જંબુસરમાં ગટરોના તૂટેલા સ્લેબના કારણે બે ગાયો ગટરમાં ખાબકી જવાની ઘટના બાદ એક વૃદ્ધ ગટરમાં ખાબકતા પાલિકાના અંધેર વહીવટ સામે પ્રજામાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે. જંબુસર પાલિકા તંત્ર સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રસ્તાની બાજુમાં આવેલી ગટરોના સ્લેબ તૂટેલા હોય લોકો અને પશુઓ માટે જીવના જોખમ સમાન બની રહી છે. જંબુસર તાડિયા હનુમાન પાસે ગટરના સ્લેબ કેટલીક જગ્યાએથી તૂટેલા હોય પશુઓ, સ્થાનિકો, રાહદારી, વાહનચાલકો અને બાળકો પર અકસ્માતનું જોખમ વર્તાઈ રહ્યું છે.
રોડને અડીને આવેલી ડ્રેનેજના તૂટેલા સ્લેબમાં વૃદ્ધ પડી જતા તેને બૂમો પાડતા આજુબાજુના રહીશોએ દોડી આવી બહાર કાઢ્યા હતા. ગટરમાં ખાબકવાના કારણે વૃદ્ધને નાની મોટી ઇજાઓ પહોચવા સાથે અત્યંત દુર્ગન્ધ મારતી ગંદકીનો પણ પાલિકાના વાંકે સામનો કરવો પડ્યો હતો.
ઘટના બાદ સ્થાનિકોમાં પાલિકા સામે તીવ્ર રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ પાલિકા સામે રોષ વ્યકત કરતા ઉભરો ઠાલવ્યો હતો કે, ખુલ્લી ગટર માટે વારંવાર નગર પાલિકાના સત્તાધીસો રજુઆત કરી છે. થોડા દિવસો અગાઉ 2 ગાય પણ ગટરમા પડી હતી. તેમ છતાં કોઈ ધ્યાન ન આપતા આજે વૃદ્ધ પડી જવાની ઘટના બની છે. ગતરોના તૂટેલા સ્લેબને દુરસ્ત કરવા સ્થાનિકોએ માંગ કરી છે.
Congress MP Shashi Tharoor on Sunday said if he were in the party leadership, then he would have encouraged smaller parties to take the role of the convener in an opposition alliance in the 2024 Lok Sabha elections. Congress is the de facto fulcrum around which other parties converge but he, if in the leadership of the party, would not crow about it, Tharoor said in an interview with PTI. Commenting on the unity of the opposition parties over the disqualification of Rahul Gandhi following the conviction in a 2019 defamation case. The opposition parties have found a new reason to come together and the BJP might find it harder to win a majority in 2024, Tharoor said. Read | ‘Have to behave like big brother…’? Mehbooba Mufti says ‘yes’, Cong says…
Shashi Tharoor said if he were in the leadership of the Congress, he would let regional parties to take the centrestage in the opposition alliance in the 2024 election. (PTI)
Terming the opposition unity as surprising and a welcome wave, Tharoor said, “Many have begun to feel the truth of the adage united we stand, divided we fall. If they don’t back Rahul now, they could be picked off one by one themselves, by a vengeful government.”
“Objectively we are the only Opposition party with a national footprint. There are about 200 seats where the elections will witness a straight fight between the Congress and the BJP,” Tharoor said.
“But if I were in the party leadership, I would not crow about it; in fact, I would actually encourage one of the smaller parties to play the role of convenor of an Opposition alliance. Unity is far more important than pride of place, in my view,” Tharoor added.
Tharoor’s comments come as several parties including the AAP, Trinamool, Samajwadi Party, Bharath Rashtra Samithi, DMK, Uddhav Sena faction, have supported the Congress in its ongoing protest. However, there has been no discussion on the 2024 elections, the Congress said. Trinamool earlier said the Congress is not the big brother, while BRS chief and Telangana chief minister KCR has been pitching for a non-congress, non-BJP third front.
વિસનગર શહેરમાં આવેલા તિરૂપતિ માર્કેટમાં સસ્તા ભાવે બદામ આપવાનું કહી દંપતી કડવા બી આપી છુમંતર થઈ ગયું હતું. જેમાં 200 રૂપિયાની કિલો બદામ સમજીને બે ત્રણ કિલો બદામ લઇ લોકોએ ઘરે જઈ કોથળી ખોલતા બદામના બદલે કડવા બી નીકળતા છેતરપીંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આમ દંપતીએ સસ્તાની લાલચ આપી બદામના બદલે કડવા બી આપી છેતરપીંડી કરી છુમંતર થઇ ગયું હતું.
વિસનગરના તિરૂપતિ માર્કેટમાં 50 કિલોની અલગ અલગ કોથળીઓ લઈ એક દંપતી આવ્યું હતું. જે 200 રૂપિયા કિલો બદામ આપવાનું કહી ચાખવા આપી હતી. જેથી સસ્તી બદામ જોઈને લોકોએ બે કિલો, ત્રણ કિલો જેટલી બદામની ખરીદી કરી હતા. જ્યાં ઘરે કોથળીઓ ખોલતા અંદરથી કડવા બી નીકળતા છેતરાયા હોવાનું જણાયું હતું.
