વર્ષ 2023ની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્ષ 2022 અલગ અલગ યાદોભર્યું રહ્યું છે. વર્ષ 2022માં ભારતીય ટીમમાં પણ એક એક બાબત અધૂરી રહી ગઈ છે. ICC (International Cricket Council)ની મોટી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે અસફળતા મેળવી છે. ભારતીય ટીમે ગત વર્ષે ICC ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ઉમદા પ્રદર્શન કરતા એક આશાની કિરણ જોવા મળી રહી છે. ભારતીય ટીમે 2022માં 7 ટેસ્ટ મેચ રમી છે. આ બાબતે ભારતીય ટીમ બીજા નંબર પર છે. માનવામાં આવી રહ્યું છે કે, આ વર્ષે ભારતીય ટીમ ફાઈનલ મેચમાં પ્રવેશ કરી લેશે.
ગત વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ ખેલાડીઓએ ઉમદા પ્રદર્શન કરતા સૌથી વધુ વિકેટ લીધી છે. આ ત્રણ ક્રિકેટર વિશે અહીં જાણકારી આપવામાં આવી છે.
જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah):
વર્ષ 2022માં ભારતીય ટીમ તરફથી જસપ્રીત બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપી છે. તેણે ભારત માટે પાંચ મેચ રમી છે, જેમાં 10 ઈનિંગમાં 20.31ની સરેરાશથી 22 વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે સર્વશ્રેષ્ઠ બોલિંગ કરી છે અને 47 રન આપીને આઠ વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહને વર્ષ 2022માં ખૂબ જ ઈજાઓ થઈ રહી હતી, આ કારણોસર તેઓ એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં રમી શક્યા નહોતા. ઈંગ્લેન્ડ સામેની એક ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહ ભારતીય ટીમમાં કેપ્ટન પણ રહી ચૂક્યા છે.
સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું આ યાદીમાં બીજા નંબરે નામ આવે છે. અશ્વિને વર્ષ 2022માં ભારતીય ટીમ માટે છ મેચ રમી છે. આ દરમિયાન તેણે 12 ઈનિંગમાં 27.70ની સરેરાશથી 20 વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે સર્વશ્રેષ્ઠ બોલિંગ કરી છે અને 85 રન આપીને છ વિકેટ લીધી છે.
” isDesktop=”true” id=”1311760″ >
મોહમ્મદ શમી (Mohammed Shami):
સૌથી વધુ વિકેટ લેવામાં મોહમ્મદ શમીનું નામ ત્રીજા નંબરે આવે છે. મોહમ્મદ શમીએ ભારતીય ટીમ માટે સૌથ વધુ વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે ભારતીય ટીમ માટે પાંચ મેચ રમી છે. 10 ઈનિંગમાં 34.46ની સરેરાશથી 13 વિકેટ લીધી છે. મોહમ્મદ શમીએ સર્વશ્રેષ્ઠ બોલિંગ કરી છે અને 75 રન આપીને 3 વિકેટ લીધી છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Nilesh Rana, Banaskantha: ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે ખેલાડીઓનું સિલેક્શન યોજાયું હતું. જેમાં મૂળ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના કહીપુર ગામના વતની અને પાલનપુર ખાતે રહેતા ઉર્વીલ પટેલને ગુજરાત ટાઈટન્સ ટીમે ખરીદ્યો છે. ઉર્વીલ પટેલને બેઝ પ્રાઈઝ 20 લાખમાં ખરીદવામાં આવ્યો છે.ઉર્વીલ પટેલની વિકેટકીપર, બેટ્સમેનના સ્લોટમાં રખાયો છે.
ઉર્વીલ પટેલ IPLમાં સ્થાન મેળવનારો બનાસકાંઠા જિલ્લાનો પ્રથમ ખેલાડી બની ગયો છે. ઉર્વીલ પટેલના માતા- પિતા બંને શિક્ષક છે. ઉર્વીલ પટેલ નાનપણથી ક્રિકેટમાં વધુ રસ હોવાથી તેના માતા -પિતાએ ઉર્વીલ 6 વર્ષનો હતો,
ત્યારે તેને પાલનપુરમાં ક્રિકેટનું કોચિંગ અપાવવાનું શરૂ કરાયું હતું. બાદ ઉર્વીલ પોતાની મહેનત અને ધગસના કારણે ઉર્વીલે પોતાની ક્ષમતા મુજબ દેખાવ કરતા આગળ વધ્યો છે અને આજે IPL ક્રિકેટ ટીમમાં સિલેક્શન થયો છે.
પરંતુ સૈયદ મુસ્તાક અલી ટી -20 ટુર્નામેન્ટમાં ગત ઓક્ટોબરમાં બિહાર સામે રમાયેલી મેચમાં માત્ર 37 બોલમાં 84 રન ફટકારી ટીમને જીત અપાવી હતી. આ ઇનિંગથી ઉર્વીલ વધુ લાઇમટાઇમમાં આવ્યો હતો . ઉર્વીલ પટેલની આક્રમક બેટિંગની ક્ષમતાને જાઈ ગુજરાત ટાઇટન્સે તેની બેઝ પ્રાઈઝ રૂપિયા 20 લાખમાં વિકેટકીપર,બેટ્સમેન તરીકે ખરીદી લીધો છે.
તમારા શહેરમાંથી (બનાસકાંઠા)
બનાસકાંઠા
બનાસકાંઠા
કેટલા વર્ષથી ક્રિકેટનું કોચિંગ મેળવે અને રોજની કેટલી કલાક પ્રેક્ટિસ
બનાસકાંઠાના પાલનપુરનો ઉર્વીલ પટેલ છેલ્લા 15 વર્ષથી ક્રિકેટમાં સતત મહેનત કરી રહ્યો છે. તેમજ રોજના 5 કલાક ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે.
ગત ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ ટીમમાં પસંદગી પામેલા ઉર્વીલે ખુશી વ્યક્ત કરી જણાવ્યું હતું કે, આ મેચમાં સારું પ્રદર્શન કરી આગામી સમયમાં ભારતની ટીમમાં રમું તેવું મારું સ્વપ્નું છે.
