Monday, November 13, 2023

27% increase in road accidents in three years in AD, 2924 deaths in 5837 incidents | ઉ.ગુ.માં ત્રણ વર્ષમાં માર્ગ અકસ્માતોમાં 27%નો વધારો, 5837 ઘટનાઓમાં 2924 વ્યક્તિનાં મોત

મહેસાણા2 મિનિટ પેહલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • પ્રતિ દિન સરેરાશ પાંચ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો

ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં માર્ગ અકસ્માતોની 5837 ઘટનાઓ બની છે. જેમાં કુલ 2924 વ્યક્તિઓનાં મોત થયાં હતાં, જ્યારે 5570 વ્યક્તિઓને ઇજાઓ થઇ હતી. એટલે કે, 1095 દિવસમાં પ્રતિદિન સરેરાશ પાંચ અકસ્માતમાં સરેરાશ ત્રણ વ્યક્તિઓનાં મોત અને પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. ઉત્તર ગુજરાતમાં 2020-21 માં માર્ગ અકસ્માતોની સંખ્યા 1692 હતી. જે 2022-23માં વધીને 2146 થઇ છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં માર્ગ અકસ્માતો 27% વધ્યા છે. બીજી બાજુ, છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ 1624 માર્ગ અકસ્માતો બનાસકાંઠા જિલ્લામાં થયાં છે. આ અકસ્માતોમાં સૌથી વધુ 932 વ્યક્તિઓનાં મોત પણ બનાસકાંઠા જિલ્લામાં થયાં છે. મહેસાણા જિલ્લામાં ત્રણ વર્ષમાં 1538 અકસ્માતોમાં 634 લોકો મોતને ભેટ્યાં હતાં, જ્યારે 1392 લોકોને ઇજાઓ પહોંચી હતી.

મહેસાણા જિલ્લામાં ત્રણ વર્ષમાં 1538 અકસ્માતોમાં 634 લોકો

Related Posts: