Sunday, April 2, 2023

વરાછા પોદાર અર્કેડ પાસે ટેમ્પાની અફડેટે બાઈક સવાર દંપતી, વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત | Tempo driver hits bike driver, elderly woman dies on the spot | Times Of Ahmedabad

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
વરાછામાં આઇસર ટેમ્પોએ બાઈક ચાલકને અડફેટે લેતાં વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું - Divya Bhaskar

વરાછામાં આઇસર ટેમ્પોએ બાઈક ચાલકને અડફેટે લેતાં વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું

સુરતના વરાછા પોદાર અર્કેડ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા આઇસર ટેમ્પો ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી હતી. જેને લઇ બાઈક પર બેઠેલા 64 વર્ષીય વૃદ્ધ મહિલા નીચે પટકાયા હતા અને ટેમ્પો તેના પરથી ફરી મળતા વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના દૂરના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ત્યારે બનાવને પગલે વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વરાછામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પોદાર આર્કેડની પાસે આજે ગંભીર ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી હતી. પોદાર આર્કેટ પાસે બીઆરટીએસ રૂટની બાજુમાંથી બાઈક પર દંપતી પસાર થઈ રહ્યું હતું. દરમિયાન બાઈક પર પસાર થઈ રહેલ દંપત્તિને પાછળથી આઇસર ટેમ્પો ચાલકે ટક્કર મારી હતી. પૂરપાટ ઝડપે આઇસર ટેમ્પો ચાલકે બાઇકને ટક્કર મારી ચાલ્યો ગયો હતી. ત્યારે બાઈક પર સવાર 64 વર્ષીય વૃદ્ધ મહિલા ભગવતીબેન વારલેકર જમીન પર પટકાયા હતા. ત્યારે તેની પરથી આઇસર ટેમ્પો ફરી વળ્યો હતો.

મહિલાનું ઘટના સ્થળે મોત
આઇસર ટેમ્પો દ્વારા બાઈક ચાલકને અડફેટે લઈ તે આગળ નીકળી ગયો હતો. વૃદ્ધ મહિલા પરીથી તેનું વ્હીલ ફરી વળ્યુ હતું. ત્યારે આટલો ગંભીર આઇસર ટેમ્પો ચાલકને અકસ્માત થયા હોવાની જાણ જ થઈ ન હતી અને તે ઘટનાને અંજામ આપી ત્યાંથી પસાર થઈ ગયો હતો. જો કે, અકસ્માત સર્જાતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ઘટનાને પગલે લોકોએ તાત્કાલિક 108ને બોલાવી હતી અને પોલીસને જાણ કરી હતી. દરમિયાન આ ઘટનામાં બાઈક પર સવાર 64 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક ચલાવનાર મહિલાના પતિને ગંભીર ઇજા થતાં તેને 108 મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ પોલીસને થતા વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને પોલીસે અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલકને શોધી કાઢ્યો હતો. પોલીસે આઇસર ટેમ્પો કબજે કરી ટેમ્પો ચાલકની અટકાયત કરી છે. પોલીસે મહિલાના મૃત દેહને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યો છે. જ્યારે બાઈક ચલાવનાર પતિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને તેની પાસેથી નિવેદન લઈ માહિતી મેળવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

સમગ્ર ઘટના દૂરના સીસીટીવીમાં કેદ
વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યા બાદ અકસ્માતને લઈ આસપાસના સીસીટીવીની તપાસ કરી હતી. દરમિયાન પોદાર આર્કેટની પાસે આવેલા દૂરના એક સીસીટીવી કેમેરામાં આ ઘટના થોડી કેદ થઈ હતી. સીસીટીવીમાં આઇસર ટેમ્પો અકસ્માત સર્જી પુરપાટ ઝડપે આગળ નીકળી જતો હોવાનું જોવા મળ્યું હતું. પોલીસે સીસીટીવીના આધારે આઇસર ટેમ્પાની ઓળખ કરી તાત્કાલિક આઇસર ટેમ્પો કબજે કરી લીધો હતો અને ટેમ્પો ચાલકની પણ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

અમરેલીમાં ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાનમાં ભાજપના 2200 કાર્યકરોને તાલીમ અપાશે | 2200 BJP workers will be trained in the campaign launched by BJP in Amreli | Times Of Ahmedabad