ભારત માટે રમે તેવી અમારી ઈચ્છા: પિતા
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે રહેતા મુકેશભાઇ પટેલ એક શિક્ષક છે.તેમનો દીકરો ઉર્વીલ પટેલ નાનપણથી તેને ક્રિકેટ રમવાનો અનેરો શોખ હતો. જ્યારે તે 6 વર્ષનો હતો,ત્યારે તેને પાલનપુર ખાતે ક્રિકેટ કોચિંગ મેળવવા એકેડમીમાં મોકલ્યો.
તેને ક્રિકેટમાં ખૂબ રસ હોવાથી તે સતત ક્રિકેટમાં મહેનત કરતો ગયો અને આખરે આજે ગુજરાત ટાઇટન્સની ટીમમાં સિલેક્શન થતા તેના પરિવારમાં ખુશી જોવા મળી રહી છે. ઉર્વિલના પિતાએ જણાવ્યું હતું કે,ઉર્વીલ IPLની મેચમાં સારું પ્રદર્શન કરી આગામી સમયમાં ભારતની ટીમમાં રમે તેવી અમારી ઇચ્છા છે.
Published by:Santosh Kanojiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
મોરબી : તળિયા, નળિયા અને ઘડિયાળની નગરી એવા સિરામીક સીટી મોરબીને મંદી જાણે નડતી જ ન હોય તેવી સ્થિતિ વચ્ચે દિવાળી બાદ મોરબીમાં બાઈકથી લઈ ફોર વ્હીલર, ટ્રેકટર, ટ્રક, સહિતના 5403 નવા વાહનોનું વેચાણ થયું છે અને મોરબી આરટીઓ કચેરીને નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન જ નવા વાહન રજિસ્ટ્રેશનની રૂપિયા 13 કરોડ 27 લાખથી વધુની આવક થવા પામી છે.
મોરબી આરટીઓ કચેરીના એઆરટીઓ રોહિત પ્રજાપતિના જણાવ્યા મુજબ દિવાળી બાદ નવેમ્બર – 2022 દરમિયાન કુલ5403 વાહનોનું વેચાણ થયું છે. ખાસ કરીને દિવાળી બાદ મોરબી જિલ્લામાં મોટર સાયકલ 3680, મોટર કાર 962, હેવીગુડ્સ વ્હીકલ 326, કન્સ્ટ્રકશન વ્હીકલ 39, મોટર કેબ ટેક્સી 5, ટ્રેકટર 208, થ્રી વ્હીલર ગુડ્સ 30 અને 153 થ્રી વ્હીલર પેસેન્જર વાહનની નોંધણી થઈ છે.
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે મોરબી જિલ્લામાં નવેમ્બર મહિના દરમિયાન 5403 નવા વાહનો વેચાણ થય છે એ ઉપરાંત ડિસેમ્બર મહિનામાં પણ નવા વાહનોની ખરીદી ચાલુ રહેતા નવેમ્બર અને ડિસેમ્બર માસ -2022 દરમિયાન મોરબી આરટીઓ કચેરીમાં 13 કરોડ 27 લાખ 38 હજાર 637 રૂપિયા નવા વાહનની રજીસ્ટ્રેશન ફી રૂપે સરકારની તિજોરીમાં જમા થયા છે.
તમારા શહેરમાંથી (ગાંધીનગર)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Murder case in MP: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી છે. અહીં એક સગીર વયની યુવતીએ પ્રેમી સાથે મળીને તેની માતાનું ગળું દબાવીને હત્યા (Daughter along with her lover killed her mother in Gwalior) કરી નાંખી હતી. એટલું જ નહીં હત્યા કર્યા બાદ પણ તેની લાશ પર છરી વડે અનેક પ્રહાર કર્યા હતા. દિકરીએ તેની માતાના હત્યા કરી, કારણ કે તેની માતાને તેનો પ્રેમી પસંદ ન હતો.
અહીં તમને જાણીને આશ્ચર્ય થશે કે જે પ્રેમી માટે દિકરીએ સગી માતાની હત્યા કરી તે શખ્સ પર જ સગીરાનો રેપ અને અપહરણ કરવાનો આરોપ (her lover accused of rape) પણ છે. આ આરોપમાં તે જેલ પણ જઇ ચૂક્યો છે.
પ્રેમીએ કર્યો હતો સગીરા પર રેપ
ભીંડની એક મહિલા પોતાની 17 વર્ષની દીકરી સાથે હજીરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના વિસ્તારમાં ભાડાના રૂમમાં રહેતી હતી. સોનુ નામના યુવકે તેની પુત્રીનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે મહિલાએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ અંગે પોલીસને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. પોલીસે કાર્યાહી કરીને સગીરાને શોધી કાઢીને સોનુ સામે અપહરણ અને રેપનો કેસ દાખલ કર્યો હતો.
સગીરાની માતાને પસંદ નહોતો આ સંબંધ
સોનુ ગત મહિને જેલમાંથી બહાર આવ્યો હતો અને યુવતીને મળવા લાગ્યો હતો. બાળકીની માતાને આ વાત પસંદ ન આવી, પરંતુ દીકરીએ તેની વાત સાંભળી નહીં. તે પોતાના પ્રેમ સંબંધમાં તેની માતાને અડચણ સમજવા લાગી હતી. જેથી તેણે પ્રેમી સાથે મળીને માતાને રસ્તામાંથી હટાવવાનો પ્લાન ઘડ્યો અને ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યા બાદ માતાની લાશ પર ચાકૂથી અનેક પ્રહાર પણ કર્યા.
માતાની કરપીણ હત્યા નીપજાવી બંને આરોપીઓએ નિર્દયતાની સારી હદો વટાવી દીધી હતી. આશ્ચર્યની વાત એ છે કે સગીરા અને તેનો પ્રેમી સોનુ રાતભર લાશ સાથે જ તે જ ઘરમાં રહ્યા. આ ઘટનાની જાણ થતા જ શનિવારે રાત્રે મકાન માલિકે પોલીસને હત્યાની જાણ કરી દીધી હતી.
