Saturday, April 1, 2023

અંકલેશ્વરમાં પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા રાખી ગળે ટૂંપો આપ્યો; હત્યા કરી પતિ સ્થળ પરથી ફરાર | In Ankleshwar, doubting the character of his wife, he choked; The husband fled from the place after killing | Times Of Ahmedabad

અંકલેશ્વર32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અંકલેશ્વરના ગડખોલ ગામની સાંઈ રેસીડેન્સીમાં પતિએ પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા રાખીને ગળે ટૂંપો આપી હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. પત્નીને મોતને ઘાટ ઉતારી પતિ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. આ મામલે મૃતકના ભાઈએ તેના બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી હતી.

પતિનો તેની પત્ની સાથે રાત્રે ઝઘડો થયો હતો
અંકલેશ્વર ખાતે રહેતા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ ગડખોલ ગામની મીઠા ફેક્ટરી વિસ્તારમાં આવેલા સાંઈ રેસિડન્સીમાં છેલ્લા 2 વર્ષથી સદ્દામખાન રમઝાન ખાન, પત્ની શાઈનાબાનું 3 બાળકો સાથે રહે છે. છેલ્લા કેટલાક સમયથી સદ્દામખાન પોતાની પત્ની પર અનૈતિક સંબંધથી શંકાનો વહેમ રાખીને બંનેના દામ્પત્ય જીવનમાં કંકાસ ચાલી રહ્યો હતો. દરમિયાન ગત રાત્રે સદ્દામખાન 11 વાગ્યે કામ પરથી પરત ઘરે આવ્યો હતો. તે દરમિયાન તેણે તેના ઘરમાંથી કોઈ ભાગતા હોવાનો અવાજ આવ્યો હતો. જેને લઇ સદ્દામખાન અને પત્ની શાઈનાબાનું સાથે ઝઘડો થયો હતો.

મૃતકના ભાઈએ મુંબઈથી આવીને ફરિયાદ નોંધાવી
આ બંને વચ્ચે શરૂ થયેલા ઝઘડાએ ભારે સ્વરૂપ ધારણ કરતા ઉશ્કેરાયેલા પતિએ પત્ની શાઈનાબાનુંને પહેરેલા કપડાંના દુપટ્ટા વડે તેને ગળામાં ટૂંપો આપી તેનો દમ ઘુટાવી હત્યા કરી સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ અંકલેશ્વરમાં રહેતા તેમના સંબંધીને થતા તેઓ સ્થળ પર દોડી મૃતક શાઈનાબાનુંના ભાઈ વસીમ ખાન નઈમ ખાનને કરતા તેઓ પણ મુંબઈથી અંકલેશ્વર દોડી આવ્યા હતા. આ મામલે તેના ભાઈએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે સદ્દામખાન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

દાહોદના નવા ડીડીઓ ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર તરીકે પણ આઈએએસ સ્મિત સંતોષ લોધાની નિમણૂક | Utsav Gautam, Dahod's new DDO, appoints IAS Smit Santosh Lodha as sponsor administrator | Times Of Ahmedabad

દાહોદ26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત સરકાર દ્વારા 109 જેટલા આઈએએસ સનદી અધિકારીઓની વહીવટી કારણોસર રાજય વ્યાપી બદલીઓ કરવામાં આવી છે. જેમાં દાહોદમાં જિલ્લા વિકાસ અધિકારીની પણ બદલી કરવામાં આવી છે. તેઓની જગ્યાએ અન્ય અધિકારી મુકાયા છે.

છેવટે નાણાકીય વર્ષના અંતિમ દિને બદલીઓ કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ નવનિયુક્ત ભુપેન્દ્ર પટેલની સરકારમાં આઈએએસ અધિકારીઓની રાજ્ય વ્યાપી બદલીઓની ચર્ચાઓ ચાલી રહી હતી. છેલ્લા ઘણા સમયથી અધિકારીઓની બદલીઓનો તખ્તો ઘડાઈ ગયો હોવાનું પણ કહેવાય રહ્યું હતું પરંતુ કોઈ કારણોસર આ બદલીઓ લંબાઇ ગઈ હતી. ત્યારે નાણાકીય વર્ષના અંતિમ દિવસે સરકારે IAS સનદી અધિકારીઓની બદલીઓ કરી દીધી છે.
દાહોદના નવા ડીડીઓ ગાંધીનગરથી મુકાયા
જેમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીની બદલી કરવામાં આવી છે. તેમની સેવાઓને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ તરીકે નિમણૂક માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિકાલ પર મૂકવામાં આવ્યા છે.જયારે ઉત્સવ ગૌતમ મિશન ડાયરેક્ટર, નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન, ગાંધીનગરની બદલી જિલ્લા વિકાસ અધિકારી, દાહોદ તરીકે કરવામાં આવી છે.દાહોદ ના કલેક્ટર હર્ષિત ગોસાવીની પણ બદલી થવાની ચર્ચા હતી પરંતુ હાલ તેઓની બદલી થઈ નથી.
હવે ટ્રાયબલ કચેરીમાં પણ IASનુ રાજ
બીજી તરફ સરકારે પ્રાયોજના વહીવટદાર એટલે કે ટ્રાયબલ સબ પ્લાનમાં પ્રોજેક્ટ એડ્મિનિસ્ટ્રેટર તરીકે પણ હવે આઈએએસ અધિકારીઓને પોસ્ટીંગ આપવાની શરુઆત કરી છે.આ જગ્યાઓ પર અત્યાર સુધી અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓ મુકાતા હતા.તેવા સંજોગોમા દાહોદ ટ્રાયબલ સબ પ્લાનમાં પ્રોજેક્ટ એડ્મિનિસ્ટ્રેટર તરીકે આઈએએસ સ્મિત સંતોષ લોધાને મુકવામા આવ્યા છે.સરકારનો આ નિર્ણય ઘણો મહત્વપૂર્ણ માનવામા આવે છે.કારણ કે આ વિભાગમાં આદિવાસી વિકાસ યોજનાના ખરબો રુપિયાની ગ્રાન્ટ આવે છે ત્યારે હવે દાહોદ પ્રાયોજના કચેરીના “વહીવટ”માં શું ફેરફાર આવે છે તે જોવુ રહ્યુ.

અન્ય સમાચારો પણ છે…

પશુ માટે દૂધ ભરવા કમળાપુર જતા યુવકના બાઈકને બેકાબુ ટ્રકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત, યુવકનું મોત | Gamkhwar accident when the bike of a young man who was going to fill milk for cattle was hit by an uncontrollable truck in Kamlapur, the young man died. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gamkhwar Accident When The Bike Of A Young Man Who Was Going To Fill Milk For Cattle Was Hit By An Uncontrollable Truck In Kamlapur, The Young Man Died.

રાજકોટ17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

જસદણના કમળાપુર ગામની સીમમાં પોતાની વાડીએ પરિવાર સાથે રહેતા યુવાન રમેશભાઈ તા.30 માર્ચની રાત્રે પોતાની વાડીએ પશુ રાખ્યા હોય તેનું દૂધ દોહી દૂધ ભરવા માટે પોતાના બાઈક પર કમળાપુર જતા હતા. આશરે સાડા આઠેક વાગ્યે કમળાપુર – જસદણ રોડ પર મધુભાઇ રામાણીની વાડી પાસે વડલાના આંકવા પાસે પુરપાટ ઝડપે આવતા એક ટ્રેકટર ચાલકે બાઈક સાથે રમેશભાઈને હડફેટે લેતા રમેશભાઈને કપાળના ભાગે, ગળાના ભાગે, દાઢીના ભાગે ઇજા થાત લોહી લુહાણ થઈ ગયા હતા. બનાવના પગલે રાહદારીઓ અને આસપાસના લોકો એકત્ર થયા હતા. બેભાન રહેલા રમેશભાઈને 108માં જસદણ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ટ્રેકટર ચાલક ફરાર
અકસ્માત સર્જી ટ્રેકટર ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં ભાડલા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. અકસ્માત સર્જી નાસી ચૂટેલ ટ્રેકટર ચાલક પારેવાળા ગામનો સતીષ ઉર્ફે સતીયો હરેશભાઇ કંબાળીયા હોવાનું સામે આવ્યું છે.

