Sunday, April 2, 2023

પાવાગઢ ખાતે ભક્તિરસનો મહાઉત્સવ યોજાયો; 50 જેટલા કલાકારોએ અભિનય, નૃત્ય, ગીત, સંગીતની જમાવટ કરી | A great festival of Bhaktiras was held at Pavagadh; As many as 50 artists deployed acting, dancing, singing, music | Times Of Ahmedabad

હાલોલએક કલાક પહેલા

  • કૉપી લિંક

પાવાગઢ ના પાર્કિંગ રંગમંચ ચાંપાનેર ખાતે આઝાદીનું અમૃતમહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી હિંમતનગરની સાગર અકાદમી દ્વારા ‘ચાંપાનેર મહોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમ’ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. 50 જેટલા કલાકારો દ્વારા અભિનય, નૃત્ય, ગીત, સંગીતની જમાવટ સાથે પ્રસ્તુત ભક્તિરસના આ મહાઉત્સવમાં હાલોલ ધારાસભ્ય સહિત અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આસ્થા, શક્તિ, શ્રદ્ધા, અને ભક્તિની સાથે પ્રવાસન કેન્દ્ર બનેલા શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરમાં જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટના સહયોગથી હિન્દુ નવવર્ષ અને ચૈત્રી નવરાત્રીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. નવરાત્રી દરમ્યાન યોજવામાં આવતો સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ વર્ષે નવરાત્રી પછી યોજવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી હિંમતનગરની સાગર અકાદમી દ્વારા ‘ચાંપાનેર મહોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમ’ની ઉજવણી ચાંપાનેર પાર્કિંગ ખાતે કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અને જિલ્લા પંચાયત પ્રમુખની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવવમાં આવેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા પ્રમુખ બંનેની અનુપસ્થિતિમાં હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે કાર્યક્રમનું ઉદ્દઘાટન કર્યું હતું. સાગર અકાદમી હિંમતનગરના 50 જેટલા કલાકારોએ અકાદમીના ગૌરવ પુરસ્કૃત નાટ્યકાર ભારત વ્યાસ દ્વારા લેખન, સંકલન અને દિગ્દર્શન કરવામાં આવેલા અભિનય, નૃત્ય, ગીત, સંગીતની જમાવટ કરી ભક્તિરસનો સાગર છલકાવ્યો હતો.

પાવાગઢ તળેટીમાં યોજવામાં આવેલા આ સુંદર અને પારિવારિક જાહેર સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રચાર પ્રસારના અભાવે તાલુકાની બહોળી પ્રજા તેનો લાભ લઇ શકી ન હતી. પાવાગઢ અને હાલોલ વિસ્તારના અનેક લોકો આ કાર્યકમથી અજાણ હોવાથી આવા સુંદર આયોજનમાં પણ જુજ માત્રામાં દર્શકો જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

જામનગરની સરકારી પ્રાથમિક શાળામાં રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ તાલીમ યોજાઈ, 472 વિદ્યાર્થિનીઓ જોડાઈ | Rani Lakshmibai self defense training conducted at Govt Primary School Jamnagar, 472 girl students joined | Times Of Ahmedabad

જામનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

જામનગર જિલ્લાની અંદર સ્વ-રક્ષણની તાલીમના વર્ગો ઘોરણ 6 થી 12 ની કન્યાઓ માટે શરૂ કરવામાં આવ્યા છે. જેમા જામનગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓ તથા ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલના આદેશ મુજબ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડુંમારાણીયાના રાહબાર હેઠળ આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગર જિલ્લામાં વિદ્યાર્થિનીઓમાં આત્મવિશ્વાસ વધે, મનોબળ બને તેમજ તેઓ પોતાનું રક્ષણ કરી શકે તે માટે આ સ્વરક્ષણની તાલીમનું અયોજન કરવામાં આવેલ છે. જેમાં જામનગર તેમજ કાલાવાડ, ધ્રોલ, જોડીયા, લાલપુર, જામજોધપુર ની કુલ મળીને ટોટલ 472 શાળાઓમાં વિદ્યાર્થીનીઓને બોકસીંગ, રેસલીંગ, કરાટે, જુડો, ફાઈટ તેમજ પાયાની સ્વરક્ષણ તાલીમનું આયોજન જામનગર જિલ્લામાં કરાટે એશોશીએશન ગીર સોમનાથ (સંદીપસિંહ રાઠોડ) ને સોપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Man finds ‘furnished home in Bengaluru’. But there’s a catch | Trending | Times Of Ahmedabad

Hunting for a rented apartment in metro cities, especially Bengaluru is a daunting task. Not only do landlords ask tenants for their LinkedIn profiles, but they also enquire about the colleges they graduated from. Some even request tenants for a small write-up about themselves. Now, a man’s post about finding a ‘fully furnished home’ in ‘India’s silicon valley’ has sparked chatter online.