અમરેલી34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમરેલી શહેરમા આવેલ શાંતાબા મેડીકલ કોલેજ ખાતે ભાજપ દ્વારા સીપીઆર ટ્રેનિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા સીપીઆર ટ્રેનિંગ અભિયાનનું શાંતાબા મેડીકલ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 2200 જેટલા ભાજપના કાર્યકરોને ટ્રેનિંગ આપવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ધારીના ધારાસભ્ય જે.વી કાકડિયા,રાજુલાના હીરા સોલંકી અને લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા હાજર રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અહીં ઉપસ્થિત રહેલા આગેવાનો અને ભાજપના કાર્યકરોને શહેરના નામાંકિત ડોકટરો હાજર રહીને ટ્રેનીંગ આપવામાં આવી હતી.આ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય અને નાયબ દંડકનું કાર્યક્રમને લઈ પ્રવચન પણ આપવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે…

પાટડીના સુશિયા ગામે ચાર શખ્સો ધોકા વપડે બે યુવાનો પર તૂટી પડ્યા, ઘાયલ યુવકોને સારવાર માટે ખસેડાયા | In Sushiya village of Patdi, four persons attacked two youths with a dhoka, the injured youths were shifted for treatment. | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર25 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટડી તાલુકાના સુશિયા ગામે અગાઉના પ્રેમસંબંધ બાબતે મનદુઃખ રાખી મારામારીની ફરિયાદ નોંધાઇ છે. જેમાં સીતાપુર ગામના ચાર શખ્સો ધોકા વડે તૂટી પડતા બંને યુવાનોને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. સીતાપુર ગામના આ ચારેય શખ્સો વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગેની જાણવા મળતી માહિતી મુજબ પાટડી તાલુકાના સુશિયા ગામના કિરણભાઈ જલાભાઈ ઠાકોર અને તેઓના મોટાબાપુનો દીકરો ગોપાલભાઈ બંને બહુચરાજી માતાજીની ચુંદડી લેવા માટે ગયા હતા, તે સમયે એમનાજ ગામની એક છોકરી જેની સાથે કિરણભાઈને આગાઉ પ્રેમ સંબંધ હોય જે રસ્તામાં મળી હતી. અને કહ્યું હતું કે, મારા પતિ સાથે મારે રહેવું નથી. તું આગળ બાઇક ઉભું રાખ, જેથી આ યુવાન દ્વારા બાઇક આગળ ઉભું રાખી અને મહિલાને બેસાડીને જવા દીધું હતુ. ત્યારબાદ મહિલાના પતિએ બાઇકને ઉભું રાખી અને મહિલાને બાઇક પરથી ઉતારી દીધી હતી.

ત્યારબાદ નાવીયાણી ગામ પાસે મારુતિ સુઝુકી કંપની નજીક બાઇક ઉભું રખાવી માંડલ તાલુકાના સીતાપુર ગામના હેમુભાઈ મેવાભાઈ ઠાકોર, અગરાજી ગોવાજી ઠાકોર, રામાજી પેલાદજી ઠાકોર અને વિપુલજી અગરાજી ઠાકોરે ભેગા મળી કિરણભાઇની પાસે આવી અને ગાળો બોલી અને તેઓના હાથમાં ધોકા હતા તે લઈ અને યુવાનને પકડી અગરાજી ઠાકોરે પકડી રાખી અને અન્ય શખ્સોએ ડાબા અને જમણા પગમાં ધોકા માર્યા હતા. ત્યારબાદ કિરણભાઇનો બાપુનો દીકરો ગોપાલભાઈ છોડાવવા વચ્ચે પડતા વિપુલજી દ્વારા બરડામાં ધોકા વડે માર માર્યો હતો. અને બીજી વખત મળીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. ત્યારબાદ કિરણભાઈ અને ગોપાલભાઈ બહુચરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લઈ અને દશાડા પોલીસ મથકે માંડલ તાલુકાના સીતાપૂર ગામના ચાર ઈસમો વિરૃદ્ધ મારઝૂડ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

