Monday, January 2, 2023

Navsari: કૃષિ યુનિ.ના કુલપતિએ પુત્રના લગ્નમાં એવી રસોઇ પીરસી કે બધા આંગળી ચાંટતા રહી ગયા!

Sagar Solanki, Navsari:  પ્રાકૃતિક ખેતીની પહેલ કરવા હર કોઈ સલાહ આપી રહ્યું છે પરંતુ અહીં કંઈક અલગ જ સ્થિતિ છે. પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના VC કે જેઓ પ્રાકૃતિક ખેતી કરવા સતત ખેડૂતોને પ્રેરણા આપતા રહે છે. હાલ તેના જ પુત્રના લગ્નમાં પ્રાકૃતિક ખેતીનો અભિગમ તેમણે અપનાવ્યો છે.

હવે સવાલ એ થશે કે લગ્ન અને પ્રાકૃતિક ખેતીને તો શું સંબંધ પરંતુ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના આ કુલપતિ ડોક્ટર સી કે ટીંબડિયાએ પોતાના જ પુત્રના લગ્નમાં જાનૈયાઓને પ્રાકૃતિક શાકભાજીમાંથી બનેલી રસોઈ પીરસી છે. એટલે ફક્ત સલાહ જ નહીં પરંતુ પોતે પણ પ્રાકૃતિક ખેતીના એટલા જ ચાહક છે તે વાત અહીં સ્પષ્ટ થઈ છે.

ભારત દેશના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે અને દેશમાં ખેત પેદાશો રાસાયણિક મુક્ત બને તે દિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત સતત મહેનત કરી રહ્યા છે ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના પૂર્વ સાઇન્ટીસ્ટ ડોક્ટર સી કે ટીંબડિયા કે જેઓ હાલ હાલોલ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે.

જો પહેલેથી જ પ્રાકૃતિક ખેતી નો એટલો જ પ્રચાર કરતા આવ્યા છે. જે પ્રચાર તેમણે રાજ્ય સ્તર સુધી પહોંચાડ્યો છે. ત્યારબાદ આ અભિગમ પોતાના જ ઘરમાં અપનાવ્યો છે જેમાં પોતાના જ પુત્રના લગ્નમાં જાનૈયાઓને પ્રાકૃતિક ખેતીમાં પકવેલા શાકભાજી અને અન્ય સામગ્રી દ્વારા બનેલી રસોઈ પીરસી હતી.

મહત્વની વાત એ છે કે લગ્નમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા. તેમણે પણ પ્રાકૃતિક ખેતી ના વિવિધ ફાયદા અને અભિગમો વિશે વાત કરી હતી. અને કહ્યું હતું કે ભારત દેશના ખેડૂતો જો પ્રાકૃતિક ખેતી તરફ વળે તો દેશની પવિત્ર જમીન પણ ફરીવાર ફળદ્રુપ થશે. અને તેનો લાભ ખેડૂતો થશે.

મહત્વની એ છે કે ભારત દેશમાં હાલ મોટાભાગની ખેતીલાયક જમીન રસાયણ યુક્ત ખાતરના ઉપયોગને કારણે દૂષિત બની છે જેને કારણે ખેતપેદાશમાં ઘટાડો થયો છે. અને લોકોના સ્વાસ્થ સાથે પણ ચેડા થઈ રહ્યા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. કારણ કે આ રસાયણ યુક્ત ભોજન આરોગવાથી માનવીના શરીરમાં અનેક રોગ ઉત્પન્ન થતા હોય છે. ત્યારે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી ના vc ડોક્ટર સી કે ટીંબડિયા દ્વારા પોતાના જ ઘરથી આ પ્રાકૃતિક ખેતીની પહેલ કરી સમગ્ર ગુજરાત અને દેશના લોકોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા આહવાન કર્યું હતું.

Published by:Vijaysinh Parmar

First published:

Tags: Local 18, નવસારી

Godhra: આલે લે,..હવે વારંવાર ટાંકો સાફ કરવાની ઝંઝટ નહીં, આ યુવકે કરી અનોખી શોધ!

Prashant Samtani, Panchmahal – દરેક લોકો દર 3થી 5 મહિનામાં એક વખતતો પાણીની ટાંકી સાફ કરતા હોય છે. પરંતુ ટાંકી સાફ કરવા માટે ટાંકીની અંડર ઉતરવું પડે છે, જેથી લોકો ટાંકી વ્યવસ્થિત સાફ નથી કરી શકતા. ટાંકી સાફ કરવા માટે ઉતરવામાં પણ જોખમ રહ્યો હોય છે. જેમાં ટાંકીની અંદર ગુગડામણ થી લોકો જીવ પણ ગુમાવતા હોય છે. પણ તેમ છતાંય તે ટાંકીનો 2 ઇંચ જેટલો તળિયાનો ભાગ સાફ થઈ શકતો નથી.

પંચમહાલ જિલ્લા મુખ્ય મથક ગોધરા ખાતે રહેતા યુવક જયેશ પટેલ દ્વાર અનોખી ડબલ બોટમ વોટર સ્ટોરેજ ટેન્કની શોધ કરવામાં આવી છે. જેમાં ફકત ટાંકીની આગળ તરફ નીચે આપેલ વાલ ખોલવાથી ટાંકીની અંદર રહેલ તમામ પાણી બહાર નીકળી જાય છે, અને ટાંકી અંદરથી સાફ થઈ જાય છે. ટાંકીમાં નીચેના ભાગને શંકુ આકાર આપી અને ટાંકીમાં નીચેના ભાગમાં આપેલ વાલ ખોલવાથી ટાંકીમાં રહેલ તમામ કચરા સાથે પાણી બહાર નીકળી જાય છે. જેથી ટાંકીની અંદર ઉતરીને સાફ કરવાની જરૂર પડતી નથી.

