાર નહીં, પરંતુ સિનિયર્સ દ્વારા અવાર નવાર જુનિયર ડોક્ટરને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. બે વિદ્યાર્થીને ગાલ ઉપર સતત તમાચા મારવાના કારણે કાનમાં બહેરાશ આવી હતી. આ બાબતે કોલેજની એન્ટિ રેગિંગ કમિટીએ પીડિત વિદ્યાર્થીઓ સહિત 42 જેટલા લોકોના નિવેદન લીધા હતા અને કસૂરવાર ત્રણ સિનિયર વિદ્યાર્થી પૈકી બેને ત્રણ સેમેસ્ટર અને એકને બે સેમેસ્ટર માટે સસ્પેન્ડ કર્યા હતા.

આ ઘટનાના પાંચ-છ દિવસમાં જ સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગ બાદ ડેન્ટલ વિભાગમાં રેગિંગની ઘટના સામે આવી હતી. ગત અઠવાડિયે ડેન્ટલ વિભાગના પહેલા વર્ષની મહિલા તબીબ હોસ્ટેલમાં બર્થડે સેલિબ્રેશન કરી રહી હતી. ત્યારે ત્રીજા વર્ષના 2 મહિલા સહિત 3 તબીબોએ તેમને રોક્યા હતા અને તેમને હેરાન કરવાનું ચાલુ કર્યુ હતું. અવારનવાર સિનિયર તબીબ દ્વારા જુનિયર તબીબોને હેરાન કરવામાં આવતા હતા.

‘આ મામલો મીડિયામાં કેમ લાવ્યા તે અંગે 6 ડોક્ટરને ધમકાવ્યા’
બી.જે.મેડિકલની રેગિંગની ઘટના મામલે મેડિકલના વિદ્યાર્થીઓ માટે કામ કરતા ડૉ. મૌલિક ઠક્કર તાત્કાલિક રેગિંગનો ભોગ બનેલા 6 રેસિડેન્ટ ડોક્ટરને મળ્યા હતા. રેસિડેન્ટ ડોક્ટરે તેમના થયેલા અત્યાચાર અંગે તમામ વિગત મૌલિક ઠક્કરને જણાવી હતી. કેટલી હદ સુધી ત્રાસ આપવામાં આવતો હતો અને સહન શક્તિ તૂટતા જુનિયર ડોકટર દ્વારા સિનિયર ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ કર્યા બાદ મામલો મીડિયામાં આવતા આ મામલો મીડિયામાં કેમ લાવ્યા તે અંગે પણ બીજે મેડિકલ દ્વારા 6 ડોક્ટરને ધમકાવવામાં આવ્યા હતા.

વર્ચસ્વ જમાવવા સિનિયર્સ નાની મોટી ભૂલો બદલ અપમાનિત કરી મારતા
આ અંગે ડૉ મૌલિક ઠક્કરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચતીમાં જણાવ્યું હતું કે 6 રેસિડેન્ટ ડોક્ટરને 3 સિનિયર ડોક્ટર દ્વારા એડમિશન લીધું ત્યારથી જ હેરાન કરવામાં આવતા હતા. રેસિડેન્ટ ડૉક્ટરનું વૉર્ડમાં પોસ્ટિંગ હોય ત્યાં સિનિયર ડોક્ટર દ્વારા દર્દીઓ વચ્ચે તેમનું અપમાન કરવામાં આવતું હતું.6 જુનિયરને તેમના સિનિયર ડોક્ટર રૂમમાં બેલ્ટ, રોર, બૂટથી માર મારતા હતા તેમને સીટઅપ્સ કરાવવામાં આવતી હતી. સિનિયર ડોક્ટર પોતાનું વર્ચસ્વ જમાવવા અને જુનિયર ડોક્ટરથી થતી નાની મોટી ભૂલો બદલ તેમને અપમાનિત કરીને મારતા હતા.

સિનિયર્સે માં-બહેનની ગાળો દેતા વિભાગના વડાને ફરિયાદ કરી
આ બધાથી કંટાળીને જ્યારે 6 જુનિયર ડોક્ટરે વૉર્ડમાં જવાનું બંધ કર્યું તો સિનિયર ડોક્ટર દ્વારા જુનિયર ડોક્ટરને રાતે ફોન કરવામાં આવ્યો હતો અને ફોનમાં માં બહેનની ગાળો બોલવામાં આવી હતી. આ ફોન પણ જુનિયર ડોક્ટરે રેકોર્ડ કર્યો હતો અને માં-બહેનની ગાળો સહન ન થતા રેકોર્ડ કરેલ પુરાવા સાથે વિભાગના વડાને ફરિયાદ કરી હતી. વિભાગના વડાને આ મામલે ફરિયાદ કરવા જુનિયર ડોકટર પહોંચ્યા હતા ત્યાં પણ સિનિયર ડોક્ટર સાથે ઘર્ષણ થયું હતું.ઓર્થોપેડિક વિભાગના વડાએ આ મામલે બીજે મેડિકલની જાણ કરી હતી.