પરિવારમાં કલ્પાંત છવાયો
મૃતકના પત્ની ભાનુબેન રમેશભાઇ વાવડીયા (ઉ.વ.35)ની ફરિયાદ પરથી ટ્રેકટર ચાલક સામે ભાડલા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં એક 13 વર્ષની દીકરી છે અને એક-એક વર્ષના બે જોડિયા દીકરો દીકરી છે. ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે…

બાળક અને વાલી ઈચ્છે તે રીતે સ્કૂલે આવી શકે,સ્કૂલ દબાણ ના કરી શકે: DEO | Child and parent can come to school as they wish, school can't force: DEO | Times Of Ahmedabad

અમદાવાદ10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગઈકાલે શાંતિ એશિયાટિક સ્કૂલની મનમાની સામે વાલીઓએ હોબાળો કર્યો હતો.સ્કૂલ દ્વારા ફરજિયાત સ્કૂલ બસમાં આવવા દબાણ કરીને વિદ્યાર્થીઓનું રિઝલ્ટ અટકાવી દીધું હતું.આ અંગે વાલીઓએ કાલે DEOને ફરિયાદ કરી હતી ત્યારે DEOએ જણાવ્યું કે બાળક કઈ રીતે સ્કૂલે આવે તે સ્કૂલ નક્કી ના કરી શકે.

શાંતિ એશિયાટિક સ્કૂલની મનમાની સામે હેરાન થયેલા વાલીઓએ ગઈકાલે DEOને ફરિયાદ કરી હતી.DEO એ આ અંગે તપાસ શરૂ કરી હતી.સ્કૂલ તરફથી જવાબદાર વ્યક્તિને નિવેદન માટે બોલાવ્યા હતા ત્યારે સમૂળે મૌખિક નિવેદન આપ્યું છે કે સ્કૂલ વાનમાં બાળકોની સેફટી નથજ.સ્કૂલવાનમાં PUC, ઇન્સ્યોરેન્સ અને કેપેસિટી કરતા વધુ બાળકો બેસાડવાના આવે કભે.સેફટીના કારણોથી બસની ફરજ પાડી હોવાનું સ્કૂલે તારણ આપ્યું છે.આ ઉપરાંત વાન ચાલકોએ વાલીને ઉશ્કેરાયા હોવાનો સ્કૂલે આક્ષેપ કર્યો છે.

DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે વાલીઓએ રજુઆત કરું હતી બીજી તરફ સ્કૂલે નિવેદન આપ્યું છે.બંને પક્ષની રજૂઆતના આધારે તપાસ કરવાના આવી રહી છે.બાળકને સ્કૂલ કઈ બસમાં આવવું કે વાનમાં આવવું તેની ફરજ ના પાડી શકાય.વાલી ઈચ્છે તે રીતે બાળકને સ્કૂલે મોકલી શકે છે.સ્કૂલે ખોટું દબાણ કર્યું હશે તો સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

ગોધરામાં સરકારી વસાહતની નમી ગયેલી પાકી દીવાલ લાકડાના ટેકાના સહારે; કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ? | Leaning concrete wall of government estate in Godhra supported by wooden supports; Who is responsible if any untoward incident happens? | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગોધરા શહેરના મામલતદાર કચેરી અને સરકારી જજ કોલોનીને અડીને એક સરકારી વસાહતની દીવાલ આવેલી છે. હાલ તે દીવાલ નમી ગયેલી હાલતમાં હોવાના કારણે તેને એક લાકડાના સહારે ટેકો આપીને ઉભી રાખવામાં આવી છે. આ નમી ગયેલી દીવાલની આજુબાજુ ઘણી વખત અરજદારો ઉભા રહે છે. ત્યારે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ગોધરાના સામાજિક કાર્યકર આશિષ કામદાર દ્વારા નમી ગયેલી દીવાલનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તે માટે માગ કરવામાં આવી રહી છે.

ગોધરા શહેરમાં તાજેતરમાં તાલુકા સેવાસદનમાં મામલતદાર અને પ્રાંત કચેરી જેવી ઓફિસોની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો સહિત શહેરી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અરજદારો પોતાના કામ અર્થે આવતા હોય છે અને કામ અર્થે કચેરી ખાતે આવેલા અરજદારોનું કામ વહેલા ન થવાના લીધે તેઓ ગોધરા તાલુકા સેવા સદન કચેરીની બહાર ખુલ્લી જગ્યામાં બેસતા હોય છે. બીજી બાજુ હવે ઉનાળાની કાળઝાળ ગરમીની પણ શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આકરા ગરમીના તાપથી બચવા માટે અરજદારો ઘણી વખતે છાયડાનો સહારો લેતા હોય છે.