જયેશભાઇ સાથે વાત કરતા જણાયું હતું કે, તેમના ઘરે એક વખત ટાંકી સાફ કરવા એક વ્યક્તિને બોલાવી અને સાફ કરાવતા હતા ત્યારે તેમને જોયું કે ટાંકીના નીચેના ભાગમાં રહેલ ગંદકી સાફ થતી નથી. જેથી ટાંકી સાફ કરવા માટે તે વ્યક્તિ ટાંકીની અંડર જઈ ટાંકી સાફ કરી હતી,

અને ટાંકી સાફ કર્યા પછી બહાર નીકળતા તે વ્યક્તિના પગ ભીના હોવાને કારણે તે ટાંકી પરથી નીચે પડ્યો હતો અને તેને ઈજાઓ પણ થઈ હતી. ત્યારથી જયેશભાઈએ વિચાર્યું કે, ટાંકી તો એવી હોવી જોઈએ કે સાફ કરવા ટાંકીની અંદર ઉતરવું ના પડે. જેથી તેમને આવી ટાંકી બનાવવા માટે જરૂરી રિસર્ચ કરી અને નવી ટેકનોલોજી શોધી અને ડબલ બોટમ ઓટો ક્લીન ટાંકીની શોધ કરી છે.

આ ડબલ બોટમ ઓટો ક્લીન વોટર સ્ટોરેજ ટેન્કની કિંમતની વાત કરીએ તો 1 હજાર લિટરની ટાંકીની કીમત 11500 રૂપિયા છે. આ ટાંકી સમગ્ર ગુજરાત રાજ્યમાં મોટી સંખ્યામાં વેચાય છે. આ ટાંકીમાં માસિક આશરે 800 થી 900 યુનિટ વહેચાય છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

First published:

Tags: Local 18, ગોધરા, ટેકનોલોજી

પાટણમાં પાંચ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળનો 36 મો સ્નેહ મિલન સમારોહ, તેજસ્વી તારલાઓનું સન્માન અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન | 36th Sneh Milan ceremony of Patidar Pragati Mandal in Patan, honoring bright stars and organizing blood donation camp

પાટણ27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણના બાલાજી પાર્ટી પ્લોટ ખાતે શ્રી પાંચ ગામ લેઉઆ પાટીદાર પ્રગતિ મંડળનો 36 મો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજ દર્પણની સાતમી આવૃત્તિનું વિમોચન, બાળકોની રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન તેમજ બાળકો એ ગત વર્ષે મેળવેલા શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સિદ્ધીને પ્રોત્સાહિત કરવા સમાજના દાતાઓ દ્વારા મેડલ અને ઇનામો આપવામાં આવ્યાં હતા.

આ કાર્યક્રમના અધ્યક્ષ અને સમાજના સ્નેહમિલન કાર્યક્રમના ભોજન દાતા શાંતાબહેન રામચંદભાઈ પટેલ ભૂતપૂર્વ શિક્ષિકા, સમાજના વિશિષ્ટ આગેવાનો બિપીન પટેલ ( કાકા) ભૂતપૂર્વ ડાયરેક્ટર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, પ્રિતેશભાઇ ભાઈ પટેલ, APMC ચેરમેન અને સામજિક હીત ચિંતકને કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાન તરીકે પસંદગી કરી મંડળ થકી કરવામાં આવતી પ્રવૃત્તિઓને તેમની સમક્ષ ઉજાગર કરવામાં આવી હતી.
સામાજિક ઉત્કર્ષ માટે મંડળના આગામી આયોજનની રજૂઆત
મંડળના પ્રમુખ ડો.ભારતી બહેન પટેલ તરફથી આવકાર પ્રવચનમાં સમાજને પોતાના બાળકોના ઉત્કર્ષ માટે સતત મહેનત કરતી માતાઓને બિરદાવવામાં આવી હતી. સામાજિક એકતા અને સામાજિક ઉત્કર્ષ માટે મંડળના આગામી આયોજનની રજૂઆત કરાઈ હતી. આગામી ચાર વર્ષમાં મંડળનું પોતાનું એક પરિસર બને તે માટે આર્થિક સહયોગ મેળવવા હાકલ કરવામાં આવી અને કાર્યક્રમ દરમિયાન જ દાતાઓ દ્વારા આર્થિક સહયોગ માટેની જાહેરાત કરવામાં આવી હતી. ભવિષ્યમાં નિર્માણ થનાર મંડળના પરિસર માટે શ્રી ગણેશ કરવામાં આવ્યાં હતા.
સામાજિક એકતાની ભાવનાના દર્શન કરાવ્યાં
સમાજના મંડળનું પોતીકું ભવન બનાવવા માટેની હાકલને પાંચ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના સભાસદોએ ટેકો જાહેર કર્યો હતો. આ પ્રસંગે બિપીનભાઈ અને પ્રીતેશભાઈએ પોતે ભલે પાટણથી દુર વસતા હોય છતાં સમાજ ઉત્થાનની દરેક પ્રવૃત્તિમાં સાથે જ છે તેમ જણાવી કોઈ પણ સમયે મદદરૂપ બનવા તેમને યાદ કરવા જણાવી સામાજિક એકતાની ભાવનાના દર્શન કરાવ્યાં હતા.
આ કાર્યક્રમ દરમિયાન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પાટણ અને ડો.અરવિંદભાઈ કે.પટેલના સહયોગથી તેમના નાના ભાઈ સ્વ.અશ્વિનભાઇની પુણ્ય તિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમા 36 બોટલ રક્ત એકત્રિત કરી રક્તદાન મહાદાનની સેવાકીય પ્રવૃત્તિ મંડળ થકી કરી શકાઇ.