વિદ્યાર્થીઓ મીડિયા સામે આવતા પણ ડરતા હતા
બી.જે. મેડિકલમાં PGના ડાયરેક્ટર મીનાક્ષી પરીખ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવતી હતી. આ મામલો મીડિયામાં આવતા ઝડપથી તપાસ શરૂ કરવામાં આવી હતી. 28 ડિસેમ્બરે બપોરે 1 થી 4 દરમિયાન આ મામલે ભોગ બનનાર અને રેગિંગ કરનાર ડોક્ટર સહિત સંબંધિત અધિકારીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. આ નિવેદન દરમિયાન જ્યારે રેગિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા ત્યારે તેઓ મીડિયા સમક્ષ શા માટે ગયા તે અંગે તેમને સવાલ કરીને ધમકાવવામાં આવ્યા હતા જે બાદ વિદ્યાર્થીઓ મીડિયા સામે આવતા પણ ડરતા હતા.

100માંથી 95 કેસમાં કોઈ કાર્યવાહી થતી નથીઃ ડો.મૌલિક ઠક્કર
ડૉ.મૌલિક ઠક્કરે જણાવ્યું હતું કે રેગિંગ થયું હોય તે ડોક્ટર જ્યારે ફરિયાદ કરવા જાય છે ત્યારે તેમને જે તે ઓથોરિટી દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે તમે સહન કરો,આ તમારી આગળની જિંદગીનો ભાગ છે. મોટાભાગના કિસ્સામાં કાર્યવાહી થતી જ નથી. 100માંથી 95 કેસમાં કોઈ કાર્યવાહી થતી નથી જ્યારે 5 કિસ્સા જાહેર થતા તેમાં કાર્યવાહી કરવમાં આવે છે. કોલેજ કે ઇન્સ્ટિટ્યૂટ રેગિંગ પીડિતો સાથે પણ ઉભા નથી રહેતા.

‘ડરના કારણે રેગિંગ થયું હોય છતાં કોઈ ફરિયાદ કરવા જતું નથી’
તેમણે આગળ જણાવ્યું કે, તેમણે રેગિંગ થયું હોય તે ફરિયાદ કરીને આગળ જાય તો તેમને જ નુકસાન થાય છે કારણ કે તેમને સિનિયર તરફથી મદદ કરવામાં આવતી નથી. ફરિયાદ કરનારનો બોયકોટ કરવામાં આવે છે. ફરિયાદ કરનારને સર્જરી કે મેડિસિનમાં શીખવાડવામાં આવતું નથી, જેથી મોટા ભાગના કિસ્સામાં રેગિંગ થયું હોય છતાં કોઈ ફરિયાદ કરવા જતું નથી. જે બહાર આવે તેમાં નામની કાર્યવાહી કરીને ભવિષ્યમાં હેરાન કરવામાં આવે છે.

રેસિડેન્ટ ડોક્ટર જે તે વૉર્ડમાં ડ્યુટી કરતા હોય છે. આ ઉપરાંત તેમને અભ્યાસ પણ કરવાનો હોય છે તેવામાં સિનિયર તરફથી ટોર્ચર કરવામાં આવે ત્યારે અનેક ડોક્ટર હાર માની લે છે અને અંતે આત્મહત્યા તરફ વળે છે. છેલ્લા 6 મહિનામાં ગુજરાતના અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટના PGના 14 ડોક્ટરોએ આપઘાત કર્યો છે. આપઘાત માટે એક કારણ સિનિયર તરફથી કરવામાં આવતું ટોર્ચર પણ છે.