The picture shows a ‘fully furnished home in Bengaluru’.(Twitter/@manthanguptaa)
The picture shows a ‘fully furnished home in Bengaluru’.(Twitter/@manthanguptaa)

Also Read: Virat Kohli gets new tattoo, artist shares meaning behind it

“Finally found a fully furnished home in Bengaluru. Gated society and 24×7 security,” read the caption of the image shared by Twitter user Manthan Gupta. Alongside, he shared a picture of a well-lit ‘room’ with a bed, cabinet and a tiny washbasin. Many were convinced that the room was up for rent and enquired about the agent’s number. Some even shared that the room is bigger than theirs and has ample sunlight. However, there’s a catch that the original poster clarified in the comments. The picture shared by the Twitter user features South Africa’s jail cell.

Take a look at the tweet below:

Since being shared on March 31, the tweet has been viewed over two lakh times, and the numbers are still increasing. Many even dropped their thoughts in the comments section.

Here’s how people reacted to the tweet:

A Twitter user asked, “In Bangalore or Mumbai?” To this, the original poster replied, “Check alt to understand.” Another enquired, “House party when?” Manthan Gupta responded to this and wrote, “Visiting hours are 3-5pm. Will send you the address.” A third posted, “Can you share the agent’s number?” To this, the Twitter user who shared the tweet advised him to “go to your nearest police station.” “Whoever stays there is lucky to have sunlight in the room,” shared a fourth. A fifth expressed, “Bedroom/Bathroom still bigger than my 1 rk.”

Also Read: Man clears Google interview but fails tenant interview in Bengaluru. Here’s why


નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરમાં CPR ટ્રેનીંગ અંગે કાર્યક્રમ યોજાયો; કાર્યકરોને ટ્રેનિંગ અપાઈ | A program on CPR training was held at Nutan Medical College and Research Centre; Workers were trained | Times Of Ahmedabad

વિસનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત CPR અવરનેસ ટ્રેનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહેસાણા લોકસભા સંસદ શારદા પટેલની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લામાં CPR અવેરનેસ અંતગર્ત મેનીક્યોર પર તાલીમ આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોમાં વધતા જતા હાર્ટ એટેકના બનાવોમાં અવેરનેસ આવે તેમજ આવા બનાવોમાં મદદરૂપ થઈ જીવન બચાવી શકાય તે માટે આયોજન કરાયું હતું.

અત્યારના યુગમાં કોરોના મહામારી બાદ યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યાઓ વધી છે. જેમાં યુવાનોમાં હાર્ટ એટેક આવવાથી મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ અંગે કાર્યકર્તા CPR ટ્રેનિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર રાજ્યની 36 મેડિકલ કોલેજમાં યુવાનોમાં થતી હાર્ટ એટેક સામે કેવી તાલીમ લઈ તેની મદદ કરી શકાય તે માટેનું આયોજન કરાયું છે. જેમાં વિસનગર ખાતે પણ લોકસભા સંસદની ઉપસ્થિતિમાં 5 તાલુકાના કાર્યકર્તાઓને મેનીક્યોર દ્વારા CPR અવેરનેસ ટ્રેનિંગ આપવા માટેનું આયોજન કરાયું હતું. જેમાં કાર્યકર્તાઓ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહી આ તાલીમ મેળવી હતી.

ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કાર્યક્રમ CPR ટ્રેનિંગ અભિયાનમાં મહેસાણા જિલ્લાના વિસનગર, મહેસાણા, જોટાણા, બેચરાજી, કડી, વિજાપુર તાલુકા શહેરના કાર્યકર્તાઓને તાલીમ આપવા માટેનું આયોજન નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર ખાતે રાખવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગમાં વિસનગર શહેર તેમજ તાલુકા ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા હાજર રહ્યો ન હતો.

આ અંગે નોર્થ ગુજરાત ભાજપના ડોક્ટર સેલના પ્રમુખ ડૉ. અનિલ પટેલે જણાવ્યું હતું કે, આજે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી ભાજપ ટીમ, નૂતન જનરલ હોસ્પિટલની ટીમ હાર્ટ એટેકમાં પંપીંગ કરીને હાર્ટ ફરીથી કઈ રીતે ચાલુ થઈ શકે તે માટે રાજ્યની 36 મેડિકલ કોલેજમાં 1200 નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા મહેસાણા જિલ્લાના મંડળના 100 કાર્યકરોને ટ્રેનિંગ આપવા માટેનું આયોજન કરેલું છે.

આ અંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના મેડિકલ સેલ દ્વારા યુવાનોને જાગૃત કરવા તેમજ અનુભવ કરાવવા માટેનું આયોજન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ કે આજના યુગની અંદર 35થી 45 વર્ષના યુવાનોને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે.

ક્યાંય પણ અગમ્ય કારણોસર એટેકનો સ્ટોક આવે ત્યારે તેને પ્રાથમિક સારવાર આપવામાં આવે તો ઘણા બધા યુવાનોનું જીવન આપણે બચાવી શકતા હોઈએ છીએ. આ ધ્યાને રાખીને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના તમામ મેડિકલ કોલેજમાં CPR ટ્રેનિંગનો અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત વિસનગરમાં પણ આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લાના 5 તાલુકાના 100 જેટલા કાર્યકર્તાઓને તાલીમ આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં લોકસભા સંસદ શારદા પટેલ, મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ, નોર્થ ગુજરાત બીજેપી ડોક્ટર સેલ પ્રમુખ ડો. અનિલ પટેલ, ડીન હિમાંશુ, મેડિકલ ડાયરેક્ટ ભરત શાહ, જિલ્લાના કાર્યકરો તેમજ નૂતન મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

ભાવનગરમાં ભાજપ કાર્યકર્તાઓએ બંધ પડેલા હૃદયને આપાતકાલીન પ્રાથમિક ઉપચાર માટે તાલીમ મેળવી | BJP workers in Bhavnagar received training in emergency first aid for cardiac arrest | Times Of Ahmedabad

ભાવનગર43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાવનગરમાં ભાજપ કાર્યકર્તાઓએ બંધ પડેલા હૃદયને આપાતકાલીન પ્રાથમિક ઉપચાર માટે તાલીમ મેળવી છે. ભાવનગર ખાતે સી.પી.આર તાલીમ અભિયાનમાં જિલ્લા અને શહેર ભાજપ સાથે મેડિકલ કોલેજનું સંકલન રહ્યું હતું.

પ્રાથમિક ઉપચાર માટે તાલીમ અભિયાનનો લાભ લીધો
પ્રદેશ ભાજપ દ્વારા સામાજિક પ્રવૃત્તિના ભાગ રૂપે ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજી મકવાણા તથા શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં મેયર કીર્તિબાળા દાણીધારિયા, ધારાસભ્યો સેજલબેન પંડ્યા તથા ગૌતમભાઈ ચૌહાણ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ધીરુભાઈ ધામેલિયા, શિશિર ત્રિવેદી વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં ભાવનગર મેડિકલ કોલેજ ખાતે બંધ પડેલા હૃદયના આપાતકાલીન પ્રાથમિક ઉપચાર માટે તાલીમ અભિયાનનો લાભ લીધો હતો.

રાજ્યવ્યાપી તાલીમનો પ્રારંભ અમદાવાદમાં થયો
શ્રી તખ્તસિંહજી હોસ્પિટલમાં નર્સિંગ કોલેજ સંકુલમાં ભાવનગર મેડિકલ કોલેજના વિભાગીય વડા લોપાબેન ત્રિવેદીના માર્ગદર્શન સાથે સાથી તબીબોએ પ્રાયોગિક રીતે સી.પી.આર. તાલીમ આપવામાં આવી હતી, રાજ્યવ્યાપી આ તાલીમ પ્રારંભમાં અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સુરત ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ જોડાયા હતા.

108ના કર્મચારીઓનું સન્માન કરાયું
ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં 38 જેટલી તબીબી વિદ્યાલય સંસ્થાઓમાં 1200 જેટલા તબીબ નિષ્ણાતો દ્વારા આ તાલીમ માર્ગદર્શન અપાયેલ છે. આ કાર્યક્રમમાં ભાવનગર ખાતે 108 તાત્કાલિક સેવામાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન અભિવાદન કરવામાં આવ્યું હતું.ભાવનગર જિલ્લામાં આ તાલીમના સંયોજક ભરતભાઈ મેરના જણાવ્યા અનુસાર આ તાલીમમાં ભાવનગર શહેર તથા જિલ્લાના વિસ્તારવાર કાર્યકર્તાઓની ટુકડીએ નિષ્ણાત તબીબો દ્વારા પ્રત્યક્ષ નિદર્શન સાથે આ તાલીમ મેળવી છે.

ભાજપ મેડિકલ સેલ સાથે કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી
વ્યક્તિના આકસ્મિક રીતે બંધ પડેલા હ્રદયમાં કૃત્રિમ શ્વાસોચ્છવાસ માટે પ્રાથમિક સેવા થઈ શકે તથા જીવ બચાવી શકાય તે માટે ગુજરાત પ્રદેશ ભાજપના રાજ્ય વ્યાપી સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાનના ભાગ રૂપે ભાવનગર ખાતે આ તાલીમ યોજાયાનું ભાજપ પ્રચાર સંયોજક કિશોર ભટ્ટ તથા સહસંયોજક મૂકેશ પંડિતે જણાવ્યું છે. જેમાં ભાજપ મેડિકલ સેલ સાથે કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે…

હાર્ટ એટેકના બનાવને લઈ જૂનાગઢની મેડિકલ કોલેજ ખાતે ભાજપ દ્વારા CPR ટ્રેનિંગ નું આયોજન કરાયું | CPR training was organized by BJP at the medical college of Junagadh regarding the incident of heart attack | Times Of Ahmedabad

જુનાગઢ32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકના લીધે મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ડોક્ટર સેલ દ્વારા 38 થી વધુ મેડિકલ કોલેજમાં CPR ટ્રેનીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો તબીબો મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શહેરના વોર્ડના કાર્યકરો દ્વારા આ ટ્રેનિંગ લેવામાં આવી હતી. ખાસ કરીને હાર્ટ એટેકનો ભોગ બનનાર વ્યક્તિને સમયસર સારવાર મળે અને હાર્ટ એટેકના લીધે તેને જીવ ગુમાવવો ન પડે તેવા હેતુથી ડોક્ટર સેલ દ્વારા સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલના સંયોજક ડોક્ટર શૈલેષ બારમેડાએ જણાવ્યું હતું કે, જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ સીપીઆર કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની સુચના અને સંગઠન મહામંત્રી રત્નાકર જી ના પારદર્શન હેઠળ જૂનાગઢની મેડિકલ કોલેજમાં ઠેસીયા વિભાગમાં 75 થી વધુ સભ્યોને આ આપવામાં આવી હતી. દરેક વોર્ડના 100 થી પણ વધારે સભ્યોને કાર્ય કરીએ આ ટ્રેનિંગમાં ભાગ લીધો હતો.

સીપીઆર ની ટ્રેનિંગ આજના સમયમાં ખૂબ જરૂરી બની છે. હાલના સમયમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. તેવા સમયે 108 કે બીજી કોઈપણ ટીમ સહાય મળે તે પહેલા દર્દીનું મૃત્યુ થતું હોય છે. જ્યારે આવા સમયે હાર્ટ એટેકનો ભોગ બનનાર વ્યક્તિની નજીક રહેલા લોકો જો સીપીઆરની ટ્રેનિંગ લીધેલી હોય તો તે વ્યક્તિનું જીવન બચાવી શકાય છે. આ સીપીઆર ટ્રેનિંગ માટેનું આયોજન આખા ગુજરાતમાં કરવામાં આવ્યું છે. ગુજરાતની 38 મેડિકલ કોલેજોમાં 1200 થી પણ વધારે તબીબોએ આ કાર્યક્રમમાં સીપીઆર ટ્રેનિંગ આપી હતી. આજના ગુજરાત ભરના સીપીઆર ટ્રેનિંગમાં 65,000 થી વધુ કાર્યકરો આ ટ્રેનિંગ લેશે. આ તમામ કાર્યકરો પોતાના વોર્ડમાં બીજા 15 થી 20 લોકોને આ ટ્રેનિંગ આપશે અને આ રીતે જન જન સુધી આ તાલીમ પહોંચશે અને હાર્ટ એટેક થી થતા મૃત્યુ બચાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે…

Chinese colleges give weeklong off to let students ‘enjoy love’ | World News | Times Of Ahmedabad

Amid the Chinese government’s incentives to encourage young couples to have more children, two colleges are motivating their students to use extended spring vacations to feel the beauty of spring and love, a move that some see as an attempt to reverse the declining birth rate.