અન્ય સમાચારો પણ છે…

At the beginning of the year, with the approach of service activities, – News18 Gujarati

Nidhi Dave, Vadodara:  નવા વર્ષની શરૂઆત નવી સેવાકીય પ્રવૃત્તિ થકી કરવાના અભિગમ સાથે શહેરની વી.એસ. ગ્રૂપ સેવા સમિતિ દ્વારા  1 જાન્યુઆરીએ નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ થકી આંખના નંબર તપાસીને બેતાલાનાં ચશ્માં નિઃશુલ્ક આપવામાં આવ્યા. આ કેમ્પનું આયોજન માંજલપુર વિનિતપાર્ક સોસાયટી ખાતે સવારે 9:30 થી 1:30 વાગ્યા દરમિયાન કરાયું હતું.

વી.એસ. ગ્રૂપ સેવા સમિતિના પ્રમુખ પ્રગ્નેશ પુરાણીએ જણાવ્યું કે, કેમ્પનું આયોજન વાઘોડિયાની પારુલ આયુર્વેદિક હોસ્પિટલ સાથે મળી કરાયું. સંસ્થા દ્વારા આ ચોથો નેત્રયજ્ઞ યોજાયો. જ્યારે નેત્રયજ્ઞ થકી અત્યાર સુધી લગભગ 130 થી 140 મોતિયાનાં ઓપરેશન કરવામાં આવ્યાં છે.

જેમાં આજરોજ 900 જેટલા લાભાર્થીઓ જોડાઈને આંખોને લાગતી સમસ્યા માટે સારવાર મેળવી. આંખોના નંબર ચેક કરી નાગરિકોને બેતાલાનાં ચશ્માં નિઃશુલ્ક આપવામાં આવ્યાં.

જ્યારે આંખ તપાસ બાદ કોઈ નાગરિકને મોતિયાના ઓપરેશનની જરૂર હોય તો તેને હોસ્પિટલ સુધી લઈ જવાની વ્યવસ્થા કરી તેનું ઓપરેશન પણ કરી અપાય છે. દર્દીઓને ઓપરેશન માટે સ્થળ પર નિઃશુલ્ક જમવાની અને નાસ્તા ચાની વ્યવસ્થા વી.એસ ગ્રૂપ અને હોસ્પિટલ થકી કરાઇ.

આજરોજ જે પણ મોતીયાનું ઓપરેશન કરવા માટે નોંધાયા છે એમની માટે મંગળવારે સવારે 8 વાગે કેમ્પ સ્થળથી જ હોસ્પિટલ લઈ જવામાં આવશે. આ કેમ્પમાં કુલ 7 જેટલા ડોકટરો એ સેવા આપી.

આ ગ્રૂપ દ્વારા વર્ષ દરમિયાન સામાજિક, ધાર્મિક, આરોગ્યલક્ષી, શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજનની સાથે આરોગ્યલક્ષી સાધનો જેવાં કે વ્હીલચેર, એરબેડ, પલંગ, ટોયલેટ ચેર વગેરે પણ અપાય છે. દર રવિવારે જરૂરિયાતમંદ પરિવારોને દાતાની મદદ થકી 15 દિવસ ચાલે તેટલી અનાજની કિટનું વિતરણ કરાય છે.

તમારા શહેરમાંથી (વડોદરા)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Eye Care, Local 18, Vadodara

CRICKET PAKISTAN: પાકિસ્તાનની ટીમ માટે 2022 નિરાશાજનક, એકથી એક શરમજનક રેકોર્ડસ

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ (Pakistani Cricket Team) માટે વર્ષ 2022 (Year 2022) ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. બાબર આઝમ (Babar Azam)ની આગેવાનીવાળી પાકિસ્તાની ટીમે ગત વર્ષે ઘરઆંગણે યોજાયેલી આઠ ટેસ્ટ સીરિઝ (Test series)માં એક પણ મેચ જીતી શકી નથી. પાકિસ્તાનને પહેલાં ઓસ્ટ્રેલિયાએ 0-1થી હરાવ્યું. ત્યાર બાદ ઇંગ્લેન્ડે 3 મેચની ટેસ્ટ સીરીઝમાં તેના સૂપડા સાફ કરી નાંખ્યા. ન્યૂઝીલેન્ડની સામે પહેલા ટેસ્ટ મેચમાં પણ પાકિસ્તાની ટીમ હારનો સામનો કરતા માંડ માંડ બચી હતી.

શું હતો પાકિસ્તાની ટીમનો વીક પોઇન્ટ

પાકિસ્તાનની ટીમની તાકાત ફાસ્ટ બોલિંગ રહી છે અને આ દેશે દુનિયાને ઘણા શાનદાર ફાસ્ટ બોલરો આપ્યા છે. પરંતુ વર્ષ 2022માં ફાસ્ટ બોલર્સ (Pakistani Fast Bowlers) જ પાકિસ્તાન માટે સૌથી નબળો પાસો સાબિત થયા છે. પાકિસ્તાને વર્ષ 2022માં કુલ 9 મેચ રમી, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ટીમનો કોઇ પણ ફાસ્ટ બોલર ફાઇવ વિકેટ હોલ પણ હાંસલ ન કરી શક્યા. ત્યાં સુધી કે બાંગ્લાદેશ, વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા જેવી ટીમોના સ્પીડ બોલર્સ પણ તેમની આગળ નીકળી ગયા હતા.

વર્ષ 2022માં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની સ્પીડ બોલર્સે સૌથી વધુ 4-4 વખત ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ્સ લીધી હતી. ઇંગ્લેન્ડના સ્પીડ બોલર્સે 15 મેચમાં 187 અને કિવી ફાસ્ટ બોલર્સે 8 મેચમાં 110 વિકેટ લીધી. તો ઓસ્ટ્રેલિયા, ભારત અને સાઉથ આફ્રિકાના સ્પીડ બોલર્સે 3-3 વખત ફાઇવ વિકેટ હોલ મેળવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરોએ 11 મેચમાં 114, ભારતીય ફાસ્ટ બોલરોએ 7 મેચમાં 68 અને સાઉથ આફ્રિકાના પેસ બોલરોએ 11 મેચમાં 129 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશ, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝની વાત કરીએ તો તેના સ્પીડ બોલર્સે 2-2 ઇનિંગમાં ફાઇવ વિકેટ હોલ લીધા હતા.