ત્યારે ગોધરા તાલુકા સેવા સદન અને સરકારી વસાહતને અડીને એક દીવાલ બિલકુલ નમી ગયેલી હાલતમાં એક લાકડાના ટેકા ઉપર ઉભી રાખવામાં આવી છે. ત્યારે આ જગ્યાએ છાયડો હોવાથી ઘણી વખત અરજદારો આ જગ્યાએ બેસવા કે ઊભા રહેવા જતા હોય છે. ત્યારે દુર્ભાગ્ય આ લાકડાના ટેકા ઉપર ઉભી કરવામાં આવેલી દીવાલ કોઈ અરજદાર ઉપર આકસ્મિક રીતે પડી જાય તો તેની જવાબદારી કોની? આ નમી ગયેલી દીવાલને વહેલી તકે તેને તોડીને સમારકામ કરવામાં આવે તે માટે સામાજિક કાર્યકર આશિષ કામદારે માગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગોધરાના સૈયદવાડા વિસ્તારમાં એક મકાનના પાયાના ખોદકામ દરમિયાન ત્રણ જેટલા મજૂરો દટાઈ ગયા હતા. જેમાં ગોધરા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બે કલાકની ભારે જહેમત બાદ બે જેટલા મજૂરોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે ગોધરા તાલુકા સેવા સદનમાં આવેલા મામલતદાર અને પ્રાંત કચેરીમાં મોટી સંખ્યામાં અરજદારો પોતાના કામ અર્થે આવતા હોય છે. ત્યારે આ દીવાલની આજુબાજુ ઘણી વખત અરજદારો ઉભા રહે છે. ત્યારે સૈયદવાડા જેવી ઘટના ન બને તે માટે લાગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તે માટે માગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે…

ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર, કારના આગળનો ભાગનો કુરચો બોલી ગયો, બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત | Heavy collision between truck and car, car's front end smashed, two seriously injured | Times Of Ahmedabad

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર બેફામ ગતિએ દોડતા વાહન ચાલકો દ્વારા અવાર-નવાર નાના મોટા માર્ગ અકસ્માતના બનાવો બનતા હોય છે. જેમાં અનેક નિર્દોષ માનવ જિંદગીઓ મોતના મુખમાં ધકેલાતી હોય છે ત્યારે આવો જ એક માર્ગ અકસ્માતનો બનાવ શનિવારે સામે આવ્યો છે. જેમાં પાટણ જિલ્લાના રાધનપુર-ભાભર રોડ પર ટ્રક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા.

આ માર્ગ અકસ્માતના બનાવની મળતી માહિતી મુજબ શનિવારના રોજ રાધનપુર ભાભર માર્ગ પર આવેલા ઠાકોર સમાજની હોસ્ટેલ પાસે થી પસાર થઈ રહેલા ટ્રક અને કાર જોરદાર અથડાઈ હતી. જેથી અકસ્માત સર્જાતા કાર ચાલક સહિત 2 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે 108 મારફતે લઈ જવામાં આવ્યાં હતા.

ઘાયલ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં હતા. રાધનપુર ભાભર રોડ પર સર્જાયેલ અકસ્માતની ઘટનાને લઇ હાઇવે માર્ગ પર વાહનોના ચક્કાજામ થતાં ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ પોલીસને થતા ઘટના સ્થળે આવી અકસ્માત ગ્રસ્ત બંને વાહનોને માર્ગ પરથી ખસેડી ટ્રાફીક હળવો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Pak drowns in China's debt; Beijing rolls over more loan as Sharif struggles to keep economy afloat | Times Of Ahmedabad

Even as Pakistan’s bailout talks with the IMF hit a stalemate, ally China has rolled over a $2 billion loan.

વડોદરા IPCL કંપનીની કેન્ટીનમાં ઉચાપતનો 39 વર્ષે ચુકાદો આવ્યો, આરોપીને 1 વર્ષની સજા | 39 years sentence for embezzlement in canteen of Vadodara IPCL company, accused gets 1 year sentence | Times Of Ahmedabad

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક

વર્ષ 1984 દરમિયાન IPCL કંપનીની કેન્ટીનમાં રૂપિયા 680.25 જમા દર્શાવી તથા રૂપિયા 200.20 ઉધાર દર્શાવી 17 હજારની ઉચાપતનાં કેસમાં કેન્ટીન ઇન્ચાર્જને અદાલતે એક વર્ષની સાદી કેદ અને રૂપિયા 1000નો દંડની બે અલગ-અલગ સજાઓ ફટકારતો હુકમ કર્યો છે.