શું છે મામલો
બી.જે. મેડિકલ કોલેજમાં ભણતા ત્રણ સિનિયર વિદ્યાર્થીઓ 6 જુનિયર રેસિડન્ટને પટ્ટા, જૂતા અને પાઈપથી માર મારતા હોવાની ઘટના સામે આવી હતી. બે વિદ્યાર્થીને ગાલ ઉપર સતત તમાચા મારવાના કારણે કાનમાં બહેરાશ આવી હતી. આ બાબતે કોલેજની એન્ટિ રેગિંગ કમિટીએ પીડિત વિદ્યાર્થીઓ સહિત 42 જેટલા લોકોના નિવેદન લીધા હતા અને કસૂરવાર ત્રણ સિનિયર વિદ્યાર્થી પૈકી બેને ત્રણ સેમેસ્ટર અને એકને બે સેમેસ્ટર માટે સસ્પેન્ડ કર્યા છે. એમ.એસ. ઓર્થોપેડિક વિભાગના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા ત્રણેય વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકાયો છે. સજા દરમિયાન તેઓ પરીક્ષા આપી શકશે નહીં તેમજ થિસિસ રજૂ કરી શકશે નહીં.

રેગિંગ કેસમાં દોષિત ઠરેલા ડૉ. હર્ષ સુરેજા અને ડૉ. જયેશ ઠુમ્મર.

રેગિંગ કેસમાં દોષિત ઠરેલા ડૉ. હર્ષ સુરેજા અને ડૉ. જયેશ ઠુમ્મર.

ડૉ. જયેશ ઠુમ્મર અને ડૉ. ધવલ માકડિયા ત્રણ સેમ માટે સસ્પેન્ડ
27 ડિસેમ્બરે ફર્સ્ટ યર રેસિડન્ટ ડૉક્ટર્સ તેમના વાલી સહિત ઓર્થોપેડિક વિભાગના યુનિટ હેડ તેમજ વિભાગના વડાને મળી રેગિંગ બાબતની લેખિત ફરિયાદ કરી હતી. એચઓડી ડૉ. સોલંકીએ આ ફરિયાદને પી.જી. ડાયરેક્ટર અને ડીનને ફોરવર્ડ કરી કસૂરવાર વિદ્યાર્થીઓની તપાસ કરીને કડકમાં કડક સજા કરવા ભલામણ કરી હતી. ફરિયાદને આધારે બુધવારે બી.જે. મેડિકલ કોલેજમાં એન્ટિ રેગિંગ કમિટીના 19 પૈકી 14 સભ્યોની હાજરીમાં નિવેદનો લેવાયા હતા. નિવેદનોના અંતે કમિટી દ્વારા ડૉ. જયેશ ઠુમ્મર અને ડૉ. ધવલ માકડિયાને ત્રણ સેમેસ્ટર જ્યારે ડૉ. હર્ષ સુરેજાને બે સેમેસ્ટર માટે સસ્પેન્ડ કરવા નિર્ણય કર્યો હતો. આ રિપોર્ટ દિલ્હી મોકલાયો હતો.

પુરાવાને આધારે એકથી દોઢ વર્ષ સસ્પેન્ડ કરવાની સજા

સજા પછી હાજર થતી વખતે કેરેક્ટર સર્ટિ આપવું પડશે
એમ.એસ. ઓર્થોના ત્રણેય સસ્પેન્ડેડ સિનિયર ડૉક્ટર્સની સજા પૂરી થાય પછી હાજર થવા સમયે તેમણે કેરેક્ટર સર્ટિફિકેટ આપવું પડશે. તેમની પાસે ગુડ બિહેવિયર સર્ટિ હશે તો જ તેમને છેલ્લા સેમેસ્ટર અને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. કમિટીએ વીડિયો, ઓડિયો, તસવીરો સહિતના પૂરાવા પણ ચકાસ્યા હતા અને તેને આધારે રિપોર્ટ તૈયાર કરાયો હતો. એક વિદ્યાર્થીએ રેગિંગ કર્યું હોવાની કબૂલાત કરી ભવિષ્યમાં ભૂલ નહીં કરવાની ખાતરી આપી હતી. જ્યારે અન્ય બેએ કબૂલાત કરી ન હતી. બી જે મેડિકલ કોલેજમાં છેલ્લે 2015-16ના વર્ષમાં એક સર્જરીના ડોક્ટર સાથે રેગિંગની ઘટના બની હતી. તે ઘટનામાં રેગિંગ કરનાર ડોક્ટરને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

રેગિંગ કરનારા અને ભોગ બનેલાનાં નિવેદન લેવાયાં
બી.જે. મેડિકલના એમએસ ઓર્થોપેડિક વિભાગના ફાઈનલ યરના વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કર્યાની ફરિયાદ એચઓડી સુધી પહોંચ્યા બાદ તેમણે આ ફરિયાદ અમને પહોંચાડીને કડક કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. જેના પગલે બી.જે. મેડિકલ કોલેજના ડીન, પીજી ડાયરેકટર સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી એન્ટિ રેગિંગ કમિટીની બેઠકમાં રેગિંગ પ્રકરણ સાથે સંકળાયેલા તમામ લોકોના નિવેદનો લઈને, આવશ્યક પુરાવાઓને ધ્યાનમાં રાખીને બે વિદ્યાર્થીઓને દોઢ વર્ષ માટે જ્યારે એક વિદ્યાર્થીને એક વર્ષ માટે સસ્પેન્ડ