આ અંગે તિરૂપતિ માર્કેટના વિપુલભાઈ એ જણાવ્યું હતું કે, પેલા એને બદામ બતાવી 350 રૂપિયાનો ભાવ કહ્યો. અમારે લેવાની ગણતરી હોવાથી અમે 200 રૂપિયા ભાવ કીધો. એ તૈયાર થઈ ગયો અને એણે બદામ ચખાડી અમને સારી લાગી. આમ માર્કેટમાં બધાએ 30થી 40 કિલો જેટલી બદામ લીધી. ઘરે જઈને જોતા અંદરથી કડવા બીજ નીકળતા હતા. ખબર ન પડી કે આ શું આવ્યું? પછી અમને અહેસાસ થયો કે આતો છેતરી ગયો છે.
આ અંગે દિવ્ય ભાસ્કરે કનુ પટેલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે બધા બેઠા હતા ત્યારે એક દંપતી બદામ લઈને આવ્યું. અમને કહ્યું કે, આ બદામ છે ભાવ પુછતા 350 કિલો જણાવ્યું, અમે કહ્યું કે વ્યાજબી કર તો બધા લઈએ. ચખાડવાનું કહેતા અમને યોગ્ય લાગી અમે 200 રૂપિયા ભાવ કહ્યો અને તે માની ગયો. જેમાં વેપારીઓએ 30થી 40 કિલો જેટલી બદામ લીધી. પછી એ અહીથી નીકળી ગયો અને અમે ઘરે જઈ કોથળી ખોલી ફોડીને છેતરાયા હોવાનો અનુભવ થયો હતો. અમે ત્યાં ગયા પણ આ પાર્ટી છુમંતર થઇ ગઇ હતી. આની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગ છે.
A Fire Broke Out In A Shack Built In A Field On The Banks Of Dudhimati In Dahod. Locals Extinguished The Fire As The Pits In The Field Did Not Reach The Fire.
દાહોદએક કલાક પહેલા
કૉપી લિંક
દાહોદમા સહકાર નગરની પાછળ દુધીમતી નદીના કિનારે એક ખેતરમાં માલિકે ઝુંપડૂ બનાવ્યું હતું. આ ઝુંપડામા કોઈએ આગ ચાંપી દેતા સરસામાન અને ઘાસ બળીને ખાખ થઈ ગયું હતું. ફાયર બ્રિગેડ બોલાવાઈ પણ ખેતર હોવાથી ઘટના સ્થળ સુધી પહોંચી ન શકતા સ્થાનિકોએ આગ બુઝાવી હતી. મશીન ,પાઈપો અને ખારિયુ બળી ગયા દાહોદ શહેરના સહકાર નગરની પાછળના ભાગે દૂધીમતી નદીના કિનારે આવેલા ખેતરોમાં ખેતર માલીકનું સામાન મુકવા માટે કાચું ઝૂંપડું ઉભું કરેલું હતું. જેમાં રાત્રીના 12 વાગ્યાના સમયે કોઈક ટીખળખોરોએ ઝુંપડાને આગને હવાલે કરી દીધું હતું. આગ લાગતા ઝુંપડામાં મૂકી રાખેલું ખેતરમાં પાણી પીવડાવવાનું મશીન, તેના પ્લાસ્ટિકના પાઇપો પશુઓને ખવડાવા માટેનું ચારનું ખારીયું બળીને ખાખ થઈ ગયા હતા. સામેના ભાગમાં આવેલા ઝુંપડામાં લગાવેલા પતરા ચોરો ચોરી કરીને લઈ ગયા હતા અને ઝુંપડાને આગને હવાલે કરી જતા ઝુંપડામાં મૂકી રાખેલો સામાન બળીને ખાક થયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડ આવી પહોંચી આસપાસના લોકો ખેતરમાં ઉભું કરેલા ઝુંપડામાં આગની જ્વાળાઓ દેખીને ભેગા થયા હતા તેમજ આ ઘટનાની જાણ દાહોદ ફાયર ફાઇટરને તથા કરાતા અને પોલીસને કરવામા આવી હતી. તાત્કાલિક ડિવિઝનના ASP જગદીશ બાંગરવા ઘટના સ્થળે તેમની ટીમ સાથે દોડી આવ્યાં હતા, તેમજ ફાયરની ગાડી પણ સાધન સામગ્રી સાથે ખેતરમાં દોડી આવી હતી. લોકોએ ધૂળ માટીથી આગ બુઝાવી દીધી કમનસીબે ખેતરમાં ખાડા ખબચીના કારણે પોલીસની ગાડી અને ફાયરની ગાડી ઘટના સ્થળે ન આવતા પોલીસ અધિકારી તેમજ ફાયરના જવાનો ઘટના સ્થળે ચાલીને આવ્યાં હતા અને આ ઘટના વિશે ASP જગદીશ બાંગરવાએ ખેતર માલિક પાસેથી માહિતી એકત્રિત કરી હતી. જો કે, આગને સ્થાનિક લોકોએ ધૂળ માટી નાખીને બુઝાવી દીધી હતી.
નવસારી સહિત રાજ્યમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુમાં સૌથી વધુ પ્રમાણમાં દ્વી-ચક્રીય વાહન ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરવાના કારણે થતા હોય છે. ત્યારે નવસારીમાં સને-2022ના વર્ષ દરમ્યાન કુલ- 175 ફેટલ અકસ્માત પૈકી 106 ફેટલ અકસ્માત ટુ-વ્હીલર વાહનચાલકોનો થયેલ અને જેમાંથી 102 વાહનચાલકોના મૃત્યુ દ્વિ-ચક્રીય વાહન પર હેલ્મેટ ન પહેરવાના કારણે થયેલ હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. જેથી હરકતમાં આવેલી ટ્રાફિક પોલીસે વિશેષ અભિયાન શરૂ કર્યું છે.
હાઈવે પર હેલ્મેટ વગર ટુ-વ્હીલર વાહન હંકારતા વાહનચાલકો વિરૂધ્ધ એક ડ્રાઇવ 24મી થી 31મી માર્ચ સુધી યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર નવસારી જિલ્લામાં ડ્રાઇવ દરમ્યાન 442 જેટલા હેલ્મેટ વગર ટુ-વ્હીલર હંકારતા વાહનચાલકોને હેલ્મેટ ન પહેરવા બદલ રૂ.2,21000 જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો તથા હેલ્મેટ પહેરીને જ ટુ-વ્હીલર ડ્રાઇવ કરવાની સમજ આપવામાં આવી હતી. ટ્રાફિક નિયમ અંગેના પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યાં હતાં. આવનાર દિવસોમાં લોકોમાં હેલ્મેટ, સીટબેલ્ટ અંગે જાગૃત્તિ આવે તે બાબતે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે.
ડિસેમ્બર 2022 થી લઈને અત્યાર સુધી નવસારી હાઇવે ઉપર અકસ્માતની સંખ્યામાં ચિંતાજનક વધારો થતા જિલ્લા પોલીસે ટ્રાફિક નિયમોની જાણકારી વાહન ચાલકોને મળે તે માટે વિવિધ ડ્રાઇવ આયોજિત કરી છે. જેને લઈને સકારાત્મક પરિણામો મળ્યા છે અકસ્માતની સંખ્યામાં ઘટાડો થાય તેવી દિશામાં પોલીસે કામગીરી હાથ ધરી છે વાહન ચાલકોએ પણ જવાબદારી પૂર્વક વાહન હાકીને પોતાની તથા અન્ય વાહન ચાલકનું જીવન સલામત રહે તેવી રીતે વર્તવું સમયની માંગ છે.
અંજારની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા માનવ સેવા સાથે પક્ષીઓ માટે પણ ઉત્તમ સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં પક્ષીઓને પીવાનું પાણી અને ચણ માટેના દાણા પૂરતા પ્રમાણમાં મળી રહે તે ઉદેશથી અંજારમાં રામ નવમીના અવસરે યોજાયેલી ભવ્ય શૉભાયાત્રા દરમિયાન સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓને પાણી તેમજ ચણ નાખવા માટેના કુંડાઓનું લોકોને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સખી દાતાઓ અને ટ્રસ્ટના અગ્રણીઓના આર્થિક સહયોગથી સાત હજાર જેટલા પક્ષી કુંડાઓનું વિતરણ ખાસ બનાવાયેલા સ્ટોલ મારફતે કરવામાં આવ્યું હતું.
આ વિશે ટ્રસ્ટના પ્રમુખ પરેશ માલસત્તરે જણાવ્યું હતું કે, અંજારમાં યોજાયેલી ભવ્ય રથયાત્રા દરમિયાન અનેક સેવાકીય પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. જેમાં સેવા સમર્પણ ટ્રસ્ટ જે વિવિધ સેવાકીય તેમજ જીવદયા પ્રવૃતિ સાથે સંકળાયેલ ટ્રસ્ટ છે, તેના દ્વારા દર વર્ષે ગરમીની સીઝનમાં પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તેમજ લોકોમાં પક્ષીઓ પ્રત્યે કરુણા જાગે તેવા હેતુસર દર વર્ષેની જેમ લોકોમાં પાણીના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતું.આ સ્ટોલની અંજાર મતવિસ્તારના ધારાસભ્ય ત્રિકમ છાંગાએ મુલાકાત લઇ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.
સમગ્ર સેવાકીય કામગીરી દરમિયાન સંસ્થાના કાર્યકર્તાઓ, ટ્રસ્ટીઓ, અગ્રણીઓએ તેમજ તેઓના પરિવારજનોએ પણ સાથ સહકાર આપ્યો હતો. સંસ્થાના ટ્રસ્ટીઓએ આ તકે દાતાઓ, સહયોગીઓ, તેમજ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે સંસ્થા દ્વારા આ કાર્યમાં જોડાયેલ દાતાઓને સન્માનીત કરવામાં આવ્યા હતા.