આ પણ વાંચો: Rishabh Pant Accident: શરમ કરો શરમ! ઋષભ પંતના અકસ્માત અંગે બોલી રોહિતની પત્ની, ઉર્વશી કરે છે પ્રાર્થના

3 મેચમાં પાકિસ્તાનના નામે 2 વિકેટ

પાકિસ્તાનના ફાસ્ટ બોલરોએ વર્ષ 2022માં કુલ 9 મેચમાં 45 વિકેટ ઝડપી હતી. શ્રીલંકન ટીમના પેસરોએ જ પાકિસ્તાની ફાસ્ટ બોલરો કરતાં ઓછી વિકેટ લીધી હતી. શ્રીલંકાના ફાસ્ટ બોલરોએ આઠ મેચ રમી હતી અને 37 વિકેટ ઝડપી હતી. શ્રીલંકાના ફાસ્ટ બોલરોએ આઠ મેચ રમીને 37 વિકેટ પોતાના નામે કરી હતી. રમતના સૌથી લાંબા ફોર્મેટમાં પાકિસ્તાનના કંગાળ દેખાવનો અંદાજ ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં તેમની સમસ્યા પરથી લગાવી શકાય છે. છેલ્લી ત્રણ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલરો માત્ર બે જ વિકેટ ઝડપી શક્યા છે, જે કોઈ પણ આંતરરાષ્ટ્રીય ટીમ માટે શરમજનક આંકડો છે.

” isDesktop=”true” id=”1311868″ >

પાકિસ્તાનની ટીમે છેલ્લી 4 ટેસ્ટ મેચમાં 6 ફાસ્ટ બોલરનો ઉપયોગ કર્યો છે, જેમાંથી ત્રણ ડેબ્યૂ મેચ પણ રમી ચૂક્યા છે. છેલ્લી 4 ટેસ્ટ મેચોમાં તેનો સૌથી અનુભવી ફાસ્ટ બોલર નસીમ શાહ રહ્યો છે, જેણે પોતાની ટૂંકી કારકિર્દીમાં માત્ર 14 ટેસ્ટ મેચ રમી છે. પાકિસ્તાનની ટીમ આજથી ન્યુઝીલેન્ડ સામે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે. તેના ફાસ્ટ બોલરો પણ નવા વર્ષે ફોર્મમાં પરત ફરવાની તૈયારી કરશે.

Published by:Mayur Solanki

First published:

Tags: Pakistan news, ક્રિકેટ, પાકિસ્તાન

Rajkot: એક સમયે વિદેશ જતી ધોરાજીની ડુંગળી, આજે ભાવ ન મળતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો!

Mustufa Lakdawala,Rajkot : રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ કે એક સમય એવો હતો કે ડુંગળીની માલગાડી વિદેશ અને અન્ય રાજ્યમાં મોકલવામાં આવતી હતી. પણ હવે ખેડૂતોને આ ડુંગળીએ રડાવ્યા છે. જે ડુંગળીના ભાવ એક સમયે ખેડૂતોને 400-500 મળતા હતા. તે ડુંગળીના અત્યારે 150-250 મળી રહ્યાં છે.

ખેડૂતને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા પડ્યા પર પાટુ માર્યા સમાન સ્થિતિ ઉભી થઈ ગઈ છે. કારણ કે એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ ન મળતા રોવાનો વારો આવ્યો છે. જેથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.

ખેડૂતો પોતાની ડુંગળીઓનો ભાવ 400 થી 500 રૂપિયા મળવો જોઈએ તેવી આશા અને અપેક્ષા રાખી રહ્યા છે. કારણ કે આ ખેડૂતોએ મોંઘા મોંઘા બિયારણ લીધા હોય અને જંતુનાશક દવાઓ છાંટીને ખેતરમા ડુંગળીનુ વાવેતર કર્યું હોય અને આજે તેનેતેની મહેનતનું ફળ ન મળતા ચિંતામાં મુકાય છે.

ધોરાજીના ખેડૂતો જ્યારે ડુંગળીને માર્કેટીંગ યાર્ડ ખાતે લઇ આવ્યા હોય અને ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી રહ્યાં.ખેડૂતોને ડુંગળીનો સારો પાક થયેલા છે પણ હાલ ડુંગળીનો પોષણક્ષણ ભાવ નથી મળી રહ્યો. જેથી ધોરાજી પંથકના ખેડૂતોમા મૂંઝવણ જોવા મળી રહી છે.

ધોરાજી માર્કેટીંગ યાર્ડમા ડુંગળીની હરાજી તો થાય છે જેમાં ડુંગળીનો એક મણનો ભાવ 150 રૂપિયાથી લઈને 250 રૂપિયા જેવો બોલાઈ રહ્યો છે ત્યારે ધોરાજી પંથકના ઘણા ખેડૂતો કે જેમને પોતાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કરેલુ છે તેવા ખેડૂતોને પોષણક્ષણ ભાવ ન મળતા ખેડૂતોની મુંઝવણ વધી ગઈ છે.

તમને જણાવી ગયે કે ધોરાજીમાંથી અગાઉ સારી ગુણવતા ધરાવતી ડુંગળીઓ ધોરજીમાંથી રેલવે મારફત બાંગલાદેશમાં પણ મોકલવામાં આવી હતી.આ સાથે જ અન્ય રાજ્યોમાં પણ અહિંયાથી ડુંગળી મોકલવામાં આવતી હતી. પરંતુ હાલ ધોરાજીના ખેડૂતોની ડુંગળીઓનો પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો ચિંતિત પણ છે, અને વર્તમાન સમયના ભાવથી તેવો અસંતોષ હોય તેવું જણાવીને સરકાર ખેડૂતોને વધુ આર્થિક ફાયદો કરાવે અને નુકશાની નહીં કરવી સંતોષ કારક ભાવ અપાવે તેવી માંગ કરી રહ્યા છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

First published:

Tags: Local 18, Onion, ખેડૂત, રાજકોટ

નવસારીમાં એક ગ્રુપે હીરાબાને અનોખી શ્રદ્ધાંજલિ આપી, ત્રણ કલાકમાં બનાવી રંગોળી!