અન્ય સમાચારો પણ છે…

રાજકોટ: ભવ્ય હોટલમાં રોકાશે હાર્દિક પંડ્યા અને રાહુલ દ્રવિડ, આ વાનગીઓ પીરસાશે

Rajkot T20: આગામી છઠ્ઠી તારીખના રોજ ટીમ ઇન્ડિયા રાજકોટના હોટલ સયાજી ખાતે આવી પહોંચશે, કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ રાહુલ દ્રવિડને સ્પેશિયલ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમ ફાળવવામાં આવશે, જુઓ કેવી ભવ્ય છે હોટલ, જમવામાં આ કાઠીયાવાડી વાનગીઓ પીરસવામાં આવશે

નવોદય વિદ્યાલયમાં ધોરણ-6થી પ્રવેશ મેળવવા માટે આ તારીખો નોંધી લેજો

અમદાવાદઃ જે વિદ્યાર્થીઓ તેજસ્વી તારલા છે તેઓ નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરે તે માટે પસંદ કરવામાં આવતું હોય છે. ઘણાં વાલીઓ પણ પોતાના બાળકોને આ શાળામાં અભ્યાસ કરવાની તક મળે તે માટે તેમના બાળકોને તૈયાર કરતા હોય છે. આ વર્ષ માટે નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે સમિતિ દ્વારા જાહેરાત બહાર પાડી દેવામાં આવી છે. આ માટે પ્રવેશ પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી 2023 છે. navodaya.gov.in અને cbseitms.rcil.gov.in/nvs પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. વિગતે જાણો કે અહીં કોને પ્રેવશ મળી શકે છે.

શું છે નવોદય વિદ્યાલય સમિતિ?
જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે અને તેમાં ધોરણ-6થી બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. દરેક જિલ્લામાં નવોદયની એક શાળા આવેલી છે. અહીં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે અલગ હોસ્ટેલની સુવિધા મળી રહે છે. જે બાળકો આ શાળામાં પ્રવેશ મેળવવામાં સફળ થાય છે તેમને ભણતરના, હોસ્ટેલમાં રહેવાના, સ્કૂલ યુનિફોર્મ, સ્ટેશનરી સહિતના તમામ ખર્ચમાંથી મુક્તિ મળી જાય છે. આ સમિતિ દ્વારા ગામડાના અને છેવાડાના તેજસ્વી તારલાઓ સહિતના વિદ્યાર્થીઓને ઉત્તમ સગવડ પૂરી પાડવામાં આવે છે.

અભ્યાસની સાથે શારીરિક પ્રવૃત્તિઓ જેવી કે સ્પોર્ટ્સ અને ગેમ્પમાં પણ વિદ્યાર્થીઓ સારી રીતે કેળવાય તેનું પણ શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. નવોદયમાં NCC, સ્કોટ્સ અને NSS જેવી પ્રવૃત્તિઓ પણ વિદ્યાર્થીઓનો રસ કેળવવામાં આવે છે.

નવોદયમાં ભણેલા વિદ્યાર્થીઓ સતત પરિણામમાં રહે છે અગ્રેસર
* JEE Main 2022: 7585માંથી 4296 (56%) વિદ્યાર્થીઓ સફળ થયા હતા.
* JEE Advanced 2022: 3000માંથી અહીં 1010 (33.7%) વિદ્યાર્થીઓ ક્વોલિફાય કર્યું હતું.
* NEET 2022: 24807માંથી 19352 (78.0%) વિદ્યાર્થીઓએ ક્વોલિફાય કર્યું હતું.
* Best Result In Bord: ધોરણ-10 અને 12ના બોર્ડમાં અહીં ભણેલા વિદ્યાર્થીઓનું પરિણામ ટોપ પર રહેતું હોય છે. વર્ષ 2021-22માં નવોદયનું ધોરણ-10નું બોર્ડનું પરિણામ 99.71% જ્યારે ધોરણ-12નું પરિણામ 98.93% રહ્યું છે.

નવોદયમાં પ્રવેશ મેળવવા માટે શું કરવું?
જે જિલ્લામાંથી વિદ્યાર્થીએ સરકારી અથવા સરકાર માન્ય શાળામાંથી ધોરણ-5 સુધીનો અભ્યાસ કર્યો હોય તેઓ નવોદય વિદ્યાલય સમિતિમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકે છે.