Ganiben Ready To Join BJP? Traveling On Ahmedabad Vadodara Express Highway Will Be Expensive, Know How Much Toll Tax Has Increased, See Seven Big News
35 મિનિટ પહેલા
કૉપી લિંક
RTE પ્રવેશ માટેની તારીખ થઇ જાહેર
10 થી 22 એપ્રિલ સુધીમાં વાલીઓ પોતાના બાળક માટે ફોર્મ ભરી શકશે. જો કે આ માટે 1 જૂન 2023 સુધીમા 6 વર્ષ બાળકે પૂર્ણ કરેલા હોવા જોઈએ.દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમના સંતાનોને ઉત્તમ શિક્ષણ મળે, પણ પરિવારની આર્થિક પરિસ્થિતિના કારણે સારી શાળામાં પ્રવેશ ન મળતા તે મુંઝવણ અનુભવતા હોય છે. જો કે માતા પિતાની મુંઝવણ સરકારની RTE યોજનાને કારણે હળવી થઇ શકે છે. ત્યારે નવા વર્ષ માટે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ મળે તે માટે RTE પ્રવેશની તારીખ જાહેર કરાઇ છે. ગુજરાતમાં RTE માટે 10 એપ્રિલથી ફોર્મ ભરાવવાનું શરૂ થશે. 10 થી 22 એપ્રિલ સુધીમાં વાલીઓ પોતાના બાળક માટે ફોર્મ ભરી શકશે.જો કે સંયુક્ત શિક્ષણ નિયામકના પરિપત્ર મુજબ બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને ધોરણ 1માં પ્રવેશની કાર્યવાહી કરે ત્યારે શૈક્ષણિક વર્ષ 2023-24માં પહેલી જૂનના રોજ 6 વર્ષની ઉંમર પૂર્ણ થવી જરૂરી રહેશે. બાળકની ઉંમર 1 જૂનના રોજ 6 વર્ષ કરતા ઓછી હશે, તો પ્રવેશ આપી શકાશે નહિ. ખાનગી શાળાઓમાં એડમિશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે.
આજથી અમદાવાદથી વડોદરા જવું મોંઘુ બન્યું
દેશમાં દિવસે દિવસે વધી રહેલી મોંઘવારીથી સામાન્ય માણસની હાલત કફોડી બનાવી રહી છે. પેટ્રોલ અને ડીઝલ સહિત જીવન જરૂરી ચીજોના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. ત્યારે હવે વડોદરાથી અમદાવાદના ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. આજથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટોલ ટેક્સમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.અમદાવાદ-વડોદરાની સવારી થશે મોંઘી કારણ કે એક્સપ્રેસ વેના ટોલ ટેક્સમાં વધારો થયો છે. જેમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર વિવિધ પ્રકારનાં વાહનો માટે ટોલ ટેક્સની ફીમાં વધારો થવા પામ્યો છે. વડોદરાથી અમદાવાદના કારના ટોલ ટેક્સમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં હવેથી કાર, જીપ, વાન અને LMV પ્રકારના વાહનોને અમદાવાદથી વડોદરા ટોલ ટેક્સ સીંગલ 135 અને રીટર્ન 200 રૂપિયા થશે. તેમજ અમદાવાદથી નડીયાદનીં સીંગલ ટ્રીપ માટે રૂા.65 અને રીટર્ન ટ્રીપનાં રૂા.95 થશે. અમદાવાદથી આણંદના સીંગલ ટ્રીપ રૂા.85 અને રીટર્ન ટ્રીપ રૂા.125 થશે.
કોરોના મુદ્દે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચકયો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે. કોરોના કેસમા વધઘટ જોવા મળી રહી છે. ગુજરાતમાં ફરી કોરોનાના રોજિંદા સંક્રમિત દર્દીઓનો સામાન્ય વધઘટ જોવા મળી રહ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 338 પોઝિટિવ કેસ નોંધાયા છે. આવામાં કોરોનાને લઇને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. કોરોનાને લઇને ઋષિકેશ પટેલે કહ્યું કે, કોરોનાથી હવે કોઈએ ડરવાની જરૂર નથી. હવે કોરોના જીવનનો એક ભાગ થઇ ગયો છે. કોરોનાની ઘાતકતા ઘટી છે. લોકોએ કોરોનાથી સાવધાની રાખવી જોઈએ, ડરવાની જરૂર નથી. સાથે જ સમયસર હાથ ધોવા અને માસ્ક પહેરવાની આરોગ્ય મંત્રીએ વાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, કોરોના ટેસ્ટિંગમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 24 કલાકમાં 338 કેસ નોંધાયા છે. અમદાવાદમા 92 કેસ તેમજ રોજકોટમાં 44 કેસ, મોરબીમાં 34, સુરતમાં 37, અમરેલીમાં 7 કેસ નોંધાયા છે. આણંદમાં 5, બનાસાકાઠામાં 12 કેસ નોંધાયા છે. ભાવનગરમાં 5 અને મહેસાણામાં 12 કેસ સામે આવ્યા છે. સાબરકાંઠામાં 14 અને નવસારીમાં 4 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ભરૂચમાં 8 અને દાહોદમાં 1 કેસ નોંધાયો છે.