” isDesktop=”true” id=”1311773″ >
સગીરાએ કરી હત્યાની કબૂલાત
બનાવને પગલે પોસીસે પલંગ નીચે રાખેલી લાશને કબ્જે કરી અને પૂછપરછ શરૂ કરી હતી. જેમાં સગીરાએ તેની માતાની હત્યા નીપજાવી હોવાની વાત કબૂલી હતી અને આ ગુનામાં તેના પ્રેમી સંડોવણી હોવાનું પણ જણાવ્યું હતું. જે બાદ પોલીસે બંને સામે કાર્યવાહીઓ શરૂ કરી હતી.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Sagar Solanki, Navsari: ખેડૂતોને હાલ વીજળીને લઇ ઘણી બધી સમસ્યાઓ સતાવી રહી છે. ક્યાંક વીજળી પહોચતી નથી તો ક્યાંક રાત્રે વીજળી મળવાને કારણે ખેડૂત ઘોર અંધારામાં કામ કરવા મજબુર બન્યો છે ત્યારે નવસારી જીલ્લાના વાંસદા તાલુકાના બાળકે વીજળી ઉત્પન્ન કરવાનું અનોખું મોડલ તૈયાર કર્યું જેમાં હવામાંથી કાર્બન ડાયોકસાઈડ લઇ તેના દ્વારા વીજળી ઉત્પન કરવાની વાત કરી છે.
ટેકનીકલ વાત કરીએ તો હવામાં રહેલા કાર્બન ડાયોકસાઈડને ભેગો કરી તેને લીક્વીડ સ્વરૂપમાં ફેરવી રાત્રી દરમ્યાન જયારે વીજળીની માંગ હોય ત્યારે આ કાર્બન ડાયોક્સાઈ દ્વારા ટર્બાઈનને ફેરવી તેમાંથી વીજળી ઉત્પન્ન કરવાનું આ સમગ્ર માળખું છે. જે શાળાના બાળકે વિડીયોમાં સમગ્ર માહિતી પૂરી પાડી છે.
ખેડૂતો માટે આ અનોખી શોધ કરનાર બાળકનું નામ અભ્યાંસ છે અને તે 8માં ધોરણમાં અભ્યાસ કરે છે. 13 વર્ષના અભ્યાંસે ખેડૂત પિતાને વીજળી વગર ખેતી કરતાં જોઈ પ્રેરણા મળી હતી, ત્યારબાદ અભ્યાંસે પોતાની શાળાના આચાર્યને વાત જણાવી હતી. બાદમાં આચાર્ય બાળકને લઇને જીઇબીની ઓફિસ પહોંચ્યા હતા. ત્યાંથી આ સમગ્ર વીજળીને લગતી માહિતીઓ એકત્ર કરી હતી અને સમગ્ર પ્રોજેક્ટ માટે વિચાર આવ્યો હતો. એટલું જ નહીં આ પ્રોજેક્ટ બનાવવા માટે જરૂરી સામાન વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યો છે.
આપણે સૌ જાણીએ છીયે એમ ભારત વિકાસશીલ દેશમાથી વિકસિત દેશ બનવા તરફ પ્રગતિ અને વિકાસ કરી રહ્યો છે. આ પ્રગતિ અને વિકાસની સાથે આપણે કેટલીક ગંભીર પર્યાવરણીય સમસ્યાઓ પણ સર્જી છે. આજના આધુનિક સમયમાં આ પર્યાવરણીય સમસ્યાઓ ટેક્નોલૉજી વડે કઈ રીતે ઓછી કરી શકાય એ જ વિકાસની સાચી પરિભાષા ગણાશે. હાલના સમયમાં આપણે ઉર્જાના સ્ત્રોત તરીકે મોટા ભાગે ખનીજ તેલ અને ખનીજ કોલસાનો સૌથી વધુ ઉપયોગ કરીએ છીયે. જે નજીકના ભવિષ્યમાં ખૂટી જવાના છે.
ભારતમાં સ્થાપિત ઉર્જા મથકો 403 ગિગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. જૂન 2022ના ઉર્જા વિભાગના આંકડા મુજબ ભારતનું કુલ વીજ ઉત્પાદન 1383 ટેરાવોટ પ્રતિ કલાક હતું પરંતુ એની સામે ઉર્જાની માંગ 1598 ટેરાવોટ પ્રતિ કલાક હતી. આપણે સૌ જાણીએ છીયે એમ ઉર્જાની માંગ દિન પ્રતિદિન વધતી જ જવાની છે. ભારતમાં કુલ વીજ ઉત્પાદન 60 ટકા ભાગ ઉષ્ણતા વિદ્યુતનો છે. જેમાં 52 ટકા ઉર્જા કોલસા દ્વારા, 6 ટકા ઉર્જા કુદરતી ગેસ દ્વારા અને 2 ટકા ઉર્જા પરમાણુ દ્વારા મેળવવામાં આવે છે. જ્યારે 12 ટકા ઉર્જા જળ વિદ્યુત દ્વારા અને 28 ટકા ઉર્જા પુન: પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત દ્વારા ઉત્પન્ન થાય છે. પુન: પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત વડે ઉર્જા ઉત્પન્ન કરવામાં ભારત વિશ્વમાં ચોથા નંબરે છે. આટલા મોટા પ્રમાણમાં વીજ ઉત્પાદન થતું હોવા છતાં ભારત વીજ કટોકટીનો સામનો કરી રહ્યું છે. જેનું મુખ્ય કારણ છે વીજળીનો વ્યય અને ટેકનૉલોજીનો અભાવ.
ભારત દેશમાં એક અંદાજ મુજબ સવારે 8 થી 10 અને સાંજે 6 થી 10 સુધી વીજળીની માંગ સૌથી વધુ હોય છે. જેને પિક લોડ કહે છે. જ્યારે બપોરે 11 થી 5 સુધી વીજળીની માંગ નિયમિત રહે છે જેને બેઝ લોડ કહે છે. ભારતમાં રહેલ તમામ પાવર પ્લાન્ટ બેઝ લોડ મુજબ વીજળીનું ઉત્પાદન કરતાં હોય છે. આજ બપોરે 11 થી સાંજે 5 સુધીના સમયમાં જે બેઝ લોડ મુજબ વીજ ઉત્પાદન થાય છે એની જરૂરિયાત ના હોવા છતાં વ્યય થાય છે વળી ભારત દેશ સૌર ઉત્પાદનમાં ખૂબ પ્રગતિ કરી રહ્યો છે પણ બપોરના સમયે જ સૌથી વધુ સૌર ઉત્પાદન વધુ થાય છે પણ એ સમયે વીજળીની માંગ ઓછી હોય છે જેથી આ ઉર્જાને કોઈ જગ્યા એ સ્ટોર કરી શકાતી ના હોવાથી વ્યર્થ જાય છે.
સાંજે 6 થી 10 જ્યારે ઉર્જાની સૌથી વધુ જરુર હોય ત્યારે સોલર ઉર્જા મળી શક્તિ નથી. આ વ્યર્થ જતી ઉર્જાને સ્ટોર કરવાની ટેકનૉલોજી નો વિકાસ કરવો જરૂરી છે. આ ઉપરાંત ભારતમાં દર વર્ષે 2309 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન પાવર હાઉસ દ્વારા થાય છે. જે પણ ખૂબ ચિંતાનો વિષય છે. જેથી ભારતમાં વીજળી ઘટની સમસ્યા અને કાર્બન ડાયોકસાઈડના નિયંત્રણ માટે કાર્બન એનર્જી ખૂબ ઉપયોગી થશે જે સાચા અર્થમાં ટેક્નોલૉજીનો ઉપયોગ છે.
કાર્બન એનર્જીના ફાયદા
Co2 એનર્જી એક મોટા પાયા પરની બેટરી રૂપે કામ કરે છે જ્યારે વીજળીની માંગ ઓછી હોય ત્યારે એને ચાર્જ કરવામાં આવે છે અને જ્યારે વીજળીની માંગ વધે ત્યારે એને ડીસ ચાર્જ કરી વીજળી પાછી મેળવી શકાય છે. કાર્બન ડાયોક્સાઈડ જે પર્યાવરણ માટે ચિંતાનો વિષય છે એનો ટેકનૉલોજી ના માધ્યમથી સદ ઉપયોગ કરી વીજળી ઉત્પન્ન કરી શકાય છે.
સોલર પાવર ઉત્પાદનમાં ભારત વિશ્વમાં 5માં નંબરે છે છતાં આપણાં ત્યાં વીજ કટોકટી જોવા મળે છે કારણ કે વીજળીની સૌથી વધુ જરૂરિયાત સવારે અને સાંજે હોય છે ત્યારે સોલર પાવર કામ નથી આવતો કારણ કે તે સમયે પૂરતો સૂર્ય પ્રકાશ નથી હોતો . બપોરે જ્યારે સૂર્ય ખૂબ ગરમી આપે ત્યારે સોલર પ્લાન્ટ સારી વીજળી ઉત્પન્ન કરે છે પણ બપોરે વીજળીની માંગ ઓછી હોય છે જેથી આ વીજળી વ્યર્થ જાય છે આ વ્યર્થ જતાં સોલર પાવરને સ્ટોર કરવા માટેની મોટી મોટી બેટરીઓ આપણી પાસે નથી.જેનું સમાધાન CO2 એનર્જી વડે થશે.
દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગની વીજળી ઉકાઈ પાવર પ્લાન્ટમાથી આવે છે. જેની ક્ષમતા 1110 મેગાવોટ છે અને જે કોલસા દ્વારા સંચાલિત છે. હવે બપોરે જ્યારે વીજળીની માંગ ઓછી હશે તો પણ આ પાવર પ્લાન્ટને બંધ નથી કરી શકાતો એ તો અવિરત પણે વીજળી ઉત્પન્ન કરતો રહે છે જેથી વીજળીનો આ રીતે વ્યય થાય છે. આ વ્યય થતી વીજળીને સાચવવા માટે CO2 એનર્જી સિસ્ટમ ખૂબ ઉપયોગી છે.
આ એક ક્લોઝ લૂપ સિસ્ટમ છે. જેમાં જરા પણ વીજળી વેળફાતી નથી. અને પુનરાવર્તન કરીને ઓછામાં ઓછા 100 વર્ષ સુધી આ CO2 એનર્જી કામ આપે છે.
CO2 એનર્જી સિસ્ટમ કોઈ પણ જગ્યા એ સરળતાથી ફિટ કરી શકાય છે અને એ ઇકો ફ્રેંડલી અને પ્રદૂષણ મુક્ત છે. આમ આ વર્ષના વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનના મુખ્ય વિષય ટેક્નોલૉજી અને ટોયઝ અંતર્ગત ટેક્નોલૉજી વડે પર્યાવરણનો બચાવ અને ટકાઉ વિકાસ કરી શકાય છે.