જે બાળકોએ સરકારી અથવા સરકાર માન્ય શાળામાંથી ધોરણ-3 અને 4નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને તેમનો જન્મ 01/05/2011થી 30/04/2013ની વચ્ચે જન્મ થયેલો હોવો જોઈએ.

અનામતના લાભ પણ મળશે
નવોદયમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓમાં પ્રેવશમાં ગ્રામ્ય વિસ્તારના 75% વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવે છે.

સરકારી નિયમ પ્રમાણે નવોદયમાં પ્રવેશ મેળવવા માગતા SC, ST, OBC અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને અનામત આપવામાં આવે છે.

અહીં ઓછામાં ઓછી 1/3 બેઠકો વિદ્યાર્થિનીઓ માટે અનામત રાખવામાં આવે છે.

અગત્યની તારીખો નોંધી રાખજો
ખાસ કરીને જેઓ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને શાળાના ખર્ચ ઉઠાવવા માટે સક્ષમ નથી પરંતુ બાળક ભણવામાં હોંશિયાર હોય તેઓ પોતાના બાળકોને આ શાળામાં ભણાવીને તેનું ઉજવળ ભવિષ્ય બનાવી શકે છે. નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરવાની અંતિમ તારીખ 31/01/2023 છે. જ્યારે અહીં તારીખ 29/04/2023માં પ્રવેશ પરીક્ષા યોજવામાં આવશે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Tejas Jingar

First published:

Tags: Education Ministry, Government School, Gujarat Education, Higher education

Ahmedabad: On seeing the woman, the neighbor said, 'Looking at you, the door of the lift seems to be tight' - a police complaint was filed. અમદાવાદઃ મહિલાને જોઇને પાડોશી બોલ્યો, 'તમને જોઇને લિફ્ટનો દરવાજો ટાઇટ થઇ ગયો લાગે છે'

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલા તેના દીકરા સાથે રહે છે. થોડા દિવસ પહેલા તેમને કોઇ કામથી બહાર જવાનું હોવાથી તેઓ ઘરેથી નીકળીને લિફ્ટમાં પ્રવેશતા હતા, ત્યારે મહિલાએ લિફ્ટનો દરવાજો કડક છે, તેવું કહેતા તેના પાડોશી વ્યક્તિએ તમને જોઇને લિફ્ટનો દરવાજો કડક થઇ ગયો લાગે છે, તેવી બીભત્સ કોમેન્ટ કરી હતી. બાદમાં આ વ્યક્તિએ અડપલાં કરી છેડતી કરતાં સમગ્ર બાબતને લઇને મહિલાએ પોલીસને જાણ કરી હતી. જેથી હવે પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મહિલાની સમાજમાં બદનામી થાય તેવા કાવતરા પણ કર્યા હતા

શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતા 56 વર્ષીય મહિલાનો પતિ બહાર રહે છે. હાલ તે તેમના પુત્ર સાથે રહે છે અને તેની દીકરી વિદેશ ખાતે તેના પરિવાર સાથે રહે છે. તેમના પાડોશમાં રહેતા એક વ્યક્તિએ યેનકેન પ્રકારે આર્થિક ઇરાદા પાર પાડવા માટે અને રૂપિયા પડાવવા માટેના પ્રપંચ શરૂ કર્યા હતા અને તે માટે ખોટી ઉપજાવી કાઢેલી બાબતોથી મહિલાની સમાજમાં બદનામી થાય તેવા કાવતરા પણ કર્યા હતા. અવારનવાર ખોટી ઘટનાઓ ઉપજાવી કાઢી પાડોશી વ્યક્તિ આ મહિલાને તેમજ તેમના પુત્રને ધમકીની ભાષાઓ આપીને ડરાવવાનો ધમકાવવાનો પ્રયાસ કરતા હતા. થોડા દિવસો પહેલા મહિલાને ફ્લેટમાં નીચે આવવાનું હોવાથી લિફ્ટની અંદર પ્રવેશતા હતા. તે દરમિયાન પાડોશી વ્યક્તિ હાજર હતા. મહિલાએ લિફ્ટનો દરવાજો ખોલ્યો અને અવાજ આવતા દરવાજો કડક છે, તેવું મહિલા બોલતા પાડોશી વ્યક્તિએ મહિલાને જોઈને દરવાજો તમને જોઈને ટાઈટ થઈ ગયો છે, તેવી બીભત્સ કોમેન્ટ કરી હતી.