Sagar Solanki, Navsari:  હાલમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું દુઃખદ નિધન થયું છે ત્યારે સમગ્ર દેશમાં શોક વ્યાપ્યો છે. તમામ રાજકીય પક્ષો અને સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું નિધનને લઈને શ્રદ્ધાંજલિ વિવિધ પ્રકારે પાઠવી છે. કોઈએ સોશિયલ મીડિયા દ્વારા તો કોઈએ સભા યોજી, તો કોઈએ પૂજા પાઠ થકી શ્રદ્ધાંજલિ પાઠવી છે.

ત્યારે નવસારી જિલ્લામાં એક ગ્રુપ દ્વારા અનોખી હીરાબાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. નવસારીના અશોકા ગ્રુપ દ્વારા ટાવર પાસે આવેલા લક્ષ્મણ હોલમાં રંગોળી પ્રદર્શન કરવામાં આવ્યું છે જેમાં ખાસ સમગ્ર ગ્રુપ દ્વારા હીરાબાના ફોટા વાળી રંગોળી બનાવી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાડા ત્રણ કલાકમાં સમગ્ર અશોકા ગ્રુપે આ રંગોળી બનાવી અને પ્રધાનમંત્રીની માતા હીરાબાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ સાથે આ ગ્રુપના વિવિધ લોકો દ્વારા અલગ અલગ પ્રકારની રંગોળીઓ પણ અહીં પ્રદર્શિત કરવામાં આવી છે જેમાં જીગલી ખજૂર ફ્રેમ ખજૂર ભાઈ ની રંગોળી, હાલમાં લોકો ની પ્રિય અવતાર ફિલ્મ ના પાત્રની રંગોળી, બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન ની રંગોળી, હાલમાં ખૂબ પ્રચલિત એવી કંતારાની રંગોળી, કાચમાં જોઈ રહેલી દીકરી ને પોતાનું મહાકાળી સ્વરૂપ દેખાતું હોય તેવી રંગોળી, ધોળાયેલાં પાણીમાં બાળકની રંગોળી, મોરપીંછ, હનુમાનજી દ્વારા શિવલિંગને અભિષેક કરતી રંગોળી, પાર્વતી માતાના ખોળામાં સૂતેલા શ્રીજી ની રંગોળી, આ સહિત વિવિધ પ્રદર્શનનો રંગોળીઓ અહીં બનાવવામાં આવી છે.

અશોક લાડ અને તેના અશોકા ગ્રુપ દ્વારા 31 તારીખથી ત્રણ તારીખ એમ ચાર દિવસ આ રંગોળી પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય થીમ હીરાબાની રંગોળી છે જેને દ્વારા પ્રધાનમંત્રી ની માતાના નિધનને લઈને નવસારીના લોકોએ પણ એક અનોખી શ્રદ્ધાંજલિ પાઠવી છે.

નવસારીના આ પેઇન્ટર કલાકાર છેલ્લા 40 વર્ષથી આ કળા સાથે સંકળાયેલા છે. જે આમાંથી જ પોતાની રોજી રોટી પણ મેળવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની માતા ના નિધનને લઈને તેમને એક અનોખો વિચાર આવ્યો અને આ સમગ્ર કલાકૃતિ કરી છે. મહત્વની વાત એ છે કે પોતાની કળા નો ઉપયોગ કરી અન્ય અને શિક્ષિત કરી રોજગારી મેળવતા થાય તેવા પ્રયાસો પણ અશોક લાડ દ્વારા કરવામાં આવ્યા છે. એમાં વિવિધ વિસ્તારોમાં જઈને લોકોને રંગોળી ચિત્ર સહિતની તાલીમ આપી તેમને પગભર કરવામાં આવી રહ્યા છે

Published by:Vijaysinh Parmar

First published:

Tags: Local 18, નવસારી

સુરતના કામરેજમાં નોકરી પરથી ઘરે જતા બાઈક ચાલકનું પતંગની દોરીથી ગળું કપાયું, નસો કપાઈ જતા ઘટના સ્થળે જ મોત | A bike driver on his way home from work in Surat's Kamrej was cut by a kite string, died on the spot after the veins were severed.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Bike Driver On His Way Home From Work In Surat’s Kamrej Was Cut By A Kite String, Died On The Spot After The Veins Were Severed.

સુરત7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
કામરેજ ચાર રસ્તા પર પસાર થતા વાહન ચાલકનું માંજાના કારણે ગળુ કપાતા મોત - Divya Bhaskar

કામરેજ ચાર રસ્તા પર પસાર થતા વાહન ચાલકનું માંજાના કારણે ગળુ કપાતા મોત

ઉતરાયણ સમયે અનેક કિસ્સાઓમાં વ્યક્તિ મોતને ભેટતો હોય તેવો જોવા મળ્યો છે. ઘણા કિસ્સાઓમાં બાળકો પતંગ લૂંટવા માટે દોડાદોડી કરતા અથવા તો ધાબા પરથી પડી જતા મોતને ભેટતા હોય છે તો ઘણી વખત માંજાના કારણે વાહન ચાલકોનું ગળું કપાતા મોતને ભેટતા હોય છે. કામરેજ ચાર રસ્તા ઉપર વાહન ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે માંજા ને કારણે ગળું કપાઈ જતા મોત નીપજો છે.