ખેડૂતોની ચિંતા કરી આ બાળકે બનાવેલ મોડલ પર સરકાર વિચારના કરી અમથી પણ કોઈ વિશેષ આ પ્રકારની શોધ કરવા જેવી છે. હાલ ભારતમાં આવી વીજ ઉત્પાદન લગભગ જોવા નથી મળી જોકે આ ટેકનોલોજી પર વિચારના કરી તેને ડેવલોપ કરવામાં આવશે તો લોક ઉપયોગી થઇ શકશે તેવું પણ જાણવા મળ્યું છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
ગાંધીનગરનાં સેકટર – 25 જીઆઇડીસી ખાતે આવેલી એકસોટીકા રિફ્રેશ કંપનીમાં થર્ટી ફર્સ્ટની નાઈટે દારૂ ઢીંચીને જોરશોરથી બૂમો પાડી બિભત્સ ગાળો બોલીને ઉપદ્રવ મચાવનાર પાંચ ઈસમોને સેકટર – 21 પોલીસે દરોડો પાડીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરમાં નવા વર્ષની ઉજવણીને લઈને પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરી દારૂની બંધીની કડક અમલવારી માટે દોડધામ કરવામાં આવી હતી. તેમ છતાં સમગ્ જિલ્લામાં કુલ 38 ઈસમો જ પ્રોહીબીશનનાં કાયદાનો ભંગ કરતાં ઝડપાયા હતા. ત્યારે પોલીસે ફાર્મ હાઉસો, હોટલો તેમજ જીઆઇડીસીમાં વિસ્તારમાં પણ ચેકિંગ હાથ ધર્યું હતું. જે અન્વયે સેકટર – 21 પોલીસનો સ્ટાફ પણ સેકટર – 25 જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો.
એ દરમ્યાન અત્રેની જી.આઇ.ડી.સી. ખાતે પ્લોટ નંબર-બી/227 માં આવેલ એકસોટીકા રીફ્રેશ નામની કંપની આગળ પહોંચતા અંદરથી જોરશોર બૂમો પાડવાનો અવાજ પોલીસના કાને પડ્યો હતો. એટલે પોલીસે કંપની તરફ નજર દોડાવતા અંદર લાઈટો ચાલુ જોવા મળી હતી. જ્યાંથી જ અવાજ આવતો હોવાની પાક્કી ખાત્રી થતાં પોલીસ ટીમે ઉક્ત કંપનીમાં દરોડો પાડયો હતો. જ્યાં ઓફિસમાં પાંચ ઈસમો શંકાસ્પદ હાલતમાં બેઠેલા જોવા મળ્યા હતા. ત્યારે પોલીસને જોઈને પાંચેય ઈસમોનાં મોતિયા મરી ગયા હતા.
બાદમાં પોલીસે પાંચેય ઈસમોને ઉઠાવીને પોલીસ સ્ટેશને લઈ જઈ કડકાઈથી પૂછતાંછનો દોર શરૂ કર્યો હતો. જેનાં પગલે તેઓએ પોતાના નામ વિશાલ ભરતભાઇ શાહ( ઉ.43, હાલ રહે -હાલ.મુંબઇ, એ/15, ગીરીરાજ એપાર્ટમેન્ટ, મામલતદાર વાડી, મલાર્ડ વેસ્ટ, મુંબઇ-64 મૂળ રહેવાસી-એસ/બ્લોક, સરદાર પટેલનગર , શાસ્ત્રીનગર,નારણપુરા,અમદાવાદ),મુખત્યાર જીરમિયાં મલેક (રહે. સેકટર – 21, છ ટાઈપ મકાન નંબર 2/3), નિરવ મૂકેશભાઈ શર્મા (રહે. સેકટર – 25, મકાન નંબર – 147,સહકાર કોલોની), વિક્રમકુમાર દીયનાથ દેહુર્ય(રહે. એકસોટીકા કંપની, મૂળ ખંડતીરી પોસ્ટ ગીરીધાપ્રસાદ, ઈન્દોર) અને શુભમ લલિતસિંહ રાજપૂત (રહે રાંધેજા, કેસર – 222,મકાન નંબર – 202,મૂળ. આંબલીયા સૂણા, મહેસાણા) હોવાની કબૂલાત કરી હતી.
આ પાંચેય ઈસમોની પૂછતાંછ દરમ્યાન શુભમ રાજપૂત એકસોટીકા કંપનીમાં જોરશોરથી બૂમો પાડી ઉપદ્રવ કરતાં તેમજ બાકીના ઉક્ત ચાર ઈસમો દારૂના ભરપૂર નશામાં હોવાનું ખુલ્યું હતું. ચારેય ઈસમોએ પુષ્કળ દારૂ પીધો હોવાથી શરીર સ્થિતિનું પણ ધ્યાન રાખી શકતા ન હતા. અને પોલીસની સામે પણ લથડિયાં ખાતા હતા. આખરે પોલીસે પાંચેય ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Jeremy Renner Accident: હોલીવુડ સ્ટાર જેરેમી રેનર (Jeremy Renner) એક દુર્ઘટનાનો શિકાર બનતાં હાલ તેમની તબિયત ખૂબ જ ગંભીર છે અને સ્ટેબલ કન્ડિશનમાં છે. તેઓ પોતાના ઘરની આસપાસ બરફ હટાવી રહ્યા હતા, ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી, જે બાદ તેમને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી છે. જેરેમી રેનરને બે વાર ઓસ્કાર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. તેમણે માર્વેલ પ્રોજેક્ટમાં ખૂબ જ સારો અભિનય કર્યો છે. વર્ષ 2011માં તેમણે ફિલ્મ થોરમાં કામ કર્યું હતું, હાલમાં તેઓ સીરિઝ ’મેયર ઓફ કિંગ્સટાઉન’માં કામ કરી રહ્યા છે.
જેરેમી રેનરના રિપ્રેઝન્ટેટીવે આ અંગે જણાવ્યું છે કે, ‘અમે આ બાબતે પુષ્ટી કરી રહ્યા છીએ કે, જેરેમીની તબિયત ગંભીર છે પરંતુ સ્ટેબલ છે. બરફનું તોફાન આવતા તેઓ ઘરની આસપાસ બરફ હટાવી રહ્યા હતા, તે સમયે દુર્ઘટના સર્જાતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમનો પરિવાર તેમની દેખભાળ રાખી રહ્યો છે.’
દુર્ઘટના કઈ જગ્યાએ સર્જાઈ છે, તે અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી. રેનો ગેજેટ જર્નલ અનુસાર અનેક વર્ષોથી નેવાદાના વાશો કાઉન્ટીમાં તેમનું ઘર છે. સમાચાર પત્ર અનુસાર ઉત્તરી નેવાદામાં 31 ડિસેમ્બરે સાંજે બરફનું ભારે તોફાન આવ્યું હતું.