આ પણ વાંચો: લગ્નની લાલચ આપી યુવકે ગુજાર્યુ દુષ્કર્મ, તરછોડતા સગીરાએ જીવન ટૂંકાવ્યું

મહિલાનો હાથ પકડી શરીરના ભાગે હાથ નાખી છેડતી કરી

બાદમાં મહિલા લિફ્ટની અંદર ગઈ ત્યારે પાડોશી વ્યક્તિએ બીભત્સ વર્તન કરી મહિલાનો હાથ પકડી શરીરના ભાગે હાથ નાખી છેડતી કરી હતી. જેથી મહિલા ગભરાઈ ગઈ હતી અને બીજા માળે લિફ્ટ ઉભી રાખી બહાર નીકળી પોતાના ઘરે જતી રહી હતી. પાડોશી વ્યક્તિએ લિફ્ટમાં આ મહિલાને ધમકી આપી કે, આ બાબતે કોઈને જાણ કરીશ તો બદનામ કરી નાખીશ. આ ઘટના બાદ મહિલા સતત તણાવમાં રહેતી હતી. જેને લઈને થોડા સમય પછી મહિલાએ આ બાબતને લઈને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Azhar Patangwala

First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

ગેરરીતિ બદલ 13 સસ્પેન્ડ, એકને હાંકી કઢાયો, ટિકિટ વગર ફરતા 21 મુસાફરો ઝડપાયા | 13 suspended for malpractice, one expelled, 21 passengers caught roaming without tickets

રાજકોટ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

રાજકોટની સિટી બસમાં જાણે કંડકટરોએ નિયમ ભંગની નેમ લીધી હોય તેમ છાશવારે અયોગ્ય કામગીરી બદલ તેમને દંડવામાં આવે છે છતાં કંડકટરો બેદરકાર બનીને તેમના કાર્ય પ્રત્યે દુર્લક્ષતા દાખવતા રહે છે ત્યારે સિટી બસમાં મનપા દ્વારા ચેકીંગ દરમ્યાન ગેરરીતિ આચરનાર 13 કંડકટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અને એક કંડકટરને બરતરફ કરવામાં આવ્યો છે.

અલ્ટ્રામોડેન એજન્સીને રુ.5,700ની પેનલ્ટી કરાઈ
રાજકોટ રાજપથ કંપનીના રિપોર્ટમાં જણાવ્યા મુજબ તા.26-12-2022થી તા.01-01-2023 સુધીમાં 7,975 કિ.મી. ચાલેલી સિટી બસમાં 1.84 લાખ મુસાફરો ફર્યા હતા. આ બસ સેવામાં જુદી-જુદી ક્ષતિ બદલ 10,600 કિ.મી. લેખે બસ ઓપરેટર મારુતિ ટ્રાવેલ્સને 2.79 લાખનો દંડ કરવામાં આવ્યો છે તો ફેર કલેકશન કરતી રાજ અલ્ટ્રામોડેન એજન્સીને રુ.500ની પેનલ્ટી કરાઈ છે.સિટી બસમાં ટીકીટ વગર પકડાયેલા 21 મુસાફર પાસેથી રુા.2,310નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

ટાઇમ ટેબલ અધ્યતન બનશે
હાલ સિટી બસના બસ સ્ટોપ તથા પીકઅપ સ્ટોપનું જરૂરિયાત મુજબનું રીપેરીંગ તથા નાગરીકોની જાણકારી હેતું તેના પર ટાઇમ ટેબલ અધ્યતન કરવાનું કાર્ય ચાલુ છે.બીઆરટીએસ બસ સેવાની 18 બસમાં પણ 24,545 કિ.મી. ચાલેલ છે. તથા કુલ 1.96 લાખ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Jamnagar: આ ઘૂંટાની વાનગી શું છે, શિયાળામાં શેરી,ગલીઓ અને ખેતરોમાં જામે છે ઘૂંટા પાર્ટી

જેમ જેમ શિયાળાની હાડ થીજવતી ઠંડીનું આગમન થઇ રહ્યું છે તેમ તેમ શિયાળા નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘૂંટા પાર્ટીના આયોજનો શરૂ થયા છે. જેમાં ગાજર, મરચાં, કેબી, રીંગણા, બટાટા સહિતના શાકભાજી અને મગ, મઠ, ચણા દાળ સહિત 50 જેટલી વસ્તુઓને દેશી ચૂલા પર બાફવામાં આવે છે. પ્રથમ દાળ અને ત્યારબાદ કંદમૂળ અને છેલ્લે લીલા શાકભાજી બાફવામાં આવે છે.,

દેશમાં જૈનોના પ્રદર્શન પાછળનું કારણ શું? સમેદ શિખર અને શેત્રુંજયનું મહત્વ શું છે?