ખનીજચોરીની સૌથી મોટી રેડ કરી 12 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો; 12 હિટાચી, 13 ડમ્પર સહિત 30 ઇસમોને દબોચી લીધા | Biggest raid on mineral theft seizes more than Rs 12 crore; 30 Isamos including 12 Hitachi, 13 Dumper seized | Times Of Ahmedabad

મોરબી17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હળવદ તાલુકાના ચાડધ્રા ગામમાં આવેલા બ્રાહ્મણી નદીના પટમાં મોટાપાયે ખનીજ ચોરીની ફરિયાદને પગલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થાનિક પોલીસ અને ખનીજ વિભાગની ટીમને ઊંઘતી રાખી રેડ કરી હતી. જે સૌથી મોટી રેડમાં 12 હિટાચી, 13 ડમ્પર, 2 ટ્રક, ટ્રેક્ટર તેમજ 33 મોબાઈલ ફોન અને 7 બાઈક સાથે 30 ઇસમોને દબોચી લીધા છે. તો અન્ય 20 આરોપીઓના નામ ખુલતા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જોકે હાલ તો સ્ટેટ મોનીટરીંગ સેલની આટલી મોટી કાર્યવાહીથી રેતી માફિયાઓમાં સન્નાટો વ્યાપી ગયો છે.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના ડીવાયએસપી કે.ટી. કામરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.એન. પરમારની ટીમે હળવદ તાલુકાના ચાડધ્રા ગામે રેડ કરી હતી. જેમાં મોટા પાયે થતી ખનીજચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં શનિવારે રાત્રે રેડ કરી જે રવિવારે એટલે કે આજે સાંજ સુધી સમગ્ર કામગીરી ચાલી હતી. મોટા પાયે ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી. જેમાં સ્થળ પરથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 12 હિટાચી મશીન કિંમત રૂ. 48 લાખ, રેતી 82,130 ટન કિંમત રૂ. 2,79,24,200, ડમ્પર 13 કિંમત રૂ. 3.90 કરોડ, ટ્રક 2 કિંમત રૂ. 5 લાખ, લોડર 1 કિંમત રૂ. 3 લાખ, ટ્રેક્ટર-ટ્રોલી કિંમત રૂ. 3 લાખ, 33 મોબાઈલ ફોન કિંમત રૂ. 1,51,500, બાઈક 7 કિંમત રૂ. 2.10 લાખ મળીને કુલ રૂ. 12,63,85,700ની કિંમતનો તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

તેમજ આરોપી જીતેન્દ્રસિંહ હિંમતસિંહ પરમાર અને અન્ય 29 મળીને કુલ 30 આરોપીઓને ડીટેઈન કરી પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે. જ્યાં હળવદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. તે ઉપરાંત આરોપીઓના નામો ખુલ્યા છે. જેમાં હળવદના રહેવાસી સુનીલ, જેઠા વણઝારા, જગો ઉર્ફે ઠુંઠો ભરવાડ, મયુરનગરમાં રહેતો સંદીપ ડાંગર, મોરબી રહેતો ઉદય આહીર, મયુરનગર રહેતો લાલો આહીર ઉર્ફે બીકે કરશન, મોરબીના અણીયારી રહેતો પરેશ પટેલ, હળવદના મિયાણીનો રહેવાસી અક્ષર ચતુરના નામો ખુલ્યા છે. આ સમગ્ર બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

India’s most wanted gangsters taking shelter abroad | Latest News India | Times Of Ahmedabad

The Ministry of Home Affairs (MHA) has prepared list of notorious gangsters who are based in foreign countries. The list exclusively accessed by the Hindustan Times features 28 wanted gangsters who have cases of murder, extortion among others.

According to the home ministry‘s list, Satinderjit Singh alias Goldy Brar tops the gangsters list. Suspected to be based in the United States, Brar along with Lawrence Bishnoi said to have masterminded the killing of Punjabi singer Sidhu Moosewala last year. According to the NIA, he is found to have direct links with Babbar Khalsa International (BKI) operative Lakhbir Singh alias Landa who is an accused in the RPG attacks in Mohali and Tarn Taran.

Another gangster featuring in the list is Anmol Bishnoi alias Bhanu, who has also been chargesheeted by the top investigative agency and is said to be hiding in the US. He has been charged with criminal conspiracy to unleash a wave of terror and carry out targeted killings of well-known social and religious leaders, film stars, singers and businessmen. Besides links with Pakistan, he is also accused of being in contact with pro-Khalistan elements based in Canada, Nepal and other countries, the NIA had said.