વર્ષ 2010માં ધ હાર્ટ લોકર માટે રેનરને સર્વશ્રેષ્ઠ અભિનેતા માટે ઓસ્કાર એવોર્ડ એનાયત કરાયો હતો. ફિલ્મ ધ ટાઉનમાં પણ સપોર્ટિંગ એક્ટરની શ્રેષ્ઠ ભૂમિકા ભજવવા બદલ આગામી વર્ષના ઓસ્કાર એવોર્ડ માટે રેનરને નામાંકિત કરવામાં આવ્યા છે.
15 જાન્યુઆરીથી પેરામાઉન્ટ+ પર ’મેયર ઓફ કિંગ્સટાઉન’ની બીજી સીઝન શરૂ થઈ રહી છે. ટેલર સીરિડન અને હ્યૂગ ડિલને આ સીરિઝ બનાવી છે. 101 સ્ટુડિયોઝ, બોસ્ક્યૂ રેન્ચ પ્રોડક્શન, MTV એન્ટરટેઈનમેન્ટ સ્ટુડિયો અને પેરામાઉન્ટ નેટવર્કે આ સીરિઝ પ્રોડ્યુસ કરી છે.
” isDesktop=”true” id=”1311913″ >
રેનરે વર્ષ 2017માં વાઈન્ડ રિવર ડ્રામામાં અભિનય કર્યો હતો અને સીરિડને આ ડ્રામા બનાવ્યું હતું. ગત વર્ષે જેરેમી રેનર ભારત આવ્યા હતા, તે સમયે અનિલ કપૂર સાથેના તેમના ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તેમણે રાજસ્થાનના અલવર શહેરમાં શાળાના બાળકો સાથે પણ મુલાકાત કરી હતી. જેરેમી રેનરે મુખ્યરૂપે એવેન્જર્સ અને કેપ્ટન અમેરિકાની સીરિઝની ફિલ્મોમાં હોકઆઈનું પાત્ર ભજવ્યું હતું. ગત વર્ષે હોકઆઈ પર આધારિત વેબ સીરિઝ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી, જેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
અમદાવાદ: શહેરમાં ચકચાર મચાવનાર કિસ્સો સામે આવ્યો છે. માત્ર ત્રણ માસની બાળકીની સારવાર માટે આવેલી માતાએ જ બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકી દઇને હત્યા કરી દીધી છે. બાદમાં આ જ માતાએ બાળકી ગુમ થઇ હોવાની જાહેરાત કરી હતી. પરંતુ સીસીટીવી કેમેરાના કારણે તે માતાની કરતુતોનો પર્દાફાશ થઈ ગયો છે. પોલીસએ આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને માતાની ધરપકડ કરી છે.
આણંદ વિસ્તારમાં રહેતા યુવકે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, તેની બે માસ 25 દિવસની દીકરી જન્મની સાથે જ બીમાર રહેતી હતી. પ્રથમ તેને વડોદરા ખાતેની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં 24 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવી અને ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. બાળકીના જન્મ સમયે તે ખરાબ પાણી પી ગઇ હોવાથી તેની તબિયત ખરાબ થઇ હોવાનું ફરજ પરના ડોક્ટરએ જણાવ્યું હતું. જોકે, બાળકીની તબિયતમાં સુધારો આવતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ઉલ્લખનીય છે કે, 14મી ડિસેમ્બરના દિવસે બાળકીનું આતરડું બહાર આવી જતાં તેને તાત્કાલિક સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે વધુ સારવારની જરૂર હોવાથી ફરજ પરના ડોક્ટરએ તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવા માટે કહ્યું હતું. જેથી તેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.
1200 બેડની હોસ્પિટલમાં ત્રીજા માળે બાળકીને દાખલ કરવામાં આવેલ હતી. જેની પાસે તેની માતા રહેતી હતી. સવારે જ્યારે ફરિયાદી પ્રતિક્ષા કક્ષમાં સુતા હતાં ત્યારે તેની પત્ની આવી અને બાળકી મળતી ન હોવાની જાહેરાત કરી હતી. જોકે ફરિયાદીએ પણ આસપાસમાં તપાસ કરી હતી. પરંતુ બાળકી મળી આવી ના હતી.
આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસએ સીસીટીવી કેમેરાની મદદથી બાળકી શોધવા માટેની તજવીજ શરૂ કરી હતી. પરંતુ તેમાં આ બાળકીને તેની માતા જ વહેલી સવારે લગભગ સવા ચારેક વાગ્યાની આસપાસ વોર્ડની બહાર લઇ આવીને ગેલેરીમાં પિલ્લર પાસે ઉભી રહેલી જોવા મળી હતી. જોકે, થોડીવાર બાદ તે ખાલી હાથે વોર્ડમાં પરત જતી જોવા મળી હતી.
A Man Was Caught Looking Inside After Stopping The Truck On Suspicion; It Was Revealed That Bheso Was Being Taken Away Without Official Permission
દ્વારકા ખંભાળિયા7 મિનિટ પહેલા
કૉપી લિંક
ભાણવડ નજીકના માર્ગમાંથી ગત રાત્રે શંકાના આધારે એક ટ્રકમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન નવાગઢ (તા. જેતપુર) ના ખાટકી શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે લઈ જવાતી બાર ભેંસો ઝડપી લીધી હતી. આ પ્રકરણમાં અન્ય એક શખ્સનું નામ પણ ખુલવા પામ્યું છે.
શંકાના આધારે અટકાવી જોતા ટ્રકની અંદર બાર ભેંસો બાંધેલી હતી આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડના મોટા પુલ પાસે ગત રાત્રિના આશરે 11:30 વાગ્યાના સમયે પસાર થતા ભાણવડ પંથકના રહીશ રણમલ પરબત મોઢવાડિયા નામના યુવાન દ્વારા શંકાના આધારે અટકાવી તેમાં જોતા આ ટ્રકની અંદર બાર ભેંસો દોરડા વડે બાંધીને લઈ જવાતી હોવાનું ધ્યાને આવ્યું હતું.