ઝારખંડના ગિરિધમાં સમીદ શિખરજીને પર્યટન સ્થળ બનાવવા માટે જાહેરનામું બહાર પાડ્યા બાદ જૈન સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. જૈન સમુદાય વિરોધ કરી રહ્યો છે અને માંગ કરી રહ્યો છે કે સમેદ શિખરજીને તેમના પવિત્ર તીર્થસ્થાન તરીકે સાચવવામાં આવે. જેની સામે દેશભરમાં જૈન સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે.

ગીર સોમનાથના દેવળી વાડી વિસ્તારમાં શ્વાન-પશુઓનું મારણ કરી દહેશત ફેલાવનાર દિપડો પાંજરે પૂરાયો, ગ્રામજનો-ખેડુતોએ રાહતનો શ્વાસ લીધો | The leopard that spread terror by killing dogs and cattle in Devli Wadi area of Gir Somnath has been caged, villagers-farmers heaved a sigh of relief.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • The Leopard That Spread Terror By Killing Dogs And Cattle In Devli Wadi Area Of Gir Somnath Has Been Caged, Villagers farmers Heaved A Sigh Of Relief.

ગીર સોમનાથ (વેરાવળ)23 મિનિટ પહેલા

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવળી ગામના મજેવડી વાડી વિસ્તારને ઘણા દિવસોથી ખુંખાર દિપડાએ બાનમાં લઈ શ્વાન સહિતના પશુઓનું મારણ કરીને દહેશત ફેલાવી રહ્યો હતો. જેને લઈ ગ્રામજનોએ વનવિભાગ ને રજુઆત કરતા પાંજરા મૂકવામાં આવેલ જેમાં દિપડો કેદ થઈ જતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

છેલ્લા ઘણા સમયથી જિલ્લાના કોડીનાર ઉપરાંત તાલાલા ગીર, સુત્રાપાડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં દિપડાઓનો ત્રાસ વધ્યો છે. જેમાંથી મુક્ત કરાવવા માટે ખેડુતો અને ગ્રામજનો સતત માંગણી કરી રહ્યા છે. જો કે વનવિભાગ પણ સતત સક્રીય રીતે દિપડાઓને કેદ કરવા કામગીરી કરી રહ્યો છે. જેમાં વધુ એક દિપડો પાંજરે પુરાયો છે. જેની જાણવા મળેલ વિગતોનુસાર કોડીનાર તાલુકના દેવળી ગામના મજેવડી વાડી વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોમાં ખુંખાર દિપડો સતત શ્વાન અને પશુઓનું મારણ કરીને દહેશત ફેલાવી રહ્યો હતો.

જેના લીધે રાત્રીના સમયે ખેતરે રખોપુ કરવા જતાં ખેડુતો અને ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી હતી. આ દહેશત અંગે રજુઆતો બાદ વનવિભાગે મજેવડી વાડી વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ મારણ સાથેના પાંજરા ગોઠવી વોચ રાખી હતી. જેમાં ગઈકાલે મોડીરાત્રીના મારણ ખાવાની લાલચે દિપડો પાંજરામાં જતા કેદ થઈ ગયો હતો. બાદમાં પાંજરા સાથે દિપડાને નજીકના એનીમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવેલ હતો. દિપડો પાંજરે પુરાતા તંત્ર અને ગ્રામજનોએ રાહતની.લાગણી અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે…

અમદાવાદ પતિનાં મિત્રએ પત્ની પર કર્યું દુષ્કર્મ

અમદાવાદઃ શહેરમાં રહેતી એક યુવતી તેના બે સંતાનો સાથે ઘરે એકલી હાજર હતી. ત્યારે તેના પતિનો મિત્ર આવ્યો અને ચા માંગી હતી. બાદમાં તેના ઘર માટે મંગાવેલા નળ તેનો પતિ લાવ્યો છે કે નહિ તેવું પૂછતા જ યુવતી બેડરૂમમાં નળ લેવા ગઇ હતી. ત્યાં યુવતીની પાછળ જઇને પતિના મિત્રએ બેડ પર યુવતીને પાડી દઇ તેના કપડાં કાઢી બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ આ મામલે ફરિયાદ આપતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના નરોડામાં રહેતી એક યુવતી હાલ તેના પતિ અને બે સંતાન સાથે રહે છે. તેનો પતિ ગોતા ખાતે નોકરી કરે છે. આ યુવતી એ એક ગામમાં રહેતા અને પાનની દુકાન ચાલવનાર એક યુવકને ધર્મનો ભાઇ બનાવ્યો હતો. તે પાનની દુકાને યુવતીને પતિ આવતો જતો હોવાથી તેની એક યુવક સાથે મિત્રતા થઇ હતી. બાદમાં તે યુવક યુવતીના પતિને અવાર નવાર મળવા પણ આવતો હતો.

