Sunday, January 1, 2023

સુરતમાં છેતરપિંડી આચતો એકાઉન્ટન્ટ ઝડપાયો

સુરત: ગુજરાત રાજ્યમાં સુરત શહેર ઝડપી વિકાસ પામતુ અને મેગા સીટી બનવા જઇ રહેલ શહેરની યાદીઓમાં અગ્રેસર છે. આ સાથે આર્થિક દષ્ટિએ સુરત શહેરમાં કાપડ માર્કેટ, હીરા બજાર જેવા નાના મોટા વિવિધ ઉધોગો પણ કાર્યરત છે. જેમાં મોટા પ્રમાણમાં પેઢીઓ/ફર્મો પોત પોતાના સી.એ./એકાઉન્ટન્ટ રાખતા હોય છે અને તેઓ દ્વારા પેઢી/ફર્મના વ્યવહારો સરકારશ્રીની અધીક્રુત કરની જગ્યાએ જરૂરી ચુકવણી અને તે અંગેના હિસાબો રજુ કરવામાં આવતા હોય છે. પરંતુ એક એકાઉન્ટન્ટ દ્વારા પોતાનો આર્થિક ફાયદો મેળવવા ઇન્કમટેક્ષનાં પેનલ્ટીની બોગસ નોટીશો અને બોગસ ચલણો મોકલી તેના દ્વારા પેઢી/ફર્મના માલિક પાસેથી લાખોમાં નાણા મેળવી છેતરપિંડી કરી હોવાની રાવ ઉઠવા પામી હતી.

છેતરપિંડી આચરતા એકાઉન્ટન્ટ ઝડપાયો

પોલીસે ભોગ બનનારાઓની રજુઆત અને માહિતી મેળવી તેઓ પાસેથી આરોપીએ આપેલ ઇન્કમટેક્ષનાં પેનલ્ટી અંગેના બોગસ લેટરો અને બેંકના બોગસ ચલણો સંલગ્ન કચરીઓમાં ખરાઇ અર્થે મોકલી છે. જેમાં ભોગ બનનારને વોટ્સઅપ અને ઇ-મેઇલ દ્વારા આરોપીએ મોકલેલ ઇન્કમટેક્ષના પેનલ્ટી અંગેના બંન્ને લેટરો અને ICICI બેંકનાં ઇન્કમટેક્ષ ભર્યા અંગેના ચલણો પણ બોગસ હોવાનું પ્રાથમિક રીતે જણાતાં પોલીસે ગુનો રજીસ્ટર કર્યો હતો. ગુનાની તપાસ દરમિયાન ગુનો કરનાર આરોપીને લોકેટ કરવા હ્યુમન રીસોર્સના મદદથી માહિતી એકત્રીત કરી આરોપીના રહેઠાણના સરનામા પર તેઓની હાજરીના સમયની ખાત્રી કરી સ્ટાફના માણસો સાથે રેડ કરી ઉપરી અધિકારીઓની સુચના અને માર્ગદર્શન મુજબ બી/1002, નોવા ગેલેક્ષી, પાલ કેનાલ રોડ, અડાજણ, સુરત ખાતેથી આરોપી અક્ષય અશ્વીનકુમાર સુમવાલાની ધરપકડ કરવામાં આવી છે.આ પણ વાંચો:  તાળા-ચાવી બનાવનાર પાસે દાંતનું ચોકઠું ફીટ કરાવ્યું 

પોલીસે આ મામલે તપાસ હાથ ધરી

આ સાથે આરોપીની પૂછપરછ કરી અન્ય કોઇ વેપારી સાથે છેતરપિંડી આચરેલ છે કે કેમ? તે બાબતે તપાસ કાર્યવાહી ચાલુ કરવામાં આવી  છે. આરોપીની પૂછપરછ અને તપાસમાં આરોપીએ ફરિયાદી સિવાય અન્ય લોકો સાથે પણ અલગ અલગ રીતે છેતરપિંડી કરેલ હોવાનું જાણવા મળ્યું છે. આરોપીએ અલગ અલગ ભોગ બનનાર વેપારીઓના એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. તેઓ પાસેથી એલ.આઇ.સી પ્રીમિયમના નાણા મેળવી પ્રીમિયમ ભરેલ નથી, તેમજ ઇન્કમટેક્ષ અને જી.એસ.ટી. વિભાગના નામે તેઓ પાસેથી પણ ખોટી રીતે નાણા મેળવેલ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

આ પણ વાંચો: નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર

સુરત ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ

આરોપી દ્વારા આ રીતે ભોગ બનનાર વ્યક્તીઓનો સંપર્ક કરી તેઓને ઇકો સેલનો સંપર્ક કરવા અને આરોપીએ કરેલ ગુનાહીત ક્રુત્યો બહાર લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે અને તે દિશામાં તપાસ ચાલુ કરવામાં આવી છે પોલીસ જાહેર જનતા જોગ અપીલ કરી છે. આવી કોઈ ઓપરેન્ડીથી કોઇ એકાઉન્ટન્ટ કે સી.એ. (ચાર્ટડ એકાઉન્ટન્ટ) દ્વારા અથવા આરોપી અક્ષય સુમવાલા દ્વારા આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવેલ હોય તો આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનો સંપર્ક કરવા જણાવાયું છે.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Vimal Prajapati

First published:

Tags: Crime news, Surat crime news, ગુજરાત

પ્રાંતિજના અનવરપુરા પાસે જીપડાલાની અડફેટે ઊંટલારીમાં સવાર શખ્સનું મોત; ચાલકને ગંભીર ઈજાઓ | Man on camel killed in collision with Jipdala near Anwarpura in Prantij; Serious injuries to the driver

સાબરકાંઠા (હિંમતનગર)24 મિનિટ પહેલા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના અનવરપુરા પાસે જીપ ડાલા ચાલકે ઊંટલારીને ટક્કર મારતા ઊંટલારીમાં સવાર શખ્સનું મોત નિપજયુ હતુ. તો ઊંટલારી ચાલકને જીવલેણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે પ્રાંતિજ અને ત્યારબાદ હિંમતનગર સિવિલમાં ખસેડવામા આવ્યો હતો. આ અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાંતિજના સીતવાડામાં રહેતા ઊંટલારી માલિક જગદીશભાઇ ઈશ્વરભાઇ રાવળ કે જેવો પોતાની લારી લઈને કુંટુંબી ભાઇ ચતુરભાઇ કચરાભાઇ રાવળ સાથે પ્રાંતિજ ખાતે સામાનનો ફેરો ખાલી કરવા માટે આવ્યા હતા. સામાન ખાલી કરીને પરત સીતવાડા ખાતે જઇ રહ્યા તે દરમ્યાન અનવરપુરા બાજુથી એક ચાલક પોતાના કબજાનું જીપ ડાલુ હંકારી લાવીને સામેથી આવી રહેલા ઊંટલારીને ટક્કર મારતા ઊંટલારીનું અકસ્માતમાં કચરઘાણ નિકળી ગયું હતુ. અકસ્માત બાદ સેન્ટીગ ભરેલ ડાલુ પણ પલ્ટીખાઇ ગયુ હતુ. તો ઊંટલારીમાં બેઠેલા ચતુરભાઇ કચરાભાઇ રાવળનુ ગંભીર ઈજાને કારણે ધટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ. અકસ્માત થતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. તો અનવરપુરા ખાતે રહેતા તાલુકા સદસ્ય રાજ પટેલ પણ ધટનાસ્થળે દોડી આવી 108ને ફોન કર્યો હતો અને ઈજાગ્રસ્ત લારી ચાલક જગદીશ ઈશ્વરભાઈ રાવળને શરીરે જીવલેણ ઈજાઓ પહોચતા 108 મારફતે પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામા આવ્યા હતા.

અકસ્માત અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા ચતુરભાઇ કચરાભાઇ રાવળને ચાર બાળકો છે. જેમા બે દીકરા અને બે દીકરીઓ છે. તો અકસ્માતમાં પિતાનુ મૃત્યુ થતા ચારેય બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર નોધારો બન્યો છે.

અન્ય સમાચારો પણ છે…

જામનગરમાં આર્યુવેદ-સાઈન્ટિફિકલ સમન્વયથી સારા બાળકની પ્રાપ્તિ અંગે ‘સુપ્રજા 2023’ નેશનલ સેમિનારનું આયોજન

કિંજલ કારસરીયા, જામનગર: 1 જાન્યુઆરી, 2023ના કુંવરબાઈ જૈન ધર્મશાળામાં ગ્રભોપનિષદ ફાઉન્ડેશન દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, આર્યુવેદ વ્યાસપીઠ અને ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ‘સુપ્રજા -2023’ દ્વિતીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. આર્યુવેદના કાશી ગણાતા જામનગરના આંગણે ‘સુપ્રજા -2023’ રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં બે સેશનમાં જુદા જુદા 170 જેટલા આયુર્વેદના સ્નાતકો, અનુસ્નાતકો, પ્રેક્ટિસનર્સ અને તબીબી ક્ષેત્રે આર્યુવેદનું અધ્યયન કરતાં લોકો જોડાયા હતા.

કોણ કોણ હાજર રહ્યુ હતું?

‘સુપ્રજા -2023’ સેમિનારનું જામનગરના મેયર બીનાબેન કોઠારી, આઈ.ટી.આર.એ.ના ડાયરેક્ટર ડો. અનુપ ઠાકર, આયુર્વેદ વ્યાસપીઠ નાગપુરના વૈદ્ય મૃણાલ નામદાર, ગ્રભોપનિષદ ફાઉન્ડેશનના ડો.હિતેશ જાની, જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો. દીપક પાંડે, આયુર્વેદ વ્યાસપીઠ ગુજરાતના વૈદ્ય પ્રજ્ઞાબેન, વૈદ્ય ભાર્ગવભાઈ, આયુર્વેદ વ્યાસપીઠ સૌરાષ્ટ્રના વૈદ્ય મેહુલ જોષી, વૈદ્ય મિલન ભટ્ટ, વૈદ્ય વિજય તેલંગ, વૈદ્ય મિત ફળદુ, ‘સુપ્રજા -2023’ના ચેરમેન ડો. દર્શનાબેન પંડ્યા, ગ્રભોપનિષદ ફાઉન્ડેશનના ડો. કરિશ્માબેન નારવાણી સહિતના મહાનુભાવો એ દીપ પ્રાગટ્ય વડે પ્રારંભ કરાવ્યો હતો.આ પણ વાંચોઃ હવે રાજકોટ સુધી એશિયાઈ સિંહની ડણક સંભળાશે

વિવિધ રિસર્ચ પેપર રજૂ કર્યા

આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારીએ આર્યુવેદથી ઉચ્ચકોટીના સંતાનો કેવી રીતે પ્રાપ્ત થાય તે માટે આ પ્રકારના સેમિનારો હવે લોકજાગૃતિ માટે આવશ્યક બન્યા છે. તેવું જણાવી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. ‘સુપ્રજા -2023’ સેમિનારમાં જામનગર ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી 170 જેટલા ફેકલ્ટીઓ રિસર્ચ પેપર સાથે આવ્યા હતા અને પોતાના મંતવ્યો પણ રજૂ કર્યા હતા.

આ પણ વાંચોઃ રાજકોટની એક ખાનગી શાળાની પરીક્ષાનું પેપર ફૂટ્યું

‘સુપ્રજા -2023’ એટલે 9 ટીમોની મહેનત

સેમિનાર દરમિયાન મુખ્ય વક્તા સાઇન્ટિસ્ટ વૈદ્ય ગીરીશજી ટીલુ દ્વારા સાયન્ટિફિક અને આર્યુવેદના સમનવ્યથી સારી પ્રજાતિના બાળકો કેવી રીતે આવી શકે તે માટે રિસર્ચ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ‘સુપ્રજા -2023’ સેમિનારના આયોજન માટે છેલ્લા એક મહિનાથી 9 જેટલી ટીમો દ્વારા 50 અગ્રણીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

તમારા શહેરમાંથી (જામનગર)

Published by:Vivek Chudasma

First published:

Tags: Jamnagar City, Jamnagar News

રાજકોટની એક ખાનગી શાળાની પરીક્ષાનું પેપર ફૂટ્યું, સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ

રાજકોટઃ ગુજરાતમાં અવારનવાર પેપર ફૂટવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એકવાર રાજકોટની શાળાનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. એક ખાનગી શાળાના યુનિટ ટેસ્ટનું પેપર ફરતું થયું હતું. ત્યારે આ ઘટના બાદ શિક્ષણતંત્ર સહિત શાળા સંચાલકો દોડતા થઈ ગયા હતા.

ધોરણ 11નું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ

મળતી માહિતી પ્રમાણે, રાજકોટના સ્વામિનારાયણ ચોક મેઈન રોડ પર આવેલી શ્રદ્ધા સ્કૂલનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. વાયરલ થયેલા પેપરમાં શ્રદ્ધા સ્કૂલનું નામ પણ લખેલું છે. આ પેપર આગામી ત્રણથી ચાર તારીખે લેવાનારી પરીક્ષાનું હોવાની વિગતો સામે આવી હતી. વાયરલ થયેલું પેપર ધોરણ 11ની આર્ટ્સ સ્ટ્રીમનું છે. 11મા ધોરણના વાણિજ્ય વ્યવસ્થા નામના વિષયનું આ પેપર છે. આ પેપર વાયરલ થતાં જ ફરી એકવાર શિક્ષણ તંત્ર પર સવાલો ઉઠ્યાં છે.આ પણ વાંચોઃ તાળા-ચાવી બનાવનારે દાંતનું ચોકઠું ફીટ કર્યુ!