The other notorious gangsters include Moosewala murder accused Sachin Thapan, Gurjant Singh alias Janta, Romi Hong Kong and others. Among the gangsters named in the list is Gaurav Patyal alias Lucky Patyal whose premises were raided by the NIA last year as part of its crackdown on arms smuggling and narco terrorism, targeted killings, extortion, kidnapping and other criminal and terror acts.

Here is the full list of the gangsters staying abroad:-

Left to right: Anmol Bishnoi, Goldy Brar, Gaurav Patyal and Lakhbir Singh alias Landa.
Left to right: Anmol Bishnoi, Goldy Brar, Gaurav Patyal and Lakhbir Singh alias Landa.

પોલીસ જવાનનો કોલર પકડી કહ્યું- એક મિનિટમાં તારી વર્દી ઉતારી દઈશ, મને PIથી લઈને DG સુધી ઓળખે છે' | He grabbed the policeman's collar and said - I will take off your uniform in a minute, I am known from PI to DG. | Times Of Ahmedabad

આણંદ10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આણંદના લાંભવેલ ટી- પોઇન્ટ આગળ ઇન્દિરા ગાંધી સ્ટેચ્યુ પોઇન્ટ નજીક ગાડીમાં બેઠેલા ઈસમે પોલીસ જવાનના શર્ટનો કોલર પકડી ડીએસપી આઈજી ડીજી તથા ગાંધીનગર સુધી રાજકારણીઓ બધા મને ઓળખે છે. તેમ કહી તારી વર્દી એક મિનિટમાં ઉતારી દઈશ હવે પછી મારી ગાડી રોકવાની કોશિશ કરીશ તો તારા ઉપર ગાડી ચડાવી દઈ જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાના બનાની ફરિયાદ આણંદ શહેર પોલીસ મથકે નોંધાઇ છે.

આણંદ શહેરના લાંભવેલ ટી- પોઇન્ટ આગળ નજીક 1લી એપ્રિલના રાત્રિના સમયે પોલીસ કોન્સ્ટેબલ સમીરખાન ઈકબાલ ખાન શેખ પોતાની ફરજ બજાવી રહ્યો હતો. તે દરમિયાન એસયુવી ગાડી નંબર જી,જે,૨૩ બી,ડી, ૨૨૦૮ આવી ચઢતા કોન્સ્ટેબલ સમીરખાન શેખે ઈશારો કરી ગાડી ઉભી રાખી હતી. પરંતુ ગાડી ચાલકે પોતાની ગાડી પુરઝડપે લાંભવેલ રોડ તરફ હંકારી મુકી હતી. બાદમાં પોલીસે ફિલ્મીઢબે પીછો કરી ગાડીને ઝડપી પાડી હતી. તે દરમિયાન ગાડીમાં બેઠેલા શખસે પોતાનું નામ યોગેશ પટેલ હોવાનું જણાવીને પોલીસ જવાન સમીરખાનને તું ગાડી રોકવા વાળો કોણ છે ? તું મને ઓળખતો નથી. તું અહીંથી જતો રહે મારી ઉપર સુધી લાગવગ છે. તેમ કહીને ગાડીમાંથી નીચે ઉતરી પોલીસ જવાનને અપશબ્દ બોલવાનું શરૂ કરી દીધું હતું. બાદમાં પોલીસ જવાન સમીરખાનના શર્ટનો કોલર પકડીને મને ડીએસપી, આઇજી ડીજી તથા ગાંધીનગર સુધી રાજકારણીઓ બધા ઓળખે છે. તારી વર્દી એક મિનિટમાં ઉતારી દઈશ તેવી ધમકીઓ આપી હતી. અને હવે પછી મારી ગાડી રોકવાની કોશિશ કરીશ તો તારા ઉપર ગાડી ચડાવી દઈ તને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ ત્યાંથી જતો રહ્યો હતો.