દોઢેક વર્ષ પહેલા યુવતીના પતિને નવો ધંધો કરવો હોવાથી આ યુવક પાસેથી તેઓએ અઢી લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જેની ઉઘરાણી કરવા પતિનો મિત્ર ઘરે આવતો જતો રહેતો હતો. યુવતીના પરિવારને સારો સંબંધ હોવાથી પતિનો મિત્ર પતિની ગેરહાજરીમાં પણ ઘરે આવતો જતો હતો. થોડા દિવસ પહેલા પતિના આ મિત્રનો ફોન આવ્યો કહ્યું કે, હું ચા પીવા આવું છું તેમ કહી તે ઘરે આવ્યો હતો. ત્યારે યુવતી અને તેના બે સંતાનો ઘરે એકલા હતા. ઘરે આ પતિનો મિત્ર આવ્યો અને ચા ની માંગણી કરી હતી. બાદમાં બે સંતાનોને 500 500 રૂપિયા આપી દૂધ લેવા મોકલ્યા હતા.

આ પણ વાંચો: સુરતમાં જૈન સમાજની ભવ્ય મૌન રેલી યોજાઇ

બે સંતાનો ઘરની બહાર જતા જ આ પતિના મિત્રએ ઘરના મંગાવેલા નળ પતિ લાવ્યો છે કે નહિ તેવું આ યુવતીને પૂછતા તે બેડરૂમમાં નળ લેવા ગઇ હતી. જેવી યુવતી બેડરૂમમાં ગઇ કે ત્યાં જ આરોપી તેની પાછળ ગયો અને યુવતીને બાહોપાશમાં જકડી તેને બેડ પર પાડી દીધી હતી. બાદમાં જબરદસ્તીથી તેના કપડાં કાઢી તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો.

બાદમાં આ વાત કોઇને કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી તે ફરાર થઇ ગયો હતો. આ ઘટનાથી યુવતી ગભરાઇ ગઇ હતી પણ બે દિવસ પહેલા તેણે તેના પતિને આ વાત કરતા તેના પતિએ ફરિયાદ કરવાનું કહેતા યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Kaushal Pancholi

First published:

Tags: Married woman, અમદાવાદ, ગુજરાત

bcci video for rishabh pant hardik pandya rahul dravid suryakumar yadav messege get well soon

BCCI VIDEO ON RISHABH PANT: BCCI એ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વિડિયો શેર કર્યો હતો જેમાં ભારતીય સિનિયર મેન્સ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, યુઝવેન્દ્ર ચહલ, શુભમન ગિલ અને અન્ય ખેલાડીઓએ  રિષભ પંતને જલ્દી સ્વસ્થ થવાનો વીડિયો મેસેજ આપ્યો હતો અને આ વિડીયોમાં તેઓ તમામ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઋષભ પંત 31 ડિસેમ્બરના રોજ કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયો હતો અને હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

કોચ દ્રવિડે શું કહ્યું?

ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે “છેલ્લા વર્ષમાં મને ઋષભ પંતને નજીકથી રમતા જોવાનો લહાવો મળ્યો છે અને તેણે ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં યાદગાર એવી કેટલીક મહાન ઈનિંગ્સ રમી હતી. હું જાણું છું કે તમે ફાઈટર છો, તમારી પાસે એવું કેરેક્ટર છે, હું જાણું છું કે તમે આમાંથી પાછા ફરશો.”

ભારતીય ક્રિકેટ ટીમ 3 જાન્યુઆરીથી શરૂ થનારી શ્રીલંકા સામેની આગામી T20Iની તૈયારીમાં વ્યસ્ત છે. વરિષ્ઠ ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાને T20I શ્રેણીમાંથી બહાર થયા હતા. હાર્દિક પંડ્યા T20Iનું નેતૃત્વ કરશે જ્યારે રોહિત શર્મા વનડે શ્રેણીની આગેવાની કરશે.

Published by:Mayur Solanki

First published:

Tags: Hardik pandya latest news, Rishabh pant, Team india, ક્રિકેટ