સક્ષમ અધિકારીની મંજૂરી વગર ભેસોને લઈ જવાતી હોવાનું ખુલ્યું આથી આ બાબતે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આ સ્થળે દોડી ગયો હતો. ઉપરોક્ત ટ્રકનું નિરીક્ષણ કરતા આ ટ્રકના ચાલક એવા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના નવાગઢ ખાતે રહેતા બિલાલ હુસેન કારવા નામના 23 વર્ષના ખાટકી શખ્સ દ્વારા કોઈપણ જાતના આધાર પુરાવા કે સક્ષમ અધિકારીની મંજૂરી વગર ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાર ભેસોને લઈ જવાતી હોવાનું ખુલવા પામ્યું હતું.
કલમ 114 તથા પશુ સંરક્ષણ ધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો આ તમામ ભેંસ તેણે ભાણવડ તાલુકાના ઢેબર ગામના રહીશ ભીખુ હાસમ હિંગોરા પાસેથી લીધી હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે રણમલ પરબત મોઢવાડિયાની ફરિયાદ પરથી રૂ.3 લાખની કિંમતની ટ્રક, રૂપિયા 1.20 લાખની કિંમતની 12 ભેંસ હસ્તગત કરી આરોપી બિલાલ હુસેનની અટકાયત કરી હતી. જ્યારે અન્ય એક શખ્સ ભીખુ હાસમ હિંગોરા સહિત આ પ્રકરણમાં પોલીસે આઈ.પી.સી. કલમ 114 તથા પશુ સંરક્ષણ ધારાની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
Kishor chudasama,Jamnagar : આજના મહામારીના યુગમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત થઇ રહ્યાં છે, ખાસ કરીને ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચાર તરફ વધુ વળ્યાં છે. એટલું જ નહીં છેલ્લા કેટલાક વર્ષોથી ભારતની પ્રાચિન આયુર્વેદ અને યોગની ચિકિત્સા પધ્ધતિથી વિશ્વ અંજાયું છે. જેને લઈને આયુર્વેદ તરફ લોકોનો ઝૂકાવ વધ્યો છે. ત્યારે જામનગરમાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. જેમાં ખાસ કરીને વિદેશથી આવતા વિદ્યાર્થીઓ પણ વધ્યા છે.
હાલ જામનગરમાં 50 થી 52 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમા છેલ્લા 20 વર્ષથી વિદેશી વિદ્યાર્થીઓ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
‘3 મંથ ઇન્ટ્રોડક્શન ઇન આયુર્વેદ’ કોર્ષ તરફ વિદ્યાર્થીઓનો ઝુકાવ
વિશ્વની સૌથી પહેલી અને પ્રતિષ્ઠિત એવી જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં આયુર્વેદનો અભ્યાસ કરવા દેશના સીમાડા વટાવી વિદેશથી પણ વિદ્યાર્થીઓ આવે છે. વિદેશી વિદ્યાર્થીઓ મોટા ભાગે ‘3 મંથ ઇન્ટ્રોડક્શન ઇન આયુર્વેદ’ નો કોષ પસંદ કરે છે. ત્યારબાદ રુચિ કેળવાય તો 3 વર્ષ સુધીના કોર્ષમાં એડમિશન લેતા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમના માટે યુનિવર્સિટી તંત્ર દ્વારાબેડ, કિચન સહિતની સુવિધા સાથેની અલગ જ હોસ્ટેલની વ્યવસ્થા કરાઈ છે. જેમાં વિદ્યાર્થીઓને જમવાનું અનુકૂળ ન આવતા તેઓ મોટા ભાગે રસોઈ જાતે જ બનાવે છે.અથવા તો ટિફિન મંગાવે છે.
પ્લાન્ટસ, ફાર્મસી, યોગ વગેરેનો અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ
આયુર્વેદ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે અલગ કોર્ષની વ્યવસ્થા કરાઈ હતી. જેને 2013/14 માં મર્જ કરી દેવામાં આવ્યા હતા ત્યારબાદ ફરી છેલ્લા એક વર્ષથી કોર્ષ અલગ કરી દેવામાં આવ્યા છે. યુનિવર્સિટીમાં 20 વર્ષથી BAMS નો કોર્ષ જે સવાપાંચ વર્ષ માટેનો છે ઉપરાંત 3 વર્ષ માટેનો MB કોર્ષ સહીત 1 થી 3 માસ માટેના કોર્ષ ચાલી રહ્યા છે. જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના ૧૯૩૫માં થઇ હતી. આ યુનિ.માં આયુર્વેદ અભ્યાસક્રમ, તાલીમ, યોગ, સંશોધનો વગેરેના કોર્ષો ચાલે છે. વિદેશી વિદ્યાર્થીઓ અહીં આયુર્વેદન અભ્યાસ ઉપરાંત પ્લાન્ટસ, ફાર્મસી, યોગ વગેરેનો અભ્યાસ કરે છે.
ઝારખંડ સરકારે જૈન સમાજના સમ્મેદ શિખર તરીકે ઓળખાતા મહાતીર્થ પારસનાથ પહાડને પ્રવાસન સ્થળ જાહેર કર્યું છે. જેને લઇને દેશભરમાં જૈન સમાજ વિરોધ કરી રહ્યો છે. સાથે જ ગુજરાતમાં પાલિતાણામાં શેત્રુંજય પર્વત પર અતિક્રમણનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ સ્થાનિક માના ભરવાડ સહિતના લોકો દ્વારા હિન્દુ-જૈન મુદ્દે વૈમન્સ્ય ફેલાય તેવી પ્રવૃત્તિ કરવાના વિરોધમાં આજે વડોદરામાં જૈનો દ્વારા રેલી યોજવામાં આવી હતી.