સરકારને ઘેરનારા નેતાએ કર્યા સરકારના વખાણ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો એક વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ નડાબેટ ખાતે નડેશ્વરી માતાના 37મા પાટોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. રામ નવમીના દિવસે યોજાયેલા આ સંતવાણી કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, ભારત પાકિસ્તાન સીમા પર આવેલ નડાબેટ નો સરકારે વિકાસ કર્યો છે. સરકારનો લાભ ખુબ સારા પ્રમાણમા મળતા સીમા દર્શન અને નડાબેટમાં આવેલ નડેશ્વરી માતાજીના મંદિરેને દેશમાં નહી પરંતુ વિશ્વના નકશામાં સ્થાન મળ્યું છે. તેના કારણે મોટા પ્રમાણમાં લોકો અહીં આવી મુલાકાત લેશે.નોંધનીય છે કે, હર હંમેશ વિવિધ મુદ્દા પર સરકારને ઘેરવાની તૈયારીમાં રહેતા ગેનીબેન ઠાકોરે સરકારે છેવાડાના વિસ્તારોમાં કરેલા વિકાસના કામોને વખાણ કર્યા હતા. ત્યારે હવે ખાસ જોવાનું રહેશે કે શું ગેનીબેન પણ અન્ય પૂર્વ કોંગેસના નેતાની જેમ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે?
એપ્રિલમાં પણ આવશે માવઠા
રાજ્યમાં એક પછી એક માવઠાની આગાહીની ઉપાધિ જોવા મળી રહી છે. ઉનાળાના પ્રારંભની સાથે જ માવઠાએ મોકાણ સર્જતા ઠેર-ઠેર અનેક વિસ્તારોના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો હતો. તેવામાં રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. હવામાન વિભાગે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે કે, હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે તેમજ 4 એપ્રિલે કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી અને 5 એપ્રિલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ બાદ ગરમીમાં વધારો થશે અને મોટાભાગના શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી વધુ નોંધાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. હજુ પણ 2થી 4 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે. આગાહીને ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે, ભર ઉનાળે ચોમાસોનો માહોલ ફરી એકવાર જોવા મળશે.
સિવિલ હોસ્પિટલની ડિજીટલ પહેલ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ૧ એપ્રિલ થી દર્દીઓના હિતાર્થે નવતર પહેલ હાથ ધરવામાં આવી રહી છે. જેના અંતર્ગત હોસ્પિટલમાં નિદાન અને સારવાર અર્થે આવતા દર્દીઓ એક વખત ડોક્ટરની મુલાકાત લીધા બાદ ફરી વખત તપાસ માટે આવવા તેઓને SMS કરીને જાણ કરવામાં આવશે.વધુમાં દર્દીઓએ ફરી વખત હોસ્પિટલમાં આવતી વેળાએ આગળની સારવારના કાગળ ઓપીડી વિભાગમાં સવારે ૮:૩૦ કલાકે બતાવવાના રહેશે. સિવિલ હોસ્પિટલમાં સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી એ જણાવ્યું છે કે , દર્દીઓને સત્વરે અને સરળતાથી શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ બને તે માટે દર્દીઓના સુખાકારીમાં વધારો કરતી પહેલ હાથ ધરવામાં આવી છે. સમગ્ર દેશમાં જ્યારે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ગુડ ગવર્નન્સ અને એમ ગવર્નન્સના અભિગમ સાથે સરકારી સેવાઓને સરળ બનાવવામાં આવી રહી છે ત્યારે આ સમગ્ર પ્રક્રિયા ને અનુસરીને સિવિલ હોસ્પિટલે પણ આ ડિજિટલ અભિગમ અપનાવ્યો છે.
સેલ્ફી લેવા જતા યુવક ખાડામાં પડ્યો
આજકાલના યુવાનોમાં વધી રહેલા મોબાઈલના વળગણમાં સેલ્ફીનું દૂષણ વધી રહ્યું છે. સેલ્ફીના ચક્કરમાં યુવાઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને જીવ ગુમાવ્યાના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે શક્તિપીઠ પાવાગઢમાં પણ આ રીતે સેલ્ફી લેવા જતા 22 વર્ષનો એક યુવક 50 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો હોવાની વિગતો મળી રહી છે. જોકે પોલીસ અને 108ની ટીમ દ્વારા યુવકનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.મળતી માહિતી મુજબ, સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભદ્રકાળી માતાજીના મંદિર તરફ જવાના રસ્તામાં ટંકશાળ પાસે ફોટો પાડવા જતા એક યુવક ખાડામાં ખાબક્યો હતો. સ્મિત પંડ્યા નામના યુવક દ્વારા એક યુવક ખાડામાં પડ્યો હોવાની સ્થાનિક પાવાગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે પાવાગઢ પોલીસ, ફાયર ફાઇટર ટીમ અને 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અંદાજીત પચાસ ફૂટ ઊંડા ખાડામાં પડેલ ગૌરવ દવેનું દિલધક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ અને યુવકને સહીસલામત રીતે બહાર કાઢી 108 દ્વારા સારવાર અર્થે હોસ્ટપિટલ ખસેડવામાં આવ્યો હતો.
છોટા ઉદેપુરની એસ.એફ હાઇસ્કુલ ખાતે આજરોજ ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. એસ.એફ. હાઇસ્કુલમાં આગ લાગતા ફાયર ફાઈટર વિભાગે આવીને આગ બુઝાવી હતી.