બાદમાં ફરીવાર પાછળથી એક બ્લેક કલરની બીએમડબલ્યુ ગાડી જેના નંબર પ્લેટ ઉપર એપ્લાઈ ફોર રજીસ્ટ્રેશન લખેલ હતું. તેનો ચાલક યોગેશ પટેલ હતો. જે ઇન્દિરા ગાંધી સ્ટેચ્યુ પોઇન્ટ ઉપર આવીને પોલીસ જવાન સમીરખાનને ધમકી આપીને તારી વર્દી એક મિનિટમાં ઉતારી દઈશ મને ગાંધીનગર સુધી બધા રાજકારણીઓ ઓળખે છે. હવે પછી મારું નામ લખી રાખજે હું યોગેશ પટેલ છું. યોગેશ પટેલ. હવે પછી મારી ગાડી રોકવાની હિંમત ના કરતો તેમ કહી ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડીમાં બેસીને નાસી ગયાં હતા.

આ અંગે પોલીસ કોન્સ્ટેબલ સમીરખાન શેખે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે એસ.યુ.વી. ગાડી ના ચાલક તથા અન્ય એસ.યુ.વી. ગાડીના બેઠેલ યોગેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Duo dances to TumTum and Butta Bomma mashup on the beach | Trending | Times Of Ahmedabad

From hip-hop to ballet and contemporary, the videos that capture people dancing to different tunes often make for a delightful watch. Just like this video that is being widely shared on social media platforms. In it, one can see a duo energetically dancing to the beats of a mashup. The video is such that you’ll end up watching it on loop.

The image, taken from the viral video, shows the duo dancing to the mashup of TumTum and Butta Bomma. (Instagram/@baizybasi)
The image, taken from the viral video, shows the duo dancing to the mashup of TumTum and Butta Bomma. (Instagram/@baizybasi)

“Twist,” wrote Instagram user Baizy Basi while sharing a video on the meta-owned platform. The viral video shows Baizy Bassi and Sneha V Chandran matching steps to the mashup of Tum Tum and Butta Bomma at a beach. While Sneha V Chandran can be seen sporting a grey and black coloured saree, Baizy Bassi can be seen in a black coloured outfit. As they dance in unison, they wear broad smiles on their faces.

Since being shared on March 19, the video has accumulated over 17.4 million views and more than one million likes. It has also received a plethora of comments from netizens.

An individual commented, “The guy is dancing really well… Smooth moves!” “Graceful,” expressed another. A third added, “This type of energy and swag we all need around.” “Why don’t you participate in a reality dance show?” wrote a fourth. A fifth joined, “Anna 1 no… Anna god bless you.”

વડોદરામાં વધુ નવા 24 કેસ નોંધાયા, 8 દર્દી ઓક્સિજન અને 1 દર્દી વેન્ટિલેટર પર; એક્ટિવ કેસનો આંક વધીને 146 થયો | 24 more cases reported in Vadodara, 8 patients on oxygen and 1 patient on ventilator, tally of active cases rises to 146 | Times Of Ahmedabad

વડોદરાઅમુક પળો પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક  તસવીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં કોરોનાના આજે વધુ 24 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંક 101,164 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 544 થયો છે. આજે વધુ 14 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 100,474 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 146 થયો છે.

આ વિસ્તારમાં નવા કેસ નોંધાયા
વડોદરા શહેરના અટલાદરા, ગોરવા, જેતલપુર, અકોટા, દિવાળીપુરા, છાણી, સિયાબાગ, નવી ધરતી, હરણી, તરસાલી, માણેજા, મકરપુરા અને રામદેવનગર વિસ્તારમાં આજે કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. કુલ 649 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 24 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એક્ટિવ 146 કેસ પૈકી 137 દર્દી હોમ આઇસોલેશનમાં છે અને 9 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. હાલ 1 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 8 દર્દી ઓક્સિજન પર છે. જ્યારે 84 લોકો હોમ ક્વોરન્ટીન છે.