ઓડીટમાં હકીકત બહાર આવી
આ બનાવ અંગેની વિગત એવી છે કે, CISF યુનિટનાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ કુશાલસિંગે ફરિયાદ નોંધાવી હતી કે, શર્મા તથા ઝુત્સી IPCLની કેન્ટીન ફંડમાં ઓડિટ કરવા માટે ગયા હતા. જેમાં આરોપી વિજયકુમાર ચંદ્રરોખર નાયર ( રહે. મહારાષ્ટ્ર/મૂળ રહે. કેરાલા ) વાઉચર અને પરચેઝ વાઉચરની રકમો કરતાં વધારે રકમો કેસબુકમાં લખી 17 હજાર જેટલી રકમનો ઉમેરો કરી ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું.

બંને તરફ ધારદાર દલીલો થઈ
આ મામલે વર્ષ 1984 દરમિયાન જવાહરનગર પોલીસ મથકમાં આ ગુનો નોંધાયો હતો. જે કેસની સુનાવણી હાથ ધરાતા ફરિયાદ પક્ષ તરફથી ધારા શાસ્ત્રીએ એવી દલીલો કરી હતી કે, આરોપીએ એક સરકારી સંસ્થામાં ગુનો કર્યો છે. આરોપીએ વેલ્ફેર માટે ચાલતી સંસ્થામાં ગુનો આચરીને ગુનાની ગંભીરતા વધારી છે, જ્યારે આરોપી પક્ષ તરફથી ધારા શાસ્ત્રીએ એવી દલીલો કરી હતી કે, વર્ષ 1985થી આરોપી પરેશાન થાય છે. આરોપીની ઉંમર 50 વર્ષની છે. તેમના ઉપર માતા-પિતાની જવાબદારી છે.

અપુરતી સજા સિસ્ટમને નુકસાન કરે
વધુમાં જણાવ્યું હતું કે, વધુ સજા કરવામાં આવે તો આરોપીને નુકસાન થશે. જેટલો સમય કસ્ટડીમાં રહ્યા તેટલા સમય પૂરતી સજા કરવામાં આવે અથવા ઓછામાં ઓછી સજા થાય કારણ કે, કોર્ટનાં હુકમ મુજબ હજુ વધુ ચાર્જસીટોની ટ્રાયલ પણ આરોપીએ ફેસ કરવાની છે. બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ કોર્ટે નોંધ્યું હતું કે, સમાજમાં દાખલો બેસાડવા માટે યોગ્ય સજા થવી અનિવાર્ય છે. અપૂરતી સજા સિસ્ટમને નુકસાન કરે છે.

અન્ય સમાચારો પણ છે…

અમદાવાદમાં ઘરમાં તિજોરીની ચાવી બનાવનારે રોકડા અને દાગીનાની ચોરી કરી, લોકોએ પકડીને પોલીસના હવાલે કર્યો | Cash and jewelery were stolen from the safe by a locksmith at a house in Ahmedabad | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદમાં ચોરી અને લૂંટના બનાવો બેફામ પણે વધી રહ્યાં છે. ધોળા દિવસે ઘરમાં ઘૂસીને નજરચૂક કરીને ચોરી કરતી ગેંગ પણ સક્રિય થઈ ગઈ છે. ત્યારે શહેરના વાડજ વિસ્તારમાં તિજોરીની ચાવી બનાવતા શખસે ઘરમાં આવીને મકાન માલિકની નજરચૂક કરીને રોકડા રૂપિયા તથા દાગીનાની ચોરી કરી હતી. જેને ઘરની મહિલા જોઈ જતાં ચોરી કરનારને પકડીને પોલીસના હવાલે કરી દેવાયો હતો. પોલીસે આરોપીને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

તિજોરીની ચાવી બનાવવા ઘરમાં બોલાવ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં ગઈકાલે વાડજ વિસ્તારમાં તુલસીનગર સોસાયટીમાં બપોરના સમયે તાળાની ચાવી બનાવનારા બે જણા નીકળ્યા હતાં. જેથી આ વિસ્તારમાં રહેતાં એક વ્યક્તિને તેના ઘરની તિજોરીની ચાવી બનાવવી હોવાથી તેમને ઘરમાં બોલાવ્યા હતાં. એક શખસે તિજોરીની ચાવી બનાવવાની શરૂઆત કરી હતી અને બીજો શખસ ઘરના દરવાજા પાસે ઉભો રહ્યો હતો.