G-20 કાર્યક્રમ અંતર્ગત આજરોજ રજવાડાના સમયની એસ.એફ. હાઇસ્કુલ ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોને આગ લાગે ત્યારે શું કાર્યવાહી કરવી, તેમજ શાળામાં આગ લાગે ત્યારે બાળકોનો બચાવ કેવી રીતે કરવો, તેની સમજ બાળકો અને સ્ટાફને આપવા માટે મોકડિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
એસ.એફ. હાઇસ્કુલમાં આજરોજ આગ લાગી હોય તેવું દૃશ્ય ઊભું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફાયર વિભાગને ફોન કરતા ફાયર વિભાગ ઘટનાસ્થળે આવીને તાત્કાલિક આગ કાબુમાં લીધી હતી. તે સમગ્ર ઘટના શાળાના સ્ટાફ અને બાળકોને બતાવીને સમજાવ્યા હતા.
ખંભાત નગરપાલિકાની બોર્ડ બેઠક નગરપાલિકા હોલ ખાતે યોજાઈ હતી. જેમાં વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકાની કુલ આવક 81 કરોડ 91 લાખ 31 હજાર દર્શાવવામાં આવી. જેની સામે ખર્ચ 81 કરોડ 61 લાખ 76 હજાર પાંચસો એક દર્શાવવામાં આવ્યો હતો. જે સાથે 29 લાખની પૂરાંત દર્શાવતું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં શાસક પક્ષે વિવિધ યોજનાઓ પૈકી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગાર્ડન રીનોવેશન, અમૃતમ 2 યોજના હેઠળ મીઠા પાણીની યોજના નારેશ્વરનું બ્યુટીફિકેશન જેવી વિવિધ જોગવાઈ રજૂ કરવામાં આવી હતી. જોકે આ બોર્ડ બેઠકમાં શાસક પક્ષે વિપક્ષની એક પણ રજૂઆત સાંભળ્યા વગર જ બોર્ડ બેઠક સમેટી લેતા વિપક્ષ દ્વારા નગરપાલિકામાં હાયરે પ્રમુખ હાય હાય…ભ્રષ્ટાચાર દૂર કરો જેવા નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો.
આ અંગે વિપક્ષના કાઉન્સિલર નીતિન બ્રહ્મભટ્ટ તથા ઇપતેખાર યમની એ આક્ષેપ પૂર્વક જણાવ્યું હતું કે, બજેટ અંગે અમે કાંઈ જાણતા નથી. તેઓએ માત્ર ત્રણ મિનિટમાં જ બોર્ડ બેઠક પૂરી કરી છે. શાસક પક્ષે લોકશાહીનું ખૂન કર્યું છે. કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે બજેટ બોર્ડ અલાઈદુ રાખવામાં આવે, વિપક્ષને બજેટ ઉપર ચર્ચા કરવાનો સમય આપવામાં આવે, શાસક પક્ષ દ્વારા આજે બજેટ રજૂ થવાનું હતું. જેમાં શાસક પક્ષ ખંભાતના હિત માટે નવું શું કરવા માગે છે.
પ્રજા માટે નવું શું આયોજન છે એનો ચિતાર આજે રજૂ કરવાનો હતો. ઘણી એવી પરિસ્થિતિમાં આજે મુશ્કેલીમાં મુકાઈ શકે તેમ હતા. વિપક્ષે વારંવાર રજૂઆતો કરી છતાં પણ બોલવા માટે કોઈ ચાન્સ આપ્યો નથી. વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે. તેઓએ લોકશાહીનો સદંતર ભંગ કર્યો છે. સંપૂર્ણ સરમુખ હત્યાશાહી ચલાવી છે. અમે શાસક પક્ષના આ કાર્યને સદંતર વખોડીએ છીએ, આજે હું તમામ પુરાવા સાથે આવ્યો હતો. શાસક પક્ષની પોલમ પોલ ખુલવાની હતી. તેમને ગંધ આવી ગઈ હતી કે વિપક્ષ આજે અમારા ઉપર કાયદેસર પ્રહાર કરશે અને એટલે જ આજે શાસક પક્ષ ઉભી પુંછડીએ ભાગ્યો છે.
અમે પ્રજા માટે પ્રજાના હિત માટે પ્રશ્નો રજૂ કરવાના હતા. જે પ્રશ્નો અમને રજૂ કરવા દીધા નથી અને પાંચ મિનિટમાં જ બોર્ડ બેઠક સમેટી લીધી છે. જે અંગે અમોએ અરજી આપી જણાવ્યું છે કે, ત્રણ દિવસમાં ફરીથી બોર્ડ બેઠક બોલાવવામાં આવે અને બજેટ અંગે ચર્ચા કરવામાં આવે જો આમ નહીં કરવામાં આવે તો અમે ઉચ્ચકક્ષાએ પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરીશું.
આ અંગે નગરપાલિકા પ્રમુખ કામિની ગાંધીએ જણાવ્યું હતું કે, બજેટમાં અમે પ્રજાલક્ષી અને પ્રજાના હિત માટેના જ નિર્ણયો લીધા છે. વિપક્ષ દ્વારા એવી માગ હતી કે, બોર્ડ બેઠક પહેલા અમને સાંભળો અને પછી બોર્ડ બેઠક શરૂ કરો અમે એમને જણાવ્યું કે, બોર્ડ બેઠક પતવા દો પછી તમારો જે પ્રશ્ન હોય તે તમે જણાવો અને શક્ય હોય તો લેખિતમાં આપો. આ ઉપરાંત વિપક્ષે નગરપાલિકા હોલમાં જ ફાઈલો ફાડી અને અસભ્યતા ભર્યું વર્તન કર્યું છે. જે યોગ્ય નથી જે બાબતે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા સરથાણા વહીવટી ભવન કાર્યરત કરવા રજૂઆત
પાલિકાની સેવાઓ મેળવવા તેમજ રજૂઆતો અંગે કરોડોના ખર્ચે સરથાાણા વટીભવનનું નિર્માણ કરીને બે વર્ષથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી આ વહીવટીભવન વણવપરાયેલ પડી રહ્યો છે.