શાળા સંચાલકોએ શું કહ્યુ?

આ સ્કૂલના સંચાલકોએ ન્યૂઝ 18ની ટીમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘આ પેપર અમારી સ્કૂલનું છે જ નહીં. અમારી સ્કૂલના પેપર હજુ છપાયાં જ નથી.’ આ સમગ્ર ઘટના મામલે તેમણે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને પણ જાણ કરી છે. કોઈએ તેમની સ્કૂલને બદનામ કરવા માટે આ રીતે ખોટું પેપર વાયરલ કર્યું હોવાનું જણાવ્યું હતું. સ્કૂલ સંચાલક દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને સમગ્ર બાબતથી વાકેફ કરાયા હોવાની વાત પણ તેમણે કરી હતી. સ્કૂલ સંચાલકોએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલાં તો તેમના દ્વારા જાણવાનો પ્રયાસ કરાશે કે, આ પેપર કોણે વાયરલ કર્યું છે અને ત્યારબાદ તેમની સ્કૂલને બદનામ કરનારા સામે જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Vivek Chudasma

First published:

Tags: Paper leak, Rajkot News, Social Media Viral

દહેગામના હીલોલમાં ઘરની કાચી દીવાલ ધસી પડતા દટાઈ જવાથી બે સગી બહેનોના મોત | Two cousins died after the mud wall of the house collapsed and buried them in Hilol of Dehgam.

ગાંધીનગર16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દહેગામ તાલુકાના હીલોલમાં આજે સાંજના સમયે ઘરમાં બાંધવામાં આવેલા સાડીના હીચકા ઉપર ઝુલતી વખતે એક બાજુની કાચી દિવાલ ધસી પડતાં કિશોરવયની બે સગી બહેનોનું કાટમાળ નીચે દટાઈ જવાથી કરૃણ મોત નીપજ્યું છે. આ મામલે દહેગામ પોલીસે સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દહેગામ તાલુકાના હીલોલમાં આજે સાંજના સમયે કરુણાંતિકા સર્જાતા એક જ પરિવારની બે સગી બહેનોનાં અકાળે મોતથી વાઘેલા પરિવાર પર આભ તૂટી પડયું હતું. અત્રે રહેતાં અશ્વિનભાઈ વાઘેલા (ઠાકોર) ની બે દીકરીઓ આરુષિ (ઉં. 12)અને જાહ્નવી (ઉ. 4) આજે સાંજના સમયે ઘરમાં બાંધવામાં આવેલા સાડીના હીચકાએ રોજની માફક હીચકા ખાઈ રહી હતી. પરંતુ આજે અચાનક જ એક બાજુની કાચી દિવાલ ધસી પડી હતી. જેનાં કારણે હીચકો તૂટી ગયો હતો. બંને બહેનો જમીન પર પડી હતી.

એ દરમ્યાન દીવાલની સાથો સાથ ઘરનો કાટમાળ પણ બંને બહેનો ઉપર પડ્યો હતો. આ બનાવના પગલે પરિવારજનો દોડી ગયાં હતાં. અને કાટમાળ નીચેથી બંને બહેનોને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢી દહેગામ સીએચસી સેન્ટર લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બંને બહેનોને તપાસીને મૃત જાહેર કરી હતી.

ત્યારે નવા વર્ષ – 2023 ના પહેલા દિવસે જ બંને દીકરીઓનું અકાળે અવસાન થતાં વાઘેલા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં દહેગામ પોલીસ પણ દોડી ગઈ હતી. અને જરૂરી કાનૂની કાર્યવાહી કરી બંન્ને બહેનોનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. ત્યારે અચાનક દિવાલ ધસી પડવાથી બે માસુમ બાળાનાં અવસાનના સમાચાર પ્રસરી જતાં ગામમાં પણ ગમગીની છવાઇ જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે…

નકલી ડોક્ટર પાસે દાંતનું ચોકઠું ફીટ કરાવ્યું

રાજકોટ: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. તાળાની ડુપ્લીકેટ ચાવી બનાવનારો દાંતનો ડોક્ટર બની ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે ભોગ બનનાર દ્વારા નકલી દાંતના ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જગનસિંહ ખીચીની ધરપકડ કરી લીધી છે. રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શામજીભાઈ જીવાભાઇ રાઠોડ નામના વ્યક્તિએ જગ્ગન સિંગ પરસોતમ સિંગ ખીંચી વિરુદ્ધ આઈપીસીની કલમ 336, 419 તેમજ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ 1963 ની કલમ 30 મુજબ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

નકલી દાંતના ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ

ઉલ્લ્ખનીય છે કે, ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘હું નવા થોરાળા શેરી નંબર 3મા રહું છું. તેમજ છેલ્લા 30 વર્ષથી ખીજડા વાળી શેરીની બાજુમાં સરલ ફેક્ટરી ખાતે મજૂરી કામ કરું છું. સંતાનમાં મારે બે દીકરાને બે દીકરીઓ છે. જેમાં દીકરીઓના લગ્ન થઈ ચૂક્યા છે. જ્યારે મારા બાકીના બે દીકરાઓ મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. ગત 20 મી ડિસેમ્બર ના રોજ હું 80 ફૂટ રોડ ઉપર આવેલા ચાવડાની દુકાન પાસે ઉભો હતો. ત્યારે એક ભાઈ જે મારી સાથે ચા પીવા આવતા હતા તેમની સાથે મેં વાતચીત કરી હતી કે મારે જમણા જડબામના નીચેના દાંત પડી ગયા છે તેથી મારે નવું ચોખઠું બેસાડવું છે. ’આ પણ વાંચો: સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ઝડપાયો રીઢો ચોર, પૂછપરછ કરતા છ જેટલા ગુનાઓ ડિટેક્ટ થયા