પતંગના મંજાથી ગળુ કપાતા ઘટના સ્થળે મોત

સુરત નજીક કામરેજ ચાર રસ્તા પરથી એક સમજીવી પોતાના મોટર સાયકલ ઉપર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન જ એકાએક પતંગનો માંજો આવી જતા વાહન ચાલકના ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. વાહન ચાલક ના ગળા પર થી માંજો ફરી જતા બાઈક પરથી નીચે ફટકાયો હતો. યુવકનો ગળું ભયંકર રીતે કપાયું હતું જેના કારણે તેણે મોત નીપજ્યું છે. પતંગ નો માંજો કેટલો હાનિકારક છે તે આ ઘટના પરથી સમજી શકાય છે.

ઘટના સ્થળે મોજ નીપજતા પરિવારમાં શોકનું મોજુ

મકરસંક્રાંતિમાં ઘણી વખત લોકો ખૂબ જ બેદરકારી રીતે પતંગ ઉડાવતા હોય છે. તેના કારણે વાહન ચાલકો ઉપર મુસીબત આવી જતી હોય છે. કામરેજ ચાર રસ્તા પરથી પસાર થતા બળવંત ઉર્ફે રાજુભાઈ પટેલ નવાગામના રહેવાસી છે. પોતે કામકાજ કરીને ઘરે પરત ફરતા હતા. તે દરમિયાન જ ઘટના બની હતી. પતંગનો મારો જાણે તિક્ષ્ણ હથિયાર હોય તે રીતે ગળા ઉપર ફરી વળી હતી. જાણે કોઈએ ગળા ઉપર ચાકુનો ઘા કરી દીધો હોય એટલી હદે પતંગના માજાએ ગળાના ભાગે વાહન ચાલકને બીજા પહોંચાડી હતી.

લુમ્સના કારખાનામાં કામ કરતા ઈસમે જીવ ગુમાવ્યો

નવાગામ માં રહેતા બળવંત ઉર્ફે રાજુભાઈ પટેલ 52 વર્ષીય ઉંમરના હતા. તેઓ લુમ્સ ના કારખાનામાં મજૂરી કામ માટે જતા હતા. નિયમિત રીતે લુમ્સ ના કારખાના માંથી તેઓ સાંજના સમયે પરત આવતા હતા. એકા એક જ કામરેજ ચાર રસ્તા પાસે તેઓ કંઈ સમજે તે પહેલા જ તેમના ગળા ઉપરથી પતંગનો દોરો પસાર થયો હતો. જેને કારણે ગળાની નસો કપાઈ જતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહને કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Animal feed is an important part of animal husbandry business aga – News18 Gujarati

Abhishek Gondaliya, Amreli: પશુધનની વાગોળવાની પ્રક્રિયા તેમજ પાચન ક્રિયાએ મહત્વનો ભાગ છે. પશુપાલન વ્યવસાયમાં પશુ આહાર મહત્વનો ભાગ ભજવે છ. દૂધાળા પશુઓ ગાય,ભેંસ તેમજ નાના પશુઓ ઘેટા અને બકરાએ બે ખરીવાળા વાગોળનાર પશુઓ છે. વાગોળવુંએ ખાસ પ્રકારની ખોરાક લીધા પછીની પ્રક્રિયા છે.

પશુપાલન વ્યવસાયમાં પશુ આહાર ખૂબ મહત્વનો ભાગ છે

પશુ ચિકિત્સક ડો .સુમન ત્રિવેદી જણાવ્યું હતું કે, પશુપાલન વ્યવસાયમાં પશુ આહાર ખૂબ મહત્વનો ભાગ છે. પશુ આહાર વધુ અને સારો આપવાથી દૂધ ઉત્પાદન વધે છે. વાગોળવુંએ ખાસ પ્રકારની ખોરાક લીધા પછીની પ્રક્રિયા છે. બધા પશુઓના શરીરમાં સોલ્યુસન નામનો ઉત્સેચક આવેલો છે,જે ઘાસચારો પચાવવા માટે સક્ષમ બનાવે છે. મનુષ્યમાં આપણે એક પેટ છે જ્યારે આપણા પશુઓનું પેટ ચાર ભાગમાં વહેંચેલું છે. તેના અલગ અલગ નામ આપવામાં આવ્યા છે.

પશુના પેટના ચાર ભાગ: રૂમેન,રેટિકયુલ્મ, ઓમેઝમ ઓબોમેઝમ.

પશુઓનું જઠરએ પેટના પોલાણમાં આવેલું હોય છે. એક ભાગ રૂમેન પણ પેટના પોલાણમાં ડાબી બાજુ આવેલું છે. જેને બહારથી પેટની ડાબી બાજુએ અનુભવી શકીએ છીએ. તાજા જન્મેલા નાના પશુઓમાં રૂમેન કાર્યશીલ હોતું નથી. પશુની વૃદ્ધિ બાદ કાર્યરૂપ બનતું હોય છે. વાગોળનારા પ્રાણીઓ તેમના ખોરાકને પૂર્ણ રૂપે ચાવ્યા વગર જ જલ્દીથી ગળી જાય છે. રૂમેનમાં ભેગું થાય છે. રૂમેન એક પ્રકારની ફુગ્ગા જેવી રચના છે. આ ભાગ પેટના ચારે ભાગ પૈકી સૌથી મોટો ભાગ છે. અંદરથી જોતા તે રેસા વાળા ટુવાલ જેવું દેખાય છે.