લોકોનીહાલાકી કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ યથાવત
બે ઝોન બન્યા બાદ અને વર્ષ 2020માં સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા 27 ગામો પૈકી 10 ગામો વેલંજા, ઉમરા, કોળીભરયાણા, અબ્રામા, કઠોર, પાસોદરા, કઠોદા, લસકાણા, વાલક, ભાદાનો સમાવેશ વરાછા ઝોન-બી (સરવાજા) માં સમાવેશ થતા સદર ઝોનના વિસ્તાર અને કર્મચારીઓની સંખ્યામાં વધારો થવા છતાં નવા વહીવટીભવનના અભાવે જૂના વહીવટીભવન ખાતે લોકોને તેમજ કર્મચારીઓને પુરતા સ્પેશના અભાવે કામગીરી કરવામાં અને સેવાઓ મેળવવામાં ખુબ જ દુરથી આવવું પડતું હોય છે તેમજ એક જ મુલાકાતમાં લોકોના કામો થતા નથી જેથી લોકોને ખુબ જ તકલીફો વેઠવી પડી રહી છે છે. તેમજ ઝોનમાં ખુબ જ ગરદી તથા ગીચતામાં વધારો થતા યોગ્ય ડીસ્ટન્સ પણ જળવાનું નથી.
શાસકોનેજગાડવાજરૂરી છે : વિપક્ષ
સુરત કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે બંને ઝોનની કામગીરી જૂના વહીવટી ઝોન ખાતેથી થતી હોવાથી સમગ્ર ઝોનમાં ઠેર ઠેર કબાટો, જુના રેકોર્ડના પોટલાઓ જોવા મળે છે અને પ્રજાને રજુઆત કરવા આવતા વેઈટીંગમાં બેસવા માટે પુરતી વ્યવસ્થા રહેતી નથી. તેમજ કર્મચારીઓ તેમજ કામદારો ફિલ્ડ પરથી આવતા હોય છે. તેઓના બેસવા માટે પણ જગ્યાનો સદંતર અભાવ વર્તાય રહેલ છે.જેની સામે કરોડોના ખર્ચે બનાવેલું નવું વહીવટીભવન વપરાશ વગર ધુળ ખાઈ રહેલ છે. ત્યારે આપશ્રી ધ્વારા નવી વહીવટીભવનનો સત્વરે ઉપયોગ શરૂ કરાવી પ્રજા અને કર્મચારીઓને સુવિધા મળી રહે ત્યાંથી આવશ્યક છે.
ઘોઘંબા તાલુકાના સરસવા ગ્રામ પંચાયતના સરપંચને આખરે તાલુકા પંચાયતના વહીવટીતંત્ર દ્વારા પદ ઉપરથી હટાવી દેવતા છેલ્લા છ એક મહિનાથી ગ્રામપંયતના સભ્યો અને સરપંચ વચ્ચે ચાલી રહેલા ગજગ્રહનો અંત આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, ગામલોકોના સમર્થનમાં ચૂંટણી જીતેલા સરપંચે ગામલોકોને સ્મશાનમાં જવા માટેનો ટૂંકો રસ્તો કે જે ખાનગી સર્વે નંબરમાંથી નીકળતો હતો તે બંધ કરી દેતા આ મામલે ગામલોકો અને ગ્રામપંચાયતના સભ્યોનો સરપંચ સાથે ગાજગ્રહ ઉગ્ર બન્યો હતો.
સરસવા ગ્રામ પંચાયતમાં સર્વે નંબર 21માંથી પસાર થતો ગામના સ્મશાનમાં જતો રસ્તો સરપંચ દ્વારા બંધ કરી દેવામાં આવતા ગામ લોકોને મુશ્કેલી પડી રહી હતી. અનેક વખત રજૂઆતો કરવા છતાં નિરાકરણ નહીં આવતા ગામ લોકો રોષે ભરાયા હતા અને ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. તેમજ પંચમહાલ જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લા નાયબ કલેક્ટર દ્વારા આ બાબતે તાલુકા વિકાસ અધિકારી તરફે સૂચન કરતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે એક સમયે આ રસ્તાને ખુલ્લો પણ કરવામાં આવ્યો હતો.