On Chinese social media, the college announcement received a wide range of responses. (Representational photo)
On Chinese social media, the college announcement received a wide range of responses. (Representational photo)

Also Read| Explained: China’s 30 days paid marriage leave plan to boost birth rate

Extending a one-day tomb sweeping national holiday to a full week, the Sichuan Southwest Vocational College of Civil Aviation in Chengdu informed all students and staff members about the decision through a notice titled “Holiday Notice on ‘Floating Spring,’” reported Fox News. In the circular, people were encouraged to “leave the classroom, leave campus, enjoy the nature and feel the beauty of spring and love.”

Taking a similar step, the University of Xiamen also granted its students a whole week off. According to the Sichuan Southwest Vocational College, the spring break will not shorten the students’ class time as they are required to complete various homework assignments during their vacation. Liu Ping, deputy dean of the college said the holiday should be regarded as a way for students to practice the combination of life and studying, added the report.

Also Read| Marriages fell in this country to record low. Its birth rate is world’s lowest

The news of the extended off drew a variety of reactions on Chinese social media. The majority of users said they were envious of the students and faculty at these two universities, while some expressed hope that this would become a national norm.

“I’m sure this is just another attempt to push people into having more babies,” one person wrote on Weibo. Others criticised it being a cheap attempt to attract more students to enroll in vocational education.

ઊંઝા પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનવ મંદિર ખાતે દાતા દ્વારા સ્કૂલવાન અર્પણ કરાઈ | A school van was presented by a donor at Manav Mandir run by Unjha Parishram Charitable Trust | Times Of Ahmedabad

ઊંંઝા26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઊંઝામાં પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનવ મંદિર ખાતે દાતા નરેન્દ્ર કાનજીભાઈ પટેલ દ્વારા સ્કૂલવાન અર્પણ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ઊંઝા apmc ચેરમેન દિનેશ પટેલ તેમજ સ્કૂલવાન દાન આપનાર દાતા નરેન્દ્ર કાનજીભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને શ્રી સત્યનારાયણ ભગવાનની કથા યોજાઇ હતી.

ઊંઝા ખાતે ચાલતું પરિશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ માનવ મંદિરમાં દિવ્યાંગ બાળકો માટે સહાયનું કામ કરી રહ્યુ છે. જ્યાં દિવ્યાંગ બાળકોને અભ્યાસ તેમજ અન્ય પ્રવૃત્તિઓ શીખવવામાં આવે છે. માનવ મંદિરમાં આવતા દિવ્યાંગ બાળકો પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. દિવ્યાંગ બાળકોને અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે. જેમાં દિવ્યાંગ બાળકો પોતાના પગ ઉપર ઉભા થઇ શકે એના માટે અગરબત્તી બનાવીને તેઓ સ્વરોજગરી મેળવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Bhopal-New Delhi Vande Bharat breaches expected speed limit of 160 kmph | Latest News India | Times Of Ahmedabad

The maximum speed of the Bhopal-New Delhi Vande Bharat Express reached 161 kilometres per hour during its launch run on Saturday, breaching its expected speed limit of 160 kmph, officials said.

Prime Minister Narendra Modi flags off Vande Bharat Express, at Rani Kamlapati Station, in Bhopal on Saturday. Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan also present. (ANI Photo)
Prime Minister Narendra Modi flags off Vande Bharat Express, at Rani Kamlapati Station, in Bhopal on Saturday. Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan also present. (ANI Photo)

The train that cuts the travel time between Bhopal and New Delhi by an hour, touched the speed of 161 kmph between Raja ki Mandi in Agra and Mathura, they added.

A small stretch of the track between the Agra Cantonment and Nizamuddin railway stations has been designed in a manner to fit the speed limit.

Earlier, the Ministry of Railways had said in an order that the Rani Kamalapati-New Delhi Vande Bharat Express train can run up to a maximum speed of 160 kmph over the Agra Cantonment-Tuglakabad section.

Prime Minister Narendra Modi flagged off the 11th Vande Bharat Express train on Saturday.

The semi-high speed train was flagged off from the Rani Kamalapati railway station in Bhopal in the afternoon in the presence of Railway Minister Ashwini Vaishnaw, Madhya Pradesh Governor Mangubhai Patel and Chief Minister Shivraj Singh Chouhan.

કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ, રાયોટિંગની પણ 60થી વઘુ શખ્સો સામે ફરિયાદ, તલવાર સહિતના હથિયારો જપ્ત | Police complaint registered against Kajal Hindustani, complaint against more than 60 people for rioting, weapons including sword seized | Times Of Ahmedabad

ઉના19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઉના શહેરમાં રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ બાદ ઉનામા તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ગત રાત્રે કુંભારવાડા અને ભોયવાડા વિસ્તારમાં પથ્થરમારાની પણ ઘટના બની હતી. જેમાં બે વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટના બાદ કરવામાં આવેલ કોમ્બિંગ દરમિયાન તલવાર અને કુહાડી સહિતના હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.

તલવાર,કુહા઼ડી સહિતના હથિયાર જપ્ત.

તલવાર,કુહા઼ડી સહિતના હથિયાર જપ્ત.

દુકાનો બંધ રહી
આખરે શહેરમાં તંગદિલી વાતાવરણ ઉભુ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે. ઘટના બાદ જૂનાગઢ રેન્જ આઇ.જી. મયંકસિંહ ચાવડા, એસ.પી. શ્રીપાલ શેષ્મા સહિતનો કાફલો પહોંચી ગયો હતો. તેમજ પોલીસ દ્વારા આખીરાત કોમ્બીંગ કરવામાં આવેલ હતું. જેમાં 60 શખ્સોની અટકાયત કરી રાયોટિંગનો ગુન્હો નોધ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ ગીર સોમનાથ જિલ્લા તેમજ જૂનાગઢ એસપી તથા પોરબંદરની પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
બીજી તરફ શહેરીજનોમાં હજુ પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉના શહેરના વેપારીઓ દ્વારા દુકાન ખોલવવામાં આવેલ નથી. હાલ વેરાવળ મુસ્લિમ સમાજના આગેવાનો ઉચ્ચ પોલીસ અધિકારીને રજૂઆત કરવા પહોંચી ગયા હતા.

રાત્રે થયેલ પથ્થરમારો.

રાત્રે થયેલ પથ્થરમારો.

હથિયારો જપ્ત
શહેરમાં પોલીસ દ્વારા આખી રાત કોમ્બિંગ સમય દરમિયાન પોલીસને તલવાર, કુહાડી સહિતના ઘાતક હથિયારી પણ મળી આવ્યા હતા. શહેરમાં પરિસ્થિતિની ગંભીરતા સમજી શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેમ જ્યાં નજર કરીયે ત્યાં પોલીસ પોલીસ જ દેખાય હતી. ત્યારે અલગ અલગ જીલ્લા અને તાલુકાની પોલીસ SRP સહિત કુલ 300થી વધુ પોલીસ ચુસ્ત બંદોબસ્તમાં તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસે સીસીટીવી અને વીડિયો આધારે તપાસ હાથ ધરી છે.

પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

અન્ય સમાચારો પણ છે…

જમાલપુર સ્મશાન ગૃહમાં કોન્ટ્રાકટરે ચિતાની ડિઝાઇન બદલી, બ્લેકલિસ્ટ કરવા માટે ભાજપના સત્તાધીશોના આંખ આડા કાન | Jamalpur crematorium contractor changes design of pyre to use less wood, BJP officials turn a blind eye to blacklisting | Times Of Ahmedabad

અમદાવાદ13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર માટે લાકડાઓ સપ્લાય કરવા મૃતદેહો દફનવિધિ વગેરેના સંચાલન માટે કોર્પોરેશનના જન્મ મરણ વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા સપ્તર્ષિ સ્મશાન ગૃહમાં સંચાલન કરનાર કોન્ટ્રાક્ટર સંસ્થા સમભાવ સેવા સંઘ દ્વારા અંતિમ સંસ્કાર માટેની લોખંડની ચિતાઓમાં ઓછા લાકડા વપરાય તેના માટે થઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વગર જ ચિતાઓનું વેલ્ડીંગ કરી અને તેમાં ફેરફાર કરવામાં આવતા જન્મ મરણ વિભાગ દ્વારા તેને નોટિસ ફટકારવામાં આવી છે.