શરદી-ખાંસીના કેસોમાં વધારો
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી વડોદરા સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જેને લઇને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. શરદી, ખાંસી અને તાવના કેસમાં વધારો થયો છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કેસ પણ ધીમે ધીમે વધતા જાય છે જેથી તંત્ર પણ કામે લાગ્યું છે. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં શરદી, ખાંસીના કેસો જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

ભરૂચના કસક રોકડિયા હનુમાન મંદિરે જવાના રસ્તે ગટરના પાણી ઉભરાયા, ભક્તોમાં નારાજગી | Bharuch's Kasak Rokadia Hanuman temple overflows with sewage water, anger among devotees | Times Of Ahmedabad

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભરૂચ પાલિકા પ્રમુખના પોતાના જ વોર્ડમાં કસક વિસ્તારમાં રોકડીયા હનુમાન મંદિર જવાના રસ્તે ઊભરાતી ગટરોથી પૂજારી અને ભક્તોની લાગણી દુભાઈ છે. હનુમાન જ્યંતીને આડે હવે બે ત્રણ દિવસ જ બાકી છે ત્યારે હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર રોકડીયા હનુમાન મંદિરે ઉભરાતી ગટરોથી મુક્તિ અપાવવા ભક્તો માંગ કરી રહ્યાં છે.

મંદિરે જવાના માર્ગ પરથી જ મળમૂત્ર વહેતા હોય સ્થાનિકો અને ભક્તોમાં રોષ ફેલાયો છે. કેટલાય લોકો પડી જવાથી આ ગંદકીનો ભોગ બની રહ્યા છે. પાલિકા પ્રમુખ અમિત ચાવડાના જ વોર્ડમાં તેઓએ કેટલીય વખત મુલાકાત લીધી હોવા છતાં મંદિર જવાના રસ્તે ઉભરાતી ગટરોનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. હનુમાન જ્યંતીને ધ્યાને રાખી પાલિકા પ્રમુખ અને તંત્ર કાર્યવાહી કરે તેવી માંગણી પૂજારીએ પણ કરી છે.

રોકડિયા હનુમાન મંદિરના મહંતે દિવ્ય ભાસ્કર ને જણાવ્યું હતું કે, હનુમાન જયંતિ પર્વ આવી રહ્યું છે અને આ બાબતે તંત્ર ને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. આ ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ પણ આજ વોર્ડ ના રહીશ છે તેમ છતાં તેઓનું ઉદાસીન વલણ જોવા મળ્યું છે. આ બાબતે ત્વરિત ઘટતું થાય તેવી લાગણી તેઓ એ વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

PM Modi beats Biden, Sunak to emerge as ‘most popular’ world leader. List here | Latest News India | Times Of Ahmedabad

Prime Minister Narendra Modi once again emerged as the world’s ‘most popular’ leader, leaving behind leaders including his United States counterpart Joe Biden. In a survey, released by ‘Morning Consult’ – a global decision intelligence firm which works to map decisions of the modern leaders – PM Modi ranked number one with an approval rating of 76% while Mexican president Andrés Manuel López Obrador grabbed the second spot.

Prime Minister Narendra Modi addressing a public rally in Madhya Pradesh.(PTI)
Prime Minister Narendra Modi addressing a public rally in Madhya Pradesh.(PTI)

Here are the top 10 most popular world leaders:

Narendra Modi (India) 76%
Andrés Manuel López Obrador (Mexico) 61%
Anthony Albanese (Australia) 55%
Alain Berset (Switzerland)  53%
Luiz Inácio Lula da Silva (Brazil) 49%
Giorgia Meloni (Italy) 49%
Joe Biden (United States) 41% 41%
Alexander De Croo (Belgium) 39 39%
Justin Trudeau (Canada) 39% 39%
Pedro Sánchez (Spain) 38%

“The latest approval ratings are based on data collected from March 22-28, 2023. Approval ratings are based on a seven-day moving average of adult residents in each country, with sample sizes varying by country,” the website said. In its last survey, shared by the organisation on March 5, PM Modi had maintained his top position with an approval rating of 78%.

Morning Consult released the list Sunday, which as per its website specialises in providing real-time polling data on political elections, elected officials and voting issues. The firm said it takes about 20,000 interviews globally daily. “The global leader and country trajectory data is based on a seven-day moving average of all adults in a given country…In the United States, the average sample size is around 45,000. In the other countries, the sample size ranges from roughly 500-5,000,” it said.

These interviews collected online are done among representative samples of adults in a country. “For India, the sample is representative of the literate population,” Morning Consult explained.