તેમ છતાં ફરીથી રસ્તો બંધ કરી દેવાતા વિવાદ વધુ વકર્યો હતો. જેમાં પંચાયતના ચૂંટાયેલા સભ્યો પણ જોડાયા હતા અને સરપંચની વિરોધમાં બે મહિના અગાઉ તાલુકા પંચાયત કચેરી ઘોઘંબા ખાતે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. પંચાયત ધારાની જોગવાઈઓ અનુસાર અવિશ્વાસની દરખાસ્ત મળ્યાના 15 દિવસમાં સંબંધીત તાલુકા પંચાયત કચેરી દ્વારા આ અંગેની તમામ કાર્યવાહી કરવા અંગે પંચાયત ધારામાં જોગવાઈનો નિયમ હોવા છતાં નિયમ અનુસાર કાર્યવાહી ન થતા ગામ લોકો અને સભ્યો ઉશ્કેરાયા હતા અને અધિકારીઓ તથા રાજકીય હોદ્દેદારો દ્વારા દબાણ કરાતું હોવાના આક્ષેપો સાથે તાલુકા પંચાયત કચેરી ઘોઘંબા ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. તેમજ ભૂખ હડતાલ ઉપર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
આખરે રાજગઢ પોલીસ તેમજ આગેવાનોની મધ્યસ્થીમાં ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારી કે.પી. પારગી દ્વારા એક મહિનામાં આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. જે અનુસાર આજરોજ સરસવા ગ્રામ પંચાયત ખાતે સભ્ય દ્વારા રજુ કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તના પ્રસ્તાવ ઉપર ચર્ચા કરવા માટે સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી. આ અંગેની આગોતરી જાણ તમામ સભ્યો તથા સરપંચને કરવામાં આવી હતી. તેમ છતાં સૂચક રીતે સરપંચ હીરાભાઈ સુરસીંગભાઇ રાઠવા આ બેઠકમાં પણ ગેરહાજર રહ્યા હતા.
સરપંચની ગેરહાજરીમાં જ તાલુકામાંથી નિમણૂક કરાયેલ અધિકારી દ્વારા તમામ સભ્યોની હાજરીમાં અને રાજગઢ પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ગામ લોકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં અવિશ્વાસની દરખાસ્ત ઉપર ચર્ચા શરૂ કરવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયતના ચૂંટાયેલા છ સભ્યોએ સરપંચ હીરાભાઈ રાઠવાના વિરુદ્ધમાં આંગળી ઊંચી કરી અને તેઓને સરપંચ પદેથી દૂર કરવાની માંગણી કરી હતી. જે અનુસાર સામાન્ય સભાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને બહુમતીથી અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરવામાં આવતા સરસવા ગામના સરપંચ હીરાભાઈ સુરસીંગભાઇ રાઠવાને તેઓના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
ગામલોકો અને સભ્યોનો સરપંચ સામે છેલ્લા છ-એક મહિનાથી ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો. સરસવા ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દા ઉપરથી હટાવી દેવામાં આવતા ગામ લોકોમાં ખુશી જોવા મળી હતી. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે રાજગઢ પોલીસ દ્વારા ચુસ્ત અને ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
NSUI Demands Appointment Of IG As State President Of Gujarat Congress The Name Of The New State President Of Gujarat Congress Will Be Announced In A Few Days. Today At The Congress Office.
અમદાવાદએક કલાક પહેલા
કૉપી લિંક
ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુકના નામની થોડા દિવસમાં જાહેરાત કરવામાં આવશે. આજે કોંગ્રેસની કચેરીએ પ્રભારી રઘુ શર્માની હાજરીમાં બેઠકનો દોર શરૂ થયો છે. ત્યારે NSUIના કાર્યકરોએ સોશિયલ મીડિયા પર કેમ્પિયન શરૂ કર્યું છે. કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઇન્દ્રવિજયસિંહ ગોહિલની નિમણુક કરવા માંગણી કરી છે.
કોંગ્રેસની કચેરીએ બેઠકનો દોર શરૂ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કચેરીએ આજથી બેઠકનો દોર શરૂ થયો છે. રાહુલ ગાંધીની સદસ્યતા રદ થવાને લઈને તથા નવા પ્રદેશ પ્રમુખના નામનો લઈને ચર્ચા પર બેઠક થઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, કાર્યકારી પ્રમુખ તથા અલગ અલગ આગેવાનો તથા કાર્યકરો બેઠકમાં હાજર રહ્યા હતા. મહિલા મોરચો, યુથ કોંગ્રેસ સાથે રાખીને ધરણા અને વિરોધ કાર્યક્રમ પણ કરવામાં આવશે. બેઠક બહાર પણ મોટી સંખ્યામાં કાર્યકરોનો જમાવડો હતો.
NSUI દ્વારા પ્રમુખ બનાવવા માંગ કરી કોંગ્રેસના વિદ્યાર્થી પાંખે બેઠક શરૂ થતા જ આજે કેમ્પિયન શરૂ કર્યું છે. યુવાનેતા અને કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવીજયસિંહ ગોહિલની ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિમણુક કરવા માંગ કરવામાં આવી છે. કાર્યકરોએ ટ્વીટર પર ટ્વીટ કરીને IG ગોહિલની નવા પ્રમુખ બનાવવા માંગ કરી છે. મહત્વનું છે કે કોંગ્રેસની અંદર રહેલા યુવાનો માટે ઇન્દ્રવીજયસિંહ ગોહિલ લોકપ્રિય નેતા છે જેથી યુવાઓએ આજે ઇન્દ્રવીજય માટે માંગણી કરી છે. અગાઉ NSUI દ્વારા પ્રમુખ બનાવવા માંગ કરી હતી.