પોલીસે કરી નકલી દાંતના ડોક્ટરની ધરપકડ

વધુમાં જણાવ્યું કે, ‘મારી સાથે વાત કરનાર ભાઈએ કહ્યું હતું કે, કેનાલ રોડ પર આવેલ ફુટ પાડી ઉપર નાગરિક બેંક સામે પદ્મકુવરબા હોસ્પિટલની દિવાલની બાજુમાં મેં અગાઉ ચોખઠું ફીટ કરાવ્યું હતું. તેનું કામ સારું છે. જેથી ગત 20મી ડિસેમ્બરના રોજ બપોરના એક વાગ્યા આસપાસ મારી ધર્મપત્ની જશુબેન રાઠોડ સાથે ત્યાં ગયો હતો. ત્યાં જગનસિંગ ખીચીએ અમને જણાવ્યું હતું કે, હું તમારા દાંત ફિટ કરી દઈશ. અમે ઘણા માણસોના દાંત તેમજ ચોખઠા તેમજ સડેલા દાંત કાઢી નવા ફીટ કરી આપ્યા છે. જગનસિંગ ખીચીએ મારા નીચેના ઝાડબાનું માપ લઈ લીધું હતું. તેમજ રોકડા 3300 લઈ મને જણાવ્યું હતું કે તમે પાંચ દિવસ પછી આવજો હું તમારા ચોખઠા ફીટ કરી આપીશ. ’

તાળા-ચાવી બનાવનાર પાસે દાંતનું ચોકઠું ફીટ કરાવ્યું

ફરિયાદ પ્રમાણે આરોપીએ કહ્યું કે, ‘26 તારીખના રોજ મારા ચોખઠા ફિટ કરી આપવામાં આવતા મને દુખાવો થવા લાગ્યો હતો. તેમજ જે જગ્યાએ ચોખઠા ફીટ કરવામાં આવ્યા હતા તે જગ્યાએ મને ચાંદા પણ પડી ગયા હતા. જેના કારણે હું 27મી તારીખના રોજ ફરી પાછો જગનસિંગ ખીચી પાસે ગયો હતો અને મને પડી રહેલી તકલીફ વિશે મેં તેને જણાવ્યું હતું. ત્યારે તેણે મને કહ્યું હતું કે દાંત તેમજ ચોખઠા બરાબર છે. તમને બરાબર થતાં દસ દિવસ જેટલો સમય લાગશે. જે દરમિયાન અમે બીજા ડોક્ટરને ત્યાં ગયેલા અને તેને મને જણાવ્યું કે, ચોખઠા ફીટ કરવાના કારણે તમને દુખાવો થયો છે તેમજ ચાંદા પડ્યા છે.’

આ પણ વાંચો: ભારત પાક બોર્ડર પાસે આવેલ નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર

નકલી ડોક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો

ઉલ્લેખનીય છે કે, કોઈપણ જાતની ડોક્ટરની ડિગ્રી વગર જગનસિંગ ખીચી નામઠા વગરનું દવાખાનુ ચલાવે છે. તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડા પણ કરે છે. જગનસિંગ ખીચી લોકોના દાંત ફીટીંગ તેમજ તાળા ચાવીનું કામ પણ કરે છે. મળતી માહિતી મુજબ ફરિયાદીના પત્ની રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. તેમજ જાણવા મળતી વિગતો અનુસાર અન્ય ડેન્ટિસ્ટની હોસ્પિટલમાં ખર્ચ વધુ થતો હોવાના કારણે ઓછા પૈસામાં પોતાનું કામ નીકળી જશે તે માટે ફરિયાદી અને તેના પરિવારજનોએ જગનસિંગ ખીચી પાસે ચોખઠા તેમજ દાંત ફીટ કરાવવાનું નક્કી કર્યું હતું.’

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Vimal Prajapati

First published:

Tags: Fake doctor, Rajkot News, ગુજરાત

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં 1500 સ્વયંસેવકો માટે હેર કટિંગ અને શેવિંગની અદ્ભુત વ્યવસ્થા

અમદાવાદઃ અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જ્યાં 80 હજારથી વધુ સ્વયંસેવકો છેલ્લા ત્રણ ચાર મહિનાથી સેવા આપી રહ્યા છે. ત્યારે શતાબ્દી મહોત્સવમાં માઈક્રો મેનેજમેન્ટનું વધુ એક અદ્ભુત ઉદાહરણ સામે આવ્યું છે. અહીં મહોત્સવમાં સેવા આપી રહેલા સ્વયંસેવકોની જરુરિયાતને ધ્યાનમાં રાખી ત્રણ અલગ અલગ સલૂન ઉભા કરવામાં આવ્યાં છે. જ્યાં રોજના 1500થી વધુ સ્વયંસેવકો હેર કટિંગ અને શેવિંગ કરાવે છે. અહીં આયોજન પણ એવું અદ્ભુત છે કે, હેરકટિંગ માટે કે શેવિંગ માટે લાઇન લાગતી નથી. આ માઈક્રોમેનેજમેન્ટ જાઈને તમે પણ આશ્ચર્યચક્તિ થઈ જશો.

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે શહેરમાં 600 એકર જગ્યામાં પ્રમુખ સ્વામી નગર ઉભું કરવામાં આવ્યું છે. આમ તો, નગરમાં એકેએક વસ્તુ જુઓ તો તમને બધું જોરદાર જ લાગશે અને આખાય નગરની રચનાના પ્લાનિંગની વાત કરવામાં આવે તો તે પ્લાનિંગથી માંડી અને સતત એક મહિનો ઉત્સવનું મેનેજમેન્ટ પણ અદ્ભુત છે. અહીં ટ્રાફિકની વાત હોય કે સ્વચ્છતાની બધું જ મેનેજમેન્ટ ફૂલ પ્રૂફ પ્લાનિંગથી થાય છે. એટલું જ નહીં, બીએપીએસના માઈક્રો પ્લાનિંગની વાત કરવામાં આવે તો અહીં છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સતત 80 હજારથી વધુ સ્વયંસેવકો પોતાની સેવા આપી રહ્યાં છે. ત્યારે આ સ્વંયસેવકોને જો દાઢી ઉગી ગઈ હોય કે માથાના વાળ ઉગી ગયા હોય તો હેર કટિંગ માટે કે પછી શેવિંગ માટે ક્યાંય જવાની જરુર નથી. કારણ કે, તે માટેની વ્યવસ્થા પણ શતાબ્દી મહોત્સવમાં કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ભાજપ યુવા મોરચા ટીમ શતાબ્દી મહોત્સના મેનેજમેન્ટનો અભ્યાસ કરશે

અહીં ત્રણ અલગ અલગ જગ્યાએ સલૂન ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ચાર નંબરના ગેટ પાસે એક સલૂન 40 ખુરશીઓ સાથેનું, જ્યારે સાત નંબરના ગેટ પાસે એક સલૂન 40 ખુરશીઓ સાથે, અન્ય એક સલૂન 20 ખુરશી સાથે એમ કુલ 100 બેઠક સાથેના સલૂન ઊભા કરવામાં આવ્યાં છે. તમને જાણીને નવાઈ લાગશે કે, અહીં રોજે રોજ 1500થી વધુ સ્વયંસેવકો હેર કટિંગ અને શેવિંગ કરાવે છે.