આણંદમાં 10 એપ્રિલથી 22 એપ્રિલ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકાશે, તાલુકા કક્ષાએ હેલ્પલાઈન નંબર જાહેર કરાયા | Online form can be filled in Anand from April 10 to April 22, helpline numbers announced at taluka level | Times Of Ahmedabad

આણંદએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

આણંદ જિલ્લાનાં વાલીઓ માટે સારા સમાચાર આવ્યા છે.તેજસ્વી વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં શિક્ષણ ઈચ્છતા વાલીઓ માટે સરકારે પ્રવેશ ફોર્મ ભરવા તારીખો જાહેર કરી છે.જે મુજબ આણંદની ખાનગી (બિનઅનુદાનિત) પ્રાથમિક શાળાઓમાં નબળા અને વંચિત જૂથના બાળકોને આગામી શૈક્ષણિક વર્ષ 2022-23 માં આર.ટી.ઇ. (રાઇટ ટુ એજયુકેશન) હેઠળ ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવનાર છે. આર.ટી.ઇ. એકટ હેઠળ પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તેઓએ ઓનલાઇન https://rte.orpgujarat.com વેબસાઈટ ઉપર ફોર્મ ભરવા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જણાવાયું છે.

મહત્વનું છે કે આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા વાલીઓએ તા.10એપ્રિલ 2023થી તા.22 એપ્રિલ 2023સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ ભરવા અંગેની જરૂરી તમામ વિગતો https://rte.orpgujarat.com વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે. ધોરણ-1માં પ્રવેશ આપવા અંગેની તમામ પ્રક્રિયા ઓનલાઇન જ કરવાની રહે છે. વાલીએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવાઓ જેવાં કે, જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ,કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો વગેરે ઓનલાઇન અપલોડ કરવાના હોય છે. જયારે ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેતી હોય છે. આ ઓનલાઇન ભરેલ ફોર્મની જે પ્રિન્ટ કાઢવામાં આવી હોય તે ફોર્મ કયાંય જમા કરાવવાનું રહેતી નથી.

આ અંગે આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જણાવાયું છે કે આર.ટી.ઇ.એકટ હેઠળ કોઇ મૂંઝવણ હોયતો જિલ્લા કક્ષાએ શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર-02692-263205 ઉપર તેમજ તાલુકા કક્ષાના હેલ્પલાઇન નંબર પર આણંદ તાલુકા માટે સુભાષ પટેલ મો.8128667949 ઉપર, ઉમેરઠ તાલુકામાં સંજય પટેલ 9428223949, બોરસદ તાલુકામાં કનુભાઇ પટેલ મો.9265317904 , આંકલાવ તાલુકામાં નવજયોતસિંહ ચૌહાણ મો.9898829108, પેટલાદ તાલુકામાં મયુર પટેલમો.7600668774, સોજિત્રા તાલુકામાં ભરતભાઇ પટેલ મો.7600026633, ખંભાત તાલુકામાં મનોજભાઇ મારવાડીના મો.9601290514 અને તારાપુર તાલુકામાં મહેશકુમાર પરમારના મો.7359183502 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

શું છે આર.ટી.ઈ.એક્ટ ?
ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજીયાત શિક્ષણ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે જેમાં ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે. દેશના દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે જેથી ખાનગી શાળાઓમાં કેટલીક બેઠકો RTE હેઠળના બાળકો માટે અનામત રાખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે…

ખેડબ્રહ્માના ચાપલપુર વિસ્તારમાં બે આખલાએ આતંક મચાવ્યો; વીજપોલની ડીપીને તોડી નાખી | Two bulls wreak havoc in Chapalpur area of KhedBrahma; Broke the DP of Vijpol | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ખેડબ્રહ્મા શહેરના ચાપલપુર વિતારમાં રવિવારે બે આખલાઓએ સામસામે યુદ્ધ કરતા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. પાલિકા દ્વારા લગાવવામાં આવેલા વીજપોલની ડીપીને પણ તોડી નાખી હતી. જોકે સદનસીબે વીજ પ્રવાહ બંધ હોવાથી મોટી જાનહાની ટળી હતી.

ખેડબ્રહ્મા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરોના કારણે અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે. રવિવારે સવારે ચાપલપુર વિસ્તારમાં બે આખલાઓએ આતંક મચાવ્યો હતો અને બજાર વચ્ચે તોફાને ચઢેલા બે આખલાઓને કારણે આ વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી.

બે આખલાઓ વચ્ચેની લડાઈના કારણે રસ્તા ઉપર પાલિકા દ્વારા લગાવેલા વીજ પોલ પરની ડીપીને પણ આખલાઓની લડાઇમાં નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે વીજ પ્રવાહ બંધ હોવાથી કોઈ જાન હાની થઇ ન હતી. પાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવાની ઝુંબેશ શરુ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માગ કરી છે.

અવાર નવાર બનતી આવી ઘટનાઓને કારણે રસ્તે જતા રાહદારીઓને પણ ઈજાઓ થતી હોય છે. રાત્રીના સમયે શાકભાજી તથા અન્ય ખાદ્ય ચીજોનો વેપાર કરતા વેપારીઓ ધારા જાહેર માર્ગો પર કચરો નાખવામાં આવે છે અને જે કચરો ખાવા માટે રખડતા ઢોર આવે છે. જેને કારણે મોટી સંખ્યામાં ઢોર એકઠા થાય છે. જેથી પાલિકા દ્વારા કચરો વેપારીઓ સામે સખત કાર્યવાહી કારમાં આવે તેવી સ્થાનીકોમાં માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે…

ભચાઉના લોધેશ્વર પાસે ત્રણ દિવસથી કૂવામાં ખાબકેલા શ્વાનનું ફાયર ટીમે રેસ્ક્યૂ કર્યું, એકને કરડતા હોસ્પિટલ ખસેડાયો | The fire team rescued a dog that had eaten in a well for three days near Lodheshwar in Bhachau, one was bitten and shifted to hospital. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • The Fire Team Rescued A Dog That Had Eaten In A Well For Three Days Near Lodheshwar In Bhachau, One Was Bitten And Shifted To Hospital.

કચ્છ (ભુજ )29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભચાઉ અને તાલુકા વિસ્તારમાં તાકીદના સમયે ખડેપગે ફરજ બજાવતા ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આજે કૂવામાં ખબકેલા એક શ્વાનનું રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર લાવી બચાવી લેવામાં આવ્યું હતું. ભચાઉ નગરથી 5 કિલોમીટર દૂર લોધેશ્વર મંદિર પાસેના 50 થી 60 ફૂટ ઊંડા અવાવરું કૂવામાં છેલ્લા ત્રણેક દિવસથી પડેલા એક શ્વાને મહામહેનતે રેસ્ક્યુ કરી ફાયર ટીમે બચાવી લીધું હતું. જોકે બચાવ કામગીરી દરમિયાન સહયોગમાં ઉતરેલા એક સ્થાનિક વ્યક્તિને કૂવામાં રહેલા સ્વાને ગાળાના ભાગે બચકું ભરી લેતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ અંગે સામે આવેલી વિગતો મુજબ નગરથી દૂર લોધેશ્વર વિસ્તારમાં બે ત્રણ દિવસથી ખાલી પડેલા કૂવામાં એક શ્વાનપડી ગયો હતો. જેની જાણ સુધરાઈને કરવામાં આવતા ફાયર ટીમના પ્રવીણ દાફડા અને કુલદીપ ગંઢેર ફાયર ફાઈટરના વાહન સાથે ઘટનાસ્થળે પહોંચ્યાં હતા. જ્યાં પ્રથમ કૂવામાં દોરડું નાખી બાદમાં મોટી સીડી 50 ફૂટ ઊંડા કૂવામાં ઉતારી હતી. શ્વાનને બચાવવા સીડી મારફતે કૂવામાં ઉતરેલા ફાયરકર્મી સાથે એક સ્થાનિકના વ્યક્તિ પણ જોડાયા હતા. જોકે આ સમયે ડરી ગયેલા શ્વાને સ્થાનિક વ્યક્તિને ગળાના ભાગે બચકું ભરી લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમ છતાં ફાયરના મુખ્યકર્મીએ જાતે કૂવામાં ઉતરી શ્વાનના પગમાં દોરડાનો ગાળીયો પહેરાવી બાંધી લીધો હતો અને ત્રણ કલાકની જહેમત બાદ શ્વાનને સલામત રીતે બહાર કાઢી છોડી મૂક્યું હતું. ઉલેખનિય છે કે આ પૂર્વે પણ ભચાઉ ફાયર ટીમ દ્વારા અનેક પશુપક્ષીને જીવના જોખમે રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…