ભાજપના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત
મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ જમાલપુર સ્મશાનગૃહમાં કોન્ટ્રાક્ટર સંસ્થા સમભાવ સેવા સંઘ દ્વારા ભૂતકાળમાં પણ આવા અનેક વખત ફેરફારો કર્યા હતા અને તેને નોટિસ આપવામાં આવી હતી. આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટે જન્મ મરણ વિભાગ દ્વારા ભાજપના સત્તાધીશો સમક્ષ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીમાં રજૂઆત કરાઈ હતી પરંતુ ભાજપના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે તેને મંજૂરી આપવામાં આવી નથી.

આ સમભાવ સેવા સંઘ પાસે અમદાવાદ શહેરના જમાલપુર સહિત અન્ય 11 એમ મળી કુલ 12 જેટલા સ્મશાન ગૃહોનું સંચાલન કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે અને અગાઉ અન્ય બે-ત્રણ સ્મશાનો પણ આવી રીતે બેદરકારી સામે આવતા તેને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ આ કોન્ટ્રાક્ટર કંપની સામે જન્મ મરણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ ભાજપના સત્તાધીશો આવા બેદરકાર કોન્ટ્રાક્ટરોને સાચવી રહ્યા છે.

લોખંડની ચિતાઓ બનાવવામાં આવી
અમદાવાદના સ્મશાન ગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે ચિતાઓ કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા બનાવવામાં આવી છે. ડિઝાઇન પ્રમાણે લોખંડની ચિતાઓ બનાવવામાં આવી છે. તેમાં કોઈપણ ફેરફાર કરવો હોય તો જન્મ મરણ વિભાગ અને ઇજનેર વિભાગની મંજૂરી લેવી પડે છે. જમાલપુર વિસ્તારમાં આવેલા સપ્તર્ષિ સ્મશાન ગૃહમાં સૂકા લાકડાઓ રાખવા મૃતદેને દફન કરવા ખાડા ખોદવા સહિતના કામો માટે કાંકરિયાની સમભાવ સેવા સંઘ નામની સંસ્થાને કોર્પોરેશનના જન્મ મરણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

15 જેટલી ચિતાઓ સ્મશાન ગૃહમાં આવેલી છે તેમાં કેટલીક ચિતાઓમાં વેલ્ડીંગ કરી અને ડિઝાઇનમાં ફેરફાર ઓછા લાકડા વપરાય તેના માટે લોખંડનું સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટર સંસ્થા દ્વારા મંજૂરી લીધા વગર ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જન્મ મરણ વિભાગના ધ્યાને આવ્યું છે. જેને લઇ અને સમભાવ સેવા સંઘને નોટિસ આપી બે દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

દિયરના ઝઘડામાં વચ્ચે પડતાં 3 શખસે જાનથી મારવા ધમકી આપી, અંધારામાં ખેંચી જઈ અડપલાં કર્યા | In the middle of a dispute, 3 persons threatened to kill, dragged in the dark and confronted. | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક મહિલા પોતાના દિયરના ઝગડામાં વચ્ચે પડતા સામેના 3 વ્યક્તિઓએ મહિલાનો હાથ પકડી અંધારામાં લઈ જઈ બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો.આ ઉપરાંત મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જે અંગે મહિલાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મહિલા અમરાઈવાડી વિસ્તારમાં રહે છે.પતિ,બાળકો,સાસુ તથા દિયર સાથે સંયુક્ત પરિવારમાં રહે છે.ગઈકાલે સાંજે બધા ઘરે હાજર હતા ત્યારે બહારથી અવાજ આવ્યો તો તેમના દિયર સાથે રાજુ બોરાડે નામના શખ્સે ઝઘડો કરી મારામારી કરતો હતો.મહિલા અને તેમના પતિ દિયરના ઝઘડામાં વચ્ચે પડતા રાજુએ તેમને પણ મારવાના શરૂ કરી દીધા હતા.રાજુ બીભત્સ ગાળો પણ બોલવા લાગ્યો હતો.આ દરમિયાન રાજુના ભત્રીજા શશી અને વરુણ પણ ત્યાં આવી ગયા હતા જે મહિલાના પતિ અને દિયરને મારવા લાગ્યા હતા.

આ દરમિયાનમાં રાજુએ મહિલાને 2 લાફ મારી દીધા તથા હાથ પકડીને અંધારામાં લઈ જઈ શારીરિક અડપલાં કરીને બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો જેથી બુમો પાડતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.ત્રણેય લોકો ત્યાંથી નીકળતા હતા ત્યારે જતા જતા પણ પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી જેથી મહિલાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…