અહીં સેવા આપી રહેલા કિશોરભાઈ રાઠોડ જણાવે છે કે, તેઓ વર્ષોથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા છે અને અહીં ત્રણ અલગ અલગ જગ્યાએ સલૂન બનાવવામાં આવ્યા છે. એક સલૂનમાં 700થી 800, જ્યારે કુલ 1500 જેટલા સ્વયંસેવકો રોજે રોજ શેવિંગ અને હેરકટિંગ માટે આવે છે. તેમના સેવિંગ કે હેરકટિંગ માટે બધું જ બ્રાન્ડેડ વસ્તુઓ જ વાપરવામાં આવે છે. તેમની પાસેથી માત્ર 10 રુપિયા જેટલો ચાર્જ લઈએ છીએ એટલે કે હેર કટિંગ કરવું હોય તો 10 રુપિયા જ્યારે સેવિંગ કરવું હોય તો 10 રુપિયા જેટલો ચાર્જ લઈએ છીએ. અહીં હેરકટિંગ માટે 150 જેટલા સ્વયંસેવકો સેવા આપી રહ્યાં છે અને તમામ લોકો પ્રોફેશનલ છે. દરેક સલૂનની દુકાન ધરાવે છે. અહીં શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા માટે પહોંચ્યા છે. સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સલૂનમાં સેવા આપીએ છીએ. માત્ર હેર કટિંગ અને શેવિંગ જ નહીં જે સ્વયંસેવકના નખ વધી ગયા હોય તો તેઓને નેલ કટીંગ પણ અહીં કરવામાં આવે છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: BAPS, BAPS Article, Baps pramukh swamis maharaj, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav

raju theth murder case gujarat ats arrested lawrence bishnoi gang sharpshooter vijay crime that shakes rajasthan sb – News18 Gujarati

અમદાવાદ: રાજસ્થાનના ગેંગસ્ટર રાજુ ઠેહટની હત્યા કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. તેણે ઠેહટની હત્યા કરીને સનસનાટી મચાવનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સુત્રધાર વિજય બિશ્નોઈને પકડી લીધો છે. જણાવી દઈએ કે, રોહિત ગોદારાએ રાજુ ઠેહટની ગોળી મારીને હત્યા કરી હતી. રાજસ્થાન પોલીસના જણાવ્યા અનુસાર આ હથિયાર રોહિતને વિજય બિશ્નોઈએ આપ્યું હતું.

આ બાદ વિજય ગુજરાત ભાગી આવ્યો હતો. રાજસ્થાન પોલીસે ગુજરાત ATSને વિજયની જાણ કરી હતી. તેને માહિતી મળી કે, આરોપી ટ્રકમાં છુપાઈને બીકાનેર જવા રવાના થયો છે. આ પછી તેણે જાળ ફેલાવી વિજયને મહેસાણા નજીકથી પકડી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ગેંગસ્ટર રાજુ ઠેહટની હત્યાનું કાવતરું નવ મહિના પહેલા એપ્રિલમાં લોરેન્સ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારા દ્વારા ઘડવામાં આવ્યું હતું. તેણે બિકાનેરના લુંકરનસરમાં આ હત્યાકાંડનું કાવતરું ઘડ્યું હતું.

આ પણ વાંચો: ગેંગસ્ટર આનંદપાલનો બદલો છે રાજૂ ઠેહટની હત્યા? NIA કરશે લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ

રોહિતે શૂટર્સને સૂચના આપી

આ માટે રોહિતે 10 એપ્રિલે શૂટર્સને લુંકરનસર બોલાવ્યા હતા. જે બાદ શૂટરોને સીકર મોકલવામાં આવ્યા હતા. તેણે શૂટર્સને કહ્યું હતું કે, તેનું લક્ષ્ય એક મોટા ગુનેગારને મારવાનું હતું. આ શૂટરોમાં હરિયાણાના સતીશ મેઘવાલ અને જતીન કુમ્હાર સહિત એક સગીરનો સમાવેશ થાય છે. રોહિતે તેને સીકરમાં તેના માણસ મનીષ જાટ પાસે મોકલ્યા હતા.

આ રીતે આરોપીઓની ટ્રેનિંગ થઈ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મનીષે જ ત્રણેય શૂટરોને સીકરની એક કોચિંગ સંસ્થામાં દાખલ કરાવ્યા હતા. આ પછી પૈસા ભરીને પીજી હોસ્ટેલમાં રાખ્યા હતા. હત્યા પહેલા રોહિતે આયોજનબદ્ધ રીતે મનીષને હથિયારો પહોંચાડ્યા હતા. તેણે રાજુ ઠેહટના શૂટિંગની સમગ્ર જવાબદારી મનીષ જાટને સોંપી હતી. રાજુ ઠેહટની હત્યાના 5 દિવસ પહેલા શૂટર વિક્રમે સીકરના બમરદા ખાતેના ફાર્મ હાઉસમાં ત્રણ શૂટર્સને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપી હતી.

આ પણ વાંચો: પોલીસે બિશ્નોઈ ગેંગના નજીકના માણસને પકડ્યો, સગીરને સલમાન ખાનને મારવાનો ટાસ્ક સોંપાયો હતો

ઘરમાં આપ્યો હત્યાને અંજામ

આ માટે રાજુએ ઠેહટનું નકલી પુતળું બનાવીને 5-5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. શૂટર્સને મેગેઝિન લોડ કરવા, ફાયર બર્સ્ટ કરવા અને સેફ્ટી બટનનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવી હતી. આ ત્રણ શૂટર્સ સોશિયલ મીડિયા દ્વારા રોહિતના સંપર્કમાં આવ્યા હતા. ત્યારપછી મનીષ જાટે શૂટરો સાથે મળીને રાજુ ઠેહટને તેના ઘરમાં આયોજનબદ્ધ રીતે ગોળીઓ મારીને ભાગી ગયો હતો. પરંતુ આ ગેંગ વોરની ઘટનાના 24 કલાકમાં જ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Samrat Bauddh

First published:

Tags: Gujarat ATS, Lawrence Bishnoi, Murder case

નેચર ફર્સ્ટ ગ્રુપ દ્વારા જંગલમાં 64મું સપ્તાહ પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન યોજવામાં આવ્યું | The 64th Week in the Jungle Plastic Free Girnar Jungle Campaign was organized by Nature First Group

જુનાગઢ10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રકૃતિની સેવા માટે કામ કરતી નેચર ફર્સ્ટ સંસ્થા “પર્યાવરણ બચાવો” અંતર્ગત છેલ્લા 64 સપ્તાહથી દર રવિવારે ગિરનારના જંગલમાં પ્લાસ્ટિક મુક્ત જંગલ અભિયાન ચલાવવામાં આવે છે. જેના અનુસંધાને આજરોજ નેચર ફર્સ્ટની ટીમ સાથે હ્યુમાનિટી ફર્સ્ટ ગૃપના મિત્રો દ્વારા ગિરનારના જંગલ વિસ્તારમાં 64મું સપ્તાહ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાન યોજવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં આશરે 15 ટન જેટલું પ્લાસ્ટીક એકત્રિત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો.