તમારા શહેરમાંથી (અમરેલી)

 

પશુ વાગોળતા ન હોય તો તબીબની સલાહ લેવી

ડો .સુમન ત્રિવેદી જણાવ્યું હતું કે, પશુઓની વાગોળવાની પ્રક્રિયા સારી હોવાથી સહેલાઈથી ઘાસચારો પચાવી શકે છે અને સાથે જ આહાર સહેલાઈથી લઈ શકે છે. જો વાગોળવાની પ્રક્રિયા ધીમી અથવા ન વાગડતા હોય તો પશુ ચિકિત્સાને બોલાવી જરૂરી સારવાર કરાવી જરૂરી છે. જેથી દૂધ ઉત્પાદનમાં વધઘટ ન થાય દૂધ ઉત્પાદનમાં સૌથી મહત્વનો ભાગ આહાર ભજવતો હોય છે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Amreli News, Animal husbandry, Local 18

A large amount of country sorghum was planted in Walia talika amb – News18 Gujarati

Aarti Machhi, Bharuch: વાલિયા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસાની સિઝનમાં થતા પાકોની ખેતી કરવામાં આવે છે.પરંતુ સિંચાઈની યોગ્ય વ્યવસ્થા થતા ખેડૂતો છેલ્લા 35 વર્ષથી શેરડી સહિત પિયત ખેતી કરતા થયા છે.ત્યારે વાલિયા તાલુકાના દોડવાડા,સિલુંડી અને ઘોડા,વાગલખોડ,પીઠોર,ડહેલી સહિત દેસાડ ગામની સીમમાં દેશી જુવારની ખેતી મોટી પ્રમાણમાં કરવામાં આવે છે. તાલુકાનું વાતાવરણ શિયાળુ જુવાર માટે અનુકૂળ આવતું હોવાથી મોટા પ્રમાણમાં તેનું ઉત્પાદન થાય છે.

ભૂંડનો ત્રાસ વધારે હોવાથી ચાલુ વર્ષે જુવારનું વાવેતર ઓછું કર્યું

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના દોડવાડા ગામના ખેડૂત આશિષ પટેલ છેલ્લા કેટલાય વર્ષોથી દેશી જુવારની ખેતી કરે છે. ગત વર્ષે 175 મણ દેશી જુવારનો પાક થયો હતો. પરંતુ દેશી જુવારમાં ભૂંડનો ત્રાસ વધારે હોવાથી ચાલુ વર્ષે જુવારનું વાવેતર ઓછું કર્યું છે. તેઓ જુવારનું કડબનું વાવેતર કરે છે. આ કડબ તબેલા વાળા ચારા માટે લઈ જાય છે. એક પુડાના આઠથી દસ રૂપિયા મળે છે.

દોડવાડા ગામમાં દેશી જુવારનો પાક મબલખ પ્રમાણમાં

તમારા શહેરમાંથી (સુરત)

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના દોડવાડા ગામમાં દેશી જુવારનો પાક મબલખ પ્રમાણમાં થાય છે. 10 મહિનામાં જુવારનું વાવેતર થઈ જાય છે.

સુકી જુવાર હવામાનથી પાકે છે, તેઓ ચાર વિઘા જમીનમાં 15 કિલો જુવારનું વાવેતર કરે છે અને ઉત્પાદન 5થી વધુ ક્વિન્ટલ થાય છે. જુવારની ખેતીમાં ફાયદો થતો હોવાનું ખેડૂત આશિષ પટેલે જણાવ્યું હતું.

જુવારના વેચાણ માટે બહાર જવું નથી પડતું

ખેડૂત આશિષ પટેલે જણાવ્યું હતું કે, દેશી જુવાર કર્યા બાદ ઘરેથી જ વેચાઈ જાયછે. તેઓને તેના વેચાણ અર્થે બહાર માર્કેટમાં જવું પડતું નથી. લોકો હાંસોટ તાલુકા સહિત અન્ય તાલુકાઓમાંથીની ખરીદી માટે આવે છે.

વરસાદ વધારે પડવાના કારણે જુવારનું વાવેતર પાછળ ગયું

ખેડૂત આશિષ પટેલે જણાવ્યું હતું કે, ગામમાં 400 એકર જમીનમાં જુવારનું વાવેતર થાય છે. જુવારનો રોટલો સારો બને છે. રાત્રે બનાવેલ જુવારનો રોટલો સવારે પણ એવો જ હોય છે. જુવાર વેચવા માટે માર્કેટમાં જવું પડતું નથી. સંબંધીઓમાં જ જુવારનું વેચાણ થઈ જાય છે.

 

લોકો ઘરે આવીને જ જુવાર ખરીદી જાય છે. આ વર્ષે વરસાદ વધારે પડવાના કારણે જુવારનું વાવેતર પાછળ ગયું અને તેના પગલે જુવાર ઓછી જોવા મળી રહી છે. પાકને પોષણ મળી ન રહેતા આ વર્ષે જુવાર ઓછી છે. તેમજ ભૂંડના ત્રાસના કારણે પણ જુવારનું વાવેતર ઓછુ કર્યું છે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Bharuch, Farmer in Gujarat, Local 18

રાજકોટ: મોતની સફરમાં પણ મિત્રોએ નિભાવી યારી, અંતિમયાત્રા જોઇને ગામ હિબકે ચડ્યું

Rajkot News: રાજકોટના ધોરાજી અને ગોંડલના બે જીગરજાન મિત્રોએ મોતની સફરમાં પણ મિત્રતા છોડી ન હોવાનો કિસ્સો સામે આવ્યો, અંતિમયાત્રા જોઇને ગામ હિબકે ચડ્યું

Navsari: ભયજનક રીતે વધી રહ્યાં છે અકસ્માત, ધર્મગુરુઓએ લીધો એવો નિર્ણય કે જાણીને ગર્વ થશે!

Sagar Solanki, Navsari:  હજી પણ દેશમાં માનવતા જીવીત છે કારણ કે નવસારીના બનેલી રાત્રી દરમિયાન બસ અને કાર અકસ્માતની ઘટના જેણે હર કોઈને હચમચાવી નાખ્યા છે લોકોએ આ ઘટનાને લઈને સહાનુભૂતિ પણ દાખવી છે તો કેટલા લોકો સહાય માટે પણ આગળ આવ્યા છે. 31 ડિસેમ્બરની વહેલી સવારે નવસારીના નેશનલ હાઈવે પર આવેલા વેસ્મા પાસે એક ગોઝારો અકસ્માત થયો હતો. અમદાવાદ થી વલસાડ તરફ જઈ રહેલા કારનો એક બસ સાથે અકસ્માત થતાં એ ઘટનામાં નવ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા.