શખસને નોટો સંતાડતાં ઘરની મહિલા જોઈ ગઈ
આ દરમિયાન ચાવી બનાવનાર શખસે તિજોરીમાંથી 500ના દરની 33 નોટો નજરચૂક કરીને કાઢી લીધી હતી અને કેડનો કંદોરો પણ ચોરી લીધો હતો. આ શખસને નોટો સંતાડતાં ઘરની મહિલા જોઈ ગઈ હતી અને તેણે બૂમાબૂમ કરતાં બહાર ઉભેલો શખસ ફરાર થઈ ગયો હતો. પરંતુ ઘરમાં રહેલો શખસ પકડાઈ ગયો હતો. લોકોએ તેનું નામ પુછતાં તે વડોદરાનું હોવાનું જણાવ્યું હતું. લોકોએ તેને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે ફરિયાદ લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

'Terrorists' from Iran kill four soldiers, says Pak army: Report | World News | Times Of Ahmedabad

Pakistan’s army said on Saturday that attackers from Iran killed four of its border patrol soldiers.

“A group of terrorists operating from Iranian side attacked a routine border patrol of Pakistani security forces,” said Pakistan army. (AFP)

“A group of terrorists operating from Iranian side attacked a routine border patrol of Pakistani security forces operating along Pakistan-Iran Border,” the army said in a statement.

It added Pakistani authorities are making contacts with Iran to seek effective action to prevent such incidents in future.

રાજકોટમાં ID પર ક્રિકેટ સટ્ટો રમતા શ્રમિકની ધરપકડ, બે નામચીન બુકીના નામ ખુલતા શોધખોળ શરૂ | Worker arrested for betting on cricket on ID in Rajkot, search begins after revealing names of two notorious bookies | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
આરોપી કૌશિક વજુભાઈ દવે - Divya Bhaskar

આરોપી કૌશિક વજુભાઈ દવે

રાજકોટમાં મોબાઈલ તેમજ છાનેખૂણે બેસીને ટેલિફોન પર સટ્ટો લેતાં બુકીઓ તેમજ તેની પાસે જુગાર ખેલતાં પંટરો ઉપર પોલીસની ખાસ વૉચ હોવાથી આઈપીએલ શરૂ થતાં જ એક પંટરને જાહેરમાં જુગાર રમતાં પકડી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચને ટીમે યાજ્ઞિક રોડ ઉપરથી એક મજૂરને મોબાઈલમાં જુગાર રમવા માટેનું આઈડી મેળવી તેના ઉપર સટ્ટો રમતા પકડી લઈને બે નામચીન બુકીના નામ ખોલ્યા છે.