મુગલકાળથી શેત્રુંજય જૈન તીર્થ જૈન અગ્રણી દિપક શાહે જણાવ્યું હતું કે, જૈનોના પવિત્રતીર્થ શેત્રુંજ્ય અને સમેત શિખર પર આફત આવી છે તેના પર સરકાર હરકતમાં આવે તેમ માટે કૃપાબિંદુ મહારાજ સહિત સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિમાં આજે રેલી આયોજીત કરવામાં આવી છે. તેમજ વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારા મુખ્ય બે મુદ્દા છે. પ્રથમ તો શેત્રુંજયતીર્થમાં અતિક્રમણ થઇ રહ્યું છે. મુગલ સામ્રાજ્ય અને ત્યાર બાદ અંગ્રેજોના શાસનમાં પણ લેખિતમાં અપાયું છે કે શેત્રુંજય જૈનોનું તીર્થ છે. આ દસ્તાવેજોને આધારે ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો છે કે આ તીર્થ જૈનોનું છે.
લગ્નમાં ગણેશજીની પૂજા કરીએ છીએ તેમણે કહ્યું કે બીજો મુદ્દો એ છે કે પાણીતાણામાં માના ભરવાડ ઉર્ફે મના રાઠોડ નામનો માણસ અને તેનો નાનો ભાઇ લાલો, ભરતભાઇ તેમજ શરણાનંદ મહારાજ આ ચાર લોકો અત્યારે જૈનોને હિન્દુઓની સામે ભીડવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જૈનો એ પહેલા હિન્દુ છે. હિન્દુ અને જૈનો જુદા નથી. મારું લગ્ન થયું ત્યારે મેં ગણેશજીની પૂજા કરી છે. બીજા જૈનો પણ લગ્ન કરે ત્યારે ગણેશજીની પૂજા થાય છે. અમે અલગ નથી. પરંતુ પૂજા પદ્ધતિ સનાતન ધર્મમાં હોય છે તેમ બીજા કરતા જુદી છે. જૈનો એ હિન્દુ જ છે. જૈનો અને હિન્દુને લડાવવા શરણાનંદ મહારાજ પ્રયાસ કરે છે. રોહિશાળામાં જૈનોની પ્રાચીન પાદુકાઓની તોડફોડ કરવામાં આવી. આ દરેક જૈનના હ્રદય પર ઘા છે.
વૈમન્સ ફેલાવનારાને પાસા કરો તેમણે જણાવ્યું કે, આ વયમનસ્ય ફેલાવનારા માના ભરવાડની પોલીસે હાલ ધરપકડ કરી છે. અમારી માંગણી છે કે તેને પાસા થવી જોઇએ. આ માના ભરવાડ એ જ વ્યક્તિ છે જે શેત્રુંજય પર શ્રદ્ધાળુઓને લઇ જતાં ડોલીવાળાઓ પાસેથી ગેરકાયદે વસૂલી કરે છે. શેત્રુંજય પર્વત પર ખનન પ્રવૃત્તિ પણ થઇ રહી છે. જેને રોકવા સરકારે પગલા લેવા જોઇએ.
Mustufa Lakdawala,Rajkot : થર્ટી ફર્સ્ટની લોકોએ પરિવાર કે મિત્રો સાથે પાર્ટી કરીને ઉજવણી હતી, તો કેટલાક લોકો પાર્ટી પ્લોટમાં અને ક્લબના જઈને ડીજેના તાલે પાર્ટી કરીને ઉજવણી કરી હતી. ત્યારે આ બધા વચ્ચે ઘણા લોકો એવા પણ છે કે જેઓ આ થર્ટી ફર્સ્ટની ઉજવણી અનોખી રીતે કરી હતી , રાજકોટમાં આવેલી વિરાણી હાઇસ્કૂલના બાળકોએ અનોખી રીતે ઉજવણી કરી હતી.
શાળાના વિદ્યાર્થીઓએ સૌપ્રથમ ગરમ કપડાં એકત્રિત કર્યા હતા, ત્યારબાદ ગરીબોને દાન કરીને ઉજવણી કરી હતી. તો કોઈ પશુ-પક્ષીઓ માટે સેવા કરીને દાન કરી રહ્યું છે. ત્યારે રાજકોટમાં વિરાણી હાઈસ્કુલનાવિદ્યાર્થીઓ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેની શહેરના નાગરિકોએ પણ નોંધ લીધી હતી અને પ્રશંસા કરી રહ્યાં છે.
રાજકોટની વિરાણી હાઇસ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા 31મી ડિસેમ્બરની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાય વર્ષોથી 31મી ડિસેમ્બરની ઉજવણી વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અન્નદાન તેમજ વસ્ત્રદાન કરી કરે છે. ત્યારે આવખતે પણ 1100થી પણ વધુ વિદ્યાર્થીઓ પોત પોતાના ઘરે તેમ જ પાડોશમાંથી ગરમ કપડાં લાવી વસ્ત્રદાન એકઠું કર્યું છે.
આ એકઠું થયેલું વસ્ત્રધાન રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘની મદદથી જરૂરિયાત મંદ બાળકો સુધી પહોંચાડવામાં આવશે. આ સાથે જઝુપડપટ્ટીમાં વસવાટ કરતાં ભૂલકાઓની ભુખ શાંત થાય તે માટે અન્નદાન પણ પહોંચાડવામાં આવશે. જેથી કોઈ બાળક નવા વર્ષે ભુખ્યુ ન રહે.
બીજી આજે મોટી વાત એ છે કે દર વખતે 31 ડિસેમ્બરે રાજ્યભરમાં અલગ અલગ પાર્ટીઓ યુવાનો માટે યોજાતી હોય છે. પણ આ વખતે રાજકોટમાં સિનિયર સિટીઝન પણ થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં જોડાશે. સેકન્ડ લાઈફ રિક્રિએશન નામના કલબ દ્વારારાજકોટ ખાતે સિનિયર સીટીઝન માટે થર્ટી ફર્સ્ટની પાર્ટીનું આયોજન કરાયું છે. જેમાં વડીલો ડાન્સ, ડિનર અને કેક કટિંગ કરીનેનવા વર્ષને આવકારશે.