મિશન પ્લાસ્ટિક ફ્રી જૂનાગઢ યાત્રાધામ, સ્વચ્છ જૂનાગઢ, સ્વચ્છ ગિરનારને સાર્થક કરવા માટે નેચર ફર્સ્ટ ગ્રુપની ટીમ છેલ્લા દોઢ વર્ષથી જૂનાગઢમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવી રહી છે. જેમાં આજે હ્યુમિનિટી ફર્સ્ટ ગૃપના મિત્રોએ નેચર ફર્સ્ટ ગ્રુપ સાથે સવારા મંડપની સીડી આસપાસના જંગલ વિસ્તારમાં નેચર ફર્સ્ટ સંસ્થાના 64 માં પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાનમાં ભાગ લીધો હતો. અને આશરે 45 કિલો પ્લાસ્ટિક એકત્ર કરીને તેનો નાશ કરવામાં આવ્યો છે.

સ્થાનિક એનજીઓ અને એસએચજીની મદદથી જૂનાગઢને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત પ્રવાસન બનાવવા જિલ્લા વહીવટી તંત્ર ઉત્સુકતા સાથે આગળ આવે તેવી પ્રબળ માંગ પ્રકૃતિ પ્રેમીઓમાં ઊઠી રહી છે.જૂનાગઢની ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ નિશુલ્ક માણસો પ્રકૃતિ અને પ્રાણીઓ માટે સેવા કરી દ્રષ્ટાંત પૂરું પાડી રહી છે, ત્યારે આવી જ રીતે આવી કામગીરીની નકલ કરી કેટલાક સંગઠનોએ લોકોની અને પ્રકૃતિ સાથે પ્રાણીઓની સેવા કરવાની વાત જે લોકોની લાગણી સાથે સંકળાયેલ છે, તેનો લાભ લઈ ઉઘરાણા પણ શરૂ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે આવા લોકોથી સાવચેત રહેવા લોકોને પ્રકૃતિ પ્રેમીઓ જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Attempted abduction of a woman sitting in a car on a sunny day, the whole incident was caught on CCTV

યમુના નગર : હરિયાણાના યમુના નગરમાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીંયાના બદમાશોએ ધોળા દિવસે જ એક મહિલાનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેનો પ્રયાસ નિષ્ફળ ગયો જોકે, મહિલાએ અવાજ કરવાનું શરૂ કરતા બદમાશો ડરીને ભાગી ગયા હતા. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધીને એક વ્યક્તિની અટકાયત કરી છે. સમગ્ર ઘટનામાં આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ પીડિત મહિલા 31 ડિસેમ્બરે જીમમાં ગયા બાદ ઘરે પરત ફરી રહી હતી. તે પોતાની કારમાં બેઠી કે તરત જ અચાનક હુમલો કરીને બેઠેલા બદમાશો પણ બળપૂર્વક તેની કારમાં બેસી ગયા. જેમાં બે બદમાશ ડાબી બાજુથી કારમાં દરવાજો ખોલીને બેસી ગયા હતા. જોકે, જ્યારે આ બદમાશો ગાડીમાં બેઠા ત્યારે તરત જ મહિલા ગભરાયા વગર અવાજ કરવા લાગી.

આ પછી લોકોને પોતાની તરફ આવતા જોઈને બદમાશો કારમાંથી નીચે ઉતરીને ભાગી ગયા હતા. બીજી તરફ પોલીસ અધિકારીઓને આ અંગેની જાણ થતાં જ તેઓ પણ એક્શનમાં આવી ગયા હતા. ડીએસપી કંવલજીત સિંહ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

Published by:Sachin Solanki

First published:

Tags: Big Crime, CCTV footage, Latest viral video


'સરકાર 3 મુદ્દાનું જ સમાધાન લાવી હજુ 16 મુદ્દા સ્વીકાર્યા નથી, અડપલાં કરનાર દુષ્ટો સામે કડક કાર્યવાહી કરો' | Jainacharya Ratna Sundarji Said- Government has settled only 3 issues and has not yet accepted 16 issues, take strict action against the miscreants

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Jainacharya Ratna Sundarji Said Government Has Settled Only 3 Issues And Has Not Yet Accepted 16 Issues, Take Strict Action Against The Miscreants

અમદાવાદ20 મિનિટ પહેલાલેખક: આનંદ મોદી

હજુ અલ્પવિરામ છે અમે પૂર્ણ વિરામ ઇચ્છીએ છીએ.અમે આક્રમક નથી પરંતુ તેનો મતલબ એવો પણ નહીં કે એટલો વિલંબ થઈ ના થઇ જાય કે જે વસ્તુ માટે વિલંબ કરી રહ્યા છે તે જ ખતમ થઈ જાય.અમારા ઘરમાં ઘૂસીને કોઈ ચોરી કરે તો અમને રક્ષણ આપવાની જવાબદારી સરકારની છે. દુષ્ટ સામે જે કાર્યવાહી કરવાની થતી હોય તે સરકાર કરે.અમારે કોઈનું કઈ લેવું નથી પરંતુ અમારું જે છે તે અમને પરત આપો,આ શબ્દો છે જૈન સમાજના જૈનાચાર્ય રત્ન સુંદર સુરીજીના. શત્રુંજય પર્વત પર જે મુદ્દે જૈન સમાજમાં રોષ છે તે મુદ્દાને લઈને સમાજના મોટા જૈનાચાર્યએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરી હતી.

રત્ન સુંદર સુરીજી જૈન સમાજના જૈનાચાર્ય છે.ખૂબ જ નાની ઉંમરમાં તેમને દીક્ષા લઇ લીધી હતી. યુવાઓમાં મોટિવેશનલ સ્પીકર તરીકે પણ તેઓ ઓળખ્યા છે. અત્યાર સુધીમાં 400 જેટલી બુક તેમને લખી છે. દેશભરમાં તેઓ અનેક જગ્યાએ વ્યાખ્યાન આપી ચૂક્યા છે. રત્ન સુંદર સુરીજીને કેન્દ્ર સરકારનું પદ્મશ્રી સન્માન પણ મળી ચૂક્યું છે. રાજકીય નેતાઓ પણ તેમના આશીર્વાદ મેળવવા માટે આવતા હોય છે. દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જૈનાચાર્ય રત્નસુંદર સુરીજીએ કેટલાક સવાલના જવાબ આપ્યા હતા.

સવાલ- ક્યાં મુદ્દાઓને લઈને સમાજમાં રોષ છે?
જવાબ-
નાના મોટા 19 મુદ્દાઓ છે જેને લઈને સરકારને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ શત્રુંજય પર્વતના દેરાસરના એક ભાગમાં ભગવાનના પગલાં સાથે કોઈએ ચેડાં કર્યા છે. જેની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે તે મુખ્ય મુદ્દો છે. આ મુદ્દાને લઈને જૈન ધર્મ આક્રમક થયું નથી. પરંતુ તમારા ઘરમાં કોઈ ચોરી કરે તો પોલીસે રક્ષણ કરવાની જવાબદારી છે, જેથી જૈન સમજે તે માટે સરકાર પાસે માંગણી કરી છે.

સવાલ- શત્રુંજય તીર્થધામ જૈન ધર્મ માટે કેટલુ પવિત્ર છે?
જવાબ-
શત્રુંજય પર્વત કરોડો વર્ષ જૂનો છે. કોઈ પણ વસ્તુ કે ભાવ સાથે તેનું સંતુલન થાય તેમ નથી. જૈન સમાજની શ્રદ્ધા, વિશ્વાસ,પવિત્રતા અને પ્રેમનું કેન્દ્ર છે. અબજો રૂપિયા તથા અબજો દિવસોનું બલિદાન ભગવાનના ચરણોમાં લોકોએ આપ્યું છે. શત્રુંજય માટે તપ અને ત્યાગ પણ કરવામાં આવ્યા છે. શત્રુંજય પર પગ મુક્તાં પાવન થઈ જવાય છે. વ્યક્તિના પાપ દૂર થઈ જાય છે, તો તેવા તીર્થમાં કોઈ પાપી અડપલું કર્યું છે તેનાથી દિલ દુઃખે છે. સરકારને ખબર પડે તે માટે જ રેલી યોજવામાં આવી હતી. સરકારે વચન પણ આપ્યું છે પરંતુ 19 મુદ્દામાંથી 3 મુદ્દાઓ પર સમાધાન થયું છે, હજુ 16 બાકી છે. હજુ અલ્પ વિરામ છે અમે પૂર્ણ વિરામ ઇચ્છીએ છીએ.

સવાલ- અલ્પવિરામ શા માટે અને પૂર્ણ વિરામ ક્યારે કહેવાય?
જવાબ-
અલ્પવિરામ એટલે 3 મુદ્દાઓ પર સરકારે માગ પૂરી કરી છે, જેનો અમને આનંદ છે. હજુ 16 મુદ્દા સ્વીકાર્ય નથી. અમને સરકારથી આશા છે કે સરકાર અમારા મુદ્દા સ્વીકારશે.

સવાલ- જે લોકોએ કૃત્ય કર્યું છે તેમની સામે પગલાં લેવા જોઈએ કે નહીં?
જવાબ-
કોઈ પણ વ્યક્તિને સજા આપવાનું કામ અમારું નથી. સરકાર અને કાયદો સજા આપવાનું કામ કરશે. અમે એમ નથી કહેતા કે કોઈને ફાંસીએ ચઢાવી દો. અમને અમારું ઘર સુરક્ષિત આપો. જે દુષ્ટ દ્વારા અડપલાં કરવામાં આવ્યા છે, તેની સામે કાયદેસરની જે કાર્યવાહી કરવાની થતી હોય તે કરે. સરકારનું કામ દંડ આપવાનું છે, તે દંડ કરે. ભવિષ્યમાં ફરીથી કોઈ અડપલાં ના થાય તેની અમને સરકાર ખાતરી આપે.

સવાલ- ખનન થાય છે તો તે રોકવું જોઈએ કે નહીં?
જવાબ-
ખનન અંગે અમારા ધ્યાને આવ્યું છે. કોઈએ ખોદકામ કરીને નીચે રિસોર્ટ બનાવ્યું છે, તે એક મુદ્દો છે. 3 મુદ્દાઓ પર સમાધાન થયું છે. ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ પર અમને વિશ્વાસ છે અને ખનન મુદ્દે પણ સ્વીકારીને સમાધાન કરવામાં આવશે.

સવાલ- જૈન સમાજ શા માટે ઉગ્ર થયો અને એકતા બતાવી?
જવાબ-
જ્યારે કોઈ કટોકટીનો સમય આવે ત્યારે ઘરના ભેગા થાય જ છે. અમારી આક્રમકતા નથી, અમારે માત્ર ન્યાય જોઈએ છે. સરકાર સામે આશા છે મેં સાચનું રક્ષણ કરવામાં આવશે. જૈન સંઘ શાંત છે આક્રમકતામાં માનતું નથી, જેથી રેલી યોજીને જૈન સંઘે સરકાર સુધી વાત પહોંચાડી છે.

સવાલ- જૈન સમાજની માંગણીઓ નહીં પૂરી કરાય તો શું કરશો?
જવાબ-
અમારી માંગણીઓ જરૂરથી પૂરી કરવામાં આવશે.સરકાર કરશે પરંતુ તાત્કાલિક સરકાર કોઈ નિર્ણય ના કરે. તપાસ કરીને સરકાર દ્વારા પ્રક્રિયા કરવામાં આવશે. આક્રમકતા નથી પરંતુ વિલંબ એવો ના થવો જોઈએ કે જેના કારણે અમે વિલંબ ઇચ્છીએ તે જ ખતમ થઈ જાય. ડીલ ઇઝ ડેન્જર. રોગ કાબૂમાં આવવો જોઈએ. પરંતુ ડોકટર એમ કહે કે 6 વર્ષ થશે, તો દર્દી મરી જાય. પરંતુ અમારે તો દર્દી જીવે. તંદુરસ્ત રહે તથા રોગ કાબુમાં આવે તેવું જોઈએ છે.

અન્ય સમાચારો પણ છે…

ભાજપની યુવા મોરચા ટીમ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સના સમગ્ર મેનેજમેન્ટનો અભ્યાસ કરશે

અમદાવાદઃ ઓગણજમાં યોજાઈ રહેલા શતાબ્દી મહોત્સવમાં દરરોજ સેલેબ્સ સહિત અનેક રાજકીય આગેવાનો મુલાકાત લેવા માટે આવે છે. ત્યારે ભાજપ યુવા મોરચના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા પણ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત માટે અમદાવાદ આવી રહ્યા છે. ભાજપ યુવા મોરચાની ટીમ અમદાવાદમાં રોકાણ કરશે અને મહોત્સવમાં થઈ રહેલા અદભૂત મેનેજમેન્ટનો અભ્યાસ કરશે.

BAPS દ્વારા માઇક્રો લેવલનું પ્લાનિંગ

આગામી 15 જાન્યુઆરી સુધી ચાલનારા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં દરરોજ લાખો લોકો મુલાકાત લઈ રહ્યા છે. તેમને કોઈ અગવડ ન પડે તે માટેનું માઈક્રો લેવલનું પ્લાનિંગ બીએપીએસ સંસ્થાએ કર્યું છે. આમ તો, પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં થઈ રહેલા આ અદભૂત મેનેજમેન્ટના વખાણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી માંડીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કરી ચૂક્યા છે. તેટલું જ નહીં, અહીં દરરોજ જે કોન્ફરન્સ યોજાય છે તે કોન્ફરન્સમાં આવતા મહાનુભાવો પણ પ્રમુખ સ્વામી નગરમાં ઉભી કરવામાં આવેલી સ્વચ્છતાની વ્યવસ્થા, સેનિટેશનની વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટની વ્યવસ્થા, સેફ્ટીની વ્યવસ્થા, ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થા, જમણવારની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા આ તમામ મેનેજમેન્ટ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.આ પણ વાંચોઃ 1987ના દુષ્કાળમાં પ્રમુખ સ્વામી મહારાજે આવી રીતે કરી હતી પશુઓની સેવા

ભાજપ યુવા મોરચાની ટીમ આવશે

હવે ભારતીય જનતા પાર્ટીની યુવા મોરચાની ટીમ ગુજરાત આવી રહી છે. ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. તેઓ પ્રમુખ સ્વામી મહારાજની પુષ્પાંજલિ અર્પણ કરી નગરની રચનાને નિહાળશે. ત્યારબાદ તેઓ સભાને સંબોધન પણ કરશે. જો કે, 2 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી સુધી ભાજપ યુવા મોરચાની ટીમ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં રહેશે અને મહોત્સવમાં માઈક્રો મેનેજમેન્ટનો અભ્યાસ કરશે.

મહત્વનું છે કે, ભાજપ યુવા મોરચા દ્વારા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ સુશાસન યાત્રા પણ યોજવાનું આયોજન છે. ત્યારે તે પહેલા અમદાવાદના શતાબ્દી મહોત્સવમાં યુવા મોરચાની ટીમ ઉપસ્થિત રહેશે અને પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લઈ નગરના વિવિધ પાસાઓનો અભ્યાસ કરશે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: Ahmedabad news, BAPS, BAPS Article, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav

Foreign Minister S. Jaishankar gave a stern message to China Pakistan

નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે (External affairs minister S. Jaishankar) શુક્રવારે સાયપ્રસમાં ભારતીય સમુદાય (Indian community in Cyprus.) સાથે વાતચીત કરતા પાકિસ્તાન અને ચીનને કડક સંદેશ (Strong Massage to Pakistan And China) આપ્યો છે. વિદેશ પ્રધાને પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું હતું કે, ભારત દરેક સાથે સારા પાડોશી સંબંધો ઇચ્છે છે, પરંતુ તેનો અર્થ આતંકવાદને “માફી” આપવાનો નથી. ચીન સાથેની સરહદના વિવાદિત મુદ્દાઓ પર જયશંકરે કહ્યું હતું કે, ભારત વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ને એકતરફી રીતે બદલવાના કોઈપણ પ્રયાસ માટે ક્યારેય સંમત નહીં થાય.

9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ (Indian and the Chinese troops clashed in the Tawang) થયાના કેટલાક દિવસો પછી આ નિવેદનો સામે આવ્યા છે. સરકારે કહ્યું કે, ભારતીય સૈનિકોને કોઈ જાનહાનિ થઈ નથી, આપણા જવાનોએ ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો હતો. બીજી બાજુ, આતંકવાદના મુદ્દા પર તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આકરી તકરાર જોવા મળી હતી.

જયશંકરે સાયપ્રસમાં કહ્યું કે, કોઈ પણ દેશે એટલો આતંકવાદ સહન નથી કર્યો જેટલો ભારતે કર્યો છે અને અમે તે બાબતે ખૂબ જ સ્પષ્ટ છીએ કે અમે આતંકવાદને ક્યારેય સ્વીકારીશું નહીં. અમે ક્યારેય આતંકવાદને અમને ટેબલ પર વાતચીત કરવા માટે દબાણ કરવા દઈશું નહીં. અમે દરેકની સાથે સારા પાડોશી સંબંધો ઇચ્છીએ છીએ પરંતુ તેનો અર્થ એ નથી કે આતંકવાદને નજરઅંદાજ કરવો અથવા તેને ટાળવો કે તેને તર્કસંગત બનાવવો. આ અંગે અમે ખૂબ જ સ્પષ્ટ છીએ.

આ પણ વાંચો: શું ઋષભ પંત નશામાં કાર ચલાવતો હતો, કેટલી હતી સ્પીડ? ઉત્તરાખંડ પોલીસે જણાવી હકીકત

જયશંકરે વધુમાં ઉમેર્યું કે, બીજું, તે સત્ય છે કે આપણી સરહદો છે. કોવિડ-19 સમયગાળા દરમિયાન પડકારો વધુ તીવ્ર બન્યા હતા. અને તમે બધા જાણો છો કે ચીન સાથેના અમારા સંબંધોની સ્થિતિ સામાન્ય નથી કારણ કે અમે વાસ્તવિક નિયંત્રણ રેખાને એકતરફી રીતે બદલવાના કોઈપણ પ્રયાસ માટે ક્યારેય સંમત નહીં થઈએ.

રાષ્ટ્રીય સુરક્ષા અંગે જયશંકરે કહ્યું કે, ભારત તરફથી જે સંદેશ જાય છે તે દ્રઢતાનો છે. ડિપ્લોમેસી પર, હું કહી શકું છું કે આ સમયે ભારત પાસેથી ઘણી અપેક્ષાઓ છે કારણ કે ભારતને આજે મજબૂત અર્થતંત્ર તરીકે જોવામાં આવી રહ્યું છે અને તેવું રાષ્ટ્ર જે સમસ્યાઓના સમાધાનમાં હંમેશા તત્પર રહેશે. ભારતને એક એવા દેશ તરીકે પણ જોવામાં આવે છે જે સ્વતંત્ર છે અને હિંમત સાથે ઉભો રહી શકે છે.

First published:

Tags: India china border tension, S Jaishankar