ન્યુઝીલેન્ડ-શ્રીલંકાની મેચ પર સટ્ટો રમતો હતો
ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગઈકાલે યાજ્ઞિક રોડ પર ઓપ્શન શો-રૂમ પાસેથી મોબાઈલમાં શંકાસ્પદ રીતે હલચલ કરી રહેલા કૌશિક વજુભાઈ દવેની અટકાયત કરી તેના ફોનની તલાશી લેતાં તેમાંથી બેટબોલ 999 ડોટ.કોમ નામનું આઈડી મળી આવ્યું હતું. આ આઈડી ઉપર કૌશિક ન્યુઝીલેન્ડ-શ્રીલંકા વચ્ચે રમાતી વન-ડે મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હતો. આ ઉપરાંત તેણે એ જ આઈડીમાં કસીનો, તીનપત્તી વગેરે ગેમ ઉપર પણ ઓનલાઈન જુગાર રમ્યો હોવાનું ધ્યાન પર આવતાં કૌશિકની ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા
કૌશિકની પૂછપરછ કરવામાં આવતાં તેણે જણાવ્યું હતું કે તેણે જુગાર રમવા માટેનું આ આઈડી નામચીન બુકી હર્ષદ ચંદારાણા તેમજ દીપુ વાંકાનેર પાસેથી લીધું હોવાની કબૂલાત આપતાં પોલીસે આ બન્ને બુકીઓ સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. પકડાયેલો કૌશિક પોતે મજૂરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હોવાનું જણાવ્યું છે. તે ઘણા સમયથી હર્ષદ સહિતના બુકીઓ પાસેથી આઈડી મેળવીને જુગાર રમતો હોવાની કબૂલાત આપતાં પોલીસે બન્ને બુકીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઉધાર-ઉછીના કરીને કરતો હતો
સટ્ટો રમતા પકડાયેલો કૌશિક વજુભાઈ દવેએ એવી કબૂલાત આપી હતી કે તે ઘણા સમયથી આ પ્રકારે જુગાર રમી રહ્યો છે. જ્યારે જ્યારે તે આઈડી પર જુગાર રમતી વખતે હારી જાય એટલે હારેલી રકમનું ચૂકવણું તે કોઈને કોઈ પાસેથી ઉધાર-ઉછીના કરીને કરતો હતો. અત્યાર સુધી તેણે આ રીતે જ પોતાનું ગાડું ગબડાવ્યે રાખ્યું હતું પરંતુ સટ્ટો રમવાની પોતાની આદત છોડાવી શક્યો નહોતો. આ ઉપરાંત તે છૂટક મજૂરીકામ કરતો હોવાથી ત્યાંથી પણ જે આવક થતી તે બધી સટ્ટામાં લગાવી દેતો હતો.

અન્ય સમાચારો પણ છે…

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો, આજે વધું 14 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 44 થયો | Increase in corona cases in Banaskantha district, with 14 more cases reported today, the number of active cases has increased to 44. | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે વધુ 14 કેસ નોંધાયા છે. જ્યારે 04 લોકોએ કોરોનાને માત આપી છે જેથી જિલ્લામાં કુલ 44 એક્ટિવ કેસ થયા છે. જેને પગલેઆરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આજે RT-PCR 421 અને એન્ટિજન 977 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા.

ગુજરાત સહીત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે ધાનેરામાં 03 ડીસામાં 03 પાલનપુર 01 વાવમાં 02 દર્દી કોરોનાની ઝપેટમાં આવ્યો છે. જેથી તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. જિલ્લા 14 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ભારતમાંથી હજી કોરોના નાબૂદ થયો નથી. આ અંગે આરોગ્ય તંત્ર એલર્ટ બની ગયું છે અને આર.ટી.પી.સી.આર. અને એન્ટીજન ટેસ્ટની સંખ્યા વધારી દીધી છે. રાજ્યમાં પણ કોરોનાના કેસો દિન પ્રતિદિન વધુને વધુ નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં હાલ 44 એક્ટિવ કેસ છે.ઉલ્લેખનીય છે બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના એ માથું ઉંચક્યું છે 14 તાલુકામાંથી આજે 4 તાલુકામાં કોરોના પોઝીટીવ કેશ નોંધાયા છે જેમાં એક લોકોએ કોરોના ને માત આપી છે જિલ્લા કુલ 1398 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 14 કેશ નોંધાતા કુલ 44 એક્ટિવ કેશ થયા છે ધીમે ધીમે વધતા કોરોના કેસોમાં લોકોને સતર્ક રહેવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે…

બ્રેઈનડેડ થતા CA યુવકની બે આંખ, બે કિડની, બન્ને ફેફસા, હૃદય અને લીવરનું દાન,અન્યને નવજીવન મળશે | Brain dead CA youth donates two eyes, two kidneys, both lungs, heart and liver, others will get a new life | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટમાં પ્રથમવાર તમામ અંગોનું દાન કરાવાનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં બ્રેઈનડેડ થતા CA યુવકની બે આંખ, બે કિડની, બન્ને ફેફસા, હૃદય અને લીવરનું દાન અમદવાદ અને ચેન્નાઇની હોસ્પિટલમાં કરવામાં આવશે. જેનાથી અન્યને નવજીવન મળશે. નોંધનીય છે કે રાજકોટ શહેરમાં થયેલું આ 105મુ અંગોનું દાન થયું છે પરંતુ તમામ અંગોનું દાન થયું હોય તેવી આ પ્રથમ ઘટના છે.

શું છે સમગ્ર મામલો
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 29 માર્ચની રાત્રે રાજકોટ જામનગર રોડ પર આવેલ ધ ગ્રાન્ડ મુરીલધર હોટલ ખાતે CA નૈતિકભાઈ જાજલ મિત્રો અને પરિવારજનો સાથે જમવા માટે ગયા હતા. રાતના સમયે 11 વાગ્યે રાજકોટથી જામનગર રોડ પર આવેલ ગ્રાન્ડ મુરલીધર હોટેલમાં જમવા જતા હતા આ સમયે નૈતિકની સાથે તેમના મિત્ર હર્ષ કોઠારીની માતા ઉષાબેન કોઠારી સ્કૂટરમાં બેઠા હતા જયારે બીજા સ્કૂટરમાં હર્ષ અને તેમના પરિવાર હતાં. આમ બધા એક સાથે જમવા માટે જઇ રહ્યા હતા.

નૈતિકભાઇને માથાના ભાગે ગંભીર ઈજા પહોચી હતી

નૈતિકભાઇને માથાના ભાગે ગંભીર ઈજા પહોચી હતી

નૈતિકભાઇની તબિયત નાજુક હતી
આ દરમિયાન રાજકોટથી ગ્રાન્ડ મુરલીધર જામનગર રોડ તરફ હોટલથી 500 મીટર દૂર તેમના બાઈકને પાછળથી સફેદ કલરની હ્યુન્ડાઇ એસેન્ટ કાર ખૂબ ઝડપે આવી ઠોકર મારી હતી. પાછળથી મોટરકારે ઠોકર મારતા નૈતિકભાઇ જાજલને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર અર્થે રાજકોટના કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં આઈસીયું વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. પહેલેથી જ નૈતિકભાઇની તબિયત અત્યંત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું હતું અને તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. તબીબોએ બ્રેઈનડેડ જાહેર કરતા પરિવારજનોએ યુવાન દીકરાનું અંગદાન કરવા નિર્ણય કર્યો છે.

અન્ય દર્દીઓને નવજીવન મળશે
નૈતિક ભાઈના પરિવારજનોએ અંગદાન અંગે નિર્ણય કરતા 28 વર્ષીય નૈતિકભાઈ જાજલનું હૃદય, બે કિડની, લીવર, બે ફેફસા અને બંને આંખોનું દાન કરવા નિર્ણય કરાયો છે. જેના થકી અન્ય દર્દીઓને નવજીવન મળશે અને નૈતિકભાઈના પરિવારજનો હમેશને માટે પોતાના યુવાન દીકરાને અન્યના જીવમાં જીવતો જોઈ શકશે.

માતા પણ ઘાયલ
ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં નૈતિકભાઈની પાછળ બેઠેલા તેમના મિત્રની માતાને પણ હાથ પગમાં અને શરીરમાં અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચતા તેમને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જયારે અકસ્માત સર્જી કારચાલક નાસી છુટતા પડધરી પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંઘી કાર્યવાહી હાથ ધરી છે.

તબીબો તેમજ સામાજિક કાર્યકરોની ઝુંબેશ રંગ લાવી

તબીબો તેમજ સામાજિક કાર્યકરોની ઝુંબેશ રંગ લાવી

ગ્રીન કોરિડોર મારફતે અંગદાન
નોંધનીય છે કે નૈતિકભાઈના હૃદયને યુ.એન.મહેતા હોસ્પિટલ-અમદાવાદ, તેના બન્ને ફેફસાને એમજીએમ હોસ્પિટલ-ચેન્નાઈ અને તેની બન્ને કિડની તેમજ લીવરને સિવિલ હોસ્પિટલ-અમદાવાદમાં મોકલવામાં આવ્યા છે.પરિવારજનોએ અંગદાન માટે સહમતિ આપતાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. નૈતિકના દાન થનારા તમામ અંગો ફિટ હોવાથી તેને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ અને ચેન્નાઈ મોકલવામાં આવશે. આ સાથે જ રાજકોટમાં 105મું અંગદાન થયું છે સાથે સાથે તબીબો તેમજ સામાજિક કાર્યકરોની અંગદાન પ્રત્યેની ઝુંબેશ પણ રંગ લાવી રહી છે જેના કારણે અંગોની જરૂરિયાત ધરાવતાં લોકોને નવજીવન મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…