નવસારી નજીકના નેશનલ હાઇવે નંબર 48 પર પરથાના ખાતે આ અકસ્માતમાં જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે તેમને સંવેદના સ્વરૂપે લાઠીની રામકથા ની વ્યાસપીઠ તરફથી પ્રત્યેક મૃતકના પરિજનોને રૂપિયા 11000 -11000ની સંવેદના સહાયતા જાહેર કરવામાં આવી.

આ અકસ્માતમાં જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે તે માટે પૂજ્ય મોરારી બાપુએ તેમના પરિજનો માટે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. આ ઉપરાંત આ ઘટનામાં જે લોકો ઘાયલ થયા છે તેઓ ઝડપથી સ્વસ્થતા પ્રાપ્ત કરે તેવી પણ પ્રાર્થના પૂજ્ય બાપુએ કરી.

અગાઉ પણ જ્યારે કોરોના કાળ દરમિયાન આવી જીવ ગુમાવવાની ઘટના કેટલાય પરિવારોમાં બની છે આ તમામ લોકોને મદદ કરવા માટે પણ તંત્ર અને અન્ય સામાજિક સંસ્થાઓ આગળ આવી હતી પરંતુ હાલમાં આ બનેલી ગોઝારી ઘટનામાં તંત્ર એ તો સહાયની જાહેરાત કરી જ છે પરંતુ ધાર્મિક સંસ્થાઓ અને ધર્મગુરુઓ પણ મૃતકોના પરિવારજનોની વાહરે આવ્યા છે. કારણકે કેટલાય લોકોએ પોતાનો જીવન સહારો ગુમાવ્યો છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

First published:

Tags: Local 18, અકસ્માત, નવસારી

પાલિતાણામાં ચિકન-મટન બાદ સફરજનનો હલવો ખાતાં 150 મહેમાનોને ફૂડ પોઇઝનિંગ, હોસ્પિટલમાં બેડ ખૂટ્યાં | After chicken-mutton in Palitana, guests' health deteriorates after eating apple halwa, more than 150 people get food poisoning, hospitals run out of beds

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • After Chicken mutton In Palitana, Guests’ Health Deteriorates After Eating Apple Halwa, More Than 150 People Get Food Poisoning, Hospitals Run Out Of Beds

ભાવનગર9 મિનિટ પહેલા

જૈનનો તીર્થનગરી પાલીતાણા સીસીટીવીમાં તોડફોડ મામલે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યારે વધુ એક વખત ચર્ચામાં આવી છે. લગ્નની દાવતમાં 100થી 150 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાની ઘટના સામે આવી છે. રવિવારે સાંજે યોજાયેલા લગ્ન પ્રસંગમાં એક હજારથી વધુ લોકોએ ચિકન, મટન, બિરીયા સહિતનું નોનવેજ ભોજન આરોગ્યુ હતું. જે બા સફરજનનો હલવો અને છાશ આરોગતા 150થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. લોકોને ઉલ્ટીઓ થતા માનસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બેડ ખૂટી પડ્યા હતા.

સૌથી વધુ બાળકો ફૂડ પોઇઝનિંગના ભોગ બન્યા
પાલિતાણા શહેરમાં રહેતા અને અને ગારીયાધાર રોડપર પાન-માવાની દુકાન ધરાવતા મહેતરના આંગણે લગ્નનો પ્રસંગ હતો, જેથી પાલિતાણાના તળાવ વિસ્તારમાં આવેલા જમાત ખાનામાં દાવતનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 હજારથી વધુ લોકોએ સફરજનનો હલવો, છાશ, ચિકન બિરીયાની મટન સહિતનું નોનવેજ ભોજન આરોગ્યુ હતું. જેમાં 150થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી, જેમાં સૌથી વધુ બાળકોનો સમાવેશ થાય છે.

પાલિતાણા-ભાવનગર અને પ્રાઈવેટ હોસ્પિટલમાં દર્દીઓને ખસેડાયા
દાવતમાં ભોજન બાદ પ્રથમ બાળકોને ઝાડા-ઉલ્ટી સાથે તબિયત લથડતાં હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં હતાં. આ દરમિયાન એક બાદ એક બાળક અને ત્યારબાદ યુવાનો મહિલાઓ અને વૃદ્ધોએ પણ ઝાડા-ઉલ્ટી સહિતની ફરિયાદ કરતાં જોતજોતામાં 150થી વધુ લોકોને આ પ્રકારે ખોરાકની ઝેરી અસરના લક્ષણો વર્તાતા સમગ્ર સ્થિતિને પારખીને સ્થાનિક પ્રશાસન તથા સામાજિક કાર્યકરો મદદે દોડી આવ્યા હતા. અનેક લોકોને ફૂડ પોઇઝનિંગ આર થતા પાલિતાણા, ભાવનગર અને પ્રાઈવેટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં લોકોની ભીડ જોવા મળી
સ્થાનિક ઈકબાલભાઈએ જણાવ્યું હતું કે, પાલીતાણાના પ્રસંગમાં જમણવાર હતો, જેમાં લોકોમાં ફૂડ પોઇઝનિંગની અસર થતા માનસિંહજી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે કોઈને ખાનગીમાં તો કોઈ ભાવનગર રીફર કરવામાં આવ્યા હતા. ફૂડ પોઇઝનિંગનો ભોગ બનેલા લોકો પાલિતાણાના પરિમલ, નવાગઢ અને 50 વારિયા વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક સામાજિક કાર્યકરો, રાજકીય પક્ષના નેતાઓએ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મોડી રાત સુધી પાલિતાણાની હોસ્પિટલમાં લોકોની ભીડ જોવા મળી હતી. મહત્વનું છે કે, આ ઘટનામાં કોઈ ગંભીર દર્દી હોવાનું સામે આવ્યું નથી. જેને લઈ લોકો અને તંત્રમાં રાહત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે…